Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
તમને ખ્યાલ છે ?
ફ્રૉઈડ : તે બાબાને ક્યાંક ન જવાનું કહેલું ? પત્ની : ફુવારા પાસે જવાની ના પાડેલી. ફ્રોઈડ : હા, તો ત્યાં જ બાળક મળશે. ખરેખર, બાળક ત્યાં જ મળી ગયું. મન આપણું આવું છે : ના પાડો ત્યાં જાય.
દેહમાં માત્ર રહેવાનું છે, રમવાનું નથી. તો જ દેહાધ્યાસથી દૂર થવાશે. સાધના શરૂ થશે.
પ્રાયોગિક ધ્યાન શરૂ. સૌ પ્રથમ પ્રભુ - અનુગ્રહ માટે : ગણિ મહોદયસાગરજી : चउव्विसंपि जिणवरा तित्थयरा मे पसीयंतु ।
કરોડરજ્જુ ટટ્ટાર. આંખો બંધ. ખુલ્લી આંખે પરનો પ્રવેશ થાય છે. શ્વાસની શુભ્ર દિવાલ પર કોઈપણ વિચારનો પડછાયો પડશે.
શ્વાસ જડ-ચેતન વચ્ચેની સૂક્ષ્મ ભેદરેખા છે. લોગસ્સમાં આ શ્વાસ-સાધના કામ લાગશે. શ્વાસ લો. રાખો. મૂકો.
છે “બુદ્ધની ધારામાં વહી જઈશ તો તું જ ખોવાઈ જઈશ. પછી પ્રશ્નો ક્યાં રહેવાના ? પ્રશ્ન પૂછવા હોય તો હમણાં જ પૂછ. પછી નહિ.” બુદ્ધ પાસે જનારને એક જણે કહેલું.
જ આપણે બીજાને પ્રભાવિત કરવા માટે મોટાભાગે પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. મેં કેટલું સરસ વિચાર્યું ? મેં કેટલું સરસ કહ્યું ? તમે એમ જ વિચારી રહ્યા હો છો.
કોઈપણ વિચાર મૌલિક હોતો નથી. બીજાના વિચાર પર માત્ર તમે સહી કરી દો છો. દેહ-મન-વચન-પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે.'
- ઉપા. યશોવિજયજી. અમૃતવેલ. - વિચાર પૌગલિક છે. તમે પૌલિક નથી. વિચાર પરાયી ઘટના છે. અનુભૂતિ જ સ્વની છે. - કયા બારણામાંથી કયો વિચાર આવ્યો તે મોટે ભાગે
૩૨
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસરિ-૪