Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આપ્તતત્ત્વતા : હૃદયથી મળે. - વચન-કાયાના આનંદમાં આપણે ઝુમવું છે.
વચન-કાયાની રતિથી દૂર રહેવું છે, જેથી તુચ્છ બાબતો ગૌણ બની જાય.
- નિદ્રામાં અજ્ઞાન, જાગૃતિમાં વિચાર - આના સિવાય મનને કાંઈ આવડતું નથી.
सुत्ता अमुणी, मुणिणो सया जागरंति । નિદ્રા, વિચાર ન હોય ત્યારે જ પરમ જાગૃતિ આવી શકે. | ગુજિએફે સાધકને ઘડીયાળ આપીને કહ્યું : “સેકન્ડ કાંટાને સતત બે મિનિટ સુધી અપલક જો.
બે મિનિટ પછી -
સેકંડ કાંટાના જોનારને તું જો.” દશ્યોમાં અટવાઈ ગયેલા આપણે દષ્ટાને ભૂલી ગયા છીએ.
- આપણે જ્ઞાનને લઈને શેયમાં ડૂબીને રાગી-દ્વેષી બનીએ છીએ. જ્ઞાની દયથી-શૈયથી અળગો રહે છે. આ જ તફાવત
ગમા-અણગમા વધારતું રહે તે સાચું જ્ઞાન નથી. માત્ર જોવાતું હોય તે મુક્તિ છે. દશ્યોમાં અટવાઈ જવું તે સંસાર છે.
• જિન-ગુણદર્શનથી આત્મ-ગુણદર્શન, સમવસરણ ધ્યાન વખતે જોઈશું.
- મનના સ્તર પરથી મનને આજ્ઞા કરો તો મન ક્યાંથી માને ? ગુલામ ગુલામનું ન માને, શેઠનું માને. મનથી ઉપર ઊઠીને આત્માના સ્તરથી આજ્ઞા કરો તો મન કેમ ન માને ?
ફ્રોઈડ મહા મનોવૈજ્ઞાનિક. ક્રોઈડ પત્ની સાથે એક વખત બાગના બાંકડામાં બેઠેલો. પત્ની : બાબો ખોવાઈ ગયો. ક્યાં ગયો ? મન પણ બાબો છે. મમ્મીને બાળકનો ખ્યાલ હોય.
*
*
* *
*
*
*
* ૩૧