Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કારણકે ત્યારે વિચારો નથી હોતા. વિચારો ન હોય ત્યારે મનને આરામ મળે છે. આ આરામ તે જ આનંદ. માટે જ માણસ વારંવાર દારૂ પીવા લલચાય છે કે ઊંઘવા લલચાય છે. આત્મ-જાગૃતિ આવી જાય તો દ્રવ્યશૂન્યમાંથી ભાવશૂન્યમાં જઈ શકાય પણ ભાવ શૂન્યમાં જવું ઘણું કપરું છે. કારણ કે મન બે જ દિશા જાણે છે : યા તો વિચાર કરવા અથવા જડતામાં - ઊંઘમાં સરકી જવું. એટલે જ તમે જોતા હશો : વિકલ્પો જતા રહે એટલે તરત જ ઊંઘ આવે. ક્યારેક હું પણ ઠગાઈ જાઉં !
ક્ષિપ્ત પ્રથમ અને થીણદ્ધિ છેલ્લી લીધી. તેમાં ક્રમશઃ વધુ ને વધુ જડતા વધુ ને વધુ સુષુપ્તિ રહે છે.
વિચારોનો માર ખાઈ અધમૂઓ થયેલો આત્મા શૂન્યમાં સરકી પડે તે દ્રવ્યશૂન્ય.
- મનને ખેંચવું નહિ, બાળકની જેમ સમજાવવું. ખેંચવાથી તૂટી જાય. મનને ચિત્માત્રમાં વિશ્રાન્તિ આપવાની છે. વિચાર હોય ત્યાં સુધી વિશ્રાન્તિ નથી. સાચો વિશ્રામ આત્મામાં છે. આપણે કાયા અને વચનને વિશ્રાન્તિ આપીએ છીએ, મનને નથી આપતા. ધ્યાનમાં મનને વિશ્રાન્તિ આપવાની હોય છે. આત્મા તરીકેનો નિર્ણય માત્ર સંવેદન રહે ત્યારે થાય. यतो वाचो निवर्तन्ते, न यत्र मनसो गतिः ।
शुद्धानुभवसंवेद्यं એવું આ પ્રભુનું સ્વરૂપ છે.
મનની ચારેય પ્રકાર (વિક્ષિપ્ત આદિ)માંથી પસાર થયા પછી જ નિર્વિકલ્પ દશા આવે છે.
વિક્ષિપ્ત, યાતાયાત, સુશ્લિષ્ટ અને સુલીન મનની આ ચાર અવસ્થાઓ છે.
વિક્ષિત : એટલે ચલચિત્ત. ચંચલતા હોય ત્યાં સુધી ચિંતન કરવાનું, માળા ગણવી. પછી મન શાન્ત થાય ત્યારે જ ધ્યાન થઈ શકે.
મનને શાન્ત બનાવવાના ઉપાયો ભક્તિ, મૈત્રી આદિ
૧૦૪
*
*
*
*
* *
*
*
*
* *
*