Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
હું તો આ વિશેષણ વાંચીને નાચ્યો છું.
* ભગવાનની ભક્તિથી જ વિરતિ મળે. તમને ચારિત્ર મળ્યું છે તેનું કારણ પ્રભુ-પૂજા છે. બાળપણમાં દીક્ષા મળી હોય તો પૂર્વ-જન્મમાં પ્રભુ-પૂજા-ભક્તિ ઘણી થઈ હશે, એમ નક્કી માનજો.
દીક્ષા-કેવળને અભિલાષે નિત-નિત જિન-ગુણ ગાવે.'
દેવો પણ દીક્ષા-કેવળને પામવાની ઈચ્છાથી પ્રભુ-ભક્તિ કરતા રહે છે. એમ સ્નાત્રપૂજામાં પં. વીરવિજયજી ફરમાવે છે.
ભગવાનનો આ વિશિષ્ટ પ્રભાવ જોઈને તે ઝીલવાનું આપણને મન થાય છે.
૪ સભ્યદૃષ્ટિને જેવો ભાવ થાય તેવો મિથ્યાષ્ટિને ન થાય. તેનું કારણ મિથ્યાત્વના મુદ્દગલો છે. તે ઘટાડવા પુરુષાર્થ કરવાનો છે. તેવું મંત્તે સેવં કં' ભગવતીના દરેક શતકના અંતે આવતો આ પાઠ ભીતર સમ્યગ્રદર્શનની સૂચના કરે છે.
ભગવાન વ્યવહારથી બધાના પ્રદીપ બને છે, પણ નિશ્ચયથી તો સમ્યગૃષ્ટિ સંજ્ઞી જીવોના જ પ્રદીપ બને છે. ભગવાનનો પ્રભાવ આથી ઘટતો નથી. જીવોની યોગ્યતા જ ઓછી છે. દુનિયામાં કેટલાય આંધળા છે, કેટલાય ઘૂવડો છે, પણ તેથી કાંઈ સૂર્યનો પ્રભાવ ઘટતો નથી.
ભગવાન આટલા શક્તિશાળી હોવા છતાં ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાયને જીવ ન બનાવી શકે. તેથી કાંઈ પ્રભુ શક્તિહીન ન ગણાય. ધર્માસ્તિકાય આદિમાં તેની યોગ્યતા જ નથી. તેમાં ભગવાન શું કરે ?
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * ૮૦