Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
• આપણી પાસે સ્વાધ્યાયની વિપુલ સામગ્રી છે. એ જ મોટું પુણ્ય છે.
દ્વાદશાંગી આપણી પાસે છે ને ? કદાચ દ્વાદશાંગી પૂરી ન હોય તો જે છે તે દ્વાદશાંગી જ છે. અરે... ચાર અધ્યયન છેલ્લે બચશે તે પણ દ્વાદશાંગી જ કહેવાશે. કાંઈ યાદ ન રહે તો નવકારમાં પણ દ્વાદશાંગી આવી ગઈ. આથી જ ૨૪ ધ્યાનના ભેદોમાં છેલ્લા ચારેક ભેદો નવકારને લગતા છે, જે મહત્ત્વપૂર્ણ છે. હું પછીથી બતાવીશ.
આ ધ્યાનમાં આગમ, મૂર્તિ, સંયમ કે જાપ, કાંઈપણ છોડવાનું નથી. આજ્ઞા - વિચય ધ્યાનમાં આ બધું આવી જ ગયું છે. દેહમાં ફરતા મનને દેવમાં જોડી દેવું, એ જ ધ્યાનનું કામ છે.
(૨) પરમ ધ્યાન :
ધર્મધ્યાનના ૧૧ તારો બતાવી ધ્યાન શતકમાં વિસ્તારથી બધું બતાવ્યું છે.
ધ્યાનથી મૂળ મનને પકડવાનું છે, પણ તે પહેલા વચન અને કાયાને પકડવી પડશે. કાયા અને વચનની સ્થિરતા માટે જ પાંચ સમિતિ છે. એથી જ સમિતિના સભ્યમ્ અભ્યાસ વિના ગુપ્તિ પાળી શકાય નહિ, મનનો નિગ્રહ કરી શકાય નહિ.
ક્રમશઃ જ આ ધ્યાન સૂક્ષ્મ બને છે.
વિકલ્પાત્મક ધ્યાન સુગમ છે. એ કળા સિદ્ધ થઈ ગયા પછી જ નિર્વિકલ્પાત્મક ધ્યાનમાં જઈ શકાય. સીધા જ નિર્વિકલ્પ કરવા ગયા તો ગરબડ થશે.
વિક્ષિપ્ત, યાતાયાત, સુશ્લિષ્ટ અને સલીન ચાર અવસ્થામાંથી પસાર થયેલું મન જ નિર્વિકલ્પ ધ્યાન માટે યોગ્ય બને છે.
આ ધ્યાનને જીવનભર ટકાવીને પરલોકમાં પણ સાથે લઈ જવાનું છે.
આજની અન્ય દર્શનીઓની ધ્યાન-શિબિરો તંબુ જેવી છે. તંબુ જલ્દી ઊભું થઈ જાય, પણ પવનથી ઊડી પણ જલ્દી જાય. પણ આપણે ત્યાં પૂર્વભૂમિકાપૂર્વકનું ધ્યાન પાકું મકાન
* * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪
૯૬
*
*
*
*
*
*
*
*
*
*
*
*