Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
અને તેમાં પણ સમગ્ર લખાણ આધ્યાત્મિક-શૈલિમાં, મોક્ષમાર્ગ પામવા અને પમાડવાના હેતુથી, લખાયેલું હોવાના કારણે વિદ્વદ્ભોગ્ય જ બન્યું છે. તેને ગમે તેટલું સહેલું કરવા પ્રયત્ન કરીએ તો પણ, અધ્યાત્મની પરિભાષા તો તેમાં આવે જ. માટે અધ્યાત્મ-શૈલિથી અપરિચિત આત્માઓ આમાંથી રસ નહિ લૂંટી શકે. તેઓ પણ રસ લૂંટવા માંગતા હોય તો સૌ પ્રથમ યોગદષ્ટિના અજવાળાના ત્રણ ભાગ હૃદયસ્થ કરે ત્યાર બાદ પરમપદદાયી આનંદઘનપદ રેહના બે ભાગ આત્મસાત્ કરે અને પછી આ ત્રણ ભાગને અત્યંત શાંત વાતાવરણમાં, શાંત-ચિત્તે એક-એક પંક્તિ, ધીમે-ધીમે, સમજી-સમજીને, વાગોળી-વાગોળીને, ઘૂંટી-ઘૂંટીને, આગળ-પાછળનો સંબંધ જોડી જોડીને વાંચશે, એકનું એક સ્તવન અનેક વખત વાંચશે તો જરૂર, તેઓના દિવ્યચક્ષુ ખુલશે, પ્રવચન-અંજન થશે અને પોતાના હૃદયકમળમાં જગધણી એવા પરમાત્માને નિહાળશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી.
સહુ કોઈ આત્માઓ,
આ વિવેચનાના માધ્યમથી, પોતાના હૃયુનયન ખોલે અને જ ધણી એવા પરમાત્માને નિહાળે
એ જ એકની એક સદાની શુભાભિલાષા....
જિનાજ્ઞા..વિરુદ્ધ..કાંઈ..પણ..લખાયુ..હોય..તો..ક્ષમા..યાયું..છું..
વિ.સં.૨૦૬૪ મૃગશીર શુક્લા સપ્તમી,
સંત ચરણોપાસક પં. મુક્તિદર્શનવિજય ગણિ
નવજીવન સોસાયટી, જૈન ઉપાશ્રય, મુંબઈ-૭.