Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
સંથારા પોરસીમાં રોજ નિશ્ચય યાદ કરાવવામાં આવે છે, પણ યાદ કરે છે કોણ ?
૪. ઊંઘમાં, એકલા-એકલા સંથારા પોરસી ભણાવનારા સાંભળી લે કે સ્વાતંત્ર્ય એ જ મોહનું – પાતંત્ર્ય છે. ગુરુનું પારતંત્ર્ય એ જ સાચું સ્વાતંત્ર્ય છે.
કોઈની ભૂલ કદી જાહેરમાં ન કહેવાય, એકાન્તમાં જ કહેવાય. કોઈની ટીકા કરતા પહેલા વિચારજો. જાહેરમાં બોલશો તો પેલાના હૃદયમાં તમારા પ્રત્યે આદર જ નહિ રહે. આદર જ નહિ રહે તો તમારું માનશે શી રીતે ?
ભૂલ કાઢવાના નામે નિંદામાં સરકી જવું ઘણું સહેલું છે. નિંદા કયા દરવાજેથી આવી જાય, તેની ખબર પણ નહિ પડે. મરી જજો, પણ કોઈની નિંદા નહિ કરતા, નિંદા કરવી એટલે બીજાનું જીવતે જીવ મૃત્યુ કરવું. આટલા વર્ષો પૂ.પં.ભદ્રંકર વિ.મ. પાસે રહ્યા છીએ, પણ એમના મુખે કદી કોઈની નિંદા સાંભળી નથી.
જ્ઞાનીની પરખ ક્રિયાથી થાય છે. જ્ઞાન વધુ તેમ ક્રિયા
વધુ !
હેમ પરીક્ષા જિમ હુએજી, સહત હુતાશન તાપ; જ્ઞાનદશા તિમ પરખીએજી, જિહાં બહુ કિરિયા વ્યાપ.'
- પૂ. ઉપા. યશોવિજયજી. જ્ઞાન અમૃત છે. ક્રિયા ફળ છે. એ બન્નેથી જ સાચી તૃપ્તિ
મળે.
જ્ઞાની અલિપ્ત હોય, પણ જ્ઞાની કોણ ?
ત્રિગુપ્તિએ ગુપ્ત જ્ઞાની છે. એક પણ ગુપ્તિથી ગુપ્ત નથી તે સાચો જ્ઞાની નથી. ત્યાં સુધી આવો અધિકાર નથી. જો કે અભ્યાસ કરવાનો બધાનો અધિકાર છે.
જેમકે પરમ દિવસે યશોવિજયસૂરિજીએ ગુપ્તિની વાત કરેલી. પાંચ સમિતિના પાલનમાં તત્પર બન્યા પછી ગુપ્તિમાં જઈ શકાય.
ધારીએ તો સમિતિનું પાલન સરળ છે. ચાલતાં નીચે જોઈને ચાલો, તો ઈર્યાસમિતિ આવી જશે.
૪૪
*
*
*
*
*
*
*
*
*
*
*
*
* ક