Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
મહાત્મા (હેમચન્દ્રસાગરસૂરિજી) ને ૭૬મી ઓળીનું પારણું થયું. એમને તપ કરવાની શી જરૂર ? પ્રસિદ્ધિ છે. પરિવાર છે. ભક્તો છે. બધું જ છે. છતાં તપ પ્રત્યે કેટલો પ્રેમ ? કેમ કે જાણે છે તપ વિના કર્મ-ક્ષય નથી.
કર્મ-ક્ષય વિના મોક્ષ મળશે ? લાડવા ખાતાં ખાતાં મોક્ષ મળી જશે ? મને નથી લાગતું : મોક્ષની ઈચ્છા જાગેલી હોય! મોક્ષે જવું હોય તો કમ્મર કસવી પડે. “હું પાતયામિ શ્વાર્થ સાથયામિ ' કેસરીયા કરીને નીકળવું પડે. તો તપ થાય, કર્મ-ક્ષય થાય.
અપુનબંધકમાં આપણો નંબર છે કે નહિ તે જાણવું છે? બીજાધાન થયું છે કે નહિ, તે જાણવું છે ? બીજાધાન વિના ભગવાન તરફથી યોગક્ષેમ થવાનો નથી. તેથી સ્વાભાવિક છે કે આપણામાં બીજાધાન થયું છે કે નહિ ? તે જાણવાની ઈચ્છા જાગે. અપુનબંધકતા પછી ક્ષયોપશમ ભાવના ગુણો વધતા રહે છે.
- પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી = ક્ષયોપશમ ભાવનું અપ-ડાઉન ન થયા કરે ?
- પૂજ્યશ્રી ? નહિ, ક્ષયોપશમભાવની નિત્યવૃદ્ધિ થવી જોઈએ. આગળ-પાછળ જતો રહે તો મુસાફર મંઝિલે શી રીતે પહોંચે ? મુંબઈથી અહીં તમે શી રીતે આવ્યા ? થોડાક આગળ - થોડાક પાછળ ચાલતા રહો તો પહોંચો ?
આપણે મુક્તિનગરે પહોંચવું છે. પાછળ હટીશું તો શી રીતે પહોંચાશે ?
અપુનબંધક એટલે એવો આત્મા કે તે હવે ભવચક્રમાં કદી પણ મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ (૭૦ કોડાકોડિ સાગરોપમ) બાંધવાનો નથી.
એણે થોડી પરમની ઝલક મેળવી છે એ હવે વિષ્ઠામાં કેમ આળોટે ? મીઠાઈ ખાધી તે હવે બાક્સ-બુક્સ કેમ સેવે ? કદાચ સેવવું પડે તો પણ મન ક્યાં હોય ?
જાણ્યો રે જેણે તુજ ગુણ લેશ, બીજા રે રસ તેને મન નવિ ગમેજી;
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૬૫