Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આમાં વૃત્તિઓનો સંક્ષેપ થાય.
(૧) ધ્યાન :
જૈનદર્શનનું ધ્યાન એટલે આત્માનુભૂતિ ! તે વખતે પુષ્કળ કમની નિર્જરા થાય. ચિત્તમાં પુષ્કળ પ્રસન્નતા પેદા થાય.
જેમણે સમય મળે તે બધા વિવેચન વાંચી લે, મૂળ પાઠ પાકો કરે તો અહીંની વાતો સમજાશે.
• ધ્યાનના આમ તો મુખ્ય ચાર જ ભેદ છે : ધર્મ, શુક્લ, આર્ત અને રૌદ્ર. આર્ત-રૌદ્રથી છૂટી ધર્મ-શુક્લમાં પ્રવેશ કરવો એ જ મુખ્ય વાત છે. આર્ત-રૌદ્ર ધ્યાન ચિત્તને અસ્વસ્થ બનાવનાર છે. ખાસ તો એમાંથી છૂટવાનું છે.
આ ૨૪ પ્રકારો તો ધ્યાનના માર્ગના ભેદો છે. એટલે કે માર્ગ અલગ છે, પણ પહોંચવાનું તો એક જ સ્થળે છે. આ ચોવીસેય પ્રકારો દ્વારા આખરે ધર્મ-શુક્લ ધ્યાનમાં જ પ્રતિષ્ઠિત થવાનું છે.
- સમતાથી ચિત્ત નિર્મળ થાય ત્યારે જ અંદર રહેલો પ્રભુ દેખાય. આ સમતા અનંતાનુબંધી આદિ કષાયોના વિગમથી આવે. જેમ જેમ કષાયોનો હ્રાસ થતો જાય તેમ તેમ અંદરની સમતા પ્રગટ થતી જાય. ગુણસ્થાનકમાં જેમ આગળ વધતા જઈએ તેમ તેમ પરમાત્મા વધુ ને વધુ શુદ્ધપણે પ્રગટ થતો જાય.
બીજી વાચનાઓની જેમ આ માત્ર સાંભળવા માટે નથી, પણ આને જીવનમાં ઉતારશો તો જ કંઈક લાગુ પડશે.
૦ વાચના, પૃચ્છના આદિ ૪માંથી પસાર થયા પછી જ ધર્મકથા આવી શકે. પણ આપણે એને પ્રથમ નંબર આપી દીધો છે. લોકો દ્વારા શાબ્બાશી મળે ને ? - - દ્વાદશાંગીનો સાર ધ્યાન છે. આપણા સંયમજીવનનો વરરાજા ધ્યાન છે, પણ આપણે એને જ ભૂલી ગયા. વર વિનાની જાન બની ગઈ !
5 ધર્મધ્યાન ૪ પ્રકારે : આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાન.
ચલચિત્તના ત્રણ પ્રકાર : ચિંતા, ભાવના અને અનુપ્રેક્ષા.
*
*
*
*
*
*
*
*
*
*
*
૯૫