Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
યથાર્થ પ્રતિપાદન ન કરવાથી જીવને આ મોટું નુકશાન થાય છે.
બધા મગ પાકી રહ્યા છે, તેમાં કોયડુ મગ ભલે ન પાક્યા, પણ તે પાકની ક્રિયા તો ચાલુ જ રહીને ? તેમ અહીં અજીવ અંગે પણ સમજવું.
અઢાર હજાર શીલાંગમાં અજીવ સંયમ પણ બતાવ્યું છે. અજીવ પ્રત્યે પણ જયણા રાખવાની છે. ઓઘો અજીવ છે, છતાં જીવ-રક્ષામાં મદદ કરે છે.
ભગવાન લોકના પ્રદીપ છે. દીવો બાહ્ય પ્રકાશ આપે. ભગવાન આંતર પ્રકાશ આપે છે.
નાનકડા છોકરાને આપણે શીખવીએ છીએ ને એનું જ્ઞાન ધીરે-ધીરે વિકસિત થતું જાય છે. તેમ આપણે પણ નાના હતા ત્યારે કોઈએ (ગુરુ આદિએ) આપણને શીખવેલું તે યાદ છે ને? કે ભૂલી ગયા ? બીજાએ આપણને શીખવેલું છે. તો આપણે બીજાને નહિ શીખવવું ? બીજાને સહાયતા કરવી એ જ અહીં શીખવાનું છે. જ્ઞાનનો પ્રકાશ આવે ત્યારે આ બધું સમજાય છે.
દીવો ખાનગીમાં નાની જગ્યાએ ન રાખતાં એવી જગ્યાએ મૂકવામાં આવે કે જેથી સર્વત્ર એનો પ્રકાશ ફેલાય. દીવો દીવા ખાતર નથી, પદાર્થોને અજવાળવા માટે છે. ભગવાન જગતના દીપક છે.
અમે નાના હતા, ત્યારે ફલોદીમાં ઈલેકટ્રિક ન્હોતી. દરેક શેરીમાં ફાનસની વ્યવસ્થા હતી. માણસો આવીને રોજ સાંજે ફાનસ સળગાવી જાય.
દીવો કિરણોથી પ્રકાશ ફેલાવે, તેમ ભગવાન દેશનારૂપી કિરણોથી પ્રકાશ ફેલાવે છે.
અહીં લો કથી સમ્યગ્દષ્ટિ સંસી જીવો લેવાના છે. દેશનાના કિરણો તેને જ અજવાળે છે જે સમ્યગ્દષ્ટિ સંજ્ઞી જીવો હોય છે. ગાઢ મિથ્યાત્વવાળાનું હૃદય ભગવાન ન અજવાળી શકે. ઘુવડને સૂર્ય કાંઈ ન બતાવી શકે. આપણે જો ઘોર મિથ્યાત્વી બનીને પ્રભુ પાસે ગયા હોઈએ તો ભગવાનના
૮૨
*
*
*
*
*
*
*
* * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * =