Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આ. સુદ-૬ ૩-૧૦-૨000, મંગળવાર
ધ્યાન કરવાથી નથી થતું. એ પ્રભુ કૃપાથી આવે છે.
જ ધ્યાનયોગને બાદ કરીએ તો સંયમ-જીવનમાં શું રહ્યું ?
આ ધ્યાન-વિચાર ગ્રન્થ માટે ક્ષયોપશમ, પ્રજ્ઞા, યોગ્યતા વગેરે જોઈએ. એ ન હોય તો પકડાયા નહિ. ધ્યાન અનુભૂતિજન્ય છે. ધ્યાન કરવાથી નથી થતું, એ પ્રભુકૃપાથી આવે છે, એમ મેં મારા જીવનમાં અનુભવ્યું છે.
સંયમ, ગુરુ-ભક્તિ વગેરે ધ્યાનની પૂર્વ ભૂમિકાના મહત્ત્વના પરિબળો છે.
* ચિંતા, ભાવના, જ્ઞાન, સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિ આ પાંચ શબ્દો અહીં મુખ્ય છે.
અહીં કરણ અને ભવન શબ્દ આવશે. અપૂર્વકરણ આદિમાં કરણનો અર્થ થાય : અપૂર્વ વીયલ્લાસ ! નિર્વિકલ્પ સમાધિ.
૧૪
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪