________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) નલિકાગ્ર–મુખ (સ્ટિગ્યા) એવા ચાર ભાગ છે. એમાંથી બીજકેશછે અને બીજાંકુર એ બીજોત્પત્તિ માટે અગત્યનાં છે.
બીજકેશ-બીજ કેશ એક હોય છે અગર અનેક હોય છે. વટાણાની શીંગ જોઈએ તો તેમાં એક સ્કૂલમાં એકજ બીજ કેશ છેઇને તેમાં ઘણું બીજ હોય છે, એવાને અખંડ બીજકોશ કહે છે. એક જ કૂલમાં અનેક બીજકોશ હોય છે. ત્યારે તે વિભક્ત હોય છે અથવા અવિભકત હોય છે. જેમ ભિંડામાં અને પપૈયામાં.
બીજાંકુર–બીજ કેશની અંદર એક અગર વધારે ગોળાકાર સૂમ પદાર્થ હોય છે તે જ કૂલનાં ઇડાં જેમાંથી બીજ પેદા થાય છે. એ બીજ બીજકોશમાં ઊંચા ભાગને ચેટેલાં હોય છે. એ ઊંચા ભાગને ઈગ્રેજીમાં પ્લાસિન્ટા કહે છે. બીજાંકુરની રચનાના ઘણા પ્રકાર છે.
સ્ત્રીકેસર-નલિક અગર શલાકા. એ બીજકેશના માથા ઉપરથી નિકળેલ હોય છે અને તે વચમાં પિલી હોય છે. એની અંદરની અને બહારની રચના સૂક્ષ્મ રીતે જોવાથી એ બીજાશયને આગળ વધી ગએલ એક ભાગ છે એવું દેખાય છે. કોઈ કઈ વખતે એ એકજ પાત્રનું રૂપાંતર થઇને બનેલી હોય છે. શલાકા એ બીજકોશના છેડેથી નિકળી આવેલ દેખાય છે. કોઈ કોઈ વખતે એ શલાકા એકજ કૂલમાં અનેક જુદા જુદા બીજાશયના માથા ઉપરથી નિકળેલ હોય છે, જેમ રાયચંપાનાં કૂલમાં. કઈ કઈ વખતે જેટલી બીજાશયની પાંખડી હોય છે તે દરેક પાંખડીના છેડેથી નિકળેલ તંતુની
એક નળી બને છે. જાસુંદીના ફૂલમાં એ નળી પાંચ બીજકેશની પાંખડીમાંથી પાંચ જુદા જુદા તંતુ નિકળી એકત્ર બનેલી હોય છે. પણ એને છેડે એ તંતુ જુદા જુદા થાય છે. કુલની રચના સન્મ રીતે તપાસ્યાથી ઘણી મને રંજક જણાશે. પુકેસરમાંના પરા
For Private and Personal Use Only