Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
ત્રેવીસમા પાર્શ્વપ્રભુનું સ્તવન ખોલવામાં મહદ્ અંશે ફાળો વિદુષી સાધ્વીજી શ્રી નંદીયશાશ્રીજીનો છે. દ્રવ્યાનુયોગ, કર્મસાહિત્ય તેમજ દેવચંદ્રજી સ્તવન ચોવીશી ઉપર તેમનું પ્રભુત્વ ઘણું જ સુંદર છે. પ્રતિસમયે ઝળહળતાં વિવેક, ગુરૂભક્તિથી તે આત્મવિકાસ સાધી રહ્યા છે. તેઓશ્રી જ્ઞાનથી ગરિમ છે, આચારથી મહિમા છે તો પરોપકારકરણથી ભવતરણશીલ પણ છે. - કવિ નાનાલાલ લખે છે કે, જ્ઞાન, દર્શન, ચારિત્રના ત્રિભેટે રહેલ, જૈન સાધ્વીઓ, આધિ-વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી સંતપ્ત થયેલ બહેનોને, આશ્વાસન અને સાંત્વન આપવા દ્વારા શીતળ નદીના ઘાટ સમાન છે, ઘેઘૂર વડલાની છાયા સમાન છે, તે અત્રે તેમનામાં જોવા મળે છે.
તેઓશ્રી વર્તમાન ગચ્છાધિપતિ આ.દેવ શ્રીમદ્ વિજય અરિહંતસિદ્ધસૂરિ મહારાજાના સમુદાયના છે અને સાધ્વીજીશ્રી લાવણ્યશ્રીજીના વંદના સાધ્વીજી
શ્રીમયૂરકળાશ્રીજીના શિષ્યા બની, તેમના સમુદાયનું તેમજ તેમના ગુરૂણીનું - ગૌરવ વધારી રહ્યા છે. પ્રસ્તુત સ્તવન ચોવીશીના, સમગ્ર મેટરને તેઓએ
બારીકાઈથી તપાસી આપેલ છે, તેમજ ઉચિત સુધારા-વધારા કરવા સૂચવેલ છે, તે બદલ અમે તેઓના ધર્મકાર્યની અનુમોદના કરીએ છીએ. આ પ્રસ્તુત સ્તવન ચોવીશી ઉપર સુંદર પ્રસ્તાવના લખનાર, પંડિતવર્ય શ્રીયુત્ પુનમચંદભાઈ, શાસનપ્રેમી શ્રીયુત દિપકભાઈ બારડોલીકર તેમજ સાધ્વીજીશ્રી નંદીયશાશ્રીજીએ ગ્રંથની ઉપયોગિતામાં વધારો કર્યો છે, માટે તેઓ અભિનંદનને પાત્ર ઠરે છે. તેમના તે સુંદર પ્રયાસને અમે હૃદયથી આવકારીએ છીએ. - પૂર્વભવના સંસ્કાર અને સ્વચ્છ પુણ્યના ઉદયે સંસ્કારી જૈનકુળમાં મારો જન્મ થંયો. સંસ્કારી માતા-પિતા દ્વારા, સ્કૂલ અને કોલેજના શિક્ષણ સાથે મારું સુંદર સંસ્કરણ થયું, સાથે સંસ્કારી એવા મોટાભાઈ કિરીટભાઈની સહાય મળી. તેમણે ઘરની બધીજ જવાબદારી ઉપાડી લીધી, તેથી આ ત્યાગના માર્ગે આવવાનું મારા માટે ખૂબ સહેલું થઈ ગયું. તેમની સહાય ન હોત તો આ માર્ગે આવવામાં મને ઘણી મુશ્કેલી પણ પડત. પણ પુણ્યના ઉદયે બધું સચવાઈ ગયું. આ સિદ્ધાંત મહોદધિ આ. વિ. પ્રેમસૂરિજી મ. સા.ના સમુદાયમાં મારો