Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
તારું સ્વરૂપ નિર્વિકલ્પ જ્ઞાન અને આનંદથી પૂર્ણ છે. તારા સ્વરૂપમાં પર-પદાર્થના સંયોગરૂપ લેશ માત્ર ઉપાધિ નથી. વિકારો અને વિકલ્પોથી રહિત તું ચૈતન્યમય આત્મા છે. અતીન્દ્રિય ગુણોના સમુહરૂપ મણિની ખાણરૂપ તું છે. આ તારા સ્વરૂપને વારંવાર યાદ કરી, તારે તારી પરમાત્મા દશાને સાધવાની છે. વિચાર અને વિકલ્પોના ધૂમાડા નીકળી જતાં, જે નિધૂમ જ્યોતિ પ્રગટે છે, તે પરમાત્મા છે.
એ પરમાત્મદશાને કેવી રીતે સાધવી તેનો પણ ઉપાય બતાવતા ૨૧મા ભગવાનના સ્તવનમાં લખે છે કે, “જિન સ્વરૂપ થઈ જિન આરાધે. તે સહી જિનવર હોવે રે.”
જો તારે પરમાત્મા બનવું હશે તો તારી માન્યતામાં “હું પરમાત્મા જ છું!” “હું નિશ્ચય નિર્ણયથી પરમાત્મા જ છું !” એમ જડબેસલાક બેસાડવું પડશે અને તે માટે, પ્રકૃતિરૂપે રહેલી તારી જાતને ભૂલી જવી પડશે. અર્થાત્ કર્મના સંયોગથી ઉભા થયેલાં તારા નામ અને રૂપ ઉપર ચોકડો મૂકી, તારે તારા નામધારી અને રૂપધારીપણાને દફનાવી દેવું પડશે. જાણે કે “એ છે જ નહિ!” એમ માનીને તારક તીર્થંકર-દેવોના સાધનાકાળ જેવી સાધના કરવી પડશે. • * તારા નામ અને રૂપને, તારા માની-માનીને, તેં તારા અને ખૂબ પુષ્ટ કર્યો છે. પરનો કર્તા-ભોક્તા બનીને, ચારગતિમાં તું રૂલ્યો છે-રખડ્યો છે. તારે દુઃખથી મુક્ત થવું હોય તો, પ્રકૃતિએ આપેલ તત્ત્વને ભૂલી જવું પડશે. - પ્રકૃતિ દ્વારા મળેલ, રૂપીપણું અને નામીપણું, તને ભેટણારૂપે મળેલ છે, તે એટલા માટે મળેલ છે કે જેના દ્વારા, તારા અસંખ્યભવોના કર્મોના દેણાને ચૂકવી દઈ, ઋણમુક્ત થઈ જાય અને તારા લેણાને તું ભૂલી જાય. તારા જે દેણા છે, તેનો સમભાવે નિકાલ કરીને તારે તારું દેવું ચુકતે કરી દેવાનું છે અને ઋણત્વથી મુક્ત એવા તારા ઘનત્વને તારે પ્રાપ્ત કરવાનું છે.
અનંત-અનંત ભવોથી, તું ઇંધણરૂપ, કામણ શરીરનો કોથળો અને તેજસ શરીરની સગડી સાથે લઈને ફર્યો છે. એના ભારથી મુક્ત થઈ અનૃણી થવા માટે કર્મસત્તાએ મહેરબાની કરી, તને આ માનવ શરીરનું