Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
આગવું આત્મવિશ્લેષણ છે. અનાદિ અનંતકાલથી પર-પદાર્થ પ્રત્યેની કર્તા-ભોક્તાપણાની બુદ્ધિના મૂળિયાં, પ્રાણીમાત્રમાં એટલા ઊંડે સુધી ફેલાયેલાં છે, કે જેથી ધર્મની આરાધના કરવા છતાં અધ્યાત્મનો માર્ગ-મોક્ષનો માર્ગ હાથ લાગતો નથી, આની વેદના યોગીરાજજીને એટલી તીવ્ર હતી, કે તે વેદના તેમણે બીજા અને ત્રીજા ભગવાનના સ્તવનમાં ઠાલવી છે.
પોતાને સ્વરૂપ-પ્રાપ્તિની તીવ્ર ઝંખના હતી અને યોગની છઠ્ઠી દૃષ્ટિ સુધી પહોંચવા છતાં, ઉપર-ઉપરની દૃષ્ટિની સ્પર્શના કરવાનો તલસાટ હતો, તે માટે તીવ્ર વૈરાગ્ય હોવા છતાં, પ્રકૃષ્ટ ઔદાસીન્ય ભાવ હોવા છતાં, ઘોર સાધના હોવા છતાં, જ્યારે ભીતરમાં પડેલાં અબુદ્ધિપૂર્વકના કષાયો, તેમને આગળ ઉપરનો માર્ગ પામવા દેતાં નથી, ત્યારે તેઓ અંતે, કાળલબ્ધિના પરિપાક દ્વારા જ, આગળ ઉપરનો માર્ગ શોધવાની વાત કરે છે. આનંદઘનજી મહારાજની “કાળલબ્ધિ લડી પંથ નિહાળશું' એ પંક્તિ બેભાન અને ગુમરાહ બનેલાં એવા આપણને એ વાતનો અંગુલિનિર્દેશ કરે છે કે જેને શીધ્ર આત્મકલ્યાણ સાધવું હોય, તેને ગળિયા બળદની જેમ પગ પસારીને બેસી ન રહેતાં ઘોર સાધનાના માર્ગે ડગ માંડવા જોઈએ અને તેમ કરતાં જે ફળ મળે તેનો ઉપભોગ ન કરતાં, તેને પોતાનું ન માનતાં, પ્રભુકૃપા માની, વારંવાર પ્રભુ ઉપર અહોભાવ અને બહુમાનની છોળો ઉછાળવી જોઈએ. એના દ્વારા ઉપાસના યોગને ઉપાસવો જોઈએ અને આગળ ઉપરના ફળો, કે જે હાલમાં પાકવા શક્ય નથી તેને કાળલબ્ધિના પરિપાક પર છોડી, આશ્વાસન લેવું જોઈએ કે એક દિવસ જરૂર હું પણ, પ્રભુ જેવી પ્રભુતાને નિશ્ચિતપણે મારી પર્યાયમાં પ્રગટ કરી શકીશ.
આમ સાધના અને ઉપાસનાની યુગલબંધી સાથે, કાળલબ્ધિના પરિપાકને આશ્વાસનરૂપે જોડીને સાધકે મોક્ષમાર્ગ કાપવાનો છે અને ભવાંત કરવાનો છે.
સાધનામાર્ગના ગિરિ-શિખરે આરોહણ કરતા, ઘણા કપરા સંયોગોમાંથી પસાર થવું પડે છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ભટકતાં સ્કૂલ-ઉપયોગને, ત્યાંથી ઉઠાવી લઈ ભીતરમાં લઈ જતાં, સાધક, ઔદારિક શરીરથી ભેદજ્ઞાન કરી, તેજસ-કાશ્મણ શરીર સુધી સૂક્ષ્મ ઉપયોગના માધ્યમે પહોંચે છે. તે વખતે મન એટલું બધું શાંત થઈ ગયુ હોય છે, વિચારો શમી ગયા હોય છે, વિકલ્પો પણ એટલા સૂક્ષ્મ થઈ ગયા હોય છે કે, આ સ્થિતિએ