Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
જન્મ થયો. વ્યાખ્યાન વાચસ્પતિ આ. વિ. રામચંદ્રસૂરિજી મ. સા.ના હાથે તેમના શિષ્ય તરીકે દીક્ષિત થયો. ત્યારબાદ પ્રસંગોપાત વર્ધમાનતપોનિધિ આ.વિ. ભુવનભાનુસૂરિજી મ.સા.ના સમુદાયમાં આવવાનું થતાં, સિદ્ધાંત દિવાકર આ.વિ. જયઘોષસૂરિજી મ.સા. દ્વારા મારું સ્થિરીકરણ થયું અને પછી પ્રત્યક્ષ કે પરોક્ષ, આત્મજ્ઞાની પુરુષોના સાંનિધ્યમાં આવતાં, ભીતરનો ઉઘાડ થતો ગયો. નિશ્ચય-વ્યવહાર ગર્ભિત મોક્ષમાર્ગ સમજાયો, એકાંત, મૌન, સ્થિરાસન અને ધ્યાન દ્વારા અસંગયોગ સાધવાની રૂચિ જાગી, જેના પ્રતાપે, આ સ્તવન ચોવીશી-પર અનાયાસે જ પ્રવચનો અપાયા, તેમજ લખાણ થઈ ગયું જેને, “વાચક પરમાત્મા”ના કરકમલમાં મૂકતાં કૃતકૃત્યતા અનુભવીએ છીએ.
પ્રસ્તુત કાર્યમાં અંતેવાસી તરીકે સેવાધર્મ બજાવનાર જ્ઞાનપ્રેમી શ્રી સ્થિત પ્રજ્ઞવિજયજી, અત્યંત સરળ સ્વભાવી અને સેવાભાવી શ્રી સોહમદર્શનવિજયજી તથા સહજ વિનયી-પરમ વિનયી શ્રી પ્રશમરતિવિજયજી મ.સા.નો સહયોગ પણ મને અતિ-ઉપયોગી નીવડ્યો છે. પ્રસ્તુત જ્ઞાનયજ્ઞના આ કાર્યમાં તેમના સહકાર વિના ચાલી શકે તેમ ન હતું. તેમના તે સહયોગને પણ હું ભૂલી શકું તેમ નથી.
સ્વાનુભૂતિ સંપન્ન, સ્વ. શ્રીયુત્ ખીમજીબાપાના, સ્તવન ચોવીશીના લખાણમાંથી પણ, કોઈ કોઈ પદાર્થ ઉપયોગી જણાયો તે અમે અમારા ગ્રંથમાં લીધેલ છે, જેથી ગ્રંથ રચના સુંદર બનવા પામી છે.
પ્રસ્તુત સ્તવન ચોવીશીમાં પંદરમાં ધર્મનાથ ભગવાનનું સ્તવન, તેમાં પણ ત્રીજી કડી અને તેમાં પણ ત્રીજું ચરણ “હૃદય નયન નિહાળે જગધણી” એ મને અતિપ્રિય હોવાથી ગ્રંથનું નામ પણ તે જ આપવાનું નક્કી કર્યું અને તે મુજબ જ થયું તે આનંદની વાત છે.
ટીકાકાર આત્માઓને પ્રસ્તુત વિવેચનમાંથી ટીકા કરવી હશે તો તેને ટીકા કરવા માટેના પૂરતા કારણો મળી રહેશે પણ જે શ્રદ્ધાવાન છે તે તો આમાંથી રસ જ લૂંટશે. જેને પામવું છે તેને આમાંથી ઘણું ઘણું મળી રહેશે એવો અમારો આત્મવિશ્વાસ છે.
યોગીરાજશ્રી આનંદઘનજીના પદો અને સ્તવનો વિઠ્ઠલ્મોગ્ય જ છે