Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
• ગુણો તે જ કહેવાય જે સાથે રહે. સાથે રહે તેને આપણે ભૂલી જઈએ છીએ. ને સાથે નથી રહેવાના તે સાથે (દુર્વિચારો) મૈત્રી કરીએ છીએ.
. पूर्यन्ते येन कृपणास्तदुपेक्षैव पूर्णता ।
કૃપણ માણસો જેનાથી (ભૌતિક પદાર્થોથી) પૂરાય તેની ઉપેક્ષા તે જ પૂર્ણતા છે.
અહીં આવીને જો જ્ઞાન, શિષ્ય, ભક્તો વગેરેથી મોટાઈ માનીએ તો આપણામાં અને ગૃહસ્થોમાં કોઈ ફરક નથી.
અપેક્ષાવાળો કદી આવું ધ્યાન કરી શકે નહિ. એવી ભક્તિ દ્રવ્યથી શૂન્ય બની શકે, ભાવથી શૂન્ય ન બની શકે.
મંત્રવિદો પણ માને છે કે પરામાંથી પશ્યન્તીમાં આવે ત્યારે જ સફળતા સમજવી. એના પહેલા આનંદની અનુભૂતિ નહિ થાય.
વે મરું ? મારે ? સાધુને અરતિ શું ? અનાનંદ શું ?
- આચારાંગ. એરંડીયું મલ કાઢીને સ્વયં નીકળી જાય તેમ શુભ વિકલ્પ નિર્વિકલ્પમાં લઈ જઈ સ્વયં નીકળી જાય છે. પગથીઆ જેવા શુભ વિકલ્પો છે. જે ઉપર જવા સહાયક બને છે. અન્તર્મુહૂર્ત ત્યાં રહીને ફરી વિકલ્પના પગથીઆના સહારે નીચે યોગીને આવવું પડે છે. વિકલ્પનો સંપૂર્ણ ત્યાગ કરી શકે નહિ.
ઉપયોગ આત્માનો સ્વભાવ છે. વિચાર મનનો સ્વભાવ
દ્રવ્ય-મન ગયું ભાવ-મન ઉપયોગ વખતે રહે. દ્રવ્ય મનથી વિકલ્પો થાય છે.
૨ દ્રવ્ય શૂન્ય ૧૨ પ્રકારે : ક્ષિપ્ત, દીપ્ત, મત્ત, રાગ, સ્નેહ, અતિભય, અવ્યક્ત, નિદ્રા, નિદ્રા-નિદ્રા, પ્રચલા, પ્રચલા-પ્રચલા, સ્યાનદ્ધિ.
દ્રવ્ય-શૂન્ય ધ્યાન તો તદ્દન સરળ છે.
દારૂ પીને પણ તમે દ્રવ્યથી શૂન્ય બની શકો છો. દારૂ પીવામાં કયો આનંદ છે ? નિદ્રામાં આનંદ કેમ આવે છે ?
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૧૦૩