Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આ શૂન્યતાની અનુભૂતિ શબ્દાતીત અને મનોતીત છે. એનું વર્ણન કરી શકાય નહિ.
એનો આનંદ લુંટવો હોય તો પ્રથમ સવિચાર ધ્યાન કરવું. પછી જ નિર્વિચારમાં જવા વિચારવું.
મનને અત્યંત સંક્ષિપ્ત બનાવતા પૂર્વે ત્રિભુવનવ્યાપી બનાવવું પડે. કેવળી સમુદ્ધાતના ૪ થા સમયનું સ્વરૂપ મનને ત્રિભુવનવ્યાપી બનાવવા ઉપયોગી થઈ પડે તેમ છે. આ અનુભૂત પ્રક્રિયા છે. સૌ પ્રથમ આ અનુભવ થયો ત્યારે મેં એને શબ્દસ્થ પણ કરેલો. એ લેખ મેં પૂ. પંન્યાસજી મ. પર મોકલેલો. પછીથી તે ૫. ચન્દ્રશેખર વિ.ના પુસ્તકમાં પ્રકાશિત પણ થયેલો છે. તે વાંચજો.
પ્રશ્ન : પ્રાર્થના અને અપેક્ષામાં શો ફરક ? પૂજ્યશ્રી ઃ અશુભ ભાવ પેદા કરે તે અપેક્ષા.
શુભ ભાવ વધારે તે પ્રાર્થના.
અપાર્થિવ આસ્વાદ ભવ્યાત્મનું ! ભોજનના જરૃરસ પદ્ગલિક પદાથ જીલ્લાના સ્પર્શવડે સુખાભાસ ઉત્પન્ન કરે છે. કંઠ નીચે ઉતરી ગયા પછી તેનો સ્વાદ ચાલ્યો જાય છે, જ્યારે આત્મામાં રહેલો સ્વયં શાંતરસ સર્વદા સુખ આપનારો છે. તેમાં પગલિક પદાર્થોની જરૂર રહેતી નથી. તે આત્મામાં છૂપાયેલો છે. આત્મા વડે જ પ્રગટ થાય છે.
૧૦૬
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪