Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ચાખ્યો રે જેણે અમી લવલેશ, બાક્સ-બુક્સ તસ ન રુચે કિમેજી. - ઉપા. યશોવિજયજી. આ યશોવિજયજીના ઉદ્ગારો છે, જેઓ લઘુ હિરભદ્ર કહેવાયા છે.
-
અપુનર્બંધકમાં વિષયાભિલાષાની વિમુખતા હોય. બહુ એને સંસાર ગમે નહિ. ભલે એ ચક્રવર્તી હોય કે શહેનશાહ પણ મન સંસારમાં ન લાગે.
વિષયાભિલાષાની નિવૃત્તિ કરાવનારી આ ક્ષયોપશમની વૃદ્ધિ છે. અપુનર્બંધક વિના આ ન બની શકે.
અપુનબંધક અવસ્થામાં આપણે પ્રવેશ કર્યો એટલે ભગવાન તરફથી યોગ-ક્ષેમ થવાનું શરૂ થઈ જ ગયું, જાણી લો. અન્યદર્શનીઓ જે કહે છે : અમે પરમની ઝલક, પરમનો આનંદ અનુભવીએ છીએ, તેઓ સાચા નથી, એવું નથી. અપુનર્બંધક દશામાં પણ એવો આનંદ મળી શકે, એમ હરિભદ્રસૂરિજી કહે છે.
( १२ ) लोगहिआणं
લોક એટલે પંચાસ્તિકાય. પંચાસ્તિકાયમાં અલોક પણ આવી ગયો. કારણ કે આકાશાસ્તિકાય અલોકમાં પણ છે. અલોક આટલો મોટો છે. એને લોકમાં શી રીતે સમાવી શકાય ? આ અર્થમાં સમાવી શકાય. કેવળજ્ઞાનમાં પણ સમાવી
શકાય.
ભગવાન પંચાસ્તિકાયમય લોક માટે હિતકારી છે. યથાવસ્થિત દર્શનપૂર્વક, સમ્યક્ પ્રરૂપણા કરીને ભગવાન હિત કરે છે. એવું હિત કરે કે જેથી ભાવિમાં કોઈ બાધા ન પહોંચે.
ભગવાન સર્વ પદાર્થોને યથાર્થ જુએ છે. તેને (દર્શનને) અનુરૂપ ભગવાન વ્યવહાર કરે છે. ભગવાન એવી જ પ્રરૂપણા કરે જેથી ભાવિમાં બાધા ન પહોંચે.
સત્ય હોય તે બધું ભગવાન બોલતા નથી. ભગવાન બોલે તે સત્ય હોય, પણ સત્ય હોય તે બોલે જ, એવું નથી.
* * * કહે, કલાપૂર્ણસૂરિ-૪
GE *