Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ધ્યાનની સિદ્ધિ મેળવવી હોય તો સૌ પ્રથમ ચિત્તની પ્રસન્નતા જોઈએ. કર્મનો સંપૂર્ણ ક્ષય અને આત્મશુદ્ધિની સંપૂર્ણ અભિવ્યક્તિ બન્ને સાથે જ થાય છે. આના માટે ધ્યાન જોઈએ. ધ્યાન માટે પ્રસાદ જોઈએ. પ્રસન્નતા માટે મૈત્રી આદિ ભાવો જોઈએ. પાતંજલ યોગદર્શનમાં પણ પ્રથમ યમ-નિયમ લીધેલા છે. ત્યા૨વછી ધ્યાન આવે છે. આપણે શુક્લ ધ્યાનમાં જ સમાધિ સમાવિષ્ટ કરી છે. ધ્યાનથી સમાધિ અલગ નથી આપી.
આ ગ્રન્થમાં સંપૂર્ણ વિશ્વના ધ્યાનના પ્રકારો આવી જાય છે.
પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી : પ્રસાદ એટલે ? પૂજ્યશ્રી : પ્રસાદ એટલે ચિત્તની પ્રસન્નતા. ચિત્તની ત્રણ અવસ્થા છે ઃ નિર્મળતા,
પછી સ્થિરતા,
ત્યાર પછી તન્મયતા. જૈનશાસનમાં પ્રથમ નિર્માતા છે. એટલે જ અહિંસા આદિને આટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે. એનાથી નિર્મળતા મળે છે. નિર્મળતા એટલે જ પ્રસન્નતા.
પ્રીતિ-ભક્તિ-વચન-અસંગમાંથી કયા પ્રકારનું તમારું અનુષ્ઠાન છે, તે પણ જોવું જરૂરી છે.
• ધ્યાનના મુખ્ય ૨૪ પ્રકાર આ ગાથામાં બતાવ્યા છે. ધ્યાનથી ધર્મધ્યાન લેવાનું છે. ધર્મધ્યાનમાં આજ્ઞાવિયા ધ્યાન સૌ પ્રથમ આવે છે.
પ્રભુ - આજ્ઞાના ચિંતનથી ધર્મધ્યાનનો પ્રારંભ થાય છે.
ધ્યાન વિશિષ્ટ કોટિનું બને ત્યારે પરમધ્યાન બને, જે શુક્લધ્યાનના અંશરૂપ બને છે.
• દ્રવ્યથી આર્ત-રૌદ્ર, ભાવથી ધર્મ-શુક્લ ધ્યાન છે. દ્રવ્યનો અર્થ અહીં કારણ નથી કરવાનો, બાહ્ય કરવાનો છે. એટલે જ પ્રથમ આર્ત-રૌદ્ર ધ્યાનનું વર્ણન કરશે. અનાદિકાળથી એમાં જ મન અટવાયેલું છે, તેમાંથી પ્રથમ મુક્ત કરવાનું છે.
૯૦ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪