Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
(૨) નમસ્કૃતિ માતા (નવકાર) : પુણ્યની માતા. વિશિષ્ટ પુણ્ય પેદા કરવાથી જીવનો વિકાસ થતો જ રહે. (૩) પ્રવચન માતા : ધર્મમાતા. પુણ્ય પછી ધર્મનું સર્જન થવું જોઈએ.
આ બધી ધાવમાતાઓ છે. એ પોતાનું કાર્ય કરીને આગળની માતાના ખોળામાં આપણને મોકલી દે.
પહેલા વર્ણમાતા આવે. વર્ણમાતા તમને નવકાર માતાના ખોળામાં, નવકાર માતા તમને પ્રવચન માતાના ખોળામાં મૂકે.
આજે તો આશ્ચર્ય થાય છે ! તમારા બાળકો વર્ણમાતાથી જ વંચિત રહી જાય છે. એને A. B. C. D. આવડે છે, પણ અ થી ૭ સુધીના અક્ષરો જ ન આવડે. અમારી પાસે આવા કેટલાક બાળકો આવે છે. એ જોઈને આશ્ચર્ય થાય : આપણા જ દેશનો બાળક આપણી જ ભાષા ન જાણે !
બાળપણથી જ તમે માતૃભાષાથી અલગ થઈ જાવ તો તમારામાં આર્ય-સંસ્કૃતિની ધારા શી રીતે ઊતરે ? જે ભાષા બાળપણથી શીખો એ જ ભાષાની સંસ્કૃતિ ઊતરશે.
બાળકો તો ઠીક, આજે તો સાધુ-સાધ્વીજીઓ પણ સંસ્કૃતથી દૂર થઈ ગયા છે. વ્યાખ્યાન સારા આપી દીધા ! લોકોને પ્રભાવિત કરી દીધા, એટલે કામ પતી ગયું ! લોકરંજનમાં પડી જઈશું તો આગમોને ભણશે કોણ ?
જૈન સાધુને તો એટલી સામગ્રી મળી છે કે બીજે કશે જવાની જરૂર જ ન પડે.
(૪) ધ્યાનમાતા : ત્રિપદી.
ત્રણેય માતાઓ આપણને છેલ્લે ધ્યાનમાતાના ખોળે મૂકી દે. પણ પ્રારંભ ક્રમશઃ જ થશે. સીધું ધ્યાન નહિ આવે.
છે ભગવાન બધાનું હિત કરે, પણ બધાના નાથ કેમ
ન બને ?
ભગવાન તો નાથ બનવા તૈયાર છે, પણ આપણે એમને નાથ તરીકે સ્વીકારવા તૈયાર નથી. બીજાધાનયુક્ત જીવ જ નાથ તરીકે સ્વીકારવા તૈયાર થાય છે.
ભારત સરકાર લડાઈ મેદાને ઊતરેલા વફાદાર સૈનિકોને
૦૨
*
*
*
*
*
*
*
*
*
*
*
*