Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
મોટું કામ નથી કર્યું. તમારા સૌ જીવોનો અનંત ઉપકાર છે. હું ઋણમુક્તિ કરી રહ્યો છું.
પણ ભગવાનનો નય આપણાથી ન લઈ શકાય.
શિક્ષક ભલે કહે : “તારામાં બુદ્ધિ હતી માટે તું ભણ્યો છે. ભણાવનાર હું કોણ ?' પણ વિનીત વિદ્યાર્થી આવું ન માની શકે.
અપ્રાપ્ત ગુણોને મેળવી આપવા તે યોગ. પ્રાપ્તની રક્ષા કરવી તે ક્ષેમ. બન્ને કરે તે નાથ. - નાથ શબ્દનો ઉપયોગ ક્યાં ક્યાં થયો છે ?
ગયફ નાઝીવ માં, 1 ચિંતામણિ માં, જયવીયરાયમાં ઠેર ઠેર નાથ શબ્દનો પ્રયોગ થયો છે. પણ આપણી નજર નથી ગઈ.
શક્રસ્તવમાં લખ્યું : ભગવાન પરનો પ્રેમ તે સર્વ સંપત્તિઓનું મૂળ છે. ભગવાન સિવાયના વ્યક્તિ અને વસ્તુ પરથી પ્રેમ ઘટે તો જ ભગવાન પરનો પ્રેમ સાચો ગણાય. વ્યવહારથી બધા સાથે સંપર્ક હોય, પણ ભક્તને ભગવાનથી અધિક પ્રેમ બીજે ક્યાંય ન જ હોય.
ભગવાન પ્રત્યે પૂર્ણરાગ પ્રગટાવો. પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી ઃ બહુ અદ્દભુત ! હૃદયને આદ્ર બનાવી દે તેવું સાંભળવા મળ્યું.
પૂજ્યશ્રી : હવે તે બીજાને આપજો .
પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી : આપે જ યોગ કરી આપ્યો છે. ક્ષેમ પણ આપે જ કરવાનું છે.
પૂજ્યશ્રી : યોગક્ષેમ કરનારા ભગવાન છે. હું કોણ ?
પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી : અમારા માટે તો આપ જ છો.
૪.
*
*
*
*
*
*
*
*
*
*
*
* * કહે,