Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
ખોળિયું આપ્યું છે. તેનાથી સાધના દ્વારા, તારે કાશ્મણ શરીરના ઈંધણ રૂપી કોથળાથી અને તેજસ શરીરની સગડીથી છૂટી જઈ, આત્માના પરમાત્મસ્વરૂપને પર્યાયમાં પ્રગટ કરવાનું છે.
તે માટે, આત્મજ્ઞાની ગુરુને શોધીને તેના ઉપદેશમાં અહોભાવે તરબતર થતાં, જો પ્રવચન-અંજન થાય અર્થાત્ પુરુષ અને પ્રકૃતિ વચ્ચેનું ભેદજ્ઞાન થાય, તો તારા હૃદય નયન ખૂલી જશે અને તારા અંતરમાં તું, જગધણી એવા પરમાત્માને નિહાળીશ. આ પ્રસ્તુત સ્તવન ચોવીશી ઉપર સહેજાસતેજ થઈ ગયેલ, માર્મિક વિવેચના, એ હૃદય નયનને ખોલવા દ્વારા, ભીતરમાં રહેલ જગધણી પરમાત્માને નિહાળવા માટેનો એક નમ્ર પ્રયાસ છે.
પ્રસ્તુત કાર્યના નિર્માણમાં, શ્રીયુત્ સૂર્યવદનભાઈ જવેરીનો ફાળો સારો એવો છે. ચોવીશે ભગવાનના સ્તવનો ઉપર ત્રણ ચોમાસામાં પ્રવચન આપવાનું કાર્ય, લેખક દ્વારા થયેલ હોવા છતાં ૧ થી ૧૪ ભગવાનના સ્તવન ઉપરનું લખાણ તેમની કલમે કંડારાયેલું છે. તેઓશ્રી અધ્યાત્મ-સાગરના અનોખા ખેડૂ છે. દ્રવ્યાનુયોગના જ્ઞાતા, પન્નાલાલ જગજીવનદાસ ગાંધીની, તેમના ઉપર અગણિત કૃપા લાધી છે, માટે એક સિદ્ધહસ્ત લેખકની જેમ, તેમની કલમને ચલાવી શકે છે.
૨૨મા ભગવાનનું સ્તવન, એ અનુપ્રેક્ષાપૂર્વકની આધ્યાત્મિક વિવેચના છે, જેમાં સર્વજ્ઞ પરમાત્માના સિદ્ધાંતોની સમજણ, યોગીરાજજીના સ્તવનના માધ્યમે આપવામાં આવી છે. મુમુક્ષુઓની આત્મચેતનાને જગાડવાના હેતુને લક્ષમાં રાખીને તે કાર્યને સંપન્ન કરવામાં નિમિત્ત વાકોલા-સાન્તાક્રુઝ (પૂર્વ)ના નિવાસી, શ્રીયુત્ ગુણવંતભાઈ સી. શાહ બન્યા છે. તેમના નમ્ર પ્રયાસથી આ કાર્ય પાર પડેલ છે. જેમ-રાજુલના વિલાપના સંવાદનું આધ્યાત્મિક અર્થઘટન કરીને તેઓશ્રીએ આધ્યાત્મિક જગતમાં એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. જૈન જગતના ઈતિહાસમાં નેમ-રાજુલના સંવાદમાંથી આવું અર્થઘટન કોઈ જ કાઢી શક્યું નથી માટે અધ્યાત્મની તીવ્રરૂચિવાળા જીવો માટે તે અર્થઘટન ખરેખર માણવા યોગ્ય જણાય છે. પ્રસ્તુત ગ્રંથમાં બાવીશમા ભગવાનનું વિવેચન એ વૈરાગ્યરૂપી શિખરના શિખામણિની જેમ દીપી ઉઠ્યું છે.