Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
છે, પાયો ખોદીને ઊભું કરવામાં આવ્યું છે. બનાવતાં જો કે વાર લાગે, પણ વાવાઝોડાથી એ ધરાશાયી નહિ બની જાય. શુક્લધ્યાનના ૪ લક્ષણ : શુક્લધ્યાન પ્રાપ્ત થઈ ગયેલું હોય તેને અવ્યથા, અસંમોહ, વિવેક અને વ્યુત્સર્ગ પ્રાપ્ત થયેલા હોય છે.
અવ્યથા : દેવાદિ ઉપસર્ગોમાં વ્યથા ન હોય. અસંમોહ : સૈદ્ધાન્તિક પદાર્થોમાં અમૂઢતા. વિવેક : દેહથી આત્માની ભિન્નતાનું ભાન. વ્યુત્સર્ગ : નિઃસંદેહપૂર્વક દેહ અને ઉપધિનો ત્યાગ. શુક્લધ્યાનનો પ્રથમ ભેદ ‘પૃથક્ત્વ - વિતર્ક - સવિચાર’ છે, અહીં પણ હજુ વિચાર છે.
યોગવિશિકામાં ઉપા. મ. લખે છે : આ કાળમાં પણ શુક્લધ્યાનના પ્રથમ ભેદની ઝલક મળી શકે છે. તે વખતે લોકોત્તર અમૃતનો આસ્વાદ મળે છે. આત્માના આનંદનો આસ્વાદ તે જ લોકોત્તર અમૃત છે. અહીં વિષયથી વિમુખતા હોય છે.
ઉપા. મહારાજે આ પ્રવચન
સારના આધારે લખ્યું છે.
પોતાની બુદ્ધિથી નથી લખ્યું.
'जो जाणदि अरिहंतं दव्वत्त गुणत्त पज्जवत्तेहिं । सो जाणदि अप्पाणं मोहो खलु तस्स जादि लयं ॥ १/८० ॥
પ્રવચનસાર.
-
-
અહીં જેટલા પરમ ધ્યાન આવશે, તે બધા ધ્યાનમાં સ્વ આત્મદ્રવ્યમાં બધું ઘટાવવાનું છે.
‘ભેદ-છેદ કરી આતમા, અરિહંતરૂપી થાય રે.’
આપણે જુદાઈ રાખીએ, ભક્ત કદી ભગવાન સાથે જુદાઈ ન રાખે. આપણે બધું આપણી પાસે રાખીએ, ભગવાનને કાંઈ સોંપીએ નહિ. સાચો ભક્ત બધું જ ભગવાનને સોંપી દે.
‘દ્રવ્યાદિક ચિંતાએ સાર, શુક્લધ્યાનનો લહીએ પાર; તે માટે એહિ જ આદરો, સદ્ગુરુ બિન મત ભૂલા ફિરો.’ હેમચન્દ્રસૂરિજી જેવા પણ કહે છે ઃ શુક્લધ્યાનની અમને કહે, કલાપૂર્ણસૂરિ-૪ * *
* e