Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
-
ના
તે
આ. સુદ-૪ ૧-૧૦-૨૦૦૦, રવિવાર
ભગવાન સૂર્ય જ નહિ,
આંખ પણ છે.
ભગવાનનો શ્રુતખજાનો અઢળક અને અદ્ભુત છે, આત્મવિકાસનું કારણ છે.
જગતને સાચું જ્ઞાન આપનાર ભગવાન જ છે. આ જ સૌથી મોટો ઉપકાર છે. બહેરા-મુંગો માણસ પ્રાયઃ કદી ઉપકારક બની ન શકે કે પ્રસિદ્ધ ન બની શકે. કારણ કે જ્ઞાનના આદાન-પ્રદાનના દ્વાર બંધ છે. જ્ઞાનનું આદાન દ્વારા કાન છે અને પ્રદાન દ્વાર જીભ છે. જે આદાન કરી શકે તે જ પ્રદાન કરી શકે. જે સાંભળી શકે તે જ સંભળાવી શકે. માટે જ પાંચ ઈન્દ્રિયોમાં કાન મહત્ત્વપૂર્ણ ગણાયું છે. તમે જો સાંભળ્યું ન હોય તો કદી બોલી શકો નહિ. નાનું બાળક પહેલાં સાંભળે છે પછી જ બોલે છે. આજના ડૉકટર કહે છે : જન્મથી
૮૪
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪