Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ત્યારે અનાથી મુનિએ કહ્યું : તમે સ્વયં અનાથ છો, તો બીજાના નાથ શી રીતે બની શકશો ? મેં તો ભગવાનને નાથ કર્યા છે.
શ્રેણિક ત્યારે સમકિત પામ્યો. ભગવાન વગરનું જગત અનાથ છે.
ગુરુનું જ્યારે આપણે નથી માનતા ત્યારે ભગવાનને નાથ તરીકે નથી સ્વીકારતા. કારણ કે ગુરુ સ્વયં તરફથી નહિ, ભગવાન તરફથી બોલે છે.
તાપી નદી પરના પુલથી તમે ચાલતા હો ને રસ્તામાં જ પુલને તમે છોડી દો, કૂદકો લગાવો તો પુલ શું કરી શકે ? ભગવાનને તમે છોડી દો, ભગવાન શું કરી શકે ?
“નામાદિક જિનરાજના રે, ભવસાગર મહાસેતુ.”
નામ-સ્થાપના આદિ ચાર ભવ-સાગરમાં સેતુ (પુલ) છે. ભગવાન ભલે નથી, પણ એમનો પુલ વિદ્યમાન છે.
ભગવાનને નાથ તરીકે સ્વીકાર્યા પછી ભક્ત ભગવાનને ઉદ્દેશીને અનેક વિનવણીઓ - કાલાવાલા કરી શકે છે. ભક્તનો એ અધિકાર છે.
ભગવદ્ ! તમે તો રાગ-દ્વેષાદિ છોડીને મોક્ષે પહોંચી ગયા, પણ મારું શું ? રાગ-દ્વેષાદિ તમારાથી છૂટીને મને વળગ્યા છે. ભગવન્! મને બચાવો.'
ક્યારેક ભક્ત ભગવાનને આવો ઉપાલંભ આપે છે. તેમાં પણ ભગવાનનો નાથ તરીકેનો સ્વીકાર જ છે.
હવે નક્કી કરો : ભગવાન રૂપ આ પુલને છોડવો નથી જ. અહીં સુધી પહોંચ્યા છીએ તે આ પુલને આધારે જ.
હવે પુલની ઉપેક્ષા નથી કરતાને ?
કાઉસ્સગ્ન નવકારવાળી વગેરે ક્યારે કરો ? ભક્તો વગેરે બધાની મુલાકાત પતાવીને પછી કરો ? ઊંઘ આવતી હોય ત્યારે ? મારા જેવા પહેલા ટકોર કરતા હતા, પણ કહી કહીને થાક્યો.
આવા ભગવાન મળ્યા પછી પ્રમાદ ? આ શરીરનો શો ભરોસો ? હું પોતે ૩-૪ વાર મરતો બચ્યો છું. '
૩૮
*
*
*
*
*
*
*
*
*
*
*
?