Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
સર્વ આગમોનો સાર નવકારમાં છે. આ નવકારને કદી નહિ ભૂલતા. નવકાર કહે છે તમે જો મારું સ્મરણ કરો છો તો સર્વ પાપોનો નાશ કરવાની જવાબદારી મારી છે. બધા જ આગમો નવકારને કેન્દ્રમાં રાખી ચારે તરફ પરિકમ્મા કરી રહ્યા છે. ચૌદપૂર્વી પણ અંત સમયે નવકાર યાદ કરે છે. આવો મહામૂલો નવકાર મળ્યો છે તેને ભાગ્યની પરાકાષ્ઠા સમજજો.
સંપાદન - સંશોધનમાં આટલા વ્યસ્ત હોવા છતાં પૂ. જંબૂ વિ.મ. ૨૦ પાકી માળા ગણ્યા પછી જ પાણી વાપરે છે. આ પ્રતિજ્ઞા આપનાર પૂ.પં. ભદ્રંકર વિ.મ. હતા. પૂ.પં. ભદ્રંકરવિજયજી મહારાજે પૂ. જંબૂ વિ.મ. જ્યારે એકલા હતા (પિતા મ. સ્વર્ગવાસી બની ગયેલા.) ત્યારે પોતાની પાસે દીક્ષા લેવા આવનાર એક ભાઈને પૂ. જંબૂ વિ.મ. પાસે મોકલેલા.
પૂ. અભયસાગરજી મ. પણ નવકારના અઠંગ ઉપાસક હતા. અનેકોને નવકારના ઉપાસક બનાવ્યા છે. નવકારના પ્રભાવથી તમને નવા-નવા અર્થો સ્લરશે – એ જાત અનુભવથી સમજી શકશો.
ભગવાનને જઈને કહેજો : ભગવદ્ ! હું આપનો છું. આપ મારા છો. મારા નાથ છો. મારું યોગક્ષેમ કરવાની જવાબદારી આપની છે. મારામાં ખામી હોય તે જણાવશો.
તમે આજ્ઞા પાળો તો ભગવાન યોગક્ષેમ કરે જ.
માન સરોવરનો હંસ ગંદા પાણીમાં મુખ ન નાખે, તે મોતીનો ચારો ચરે, તેમ સાધક-જ્ઞાની સંસારના વ્યાવહારિક પ્રયોજનો કરવા પડે તો કરે, પણ તેને પ્રાધાન્ય ન આપે, પરંતુ જ્ઞાનીને માર્ગે ચાલે, જિનાજ્ઞાને અનુસરે.
કહે, કલાપૂર્ણસૂરિ-૪
*
* * * *
* * * *
* *
* * ૫૩