Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કચ્ચરઘાણ હોય, લોકોત્તર પર્વોમાં જીવોને અભયદાન હોય ! છકાયનું હિત જિનવિહિત અનુષ્ઠાનમાં હોય જ.
બીજા વ્રતનું નામ મૃષાવાદ - વિરમણ છે, સત્યભાષણ નથી. સાચું હોય તે બોલી જ નાખવું, એમ નહિ, પણ જે બોલો તે સાચું હોય, એ વ્રતનું રહસ્ય છે. સાચું બોલનારો કૌશિક તાપસ નરકે ગયો છે. ખોટું બોલીને જીવોને બચાવનાર શ્રાવક સ્વર્ગે ગયો છે.
આ જ સંદર્ભમાં કલિકાલ સર્વજ્ઞ આચાર્યશ્રી, કુમારપાળ ક્યાં છુપાયો છે ? એ જાણતા હોવા છતાં “હું નથી જાણતો.” એમ કહીને જૂઠું બોલેલા. જેનાથી જીવ બચે તે સત્ય ! જેનાથી જીવનું હિત થાય તે સત્ય ! એનાથી વિપરીત તે અસત્ય !
આચાર્યશ્રી દ્રવ્યથી મૃષાવાદ બોલ્યા, પણ ભાવથી સત્ય જ બોલ્યા. મુખ્ય વ્રત અહિંસા જ છે. બીજા વ્રતો પહેલા વ્રતની રક્ષા માટે જ છે. એ તૂટી જાય તો બીજા વ્રતો તૂટી જ જાય. “વાડ ધાન્ય માટે છે, વાડ માટે નહિ. અહિંસા માટે સત્ય છે, સત્ય માટે અહિંસા નથી.'
અજીવના સંદર્ભમાં હિત કે અહિત કાંઈ નથી, પણ એ નિમિત્તે મિથ્યા ભાષણથી જીવને અહિત થાય છે. માથું ભટકાશે તો થાંભલાને કાંઈ નહિ થાય, તમારું માથું ફુટશે. અજીવની સમ્યક પ્રરૂપણાથી આખરે જીવનું જ હિત થશે.
સિદ્ધ ભગવંતોની પ્રરૂપણા અન્યથા કરો તો તેમનું કાંઈ અહિત ન થાય, પણ પ્રરૂપણા કરનારનું અહિત જરૂર થાય.
વનસ્પતિમાં જીવ તો હમણા જગદીશચન્દ્ર બોઝે કહ્યું ત્યારે વિજ્ઞાને માન્યું, પણ વિજ્ઞાન હજુ ક્યાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ આદિમાં જીવ માને છે ? એ માટેના જગદીશચન્દ્ર બોઝો થવાના હજુ બાકી છે. તે કહેશે ત્યારે વિજ્ઞાન માનશે. પણ આપણે એટલી વાટ જોવાની જરૂર નથી. આપણે તો સર્વજ્ઞ ભગવાન વૈજ્ઞાનિક છે જ. એમણે કહેલું આપણે સત્ય માનીને ચાલીએ, એ આપણા માટે હિતકર છે.
- અમારા કાળમાં ગૃહસ્થો પણ બહિર્ભુમિએ બહાર જતા. માંદા પડે તે જ વાડામાં જાય. આજે તો સાધુ મહારાજ
કહે, કલાપૂર્ણસૂરિ-૪
* * *
* * * * * * * * * ૦૫