Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
એક જ તીર્થકરથી બધા ભવ્યોનો યોગ-ક્ષેમ શક્ય નથી. અપાઈ યુગલ પરાવર્તમાં મોક્ષ થવાનો છે, તેનો જ યોગક્ષેમ થાય. તાત્કાલિક ઓપરેશન કરાવવું હોય તે જ દર્દીનું ડૉકટર ઓપરેશન કરે છે.
આપણો સ્વભાવ છે : બધું જ મારી પાસે રાખવું. કાંઈ પણ સમર્પિત ન કરવું. મારું તે મારું, તારું પણ મારું. આવા સ્વભાવવાળાનો ભગવાન યોગક્ષેમ શી રીતે કરી શકે ?
આપણે આપણી પાસે શું રાખ્યું ? ને ભગવાનને – ગુરુને શું આપ્યું છે ? કદી આત્મ-નિરીક્ષણ કરજો. ખ્યાલ આવી જશે.
ગોશાળા – જમાલિને સાક્ષાત ભગવાન મળવા છતાં કેમ કામ ન થયું ? મોક્ષ મોડેથી થવાનો હતો એટલે સમર્પણ ભાવ ન જાગ્યો.
આનાથી આડકતરી રીતે ભગવાન એમ પણ જણાવે છે : બધાને એકીસાથે તારી દેવાના અભરખા છોડી દેજો. બીજાધાન વગરના જીવોને ભગવાન પણ નથી તારી શકતા તો તમે કોણ?
'कार्यं च किं ते परदोष दृष्टया, कार्यं च किं ते परचिन्तया च । वृथा कथं खिद्यसि बालबुद्धे । कुरु स्वकार्यं त्यज सर्वमन्यत् ॥
- હૃદયપ્રદીપ. આ ૩૬ શ્લોકનો ગ્રંથ કંઠસ્થ ન કર્યો હોય તો કરી લેજો. આ જ ગ્રંથમાં લખ્યું છે :
सम्यग् विरक्तिर्ननु यस्य चित्ते, सम्यग् गुरुर्यस्य च तत्त्ववेत्ता ।
सदाऽनुभूत्या दृढनिश्चयो य -
स्तस्यैव सिद्धि न हि चाऽपरस्य ॥ માથે સગુરુ, હૃદયમાં વૈરાગ્ય, આત્મામાં અનુભૂતિ હોય તો જ મોક્ષ મળે.
કદીક વિચારજો : ભગવાનનો યોગક્ષેમ મારામાં શરૂ
૬૦.
*
*
*
*
*
*
*
*
*
*
*