Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
નજર નથી ગઈ તે આશ્ચર્ય છે. સૌ પ્રથમ મુનિ જેબૂવિજયજી દ્વારા અનૂદિત થઈને તથા ધર્મધુરંધરવિજયજી દ્વારા સંપાદિત થઈ મૂળ પાઠ સાથે સાહિત્યવિકાસ મંડળ દ્વારા પ્રકાશિત થયેલો.
મને આ અંગે તીવ્ર રુચિ હતી. એ પછી એમની (પૂ.પં.મ.) નિશ્રામાં જ રહીને જે લેખન-ટાંચણ થયું છે, તે આ ગ્રન્થરૂપે બહાર પડેલો છે. પણ એક વાત કહી દઊં : માત્ર વાંચન-શ્રવણથી નહિ ચાલે, તે જીવનમાં ઊતારીશું ત્યારે તેની ઝલક જોવા મળશે.
મૂળપાઠ સાવ નાનો છે. અહીં બેઠેલા તમામ મુનિઓ વધુમાં વધુ અઠવાડીયામાં કંઠસ્થ કરી દે એટલો નાનો છે. એટલે કંઠસ્થ કરવો કોઈ મોટી વાત નથી, પણ જીવનમાં ઊતારવો મોટી વાત છે. ' લખતાં-લખતાં ભગવાન જાણે કપા કરતા હોય તેમ મને ઘણીવાર લાગ્યું છે. લખતી વખતે એક અદ્ભુત ગ્રન્થ “અરિહાણ સ્તોત્રમ્ (વજસ્વામી શિષ્ય ભદ્રગુપ્તસૂરિ રચિત) હાથમાં આવ્યો.
પ્રારંભમાં ભલે આપણે જીવનમાં ઉતારી ન શકીએ, પણ આપણા પૂર્વાચાર્યોએ ધ્યાનના કેટલા ઊંડા ઉતરેલા હશે ? એ તરફ આપણો બહુમાનભાવ જાગે તોય કામ થઈ જાય. કુલ ચાર લાખથી પણ અધિક ધ્યાનના ભેદ થશે. આ બધા જ ધ્યાનના ભેદોમાંથી અરિહંતો પસાર થયેલા હોય છે.
આજે સાધુ-સાધ્વીજીના જીવનમાં ધ્યાનની ખૂબ જ જરૂર છે. ઉપમિતિમાં કહ્યું : દ્વાદશાંગીનો સાર શું ? “સત્ર ધ્યાનો : ' એટલે કે દ્વાદશાંગીનો સાર સુનિર્મળ ધ્યાન છે. એમ સિદ્ધર્ષિએ લખ્યું છે. પપ૭મી ગાથા ઉપમિતિ સારોદ્ધાર - પ્રસ્તાવ-૮.
મૂળ - ઉત્તર ગુણ વગેરે બધું જ બાહ્ય ક્રિયાઓ છે, ધ્યાનયોગને નિર્મળ બનાવવા સહાયક છે. મુખ્ય કાર્ય ધ્યાન છે. કર્મક્ષય આપણો ધ્યેય છે. એ ધ્યેય ધ્યાનથી જ સિદ્ધ થાય.
*
*
*
*
*
*
*
*
*
*
*
* ૮૯