________________
અને ધર્મની પ્રભાવના માટે ઘણે ઘણે પુરુષાર્થ ખેડે છે. ભારતભૂમિના ભૂતળ પર વિચરી તેમણે પચીસ પચ્ચીસ ચાતુર્માસ કર્યા છે જેમાં તેમણે ધર્મની અનુપમ હાણ કરી છે, તપ-ત્યાગની હેલી વર્ષાવી છે, તપશ્ચર્યાઓની અત્યુત્તમ પ્રેરણા આપી છે અને સ્વાર કલ્યાણની મહદ્ ભાવનાને મૂર્તિમંત કરી છે.
૪૯ વર્ષની પ્રૌઢ વયના આ મહા સંત દીક્ષા પર્યાયના ૨૪ વર્ષ પૂર્ણ કરી ૨૫મા વર્ષમાં પ્રવેશી ચુક્યા છે. જે મહા હેતુને માટે આ વીર સાધુઓ વીતરાગનો પંથ લીધે હતો તે હેતુને પરિપૂર્ણ કરવા તેઓ આજે જીવનની પળેપળ ખર્ચા રહ્યા છે. ઘાટકોપરને આંગણે ચોવીસમું ચાતુર્માસ કરી તેમણે જે ધર્મઉદ્યોત કર્યો તે રથાનકવાસી સમાજનું બચ્ચું બચ્ચું જાણે છે. ઘાટકોપર શ્રી સંઘે તેમની દીક્ષા રજત જયંતિ ઊજવીને અનુપમ લ્હા પણ લે
પ્રેમ અને કરુણાની મૂર્તિ સમા આ સાધુના વ્યકિતત્વમાં અનેરો પ્રભાવ છે. સર્વાગની સુંદરતા જેમ તેમની બાહ્ય પ્રતિભાનું એક પાસું છે તેમ જ્ઞાનનું ઊંડાણ, વાણીમાંથી નીતરતું માધુર્ય, હદયમાંથી નિર્ઝરતું વાત્સલ્ય અને ઉચ્ચત્તમ સાધુજીવનની તેજ વીતા તેમની આંતરીક પ્રતિભાનું બીજું પાસું છે. આ મહાપુરુષ પાસે સામાને પિતાના કરી લેવાની કળા છે ! તેમના ચરણમાંથી ઊઠવાનું મન ન થાય એવી સાત્વિક મહકતા તેમનાં સાંનિધ્યમાં વિલસે છે ! તેમની રીત અને ખી છે, તેમને પ્રેમ નિરાળો છે, તેમના આદર્શો અનેરા છે, તેમનું સાધુત્વ અજોડ છે, તેમનું માર્ગદર્શન કલ્યાણકારી છે !
આ કઈ પણ વિષય હોય-વિદ્યાર્થીઓને કહેવાનું હોય કે શિક્ષકોને, નાગરિકોને કહેવાનું હોય કે નેતાઓને, બાળકોને કહેવાનું હોય કે વડીલેને, પિતાની લાક્ષણિક શૈલીથી તેઓ નિઃસંકોચપણે દરેકને કહે છે. બાળકો ભાવિના નાગરિકો છે અને તેથી બાળકના સંસ્કાર ઘડતરમાં તેમને ઊંડો રસ છે. બાળકના સંસ્કાર ઘડતરને લક્ષમાં લઈને તેમણે જુદે જુદે પ્રસંગે
જીવન પ્રાણ સંસ્કાર સંવર્ધન માળાની જુદી જુદી શ્રેણીઓ બહાર પાડી છે અને આપણાં શાસ્ત્રના આદર્શ પાત્રને તે શ્રેણીઓમાં આલેખી બાળકોને માટે મૂક્યાં છે.
બે પાનાંના તેમના પરિચયમાં શું આલેખીએ? કેટલું આલેખીએ? આજે અહીં તે એટલું જ કહીશું કે આપણી ધર્મધૂરાના વાહક આ પ્રતિભાસંપન્ન સંત આપણું સંપ્રદાયની, આપણાં સમાજની શાન છે, ગૌરવ છે, મહારત્ન છે!
આપણાં સમાજના શાનરૂપ, જ્ઞાનરૂપ, પ્રેમરૂપ એ સાધુને આપણા ભાવની અંતરઅંજલિઓ અપ તેમનાં દીર્ધાયુને વાંચ્છીએ
-