Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
બોલાવો. (રાગ-દ્વેષ કરો) એટલે પુગલો આવ્યા વિના રહેતા નથી.
વિશ્વનો રાજા તો આત્મા છે. આત્મા પુગલની એંઠમાં પડે તે જ્ઞાનીને કેમ ગમે ? કોઈપણ પદાર્થ એટલે પુગલની ઐઠ જ. જેટલું ધાન્ય છે તે શું છે ?
ગાંધીધામવાળાએ તો મને કહેલું : અમારું કારખાનું એટલે વિષ્ઠાનું કારખાનું ! વિષ્ઠા વધુ તેમ ખાતર જોરદાર ! એ ખાતરથી જ ધાન્ય તૈયાર નથી થતું ? જો કે પુદ્ગલ પરિણમનશીલ છે. એના ગુણધર્મો બદલાઈ જાય છે. પણ છે તો બધું એનું એ જ ને ? અનંતા જીવોએ ભોગવેલું જ છે ને ?
આ બધું જ્ઞાન આત્માને પામવા માટે છે, માહિતીનો ભાર વધારવા માટે નથી. ગધેડા જોયા છે ને ? આપણે સિદ્ધાચલની યાત્રાએ જતા ત્યારે સામે ગધેડા આવતા'તાને ? એ ગધેડા ભાર ઘણો ઉપાડે, પણ મળે શું ? કદાચ ચંદનનો ભાર ગધેડા ઉપાડે પણ સુગંધ મેળવે ? આપણે જ્ઞાનનો ભાર ઉપાડનાર ગધેડા બનવું છે ?
બીજા આત્મા પણ મોક્ષમાં જાય, તેવી ભાવના કેળવવા પ્રયત્નશીલ બનનારા આપણે પોતાના જ આત્માની ચિંતા નહિ કરીએ ?
. સંપૂર્ણ શરણાગતિ લેવા આપણો આત્મા તૈયાર થતો નથી. એ તૈયાર ન થાય ત્યાં સુધી ભગવાન તરફથી યોગ-ક્ષેમ નહિ થાય. મન-વચન-કાયા ત્રણેય ભગવાનને સોંપી દો તો ભગવાન તમારા આત્માને પરમાત્મા બનાવવા અત્યારે જ તૈયાર છે. પણ આપણી તૈયારી ક્યાં છે ?
પ્રીતિ - ભક્તિ આદિ અનુષ્ઠાનોમાં ક્રમશઃ વધુ ને વધુ અર્પણ જ કરતા જવાનું છે.
તમે યોગ-ક્ષેમના પાત્ર બન્યા એટલે તમારો મોક્ષ નક્કી ! મૃત્યુ પહેલા આટલું તો કરી જ લેજો. આટલી મારી વાત માનજો.
- મિથ્યાત્વ મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોડાકોડિ ૨ * * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪
* * * * *