Book Title: Sutra Samvedana Part 04
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan
Catalog link: https://jainqq.org/explore/005838/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર સંવેદના-૪ આવશ્યક ક્રિયાના સુત્રો ભાવગ્રાહી વિવેચન સાથે ભાગ - ૪ વંદિત્તુ સૂત્ર Y - Page #2 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર સંવેદના આવશ્યકક્રિયાના સૂત્રો ભાવગ્રાહી વિવેચન સાથે ભાગ ૪ – વંદિત્તુ સૂત્ર (શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર) R : સંકલન : પ્રશાંતમૂર્તિ પરમ પૂજ્ય સાધ્વીજી શ્રીચરણશ્રીજી મહારાજના શિષ્યા પરમ પૂજ્ય વિદુષી સાધ્વીજી શ્રીચન્દ્વાનનાશ્રીજી મહારાજના શિષ્યા સાધ્વીજી શ્રીપ્રશમિતાશ્રીજી મણે : પ્રકાશક: સાર્થ પ્રકાશત જેન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન : ૨૫૩૫ ૨૦૭૨ ફેક્સ : ૨૫૩૯ ૨૭ ૮૯ Page #3 -------------------------------------------------------------------------- ________________ 2 સૂત્ર સંવેદના ભાગ-૪ ISBN - 81-87163-73-9 : પ્રકાશક : સન્માર્ગ પ્રકાશન શ્વે. મૂ. તપ. જૈન આરાધના ભવન પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન : ૨૫૩૫ ૨૦ ૭૨, ફેક્સ : ૨૫૩૯ ૨૭ ૮૯ E-mail : sanmargp@icenet.net મૂલ્ય : રૂ. 60-00 ♦ નકલ : 3000 પ્રથમ આવૃત્તિ : વિ. સં. ૨૦૭૨, ઈ. સન-૨૦૦૬ વસંતકુંજ સોસાયટી – રાજનગર, *****3* સંપર્કસ્થાન – પ્રાપ્તિસ્થાન *9+>& – અમદાવાદ : - સુરતઃ ♦ સાર્થ પ્રકાશન કાર્યાલય ♦ વિપુલ ડાયમંડ ♦ સરલાબેન કિરણભાઈ “ઋષિકિરણ” ૧૨,પ્રકૃતિકુંજ સોસાયટી, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫. ફોન : (૦) ૨૨૧૬ ૪૫ ૨૧ (R)૨૬૬૨ ૦૯ ૨૦ (M) ♦ વાઘજીભાઈ ભૂદરભાઈ સ્વામિનારાયણ મંદિર રોડ, કાલુપુર, અમદાવાદ-૧. ફોન : (૦) ૨૨૧૬ ૫૩ ૪૬ (M) ૯૩૨૭૦ ૦૪૩૫૩ ♦ હિમાંશુભાઈ રાજા ૯૮૨૫૦ ૦૭૨૨૬ ૬/૬૫, ગીતાંજલી બિલ્ડીંગ, ૭૩/૭૫, વાલકેશ્વર રોડ, મુંબઈ-૬. (M) ૯૮૨૦૦૪૪૮૮૨ 205-206, આનંદ, બીજે માળ, જદાખાડી, મહીધરપુરા, સુરત-૩. ફોનઃ(૦) ૨૪૨૧૨૦૫,(R) ૨૨૨૦૪૦૫ વાડીલાલ સંઘવી ૫૦૪, ધરમ પેલેસ, પારલે પોઈન્ટ, અઠવાલાઈન્સ, સુરત-૩૯૫૦૦૭. ફોન : (O) ૨૨૧૧૦૫૩ (R) ૨૪૨૫૮૮૩ (M) ૯૮૨૫૧ ૪૦૨૧૨, ૯૩૭૬૮ ૧૧૭૦૨ = મુંબઈઃ ♦ સન્માર્ગ પરિવાર ૩૦૯, ફિનીક્સ બિલ્ડીંગ, પ્રાર્થના સમાજ, ૪૫૭, એસ. વી. પી. રોડ, મુંબઈ-૪. ફોન : (O) 2388 3420 ♦ સાકેરચંદભાઈ મોતીચંદભાઈ ઝવેરી સી વ્યૂ એપાર્ટમેન્ટ, ૭મે માળ ડુંગરસી રોડ, વાલ્કેશ્વર, મુંબઈ-૬. ફોન : (ઘર) ૨૩૬૭ ૬૩૭૯ (M) ૯૮૨૦૦ ૮૧૧૨૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ જેમણે આપ્યું તેમના કરકમલમાં.... COS) Page #5 -------------------------------------------------------------------------- ________________ સંવેદનાઃ ક્રિયાનો પ્રાણઃ અનંત ઉપકારી શ્રી જિનેશ્વર દેવોએ સંસાર-સાગરને તરવા માટે, દુઃખથી હંમેશ છૂટકારો મેળવવા માટે સમ્યજ્ઞાન અને સમ્યફ ક્રિયાનો સુમેળ કરવાની વાત મૂકી છે. જ્ઞાન વગરની ક્રિયા અથવા ક્રિયા વગરનું જ્ઞાન પૂર્ણ ફળ ન જ આપી શકે. એક રથનાં બે પૈડાં જેવી આ વાત છે. બંને પૈડાંથી જ રથ ચાલે. જ્ઞાન-ક્રિયાનો મહિમા અને બંનેની અનિવાર્યતા જણાવતાં સ્થવિર ભગવંત શ્રી મરણ સમાધિ પન્ના ગ્રંથમાં ફરમાવે છે કે – नाणसहिअं चरित्तं नाणं संपायगं गुणसयाणं । एस जिणाणं आणा नत्थि चरित्त विणा नाणे ।। ચારિત્ર જ્ઞાન સહિત હોય, જ્ઞાન સેંકડો ગુણોને લાવનાર છે. જ્ઞાન વિના ચારિત્ર (ક્લિા) નથી એ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા છે. नाणेण विणा करणं न होइ नाणं वि करणहीणं तु । नाणेण य करणेण य दोहिवि दुक्खक्खयं होइ ।। જ્ઞાન વિના ક્રિયા ન શોભે ક્રિયા વિના જ્ઞાન ન શોભે. જ્ઞાન અને ક્રિયા બંને સાથે હૉય તો દુઃખનો ક્ષય (કર્મનો ક્ષય) થાય. જ્ઞાન વગર ક્રિયા શુદ્ધિ નથી અને ક્રિયા વગરનું જ્ઞાન ફળ વગરના વાંઝિયા વૃક્ષ જેવું છે. ક્રિયાનું જ્ઞાન હશે, એના હેતુ-રહસ્યનો ખ્યાલ હશે તો જ ક્રિયા કરતાં હૈયું ભળશે. મન-વચન-કાયા એકાગ્ર બનશે, એની એકાગ્રતાથી જ સંવેદના પ્રગટ થશે. દરેક સૂત્રોના ઉશ્કરની પદ્ધતિ, પદ-સંપદા, લઘુગુરુ અક્ષર (સ્વર) વગેરેના ઉપયોગપૂર્વક બોલાતાં સૂત્રની સાથે, તે તે સૂત્ર સમયે કયો ભાવ લાવવો ? અંતરને કઈ ભાવનાથી-સંવેદનાથી યુક્ત બનાવવું? એ ઉપયોગ અવશ્ય હોવો જોઈએ તો જ એ ક્રિયા ચેતનવંતી બને. એ ચેતનવંતી ક્રિયાને જ સમ્યક ક્રિયા કહેવાય. સમ્યક ક્રિયાના પાયામાં સમ્યજ્ઞાન છે. ક્રિયા સમયે જ્ઞાનનો ઉપયોગ અવશ્ય હોવો જ જોઈએ; કારણ, “ઉપયોગે ધર્મએ સૂત્ર પ્રમાણે ઉપયોગ હોય ત્યાં જ ધર્મ છે. ઉપયોગ વગરની ક્રિયા ધર્મ ન બને. ક્રિયાને ઉપયોગવાળી બનાવવા માટે સાધનભૂત આ પુસ્તિકાનો ઉપયોગ કરી જીવો ક્રિયાના વાસ્તવિક ફળ સ્વરૂપ અક્રિયપણાને (જ્યાં કોઈ જ ક્રિયા કરવાની રહેતી નથી એવા સ્થાનને) પ્રાપ્ત કરનારા બને, અને એ દ્વારા, વિદુષી સાધ્વીજી શ્રી પ્રશમિતાશ્રીજી એ કરેલ પરિશ્રમને સફળ બનાવે એ જ મંગલ કામના. સૂત્ર સંવેદના ભાગ-૨ તથા વંદિત્ત સૂત્ર - સંવેદનાનું લખાણ સંશોધન માટે મારા ઉપર મોકલીને તેમને મને સ્વાધ્યાયનો સુંદર લાભ આપ્યો છે. વિદિતુ સૂત્ર બોલવા માટે શ્રાવકની દિનચર્યામાં જણાવ્યું છે કે, વંદિતુ સૂત્ર બોલતાં ફક્ત બોલનાર પોતાને જ નહિ, પણ સાંભળનારાઓને ય સંવેગરંગની વૃદ્ધિથી રૂવાટાં ખડાં થઈ જાય, આંખમાં આંસુ ઉભરાય તે રીતે બોલે. આ વિધાનોને ચરિતાર્થ કરવા માટે, ક્રિયા સાથે જ્ઞાનને ભેળવવા માટે સંવેદના જાગૃત કરવા માટે આ ગ્રંથ ઉપયોગી બનશે એ નિર્વિવાદ છે. સંવેદના વગરની ક્રિયા પ્રાણ વિહોણી ગણાય. ગોળ ખાય ને ગળપણની અનુભૂતિ ન થાય. એવું કઈ રીતે બને ? તેમ ક્રિયા કરે અને અંતર સંવેદનાથી ન ભિજાય તે કેમ ચાલે ? • આ રીતે સંવેદના પૂર્વકની ક્રિયાથી ક્રિયાનું ઊંચું ફળ મેળવવામાં સફળ બનો,એજ મંગલ કામના. શ્રી કૃષ્ણનગર જૈન ઉપાશ્રય, - પં. ભવ્યદર્શન વિજય ગણી, અમદ્યવાદ. ૨૦૧૨, ભા.વ.૪ Page #6 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૧ સંબંધિ ગચ્છાધિપતિ પૂ. આ. ભ. વિજય હેમભૂષણસૂરીશ્વરજી મ. સા. નો અભિપ્રાય - નારાયણધામ, વિ. સં. ૨૦૫૭, પો. વ. ૪ - વિનયાદિગુણોપેતા સા. શ્રી પ્રશમિતાશ્રીજી યોગ - જિજ્ઞાએ પૂર્વે રૂબરૂ વાત કરેલ, તે પછી “સૂત્ર સંવેદના' લખાણ વાંચવા મોકલેલ. તે વિહાર દરમ્યાન આખું વાંચી લીધું. ખરેખર કહું - વાંચવાથી મારા આત્માને તો જરૂર ખૂબ આનંદ આવ્યો. એવો આનંદ અને તે વખતે પેદા થયેલી સંવેદનાઓ જો કાયમી બને, ક્રિયા વખતે સતત હાજર રહે તો જરૂર ક્રિયા-અનુષ્ઠાન ભાવાનુષ્ઠાન બન્યા વિના ન રહે. ખૂબ સારી મહેનત કરી છે. આવી સંવેદના પાંચ પ્રતિક્રમણમાં ઉપયોગી બધા જ સૂત્રોની તૈયાર થાય તો યોગ્ય જીવો માટે જરૂર ખૂબ લાભદાયી બને. મેં જિલ્લાને પ્રેરણા કરી છે. આમાં મૂળ તમે છો - તો તમને પણ જણાવું છું. મારી દૃષ્ટિએ આ સૂત્ર સંવેદના દરેક સાધુ/ સાધ્વીઓ – ખાસ કરીને નવાએ ખાસ વાંચવી જોઈએ . - રત્નત્રયીની આરાધનામાં અવિરત ઉજમાળ બનો એ જ એક શુભાભિલાષા. લિ. હેમભૂષણ રૂ. ની અનુવંદનાદિ Page #7 -------------------------------------------------------------------------- ________________ અાભ . જન્મા પ્રકાર દ્વારા આયૉજત સૂત્ર સંવેદના ભાગ-૪ પુસ્તક પ્રકાશનનો લાભ લેનાર પરિવાર, પ્રભાબેન રતીલાલની ધર્મારાધના અનુમોદનાર્થે તથા કમળાબેન સુબોધચંદ્રના આત્મશ્રેયાર્થે રતીલાલ શનાલાલ પરિવાર તથા સુબોધચંદ્ર પોપટલાલ પરિવાર હ. ડૉ. કોકીલાબેન ભરતભાઈ, ન્યુયોર્ક આપે કરેલી શ્રુતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની શ્રુતભક્તિ કરતા રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. લિ. સભા પ્રકાશન . • Page #8 -------------------------------------------------------------------------- ________________ માતાની સ્મૃતિમાં * “મા” - આ શબ્દ કોના માટે સુખકારી ન હોય ? મારી વાત કરું તો આ શબ્દ મારા માટે માત્ર સુખકારી નહિ પણ ભાવોભવ માટે હિતકારી પણ છે. આ પુસ્તક પ્રકાશન પાછળનું કોઈ પ્રેરક તત્ત્વ હોય તો તે છે, મારા બંને પક્ષના માતુશ્રી પ્રભાબેન રતીલાલ (મારા સાસુ) અને કમળાબેન સુબોધચંદ્ર. આ બંને વડિલોએ સુંદર રીતે સૂત્રાર્થનો અભ્યાસ કરેલો અને જીવનને પણ શ્રાવક જીવનના આચારોથી સુવાસિત રાખેલું. ધર્મસંગ્રહ' જેવા મહાન ગ્રંથની રચના જેમની તત્ત્વજિજ્ઞાસાને સંતોષવા કરાયેલી, તે ઇતિહાસ પ્રસિદ્ધ અમદાવાદના શ્રીમાળી જ્ઞાતીના શેઠ શ્રી શાંતિદાસના વંશજ શેઠ શ્રી મયાભાઈ સાંકળચંદના સંસ્કારી કુટુંબમાં મારા માતુશ્રી કમળાબેનનો જન્મ થયો હતો. ગર્ભ શ્રીમંતાઈમાં મોટા થવા છતાં તેમને પૂર્વજોના ભૌતિક વારસા કરતાં આધ્યાત્મિક વારસો વિશેષથી મળ્યો. નાનપણમાં જ તેમને ૫ પ્રતિક્રમણ, ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ક કર્મગ્રંથ, કમ્મપયડી, જ્ઞાનસાર આદિ સૂત્રોનો અર્થ સહિત અભ્યાસ કરેલ. શેઠ શ્રી સુબોધચંદ્ર પોપટલાલ સાથે લગ્ન ગ્રંથિથી જોડાવા પૂર્વે તો તેમને સંસ્કૃત-પ્રાકૃત ઉપર પ્રભુત્વ કેળવી, સંસ્કૃતના પાંચ મહાકાવ્યોનું વાંચન પણ કરેલ. છેલ્લા વર્ષો દરમ્યાન તે રોજ ૧૦ સામાયિક કરતાં. ધર્મસંગ્રહ, ત્રિશષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર, પ્રબોધટીકા, ઉપદેશમાળા, સંવેગરંગશાળા, અધ્યાત્મ કલ્પદ્રુમ - આદિ ગ્રંથોનું પરિશીલન કરી ગંભીર માંદગીમાં પણ તે ચિત્તને સ્વસ્થ રાખી શકતાં. પુત્ર કિરણભાઈની ગૃહમંદિર બનાવવાની અંતિમ ભાવનાને તેમણે પુત્રવધૂ સરલાબેન સાથે સ્ફટીક રત્નમય પ્રભુ પ્રતિમા ભરાવી હર્ષોલ્લાસ અને શાસ્ત્રીય માર્ગદર્શનપૂર્વક સંપન્ન કરી હતી. જ્ઞાનોપાસના અને ત્યાગપ્રધાન જીવનના ફળસ્વરૂપે તેમને સં. ૨૦૫૧ વૈ. સુ. ૯ના દિવસે સમાધિમય મૃત્યુ સાંપડ્યું. પપૂ.પ્રશમિતાશ્રીજી મસા. સ્વયં તેમને નિર્ધામણા કરાવવા પધાર્યા હતા. અરિહંતનું શરણ, દુષ્કતની ગઈ, સુકૃતની અનુમોદના કરી નમસ્કાર મહામંત્ર અને ઉવસગ્ગહર સ્તોત્ર સાંભળતાં તેઓએ - નશ્વર દેહનો ત્યાગ કર્યો હતો. તેમના અંતિમ શબ્દો હતાં “ મિચ્છા મિ દુક્કડ'. તેમના મૃત્યુ સમયે મને પણ મારા જીવનને ૧૨ વ્રતો સ્વીકારી, વિરતિમય બનાવવાની ભાવના જાગી. વ્રતોની સમજણ આપતું લખાણ તૈયાર કરી આપવા Page #9 -------------------------------------------------------------------------- ________________ 8 મેં જિજ્ઞાને (હાલ સા. જિનપ્રજ્ઞાશ્રી) કહ્યું, પણ સંયોગવશાત ભાવના મનમાં જ રહી ગઈ. અવસરે જ્યારે પણ ભારત આવવાનું બનતું ત્યારે ૫૨મોપકારી પ.પૂ.સા. ચંદ્રાનનાશ્રીજી તથા સા. પ્રશમિતાશ્રીજી મ.સા. પાસે સૂત્રાર્થ, યોગગ્રંથોનું જ્ઞાન મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતું. ત્યારે લાગતું કે શારીરિક રોગોની ચિકિત્સા ક૨વામાં મેં જીવનને પર્યાપ્ત માન્યું પણ વાસ્તવમાં તો મારે આત્મિક રોગોની ચિકિત્સા કરવામાં સૂક્ષ્મ બુદ્ધિ વાપરી જીવનને સફળ બનાવવું જોઈતું હતું. છેલ્લે આવી ત્યારે સાધ્વીજી ભગવંતે મને ‘વંદિત્તુ’ સૂત્ર કરાવ્યું. વ્રતોને જોવાની નવી દિશા આપી. ત્યાં જ બાર વ્રતોને સમજવાની વર્ષો પૂર્વની ભાવના પાછી જાગૃત થઈ. મેં તેઓશ્રીને વિનંતી કરી કે ઉપકારી માતુશ્રીની સ્મૃતિરૂપે તેમ જ અત્યાર સુધી જ્ઞાનની ઉપેક્ષાથી બંધાયેલું કર્મ તોડવા આ સૂત્રને પ્રકાશિત કરવાનો લાભ મને જ આપશો. મારી વિનંતીનો સ્વીકાર કરી, તેમને મારી ઉપર જે અગણિત ઉપકાર કર્યા છે, તેમાં ઘણો મોટો ઉમેરો કર્યો છે. પ્રાંતે પ્રભુને પ્રાર્થના કરું કે આ પુસ્તકનો સારી રીતે અભ્યાસ કરી, હું અને દરેક વાચક વાસ્તવિક પ્રતિક્રમણ કરી, ચિત્તવૃત્તિને નિર્મળ બનાવી સુંદર શ્રાવકજીવન દ્વારા શ્રમણજીવનની ક્ષમતા કેળવી વહેલામાં વહેલા આત્મિક સુખના ભોક્તા બનીએ તેવી કૃપા કરજો. Dr. Kokilaben Bharatbhai shah 24, Madison Ave Jericho New Yourk 11753 Email : Kojericho@cs.com લિ. ડો. કોકીલાબેન ભરતભાઈ - ન્યુયોર્ક આસો સુદ - ૯ તા. ૧-૧૦-૨૦૦૬ Page #10 -------------------------------------------------------------------------- ________________ - સૂત્રસંવેદના ભા. ૧ હૈયાની વાતના અંશો પ્રથમ આવૃત્તિના પ્રકાશકના 9 મોક્ષમાર્ગ ઉપર ચાલવા માટે જ પૂ. સાધ્વીજી ભગવંતે અમોને સૂત્રોના અર્થ કરાવ્યા હતા. તેઓશ્રીએ સૂત્રાર્થનું જ્ઞાન માત્ર શબ્દથી નહોતું કરાવ્યું, અર્થનું જ્ઞાન માત્ર માહિતી માટે નહોતું આપ્યું, પરંતુ આવશ્યક ક્રિયા દ્વારા આત્માને કેમ નિર્મળ બનાવવો તે શીખડાવવા આપ્યું હતું. તેઓશ્રી હંમેશા કહેતા કે, આ સૂત્રાર્થના જ્ઞાન દ્વારા તમારે ક્રિયા કરતાં કેવા ભાવો કરવા, કેવી સંવેદનાઓનો અનુભવ કરવો તે ખાસ સમજવાનું છે. તેમનું લક્ષ્ય હંમેશાં ક્રિયાને આત્મલક્ષી બનાવવાનું રહેતું. ક્રિયા પૂર્વે આત્મશુદ્ધિનું કે મોક્ષપ્રાપ્તિનું પ્રણિધાન થાય તો જ ક્રિયા સુયોગ્ય બને - એમ તેઓશ્રી વારંવાર કહેતા. પણ... મોક્ષપ્રાપ્તિના પ્રણિધાનપૂર્વકની ક્રિયાઓ બતાવવી કઈ રીતે, તે અમારી મુંઝવણનો વિષય હતો. મુંઝવણનો ઉકેલ સામે હતો, પરંતુ ક્ષયોપશમની અલ્પતાને કા૨ણે મને તો વધુ મૂંઝવણ થતી હતી કે, હું આ અર્થને યાદ કઈ રીતે રાખું અને એને ક્રિયા કરતા કઈ રીતે ઉપસ્થિત કરું ? તેથી પૂ. સાધ્વીજીભગવંતને વિનંતી કરી કે, આપ આ અર્થનું ભાવસભર લખાણ કરી આપો તો અમે એનું વારંવાર પઠન-મનન કરી શકીએ અને તેના આધારે અમારો પ્રયત્ન પણ કંઈક સફળ બની શકે. કૃપાળુ ગુરુદેવે અમારી વિનંતીનો સ્વીકાર કરી લખાણ તૈયાર કરી આપ્યું. તેઓશ્રીએ જેટલી મહેનત કરી લખાણ કરી આપ્યું છે, તેટલી કે તેથી અધિક મહેનત જો ધર્મક્રિયામાં થાય તો યત્કિંચિત ઋણમુક્ત બની શકાય. આ સિવાય ઋણમુક્તિનો અન્ય ઉપાય જણાતો નથી. પ્રત્યક્ષથી જેટલું મળ્યું છે, તેની સામે લખાણથી પ્રાપ્ત થતું જ્ઞાન જો કે ઘણું અલ્પ છે, તો પણ આ જ્ઞાન ઘણાને સન્ક્રિયામાં ઉપયોગી નીવડશે, તેમ વિચારીને જ આ લખાણ પ્રકાશિત કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રકાશનના માધ્યમે જે જ્ઞાન મને મળ્યું છે, તે જ્ઞાન અનેક તત્ત્વજિજ્ઞાસુઆત્મા સુધી પહોંચે અને તેઓ આનો વધુ લાભ ઉઠાવે તે જ અંતરની ઇચ્છા છે. “ઋષિકિરણ”, ૧૨, પ્રકૃતિકુંજ સોસાયટી, શ્રેયસ સ્કૂલ પાસે, અમદાવાદ-૧૫ ફોન : ૨૬૬૨૦૯૨૦ સરલાબેન કિરણભાઈ શાહ Page #11 -------------------------------------------------------------------------- ________________ 10 પ્રાકથન સૂત્ર સંવેદનાની યાત્રાને આગળ ધપાવતા વિસામાનું સ્થાન આવ્યું ‘વંદિત્તુ’. પૂર્વોના સૂત્રોની જેમ આ સૂત્રનું લખાણ પણ મેં વર્ષો પહેલાં સામાન્યથી કરેલ. તે લખાણ સૂત્ર સંવેદનાના વાચક વર્ગની અપેક્ષાઓ સંતોષી શકે તેવું ન હતું. અંતરને ઢંઢોળે તેવા પ્રેરક અને સંવેદનાત્મક લખાણની તેમની અપેક્ષાઓને પૂર્ણ કરવા આ સૂત્રનું લખાણ પુનઃ પ્રારંભ્યું. અત્યાર સુધીના સૂત્રો તો રોજ બોલાવવાને કારણે સતત અનુપ્રેક્ષાના વિષય બની રહેતાં. જ્યારે ‘વંદિત્તુ’ સૂત્ર તો અણુવ્રતોના અતિચારો સંબંધી હોવાને કારણે મહાવ્રતોનો સ્વીકાર કર્યા પછી છેલ્લાં ૩૧ વર્ષથી વિશેષ અનુપ્રેક્ષાનો વિષય બન્યું ન હતું. સાચું કહું તો તમારા જેવા અનેક જિજ્ઞાસુઓને લીધે આ સૂત્રનું ઊંડું અવલોકન કરતાં એક વાસ્તવિકતા સમજાઈ કે, આ સૂત્રની જો પહેલેથી ઊંડી અનુપ્રેક્ષા કરી, અણુવ્રતના પાલન પૂર્વકનું સુંદર શ્રાવિકા જીવન જીવી, પછી મહાવ્રતો સ્વીકાર્યા હોત તો નિઃશંકપણે કહી શકું કે, આજે જે સંયમ જીવનનો આનંદ અનુભવાય છે તેના કરતાં કોઈ વિશિષ્ટ આનંદ સહેલાઈથી માણી શકત. કેમ કે, આ સૂત્રનું અવગાહન કરતાં જણાયું કે ‘અણુવ્રતો અને મહાવ્રતો વચ્ચે કોઈ સામાન્ય સંબંધ નથી, પરંતુ જન્ય-જનક ભાવ જેવો વિશેષ સંબંધ છે.’ આ લખાણ કરતાં એક-એક અણુવ્રતો ઉપર ઊંડી વિચારણા કરવાનો, તે સંબંધી શાસ્ત્રોનો વિમર્શ કરવાનો, તજ્ઞો સાથે તેની ચર્ચા કરવાનો સુંદર અવસર પ્રાપ્ત થયો. પરિણામે દ્રવ્યથી અને ભાવથી આ વ્રતોનું સ્વરૂપ કેવું છે; તેનું અનંતર અને પરંપર પ્રયોજન શું છે; અને ખાસ તો તેના દ્વારા અનિયંત્રિત ચિત્તવૃત્તિને નિયંત્રિત કરી મોક્ષસાધક ચારિત્ર કેવી રીતે પ્રાપ્ત કરી શકાય ? તે સંબંધી ઘણાં ઘણાં સૂચનો અને સમાધાનો મળ્યાં. અણુવ્રતોને જોવાની કોઈ નવી જ દિશા પ્રાપ્ત થઈ. સાથે સાથે તેમ પણ લાગ્યું કે મહાવ્રતોનું પાલન તો ખાંડાની ધાર ઉપર ચાલવા જેવું દુષ્કર છે, પરંતુ અણુવ્રતનું અણિશુદ્ધ પાલન પણ સુકર નથી. એક બાજુ એ નિશ્ચિત છે કે મોક્ષનું અનંત સુખ મેળવવા વ્રતોનું પાલન અનિવાર્ય છે, તો બીજી બાજુ આપણા જેવા અલ્પ સત્ત્વવાળા જીવો માટે તેનું સુવિશુદ્ધ પાલન શકય પણ દેખાતું નથી. અણિશુદ્ધ પાલનની ભાવના તેમજ પ્રયત્ન હોવા છતાં ક્ષણે ક્ષણે વ્રતમાં દૂષણો લાગ્યા કરે છે. તો શું આવા અતિચાર પ્રચુર (દોષબહુલ) વ્રતોથી મોક્ષ મળી શકે ? આ મારા મનની એક મોટી મૂંઝવણ હતી. આ મૂંઝવણનો અંત Page #12 -------------------------------------------------------------------------- ________________ લાવવા જ પ્રભુની અગમ્ય કૃપાએ જ મને પંચવસ્તુ ગ્રંથ જોવાની ભાવના જગાડી. અમો સર્વે સાથે મળી આ ગ્રંથ જોતાં હતા. તેમાં વ્રતોના વર્ણન વખતે એક શિષ્યએ મારા જેવી જ મૂંઝવણ વ્યક્ત કરી. સમર્થ શાસ્ત્રકાર પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે ત્યાં એક ખૂબ સુંદર સૂલઝણ આપી. તેઓનું કહેવું હતું કે, આમ તો ઘણાં અતિચારવાળું વ્રત મોક્ષ આપવા સમર્થ નથી બનતું; તો પણ જો સુવિશુદ્ધ વ્રત પાળવાની અંતરની ભાવના હોય, તે માટે યથાશક્તિ અને યથામતિ પ્રયત્ન ચાલુ હોય, છતાં પણ જ્યારે પ્રમાદાદિ કુસંસ્કારોને કારણે કોઈ દોષ લાગી જાય તો સાધક અંતરના તીવ્ર પશ્ચાત્તાપપૂર્વક તેને દૂર કરી પુનઃ વ્રતને સુવિશુદ્ધ બનાવી શકે છે. સાધકની આવી ભાવના હોય, તો તે વ્રતસંબંધી થયેલા દોષોનું સમ્યફ પ્રકારે આલોચન કરે, આત્મસાક્ષીએ પુનઃ પુનઃ તે દોષની નિંદા કરે, સરળભાવે ગુરુભગવંત સમક્ષ તે પાપની ગહ કરે અને તેના પ્રાયશ્ચિત રૂપે જ પ્રતિક્રમણની પ્રક્રિયા કરે. આ રીતે સાધક વ્રત સંબંધી અશુદ્ધિઓને દૂર કરી સુવિશુદ્ધ વ્રત પાલન દ્વારા ચોક્કસ પ્રકારે આત્માનો આનંદ માણી શકે છે. “પંચવસ્તુની આ વ્રતશુદ્ધિની વાત વાંચીને, વર્ષોની મૂંઝવણનો અંત આવતાં મારું મન નાચી ઊઠયું. આત્માને કોઈ નવીન જ આનંદની અનુભૂતિ થઈ અને જૈન શાસન પર હૈયુ ઓવારી ગયું. જૈન શાસ્ત્રોની કેવી મહાનતા કે તેમણે આત્મ કલ્યાણ અર્થે માત્ર વ્રત-નિયમો દર્શાવ્યા તેમ નહિ. પરંતુ છદ્મસ્થપણાને કારણે સતત દોષોથી મલિન બનતાં વ્રતોને શુદ્ધ કરવા માટે પ્રતિક્રમણ જેવો વ્રતશુદ્ધિનો માર્ગ પણ બતાવ્યો છે. સાચે માર્ગદતા અરિહંતની આ જ તો કરુણા છે. આ કરુણાના સ્રોતમાંથી જ “વંદિત્ત સૂત્રનું પ્રગટીકરણ થયું હોય તેમ લાગે છે. પરમ કૃપાળુ પરમાત્માની વાણીને ગણધર ભગવંતોએ સૂત્રબદ્ધ કરી. શ્રતધરોની ઉજળી પરંપરા દ્વારા આ સૂત્ર તો આપણને સાંપડ્યું, પરંતુ તેના એક-એક શબ્દ પાછળ છુપાયેલા ઊંડા ભાવો સુધી પહોંચવાનું કામ સહેલું ન હતું. આ સૂત્ર ઉપર સંસ્કૃત ભાષામાં રચાયેલ અનેક ટીકા ગ્રંથોના સહારે આ ભાવોને પામવા અને અનેક જિજ્ઞાસુઓને તે ભાવ સુધી પહોંચાડવા આ પુસ્તકના માધ્યમે મેં યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. તેમ કરવામાં મને નામી-અનામી અનેક લોકોનો સહકાર મળ્યો છે. આ અવસરે તે સર્વના ઉપકારોની સ્મૃતિ તાજી થાય છે. - સૌ પ્રથમ ઉપકાર તો ગણધર ભગવંતોનો કે જેમણે આપણા જેવા અલ્પમતિ જીવો માટે ગૂઢ રહસ્યોથી ભરેલા સૂત્રો બનાવ્યા. ત્યાર પછીનો ઉપકાર છે પૂર્વાચાર્યોનો કે જેમણે આ સૂત્રોના રહસ્યો સુધી પહોંચવા તેના ઉપર અનેક ટીકા ગ્રંથો બનાવ્યા. આ Page #13 -------------------------------------------------------------------------- ________________ 12 થઈ પરોક્ષ ઉપકારની વાત, પ્રત્યક્ષ ઉપકારમાં સૌથી પ્રથમ ઉપકાર છે ધર્મપિતા તુલ્ય (સંસારી પક્ષે મારા મામા) વર્ધમાન તપોનિધિ પ.પૂ. ગુણયશસૂરીશ્વરજી મહારાજાનો જેમને મને ધર્મના માર્ગે વાળી અને વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો ભેટો કરાવ્યો. તેઓશ્રીનો સુયોગ સાંપડતા મારા જીવનમાં વૈરાગ્યના અંકુરા ફૂટયા અને સંસારનો ત્યાગ કરી હું સંયમ માટે સજ્જ બની. અહીં સુધી પહોંચાડનાર તે મહાપુરુષોના ઉપકારને તો હું ક્યારેય ભૂલી શકું તેમ નથી. પત્થર પર ટાંકણા મારી શિલ્પિ જેમ અનેક સ્થાપત્યો તૈયાર કરે છે, તેમ ટકોરના ટાંકણાથી મારા જીવનને ઘડવાનું કાર્ય મારા પરમોપકારી ગુરુદેવ પ.પૂ. ચંદ્રાનનાશ્રીજી મ.સા. એ કર્યું. તેમને સંયમ જીવન જીવતાં તો શીખવાડ્યું જ, પણ સાથે સાથે સંયમને સમુજ્વળ બનાવવા સતત શાસ્ત્રાભ્યાસ કરવાની પ્રેરણા અને સગવડો પણ આપી. આજે જીવનમાં જે કાંઈ યત્કિંચિત સારું જોવા મળે છે તે તેમની પ્રેરણારૂપ સિંચનનું ફળ છે. આ તેમના ઉપકારનો બદલો તો હું ક્યારેય વાળી શકું તેમ નથી. આ સૂત્રના ઊંડાણ સુધી પહોંચવામાં, વ્રતોની સૂક્ષ્મ સમજ આપવામાં અને શંકાઓનું સમાધાન કરી આપવામાં મને પંડિતવર્ય સુ.શ્રા. પ્રવીણભાઈ મોતાની ખૂબ સારી સહાય પ્રાપ્ત થઈ છે. અવસરે અવસરે શ્રૃતમાં સહાય કરનાર તેમનો ઉપકાર પણ ક્યાંય વિસરાય તેવો નથી. આ પુસ્તકનું સાદ્યંત લખાણ થયા પછી તેમાં આલેખાયેલ પદાર્થોની શાસ્ત્રાનુસારીતા તપાસી આપવા મેં સન્માર્ગદર્શક ૫.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજને વિનંતી કરી. અનેકવિધ શાસનરક્ષા અને પ્રભાવનાના કાર્યમાં વ્યસ્ત હોવાને કારણે તેઓ આ કાર્યને શીઘ્ર હાથમાં લઈ શક્યા નહિ. પરંતુ છેલ્લે છેલ્લે વિહારના શ્રમની વચ્ચે પણ તેમને શબ્દશઃ લખાણ તપાસી આપ્યું. હિંસાનું સ્વરૂપ, કષાયોનો વિવેક આદિ અનેક વિષયોનું તેમને વિસ્તૃતિકરણ કરવા સૂચવ્યું. જેના પરિણામે આ લખાણમાં ઘણી સૂક્ષ્મતા આવી છે. પરાર્થ પરાયણ પંન્યાસપ્રવર પ.પૂ.ભવ્યદર્શન વિજય મ.સા.એ આ અગાઉ સૂત્ર સંવેદના ભાગ-૨ જોઈ આપ્યો હતો. જેના લીધે ઘણી ઘણી ભાષાકીય ભૂલો સુધારી શકાઈ અને પદાર્થની સચોટતા પણ આવી શકી. તેથી આ ભાગ પણ તેઓ જોઈ આપે તેવી મારી અંતરની ભાવના હતી. તેઓશ્રીએ તેને સહર્ષ સ્વીકારી આખું લખાણ ઝીણવટથી તપાસી આપ્યું. આ સિવાય પૂ. હર્ષવર્ધન વિજય મ.સા. તથા પૂ.સંયમકીર્તિ વિજય મ.સા. પાસેથી પણ લખાણ સંબંધી ઘણા સૂચનો પ્રાપ્ત થયા છે. તેઓનો આત્મીયભાવ પણ એક પ્રેરક તત્ત્વ બની રહ્યું. Page #14 -------------------------------------------------------------------------- ________________ 13 નાદુરસ્ત તબિયતમાં પણ પ.પૂ. રોહિણાશ્રીજી મ.સા.ના સમુદાયના પૂ. ચંદનબાલાશ્રીજી મ.સાહેબે પણ મને ઘણીવાર પ્રેરણા અને પ્રુફરીડીંગના કાર્યમાં સારી એવી સહાય કરી છે. વિશિષ્ટ ક્ષયોપશમવાળી વ્યક્તિ માટે લખાણનું કાર્ય ઘણું સહેલું હોય છે. તેઓ તો લેખીની લઈને બેસે અને સુંદર લેખો આલેખી શકે છે, પરંતુ ક્ષયોપશમના અભાવના કારણે મારા માટે આ કાર્ય સહેલું ન હતું. અંતરમાં ભાવોના ઝરા તો સતત ફૂટ્યા કરે પરંતુ મારા ભાષાકીય જ્ઞાનની મર્યાદાને કારણે આ ભાવોને શબ્દમાં ઢાળવાનું કામ મારા માટે ઘણું કપરું હતું તો પણ જિજ્ઞાસુ સાધ્વીજી ભગવંતોની સહાયથી અને ભાવુક બેનોની સતત માંગથી અને ભાવુક બેનોની સતત માંગથી યથાશક્તિ મેં લખાણ કરવા યત્ન કર્યો છે. પૂર્વે હું જણાવી ચૂકી છું કે આ પુસ્તકમાં જણાવેલા ભાવો પૂર્ણ નથી. ગણધર રચિત સૂત્રના અનંતા ભાવોને સમજવાની પણ મારી શક્તિ નથી તો લખવાની તો શું વાત કરું. તો પણ શાસ્ત્રના સહારે હું જેટલા ભાવોને જાણી શકી છું, તેમાંના કેટલાક ભાવોને સરળ ભાષામાં આ પુસ્તકમાં સુબદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. જ્ઞાનની અપૂર્ણતા અને અભિવ્યક્તિની અનિપુણતાને કારણે મારું આ લખાણ સાવ ક્ષતિ મુક્ત કે સર્વને સ્પર્શે તેવું જ હશે, તેવો તો હું દાવો કરી શકું તેમ નથી. તો પણ એટલું તો જરૂર કહીશ કે આમાં આલેખાયેલા ભાવોને હૃદયસ્થ કરી જેઓ પ્રતિક્રમણની ક્રિયા કરશે તેનું પ્રતિક્રમણ પૂર્વ કરતાં સારું તો થશે જ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કે સૂત્રકારના આશય વિરુદ્ધ જે કાંઈ લખાયું હોય તે માટે હું ‘મિથ્યા દુષ્કૃત' માંગુ છું. સાથે જ અનુભવી બહુશ્રુતોને પ્રાર્થના કરું છું કે તેમની દૃષ્ટિમાં જે કોઈ ક્ષતિ દેખાય તે વિના સંકોચે મને જણાવે. પ્રાંતે મારી એક અંતરની ભાવના વ્યક્ત કરું કે આપણે સૌ આ પુસ્તકના માધ્યમે માત્ર પ્રતિક્રમણના અર્થની વિચારણા કરવામાં પર્યાપ્તિનો અનુભવ ન કરીએ, પણ તેના દ્વારા અનાદિકાળથી ઘર કરી ગયેલી પાપવૃત્તિનો કુસંસ્કારોનો નાશ કરી શીઘ્ર આત્મ કલ્યાણ સાધીએ. ભા. સુ. ૧૪ ૨૦૬૨ તા. ૭-૯-૨૦૦૬ ૪૬, વસંતકુંજ સો. અમદાવાદ. પરમ વિદૂષી ૫.પૂ. ચંદ્રાનનાશ્રીજી મ.સા.ના શિષ્યા સા. પ્રશમિતાશ્રીજી Page #15 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ૩૧ ૯. ચાસ્ટિાચાર ૩૫ અનુક્રમણિકા ક્રમ વિષય પાના ન. ક્રમ વિષય પાના ન.. A ભૂમિકા ૧-૧૪ ૮. દર્શનાચાર ૬૪-૭૨ B વંદિતુ ૧૫-૨૫૮ ગાથા-પ આમને નિજાનો૧૪-૧૭ ૧. સૂત્ર પરિચય ૧૫ • સમ્યગ્રદર્શનના ત્રણ બાહ્ય ૨. ગાથાનો ક્રમ અતિચાર : ૯૪ ૩. મૂળ સૂત્ર ગાથા-૯ સંશા વિઝિ૦૧૮-૭ર ૪. ગાથા-વંકિg૦ ૨૫-૩૩ • સમ્યગુદર્શનના પાંચ • મંગલાચરણ શા માટે? અંતરંગ અતિચાર ૬૮ • વિનોના પ્રકારો • ચિત્તવૃત્તિનું ઘડતર • પંચ પરમેષ્ઠીને વંદના • શ્રાવકનો ધર્મ • શ્રાવક ધર્મના અતિચારો - ' ગાથા-૭ છાસના • અનુબંધ ચતુષ્ટય. • ચારિત્રાચાર વિષયક અતિચાર ૭૪ ૫. ગાથા-૨ નો વધ્યારૂગારો૩૪-૪૦ ગાથા-૮ પંચMમgવવા. ૭૭. • અતિચારનું સ્વરૂપ . • બાર વ્રતોના અતિચારોનું • નિંદાનું સ્વરૂપ સામાન્યથી પ્રતિક્રમણ ૭૭ • ગર્તાનું સ્વરૂપ ૩૮] ૧૦. પાંચ અણુવ્રતોના અતિચારોનું ૮૦ ૬. ગાથા-રવિ પરિવાદમી૪૦-૫૦ પ્રતિક્રમણ • આરંભ, સમારંભ અને ૪૨ પહેલું વ્રત ૮૦-૯૩ સંરંભ એટલે શું? ગાથા-૯ પઢને માત્રયી • સ્વરૂપ હિંસા • હિંસાના પ્રકાર ૮૧ • હેતુ હિંસા • ભાવ હિંસાથી બચવાના ઉપાયો ૮૨ • અનુબંધ હિંસા • અનુમોદનાના ત્રણ પ્રકારો • વ્રતની પ્રતિજ્ઞા ૪૯ • ચિત્તવૃત્તિનું ઘડતર • સવા વસાની દયા • પ્રમાદના પ્રકારો ગાથા-૪ માં બ્રિતિહિં, • વ્રત પાલનનું ફળ • પ્રશસ્ત પ્રવૃત્તિ અને ગાથા-૧૦ વદ-સંપ-છવિ છેeo અપ્રશસ્ત પ્રવૃત્તિ • પ્રથમ વ્રતના અતિચાર ૮૯ • પ્રશસ્ત કષાય અને • ચિત્તવૃત્તિનું ઘડતર ૯૨ અપ્રશસ્ત કષાય ૧૪-૧૦૪ • અપ્રશસ્ત યોગનું પ્રતિક્રમણ ઉ૧) ગાથા-૧૧ વી ગgવામી ૯૪ ૪૩ ૫o | ૭. જ્ઞાનાચાર ૫૮ ૧૧. બીજ વ્રત Page #16 -------------------------------------------------------------------------- ________________ • બીજા વ્રતનું સ્વરૂપ • વ્રતધારીની ભાષા ૧૩. • બીજા વ્રતની પ્રતિજ્ઞા ♦ મોટાં જૂઠાણાં ગાથા-૧૨ સહસા-દસવારે ૯૯ • બીજા વ્રતના પાંચ અતિચારો ૧૦૦ ચિત્તવૃત્તિનું ઘડતર ૧૦૩ • ૧૨. ત્રીજું વ્રત • ચોથું વ્રત ગાથા-૧૩ તફ અનુવ્વયમ્મી ત્રીજા વ્રતનું સ્વરૂપ • ચાર પ્રકારનું અદત્ત ગાથા-૧૪ તેનાહક-પ્પોને • ત્રીજા વ્રતના અતિચારો • ચિત્તવૃત્તિનું ઘડતર ગાથા-૧૫ ૨૭થે અનુવ્વયમ્મી બ્રહ્મચર્યનું સ્વરૂપ • - બ્રહ્મચર્ય પાલનનું ફળ તેમજ અબ્રહ્મથી નુકસાન · ૧૦૫-૧૧૨ ૧૪. પાંચમું વ્રત ૐ ” છુ 62 ૧૧૩-૧૨૨ ૧૦૭ ૧૦૮ ગાથા-૧૭ અપરિ—ત્તિ-ફત્તર૦ ૧૧૭ એથા વ્રતના અતિચારો ૧૧૭ ચિત્તવૃત્તિનું ઘડતર ૧૨૧ ગાથા-૧૭ ડ્તો અનુવ્વત્ પંચામ ♦ પાંચમા વ્રતનું સ્વરૂપ • વ્રત-પાલનનું ફળ ગાથા-૧૮ થળ-ધન-વિત-વત્સૂ • પાંચમા વ્રતના અતિચારો ૧૦૯ ૧૧૧ ૧૧૪ • ૧૧૩ . ૧૫. ત્રણ ગુણવ્રતોના અતિચારોનું પ્રતિક્રમણ છઠ્ઠું વ્રત ગાથા-૧૯ માં ૩ પત્તિમાળે ૧૨૩૧૨૯ ૧૨૫ ૧૨૭ ૧૨૮ ૧૩૦ ૧૩૦-૧૩૪ • પ્રથમ ગુણવ્રતનું સ્વરૂપ • પ્રથમ ગુણવ્રતના અતિચારો ૧૬. સાતમું વ્રત · ૧૭. આઠમું વ્રત ગાથા-૨૦ મમ્મિ ગ મંમિ ૦ • બીજા ગુણવ્રતનું સ્વરૂપ ૧૩૭ • ભોગ-ઉપભોગનીદુઃખકારિતા ૧૩૭ • વ્રતધારીના આચારો ૧૩૯ ૦૨૨ અભક્ષ્ય ૧૪૦ ૦૩૨ અનંતકાય ૧૪૧ • અવિરતિના અઢળક પાપમાંથી ૧૪૪ બચવા માટેના ચૌદ નિયમો ૧૪૭ ચિત્તવૃત્તિનું ઘડતર ગાથા-૨૧ સન્ધિને ડિન- ૧૪૭ ગાથા-૨૨-૨૩ફારી-વળ-સાડી ૧૫૦ • વાણિજ્ય સંબંધી અતિચારો ૧૫૦ • કર્માદાનના ધંધા ૧૫૧ ગાથા-૨૪ સત્યળિ-મુસળ-ખંતlo • ત્રીજા ગુણવ્રતનું સ્વરૂપ • ચાર પ્રકારનો અનર્થદંડ · • 15 ૧૩૫-૧૫૪ આર્તધ્યાનનું સ્વરૂપ રોદ્ર ધ્યાનનું સ્વરૂપ ૧૩૧ ૧૩૨ ૧૫૭ ૧૫૭ ૧૫૮ ૧૫૯ ૧૭૨ ગાથા-૨૫ જ્ઞાશુટ્ટા-વન્ન૧૦ • ગાથા-૨૭ તપે (Fro ♦ ત્રીજા ગુણવ્રત સંબંધી અતિચારો ૧૯૭ ૧૭૭ ૧૫૫-૧૬૯ ૧૮. ચારશિક્ષાવ્રતના અતિચારોનું પ્રતિક્રમણ નવમું વ્રત ગાથા-૨૭ તિવિદે दुप्पणिहाणे० ♦ પ્રથમ શિક્ષા વ્રતનું સ્વરૂપ ૧૭૦ → ‘સામાયિક' શબ્દનો અર્થ ૧૭૧ ♦ પ્રથમ શિક્ષા વ્રત સંબંધી અતિચારો ૧૭૨ ૧૭૦-૧૭૪ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૯. દશમુંદ્રત ૧૭૫-૧૭૯) ૨૩. સામાન્યથી સર્વ પાપોનું પ્રતિક્રમણ ગાથા-૨૮ માખવો પેસવો | ગાથા-૩૪ ણ શરમાઇ ૨૦૯ • બીજા શિક્ષા વ્રતનું સ્વરૂપ ૧૭૭ • સર્વવ્રતના અતિચારોનું મનથી, ૨૦૯ • “દેશાવકાશિક' શબ્દનો અર્થ ૧૭૦ વચનથી, કાયાથી પ્રતિક્રમણ • બીજા શિક્ષા વ્રતના અતિચારો ૧૭૭ ૨૪. શુભ-અશુભકિયાઓ સંબંધી ૨૦. અગ્યારમુંવત ૧૮૦–૧૮૭ અતિચારોનું પ્રતિક્રમણ ર૧૧-૧પ ગાથા-૩પ વંલા-વાય-fસવરdr. ગાથા-૨૯ સંથારૂારવિહી. • વંદન ક્રિયામાં લાગેલ ૨૧૧ • ત્રીજા શિક્ષા વ્રતનું સ્વરૂપ ૧૮૧ દોષનું પ્રતિક્રમણ • “પૌષધ' શબ્દનો અર્થ ૧૮૧ બાર વ્રત તથા નાના-મોટા • પૌષધના ચાર પ્રકાર ૧૮૨ નિયમો વિષયક • ત્રીજા શિક્ષા વ્રતના અતિચારો ૧૮૪ અતિચારોનું પ્રતિક્રમણ ૨૧૨ ૨૧. બારમુંવત ૧૮૮-૧૪ . • ગ્રહણ શિક્ષા અને આસેવન , ગાથા-૩૦ સભ્ય નિરિકavo | શિલા વિષયક અતિચારોનું • ચોથા શિક્ષા વ્રતનું સ્વરૂપ ૧૮૮ પ્રતિક્રમણ ૨૧૨ • ચોથા શિક્ષા વ્રતના અતિચારો ૧૮૮ • ત્રણ પ્રકારના ગારવના. ગાથા-૩૧ સુવુિં ન હિ મ ૦૧૯૪ | વિષયમાં લાગેલ દોષોનું • બારમા વ્રતના અતિચારો ૧૯૪ ' પ્રતિક્રમણ • દાનના પાંચ પ્રકાર ૧૯૬ • સંશાના ચાર પ્રકારો અને તે ગાથા-૩૨ સાહૂ સંવિમા ૧૯૯ વિષયક દોષોનું પ્રતિક્રમણ ર૧૪ • બારમા અતિથિ સંવિભાગ દ્રત ૧૯૯ • ચાર પ્રકારના કષાયો અને તે સંબંધિઅતિચારોનું પ્રતિક્રમણ || વિષયક દોષોનું પ્રતિકમણ ૨૧૪ • ચરણ સિત્તરી ૨૦૦ • ત્રણ પ્રકારના દંડ અને તે • કરણ સિત્તરી ૨૦૦ વિષયક દોષોનું પ્રતિક્રમણ ૨૧૪ • ચિત્તવૃત્તિનું ઘડતર | ૨૫. પ્રતિક્રમણ કરવાથી ૨૨. સંખના વ્રત. ૨૦૩-૨૦૯ ફાયદો શું? ૨૧-૨૧૮ ગાથા-૩૩ -જો પરો ૨૦૩ ગાથા-૩૬ સમ્મતિદિનીવો. • “સંલેખના' શબ્દનો અર્થ ૨૦૪ • સમ્યગ્દષ્ટિ જીવની • ચિત્તવૃત્તિનું ઘડતર આંતરિક પરિણતી. • અંત સમયની તૈયારી ર૦૭ ગાથા-૩૭ સંધિ • શ્રુત ભાવના, તપ ભાવના, सपडिक्रमण ૨૧૯-૨૨૦ સત્ત્વ ભાવના, બળ ભાવના ૨૦૮ | • અલ્પ પણ કર્મ બંધનો નાશ શ્રાવક કઈ રીતે કરે? ૨૧૯ ૨૧૩ ર0 ૨૧૭ ૨૦૭ Page #18 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૮ નન્હા વિસ કાયં૦ ૨૨૧ ♦ પાપનાશ કરવાના વિષયમાં દૃષ્ટાંત ગાથા-૩૯ एवं अट्ठविहं कम्म •દષ્ટાંતનો ઉપનય ૭ ભાવ શ્રાવકના ક્રિયાગત ૬ ગુણો ૨૬.‘પ્રતિક્રમણ’ ૨૨૨-૨૨૮ ૨૨૨ ગાથા-૪૦ વવાવો વિ મજુસ્સો૦ ૨૨૮-૨૩૦ ♦ પાપકર્મનો નાશ થયા પછીની શ્રાવકની માનસિક સ્થિતિ ૨૨૮ આવશ્યકનો મહિમા ગાથા-૪૧ આંવાળ પ્ર૦ ♦ ‘આવશ્યક’ શબ્દનો અર્થ ♦ સામાયિક, ચવિસત્યો, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પચ્ચક્ખાણનું સ્વરૂપ. ૨૨૧ ૨૭. વિસ્મૃત થયેલ અતિચારોનું ૨૮. ઉપસંહારની ધર્મારાધના ગાથા-૪૩ તક્ષ થમસ ૨૨૪ ૨૩૧-૨૩૬ ૨૩૧ ૨૩૨ પ્રતિક્રમણ ગાથા-૪૨ આજોબળ વવિજ્ઞા • ‘આલોચના’ શબ્દનો અર્થ. ૨૩૬ ૨૩૬ ૨૩૮ केवलिपन्त्रतस्स । • ચોવીસે જિનને વંદના. ગાથા-૪૪ ખાવંતિ વેગડું ♦ શાશ્વતા-અશાશ્વતા સ્થાપના ૨૪૧ જિનને વંદના. ગાથા-૪૫ નાવંત છે વિ સાદૂ • સર્વ સાધુ ભગવંતોને વંદના ૨૪૨ • ચોવીસ જિનના ગુણ-સ્મરણ, ૨૯. શ્રાવકની શુભ ભાવની અભિલાષા ગાથા-૪૭ ૨૪૩-૨૪૭ मम मंगलमरिहंता० • ‘સમાધિ’ શબ્દનો અર્થ 117 જાપ વગેરેનો અચિન્ત્ય પ્રભાવ ૨૪૪ ગાથા-૪૭ ૩૧. સર્વ જીવો પ્રત્યે ૨૩૯ ૨૩૯ ૩૦. ચાર દોષોને કારણે પ્રતિક્રમણ ૨૫૦-૨૫૩ ગાથા-૪૮ પકિસિદ્ઘાળું રળે ૦ ૨૫૦ ૩૨. અંતિમ મંગલ ૨૪૭-૨૫૦ ૨૪૮ મૈત્રીનો પરિણામ ગાથા-૪૯ સ્વામેમિ સવ્વનીને સર્વ જીવોના હિતની ભાવના ૨૫૪ • ૨૫૩-૨૫૬ ગાથા-૫૦ માં આજો • ત્રણ પ્રકારના મંગલનું ફળ ૨૫૭-૨૫૮ ૨૫૬ ૨૫૮ Page #19 -------------------------------------------------------------------------- ________________ 18 ગ્રંથ અષ્ટક પ્રકરણની ટીકા આવશ્યક નિર્યુક્તિ હારિભદ્રીય ટીકા અભક્ષ્ય અનંતકાય વિચાર અધ્યાત્મસાર ઇન્દ્રિયપરાજય શતક ઉપદેશમાલા ઉત્તરાધ્યયન પંચાશક પ્રબોધટીકા ભાષા સમિતિ સજ્ઝાય દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા દશવૈકાલિક દોઢસો ગાથાનું સ્તવન ધર્મસંગ્રહ ધર્મરત્ન પ્રકરણ નવપદ પ્રકરણ નવતત્ત્વ પ્રકરણ નવપદની પૂજા યોગશાસ્ત્ર યોગશતક લલિત વિસ્તરા વિશેષાવશ્યક ભાષ્ય વારૂવૃત્તિ શાન્ત સુધારસ સમવાયાંગ સૂત્ર ટીકા સૂયગડાંગ સૂત્ર ટીકા સંબોધ પ્રકરણ સંબોધિસત્તરી સવાસો ગાથાનું સ્તવન સાડા ત્રણ સો ગાથાનું સ્તવન શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર અર્થ દીપિકા શ્રાવકોના અતિચાર હિતોપદેશ બારવ્રત સંબંધી વિવિધ પુસ્તકો બૃહદ્કલ્પવૃત્તિ તત્ત્વાર્થાધિગમ સૂત્ર સંદર્ભ ગ્રંથ સૂચિ ગ્રંથ કર્તા પૂ. હરિભદ્રસૂરિજી - પૂ. મુનિચંદ્રસૂરિ પૂ. હરિભદ્રસૂરિજી ` પ્રભુદાસ બેચરદાસ મહોપાધ્યાય શ્રી યશો વિ. મ. ચિરંતનાચાર્ય પૂ. ધર્મદાસ ગણી શ્રી સુધર્માસ્વામી પૂ. હરિભદ્રસૂરિજી પૂ. મહો શ્રી યશો વિ.મ. પૂ. રૂપ વિજયજી વિવિધ મુનિવરો પૂ. મહો શ્રી યશો વિ. મ. પૂ. શય્યભવસૂરીશ્વરજી પૂ. મહોપાધ્યાય શ્રી યશો વિ. મ. પૂ. મહો. શ્રી માનવિજયજી પૂ. શાંતિસૂરિજી પૂ. શ્રી યશોદેવ ઉપાધ્યાય પૂર્વાચાર્ય પૂ. પદ્મવિજયજી પૂ. હેમચંદ્રસૂરિજી પૂ. હરિભદ્રસૂરિજી પૂ. હરિભદ્રસૂરિજી પૂ. જિનદાસ ગણી પૂ. શ્રી દેવેન્દ્રસૂરિજી પૂ. વિનય વિજયજી મ.સા. પૂ. અભયદેવ સૂરિજી પૂ. શીલાંકાસૂરિજી પૂ. હરિભદ્રસૂરિજી પૂ. રત્નશેખરસૂરિજી પૂ. મહોપાધ્યાય શ્રી યશો વિ. મ. પૂ. મહોપાધ્યાય શ્રી યશો વિ. મ. પૂ. રત્નશેખરસૂરિજી પૂર્વાચાર્ય પૂ. પ્રભાનંદ સૂરિજી પૂ.આ. નયવર્ધન સૂરિજી પૂ. ગ. યુગભૂષણ વિજયજી પૂ. આ. મિત્રાનંદ સૂરિજી પૂ. ભદ્રબાહુસ્વામી પૂ. ઉમાસ્વાતિજી મ.સા. Page #20 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર સંવેદના આવશ્યકક્રિયાના સૂત્રો ભાવગ્રાહી વિવેચન સાથે ભાગ – ૪ – વંદિત્તુ સૂત્ર www . Page #21 --------------------------------------------------------------------------  Page #22 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા सर्वत्र सर्वस्य सदा प्रवृत्तिः, दुःखस्य नाशाय सुखस्य हेतोः । तथापि दुःखं न विनाशमेति, सुखं न कस्यापि भजेत् स्थिरत्वम् ।।१६।। હૃદયપ્રદીપ આ સંસારમાં સર્વ જીવો દુઃખથી મુક્ત થવા અને સુખને પ્રાપ્ત કરવા ઇચ્છે છે અને તે માટે પ્રયત્નશીલ પણ રહે છે; તો પણ આશ્ચર્યની વાત એ છે કે જગવર્તી કોઈપણ જીવો સંપૂર્ણ દુઃખમુક્ત થતાં નથી અને સંપૂર્ણ સુખ પામતા નથી. આનું કારણ એક જ છે કે તેઓ દુઃખમાંથી મુક્ત થવા મનઘડંત ઉપાયો અજમાવે છે, પણ જ્ઞાનીપુરુષોએ કહેલ દુઃખના મૂળ કારણને શોધી તેનાથી દૂર થવાનો પ્રયત્ન કર્તા નથી. શાસ્ત્રકારો કહે છે, દુઃખનું મૂળ કારણ છે ભૌતિક સુખનો રાગ અને ભૌતિક દુ:ખનો દ્વેષ. ભૌતિક સુખને મેળવવા સંસારી જીવો હિંસા, જૂઠ આદિ સ્વ-પરને દુઃખદાયી પાપકાર્યો આચરે છે, પરિણામે અનેક કુકર્મો બાંધી દુઃખી થાય છે. આથી જેને દુઃખથી મુક્ત થવું હોય તેણે આ રાગ-દ્વેષના ભાવોને ઘટાડવા જોઈએ. રાગાદિભાવોને ઘટાડી પાપકાર્યોથી પાછા ફરવા માટે જૈનશાસનમાં પ્રતિક્રમણની એક સુંદર ક્રિયા બતાવી છે. ભાવપૂર્વક કરાતી આ ક્રિયા પાપકર્મોને અને પાપ કરાવે તેવા જીવના કુસંસ્કારોને ખતમ કરી, આત્માને નિર્મળ કરે છે. આ કારણથી પ્રતિક્રમણની ક્રિયા એક આધ્યાત્મિક સ્નાનતુલ્ય બની જાય છે. આરોગ્યશાસ્ત્રની દૃષ્ટિએ યોગ્ય રીતે કરાયેલું શરીરસ્નાન મેલ દૂર કરે છે, શરીરમાં તાજગી પ્રગટાવે છે અને રોગોની સંભાવનાઓ ઘટાડે છે. તેમ ભાવપૂર્વક કરાયેલું પ્રતિક્રમણ આત્મા ઉપર છવાયેલી કર્મ૨જને દૂર કરે છે, સાથોસાથ આત્મામાં નવી જ સ્ફૂર્તિ અને ઊર્જા પ્રગટાવે છે અને ચિત્તમાંથી હિંસા, જૂઠ, છળ, કપટ, નિંદા, રાગ-દ્વેષ આદિ રોગોની સંભાવના ઘટાડે છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ આ વાત સત્ય હોવા છતાં પણ રોજ પ્રતિક્રમણ કરનાર વર્ગમાં પણ આવું દેખાતું નથી; તેનું કારણ એ છે કે આજે પ્રતિક્રમણ કરનારો વર્ગ છે, પરંતુ પ્રતિક્રમણના પરમાર્થને સમજીને ભાવપૂર્વક પ્રતિક્રમણ કરનાર વર્ગ અતિઅલ્પ છે. દોષોને દૂર કરી ગુણોને પ્રાપ્ત કરવા જેણે પ્રતિક્રમણ કરવું હોય તેણે આ ક્રિયા કઈ મુદ્રામાં બેસીને કરવી, તેમાં આવતાં સૂત્રોનું ઉચ્ચારણ કઈ રીતે કરવું, તથા સૂત્રના ભાવોને કઈ રીતે સ્પર્શવા અને ભાવો દ્વારા દોષોનો નાશ કરી ગુણોને કઈ રીતે પ્રગટાવવા તે ખાસ સમજવું જોઈએ. આ સર્વ વિગતોને સમજીને જો આ ક્રિયા કરવામાં આવે, તો આ ક્રિયા ભાવસભર બને છે, અને ભાવપૂર્વક કરાયેલી આ ક્રિયા સર્વ પાપકર્મો અને પાપની વૃત્તિઓનો નાશ કરી આત્માને શુદ્ધ બનાવી શકે છે. માનવશરીરમાં જેટલું મહત્ત્વ હૃદયનું છે, તેટલું મહત્ત્વ ક્રિયામાં ભાવનું છે. ભાવ વિનાની ક્રિયા નિષ્પ્રાણ કલેવર જેવી બની જાય છે. આથી જ પ્રતિક્રમણની ક્રિયાને ભાવસભર બનાવવા માટે સૌ પ્રથમ પ્રતિક્રમણ શું છે ? તેના અધિકારી કોણ છે ? વગેરે વિગો વિચારીએ. પ્રતિક્રમણ એટલે શું ? “પ્રતિ” એટલું પાછું અને “ક્રમણ” એટલે વળવું. પાછા ફરવાની ક્રિયાને પ્રતિક્રમણ કહેવાય છે. પાછા ફરવાની ક્રિયા ઘણા પ્રકારની હોય છે, પરંતુ પ્રસ્તુતમાં પ્રમાદાદિ દોષોને કારણે હિંસા, અસત્ય, ચોરી આદિ પાપસ્થાન તરફ ઢળેલા આત્માને તે માર્ગેથી પાછો વાળી, જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ પોતાના મૂળ સ્થાનમાં લાવવાની ક્રિયાને પ્રતિક્રમણ' કહેવાય છે; અથવા વિષય-કષાયને આધીન બની પોતાની વ્રત-નિયમની મર્યાદા ચૂકી જવી, કે પોતાની ભૂમિકાને ભૂલી જઈ જે આચરણ કરવું, તે અતિક્રમણ છે. આ અતિક્રમણથી પાછા વળવું તે પ્રતિક્રમણ છે; અથવા પાપકાર્યોની નિંદા, ગહ અને આલોચના કરીને નિઃશલ્ય થયેલા આત્માને મોક્ષફળ પ્રાપ્ત કરાવનાર શુભયોગોમાં પુનઃપુનઃ પ્રવર્તાવવો તેનું નામ પ્રતિક્રમણ છે. ટૂંકમાં આત્માને પોતાના સુવિશુદ્ધ ભાવમાં લાવવાની પ્રવૃત્તિ તે પ્રતિક્રમણ છે. 1. स्वस्थानाद यत् परस्थानं प्रमादस्य वशाद्गतः તન્નેવ માં મૂવ: પ્રતિમાનુષ્યતે ।।-આવશ્યક નિર્યુક્તિ હારિભદ્રીય ટીકા ગા.૧૨૩૦/૩૧ 2. प्रति प्रति वर्तनं वा शुभेषु योगेषु मोक्षफलेषु । નિઃશસ્વસ્થ યતેર્વત્ તદ્દા સેવં પ્રતિમમ્ ।।-આવશ્યક નિર્યુક્તિ હારિભદ્રીય ટીકા ગા.૧૨૩૦/૩૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા આત્માને જે ક્ષણે ભાન થાય કે “પ્રમાદને વશ થઈ હું ભૂલ્યો છું, વિષયકષાયને આધીન થઈ હું ચૂક્યો છું, પરિણામે સુખનો માર્ગ ત્યજી મેં દુઃખનો માર્ગ અપનાવ્યો છે, શુદ્ધિનો વિચાર કર્યા વિના મેં જાતને અશુદ્ધ બનાવી છે, શાંતિસમાધિનો રાહ છોડી મેં અશાંતિ-અસમાધિનો માર્ગ પકડ્યો છે, ચિત્તની સ્વસ્થતાને ત્યજી મેં અસ્વસ્થતાનાં કારણો સ્વીકાર્યા છે;” તે જ ક્ષણે તેનું વલણ બદલાય છે. હિંસાદિ દોષોથી પાછો વળી તે અહિંસક ભાવમાં આવવા યત્ન કરે છે, આત્માની અશુદ્ધિઓને દૂર કરી તે શુદ્ધભાવ તરફ જવા યત્ન કરે છે, ધનાદિની આંધળી દોટ ઉપર અંકુશ મૂકીને સંસારની મોહ-મમતાને ઘટાડવા યત્ન કરે છે; પાપ પ્રવૃત્તિથી નિષ્પાપ પ્રવૃત્તિ તરફ આવવાનો, અશુદ્ધિમાંથી શુદ્ધિ તરફ જવાનો જીવનો જે આ પ્રયત્ન, તે જ વાસ્તવમાં પ્રતિક્રમણ છે. ઉત્સર્ગ અને અપવાદથી પ્રતિક્રમણઃ પ્રતિક્રમણની આ ક્રિયાને ઉત્સર્ગ અને અપવાદની દૃષ્ટિથી પણ વિચારી શકાય. દોષમુક્તિ અને ગુણપ્રાપ્તિની દિશામાં આગળ વધતાં આત્માની એક એવી ભૂમિકાનું સર્જન થાય છે, કે એકવાર જે અશુદ્ધિને પોતે દૂર કરે પુનઃ તેવી જ અશુદ્ધિ તો ન જ થાય, જે પાપનું કે ભૂલનું એકવાર “ મિચ્છા મિ દુક્કડ' આપે તે પાપ કે ભૂલ ફરી ક્યારેય ન જ થાય, વિષય, કષાય અને પ્રમાદ પ્રત્યે પણ એક એવી સાવધાની કેળવાઈ જાય કે સહજતાથી તેનાથી પર થઈ આત્મભાવમાં રહી શકાય. આત્મભાવમાં રહેવાની, સ્વભાવમાં સ્થિર થવાની આ પ્રક્રિયાને શાસ્ત્રકારો ઉત્સર્ગથી પ્રતિક્રમણ કહે છે. આ જ વાતને જણાવતાં મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સીમંધર સ્વામીના ૧૨૫ ગાથાના સ્તવનમાં જણાવ્યું છે કે, મૂળ પદે પડિક્કમણું ભાડું પાપતણું અણકરવું રે..” * મૂળપદ એટલે ઉત્સર્ગ માર્ગ. આ માર્ગથી તો પાપ કરવું જ નહિ તેને પ્રતિક્રમણ કહેવાય છે. કાદવમાં પગ ખરડીને પગ ધોવા કરતાં તો પગને ખરડાવવા જ ન દેવો તે જેમ વધુ સારું છે, તેમ પાપ કરી પુનઃ પુનઃ પ્રતિક્રમણ કરવું, તેના કરતાં તો પાપ કરવું જ નહિ તે જ વધુ સારું છે. ચિત્તવૃત્તિને એવી કેળવવી કે તે પાપકાર્યમાં ક્યાંય જોડાય જ નહિ. આથી જ કહેવાય છે કે પોતાના શુદ્ધભાવમાં, નિષ્પાપભાવમાં સદા રહેવું એ જ ઉત્સર્ગથી પ્રતિક્રમણ છે. ૩. ઉત્સર્ગ માર્ગ એટલે રાજમાર્ગ, સીધો માર્ગ અને અપવાદ માર્ગ એટલે કારશિક માર્ગ, કેડીનો માર્ગ. Page #25 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ - પ્રતિક્રમણની આ પ્રક્રિયા સુગમ (સહેલી) નથી. આ પ્રક્રિયા રાધાવેધ સાધવા જેવી દુષ્કર છે. રાધાવેધને સાધવાની ઘણાની ઇચ્છા હોવા છતાં અર્જુન જેવા કેટલાક સાત્ત્વિક પુરુષો જ તેને સાધી શકે છે. તેમ ઘણા સાધકોની ક્યારેય પાપ ન કરવું પડે તેવું નિષ્પાપ જીવન જીવી, આ ઉત્સર્ગ માર્ગનું પ્રતિક્રમણ કરવાની ભાવના હોવા છતાં કેટલાક અત્યંત સાવધાન બનેલા જીવો જ ઉત્સર્ગ માર્ગનું પ્રતિક્રમણ કરી શકે છે. અન્ય સાધકોની આવી ઇચ્છા હોવા છતાં કર્મની પરાધીનતા, કષાયોની પ્રબળતા અને સત્ત્વની અલ્પતાના કારણે ઘણીવાર ચૂકી જાય છે, અને જે પાપનું પ્રતિક્રમણ કર્યું હોય તે પાપ પણ તેમનાથી પુનઃ પુનઃ સેવાઈ જાય છે. આમ છતાં પાપભીર સાધકને પોતાનાથી થઈ ગયેલી ભૂલ શલ્યની જેમ ખટકે છે, સેવાયેલાં પાપો આંખમાં પડેલા તણખલાની જેમ ખૂંચે છે. પરિણામે તેને પાપથી મુક્ત થવાની ભાવના જાગે છે. પાપથી મુક્ત થવાની આ ભાવનાને સફળ કરવા સાધક દુઃખાદ્ધ હૃદયે ગુરુ ભગવંત સમક્ષ આલોચના, નિંદા અને ગઈ કરી, પાપથી અશુદ્ધ થયેલા આત્માને શુદ્ધ કરવાની જે એક વિશિષ્ટ પ્રક્રિયા કરે છે, તેને જે અપવાદથી પ્રતિક્રમણ કહેવાય છે. ' ' આમ, “પાપ ન કરવું. (અર્થાત્ એકવાર જે પાપનું પ્રતિક્રમણ કર્યું તે પાપ જીવનમાં બીજીવાર થાય જ નહિ, તેવી ચિત્તભૂમિકાને તૈયાર કરવી) તે ઉત્સર્ગથી પ્રતિક્રમણ છે, અને પાપ થઈ ગયા પછી પ્રામાણિકપણે તેનાથી પાછા ફરવાનો પ્રયત્ન કરવો”, તે અપવાદથી પ્રતિક્રમણ કહેવાય છે.' આ સિવાય બાહ્ય રીતે જે પ્રતિક્રમણની ક્રિયા કરાય છે, પણ જેમાં પાપથી શુદ્ધ થવાની કોઈ ભાવના ન હોય, પુનઃ પાપ ન થાય તેવી કોઈ કાળજી લેવાતી ન હોય, પ્રતિક્રમણ કર્યા પછી પણ તે જ રીતે તેવા ને એવા જ ભાવથી પાપો થયા કરતાં હોય, તો તે પ્રતિક્રમણની ક્રિયા પ્રતિક્રમણ નથી, પણ પ્રતિક્રમણાભાસ છે. આવા પ્રતિક્રમણની ક્રિયા માટે પૂ. ભદ્રભાણુસ્વામી તો બહુ કડક શબ્દ વાપરી તેને માયાપૂર્વકનો મૃષાવાદ જ કહે છે. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. આ જ વાતને દોહરાવતાં કહે છે. મિચ્છા દુક્કડ દેઈ પાતિક, તે ભાવે પણ સેવે; આવશ્યક સાખે તે પરગટ, માયામોસને સેવે.” . ૧૫૦ ગાથાનું સ્તવન સાધક દ્વારા સાવધાની રાખવા છતાં, ઇચ્છા નહિ હોવા છતાં કોઈકવાર પુનઃ પુનઃ તે જ પાપ થઈ જાય છે ત્યારે “આ પાપ કરવા જેવું તો નથી જ, ક્યારે એવો Page #26 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા દિવસ આવશે કે હું જાત ઉપર નિયંત્રણ રાખી આવી કુચેષ્ટાઓથી પાછો વળીશ ? ખરેખર, ધિક્કાર છે મને કે ગુરુ ભગવંતની પાસે પાપ નહિ કરું તેવું કહી, હું પાછું તે જ પાપ કરી બેસું છું.” એવા પરિણામો હશે, તો કદાચ ક્રિયાથી તે જ પાપ થશે તો પણ ભાવમાં ચોક્કસ ફરક પડશે. આથી જો પ્રતિક્રમણ કર્યા પછી પુનઃ પાપ થાય, પણ તે પાપ કરવા જેવું ન મનાય, તો તે પાપનું પ્રતિક્રમણ અપવાદથી પણ પ્રતિક્રમણ બની શકે; પરંતુ જો આવો કોઈ સંકોચ ન હોય, “આવું તો પાપ કરવું જ પડે, આવું પાપ કર્યા વિના સંસારમાં ન રહેવાય, ગુરુ ભગવંત તો કહ્યા કરે જ પણ જે કરવું જ પડે એ તો કરવું પડે ને ! અત્યારે પાપ કરી લઈએ, પછી આલોચના લઈ લઈશું.” આવા પરિણામોવાળા જીવો કુલાચારથી કે ગતાનુગતિકપણે પ્રતિક્રમણ કરે, તોપણ તેનું પ્રતિક્રમણ, પ્રતિક્રમણ નથી. પાપના ડંખ વગર, હું ખોટું કરી રહ્યો છું એવા ભાવ વગર, પુનઃ પુનઃ ભૂલ થતી જ રહે, તો પ્રતિક્રમણની આ ક્રિયાનો ફાયદો શું? આથી જ તો શાસ્ત્રકારોએ આવી પ્રતિક્રમણની ક્રિયાને ધર્માનુષ્ઠાન નહિ પણ માયાપૂર્વકનું જૂઠાણું (માયામૃષાવાદ) કહ્યું છે. આથી જીવનમાં ઘર કરી ગયેલા દોષોને દૂર કરી જેને ગુણો પ્રગટાવવા હોય, તેણે ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે કદાચ આપણે ઉત્સર્ગમાર્ગનું “પાપ ન કરવું” એવું પ્રતિક્રમણ ન કરી શકીએ, તોપણ જે પાપનું પ્રતિક્રમણ કર્યું છે તે પાપ તો પુનઃ કરવા જેવું છે એમ માની રાચી-માચીને ન જ કરીએ, અને કદાચ પાપ થઈ જાય તો પણ ગુરુ ભગવંત પાસે હૈયાની સરળતાપૂર્વક તેની આલોચના કરીએ, તો આપણું પ્રતિક્રમણ અપવાદથી પણ પ્રતિક્રમણ બની શકે. નહિ તો, એક બાજુ આ ખોટું કર્યું છે એમ બોલી પ્રતિક્રમણ કરીએ અને બીજી બાજુ પાપ કરવા જેવું માની પાપ કરીએ, તો આપણી આ પ્રતિક્રમણની ક્રિયા નટના નાટક જેવી બની જાય. વર્તમાનનું પ્રતિક્રમણ : સામાન્યથી વિચારતાં, જ્યારે પણ આત્મા ક્રોધાદિ પાપથી પાછો વળી ક્ષમાદિ ભાવોમાં સ્થિર થાય છે, ત્યારે જ ખરેખર તેનું પ્રતિક્રમણ થાય છે; તો પણ વર્તમાન વ્યવહારમાં દિવસ કે રાત્રિના અંત ભાગે ગણધરરચિત સૂત્રોના સહારે પોતાના પાપની ગવેષણા કરી, પાપથી મલિન બનેલા આત્માને શુદ્ધ કરવાની જે ક્રિયા કરાય છે, તેને પ્રતિક્રમણ કહેવાય છે. જો કે પ્રતિક્રમણ છે આવશ્યકમાંનું એક આવશ્યક છે, છતાં પણ શાસ્ત્રોમાં છએ આવશ્યકના સમૂહ માટે પણ પ્રતિક્રમણ શબ્દનો પ્રયોગ કરાય છે. ત્યાં (૧) સામાયિક, (૨) ચતુર્વિશતિ સ્તવ (ચઉવિસત્યો), (૩) વંદન, (૪) પ્રતિક્રમણ, Page #27 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ (૫) કાયોત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન : એ છ આવશ્યક છે. આ છએ આવશ્યકના સમૂહને ‘પ્રતિક્રમણ’ કહેવા પાછળનું કારણ એ છે કે પ્રતિક્રમણની ક્રિયાને વિશેષ શુદ્ધ બનાવવા માટે પૂર્વનાં ત્રણ આવશ્યક કરવાં જરૂરી છે, અને પ્રતિક્રમણ આવશ્યક પછી પુનઃ પાપ ન થાય તેવી ભૂમિકા સર્જવા માટે પાછળનાં બે આવશ્યક કરવાં જરૂરી છે. ၄ ડહોળાયેલા પાણીની નીચે રહેલી ચીજો જેમ જોઈ શકાતી નથી, પરંતુ સ્થિર અને નિર્મળ પાણીની નીચે રહેલી વસ્તુ સુખેથી જોઈ શકાય છે; તેની જેમ જીવ પણ જ્યાં સુધી સંસારના મમતાકૃત ભાવોથી ચંચળ બનેલો હોય છે, ત્યાં સુધી તેને પોતાના દોષો દેખાતા જ નથી, જ્યારે તે આ મમતાના ભાવોથી પર થઈ સમતાના ભાવમાં સ્થિર થાય છે, ત્યારે જ તેનું મન શાંત થાય છે અને તે આંતરિક પાપોનું અવલોકન કરી શકે છે. આથી પ્રતિક્રમણ કરનાર સાધકે સમતાભાવને પ્રાપ્ત કરવા સૌ પ્રથમ “સામાયિક” નામનું આવશ્યક સ્વીકારવું પડે છે. ત્યાર બાદ, પાપને પાપરૂપે ઓળખવા અને પાપથી મુક્ત થવા માટે સામાયિકમાં-સમતામાં રહેલો જીવ, જેઓ સંપૂર્ણ શુદ્ધભાવમાં રહેલ છે તેવા અરિહંત પરમાત્માને, અને નિષ્પાપ જીવન જીવનારા ગુરુ ભગવંતને, વંદના કરવારૂપ “ચવિસત્થો” અને “વંદન”4 નામનું આવશ્યક કરે છે; જેનાથી તેનામાં પાપ પ્રત્યે તિરસ્કારભાવ પેદા થાય છે, અને ગુણ પ્રત્યેનો લગાવઝુકાવ વૃદ્ધિ પામે છે, જે પ્રતિક્રમણ માટે અતિજરૂરી ભાવો છે. આ ત્રણ ક્રિયા બાદ “પ્રતિક્રમણ” નામનું ચોથું આવશ્યક થાય છે. આ પ્રતિક્રમણ, કોઈપણ દોષાચરણથી આત્મા મલિન થયો હોય તેની વિશુદ્ધિ માટે કરવાનું હોય છે, અને કદાચ દેખીતી રીતે તે દોષો ન થયા હોય તો પણ ભવિષ્યમાં એ દોષો થવામાં કારણભૂત આત્મામાં પડેલા કુસંસ્કારોના શોધન માટે પણ, આ પ્રતિક્રમણ કરવાનું હોય છે. પાપ થવાનું મૂળ કારણ મન, વચન અને કાયા સંબંધી કુસંસ્કારો છે. પ્રતિક્રમણથી આ કુસંસ્કારોને દૂર કરી, વિશેષ શુદ્ધ થવા માટે પ્રતિક્રમણ કર્યા પછી સાધક “કાયોત્સર્ગ” નામનું પાંચમું આવશ્યક કરે છે. કાયોત્સર્ગ 4. સામાયિક, ચઉવિસત્થો અને વંદન નામના આવશ્યકનું વિસ્તૃત વર્ણન સૂત્ર સંવેદના ભાગ૧માં કરેમિ ભંતે, લોગસ્સ, ઇચ્છકાર વગેરે સૂત્રની વિવેચનામાં પ્રસ્તુત કરાયું છે. આ એ આવશ્યકની વધુ વિચારા ‘વંતિ' સત્રની ગાથામાં છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા આવશ્યકમાં મનને શુભધ્યાનમાં સ્થિર કરે છે, વાણીને મૌન દ્વારા સ્થિર કરે છે, અને કાયાને ચોક્કસ આસનમાં સ્થિર કરવા દ્વારા કાયાનો ત્યાગ કરે છે. આ રીતે ત્રણે યોગોને સ્થિર કરી આંતર નિરીક્ષણ દ્વારા બાકી રહેલી અશુદ્ધિઓને દૂર કરે છે, અને મહાપુરુષોનું આલંબન લઈ પોતાની ચિત્તભૂમિકાને એવી તૈયાર કરે છે કે પુનઃ તેવું પાપ થાય જ નહિ. આમ છતાં ચંચળ મન નિમિત્ત મળતાં પુનઃ પાપમાં જોડાઈ ન જાય તે માટે પાંચ આવશ્યકને અંતે સાધક, જાતને પાપથી સુરક્ષિત કરવા પાપ સંબંધી, “પચ્ચકખાણ” નામનું છઠું આવશ્યક કરે છે. પૂર્વનાં પ્રતિક્રમણ અને કાયોત્સર્ગ એ બે આવશ્યકો દોષોની શુદ્ધિ માટે હતાં, જ્યારે આ આવશ્યક વિરતિના ગુણને ધારણ કરાવનારું છે. આ આવશ્યકમાં ચૌવિહાર આદિ પચ્ચખાણ કરી સાધક આહાર-પાણીમાં જતા મનનો વિરોધ કરે છે, અને દેશાવગાસિકનું પચ્ચકખાણ કરી. દુનિયાભરની પાપપ્રવૃત્તિઓનો સંકોચ કરે છે. - આ રીતે વર્તમાનનું પ્રતિક્રમણ છએ આવશ્યકના સમૂહરૂપ છે. પ્રતિક્રમણનો અધિકારી : પ્રતિક્રમણ એ આત્મશુદ્ધિનું એક અનન્ય સાધન છે, એવી સમજ પ્રાપ્ત થતાં જ આત્મશુદ્ધિના ચાહકને સહેજે જાણવાની ઇચ્છા થાય કે આ પ્રતિક્રમણ કોણ કરી શકે ? પ્રતિક્રમણનો અધિકારી કોણ છે ? કેમ કે વિચારક વ્યક્તિ સમજે છે કે જે કાર્ય માટે જે અધિકારી હોય, તે જો તે કાર્ય કરે તો જ તેને સફળતા મળે. આથી કાર્ય કરતાં પહેલાં અધિકારી સંબંધી વિચારણા કરવી અનિવાર્ય બની જાય છે. - સામાન્યથી વિચારણા કરીએ તો જેઓમાં પાપ થવાની સંભાવના હોય અને જેઓ તે પાપથી મલિન બનેલા આત્માને શુદ્ધ કરવાની ભાવના ધરાવતા હોય, તેવા અપુનબંધકથી માંડી પ્રમત્ત સંયત સુધીના સર્વે સાધકો પ્રતિક્રમણના અધિકારી છે. – – – – – –– – – 5. अहिगारिणी उवाएण होइ सिद्धी समत्थवत्थुम्मि । फलपगरिसभावाओ विसेसओ जोगमग्गम्मि ।।८।। - યોગશતક સમસ્ત વસ્તુમાં અધિકારીને જ ઉપાયોના સેવનથી કાર્યની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. યોગમાર્ગ વળી મુક્તિરૂપી ફળનો ઉપાય હોવાથી તેમાં તો વિશેષથી અધિકારીને જ ઉપાય દ્વારા સિદ્ધિ થાય છે. 6. पावं न तिव्वभावा कुणइ, ण बहुमण्णई भवं घोरं उचियट्टिइं च सेवइ सव्वत्थ वि अपुणबंधो ति ।।१३।। - યોગશતક જે જીવ ૧. તીવ્ર ભાવે પાપ કરતો નથી, ૨.ઘોર એવા સંસારને બહુમાન નથી આપતો અને ૩. સર્વદા ઉચિત સ્થિતિ સેવે છે; તે અપુનબંધક કહેવાય છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ જડ એવાં બાહ્ય તત્ત્વોને પોતાના સુખ-દુઃખનાં કારણ માની જીવ અનાદિકાળથી આ સંસારમાં ભ્રાન્ત બની ભમી રહ્યો છે. તેમાં કર્મની કાંઈક લઘુતા પ્રાપ્ત થતાં, કાળ પરિપક્વ થતાં, જ્યારે જીવને એવી સમજણ પ્રાપ્ત થાય છે કે પૌદ્દગલિક વસ્તુઓની પ્રાપ્તિ કે અપ્રાપ્તિથી પોતે સુખી કે દુઃખી નથી, પરંતુ પોતાના સુખદુઃખનું કારણ તો પોતાના જ ગુણ કે દોષ છે, અથવા પોતાના જ શુભ-અશુભ ભાવો કે શુભ-અશુભ પ્રવૃત્તિ છે, ત્યારે તેની દિશા બદલાય છે. સંસા૨ તરફનું તેનું વલણ પલટાય છે, આત્માને દુષિત કરનારા દોષો જ મારા દુઃખનું કારણ છે એવો વિવેક પ્રાપ્ત થાય છે. તેથી તેને દોષોની ખટક પેદા થાય છે, અને દોષોથી મલિન બનેલા આત્માને શુદ્ધ કરવાની ભાવના જાગે છે. આવી ભાવનાવાળા જીવને શાસ્ત્રીય પરિભાષામાં અપુનર્બંધક કહેવાય છે. અહીંથી પ્રારંભી છઠ્ઠા ગુણસ્થાનક સુધીના જીવો પ્રતિક્રમણના અધિકારી છે. જિજ્ઞાસા : અપુનર્બંધકની નીચેની કક્ષાના જીવોં કે પ્રમત્ત સંયંતથી ઉપરના જીવો પ્રતિક્રમણના અધિકારી કેમ નથી ? . તૃપ્તિ : અપુનર્બંધકની નીચેની કક્ષાના જીવોમાં તો આત્માની ઓળખ કે આત્માને શુદ્ધ કરવાની ભાવના જ પ્રગટી નથી હોતી, તેથી તેઓ વાસ્તવમાં પ્રતિક્રમણના અધિકારી નથી. જ્યારે પ્રમત્ત સંયતથી ઉપરની કક્ષાના સાધકોમાં પ્રમાદાદિ દોષો નથી માટે તેમના જીવનમાં સ્વીકારેલા વ્રતમાં કોઈ અતિચારો કે દોષોની સંભાવના નથી, રહેતી. તેથી પ્રમત્ત સંયતથી ઉપરના અપ્રમત્ત સંયતો આવા પ્રકારના (પાપથી પાછા ફરવા રૂપ) પ્રતિક્રમણના અધિકારી નથી નિશ્ચયનયથી પ્રતિક્રમણના અધિકારી : આપણે શરૂઆતમાં જ જોયું કે પ્રતિક્રમણની આ ક્રિયા આત્મશુદ્ધિની ક્રિયા હોઈ તે અધ્યાત્મની કે યોગમાર્ગની ક્રિયા બની જાય છે. નિશ્ચયનયની દૃષ્ટિથી યોગના અધિકારીઓના આધારે જો પ્રતિક્રમણના અધિકારીની વિચારણા કરીએ તો દેશવિરતિધર કે સર્વવિરતિધર મહાત્માઓ જ પ્રતિક્રમણના અધિકારી છે; કેમ કે પાપથી અટકવાનો પરિણામ વિરતિરૂપ છે; અને આ વિરતિનો પરિણામ તેવા પ્રકારના ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી જ પ્રાપ્ત થાય છે. વળી આવો ક્ષયોપશમ પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકવર્તી દેશવિરતિધર કે સર્વવિરતિધરમાં જ સંભવે છે. તેથી નિશ્ચિયનયના મતે તેઓ જ પ્રતિક્રમણના અધિકારી છે. ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમને વરેલા સર્વવિરતિધર મહાત્માઓ પાપને Page #30 -------------------------------------------------------------------------- ________________ - ભૂમિકા પાપ તરીકે સમજે છે, સમજીને જ તેમણે સર્વથા પાપનો ત્યાગ કર્યો હોય છે; આમ છતાં પ્રમાદાદિ દોષના કારણે ક્યારેક વ્રતમાં મલિનતા આવે તેવી પાપપ્રવૃત્તિ તેમનાથી પણ થઈ જાય છે. ભવભ્રમણના ભયને કારણે સાધુને જ્યારે પોતાની આવી ભૂલ સમજાય છે, ત્યારે પોતાના અતિચાર આપાદક વિચારો કે વર્તન પ્રત્યે ભારોભાર પસ્તાવો થાય છે. આ અતિચારોથી પાછા વળવા તેઓ પ્રતિક્રમણની વિશિષ્ટ ક્રિયા કરે છે, અને તેના દ્વારા મલિન બનેલાં વ્રતોને શુદ્ધ કરી પુનઃ વ્રતની મર્યાદામાં સ્થિર થાય છે. તેથી નિશ્ચયનય આવા પ્રમત્ત સંયતને પ્રતિક્રમણના અધિકારી તરીકે સ્વીકારે છે. પાંચમાં ગુણસ્થાનકવર્તી દેશવિરતિધર આત્માઓ પણ પોતાની શક્તિ અનુસાર વ્રતો સ્વીકારે છે, અને તેના પરિણામને પણ સ્પર્શી શકે છે. તેઓમાં પાપની પૂરી સમજ હોવા છતાં કર્મની પરતંત્રતાને કારણે તેઓ પાપથી સંપૂર્ણપણે વિરામ પામી શકતા નથી. છતાં પોતાની શક્તિ અનુસાર માત્ર થોડા પાપથી અટકે છે, પરંતુ ઘણાં પાપની તેઓને છૂટ હોય છે. ગૃહસ્થજીવન જીવતાં તેઓથી જે પાપ થાય છે, અથવા તેમને જે પાપ કરવાં પડે છે, તે પાપ આ જીવોને શલ્યની જેમ ખૂંચે છે. તેનાથી શુદ્ધ થવાની તેમને તીવ્ર ભાવના હોય છે. તેથી જ્યારે જ્યારે તેમનાથી પાપ થઈ જાય કે વ્રતમાં મલિનતા આવે, ત્યારે ત્યારે આ જીવો પ્રતિક્રમણ દ્વારા શુદ્ધિ કરી પુનઃ વ્રતની મર્યાદામાં આવવા પ્રયત્ન કરે છે. ચારિત્રમોહનીય કર્મનો તેવા પ્રકારનો ક્ષયોપશમ હોવાને કારણે તેઓને આમાં સફળતા પણ પ્રાપ્ત થાય છે. આથી આવા જીવોને પણ નિશ્ચયનય પ્રતિક્રમણના અધિકારી તરીકે સ્વીકારે છે. નિશ્વય નયથી પ્રતિક્રમણના અધિકારીનું પણ ઉત્સર્ગ અને અપવાદથી પ્રતિક્રમણ: નિશ્ચયનયથી દેશવિરતિધર કે સર્વવિરતિધરને પ્રતિક્રમણના અધિકારી તો કહેવાય છે, પણ જ્યારે આ લોકોનું પ્રતિક્રમણ પણ અકરણના નિયમપૂર્વકનું થાય એટલે કે જે પાપનું પ્રતિક્રમણ કર્યું હોય તે પાપ જો ફરી ન જ થાય, તો તે પાપવિષયક તેમનું પ્રતિક્રમણ ઉત્સર્ગથી પ્રતિક્રમણ કહેવાય. કયારેક આવા મહાપુરુષો માટે પણ એવું બને કે અનાદિના કુસંસ્કારોથી પ્રતિક્રમણ કર્યા પછી પણ ફરી તેવા જ પાપનું સેવન થઈ જાય, પરંતુ પશ્ચાત્તાપ આદિના પરિણામથી જો તેઓ પ્રતિક્રમણ કરી શુદ્ધ થવાનો પ્રયત્ન કરે, તો તેઓનું પ્રતિક્રમણ અપવાદથી પ્રતિક્રમણ કહેવાય. વ્યવહારનયથી પ્રતિક્રમણના અધિકારી : વ્યવહારનય તો યોગનાં કારણોને પણ યોગરૂપે સ્વીકારે છે. તેથી તે અપુનબંધક કે સમ્યગુદષ્ટિ જીવોની રુચિ અને ભાવનાને લક્ષ્યમાં રાખી, તેમને પણ પ્રતિક્રમણના Page #31 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ અધિકારી માને છે. તેઓમાં વિરતિનો પરિણામ નથી, છતાં પણ તેઓ પાપને પાપરૂપે સમજે છે, પાપથી પાછા ફરી આત્મશુદ્ધિની તેમની ભાવના હોય છે, અને ભાવનાને અનુરૂપ તેઓનો પ્રયત્ન પણ હોય છે; તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરનાર વ્યવહારનય અપુનબંધક અને સમ્યગુદૃષ્ટિને પણ પ્રતિક્રમણના અધિકારી માને છે. ચોથા ગુણસ્થાનકવાળા અવિરત સમ્યગુદૃષ્ટિની હાલત તો એવી હોય છે કે તેમને પાપની સૂક્ષ્મ સમજ હોય છે, તેઓ તે પાપોનાં ફળને સારી રીતે જાણતા પણ હોય છે; પણ ચારિત્રમોહનીયકર્મની બેડીથી તે એવા બંધાયેલા હોય કે પાપથી અટકવાના માર્ગે તેઓ એક કદમ પણ ઉઠાવી શકતા નથી. આવા જીવોને પાપ કરવાની રુચિ નથી હોતી, પાપ પ્રત્યે તેમને તીવ્ર તિરસ્કાર અને ધૃણા હોય છે, પાપથી છૂટવાની તીવ્ર ભાવના હોય છે, અને તે માટે પ્રયત્ન પણ કરતા હોય છે; પરંતુ અવિરતિના ઉદયના કારણે કે સત્ત્વની અલ્પતાને કારણે તેઓ જાત ઉપર તેવા પ્રકારનું નિયંત્રણ નથી લાવી શકતા; આમ છતાં પાપથી પાછા ફરવાની તેમની ભાવનાને લક્ષ્યમાં રાખી વ્યવહારનય અવિરત સમ્યગુદૃષ્ટિને પણ પ્રતિક્રમણના અધિકારી માને છે. આનાથી નીચેની ભૂમિકામાં રહેલા અપુનબંધક જીવોને તો પાપની પૂર્ણ સમજ પણ નથી, મિથ્યાત્વના ઉદયને કારણે સૂક્ષ્મ પાપોને તો તેઓ પાપરૂપે જોઈ પણ નથી શકતા; તો પણ જેટલા અંશે તેમનું મિથ્યાત મંદ પડ્યું હોય, અને પરિણામે બોધની જે થોડી પણ નિર્મળતા પ્રાપ્ત થઈ હોય, તેટલા અંશે તેઓ પાપને પાપરૂપે સ્વીકારે છે. કદાચ તે પાપ કરવું પડે તો પણ તેઓ તીવ્ર ભાવે (‘પાપ કરવામાં વાંધો નહિ એવું માનીને) પાપ નથી કરતા. વળી તેઓ ભાવથી વ્રત નથી સ્વીકારી શકતા, પણ જે દ્રવ્ય અભિગ્રહોનું પાલન કરે, તેમાં કયાંય પણ સ્કૂલના થઈ હોય તો તે દોષો પ્રત્યે તેમને જુગુપ્તા હોય છે, સતત પાપથી છૂટવાની ભાવના હોય છે; આથી વ્યવહારનય તો આવા અપુનબંધક જીવોને પણ પ્રતિક્રમણ કરવાના અધિકારી માને છે. અપુનબંધકથી નીચેની ભૂમિકાના જીવોમાં મિથ્યાત્વનો ગાઢ ઉદય પ્રવર્તતો હોય છે, તેથી તેઓ પાપને પાપરૂપે સમજી શકતા નથી. તેથી તેઓને પાપથી મુક્ત થઈ આત્મિક સુખ મેળવવાની ઇચ્છા પણ નથી થતી. જ્યાં આત્મિક સુખની જ ઇચ્છા ન હોય ત્યાં પાપથી મલિન બનેલા આત્માને શુદ્ધ કરવાના Page #32 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા ઉપાય સ્વરૂપ પ્રતિક્રમણની તો ઇચ્છા જ કયાંથી હોય ? હા ! ક્યારેક પાપથી દુઃખ આવે છે તેવું સાંભળી આવા જીવો દુઃખના ડરથી પાપશુદ્ધિને ઇચ્છે, અને ક્યારેક તે માટે પ્રવૃત્તિ પણ કરતા હોય આમ છતાં તેઓ માત્ર ભૌતિક દુઃખથી છૂટવા જ પ્રતિક્રમણ કરે છે. તેથી તેઓ હકીકતમાં પ્રતિક્રમણના અધિકારી નથી. અહીં એટલું ખાસ ધ્યાનમાં રાખવું કે પ્રતિક્રમણના અધિકારી આ સર્વે છે, આમ છતાં આત્મશુદ્ધિરૂપ ફળની અપેક્ષાએ વિચારીએ તો, જેઓની ભાવશુદ્ધિ વિશેષ, સત્ત્વ અને સમજની માત્રા અધિક, તેઓ પ્રતિક્રમણ દ્વારા વિશેષ વિશેષ પ્રકારની શુદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. નીચેની ભૂમિકાવાળા પણ જો મનને એકાગ્ર કરી પશ્ચાત્તાપની ભાવનાને તીવ્ર કરી, દૃઢ સત્ત્વ સાથે પ્રતિક્રમણ કરે, તો દૃઢપ્રહારી, અઈમુત્તા મુનિ આદિની જેમ પૂર્ણ શુદ્ધિ પામી શકે છે. અહીં એ પણ ખાસ ધ્યાનમાં લેવું કે જેમણે ભાવથી વ્રત, નિયમો સ્વીકાર્યા છે અને પ્રમાદાદિ દોષોને કારણે તેની મર્યાદા ચૂકી ગયા છે, તેવા જ જીવો પ્રતિક્રમણના અધિકારી છે તેવું નથી, પરંતુ વ્રત, નિયમના ભાવ સુધી પહોંચવા માટે જેણે દ્રવ્યથી નિયમો સ્વીકાર્યા છે, અને તેમાં દોષો થઈ ગયા છે, અથવા વિત, નિયમ સ્વીકાર્યા પણ નથી, પરંતુ વિષય-કષાયની આધીનતાથી થયેલાં પાપો જેને ખટકે છે, તેવા સર્વ જીવો પણ પ્રતિક્રમણના અધિકારી છે. . આનો અર્થ એ થયો કે જેઓ પોતાની બુદ્ધિ અને ક્ષયોપશમને અનુસાર પાપને જાણે છે, જાણીને પાપથી અટકવાની જેની ભાવના છે, ભાવનાને અનુસાર પ્રયત્નશીલ પણ છે; આથી દિવસ દરમ્યાન પોતાનાથી થતાં પાપોની નોંધ લે છે, મન-વચન-કાયા ઉપર સતત ચોકી રાખે છે, ન બોલવાનું બોલાઈ ન જાય, ન આચરવાનું આચરાઈ ન જાય અને ન વિચારવાનું વિચારાઈ ન જાય તે માટે સતત જેઓ સજાગ રહે છે, સજાગતા છતાં જે પાપ થઈ જાય છે તેની ક્ષમા માંગી ઉત્તરોત્તર આત્માની સુવિશુદ્ધ અવસ્થાને પામવાની જેઓની તાલાવેલી છે, તેઓ પ્રતિક્રમણના અધિકારી છે; પરંતુ જેઓ પાપને પાપરૂપે સ્વીકારતા નથી, પાપથી શુદ્ધ થવાની તેમની ભાવના પણ નથી, માત્ર “બધા - કરે છે માટે આપણે કરીએ, પ્રતિક્રમણ કરીશું તો કાંઈક ભલું થશે.” એવી લોકસંજ્ઞા કે ઓઘસંજ્ઞાવાળા જીવો સાચા અર્થમાં પ્રતિક્રમણના અધિકારી નથી. તો પણ ભાવદયાથી પવિત્ર અંત:કરણવાળા ગુરુભગવંતો આવા જીવોને Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સૂત્રસંવેદના-૪ પ્રતિક્રમણનો નિષેધ કરતા નથી. તેઓ સમજે છે કે અનાગ્રહી જીવો આ રીતે પણ આવશે તો ક્યારેક તેમને સાચું સમજાવી શકાશે. વળી પ્રજ્ઞાપનીય કક્ષાના આ જીવો ક્યારેક પણ સમજીને વિધિમાર્ગ સ્વીકારશે, તો આ રીતે પણ તેમનું આત્મકલ્યાણ થઈ શકશે. આથી ગુરુ ભગવંતો આવા જીવોને પણ અટકાવતા નથી; પરંતુ વિધિમાર્ગની જે ભારોભાર ઉપેક્ષા કરે છે, જેવું તેવું પણ કરીએ તો ચાલે, તેવું માનનારા તો પ્રતિક્રમણના અધિકારી જ નથી. તેથી તેમને પ્રતિક્રમણ ન આપવું એ જ યોગ્ય છે. પ્રતિક્રમણ શેનું કરવાનું ? पडिसिद्धाणं करणे, किच्चाणमकरणे अ पडिक्कमणं, असद्दहणे अ तहा, विवरीअ परूवणाएं अ ||૪૮૫ પ્રતિક્રમણ પાપનું કરવાનું છે, અને પાપનાં ચાર સ્થાન છે : ૧. ભગવાને જેનો નિષેધ કર્યો છે તેવાં હિંસા, જૂઠ આદિ પાપનાં અઢાર સ્થાનકો છે, તેનું સેવન કરવું તે પાપ છે. ૨. પોતપોતાની ભૂમિકા પ્રમાણે જે જે કર્તવ્ય કરવા યોગ્ય છે, તે ન કરવાં તે પાપ છે. ૩. ભગવાને દર્શાવેલાં તત્ત્વો, આદર્શો પ્રત્યે મનમાં થયેલી અશ્રદ્ધા, તે પાપ છે. ૪. સર્વજ્ઞના વચનથી વિપરીત પ્રરૂપણા કરવી, તે પાપ છે. આ ચારે પ્રકારનાં પાપોનું પ્રતિક્રમણ કરવાનું છે, અને તેની વિશેષ સમજ ‘વંદિત્તુ' સૂત્રમાંથી મેળવી શકાશે. પ્રતિક્રમણ ક્યારે કરવાનું ? ઉત્સર્ગ માર્ગે દૈવસિક પ્રતિક્રમણનો કાળ, સૂર્યાસ્ત થાય ત્યારે ‘પગામ સિજ્ઝાય' કે ‘વંદિત્તુ' સૂત્ર બોલાય તે છે. રાત્રિક પ્રતિક્રમણ સવારે દશ પ્રતિલેખના કર્યા પછી સૂર્યોદય થાય તેવા સમયે કરવાનું વિધાન છે. અપવાદ માર્ગે તો દિવસના ત્રીજા પ્રહરથી માંડી અર્ધ રાત્રિ અર્થાત્ રાત્રિના બે પ્રહર પૂરા થાય ત્યાં સુધીમાં દૈવસિક પ્રતિક્રમણ, અને રાત્રિના ત્રીજા પ્રહરથી 7. ये त्वपुनर्बन्धकादि भावमप्यस्पृशन्तो विधिबहुमानादिरहिता गतानुगतिकतयैव चैत्यवन्दनाद्यनुष्ठानं कुर्वन्ति ते सर्वथाऽयोग्या एवेति व्यवस्थितम् ।।१३।। - योगविंशिकावृत्तौ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ભૂમિકા દિવસના બીજા પ્રહર સુધી રાત્રિક પ્રતિક્રમણ થઈ શકે છે. ટૂંકમાં રાતના લગભગ ૧૨-૩૦ થી દિવસના ૧૨-૩૦ વાગ્યા સુધી રાત્રિક પ્રતિક્રમણ, અને દિવસના ૧૨-૩૦ થી રાતના ૧૨-૩૦ સુધી દૈવસિક પ્રતિક્રમણ થઈ શકે છે. જોકે આવશ્યક ચૂર્ણિમાં જણાવ્યું છે કે રાત્રિ પ્રતિક્રમણ ‘બહુપડિપુત્રા પોરિસી’ સુધી કરાય છે, પણ વ્યવહાર સૂત્રમાં જણાવ્યું છે કે પુરિમુદ્ઘ (મધ્યાહ્ન) સુધી રાત્રિ પ્રતિક્રમણ કરાય. પાક્ષિક વગેરે ત્રણ પ્રતિક્રમણો તો અનુક્રમે પખવાડીયાને અંતે, ચાર મહિનાને અંતે અને વર્ષના અંતે ક૨વાનાં છે. તેમાં પક્ષી પ્રતિક્રમણ દર ચૌદશે, ચાતુર્માસિક પ્રતિક્રમણ અષાઢ, કારતક અને ફાગણ મહિનાની સુદ ચૌદશે અને સાંવત્સરિક પ્રતિક્રમણ ઔદયિક ભાદરવા સુદ ચોથના દિવસે થાય છે. પ્રતિક્રમણ ક્યાં કરવાનું ? જ્યાં પ્રતિક્રમણ કરવાનું હોય તે સ્થાન સ્ત્રી, પશુ, નપુંસક વગેરેની અવરજવરથી રહિત હોવું જોઈએ; તેમ જ ત્યાં કીડી વગેરે જીવોની વિશેષ ઉત્પત્તિ, ઉપદ્રવ ન હોવો જોઈએ. આવા સ્થાનમાં શ્રી ગુરુભગવંતની સમક્ષ પ્રતિક્રમણ કરવાનું છે; કારણ કે, ગુરુભગવંતની હાજરી આત્માના ઉત્સાહ વીર્યને વધારે છે અને પ્રતિક્રમણમાં થતા પ્રમાદને રોકે છે. ‘શ્રાદ્ધ વિધિ' આદિ ગ્રંથમાં તો ત્યાં સુધી કહ્યું છે કે જો ૧૨ગાઉ સુધી ગુરુનિશ્રા મળે તો ગુરુની હાજરીમાં જ પ્રતિક્રમણ કરવું જોઈએ, અને જ્યારે સાક્ષાત્ ગુરુભગવંતની હાજરી ન હોય ત્યારે પણ પુસ્તકાદિ જ્ઞાન, દર્શન, ચારિત્રના ઉપકરણમાં ગુરુભગવંતની સ્થાપના કરી સાક્ષાત્ ગુરુભગવંત હાજર છે, તેવા ભાવપૂર્વક પ્રતિક્રમણ કરવું જોઈએ. પ્રતિક્રમણની સફળતા માટે આ સર્વ બાબતોને ધ્યાનમાં રાખવા ઉપરાંત પ્રતિક્રમણની પ્રત્યેક ક્રિયા કરતાં કઈ મુદ્રામાં કાયાને સ્થિર કરવી, ક્રિયાકાળે વપરાતાં સૂત્રોનું શુદ્ધ ઉચ્ચારણ કઈ રીતે કરવું, તે દ્વારા તેના ભાવ સુધી કઈ રીતે પહોંચવું અને તે સમયે મનને કયા ધ્યાનમાં સ્થિર કરવું તે સર્વ વિગતની માહિતી મેળવી તે માટે ખાસ પ્રયત્ન કરવો જોઈએ, તો જ ભાવપૂર્ણ પ્રતિક્રમણ કરી આત્મશુદ્ધિ પ્રાપ્ત કરી શકાય. આ ભાવ સુધી પહોંચવા ઘણા સૂત્રોના અર્થ હું સૂત્ર સંવેદના ભા. ૧-૨ માં જણાવી ચૂકી છું. પ્રતિક્રમણમાં આવતાં અમુક સૂત્રોના અર્થ ભાગ-૩માં હવે Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સૂત્રસંવેદના-૪ પ્રકાશિત થશે; પરંતુ અનેક જિજ્ઞાસુઓના આગ્રહના કારણે શ્રાવક પ્રતિક્રમણમાં શિરમોર સ્થાને રહેલ “વંદિતુ સૂત્ર' અત્યારે પ્રસ્તુત થઈ રહ્યું છે. તેને માત્ર એકવાર વાંચીને નહિ, પરંતુ પુનઃ પુનઃ તેનું ચિંતન અને મનન કરી તેના ભાવોને હૃદયમાં સ્થિર કરી જેઓ પ્રતિક્રમણ કરશે, તેઓ જરૂર આ સૂત્ર દ્વારા આત્મશુદ્ધિને પ્રાપ્ત કરી શકશે. સૌ તે પ્રમાણે આત્મશુદ્ધિ પામી વહેલામાં વહેલા પરમપદને પામો એ જ શુભાભિલાષા. Page #36 -------------------------------------------------------------------------- ________________ વંદિત્ત સૂત્ર' શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર સૂત્ર પરિચય આ સૂત્રના માધ્યમે શ્રાવકો પાપથી પાછા ફરવાની ક્રિયા કરતા હોવાથી તેને “શ્રાદ્ધ પ્રતિક્રમણસૂત્ર', “શ્રાવક પ્રતિક્રમણસૂત્ર' કે “સમણોપાસગ પડિક્કમણ સૂત્ત' પણ કહેવાય છે. આ સૂત્રની દરેક ગાથા અને પ્રત્યેક પદ; શ્રાવકને પોતાનું જીવન કઈ રીતે જીવવું, આત્માની અશુદ્ધિઓનો ત્યાગ કરી શુદ્ધ કેવી રીતે બનવું, પાપપ્રવૃત્તિથી પાછા વળી પુણ્યના માર્ગે કઈ રીતે આગળ વધવું, અનિયંત્રિત જીવનને નિયંત્રિત કઈ રીતે બનાવવું અને આત્માની વિરૂપ અવસ્થા ટાળી સ્વરૂપમાં સ્થિર કઈ રીતે થવું, તેનો માર્ગ બતાવે છે. આત્માને પાપના માર્ગે ઢસડી જનારા પદાર્થો-ભાવો આ જગતમાં સંખ્યાતીત છે. શાસ્ત્રના મર્મને સમજેલ મહાસાત્ત્વિક શ્રમણ ભગવંતો જ આ સર્વ ભાવોનો ત્યાગ કરી શકે છે. સમ્યગદર્શનને વરેલા શ્રાવકની પણ ભાવના આ સર્વ પાપોનો ત્યાગ કરવાની હોય જ છે, પરંતુ અત્યારે તેઓ આ પાપોનો સર્વથા ત્યાગ કરી શકતા નથી. આમ છતાં વિવેકી શ્રાવક જેનો ત્યાગ કરી શકે છે, તેવા પદાર્થો પણ આ જગતમાં ઘણા છે. તે સર્વનો સંક્ષેપ કરી સર્વજ્ઞ ભગવંતે બાર વિભાગમાં વહેંચી તેના ત્યાગ સ્વરૂપે શ્રાવકજીવનને ઉચિત બાર વ્રતો બતાવ્યાં છે. આ બાર વ્રતો કે તેમાંથી ઓછાં વ્રતોના સ્વીકારને દેશવિરતિ કે દેશસંયમ કહેવાય છે, અને અહિતકારી સર્વ પાપોના ત્યાગને સર્વવિરતિ કે સર્વસંયમ કહેવાય છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ શ્રાવકને પાપથી સંપૂર્ણ વિરામ કરાવે એવું સર્વવિરતિરૂપ સંયમજીવન અતિ પ્રિય હોય છે. શ્રદ્ધાળુ શ્રાવક સમજે છે કે જ્યાં સુધી સર્વ પાપોથી અટકીશ નહિ ત્યાં સુધી સુખ કે શાંતિની પ્રાપ્તિ પણ થશે નહિ. આવી સમજ હોવા છતાં જ્યાં સુધી સંયમજીવન સ્વીકારવાનું સત્ત્વ પોતાનામાં પ્રગટ્યું ન હોય ત્યાં સુધી તે સત્ત્વને પ્રગટાવવા જ આ સૂત્રમાં વર્ણવેલ “સમ્યકત્વ મૂળ બાર વત' કે પોતાની શક્તિ અનુસાર ઓછાં-વધતાં વ્રતોનો તે સ્વીકાર કરે છે અર્થાત્ સર્વથા હિંસાદિ પાપોથી અટકવાના લક્ષ્યપૂર્વક મોટી હિંસા ન કરવી, મોટું જૂઠું ન બોલવું વગેરે વ્રતો સ્વીકારે છે અને અન્યની જયણા (છૂટ) રાખે છે. જયણા એટલે યતના પાપથી બચવાની ભાવનાપૂર્વકનો સુયોગ્ય પ્રયત્ન એટલે કે “મોટા (ત્રસ) જીવોની મારે હિંસા ન કરવી પણ સ્થાવર જીવોની જયણા.” આવો નિયમ સ્વીકારી શ્રાવક ત્રસ જીવોની હિંસા તો જાણી જોઈને નથી કરતો, પરંતુ પૃથ્વી, પાણી આદિની હિંસા પણ તે અત્યંત આવશ્યકતા વિના નથી કરતો; અને આવશ્યકતા ઊભી થાય ત્યારે પણ જરૂરિયાત કરતાં અધિક હિંસાદિ ન થાય તેની ખૂબ કાળજી રાખે છે. ટૂંકમાં જ્યારે શ્રાવક ન છૂટકે પૃથ્વી, પાણી આદિની હિંસા કરે છે ત્યારે પણ તેનું હૃદય તો ડંખતું હોય છે. તે પાપથી પણ છૂટવાની તેની મથામણ ચાલુ જ હોય છે. આમ છતાં અનાદિઅભ્યત વિષય-કષાય અને પ્રમાદાદિ દોષો વ્રતને મલિન કરે છે. આ મલિનતા દૂર કરવા માટે જ આલોચના, નિંદા, ગહ અને પ્રતિક્રમણ જેવાં ચાર ઉત્તમ સાધનો આ સૂત્રમાં જણાવ્યાં છે. આ બાર વ્રતનું અને તેને મલિન કરનારા અતિચારોનું વિસ્તૃત વર્ણન ધર્મબિંદુ, યોગશાસ્ત્ર, ધર્મસંગ્રહ આદિ અનેક ગ્રંથોમાં બતાવવામાં આવ્યું છે. અહીં તો તેની ટૂંકી સમજ સાથે તે તે વ્રતોને મલિન કરનારા મોટા મોટા દોષોનું વર્ણન કરેલ છે. મોટા દોષોના આધારે સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષોને સાધકે સ્વયં વિચારવાના છે, અને તેના આધારે ભૂતકાળના દોષોની શુદ્ધિ કરી ભાવિમાં આ પ્રકારના દોષોનું આસેવન ન થઈ જાય તે માટે વધુ સજાગ બનવાનું છે. જો સાધક સાવધ ન-બને તો અનાદિકાલીન વિષય-કષાયના સંસ્કારો અને સતત મળતાં નિમિત્તો સાધકને ક્યારે પાડે તે કહેવાય નહિ. નિમિત્તોની અસરથી બચવા અને મનને મર્યાદિત બનાવવા જ વ્રત સંબંધી થતા દોષોની વિચારણા આ સુત્રમાં કરી છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ “વંદિત સૂત્ર આ સૂત્રમાં મુખ્યતયા શ્રાવકનાં બાર વ્રતો અને વ્રતને મલિન બનાવે તેવા ૧૨૪ અતિચારોનું (દોષોનું) વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. દોષોનું વર્ણન દોષો પ્રત્યેની સજાગતા કેળવવા માટે આપ્યું છે, પરંતુ આ તો અતિચાર છે, વતભંગ નથી, તેમ માની દોષોના સેવન માટે આપ્યું નથી. અહીં એટલું ખાસ ધ્યાનમાં રાખવું કે આ સૂત્રમાં જણાવેલ અતિચારો, અજ્ઞાનતાથી કે કોઈક વિશેષ સંયોગોમાં સેવાઈ ગયા હોય તો જ તે અતિચાર રહે છે; પરંતુ, વ્રતપાલનમાં નિરપેક્ષ બની, જાણી જોઈને જેઓ અતિચારોનું આસેવન કરે છે, તેના માટે તો આ અતિચાર, અનાચાર કે વ્રતભંગરૂપ જ બને છે; અને તેનું ‘પ્રતિક્રમણ આ સૂત્ર દ્વારા થઈ શકતું નથી. તે માટે તો ગુરુભગવંત પાસે જ વિશેષ પ્રકારનું પ્રાયશ્ચિત્ત કરવું જરૂરી બને છે. વિચારપૂર્વક, હૃદયના ભાવ સાથે અને તે તે પ્રકારની સંવેદના સાથે આ સૂત્ર બોલવામાં આવે તો જરૂર દિવસ, રાત્રિ, પક્ષ, ચાતુર્માસ કે વર્ષ દરમ્યાન કરેલાં સર્વ પાપો નિર્મળ થઈ શકે છે, પરંતુ ભાવ વગર માત્ર સૂત્ર બોલી જવાથી કોઈ વિશેષ ફળ મળતું નથી. આથી જ, આ સૂત્રના માધ્યમે જેને આત્મશુદ્ધિ કરવી છે તેના માટે, આ સૂત્ર બોલતાં પહેલાં માત્ર શુદ્ધ ઉચ્ચારણ કઈ રીતે કરવું તેટલું નહિ, પરંતુ શુદ્ધ . શબ્દોચ્ચાર સાથે કયા ભાવ સુધી પહોંચવાનું છે, અને કેવા પ્રકારની સંવેદનાની આગ અંતરમાં પ્રગટાવવાની છે, તેનો પૂરતો અભ્યાસ કરવો અતિ અનિવાર્ય બને છે. તેમ કરવાથી જ આ સૂત્રનું ફળ પ્રાપ્ત કરી શકાય છે. જેઓ આવી રીતે સૂત્રના મર્મ સુધી પહોંચવા પ્રયત્ન નથી કરતા તેઓ કદાચ થોડું પુણ્ય બાંધી શકે, પણ આત્મશુદ્ધિરૂપ ફળ મેળવી શકે નહિ. ગાથાનો ક્રમઃ આ સૂત્રમાં જણાવેલ વ્રતોનું અણિશુદ્ધ પાલન કરવું અને વતદૂષણથી બચવું, એ એક અતિ વિકટ કાર્ય છે. આ વિકટ કાર્યની નિર્વિઘ્ન સમાપ્તિ માટે આ સૂત્રના પ્રારંભમાં સૌ પ્રથમ પંચ પરમેષ્ઠીને વંદન કરવારૂપ મંગલાચરણ કરવામાં આવ્યું છે. એકાગ્રચિત્તે પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરવાથી વિઘ્નો દૂર થાય છે, અને વ્રતપાલનની વિશિષ્ટ શક્તિ પ્રગટ થાય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ મોક્ષની પ્રાપ્તિ જ્ઞાનાદિ ગુણોના સંપૂર્ણ ઉઘાડથી થાય છે. આ જ્ઞાનાદિ ગુણોની સાધના કરવા અને જ્ઞાનાદિ ગુણોમાં રમણતા પ્રાપ્ત કરવા વ્રતપાલન આવશ્યક છે. તવિષયક થયેલા દોષોના નાશ માટે બીજી ગાથામાં તેનું સામુદાયિક પ્રતિક્રમણ કર્યું છે. સર્વ દોષોના મૂળસ્થાનરૂપ આરંભ અને પરિગ્રહવિષયક દોષોનું પ્રતિક્રમણ ત્રીજી ગાથામાં કરવામાં આવ્યું છે. પંચાચારનું પાલન એ શ્રાવકજીવનનું પરમ કર્તવ્ય છે. તેમાં સૌ પ્રથમ આવતો જ્ઞાનાચાર કેટલો વ્યાપક છે અને ઈન્દ્રિય અને કષાયની આધીનતાથી પગલે પગલે તેમાં કેવા દોષો લાગે છે તે જણાવી, તે દોષોની નિંદા ચોથી ગાથામાં કરવામાં આવી છે. ત્યાર પછી દર્શનાચારમાં બાહ્ય અને અંતરંગ રીતે કયા દોષો લાગે છે તે જણાવી, તે દોષોની નિંદા પાંચમી અને છઠ્ઠી ગાથામાં કરવામાં આવી છે. . ગૃહસ્થજીવનમાં રસોઈ કરવી એ લગભગ અનિવાર્ય છે; તો પણ રસોઈ કરતાં અજયણાથી જે કોઈ હિંસાદિ દોષો લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ સાતમી ગાથામાં કરવામાં આવ્યું છે. ત્યાર પછી ચારિત્રાચારની વિગત જણાવતાં આઠમી ગાથાથી બત્રીસમી ગાથા સુધીમાં શ્રેષ્ઠ શ્રાવક જે વ્રતો અંગીકાર કરે છે, તે બાર વ્રતોનું અને તેમાં સંભવતા દોષોનું વર્ણન કર્યું છે, અને સાથે જ દોષોથી મલિન થયેલા આત્માને આલોચના, નિંદા, ગર્તા અને પ્રતિક્રમણરૂપ ઉપાય દ્વારા નિર્મળ કરવાનો સુંદર માર્ગ બતાવ્યો છે. ત્યારબાદ તપાચારના વિષયમાં શ્રમણો અને શ્રાવકો, મૃત્યુસમય નજીક આવતાં સમાધિ-મરણ' માટે જે “સંલેખના વ્રતનો (અણસણ વ્રતનો) સ્વીકાર કરે છે, તેમાં ક્યાંય દોષ ન લાગે તે માટે પ્રથમથી જ સુંદર ભાવના દ્વારા સાવધાન રહેવાનો અલૌકિક માર્ગ તેત્રીસમી ગાથામાં બતાવ્યો છે. તપાચારમાં જેમ સંખનાતપ માટે જણાવ્યું તેમ બાકીના સર્વ તપ સંબંધી દોષ ન લાગે તે સ્વય વિચારી લેવાનું છે. આ રીતે જ્ઞાનાચાર આદિ ચાર આચારોનું પાલન અને તેના દોષોનું વર્ણન સૂત્રકાર ભગવંતે સ્વયં કર્યું છે. વીર્યાચાર સર્વત્ર વ્યાપક હોઈ તેનું અલગ વર્ણન Page #40 -------------------------------------------------------------------------- ________________ વંદિત સૂત્ર ૧૯ કર્યું નથી, પરંતુ શક્તિ અનુસાર આ વ્રતોના અપાલન કે વિપરીત પાલનથી વીર્યાચારમાં અતિચાર લાગે છે, તે વાત સ્વયં સમજી લેવાની છે. ‘ચોત્રીસમી ગાથામાં મન, વચન, કાયાના અશુભ પ્રવર્તનથી લાગેલા દોષોનું શુભયોગોથી પ્રતિક્રમણ કરવાનો નિર્દેશ છે, અને પાંત્રીસમી ગાથામાં વિવિધ પ્રકારની ધર્મક્રિયામાં થયેલા દોષોનું પ્રતિક્રમણ કરેલ છે. જે દોષોનું આસેવન પુનઃ પુનઃ થવાનું છે, તેવા દોષોના પ્રતિક્રમણથી ફાયદો શું?” – આ પ્રકારની શંકાના સમાધાનરૂપે છત્રીસથી એકતાલીસમી ગાથા સુધીમાં પ્રતિક્રમણ કરવાથી કેવા પ્રકારના વિશિષ્ટ લાભ થાય છે, આત્મા કર્મબંધથી કેવી રીતે અટકે છે, કર્મના ભારથી કઈ રીતે હળવો થાય છે વગેરે વિગતો દૃષ્ટાંતપૂર્વક હૃદયને સ્પર્શે તેવી સુંદર રીતે જણાવી છે. મોટા અતિચારની આલોચના કર્યા બાદ સ્મરણમાં ન આવે તેવા સૂક્ષ્મ અતિચારોની આલોચના, નિંદા અને ગહ બેતાલીસમી ગાથામાં કરવામાં આવી છે. ગાથા તેંતાલીસમાં વિરાધનાથી અટકી આરાધના માટે ઊઠતાં ચોવીશ જિનને વંદનારૂપ, મધ્યમ મંગલાચરણ કર્યું છે. ત્યારબાદ બે ગાથામાં આરાધના માટે સર્વ ચૈત્યોને અને સર્વ સાધુ ભગવંતોને વંદના કરવામાં આવી છે. ગાથા છેતાલીસમાં ' શ્રાવકે પોતાનો સંપૂર્ણ દિવસ કંઈ રીતે પસાર કરવો તેની સુંદર ભાવના વ્યક્ત કરી છે. સુડતાલીસમી ગાથામાં અરિહંતાદિ ઉત્તમ વસ્તુઓને મંગળરૂપે સ્વીકારી, સમ્યગદર્શન ગુણને વરેલા દેવો પાસે સમાધિ અને બોધિની પ્રાર્થના કરવામાં આવી છે. આચાર અને વ્રતવિષયક અતિચારોનું વર્ણન જણાવ્યા પછી જે ચાર મુખ્ય “કારણે અતિચાર થાય છે, તે પ્રતિક્રમણના મુખ્ય હેતુઓ જણાવી, વ્રતધારી કે વ્રત નહિ સ્વીકારેલ વ્યક્તિ માટે પણ પ્રતિક્રમણ' કઈ રીતે હિતકારી છે, તે વાત અડતાલીસમી ગાથામાં કરવામાં આવી છે. સૂત્રના પ્રાંત ભાગમાં પ્રતિક્રમણની ક્રિયાના હાર્દરૂપે સર્વ જીવો પ્રત્યે . મૈત્રીભાવનો મંગલ નિર્દેશ છે, જેના દ્વારા સર્વ જીવો સાથે બંધાયેલા વૈરના સંબંધને નિર્મળ કરી નાંખવાનો છે. છેલ્લી ગાથામાં આલોચના, નિંદા, ગહ કરતાં અંતિમ મંગળરૂપે ચોવીશ જિનને વંદના કરવામાં આવી છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ २० सूत्रसंवहना-४ भूण सूत्र: वंदित्तु सव्वसिद्धे, धम्मायरिए अ सव्वसाहू अ । इच्छामि पडिक्कमिडं, सावग-धम्माइआरस्स ।।१।। जो मे वयाइआरो, नाणे तह दंसणे चरित्ते अ । सुहुमो अ (व) बायरो वा, तं निंदे तं च गरिहामि ।।२।। दुविहे परिग्गहम्मी, सावज्जे बहुविहे अ आरंभे । कारावणे अ करणे, पडिक्कमे देसि (राइअं) सव्वं ।।३।। जं बद्धमिदिएहिं, चउहिं कसाएहिं अप्पसत्थेहिं । रागेण व दोसेण व, तं निंदे तं च गरिहामि ।।४।। आगमणे निग्गमणे, ठाणे चंकमणे अणाभोगे। अभिओगे अ निओगे, पडिक्कमे देसिअं(राइअं) सव्वं ।।५।। संका कंख विगिच्छा, पसंस तह संथवो कुलिंगीसु । सम्मत्तस्सइआरे पडिक्कमे देसिअं(राइअं) सव्वं ।।६।। छक्काय-समारंभे, पयणे अ पयावणे अ जे दोसा । अत्तट्ठा य परट्ठा, उभयट्ठा चेव तं निंदे ।।७।। . पंचण्हमणुव्वयाणं, गुणव्वयाणं च तिण्हमइआरे । सिक्खाणं च चउण्हं, पडिक्कमे देसिअं(राइअं) सव्वं ।।८।। पढमे अणुव्वयम्मी, थूलग-पाणाइवाय-विरईओ । आयरियमप्पसत्थे, इत्थ पमायप्पसंगेणं ।।९।। वह-बंध-छविच्छेए, अइभारे भत्तपाण-वुच्छेए, पढम-वयस्सइआरे, पडिक्कमे देसिअं(राइअं) सव्वं ।।१०।। बीए अणुव्वयम्मी, परिथूलग-अलिअ-वयण-विरईओ ।। आयरियमप्पसत्थे, इत्थ पमायप्पसंगेणं ।।११।। Page #42 -------------------------------------------------------------------------- ________________ 'वहित्तु सूत्र' सहसा रहस्स-दारे, मोसुवएसे अ कूडलेहे अ । बीय-वयस्सइआरे, पडिक्कमे देसिअं ( राइअं ) सव्वं ।।१२।। तइए अणुव्वयम्मी, थूलग-परदव्वहरण- विरईओ । आयरिअमप्पसत्थे, इत्थ पमायप्पसंगेणं ।। १३ ।। तेनाहड-प्पओगे, तप्पडिरूवे विरुद्धगमणे अ । कूडतुल-कूडमाणे, पडिक्कमे देसिअं ( राइअं सव्वं ॥ १४ ॥ । चउत्थे अणुव्वयम्मी, निच्चं परदार-गमण-विरईओ । आयरिअमप्पसत्थे, इत्थं पमायप्पसंगेणं ।।१५।। अपरिग्गहिआ इत्तर, अणंग-विवाह-तिव्व-अणुरागे । चउत्थ- वयस्सइआरे, पडिक्कमे देसिअं ( राइअं सव्वं ।। १६ ।। इत्तो अणुव्वए पंचमंमि, आयरिअमप्पसत्थंमि । परिमाण-परिच्छेए, इत्थ पमायप्पसंगेणं ।। १७ ।। धण-धन्न-खित्त-वत्थू, रूप्पं-सुवणे अ कुविअ - परिमाणे । दुपए चउप्पयंमि (मी) य, पडिक्कमे देसिअं ( राइअं ) सव्वं ।। १८ ।। गमणस्स य(उ) परिमाणे, दिसासु उड्डुं अहे अ तिरिअं च । वुड्ढी सइअंतरद्धा, पढमंमि गुणव्वए निंदे ।। १९ । । मज्जमि अ मंसंमि अ, पुप्फे अ फले अ गंधमले अ । उवभोग-परी(रि)भोगे, बीयंमि गुणव्वए निंदे ।। २० ।। सच्चित्ते पडिबद्धे, अपोल-दुप्पोलिअं च आहारे । तुच्छोसहि-भक्खणया, पडिक्कमे देसिअं ( राइअं ) सव्वं ।। २१ ।। इंगाली -वण- साडी भाडी-फोडी सुवज्जए कम्मं । वाणिज्जं चेव दंत-लक्ख-रस- केस - विस-विसयं ।।२२।। ૨૧ Page #43 -------------------------------------------------------------------------- ________________ सूत्रसंवहना-४ एवं खु जंतपीलण-कम्मं निलंछणं च दवदाणं । सर-दह-तलाय-सोसं, असई-पोसं च वज्जिज्जा ।।२३।। सत्थग्गि-मुसल-जंतग-तण-कट्टे मंत-मूल-भेसज्जे । दिन्ने दवाविए वा, पडिक्कमे देसिअं(राइअं) सव्वं ।।२४ ।। पहाणुव्वट्टण-वन्नग-विलेवणे सद्द-रूव-रस-गंधे । . वत्थासण-आभरणे, पडिक्कमे देसिअं(राइअं) सव्वं ।।२५।। कंदप्पे कुक्कुइए, मोहरि-अहिगरण-भोग-अइरित्ते । दंडंमि अणट्ठाए, तइअंमि गुणव्वए निंदे ।।२६।। तिविहे दुप्पणिहाणे, अणवट्ठाणे तहा सइविहूणे । सामाइअ(ए) वितहकए, पढमे सिक्खावए निंदे ।।२७।। आणवणे पेसवणे, सद्दे रुवे अ पुग्गलक्खेवे । . देसावगासिअम्मी, बीए सिक्खावए निंदे ।।२८।। . संथारूञ्चारविही, पमाय तह चेव भोयणाभोए। , पोसहविहि-विवरीए, तइए सिक्खावए निंदे ।।२९।। सञ्चित्ते निक्खिवणे, पिहिणे ववएस-मच्छरे चेव । कालाइक्कमदाणे, चउत्थे सिक्खावए निंदे ।।३०।। सुहिएसु अ दुहिएसु अ, जा मे अस्संजएसु अणुकंपा । रागेण व दोसेण व, तं निंदे तं च गरिहामि ।।३१।। साहूसु संविभागो, न कओ तव-चरण-करण-जुत्तेसु । संते फासुअदाणे, तं निंदे तं च गरिहामि ।।३२।। इहलोए परलोए, जीविअ-मरणे अ आसंस-पओगे । ... पंचविहो अइआरो, मा मज्झ हुज्ज मरणंते ।।३३।। Page #44 -------------------------------------------------------------------------- ________________ 'वहित्तु सूत्र' काएण काइअस्सा, पडिक्कमे वाइअस्स वायाए । मणसा माणसिअस्सा, सव्वस्स वयाइ आरस्स ।। ३४।। वंदण-वय-सिक्खा-गारवेसु, सन्ना-कसाय-दंडेसु । गुत्तीसु अ समिईसु अ, जो अइआरो अ तं निंदे ।। ३५ ।। सम्मद्दिट्ठी जीवो, जइ वि हु पावं समायरइ (रे) किंचि । अप्पो सि होइ बंधो, जेण न निद्धंधसं कुणइ ।। ३६ ।। तंपि हु सपडिक्कमणं, सप्परिआवं सउत्तरगुणं च । खिप्पं उवसामेई, वाहि व्वं सुसिक्खिओ विज्जो ।। ३७ ।। विसं, मंत-मूल-विसारया । विज्जा हणंति मंतेहिं, तो तं हवइ निव्विसं ।। ३८ ।। एवं अट्ठविहं कम्मं, राग-दोस-समज्जिअं । आलोअंतो अनिंदतो, खिप्पं हणइ सुसावओ ।। ३९ ।। कयपावो वि मणुस्सो, आलोइअ निंदिअ गुरु-सगासे । होइ अइरेंग लहुओ, ओहरिअ - भरु व्व भारवहो ।। ४० ।। आवस्सएण एएण, सावओ जइ वि बहुरओ होई । दुक्खाणमंतकिरिअं काही अचिरेण काले । । ४१ । । , आलोअणा बहुविहा, न य संभरिआ पडिक्कमणकाले । मूलगुण-उत्तरगुणे, तं निंदे तं च गरिहामि ।। ४२ ।। तस्स धम्मस्स केवलिपन्नत्तस्स, अब्भुट्टिओ मि आराहणाए, विरओ मि विराहणाए । तिविहेण पडिक्कंतो, वंदामि जिणे चउव्वीसं ||४३|| जावंति चेइआइं, उड्ढे अ अहे अ तिरिअलोए अ । सव्वाई ताई वंदे, इह संतो तत्थ संताई ।। ४४ ।। ૨૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ २४ સૂરસંવેદના-૪ जावंत के वि साहू, भरहेरवय-महाविदेहे अ, सव्वेसिं तेसिं पणओ, तिविहेण तिदंड-विरयाणं ।।४५।। चिर-संचिअ-पाव-पणासणीइ, भव-सय-सहस्स-महणीए । चउवीस-जिण-विणिग्गय-कहाइ, वोलंतु मे दिअहा ।।४६।। मम मंगलमरिहंता, सिद्धा साहू सुअं च धम्मो अ । सम्मद्दिट्ठी देवा, दिंतु समाहिं च बोहिं च ।।४७।। . पडिसिद्धाणं करणे, किञ्चाणमकरणे अ पडिक्कमणं । असद्दहणे अ तहा, विवरीअ-परूवणाए अ ।।४८।। . खामेमि सव्वजीवे, सव्वे जीवा खमंत मे । मित्ती मे सव्वभूएसु, वेरं मज्झ न केपाइ ।।४९।। एवमहं आलोइअ, निंदिअ गरहिअ दुगंछिअं (ङ) सम्म । तिविहेण पडिकंतो, वंदामि जिणे चउव्वीसं ।।५० ।। નોંધઃ આ સૂત્ર લાંબુ હોવાને કારણે સંસ્કૃત છાયા તથા ગાથાર્થ પ્રત્યેક ગાથા સાથે જ લીધાં છે. * भूणसूत्र विषय नोंध :• ॥ सूत्रनी था 3, ८, ११, १३, १५,२८मा परिग्गहम्मी, अणुव्वयम्मी, देसावगासिअम्मी मेवो ही ॥२॥न्त ५भणे छ, तथा मागणना २॥३४मां काइअस्सा, माणसिअस्सा એવો દીર્ઘ આકારાન્ત પાઠ મળે છે. પ્રાકૃત શબ્દાનુશાસન પ્રમાણે ત્યાં 'મિ' અને હ્રસ્વ ‘ઝ' શુદ્ધ ગણાય, તો પણ માત્રાનો મેળ કરવા તે પાઠ પ્રચલિત થયો જણાય છે. તથા અનેક સ્થળે માત્રાનો મેળ કરવા દીર્ઘ-હ્રસ્વના ફેરફાર મળે છે. જેમ કે, ___संथारुच्चार ने पहले संथारूच्चार, तईए ने पहले तइए विगैरे • प्राकृत व्या४२५॥ प्रभाए। 'अ' भने 'य' नो तथा 'ण' भने 'न' नो प्र२२५२ ३२६।२ 45 शछ. • था ४उनी भागण 'तस्स धम्मस्स' में 418 गधमा छे. Page #46 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર' અવતરણિકા - “વંદિત્ત' સૂત્રના પ્રારંભમાં ગ્રંથકારશ્રી પ્રથમ ગાથા દ્વારા મંગલાચરણ કરે છે - ગાથા : वंदित्तु सव्वसिद्धे, धम्मायरिए अ सव्वसाहू अ । इच्छामि पडिक्कमिडं, सावग-धम्माइआरस्स ।।१।। અવયસહિત સંસ્કૃત છાયાઃ सर्वसिद्धान् धर्माचार्यान् च सर्वसाधून च वन्दित्वा । श्रावकधर्मातिचारस्य(रात्) प्रतिक्रमितुम् इच्छामि ।।१।। ગાથાર્થ: * અરિહંત ભગવંતોને, સિદ્ધ ભગવંતોને, ધર્માચાર્યોને, ઉપાધ્યાય ભગવંતોને તથા સર્વે સાધુ ભગવંતોને વંદન કરીને; શ્રાવકધર્મમાં લાગેલા અતિચારોનું હું પ્રતિક્રમણ કરવા ઈચ્છું છું. વિશેષાર્થ : વંલિ સર્વાસિદ્ધ, મારિ સત્રસાદૂન - અરિહંતોને, સિદ્ધોને, ધર્માચાર્યોને, ઉપાધ્યાયોને તથા સર્વ સાધુઓને વંદન કરીને (અહીં ‘ઉપાધ્યાયોને એવો અર્થ થમ્પાયર અને સવ્વસાહૂ વચ્ચેના “' શબ્દથી કર્યો છે.) મંગલાચરણ શા માટે? : આ સૂત્રની રચના પૂર્વાચાર્યોએ શ્રાવકને લક્ષ્યમાં રાખીને કરી છે. આ સૂત્રના સહારે શ્રાવકે પોતાનાં વ્રતોમાં થયેલા અતિચારોની આલોચના કરી શુદ્ધ થવાનું છે. આલોચના દ્વારા આત્મશુદ્ધિ કરવાનું કાર્ય એ એક શુભ અને દુષ્કર કાર્ય છે. તેથી તે નિર્વિબે પૂર્ણ થાય તે માટે શ્રાવકે આ ક્રિયાનો પ્રારંભ કરતાં પૂર્વે મંગલાચરણ કરવું જોઈએ. આ જ કારણથી શ્રાવક આ સૂત્રના પ્રારંભમાં જ પંચ પરમેષ્ઠીરૂપ ઈષ્ટ દેવ-ગુરુને નમસ્કાર કરવારૂપ મંગળ કરે છે, અને ત્યારબાદ હું શ્રાવકધર્મના અતિચારોનું પ્રતિક્રમણ કરવા ઇચ્છું છું,’ તેમ જણાવે છે. આ ગાથા બોલનાર (પ્રતિક્રમણ કરનાર) સાધક પોતે આ પદોના ઉચ્ચારણ Page #47 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ દ્વારા પ્રતિક્રમણનું મંગલાચરણ કરે છે અને સૂત્રકાર પણ આ પદોની રચના કરવા દ્વારા મંગલાચરણ કરવાપૂર્વક સૂત્રનો પ્રારંભ કરે છે. પ્રતિક્રમણ કરવા ઉપરાંત સૂત્રની રચના કરવી, સૂત્રનું શુદ્ધ ઉચ્ચારણ કરવું, સૂત્રના પૂર્ણ તાત્પર્યને સમજવું કે સૂત્રોનુસાર જીવન જીવવું : આ સર્વે કાર્યો શ્રેયકારી છે. સર્વત્ર કહેવાય છે કે “શ્રેયાંતિ જહુવિજ્ઞાનિ' શ્રેયરૂપ કાર્યો ઘણાં વિક્નોથી ભરેલાં હોય છે; કેમ કે અનાદિકાળથી અશ્રેયકારી પાપની વૃત્તિ અને પ્રવૃત્તિ દ્વારા જીવે ઘણા પાપપૂંજો એકઠા કર્યા હોય છે. આ પાપો જ શ્રેયકારી કાર્યોમાં વિનો ઉત્પન્ન કરે છે. વિક્નોના પ્રકારો : પાપપ્રકૃતિના ઉદયથી પ્રગટતાં વિનો બે પ્રકારનાં છે – બાહ્ય અને અંતરંગ. તેમાં પ્રતિક્રમણ માટે પ્રતિકૂળ એવા બાહ્ય સંયોગો તે બાહ્ય વિન છે, અને પ્રતિક્રમણને પ્રતિકૂળ એવા અંતરંગ ભાવો તે અંતરંગ વિઘ્ન છે. "પ્રતિક્રમણ માટે બાહ્ય વિન બાહ્ય પ્રતિકૂળતારૂપ છે. જેમ કે પ્રતિક્રમણમાં ભાવ જળવાઈ રહે તેવું શાંત, સુયોગ્ય સ્થાન ન મળે, જરૂરી ઉપકરણો પ્રાપ્ત ન થાય, સમયની સાનુકૂળતા ન સાંપડે, સ્વયં પ્રતિક્રમણ કરતાં ન આવડે અને કરાવનાર મળે નહિ, વળી શરીરની જે અનુકૂળતા જોઈએ તે પ્રાપ્ત ન થાય : આ બધાં બાહ્ય વિઘ્નો છે. શાસ્ત્રમાં આવાં વિનોને જઘન્ય કે મધ્યમ વિપ્ન કહેવાય છે. અંતરંગ વિનો આંતરિક પ્રતિકૂળ ભાવોસ્વરૂપ છે. જેમ કે, “આ પ્રતિક્રમણની ક્રિયા જ મારા સુખનું કારણ છે, તેવું લાગે નહિ. તેવું લાગે તો પણ અંતરમાં 1. શ્રેયાંસિ વિનિ, મનિ મહામપિ अश्रेयसि प्रवृत्तानां, क्वापि यान्ति विनायकाः ।। મહાપુરુષોને પણ શ્રેયકારી કાર્યો ઘણા વિઘ્નોવાળાં હોય છે. અશ્રેય કાર્યમાં પ્રવૃત્તિ કરનારાના વિબ્દસમૂહો ક્યાંય ચાલ્યા જાય છે. - યોગશતક ગાથા નં-૧ ની ટીકા 2. ધર્મ કરવામાં અંતરાય ઊભો કરે એવા માનસિક પરિણામને વિબ કહેવાય છે. શાસ્ત્રોમાં આવાં વિઘ્નો જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનાં બતાવ્યાં છે. તેમાં ઠંડી, ગરમી આદિ બાહ્ય પ્રતિકૂળતાને કારણે ધર્મમાં અટકાયત કરતો ભાવ તે જઘન્ય વિઘ્ન છે, શારીરિક રોગો કે પ્રતિકૂળતા તે મધ્યમ વિપ્ન છે અને આત્મિક ભાવોની પ્રતિકૂળતા એટલે કે મિથ્યાત્વમોહનીયકર્મથી ઉત્પન્ન થયેલો મનોવિભ્રમ એ ઉત્કૃષ્ટ વિલ્બ કહેવાય છે. આ વિષયની વિશેષ માહિતી યોગવાશિકા ગાળા નં. ૧ તથા ષોડશક ૩-૯માંથી મેળવી શકાય. Page #48 -------------------------------------------------------------------------- ________________ વંદિત સૂત્ર' પ્રતિક્રમણ કરવાનો ભાવ પ્રગટે જ નહિ, પ્રતિક્રમણ કરવાની ભાવના હોવા છતાં “સંસારની સર્વ ક્રિયા કરતાં આ ક્રિયા મહાન છે', તેવો આદર પ્રગટે નહિ, ક્રિયા કરતાં જે વર્ષોલ્લાસ થવો જોઈએ તે ન થાય, મનને એકાગ્ર કરવાની મહેનત ચાલુ હોવા છતાં મન અન્યત્ર ભટક્યા કરે, પણ પ્રતિક્રમણની ક્રિયામાં સ્થિર ન થાય, બાહ્યથી ક્રિયા સુંદર હોવા છતાં તેના દ્વારા જે આંતરિક આનંદનો ઝરો ફૂટવો જોઈએ તે ફૂટે નહિ, અને પરિણામે ક્રિયાને જલદી-જલદી પતાવવાની ભાવના રહ્યા કરે : આ સર્વે અંતરંગ વિઘ્નો છે, જેને શાસ્ત્રકારો ઉત્કૃષ્ટ વિઘ્ન કહે છે. સાધક આ સૂત્રના માધ્યમે પ્રતિક્રમણ તો કરે છે, પરંતુ વિદ્ગોના કારણે પ્રતિક્રમણ દ્વારા તેના ભાવોને સ્પર્શી પોતાની પરિણતિને પલટાવી શકતો નથી. આથી જ સૂત્રને પરિણામ પમાડવામાં પ્રતિબંધક બનતાં બાહ્ય અને અંતરંગ વિનોના નાશ માટે સૂત્રકારે સૂત્રના પ્રારંભમાં મંગલાચરણ કર્યું છે. આ મંગલાચરણથી પ્રગટેલો શુભ ભાવ આવાં સર્વ વિઘ્નોને દૂર કરી, સૂત્રના તે તે ભાવો સુધી સાધકને પહોંચાડી શકે છે અને તે દ્વારા આત્મિક શુદ્ધિ પણ કરાવે છે. પંચ પરમેષ્ઠીને વંદના: વgિ - વંદન કરીને. વંદનનો અર્થ છે નમસ્કાર અથવા સમર્પણનો ભાવ અથવા મન-વચન અને કાયાની એક શુભ પ્રવૃત્તિ. અંરિહંતાદિ ગુણવાન આત્માઓને જોઈ તે મહાન છે અને હું હીન છું' આવો આદર અને બહુમાનનો ભાવ તે માનસિક વંદના છે. આ ભાવપૂર્વક “વંદામિ” કે “નમો’ વગેરે શબ્દો ઉચ્ચારવા વાચિક વંદન છે, અને બે હાથ જોડી માથું નમાવવું તે કાયિક વંદનની ક્રિયા છે. આ વંદનની ક્રિયા ભૂમિકાભેદે અનેક પ્રકારની છે. તેમાં પરમાત્મા પ્રત્યેના અહોભાવને કારણે પોતાનાં મન, વચન અને કાયાની સર્વ પ્રવૃત્તિઓ પરમાત્માના વચન અનુસાર જ કરવી, તે શ્રેષ્ઠ વંદના છે. આવી શ્રેષ્ઠ વંદનાને જ લક્ષ્ય બનાવી સાધકે “વંદિતુ શબ્દો દ્વારા પોતાની શક્તિ અને ભૂમિકા અનુસાર વંદન કરે છે. હવે કોને વંદન કરીને મંગલાચરણ કરાય છે, તે જણાવે છે“સિદ્ધ - અરિહંત તથા સિદ્ધ ભગવંતોને વંદન કરીને). ‘સર્વાસ' નો અર્થ છે સર્વ સિદ્ધ ભગવંતો એટલે તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ વગેરે ૩. વંદનક્રિયાની વિશેષ સમજ માટે ‘સૂત્ર સંવેદના ભાગ-૨’ ‘અરિહંત ચેઈઆણં' સૂત્ર જોવું. तत्र वन्दनम्-अभिवादनं प्रशस्त-कायवाङ्मनः-प्रवृत्तिरित्यर्थः, - ललितविस्तरा Page #49 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ પંદર પ્રકારના સિદ્ધ ભગવંતો. સિદ્ધ થતાં પૂર્વેની અવસ્થાને લક્ષ્યમાં લઈને શાસ્ત્રમાં સિદ્ધ ભગવંતોના પંદર‘ભેદો દર્શાવ્યા છે, તે સર્વ ભેદોમાં તીર્થંકર તરીકે મોક્ષમાં જનારા અરિહંત ભગવંતોનો પણ એક ભેદ તરીકે સમાવેશ થાય છે. તેથી જ્યારે સસિદ્ધે કહીએ ત્યારે અરિહંત અને સિદ્ધ ભગવંતોને વંદન કરવામાં આવે છે. ૨૮ સ શબ્દ પ્રાકૃત છે. તેની સંસ્કૃત છાયા જેમ સર્વ થાય તેમ સાર્વા પણ થાય. પૂર્વે સર્વ પ્રમાણે અર્થ કર્યો, હવે સર્વા પ્રમાણે અર્થ કરીએ તો સાર્વાનો અર્થ છે ‘જેઓ સર્વ વસ્તુને જાણે અથવા સર્વનું હિત કરે' તે. આમ ‘સ’ શબ્દથી સર્વ પ્રાણીઓનું હિત કરવાની જેમની ભાવના હોય છે, અને એ ભાવનાના પરિપાકરૂપે જ સંસારસાગરને તરવા માટે ધર્મતીર્થરૂપી શ્રેષ્ઠ જહાજની જેમણે સ્થાપના કરી હોય તે અરિહંતોને વંદન કરવામાં આવ્યું છે; અને ‘સિદ્ધે’ શબ્દ દ્વારા સિદ્ધ ભગવંતોને વંદન કરવામાં આવ્યું છે. આમ ‘સસિદ્ધે’ પદ દ્વારા અરિહંત અને સિદ્ધભગવંતોને વંદના કરવામાં આવી છે. ધમ્મારિ ગ - ધર્માચાર્યોને (વંદન કરીને). અરિહંત ભગવાનની અનુપસ્થિતિમાં જેઓ શાસનની ધુરા વહન કરે છે, શ્રુત અને ચારિત્રધર્મને આચરે છે, સૂત્રના રહસ્યભૂત અર્થની દેશના દ્વારા જેઓ ચતુર્વિધ સંઘને ધર્મનું દાન કરે છે અને પોતાના ઉત્તમ પંચાચારના પાલન દ્વારા જેઓ અનેક જીવોને ધર્મ તરફ આકર્ષે છે, તેવા ધર્માચાર્યોને વંદન ક૨વામાં આવ્યું છે. ઉપરાંત ‘’ શબ્દથી ઉપાધ્યાય ભગવંતો કે જેઓ વિનયના ભંડાર છે, આગમશાસ્ત્રોના જ્ઞાતા છે અને શિષ્યોને સૂત્ર અને અર્થનું પ્રદાન કરનાર છે, તેઓને વંદન કરવામાં આવ્યું છે. साहू તથા સર્વ સાધુઓને (વંદન કરીને) - 4. સિદ્ધના ૧૫ ભેદો : ખિળ અનિળ તિત્વઽતિસ્થા શિપ્તિ અન્ન સતિ થી નર નપુંસા । પત્તેયં સર્વવ્રુન્દા, બુદ્ધવોદિવ કળિા ય ।।।। નવતત્ત્વ ।। જિનસિદ્ધ, અજિનસિદ્ધ, તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ, ગૃહસ્થલિંગસિદ્ધ, અન્યલિંગસિદ્ધ, સ્વલિંગસિદ્ધ, સ્ત્રીસિદ્ધ, પુરુષસિદ્ધ, નપુંસકસિદ્ધ, પ્રત્યેકબુદ્ધસિદ્ધ, સ્વયંબુદ્ધસિદ્ધ, બુદ્ધબોધિતસિદ્ધ, એકસિદ્ધ, અનેકસિદ્ધ. 5. ‘સર્વ વસ્તુ વિતિ સર્વેો હિતા વેતિ સાર્વા: તીર્થભૃત:, - સવ્વ શબ્દનો આ રીતે સાર્વો અર્થ કરવામાં આવે તો તેના દ્વારા અરિહંતો ગ્રહણ કરી શકાય છે અથવા સર્જા શબ્દનો સર્વ સિદ્ધભગવંતો એવો અર્થ કરાય, જેમાં અરિહંતનો સમાવેશ થઈ જાય. -વન્દારૂવૃત્તિ Page #50 -------------------------------------------------------------------------- ________________ વંદિત્ત સૂત્ર મોક્ષમાર્ગની જેઓ વિવિધ પ્રકારે ઉત્તમ સાધના કરી રહ્યા છે, તેવા જિનકલ્પિક, સ્થવિરકલ્પિક આદિ સર્વ પ્રકારના સાધુ ભગવંતોને અહીં વંદન કરવામાં આવ્યું છે. જિજ્ઞાસા ? અહીં મંગલાચરણમાં પંચ પરમેષ્ઠીને વંદન કરવાનું કારણ શું ? તૃપ્તિ આ સૂત્રનું ઉચ્ચારણ, દોષોથી મુક્ત થવા અને ગુણયુક્ત બનવા માટે કરાય છે. તેથી અન્ય કોઈને નહીં પણ સર્વદોષથી રહિત અરિહંત ભગવંતો અને સિદ્ધ ભગવંતો તથા દોષમુક્તિ માટે વિશેષ યત્ન કરતા આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સાધુ ભગવંતોરૂપ પંચપરમેષ્ઠીને જ અહીં વંદન કરવામાં આવ્યું છે. આ વંદન એક મંગલ ક્રિયા છે, જેના દ્વારા વિદ્ગોનો નાશ થાય છે. પંચ પરમેષ્ઠીને નમસ્કારરૂપ મંગલાચરણ કરીને હવે ઉત્તરાર્ધ દ્વારા બુદ્ધિમાન પુરુષોની સૂત્રના વિષય સંબંધી જિજ્ઞાસાને સંતોષવા માટે, “શ્રાવકધર્મના અતિચારથી પાછા ફરવા' રૂપ વિષય નિર્દેશ કરે છે. રૂછામિ પરિક્ષામાં સાવિધિમાફગારસ - શ્રાવકધર્મમાં લાગેલા અતિચારોનું હું પ્રતિક્રમણ કરવા ઈચ્છું છું. છામિ - (હું) ઈચ્છું છું. . - આ શબ્દપ્રયોગ દ્વારા શ્રાવક ભાવપૂર્વક પ્રતિક્રમણ કરવાની પોતાની ઇચ્છા ગુરુ - ભગવંત સમક્ષ રજુ કરે છે. જૈનશાસનની એક મર્યાદા છે કે કોઈપણ કાર્યનો પ્રારંભ કરતાં પહેલા પોતાની ઇચ્છા ગુરુ ભગવંતને જણાવવારૂપ “ઇચ્છાકાર સમાચારી”નું પાલન કરવું. પ્રતિક્રમણ કરવા ઉત્સુક બનેલો સાધક પણ ‘રૂછમ' શબ્દ દ્વારા ઇચ્છાકાર સામાચારીનું પાલન કરે છે, અને પોતાની ઇચ્છા ગુરુ ભગવંતને જણાવવાનો આનંદ અનુભવે છે. શ્રાવક સમજે છે કે “શુદ્ધ ક્રિયા વિનાનો ભાવ અને ભાવ વિનાની ક્રિયા, આ બંને વચ્ચે સૂર્ય અને આગિયા જેટલું અંતર છે. ક્રિયાનો વ્યાપ ઘણો હોય, પરંતુ અંતરમાં કોઈ ભાવ ન હોય તો તે ક્રિયા આગિયાના પ્રકાશ જેવી તુચ્છ છે, અને અંતરમાં શુદ્ધ ભાવ હોય પણ ક્રિયા અતિ અલ્પ હોય અથવા ન પણ હોય, તો પણ 6. અરિહંત, સિદ્ધ આદિ પંચ પરમેષ્ઠીનું વિશેષ સ્વરૂપ સૂત્ર.સં. ભા.૧ સૂત્ર-૧માંથી જોઈ લેવું. - 1. સામાચારીની વિશેષ સમજ માટે જુઓ સૂત્ર સં. ભા. ૧માં સૂત્ર નં. ૩. 8. શિવપૂરા ય માવો, ભાવશૂન્યા રાજિયા , अनयोरन्तरं दृष्टं, भानुखद्योतयोरिव ।। - શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની અર્થદીપિકા ટીકા Page #51 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ તે અંતરનો શુદ્ધ ભાવ સૂર્યના પ્રકાશ જેવો મહાન છે. તેથી જ શ્રાવક માત્ર પ્રતિક્રમણ કરવાની ઇચ્છા નથી ધરાવતો પણ ભાવપૂર્વક પ્રતિક્રમણ કરવાની ઇચ્છા પ્રગટ કરે છે. હવે શું કરવાની ઇચ્છા છે, તે જણાવે છેપરમ - (હું) પ્રતિક્રમણ કરવા માટે ઇચ્છું છું).. પ્રતિક્રમણ કરવું એટલે પાછા ફરવું. પ્રમાદના વશથી સ્વસ્થાનથી એટલે પોતાના જ્ઞાનાદિ ગુણોથી, પરસ્થાનમાં ગયેલા આત્માને પુનઃ સ્વસ્થાનમાં લાવવો, તે પ્રતિક્રમણ છે અથવા ક્ષાયોપથમિક ભાવથી ઔદાયિક ભાવને પામેલા આત્માને પુનઃ ક્ષાયોપથમિક ભાવમાં લાવવો તે પ્રતિક્રમણ છે. વિષય, કષાય અને પ્રમાદાદિ દોષોને કારણે જ્ઞાનાદિ ગુણોથી પર થયેલા આત્માને પુનઃ પોતાના મૂળ સ્વભાવમાં લાવવાનો યત્ન કરવો, તે પ્રતિક્રમણ છે. ટૂંકમાં અતિક્રમણનું પ્રતિક્રમણ કરવાનું છે. વ્રતની મર્યાદાને ચૂકી જઈ બહાર ગયેલા આત્માને પુનઃ વ્રતની મર્યાદામાં લાવવાનો યત્ન કરવો તે પ્રતિક્રમણ છે. હવે શેનું પ્રતિક્રમણ કરવાનું છે, તે જણાવે છેસાવ ઘમાસાર - શ્રાવકધર્મના અતિચારોનું, ‘સાવા થપ્પામરસ' શબ્દ શ્રાવક, ધર્મ અને અતિચાર એમ ત્રણ શબ્દનો બનેલો છે. તેમાં શ્રાવકનો ધર્મ એ શ્રાવકધર્મ અર્થાત્ સમ્યક્ત્વમૂલ બાર વ્રતો. આ ધર્મમાં લાગતા અતિચારો તે શ્રાવકધર્મના અતિચારો છે, જેનું પ્રતિક્રમણ કરવા સાધક ઇચ્છા ધરાવે છે. ૭. સાથોપશમ ભાવી - રોચિવશે ત. तत्रापि च स एवार्थः, प्रतिकूलगमात्स्मृतः ।।१२३० ।। - આવશ્યક નિર્યુક્તિ હારિભદ્રીય ટીકા ગાથા ૧૨૩૦/૩૧ पडिक्कमणं पडियरणा, पडिहरणा वारणा निअत्ती य । निंदा गरिहा सोही, पडिक्कमणं अट्ठहा होइ ।।१२३१।। - આવશ્યક નિર્યુક્તિ પ્રતિક્રમણ, પ્રતિચરણા, પ્રતિહરણા, વારણા, નિવૃત્તિ, નિન્દા, ગહ અને શુદ્ધિ : આમ પ્રતિક્રમણના ૮ પર્યાયવાચી શબ્દો છે, જેની વિશેષ સમજ માટે આવશ્યકનિયુક્તિ તથા પ્રતિક્રમણ હેતુગર્ભ સક્ઝાય જોવા ભલામણ. “પ્રતિક્રમણ એટલે શું?” તે આ પુસ્તકની ભૂમિકામાં સ્પષ્ટ કરેલ છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ “વંદિતુ સૂત્ર શ્રાવક શ્રાવક તેને કહેવાય જેને, શ્રા = જિનવચનમાં શ્રદ્ધા હોય, અથવા જિનવચનનું જે શ્રવણ કરતો હોય. a = શ્રદ્ધા અને શ્રવણના કારણે જેનામાં વિવેક પ્રગટ્યો હોય, # = વિવેકને કારણે મોક્ષના ઉપાયરૂપ શુદ્ધ ક્રિયામાં સતત ઉદ્યમશીલ હોય. શ્રાવકનો ધર્મ : શ્રાવકનો ધર્મ મુખ્યપણે સમ્યક્તવમૂળ બાર વ્રતોસ્વરૂપ દેશવિરતિધર્મ છે. શ્રાવક જ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક મોક્ષમાર્ગને સાધનારી જે અલ્પ પણ ક્રિયા કરે છે તેનાથી તેને જે આત્મિક આનંદની અનુભૂતિ અને ચિત્તની સ્વસ્થતા પ્રાપ્ત થાય છે, તે આનંદ કે ચિત્તની સ્વસ્થતા તેને ભૌતિક સુખથી પ્રાપ્ત થતી નથી. ભૌતિક સુખમાં તેને શ્રમ, વિડંબણા અને માત્ર કાલ્પનિક સુખનાં દર્શન થાય છે. આ જ કારણે જ્યાં મોક્ષસાધક ક્રિયા સતત કરવા મળે છે તેવી સર્વવિરતિને તે હંમેશાં ઝંખે છે, અને તેની શીધ્ર પ્રાપ્તિ થાય તે માટે જ સમ્યક્ત મૂળ બાર વ્રત કે તેમાંથી કોઈ એકાદ વ્રતનો સ્વીકાર કરે છે, જેને દેશવિરતિધર્મ કહેવાય છે. પ.પૂ.આ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ આ જ વાતને પ્રગટ કરતાં લલિતવિસ્તરા ગ્રંથમાં જણાવ્યું છે કે - સર્વવિરતિની તીવ્ર લાલસાપૂર્વક જે આંશિક ત્યાગ તે જ દેશવિરતિનો" પરિણામ છે. 10. “કૃતિ તિ શ્રાવ8!" संपन्नदसणाइ पइदियह जइजणा सुणेई य । सामायारिं परमं जो खलु तं सावगं बिंति ।। - પંચાશક દર્શન, જ્ઞાન અને દેશવિરતિધર્મથી સંપન્ન એવો જે આત્મા, હંમેશાં ઉપયોગવાળો થઈને, દત્તચિત્ત બનીને, ગુરુવર્યોના શ્રીમુખથી સાધુ અને શ્રાવકની સામાચારીને સાંભળે,તેને શ્રી તીર્થકર પરમાત્મા નિચ્ચે શ્રાવક કહે છે. श्रद्धालुतां श्राति जिनेन्द्रशासने धनानि पात्रेषु वपन्त्यनारतम् । कृन्तत्यपुण्यानि सुसाधुसेवना - दतोऽपि तं श्रावकमाहुरुत्तमाः ।। શ્રી જિનેશ્વરભગવંતના પ્રવચનમાં શ્રદ્ધાળુપણું રાખે, સુપાત્રમાં નિરંતર ધનને વાવે અને સુવિદિત મુનિરાજોની સેવાથી પાપકર્મોને કાપી નાંખે, તેથી પણ તેને ઉત્તમ પુરુષો શ્રાવક કહે છે. 11, સર્વવિટિટિસ ઉછરેશવિનિરિમ: -લલિતવિસ્તરા ઘમ્મા - પદ લલિતવિસ્તરામાં પૂ. આ. શ્રી. હરિભદ્રસૂરિ મહારાજે જણાવ્યું છે કે અણુવ્રતાશુપાલતિમ ક્રિયાના: સાપુષિાપત્તિરાયણ: આત્મપરિપામ:' એ જ શ્રાવકધર્મ છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ શ્રાવકના આ દેશવિરતિરૂપ ધર્મને શ્રાવકધર્મ કહેવાય છે. પાપથી થોડાક અંશે વિરામ પામવું તેને દેશવિરતિ કહેવાય છે. પાપો અસંખ્ય પ્રકારનાં હોઈ તેનાથી વિરામ પામવારૂપ વ્રત-નિયમોના પણ અસંખ્ય પ્રકારો છે. તે સર્વનો સંક્ષેપ કરીને મહાપુરુષોએ તેનો બાર વ્રતોમાં સમાવેશ કર્યો છે. ૩૨ શ્રાવકધર્મના અતિચારો ઃ દેશવિરતિરૂપ શ્રાવકધર્મને મલિન કરે, તેની મર્યાદા ચુકાવે તેવી આચરણાને શ્રાવકધર્મના અતિચાર કહેવાય છે. બાર વ્રતને આશ્રયીને મુખ્યતયા એક સો ચોવીસ (૧૨૪) અતિચારો હોય છે. અહીં તે અતિચારોનું પ્રતિક્રમણ કરવાની ભાવના વ્યક્ત કરાઈ છે. વ્રતનો સ્વીકાર કરનાર શ્રાવક જો કે સાવધાન હોય.છે, સ્વીકારેલાં વ્રતોમાં એક પણ દોષ ન લાગે તે માટે પ્રયત્ન પણ કરે છે; તો પણ પ્રમાદ આદિ દોષોને કારણે કયાંક ચૂકી જાય છે, અને વ્રતને દૂષિત કરે તેવી આચરણા તેનાથી થઈ જાય છે. આવી આચરણાઓ જ વ્રતના અતિચારો કહેવાય છે. આ અતિચારોથી મલિન બનેલા વ્રતને શુદ્ધ ક૨વાની ક્રિયાસ્વરૂપ પ્રતિક્રમણ છે. આ રીતે રૂમિ ડિમિનું સાવાધમ્માઞરસ્સું પદ બોલવા દ્વારા શ્રાવક શ્રાવકધર્મના અતિચારોનું પ્રતિક્રમણ કરવાની પોતાની ભાવના ગુરુ સમક્ષ વ્યક્ત કરે છે. 12 અનુબંધ ચતુષ્ટય :13 કોઈપણ ગ્રન્થનો પ્રારંભ કરતાં ગ્રન્થકાર સૌ પ્રથમ મંગલાચરણ સાથે વિષય, અધિકારી, સંબંધ અને પ્રયોજન આ ચાર બાબતો જણાવે છે. આને અનુબંધ ચતુષ્ટય કહેવાય છે. આ સૂત્રના પ્રારંભમાં પણ, મંગલાચરણ અને વિષય સૂત્રકાર ભગવંતે પ્રથમ બે પદો દ્વારા સ્પષ્ટ જણાવ્યાં છે. પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીને મંગલાચરણ કરવામાં આવ્યું છે, ‘શ્રાવકધર્મના અતિચારોનું પ્રતિક્રમણ કરવા ઇચ્છું છું' એમ કહી સૂત્રનો વિષય જણાવ્યો છે, અને સાથે જ આ પદ દ્વારા જ પ્રતિક્રમણનો અધિકારી શ્રાવક છે, તે પણ સ્પષ્ટ કરી આપ્યું છે. 12. અતિચાર – ગતિ = ઓળંગીને, વ્રતની મર્યાદાને ઓળંગીને ચર =ચરવું, વર્તવું. વ્રતની મર્યાદાનું ઉલ્લંઘન કરીને જે વર્તન થાય તેને અતિચાર કહેવાય છે. 13. વિષયાધિòારી ૨ સંવઃ પ્રયોનનમ્ । વિના અનુવયં પ્રસ્થાનો મઙ્ગ ં નેવ ાસ્યતે ।। અનુબંધ ચતુષ્ટયમાં કેટલેક સ્થળે મંગલ, વિષય, સંબંધ અને પ્રયોજનનો સમાવેશ કરાય છે, તો ક્યારેક તેમાં વિષય, અધિકારી‚ સંબંધ અને પ્રયોજનનો સમાવેશ થાય છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર' ૩૩ પૂર્વે જણાવ્યું તેમ એ ધ્યાનમાં રાખવું કે ગ્રન્થકારે આ મંગલાચરણ, પ્રતિક્રમણ કરવા પૂર્વે પ્રતિક્રમણ કરનાર સાધકે કેવી રીતે મંગલાચરણ કરવું જોઈએ; તે જણાવવા કર્યું છે. તેના દ્વારા “વંદિતુ' સૂત્રનું મંગલાચરણ પણ ગૌણપણે આવી જ જાય છે, તે સમજી લેવું. સંબંધ અને પ્રયોજન સાક્ષાત્ શબ્દથી કહ્યાં નથી, તો પણ વાચ્ય-વાચક સંબંધ, તથા આ સૂત્રના માધ્યમે વ્રતના દૂષણોનો બોધ મેળવી નિર્વિને પ્રતિક્રમણ કરી વ્રતોની શુદ્ધિ કરવારૂપ અનંતર પ્રયોજન, અને ક્રમે કરી સંપૂર્ણ શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવારૂપ પરંપર પ્રયોજન, સામર્થ્યથી જાણી શકાય તેમ છે. આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે, “વિષય-કષાયને આધીન બનીને મહામૂલ્યવાન એવાં વ્રતોને મેં દૂષિત કર્યા છે, તેના પાલનમાં અનેક સ્કૂલનાઓ થઈ છે, સ્વીકારેલ વ્રતોમાં ઘણાં અતિચાર લાગ્યા છે તેનાથી મેં ઘણાં પાપ બાંધ્યાં છે. આ પાપથી પાછા ફરવાની મારી ઈચ્છા છે અને તે માટે જ હું પ્રતિક્રમણ કરવા ઈચ્છું છું પણ હું સમજું છું કે - પ્રતિક્રમણની આ ક્રિયા ઘણાં વિનોથી ભરેલી છે, માટે તેમાં કોઈ વિઘ્ન ન આવે અને નિવિંદનપણે પાપનું પ્રતિક્રમણ કરી હું શુદ્ધ બની શકું, તે માટે જ પંચપરમેષ્ઠીને સ્મૃતિમાં લાવી તેમને હું વંદન કરું છું. ભાવપૂર્વકની વંદના કરી પ્રાર્થના કરું છું કે હે પ્રભુ ! આ વ્રત પાલન જો કોઈ ફળ હોય તો મને પણ આપના જેવું અનંત આનંદમય – અનંત સુખમય શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થાઓ !” છે. અને આચાર્યાદિને પ્રણામ કરતાં વિચારે કે “આપ જે રીતે શુદ્ધ સ્વરૂપને પામવા પ્રબળ પ્રયત્ન કરી રહ્યા છો, તેવો પ્રયત્ન કરવાનો ઉત્સાહ મારામાં પણ પ્રગટો.” Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૪ અવતરણિકા : પ્રથમ ગાથામાં મંગલાચરણ વગેરેનો નિર્દેશ કરીને હવે વ્રત આદિ વિષયક સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કરવાની ઈચ્છાને વ્યક્ત કરતાં કહે છે - ગાથા : સૂત્રસંવેદના-૪ जो मे वयाइआरो नाणे तह दंसणे चरिते अ । सुमो अ बायरो वा तं निंदे तं च गरिहामि ॥ २ ॥ | અન્વયસહિત સંસ્કૃત છાયા ઃ व्रतातिचारः तथा ज्ञाने दर्शने चारित्रे च T: મમ સૂક્ષ્મ વાપુર: વા (અતિવાર:) તે નિદ્ગામિ તં ચĚ ।। ગાથાર્થ : વ્રતના વિષયમાં તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યાચારના વિષયમાં સૂક્ષ્મ કે બાદર જે કોઈ અતિચાર મને લાગ્યો હોય તેની હું નિંદા કરું છું અને ગોં કરું છું. (અહીં ‘તપ અને વીર્યાચાર' એવો અર્થ વૃત્તેિ પછીના TM શબ્દથી કર્યો છે) વિશેષાર્થ : નો મે વવાઞરો - વ્રત સંબંધી મને જે અતિચાર લાગ્યો હોય. વ્રતનું સ્વરૂપ : ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી આત્મામાં પ્રગટ થતો અહિંસાદિરૂપ શુભ ભાવ તે અંતરંગ વ્રત છે, અને આવા શુભ ભાવને પ્રગટાવવા ગુરુભગવંત પાસે ‘હિંસા ન કરવી’ તેવો નિયમ ગ્રહણ કરી, તેને અનુરૂપ જયણાપૂર્વક બાહ્ય જીવનવ્યવહાર કરવો તે બાહ્ય વ્રત છે. અથવા - અહિંસા, ક્ષમા આદિ આત્માના ભાવો છે, અને તે જ આત્મા માટે સુખકારક છે. “આ ભાવોને પ્રાપ્ત કરવા માટે; તેમાં વિઘ્ન ઉત્પન્ન કરનાર હિંસા, જૂઠ કે ક્રોધાદિ કષાયો મારે ન કરવા, અને ક્ષમાદિ ધર્મોનું મારે આસેવન કરવું”આવો શુભ સંકલ્પ કરવો તે વ્રત છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિત્તુ સૂત્ર’ વ્રતનો આ પરિણામ આત્માને વર્તમાનમાં પણ ઉપશમનું સુખ આપે છે, અને ભવિષ્યમાં સંગતિની પરંપરા દ્વારા મોક્ષના મહાસુખને પ્રાપ્ત કરાવી શકે છે; જ્યારે વ્રતનો સ્વીકાર ન કરવો, વ્રત સ્વીકાર્યા બાદ તેનું પાલન ન કરવું કે અયોગ્ય પાલન કરવું, અથવા વ્રતનો ભંગ થાય તેવા દોષોનું સેવન ક૨વું, આ સર્વે દુ:ખ અને દુર્ગતિની પરંપરાનું સર્જન કરે છે. ૩૫ વ્રત તથા વ્રતના અતિચારવિષયક આવા જ્ઞાનવાળો આત્મા, નાનામાં નાના વ્રતનો સ્વીકાર કર્યા પછી પ્રાણના ભોગે પણ તેનું પાલન કરે છે. જેમ વીરા સાળવીએ વ્રતનું મહત્ત્વ સમજીને વિશેષ શક્તિ ન હોવાથી એક સામાન્ય નિયમ કર્યો કે “ખેસની ગાંઠ છોડ્યા પછી જ મારે શરાબની પ્યાલી પીવી.” એકદા રેશમી ખેસને વાળેલી ગાંઠ ઘણાં પ્રયત્ન છતાં પણ ન છૂટી, ત્યારે શરાબ પીવામાં વિલંબ થતાં તેની નસો તૂટવા લાગી પણ તેણે નિયમ ન તોડ્યો. અંતે તેના પ્રાણ નીકળી ગયા. આ રીતે પ્રાણના ભોગે પણ વ્રતનું પાલન કરવા દ્વારા તે સદ્ગતિમાં ગયો, પરંપરાએ તે શિવગતિ પણ પ્રાપ્ત કરશે. અતિચારનું સ્વરૂપ : વ્રતના મહત્ત્વને નહિ સમજતો શ્રાવક પ્રસંગ પામીને વ્રતનો સ્વીકાર કરે છે, પરંતુ અનાદિના કુસંસ્કારોના કારણે જે પ્રકારે વ્રતનું પાલન ક૨વું જોઈએ તે પ્રકારે તેનું પાલન નથી કરી શકતો.‘નબળાં નિમિત્તો મળતાં જ પોતાની શક્તિ, સમજ અને પરાક્રમને બાજુ ઉપર મૂકી, વિષયોને આધીન બની, કષાયો અને કુસંસ્કારોને વશ પડી, શાસ્ત્રકારોએ બાંધેલી વ્રતની મર્યાદાનો ભંગ કરે છે. વ્રતની મર્યાદાનો આ ભંગ તે જ વ્રતવિષયક અતિચાર કે દોષ કહેવાય છે. ૧ ૩ ૪ અનેક પ્રકારે સેવાતા આ દોષોના શાસ્ત્રકારે ચાર વિભાગ પાડ્યા છે ઃ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર. દા.ત. ‘મારે બટાકા ખાવા નહિ.' આવા વ્રતનો સ્વીકાર કર્યા પછી બટાકાની બનેલી વાનગી સંબંધી કોઈ પ્રેરણા કરે, કે “ભાઈ ! આ વસ્તુ ખાવા જેવી છે.” આ સાંભળી વ્રતધારી શ્રાવકે ચૂપ ન રહેવું જોઈએ, પરંતુ ‘આ પાપની મારે પ્રતિજ્ઞા છે', તેમ જણાવવું જોઈએ; જેથી પોતાને વ્રતમાં દઢતા આવે અને અન્યને પણ પ્રેરણા મળે, પણ મનની ઢીલાશને કારણે શ્રાવક તેનો નિષેધ ન કરે અને સાંભળી લે, તો તે અતિક્રમરૂપ' અતિચાર છે. 1. आहाकम्मामंतण पडिसुणमाणे अइक्कमो होइ । पयभेयाइ वइक्कम, गाहिए तइ इयरो गलिए ।। - શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર (અર્થદીપિકા) આધાકર્મી આહાર માટેના આમંત્રણને સ્વીકાર તરીકે સાંભળી લેવામાં ‘અતિમ’ દોષ લાગે Page #57 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ બટાકાની વાનગી આંખ સામે આવતાં મન લલચાઈ જાય, કોઈ કહે કે ન કહે પરંતુ પોતાને તે વસ્તુ ખાવાની ઈચ્છા થાય, તે વસ્તુ મેળવવા માટે કાંઈક અંશે પ્રયત્ન પ્રારંભાય, તે વ્યતિક્રમરૂપ દોષ છે; કેમ કે મન, વચન, કાયાથી કોઈ પણ વસ્તુના ત્યાગનો નિયમ સ્વીકાર્યા પછી, તે વસ્તુ સંબંધી મનથી વિચાર કરવામાં કે તે વસ્તુ મેળવવા થોડો પ્રયત્ન કરવામાં પણ વ્રતના અમુક અંશનો ભંગ થતો હોવાથી, તેવો વિચાર પણ વ્રત સંબંધી દોષ છે. ૩૬ ખાવાની ઈચ્છા થવાના કારણે કોઈક દ્વા૨ા તે વસ્તુ મંગાવવી અથવા વસ્તુ જ્યાં . પડી હોય તે ભણી પગલાં માંડવાં, તે વસ્તુ લેવી, પોતાની થાળીમાં તેને પીરસવી અને મોંમાં મૂકવાની શરૂઆત કરવી. (મોં માં મૂકી નથી.) ત્યાં સુધીની સર્વ ક્રિયા તે અતિચારરૂપ દોષ છે; કેમ કે વ્રતનો સ્વીકાર કર્યા પછી અહીં સુધીની ક્રિયાથી મન, વચન અને કંઈક અંશે કાયાથી પણ વ્રતની મર્યાદા ચુકાય છે. મોં સુધી આવેલી તે વસ્તુને નિઃશંકપણેં - નિઃશૂકપણે ‘વ્રત ભાંગશે તો શું થશે ?' તેવો વિચાર કર્યા વિના મોંમાં મૂકી ખાવાની શરૂઆત કરી દેવી, તે અનાચાર નામનો દોષ છે. આ દોષના સેવનથી વ્રતનો સંપૂર્ણ ભંગ થાય છે, માટે આ દોષનો નાશ પ્રતિક્રમણની ક્રિયાથી નથી થતો. તે માટે ગુરુભગવંત પાસે વિશેષ પ્રકારે પ્રાયશ્ચિત્ત સ્વીકારવું પડે છે. આથી જ આ સૂત્રમાં માત્ર અતિચાર સુધીના દોષના પ્રતિક્રમણની વાત કરવામાં આવી છે. વ્રતના વિષયમાં આવા અતિચારો અનેક છે. તે સર્વનો સંક્ષેપ કરી સૂત્રકારે સમ્યક્ત્વના ૫ અતિચાર, ૧૨ વ્રતના ૭૫ અતિચાર અને સંલેખના વ્રતના ૫ અતિચાર એમ કુલ વ્રતવિષયક ૮૫ અતિચાર સૂત્રમાં જણાવ્યા છે. આ ઉપરાંત પંચાચારના ૩૯ અતિચાર ઉમેરાતાં કુલ ૧૨૪ અતિચારોનું આ સૂત્રના માધ્યમે પ્રતિક્રમણ કરવાનું છે. હવે પંચાચાર વિષયક અતિચારો જણાવે છે. - नाणे तह दंसणे चरित्ते अ सुहुमो अ बायरो वा તથા જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર અને ‘ઝ’ કારથી તપાચાર અને વીર્યાચારના આચારના વિષયમાં સૂક્ષ્મ અથવા બાદર (જે અતિચાર લાગ્યો હોય) છે, તેવો આહાર વહોરવા જવા પગલાં ભરવામાં ‘વ્યક્તિમ’ દોષ લાગે છે, તેવો આહાર ગ્રહણ ક૨વામાં ‘અતિચાર’ દોષ લાગે છે અને તેવો આહાર વાપરવામાં ‘અનાચાર’ દોષ લાગે છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ વંદિત સૂત્ર' જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ આત્માના ગુણો છે. તેને પ્રગટ કરનારા જ્ઞાનાચાર આદિ આચારો છે. તેનું વર્ણન નાણમિ સૂત્રમાં કરેલ છે. તે પંચાચારનું પાલન ન કરવું કે વિપરીત પાલન કરવું, તે જ પંચાચાર વિષયક અતિચાર છે. તેથી જ્ઞાનાચારના ૮, દર્શનાચારના ૮, ચારિત્રાચારના ૮, તપાચારના ૧૨ અને વીર્યાચારના ૩ એમ કુલ પંચાચારના ૩૯ અતિચારો છે. બાર વ્રત વિષયક ૮૫ અતિચાર અને પંચાચાર વિષયક આ ૩૯ અતિચારો મળી કુલ ૧૨૪ અતિચારોનું પ્રતિક્રમણ કરવાનું છે. વ્રતવિષયક સર્વે અતિચારો સૂત્રમાં આગળ વિગતવાર જણાવ્યા છે, પરંતુ પંચાચાર વિષયક અતિચારોનું આ સૂત્રમાં વર્ણન નથી, છતાં આ ગાથામાં કરેલા સામાન્ય નિર્દેશથી તેનું પણ પ્રતિક્રમણ કરવાનું છે. સ્કૂલ દૃષ્ટિથી જોતાં આ ૧૨૪ અતિચારો છે, પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારતાં વ્રત કે આચાર વિષયક નાના મોટા અનેક અતિચારો છે. આ વ્રતાદિના વિષયમાં અતિચારો બે પ્રકારના હોય છે, સૂક્ષ્મ અને બાદર. તેમાં સૂક્ષ્મ અતિચાર તેને કહેવાય કે જેને સામાન્ય લોક અતિચાર તરીકે જાણી ન શકે. જેમ કે વ્રત સ્વીકાર્યા પછી તેને યાદ ન કરવું, વ્રત શા માટે લીધું છે, તેનું ફળ મારે શું મેળવવાનું છે તે વિચારવું નહિ, વ્રતમાં વિઘ્ન કરનારા દોષો તરફ ધૃણા કે તિરસ્કારનો ભાવ ન હોવો - આ બધા વ્રત સંબંધી સૂક્ષ્મ અતિચારો છે. સામાન્યથી જોતાં આ દોષો દોષરૂપ લાગતા નથી, તોપણ તે વ્રતમાલિન્ય પેદા કરી પરંપરાએ વ્રતનાશનું કારણ બની શકે. જે દોષોને સામાન્ય જન સમજી શકે છે તે બાદર અતિચારો કહેવાય છે. આવા મોટા અતિચારોની ઘણી વાતો ગ્રંથકાર સ્વયં આગળ કરવાના છે. તેના ઉપરથી બીજા પણ નાના-મોટા દોષો સ્વયં વિચારવાના છે. તનિકે નં ર પરિહામ - તેની = તે સર્વ અતિચારોની, હું નિંદા કરું છું અને ગહ કરું છું. નિંદાઃ - નિંદા કરું છું એટલે હું મારી જાતને જ ઠપકો આપું છું, કે “અહો ! મહાપુણ્યના ઉદયથી માનવનો ભવ મળ્યો છે, તેમાંય રત્નચિંતામણિ જેવાં આ વ્રતો મળ્યાં, આ રત્નોનું જતન કર્યું હોત તો હું ધન્ય બની જાત ! પરંતુ દરિદ્રશિરોમણિ એવા મેં આવી પ્રવૃત્તિ દ્વારા વ્રતરૂપી રત્નોને ઝાંખપ લગાડી ! તેના જતનના બદલે તેની 2. સુકુનો વા અનુપરહ્ય:, વાયરો વા ચ: I - वन्दारुवृत्ति Page #59 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ ઉપેક્ષા કરી, જે વિશ્વાસથી મને ગુરુભગવંતે અરિહંતાદિની સાક્ષીએ વ્રતો આપ્યાં હતાં તે વિશ્વાસનો પણ મેં ઘાત કર્યો. તેમની શિખામણની મેં ઉપેક્ષા કરી, માનસિક નિર્બળતાને કારણે નિમિત્તોનો ભોગ બની મેં આ અમૂલ્ય રત્નો ગુમાવી દીધાં. હવે મારું શું થશે? હું ક્યાં જઈશ ?” આવી અનેક વિચારણાઓથી પોતાની જાત ઉપર ધિક્કાર થાય, તિરસ્કારનો પરિણામ પ્રગટ થાય, પુનઃ દોષનું સેવન કરવાની ઈચ્છા માત્ર નષ્ટ થઈ જાય, નબળા સંસ્કારો નિર્મુળ થઈ જાય; એ રીતે આત્મસાક્ષીએ પાપનો તિરસ્કાર કરવો તે નિંદા છે. ગહ : આત્મસાક્ષીએ કરેલી નિંદાનું ફળ ગર્તા છે. પોતાનાથી થઈ ગયેલા કે કરેલા પાપોની નિંદા કરવાથી તે પાપ પ્રત્યે જુગુપ્સા પેદા થાય છે. તેનાથી ઉગરવાનો માર્ગ મેળવવાનું મન થાય છે. પરિણામે પાપની શુદ્ધિ અર્થે સદ્ગુરુની શોધ શરૂ થાય છે. આમ આત્મસાક્ષીએ કરેલી નિંદા સાધકને ગુરુભગવંત સુધી પહોંચાડે છે. સદ્ગુરુ ભગવંત મળ્યા પછી વિષય, કષાય કે પ્રમાદને આધીન બની સ્વીકારેલાં વ્રતોમાં જે જે દોષો સેવાયા હોય, તેનું ગુરુભગવંત પાસે વિનમ્રભાવે, પશ્ચાત્તાપપૂર્ણ હૃદયે, માન, માયા આદિ ભાવોને બાજુ પર મૂકીને નિવેદન કરવું તે ગહ છે. ગઈ કરતો સાધક ગુરુભગવંતને કહે, “ભગવંત! મેં આપના વચનની ઉપેક્ષા કરી છે. નબળાં નિમિત્તોથી બચવા માટે જરૂરી સત્ત્વ અને પરાક્રમ ફોરવવાના બદલે તે નિમિત્તોનો ભોગ બની, મેં સ્વીકારેલાં વ્રતોને દૂષિત કર્યા છે. હું સમજું છું મેં આ ખોટું કર્યું છે. ભગવંત! કરેલા આ અકાર્ય સંબંધી આપ મને જે પણ યોગ્ય લાગે તે પ્રાયશ્ચિત્ત આપો. આપ મને આત્મશુદ્ધિનો માર્ગ બતાવો, જેથી એ માર્ગે ચાલી પુનઃ હું મારી જાતને પવિત્ર કરું અને વ્રતના ભાવમાં પાછો આવું !” જિજ્ઞાસા આત્મસાક્ષીએ નિંદા અને ગુરુ સાક્ષીએ ગહ કરવાથી શું ફાયદો ? તૃપ્તિ આત્મસાક્ષીએ નિંદા કરવાથી પાપના સંસ્કારો નબળા પડે છે, પાપ પ્રત્યે તિરસ્કારભાવ પ્રગટે છે, અને તેના કારણે પાપશુદ્ધિની તીવ્ર ભાવના જાગૃત થાય છે. પાપશુદ્ધિની ભાવનામાંથી ગુરુ પાસે જઈ માર્ગદર્શન મેળવવાનું મન થાય છે. ગુરુ પાસે જઈ પોતાના પાપની નિંદા કરવાથી જેમને પોતાના આધ્યાત્મિક જીવનની જવાબદારી સોંપી છે, એવા ગુરુ ભગવંતને પોતાના દોષોનો ખ્યાલ આવે છે, અને તેમની પાસેથી પુનઃ પાપ ન લેવાય તે માટે માર્ગદર્શન મળે છે. થયેલા Page #60 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિત્તુ સૂત્ર’ દોષો માટે કયા પ્રકારે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ, તેની સમજ પ્રાપ્ત થાય છે. સમજ અનુસાર પ્રયત્ન કરવાથી દોષો નાશ પામતાં જાય છે. વળી ગુરુકૃપાથી આત્મામાં એક એવું સત્ત્વ પ્રગટે છે, કે જેનાથી પુનઃ પાપવૃત્તિ ઉત્પન્ન થતી નથી. ટૂંકમાં કહીએ તો નિંદાનું ફળ ગુરુ સુધી પહોંચવાનું છે અને ગર્હાનું ફળ માર્ગદર્શન મેળવવાનું છે. ૩૯ જિજ્ઞાસા : આ ગાથામાં વ્રત અને ચારિત્રાચાર વિષયક અતિચારોની નિંદા, ગર્હા કરી. ત્યાં પ્રશ્ન થાય કે વ્રત અને ચારિત્રાચાર શું જુદા છે ? કે એક જ છે ? વળી તેના અતિચારો પણ જુદા છે ? કે એક છે ? તૃપ્તિ : એક અપેક્ષાએ વિચારીએ તો ૧૨ વ્રતો અને ચારિત્રાચાર પણ જુદા છે, અને તેના અતિચારો પણ જુદા છે. ચારિત્ર એટલે અનેક ભવોથી એકઠાં કરેલા કર્મના સંચયને ખાલી કરે તેવી પ્રવૃત્તિ. કર્મને એકઠાં કરવાં તેને ‘ચય’ કહેવાય છે, અને એ સંચયને રિક્ત કરે એટલે ખાલી કરે, તેને ‘રિત્ત’ કહેવાય છે. ‘ચય’ અને ‘રિત્ત’ આ બે શબ્દોને ભેગા કરીને ‘ચારિત્ર’· શબ્દ બન્યો છે. આ ચારિત્ર બે પ્રકારનું છે : સર્વચારિત્ર અને દેશચારિત્ર. સર્વચારિત્રમાં હેયનો સર્વથા ત્યાગ હોય છે અને ઉપાદેયનો સર્વથા સ્વીકાર હોય છે; જ્યારે દેશચારિત્રમાં શક્તિ અનુસાર હેયનો આંશિક ત્યાગ અને ઉપાદેયનો આંશિક સ્વીકાર હોય છે. સર્વચારિત્ર પાંચ મહાવ્રત સ્વરૂપ છે, અને દેશચારિત્ર સમ્યક્ત્વ મૂલ બાર વ્રતસ્વરૂપ છે. આ બંને પ્રકારના ચારિત્રના પાલન માટે શાસ્ત્રોમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ આઠ આચારો બતાવ્યા છે. આ આઠ આચારોને શાસ્ત્રકારોએ ‘અષ્ટ પ્રવચન માતા' તરીકે વર્ણવ્યા છે. આ માતા ચારિત્રરૂપી બાળકને જન્મ આપે છે, તેનું પાલન-પોષણ કરે છે અને તેની વૃદ્ધિ પણ કરે છે. તેથી આ ચારિત્રના આઠ આચાર ચારિત્રના પરિણામના સર્જક, શોધક અને વર્ધક મનાયા છે. આમ, પાંચ મહાવ્રત અને સમ્યક્ત્વ મૂળ બાર વ્રતો એ ચારિત્રસ્વરૂપ છે, અને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ ચારિત્રાચાર સ્વરૂપ છે. આ સૂત્રમાં આગળ જેનું વર્ણન કરેલું છે તે વધ, બંધ આદિ ૮૫ અતિચારો ચારિત્રના અતિચારો છે, જ્યારે સમિતિ-ગુપ્તિની અશુદ્ધિઓ તે ચારિત્રાચારના અતિચારો છે. 3. ‘ચય તે સંચય કર્મનો, રિત્ત કરે વળી જેહ' % ]]Page #61 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ ચારિત્રના અતિચારો ચારિત્રને મલિન કરે છે, જ્યારે ચારિત્રાચારના અતિચારો ચારિત્રાચારને મલિન કરવા દ્વારા પરંપરાએ ચારિત્રને મલિન કરે છે. આ રીતે અપેક્ષાએ બંનેનાં અતિચારો પણ જુદાં છે અને બંનેનાં કાર્યો પણ જુદાં છે. બીજી અપેક્ષાએ વિચારીએ તો ચારિત્ર એ આત્માનો ગુણ છે, અને તેની શુદ્ધિ . અર્થે થતો બાહ્ય વ્યવહાર કે ક્રિયા તે ચારિત્રાચાર છે. આ ચારિત્રાચારને પણ કારણમાં કાર્યનો ઉપચાર કરી ચારિત્ર કહી શકાય, અને તે અપેક્ષાએ વિચારીએ તો ચારિત્ર અને ચારિત્રાચાર એક જ છે. આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે“પંચાચારનું સર્વથા પાલન કરી શ્રમણ ભગવંતોની જેમ જ્ઞાનાદિ ગુણોથી સમૃદ્ધ થવાની તો મારી શક્તિ નથી, છતાં થોડા થોડા આચારોનું પાલન કરી હું કાંઈક અંશે તો મારા જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ કરી જ શકત; તો પણ નિભંગી એવા મેં પ્રમાદાદિ દોષોને આધીન બની, પંચાચારને છોડી, અનાચાર જ સેવ્યો છે. જ્ઞાનાચારમાં સ્વાધ્યાય કરવાને બદલે છાપાં વાંચવામાં જ મેં મારી સવાર પસાર કરી છે. દર્શનાચારના પાલનમાં પ્રભુદર્શન દ્વારા જાતને નિર્મળ બનાવવાને બદલે ટી.વી. ફિલ્મનાં દશ્યો જોઈ આંત્મા ઉપર કુસંસ્કારો એકઠા કર્યા છે. ચારિત્રાચારના પાલનમાં યોગ્ય મુદ્રા અને આસનપૂર્વક ચૈત્યવંદનાદિ કરી આત્માને પુષ્ટ કરવાને બદલે મેં જીમખાના અને અખાડામાં જઈ શરીરને પુષ્ટ કરવા પાછળ શ્રમ કર્યો છે. શક્તિ હોવા છતાં તપાચારમાં તપ-ત્યાગ કરવાને બદલે મેં ખાવાપીવામાં જ જિંદગી બરબાદ કરી છે. વીર્યાચારમાં શુભ કાર્યોમાં મારી વીર્યશક્તિનો વપરાશ ન કરતાં સાંસારિક પાપકાર્યોમાં જ શક્તિ વાપરી છે. હે નાથ ! આપ જેવા દેવ અને સદગુરુ ભગવંત મળવા છતાં હું પંચાચારનું પાલન કરવા કટિબદ્ધ ન બન્યો, ક્યારેક પાલન કર્યું તો શાસ્ત્રમર્યાદા જાળવી ભાવપૂર્વક ન કર્યું. આના કારણે મેં પંચાચારમાં ઘણા દોષો લગાડ્યા છે. આ દોષોને સ્મૃતિપટ પર લાવી, હે નાથ ! હું તેની નિંદા-ગહ કરું છું, અને પુનઃ આમ ન થાય તે માટે સાવધ બનું છું.” Page #62 -------------------------------------------------------------------------- ________________ વંદિત સૂત્ર' અવતરણિકા: - સર્વ વ્રતના સામાન્ય અતિચારની નિંદા કરીને હવે આ દોષોની ઉત્પત્તિનું જે મૂળ કારણ છે, તેનું પ્રતિક્રમણ કરતાં જણાવે છે – दुविहे परिग्गहम्मी, सावज्जे बहुविहे अ आरंभे । વેરાવો સાવરો, પશ્ચિમે સિગ્રં સર્વ રૂ I અન્વયસહિત સંસ્કૃત છાયા : द्विविधे परिग्रहे च सावध बहुविधे आरम्भे । करणे कारणे च दैवसिकं सर्वम् प्रतिक्रामामि ।।३।। શબ્દાર્થ : બે પ્રકારના પરિગ્રહ વિષે અને પાપયુક્ત ઘણા પ્રકારના આરંભ વિષે, કરવામાં, કરાવવામાં અને ‘ગ' શબ્દથી અનુમોદનાના વિષયમાં દિવસ દરમ્યાન લાગેલા સર્વ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. વિશેષાર્થ : " , વિશે પરિણમી - બે પ્રકારના પરિગ્રહના વિષયમાં. મમત્વથી કે મૂચ્છથી કોઈ પણ વસ્તુ ગ્રહણ કરવી કે તેનો સંગ્રહ કરવો તેને પરિગ્રહ કહેવાય છે. આ પરિગ્રહ બે પ્રકારનો છેઃ (૧) બાહ્ય પરિગ્રહ અને (૨) અભ્યતર પરિગ્રહ. : - તેમાં બાહ્ય રીતે જેનો સંગ્રહ થઈ શકે તેવી ધન, ધાન્ય ક્ષેત્ર, વાસ્તુ, ચાંદી", સોનું, કાંસું વગેરે અન્ય ધાતુઓ, અને તેના ઉપલક્ષણથી ઘરનું રાચ-રચીલું | (ઘરવખરી), દ્વિપદ અને ચતુષ્પદ એમ નવ પ્રકારની બાહ્ય વસ્તુઓને ગ્રહણ કરવી કે તેનો સંગ્રહ કરવો તે બાહ્ય પરિગ્રહ છે, જ્યારે નજરે જોઈ ન શકાય તેવા મિથ્યાત્વ આદિ અંતરંગ ભાવો તે અત્યંતર પરિગ્રહ છે. તેના ચૌદ પ્રકારો છે : (૧) મિથ્યાત્વ, (૨) ક્રોધ, (૩) માન, (૪) માયા, (૫) લોભ એ ચાર કષાય; (ક) પુરુષવેદ (૭) સ્ત્રીવેદ, અને (૮) નપુસંકવેદ એમ ત્રણ વેદ; અને (૯) હાસ્ય, (૧૦) રતિ, (૧૧) અરતિ, (૧૨) ભય, (૧૩) શોક, (૧૪) જુગુપ્સા એ છ સહિત Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૨. સૂત્રસંવેદના-૪ નવ નોકષાય. આ ચૌદે ભાવો સ્વયં જ પરિગ્રહ સ્વરૂપ છે; કેમ કે તે પરભાવ સ્વરૂપ છે, અને પરભાવનો સંગ્રહ કરવો એ જ પરિગ્રહ છે. વળી આ પરભાવ જ કર્મનો સંગ્રહ કરાવી આત્માને બાંધે છે. અત્યંતર પરિગ્રહરૂપ આ તમામ ભાવો જીવને બાહ્ય પદાર્થો તરફ આકર્ષે છે, અને તેમાં સુખ છે તેવો ભ્રમ ઉત્પન્ન કરાવે છે. આ ભ્રમના કારણે જ જીવ બાહ્ય પદાર્થોનો સંગ્રહ કરે છે. આથી અંતરંગ પરિગ્રહ, બાહ્ય પરિગ્રહનો હેતુ બને છે. તત્ત્વદૃષ્ટિથી જોઈએ તો સમજાય તેવું છે કે, બાહ્ય પદાર્થો કદી જીવને સુખ કે દુઃખ આપી શકતા નથી, જીવ કદી તેનાથી શાંતિ કે સમાધિ પામી શકતો નથી અને તે પદાર્થોના સંગ્રહથી જીવ નિર્ભયપણે જીવી શકતો પણ નથી. આમ છતાં તાત્ત્વિક રીતે વસ્તુના સત્ય સ્વરૂપને નહિ સમજવાને કારણે જગતના જીવો માને છે કે “ધન-સંપત્તિ વગેરે હશે તો હું શારીરિક કે વ્યવહારિક કોઈપણ તકલીફમાંથી બચી શકીશ, સુખનાં અનેક સાધનો મેળવી મજા માણી શકીશ. વળી, જેમ જેમ ધન-સંપત્તિ વધુ હશે તેમ તેમ દુનિયામાં માન-પ્રતિષ્ઠા મેળવી હું મોટા હોદ્દાને ભોગવી શકીશ, પુત્ર-પરિવાર-પૈસો હશે તો ભવિષ્યમાં પણ મારી સર્વ સુવિધાઓ જળવાઈ રહેશે.” - આમ માનીને ધન, ધાન્ય, દાસ, દાસી આદિ અનેક વસ્તુઓનો સંગ્રહ કરે છે, અને આ વસ્તુઓના સંગ્રહ માટે જ જીવ હિંસા, જૂઠ, ચોરી આદિ અનેક પાપ કરી નરકાદિ દુર્ગતિનું ભાન બને છે. આથી જ સર્વ પાપનું, સર્વ દોષનું મૂળ બાહ્ય અને અત્યંતર પરિગ્રહ છે, તેમ કહ્યું છે. સાવને વહુવિદ ૩ કારમે - પાપમય ઘણા પ્રકારના આરંભને વિષે સાવદ્ય' શબ્દનો અર્થ છે પાપયુક્ત પ્રવૃત્તિ અથવા નિંદનીય પ્રવૃત્તિ; અને આરંભ' શબ્દનો સામાન્ય અર્થ છે કાર્યની શરૂઆત, પરંતુ તેનો શાસ્ત્રીય અર્થ થાય છે, “કોઈપણ હિંસક પ્રવૃત્તિ.” ધર્મગ્રન્થોમાં “આરંભ' શબ્દ “સંરંભ” અને “સમારંભ” એ બે શબ્દો સાથે સંકળાયેલો જોવા મળે છે. તેમાં “સંરંભ એટલે આરંભ કરતાં પૂર્વે હિંસાદિ પાપ અંગેની માનસિક સંકલ્પ. “સમારંભ એટલે આ સંકલ્પને પૂર્ણ કરવા પૂર્વ તૈયારી 1. संरम्भः प्राणिवधादिसङ्कल्पः, समारम्भः परितापनादि, आरम्भः प्राणिप्राणापहारः तथा चोक्तम् - संकप्पो संरंभो परितावकरो भवे समारम्भो । आरंभो उद्दवओ सव्वनयाणं विसुद्धाणं ।।२।। सावधे सपापे, सहावद्येन पापेन यः स सावद्यः -સારવૃત્તિ સાવદ્ય - શબ્દની વિશેષ સમજૂતી સૂત્રસંવેદના ભાગ-૧' ‘કરેમિ ભંતે સૂત્રમાંથી જોવી. Page #64 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિત્તુ સૂત્ર’ કરવી તે, અને ‘આરંભ’ એટલે જેમાં જીવોની હિંસાદિ થાય છે તેવી પ્રવૃત્તિ. આ ત્રણેમાં ‘આરંભ’ મુખ્ય હોવાથી માત્ર તેનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ તેના ગ્રહણ દ્વારા તેની સાથે સંકળાયેલા ‘સંરંભ’ અને ‘સમારંભ’ને પણ ગ્રહણ કરી લેવાના છે. ૪૩ આ આરંભ બે પ્રકારનો છે : (૧) સાવઘ અને (૨) નિરવદ્ય ‘અવઘ’ એટલે પાપ અને પાપ સહિત તે સાવદ્ય. તેથી સાવઘ આરંભ એટલે પાપયુક્ત આરંભ. જેનાથી આત્માનું અહિત થાય, રાગાદિભાવોની વૃદ્ધિ થાય, કુસંસ્કારો દઢ થાય, તેવા આરંભને સાવધ આરંભ કહેવાય છે. સંસારમાં આવી સાવઘ પ્રવૃત્તિઓ ઘણા પ્રકારની છે. જેમ કે, ધનાર્જન માટે મિલો, ફેક્ટરીઓ વગેરે ચલાવવી, હિંસક વાહનો વાપરવાં, ઈન્દ્રિયોનાં પોષણ માટે નાટક, સિનેમા જોવાં, સૂરીલાં સંગીત સાંભળવાં, જીભની લાલસાને પોષવા ભાતભાતનાં પક્વાન્ન બનાવવાં, હરવું, ફરવું, નાચવું, કૂદવું વગેરે અનેક પ્રકારની હિંસક પ્રવૃત્તિઓ નિઃશૂકપણે અર્થાત્ પાપના ભય વિના કે સંકોચ વગર કરવી, તે સર્વે બહુવિધ સાવધ આરંભ છે. નિરવઘ આરંભ તેને કહેવાય, જેમાં બાહ્યથી-દ્રવ્યથી હિંસાદિ હોય તો પણ તેમાં હિંસા કરવાનો ભાવ ન હોય. જે પ્રવૃત્તિ દ્વારા મોક્ષ સુધી પહોંચવાની ભાવના હોય, જેના દ્વારા આત્મામાંથી રાગાદિ દોષોને ટાળી આત્માને વૈરાગ્યાદિ ગુણાભિમુખ કરી છેક વીતરાગભાવ સુધી પહોંચવાની ભાવના હોય, અનાદિ કુસંસ્કારોને ખતમ કરી આત્માને સંસ્કારિત કરવાની ભાવના હોય, તે પ્રવૃત્તિ કદાચ હિંસામય હોય તો પણ નિરવઘ કહેવાય છે. આવા ભાવપૂર્વકની પરમાત્માની ભક્તિ, ગુણસંપન્ન સાધર્મિકોનું વાત્સલ્ય, તીર્થયાત્રા, જિનમંદિરનું નિર્માણ, પૌષધશાળાનું નિર્માણ, કારણિક અનુકંપા વગેરે સર્વ કાર્ય દ્રવ્યથી હિંસામય હોવા છતાં નિરવદ્ય આરંભ કહેવાય. છે; કેમ કે આ કાર્યો કરતાં જયણાનો પરિણામ જ્વલંત હોય છે, પળે પળે જિનાજ્ઞાનું સ્મરણ હોય છે અને અનિવાર્યપણે કરવી પડતી હિંસાને છોડીને તેમાં એક પણ જીવની અધિક હિંસા ન થઈ જાય તેની પૂરી કાળજી લેવાય છે. પોતાની ભૂમિકા પ્રમાણે શાસ્ત્રસાપેક્ષપણે થતી જિનપૂજા વગેરે શુભભાવની વૃદ્ધિનું કારણ હોવાથી જ શ્રાવક આવી પ્રવૃત્તિ કરે છે. આ ક્રિયા દ્વારા પણ શ્રાવકમાં એવું સત્ત્વ ખીલે છે કે જેથી સર્વ હિંસાથી રહિત સર્વવિરતિની પ્રાપ્તિ શીઘ્ર 2. વવિદે નો અર્થ ટીકામાં અનેક પ્રકારે - નિ:શૂકપણે કર્યો છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ થાય; માટે શ્રાવકની આ પ્રવૃત્તિને સાવઘ આરંભ કહેવાતો નથી, પરંતુ નિરવઘ આરંભ કહેવાય છે. આવી નિરવઘ પ્રવૃત્તિનું પ્રતિક્રમણ ન હોય, તેથી આ ગાથામાં તે કરવામાં આવ્યું નથી, પરંતુ દોષયુક્ત સાવઘ પ્રવૃત્તિનું જ અહીં પ્રતિક્રમણ કરવામાં આવ્યું છે; કેમ કે આવી સાવદ્ય આરંભની પ્રવૃત્તિઓથી જ વિશેષ કર્મબન્ધ થાય છે, નિરવઘ આરંભથી ક્યારેય પાપકર્મનો બંધ થતો નથી. ୪୪ જિજ્ઞાસા : હિંસા આદિ જેમાં થતાં હોય તેવી કોઈ પણ આરંભયુક્ત પ્રવૃત્તિ શું કર્મબન્ધ ન કરાવે ? તૃપ્તિ : ના, જૈન શાસનમાં એવો એકાંત નથી કે હિંસાથી કર્મબન્ધ થાય જ. કેટલીક હિંસાથી તીવ્ર કર્મનો બન્ધ થાય છે, તો કેટલીક હિંસા કર્તવ્ય પણ બને છે. હિંસાના પ્રકારો : આ વાત સમજવા માટે સૌ પ્રથમ જૈન શાસ્ત્રોમાં કેટલા પ્રકારની હિંસા બતાવી છે તે સમજવું પડે, અને પછી જ કઈ પ્રવૃત્તિ કરાય અને કઈ પ્રવૃત્તિ ન કરાય તેનો નિર્ણય લેવો જોઈએ. જૈન શાસ્ત્રોમાં હિંસાના ત્રણ પ્રકાર જણાવ્યા છે - ૧. સ્વરૂપ હિંસા, ૨. હેતુ હિંસા, ૩. અનુબન્ધ હિંસા. આ ત્રણે પ્રકારની હિંસાના સ્વરૂપને સમજાવતાં ૫. પૂ. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સાહેબે દોઢસો ગાથાના સ્તવનમાં જણાવ્યું છે કે, હિંસાહેતુ અયતના ભાવે, જીવવધે તે સ્વરૂપ; આણાભંગ મિથ્યામતિ ભાવે, તે અનુબંધ વિરૂપ. ૪-૧૯ ૧. સ્વરૂપ હિંસા : ‘જીવ વધે તે સ્વરૂપ’ જે પ્રવૃત્તિમાં ઉપરછલ્લી નજરે જીવોના પ્રાણનાશરૂપ હિંસા દેખાતી હોય, પરંતુ તેમાં જીવોની હિંસા કરવાનો ભાવ ન હોય, બલ્કે જીવોને બચાવવાનો પરિણામ જ્વલંત હોય, પ્રવૃત્તિનું લક્ષ્ય માત્ર આત્મકલ્યાણ કે મોક્ષ મેળવવાનું હોય, તેવી શુભ ભાવની વૃદ્ધિ માટે ભગવાનની આજ્ઞા મુજબ થતી પ્રવૃત્તિમાં ન છૂટકે જે હિંસા થઈ જાય તે હિંસાને ‘સ્વરૂપ હિંસા’ કહેવાય છે. આવી હિંસા માત્ર સ્વરૂપથી હિંસા જેવી છે પણ વાસ્તવમાં હિંસા નથી. Page #66 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિત્તુ સૂત્ર' મોક્ષના ઉદ્દેશથી, જિનાજ્ઞાનુસાર, યથાશકય જયણાપૂર્વક શુભ પ્રવૃત્તિ કરનાર સાધકનું મન તો છએ કાયના જીવોની ૨ક્ષા ક૨વાનું હોય છે. છએ જીવનિકાયની રક્ષા સંયમજીવન વિના શકય નથી, અને સંયમજીવનનું સામર્થ્ય વીતરાગની ભક્તિ વિના પ્રાપ્ત થતું નથી. આથી જ વૈરાગ્યાદિ શુભભાવોની વૃદ્ધિ માટે સાધક પોતાની ભૂમિકા અનુસાર દેવભક્તિ, ગુરુભક્તિ અને સાધર્મિકભક્તિ આદિનાં કાર્યો કરે છે. આ કાર્યો કરતાં પોતાના પરિણામની વૃદ્ધિ અર્થે તે જે કાંઈ કરે છે, તેમાં જયણાનો ભાવ એટલે કે જીવને બચાવવાનો પરિણામ જાગૃત હોય છે, સતત તે માટે પ્રયત્ન પણ હોય છે. આવી પ્રવૃત્તિથી લેશ પણ અશુભ કર્મબન્ધ થતો નથી અને બંધાય તો માત્ર પુણ્યકર્મ જ બંધાય છે. ૪૫ આ વાત પણ ખાસ ખ્યાલમાં રાખવી કે સંસારી કે સંયમી કોઈપણ જીવ જ્યાં સુધી શરીર સાથે સંકળાયેલો છે, અને કાયાદિ યોગનો વ્યાપાર જ્યાં સુધી ચાલુ છે, ત્યાં સુધી પ્રવૃત્તિ દ્વારા હિંસા તો થવાની જ છે. માટે તે૨મા ગુણસ્થાનક સુધી આ હિંસા તો ચાલુ રહેવાની છે. યોગનિરોધ કરી સાધક જ્યારે ચૌદમા ગુણસ્થાનકે આવે છે, ત્યારે કાયાદિનો વ્યાપાર સર્વથા બંધ થવાના કારણે જ તે સર્વથા હિંસાથી બચી શકે છે. આ સિવાય જીવ ક્યારેય હિંસાથી બચી શકતો નથી, પોતાનાં કાયાદિી વાયુકાયાદિ જીવોની વિરાધના તો સતત ચાલુ જ રહે છે. આથી જ ઉપરછલ્લી હિંસાની વાતો સાંભળી, હિંસાથી ગભરાઈને કોઈપણ સાધકે કયારેય પોતાની ભૂમિકા અનુસાર આત્મોન્નતિમાં ઉપકારક જિનપૂજાદિ શુભ અનુષ્ઠાનો છોડી દેવાની જરૂ૨ નથી; પરંતુ હિંસા અને અહિંસાના પરમાર્થને જાણવાની ખાસ જરૂર છે, કેમ કે દેખીતી અહિંસા કયારેક હિંસાની પરંપરા સર્જે છે, તો કયારેક દેખીતી હિંસા જ અહિંસાની પરંપરાને સર્જી શકે છે. જેમ કે શ્રાવકજીવન ઉચિત જિનપૂજા, અને શ્રમણજીવન ઉચિત નવકલ્પી વિહાર દેખીતી · રીતે પાણી, અગ્નિ, વનસ્પતિ વગેરે જીવોની હિંસારૂપ છે; છતાં આ અનુષ્ઠાનો રાગાદિ ભાવોનો ત્યાગ કરાવી સાધકને છેક મોક્ષ સુધી પહોંચાડી શકે છે. માટે ઉપરછલ્લી હિંસાને જોઈ આવી શુભ પ્રવૃત્તિ કયારેય મૂકી દેવી જોઈએ નહિ. વ્યવહારમાં પણ આવું જોવા મળે છે કે છરી ફેરવવાનું કાર્ય ડોક્ટ૨ અને ડાકુ બન્ને કરે છે; છતાં એકને દયાળુ કહેવાય છે અને એકને હિંસક કહેવાય છે; કેમ કે ડોક્ટરનો ભાવ દર્દીને બચાવવાનો છે, તેના દુ:ખને દૂર કરવાનો છે; જ્યારે ડાકુનો ભાવ સામી વ્યક્તિને પરેશાન કરવાનો છે. બચાવવાના ભાવથી છરી ફેરવતાં કયારેક દર્દી મરી જાય તો પણ ડોક્ટ૨ને કોઈ મારનાર કહેતું નથી, તેને Page #67 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ કોઈ સજા થતી નથી; અને મારવાના ઈરાદાથી છરી ફેરવનાર ડાકુના હાથથી કોઈ બચી પણ જાય તો પણ ડાકુને મારનાર કહેવાય છે, અને સજા પણ ક૨વામાં આવે છે. આ જ વાત સ્વરૂપહિંસામાં બરાબર લાગુ પડે છે. ૪૬ ૨. હેતુ હિંસા : ‘હિંસા હેતુ અયતના ભાવે’ જે પ્રવૃત્તિમાં પ્રગટપણે હિંસા હોય કે ન પણ હોય, પરંતુ હિંસાના કારણભૂત, પ્રમાદ, અજયણા, અનુપયોગ જેમાં પ્રવર્તતા હોય, તેવી પ્રવૃત્તિને હેતુહિંસા કહેવાય છે. જો કે આવી પ્રવૃત્તિમાં પ્રગટપણે હિંસા દેખાતી નથી, તો પણ હિંસાના કારણભૂત પ્રમાદ તેમાં પ્રવર્તી રહ્યો હોય છે. તેમાં જીવને બચાવવાનો ભાવ નથી હોતો માટે હિંસા ન હોય તો પણ ત્યાં હિંસાજન્ય કર્મબન્ધ ચાલુ જ રહે છે. મોટા ભાગના સંસારી જીવો મનોજ્ઞ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ મેળવવારૂપ પ્રમાદમાં પડેલા હોય છે. આવા જીવો પ્રત્યક્ષ રીતે હિંસા નહિ કરતા હોવા છતાં પણ પોતાના વાંછિત ભૌતિક સુખ મેળવવા માટે બીજાના સુખની ઉપેક્ષા ક૨વાનો ભાવ તેઓમાં સતત વર્તતો હોય છે. તેમનો આવો ભાવ જ હેતુહિંસારૂપ છે. જેમ સંસારી જીવો પ્રમાદને વશ થઈ હેતુહિંસા કરતા હોય છે, તેમ સાધુ, વિષય-કષાય આદિ પ્રમાદ પોતાના જીવનમાં પ્રવેશી ન જાય તે માટે સાવધ હોવા છતાં, કયારેક અનુપયોગ અને અજયણાથી કયાંક ચૂકી જાય છે. તેમની આવી જયણાવિહીન પ્રવૃત્તિ પણ હેતુહિંસામાં પરિણામ પામે છે. આથી જ જીવને બચાવવાનો પરિણામ હોવા છતાં જો નીચું જોઈને ન ચલાય તો હેતુહિંસા ગણાય છે, અને નીચું જોઈને ચાલવા છતાં જો જીવને બચાવવાનો પરિણામ ન હોય તો પણ હેતુહિંસા ગણાય. વળી કોઈ વાર જીવને મારવાનો ભાવ ન હોય, બચાવવાનો પરિણામ હોય, જયણા હોય, છતાં વૈષયક સુખની ઇચ્છાથી પ્રવૃત્તિ થતી હોય, તો પણ હેતુહિંસા થાય છે. ૩. અનુબંધ હિંસા : ‘આણાભંગ મિથ્યામતિ ભાવે, અનુબંધ વિરૂપ' અનુબંધ એટલે પરંપરા; જેનાથી હિંસાની પરંપરાનું સર્જન થાય અથવા અનંતા ભવો સુધી જેનાં કડવાં ફળો ભોગવવાં પડે તેવી પ્રવૃત્તિને અનુબંધ હિંસા કહેવાય છે. અનુબંધ હિંસાનાં મુખ્ય કારણ છે (૧) ભગવાનની આજ્ઞાની Page #68 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિત્તુ સૂત્ર’ ઉપેક્ષા અને (૨) મિથ્યાત્વથી વાસિત મતિ. મિથ્યાત્વના ઉદય વિના ભગવાનની આજ્ઞાની ઉપેક્ષા થતી નથી, અને આજ્ઞાની ઉપેક્ષા વિના અનુબંધ હિંસા ઘટતી નથી; કેમ કે હિંસાની પરંપરાનું કારણ છે ભવની પરંપરા, અને ભવની પરંપરાનું કારણ છે ભગવાનની આજ્ઞાની ઉપેક્ષા. માટે ભગવાનની આજ્ઞાની ઉપેક્ષા તે જ અનુબંધ હિંસા છે. ૪૭ પરમતા૨ક પરમાત્માનું પ્રત્યેક વચન સર્વ જીવોના સુખ માટે છે, તેમની એક એક આજ્ઞા સર્વ જીવોની રક્ષા માટે હોય છે. આવા વચનની ઉપેક્ષા એટલે જ જીવોના સુખની કે રક્ષાની ઉપેક્ષા. આથી જ ભગવાનની આજ્ઞાની ઉપેક્ષાને અનુબંધ હિંસા કહેવાઈ છે. સર્વજ્ઞ અને સર્વદર્શી પ્રભુ જગતના સર્વ જીવોને યથાર્થરૂપે જુએ છે અને જાણે છે. જીવમાત્રને સુખ અને દુઃખ કેવી રીતે પ્રાપ્ત થાય છે, તે પણ તેઓ સમજી શકે છે. આ જ કારણથી તેમણે સર્વ જીવોના હિતને લક્ષ્યમાં રાખીને સાધક માટેનાં સર્વ વિધિ-વિધાનો દર્શાવ્યાં છે. જગતના જીવોને પીડા ન થાય, તેઓને દુઃખની પરંપરા ન ચાલે, તેનું ધ્યાન રાખી પ્રત્યેક સાધકે પોત-પોતાની ભૂમિકા અનુસાર કેવી રીતે જીવન જીવવું જોઈએ, ધર્મની કે અન્ય કોઈપણ પ્રવૃત્તિ કઈ વિધિથી, કયા પ્રકારે કરવી જોઈએ; તેનું સુંદર માર્ગદર્શન પ્રભુએ આપ્યું છે. આ જ વાતોને ત્યાર પછીના આચાર્ય ભગવંતોએ શાસ્ત્રના પાને નોંધી છે. શાસ્ત્રમાં જણાવેલ આ વચનોને સ્મરણમાં રાખી જો જીવન જિવાય, કે પ્રત્યેક પ્રવૃત્તિ કરાય, તો જરૂર સ્વપર પ્રાણોની સુરક્ષા થઈ શકે; પરંતુ જો તેમના વચનની ઉપેક્ષા કરાય અથવા વચનથી વિપરીત રીતે પ્રવૃત્તિ કરવામાં આવે કે ઉપદેશ આપવામાં આવે, તો તેમાં અનંતા જીવોનું હિત હણાય છે, ઘણા જીવોના દ્રવ્ય-ભાવ પ્રાણોની સુરક્ષા નંદવાય છે. માટે આવી પ્રવૃત્તિ તે જ અનુબંધહિંસારૂપ બને છે. આવી પ્રવૃત્તિ કરનાર બાહ્યદૃષ્ટિથી કદાચ ધર્માત્મા જેવા પણ દેખાતા હોય, ઉગ્ર તપશ્ચર્યા આદિ પણ કરતા હોય, આમ છતાં પણ પ્રભુની આજ્ઞા પ્રત્યે અનાદરવાળા હોવાને કારણે તેઓ સંતત અનુબંધહિંસાવાળા કહેવાય છે. અનુબંધ હિંસા દુરંત સંસારનું કારણ છે, ક્લિષ્ટ કર્મબન્ધનો હેતુ છે અને તેના વિપાકો અતિ કટુ હોય છે. માટે સાધકે આવી હિંસાથી બચવા સતત પ્રયત્ન કરવો જોઈએ અને આજ્ઞાસાપેક્ષ જીવન જીવવું જોઈએ. હા ! કયારેક એવું બને કે ભગવાનની આજ્ઞા પ્રમાણે ક૨વાની ભાવના હોવા છતાં મતિમંદતાના કારણે આજ્ઞાવિરુદ્ધ પ્રવૃત્તિ થઈ જાય, પરંતુ વાસ્તવિકતાનો Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સૂત્રસંવેદના-૪ ખ્યાલ આવતાં તુરંત પાછા વળવાની ભાવના હોય, અથવા કયારેક પ્રમાદાદિ દોષોને કારણે આજ્ઞાનુસારી પ્રવૃત્તિ ન થઈ શકતી હોય, પણ જો સાધકના હૃદયમાં તેનું પારાવાર દુઃખ અને ડંખ હોય, તો તેની આવી પ્રવૃત્તિ અનુબંધ હિંસારૂપ બનતી નથી. જ્યારે શાસ્ત્ર પ્રત્યે અનાદરવાળા કે નિઃસંકોચ આજ્ઞાનિરપેક્ષ ઉપદેશ આપનાર કે પ્રવૃત્તિ કરનાર આવી અનુબંધ હિંસાથી બચી શકતા નથી. જ્યાં સુધી બુદ્ધિ તીવ્ર મિથ્યાત્વથી વાસિત હોય ત્યાં સુધી પ્રભુઆજ્ઞા પ્રત્યેનો આદર કયારેય પ્રગટી શકતો નથી, અને પ્રભુઆજ્ઞાના આદર વિના આવી હિંસાથી બચી શકાતું નથી. અનુબંધ હિંસા કરનાર વ્યક્તિ અનેક ભવોની પરંપરા હિંસાનાં કડવાં ફળ ભોગવે છે. તેથી જ તે હિંસાને અનુબંધ હિંસા કહી છે. જો કે એકલી સ્વરૂપ હિંસાથી વિશેષ કર્મબન્ધ થતો નથી, જ્યારે હેતુ હિંસાથી ચોક્કસ વિશેષ કર્મબન્ય થાય છે, અને હેતુ હિંસા કરતાં પણ અનુબંધ હિંસા ઘણાં જ કડવાં ફળ આપનારી બને છે. માટે અનુબંધ હિંસાથી બચવા તો ખાસ ખ્યાલ રાખવો જોઈએ, અને તે માટે પ્રત્યેક પ્રવૃત્તિ કરતાં પ્રભુઆજ્ઞાનો વિચાર અવશ્ય કરવો જોઈએ. સ્વરૂપ હિંસા | હેતુ હિંસા | અનુબંધ હિંસા દેખીતી હિંસા હોય પણ દેખીતી હિંસા હોય કે ન દેખીતી હિંસા હોય કે ન હિંસાજન્ય ભવવૃદ્ધિ પણ હોય, તો પણ હોય, તો પણ હિંસાનાં કડવાં આદિ ફળ જેમાં ન હોય. હિંસાજન્ય પાપકર્મનો બંધ ફળ હોય; કેમ કે અહીં જે | હોય. તેમાં જો આજ્ઞાન જિનાજ્ઞાની ઉપેક્ષાનો ભાવ સાપેક્ષતા હોય તો કર્મબંધ | છે, તે ભવની પરંપરાની ઓછો થાય. વૃદ્ધિ કરનાર છે. રવિને મ ર - (બે પ્રકારના પરિગ્રહ અને સાવઘ એવી આરંભની પ્રવૃત્તિઓ) કરાવવામાં, કરવામાં, અને અનુમોદવામાં. (અહીં અનુમોદવામાં એવો અર્થ રવિ અને કરને વચ્ચેના ‘ગ શબ્દનો કર્યો છે.) ૩. શ્રીમદ્ દેવેન્દ્રસૂરિ રચિત “વન્ડાવૃત્તિ (શ્રાદ્ધતિમનસૂત્રવૃત્તિ) માં તથા શ્રી રત્નશેખરસૂરિ કૃત અર્થદીપિકામાં ત્રીજી ગાથાની ટીકામાં જણાવ્યું છે કે રાવણે અને રને વચ્ચેના આ શબ્દનો અર્થ અનુમતિ કરવો - વાદ્ધત્વવિનુમતાપ' કયાંક અનુમતિમાં પણ અર્થાત્ શ્રાવકે જે Page #70 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિતુ સૂત્ર ૪૯ રો.યતના રાખ્યા વિના, રાગાદિ ભાવોને પોષક અનેક પ્રકારનો પરિગ્રહ એકત્રિત કરવો, તથા જેનાથી હિંસાદિ ઉદ્ભવે તેવી અનેક પાપપ્રવૃત્તિઓ પોતે ‘કરવી તે કરણ છે. રાવ - પરિગ્રહ અને સાવદ્ય આરંભની પ્રવૃત્તિ માટે અન્યને પ્રેરણા આપવી, સમર્થન આપવું, “આ સારું છે માટે કરો” તેમ કહેવું અથવા પાપપ્રવૃત્તિ માટે અનેક પ્રકારે સલાહ-સૂચનો આપવાં તે કરાવણ છે. =અનુમોન - પરિગ્રહ અને સાવદ્ય આરંભની પ્રવૃત્તિ કરનારની અનુમોદના કરવી, તે કરે છે તે સારું કરે છે તેવો હર્ષ ધારણ કરવો, તે કાર્યને ટેકો આપવો, તેની પ્રશંસા કરવી તે અનુમોદન છે. પરિગ્રહ અને સાવદ્ય આરંભની પ્રવૃત્તિ કરવાથી, કરાવવાથી અને અનુમોદન કરવાથી જે પાપ લાગ્યું હોય, તે સર્વનું પ્રતિક્રમણ કરવાનું છે. પવિત્રને સિમં સવં - દિવસ સંબંધી (તે) સર્વનું હું પ્રતિક્રમણ કરું છું. “દિવસ દરમ્યાન મારા બાહ્ય-અત્યંતર પરિગ્રહના કારણે તથા ઘણા પ્રકારની પાપની અનુમોદનાનું પચ્ચખ્ખાણ કર્યું છે, તેમાં પણ કયાંક અતિચાર લાગ્યો હોય, તો તેનું પ્રતિક્રમણ કરવાનું છે. જોકે, અહીં પ્રશ્ન થાય કે શ્રાવકને કોઈપણ વિષયમાં ત્રિવિધ ત્રિવિધનું પચ્ચખાણ તો હોતું નથી, તો અનુમોદનામાં અતિચારનો પ્રશ્ન જ કયાંથી આવે? આ જ વાતને સ્પષ્ટ કરતાં યોગશાસ્ત્રના રજા પ્રકાશની ૧૮મી ગાથાની ટીકામાં જણાવ્યું છે કે, इह यो हिंसादिभ्यो विरतिं प्रतिपद्यते, स द्विविधां कृतकारितभेदां त्रिविधेन मनसा वचसा कायेन चेति । एवं च भावना - स्थूलहिंसां न करोत्यात्मना न कारयत्यन्येन मनसा वचसा कायेन चेति । अस्य चानुमतिरप्रतिषिध्या, अपत्यादिपरिग्रहसद्भावात् तैहिंसादिकरणे च तस्यानुमतिप्राप्तेः। अन्यथा परिग्रहापरिग्रहयोरविशेषेण प्रव्रजिताप्रव्रजितयोरभेदापत्तेः । ननु भगवत्यादावागमे त्रिविधं त्रिविधेनेत्यपि प्रत्याख्यानमुक्तमगारिणः, तञ्च श्रुतोक्तत्वादनवद्यमेव तत्कस्मानोच्यते ? उच्यते-तस्य विशेषविषयत्वात् । तथाहि यः किल प्रविजितषुरेव प्रतिमाः प्रतिपद्यते पुत्रादिसन्ततिपालनाय यो वा विशेषं स्वयंभूरमणादिगतं मत्स्यादिमांसं स्थूल हिंसादिकं वा क्वचिदवस्थाविशेषे प्रत्याख्याति स एव त्रिविधं त्रिविधेनेति करोति । इत्यल्पविषयत्वान्नोच्यते । बाहुल्येन तु द्विविधं त्रिविधेनेति । 4. અનુમોદનાના ત્રણ પ્રકારો છે. (1) અનિષેધ અનુમોદના, (૨) ઉપભોગ અનુમોદના, (૩) સંવાસ અનુમોદના. જેમ કે, (૧) પોતે અધિકારી છતાં નિશ્રામાં રહેલા જીવોને જો તે તે કાર્ય કરવાનો નિષેધ ન કરે, મૌન સેવે તો ‘મનિષદ્ધમનુમતમ્' એ ન્યાયે અનુમોદના ગણાય. તે અનિષેધ અનુમોદના. Page #71 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ પાપયુક્ત પ્રવૃત્તિઓને કરતાં-કરાવતાં કે તેની અનુમોદના કરતાં જે કોઈ દોષ લાગ્યો હોય તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું. આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે ૫૦ “હું અનંત સુખનો સ્વામી છું. અનંત જ્ઞાનાદિ ગુણો મારી સંપત્તિ છે. પણ... મોહાધીનતાના કારણે હું આ વાત ભૂલી ગયો છું; અને જે મારું નથી, મને વાસ્તવિક સુખ આપનાર નથી તે બાહ્ય-અત્યંતર પરિગ્રહમાં હું ફસાયો છું. તેને કારણે પાપયુક્ત અનેક આરંભ-સમારંભો મેં આદર્યા છે. મારા કાલ્પનિક સુખ અને સ્વાર્થ ખાતર મેં ઘણા જીવોને દુ:ખી કર્યા છે. આ મેં ખોટું કર્યું છે. આનાથી મેં મારા આત્માનું જ અહિત કર્યું છે... હવે મારે આ પાપની પરંપરા ચલાવવી નથી. તે માટે આજથી મારે એવો સંકલ્પ કરવો છે કે પર પદાર્થો પાછળની આંધળી દોટ ઉપર અંકુશ આવે. સપાપ આરંભ છૂટી જાય, છેવટે મર્યાદિત બને, અને નિષ્પાપ એવાં પણ આરંભાદિનાં કાર્ય જયણાપ્રધાન બને. મનથી સર્વ પદાર્થોની મમતા ન છૂટે તોપણ બાહ્યથી તો તેનો ત્યાગ કરવા યત્ન કરું. જો આવું કાંઈ જ ન કરી શકું તો મારી આ પ્રતિક્રમણની ક્રિયા, પાપથી મારું પ્રતિક્રમણ કઈ રીતે કરાવી શકે ? હે પ્રભુ ! આજે આપને પ્રાર્થના કરું છું કે મારા સંકલ્પને સાકાર કરી શકું, અને પુનઃ પુન: પરિગ્રહ અને સપાપ આરંભની વૃત્તિપ્રવૃત્તિને આધીન ન બનું, તેવું સત્ત્વ મને આપના પ્રભાવે પ્રાપ્ત થજો, જેથી હું આ પાપમાંથી ઊગરી શકું !” ચિત્તવૃત્તિનું ઘડતર : એટલું ખાસ ધ્યાનમાં રાખવું કે “હું પ્રતિક્રમણ કરું છું.” એટલું બોલવા માત્રથી પ્રતિક્રમણ થઈ જતું નથી, પરંતુ જે પાપ થયું હોય, તે પાપથી પાછા ફરવા સ્વરૂપ (૨) નિષેધ કરવા છતાં તેઓ પાપથી અટકે નહિ, અને હિંસાદિ પાપ કરીને જે કમાય, તે કમાણીનો પોતે ઉપયોગ કરે, વાપરે, તો ઉપભોગ કરવારૂપે પણ સાથ આપ્યો ગણાય, તે ઉપભોગ અનુમોદના. (૩) નિષેધ કરવા છતાં પણ તે પાપથી અટકે નહિ અને તેની પાપકમાઈનો પોતે ઉપભોગ પણ કરે નહિ, છતાં જેમ ચોરોના ટોળામાં રહેલો શાહુકાર પણ ચોર ગણાય છે, તેમ પાપ કરનારાની સાથે વસતો હોવાથી પણ તે પાપમાં સાથ આપનારો ગણાય, તે સંવાસ અનુમોદના જાણવી. Page #72 -------------------------------------------------------------------------- ________________ વંદિતુ સૂત્ર ૫૧ પ્રતિક્રમણ થવું જરૂરી છે. તેવું પ્રતિક્રમણ કરવા માટે હૃદયનું પરિવર્તન અતિ આવશ્યક છે. હૃદયનું પરિવર્તન થાય તો જ મન શુભ ભાવમાં સ્થિર થઈ શકે છે, અને ભવિષ્યમાં આવાં પાપ થાય જ નહિ તે માટે સાવધ બની શકાય છે. આથી જ ચિત્તવૃત્તિનું આમૂલ પરિવર્તન કરી વાસ્તવિક પ્રતિક્રમણ કરવા માટે સાધકે નીચેની ભાવનાઓથી હૈયાને ભાવિત બનાવવું જોઈએ : + જડ એવા બાહ્ય પદાર્થો ચેતનવંતા એવા મને શું સુખ આપી શકવાના છે? * જો એ મને સુખ આપી શકવાના જ નથી, તો મારે શા માટે એની મમતા કરવી જોઈએ ? કે એનો સંગ્રહ કરવો જોઈએ ? • ઘણી મહેનત કરીને એકઠા કરેલા આ દુન્યવી પદાર્થો એવા અનિત્ય છે, કે તેને સાચવવાની હું ગમે તેટલી મહેનત કરીશ તો પણ કાયમ રહેશે નહિ. + સ્વયં અશરણ દશામાં રહેલાં સ્વજનો મારું કઈ રીતે રક્ષણ કરી શકશે ? * સંગ્રહવૃત્તિથી કે સંગ્રહની પ્રવૃત્તિથી લોકપ્રિય નથી બનાતું, પણ ઉદારતા આદિ ગુણોને કારણે સજ્જન પુરુષો લોકમાં પ્રિય બને છે. + નિષ્ઠયોજન મહારંભની અને મહાપરિગ્રહની પ્રવૃત્તિઓ મમ્મણ શેઠની જેમ નરકનું કારણ બને છે. + અનુકૂળતાનો રાગ કે પ્રતિકૂળતાનો દ્વેષ અને સુખશીલિયાપણાને કારણે જીવ અનેક સુખસામગ્રીઓ ભેગી કરે છે, જે અનેક અનર્થોનું કારણ બને છે. * ધન્ય છે તે આનંદ અને કામદેવ જેવા શ્રાવકોને કે જેઓએ પરમાત્માની એક જ દેશનામાં પરિગ્રહ નામના બંધનની અનર્થકારિતા સાંભળી તે જ ક્ષણે પોતાની પાસે જેટલું છે તેનાથી અણુભાર પણ વધારવું નહિ,' એવી પ્રતિજ્ઞા કરી. આ રીતે ભોગોપભોગમાં પણ નિયંત્રણ કરી માત્ર સંવાસ અનુમોદના રહે તેવી ભૂમિકાએ તેઓ પહોંચી શક્યા. * ધન્ય છે ધન્ના, શાલિભદ્ર, મેઘકુમાર, ગજસુકુમાલ, અભયકુમાર આદિ મહાન શ્રેષ્ઠિઓ અને રાજકુમારોને કે જેઓએ ધન-સંપત્તિ, રાજ-પાટ છોડી સર્વસંગનો ત્યાગ કર્યો. સામાન્ય રીતે જેમ ગ્રહો નવ પ્રકારના છે, તેમ પરિગ્રહ પણ ધન, ધાન્ય આદિ નવ પ્રકારનો છે. આ નવ પ્રકારના પરિગ્રહમાંથી કોઈપણ પ્રકારનો 5. धण-संचओ अ विउलो, आरंभ परिग्गहो अ वित्थिण्णो । नेइ अवस्सं मणसं, नरगं वा तिरिक्खजोणिं वा ।। - પ્રબોધ ટીકા Page #73 -------------------------------------------------------------------------- ________________ પર સૂત્રસંવેદના-૪ ♦પરિગ્રહ દ્વેષનું ઘર છે, કેમ કે, પરિગ્રહની મમતાના કારણે, જ્યારે કોઈ પોતાની સંપત્તિ ઉપર નજર નાંખે કે તેને નુકસાન પહોંચાડે, ત્યારે દ્વેષ અને દુર્ભાવ થાય છે, તેની સાથે દુશ્મનાવટ થાય છે. + પરિગ્રહથી પ્રાપ્ત થતી આપત્તિઓ ધીરજનો નાશ કરે છે, માટે પરિગ્રહ ધૃતિને ઘટાડનાર કહેવાય છે. * પરિગ્રહને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડનાર વ્યક્તિ પ્રત્યે ક્રોધ આવવાને કારણે જીવનમાંથી સહનશીલતા અને ક્ષમા નાશ પામી જાય છે, તેથી પરિગ્રહ ક્ષમાનો શત્રુ કહેવાય છે. - પરિગ્રહ વિક્ષેપનો સર્જક છે; પરિગ્રહને કારણે પરસ્પરના સંબંધોમાં, વ્યવહારમાં વિક્ષેપો પડવાના શરૂ થઈ જાય છે. ♦ પરિગ્રહ વધતાં જેમ જેમ અણસમજુ લોકો તરફથી માન આદિ મળે છે, તેમ તેમ અહંકાર અને મદ વધતાં જાય છે, માટે પરિગ્રહને મદનો મિત્ર કહ્યો છે. પરિગ્રહના કારણે સતત ઇષ્ટ વસ્તુ મેળવવાની ચિંતા અને તેના સંરક્ષણ આદિની ચિંતાથી જીવનમાં આર્ત-રૌદ્ર ધ્યાન ઘર કરી જાય છે. માટે તેને દુર્ધ્યાનનું ભવન કહ્યું છે. ♦ પરિગ્રહ સ્વયં એક કષ્ટકારી શત્રુ છે. આપણે એમ માનીએ છીએ કે પરિગ્રહ એક મિત્રની જેમ તકલીફોમાં સહાયક બનશે, પરંતુ જીવનમાં જેમ જેમ પરિગ્રહ વધે છે તેમ તેમ કષ્ટોનો પ્રારંભ થાય છે. પરિગ્રહને મેળવવામાં, સાચવવામાં, સંરક્ષણમાં જાતજાતનાં શારીરિક, માનસિક, વ્યવહારિક કષ્ટો ઉઠાવવાં પડે છે, અને મૂઢતાને કારણે આ કષ્ટો કષ્ટો નથી લાગતા. - પરિગ્રહના કારણે દુઃખનો જન્મ થાય છે અને સુખનું મૃત્યુ થાય છે. પૈસાથી મનની શાંતિ, તનની સ્વસ્થતા ચાલી જાય છે, અનેક પ્રકારના રોગો આવે છે. 6. દ્વેષસ્યાવતાં ધૃતે પચવ: ક્ષાન્તઃ પ્રતીપો વિધિ-, र्व्याक्षेपस्य सुहृन्मदस्य भवनं ध्यानस्य कष्टो रिपुः । दुःखस्य प्रभवः सुखस्य निधनं पापस्य वासो निजः, प्राज्ञस्यापि परिग्रहो ग्रह इव क्लेशाय नाशाय च ॥ -સૂયગડાંગ સૂત્રની ટીકા Page #74 -------------------------------------------------------------------------- ________________ ‘વંદિત્તુ સૂત્ર' + પરિગ્રહ બાકીનાં સત્તર પાપોને ખેંચી લાવે છે, માટે પરિગ્રહ પાપનું ઘર છે. આ રીતે પ્રજ્ઞાવાન લોકોને પણ પરિગ્રહ હેરાન-પરેશાન કરી મૂકે છે, તો સામાન્ય લોકોનું તો શું કહેવું ? પરિગ્રહ તો વળગાડની જેમ ક્લેશ અને વિનાશનું કારણ બને છે. ૫૩ • વળી, પરિગ્રહ” ન મળે ત્યારે કાંક્ષા - મેળવવાની ઈચ્છા, નાશ પામે ત્યારે શોક, મળ્યા પછી રક્ષણ, ઉપભોગમાં અતૃપ્તિ - આમ પરિગ્રહની આગળ પાછળ અને પરિગ્રહ ભોગવતાં પણ જીવ દુઃખરૂપ બંધનોથી છૂટી શકતો નથી. આવી વિચારણાઓથી શ્રાવક પોતાની ત્યાગભાવના જ્વલંત બનાવે છે. પરિગ્રહના પાપથી બચવા શ્રાવક જેમ પદાર્થોની અનિત્યતા આદિ વિચારે છે, તેમ સાવઘ પ્રવૃત્તિઓથી બચવા ‘આત્મવત્ સર્વભૂતેષુ’”ની ભાવના મનમાં રાખી વિચારે છે કે “પ્રત્યેક જીવ મારા સમાન જ છે. મને જેમ સુખ ગમે છે અને દુઃખ નથી ગમતું, તેમ તેમને સુખ ગમે છે અને દુ:ખ નથી જ ગમતું. તેથી હું કોઈના સુખને છીનવી ન લઉં કે કોઈ પણ જીવને મારાથી પીડા ન થાય. હું કોઈના દુઃખમાં કે મૃત્યુમાં નિમિત્ત ન બનું તે માટે મારે ખૂબ સાવધ રહેવું જોઈએ.” આવી વિચારધારાના કારણે ભૌતિક પદાર્થોની ક્ષણભંગુરતાને જાણીને, તેના પ્રત્યે અસારતાનો ભાવ ઉત્પન્ન થાય છે, અને સાવઘ પ્રવૃત્તિથી ઉત્પન્ન થતી વૈરની પરંપરાને જાણીને તેના પ્રત્યેની અરુચિ પ્રગટ થાય છે. પરિણામે કદાચ ભૌતિક પદાર્થોનો સંગ્રહ કરવો પડે કે સાવઘ પ્રવૃત્તિ ક૨વી પડે, તો પણ જીવ કદી રાચીમાચીને કરતો નથી. આથી જ શ્રાવકને પરિગ્રહ મેળવતાં કે સાવદ્ય પ્રવૃત્તિ કરતાં પણ પાપના અનુબંધો પડતા નથી. પ્રતિક્રમણનું આ જ ફળ છે કે કાં તો પાપ થાય નહિ અને થાય તો રાચી માચીને ન થાય. 7. પરિપ્રશ્નેપ્રાપ્તનદેપુ જાડ્યા - ગોળો, પ્રાપ્તેષુ ચ રક્ષળમ્, ૩૫મોને ચાતૃપ્તિ:, રૂત્યેનું પરિપ્રશ્ને સતિ દુ:હાત્મવાદન્ધનાત્ર મુખ્યત કૃતિ । -સૂયગડાંગ સૂત્રની ટીકા 8. ગર્ભવત્ સર્વભૂતપૂ, સુદ્ધ-દુ:ણે પ્રિયાપ્રિયે । चिन्तन्नात्मनोऽनिष्टां हिंसामन्यस्य नाचरेत् ।। - યોગશાસ્ત્ર Page #75 -------------------------------------------------------------------------- ________________ અવતરણિકા : સર્વ પ્રકારના દોષોના મૂળ સમાન પરિગ્રહ અને આરંભ સંબંધી પાપોનું પ્રતિક્રમણ કરીને હવે ક્રમશઃ જ્ઞાન, દર્શન અને ચારિત્રવિષયક લાગેલા દોષોનું પ્રતિક્રમણ કરવાનું છે. તેમાં પ્રથમ જ્ઞાનના અતિચારોની નિંદા-ગર્હા કરતાં કહે છે ગાથા : જ્ઞાનાચાર जं बद्धमिंदिएहिं, चउहिं कसाएहिं अप्पसत्थेहिं रागेण व दोसेण व, तं निंदे तं च गरिहामि ।। ४ ।। અન્વયસહિત સંસ્કૃત છાયા : अप्रशस्तैरिन्द्रियैः चतुर्भिः कषायैः रागेण वा द्वेषेण वा ચક્ (અશુભં વર્મમ્) વન્દ્વમ્ તવ્ નિન્વામિ તત્ ચ નન્હેં || ૪ || ગાથાર્થ : અપ્રશસ્ત ભાવોમાં પ્રવર્તતી પાંચ ઇન્દ્રિયો વડે, ક્રોધાદિ ચાર કષાયો વડે (અને ઉપલક્ષણથી મનોયોગ, વચનયોગ અને કાયયોગ-એમ ત્રણયોગ વડે), રાગથી અથવા દ્વેષથી જે કોઈ અશુભ કર્મ બાંધ્યું હોય, તેને (આત્મસાક્ષીએ) હું નિંદું છું અને (ગુરુ સમક્ષ) તેની ગર્હા કરું છું. Page #76 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાચાર વિશેષાર્થ : નં વર્મિતિર્દિ (અખત્યેÉિ) - અપ્રશસ્ત ઇન્દ્રિયો વડે જે કર્મ બાંધ્યું હોય. નં વાન્ - જે બાંધ્યું હોય, જ્ઞાનને મલિન કરવા દ્વારા અથવા જ્ઞાનના અતિચારનું આસેવન કરવા દ્વારા જે અશુભ કર્મ બાંધ્યું હોય. આ અશુભ કર્મ શેનાથી બાંધ્યું હોય, તે હવે જણાવે છેફેલિહિં (અપ્પસથેજિં) - અપ્રશસ્ત ઇન્દ્રિયો વડે આંખ, નાક, કાન, જીભ અને ચામડી : આ પાંચ ઇન્દ્રિયો છે, અને તે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના વિષયનું આત્માને જ્ઞાન કરાવે છે. જોવાની શક્તિ આંખની છે, છતાં નબળી આંખવાળી વ્યક્તિ ચશ્માના માધ્યમ વિના જોઈ શકતી નથી. તે જ રીતે જ્ઞાન એ આત્માનો ગુણ છે, તો પણ જ્ઞાનાવરણીયકર્મથી આવૃત શક્તિવાન આત્મા સ્વયં સર્વ વસ્તુનું જ્ઞાન કરી શકતો નથી. તેને રૂપને જોવા આંખ, ગંધને પરખવા નાક, શબ્દને સાંભળવા કાન, રસને જાણવા જીભ અને સ્પર્શનું જ્ઞાન મેળવવા ત્વચાની જરૂર પડે છે. જ્ઞાનનાં આ પાંચ સાધનોને પાંચ ઇન્દ્રિયો કહેવાય છે. માત્ર સમ્યગ જ્ઞાનનાં સાધન તરીકે વપરાતી અથવા હિતકારી માર્ગે પ્રવર્તતી ઇન્દ્રિયો તે પ્રશસ્ત ઇન્દ્રિયો છે, અને સમ્યફ જ્ઞાનથી વિપરીત માર્ગે, આત્માનું અહિત થાય, રાગાદિભાવોની વૃદ્ધિ થાય તેવી અનુચિત રીતે પ્રવર્તતી ઇન્દ્રિયો તે અપ્રશસ્ત ઇન્દ્રિયો છે. આ ઇન્દ્રિયોનો અપ્રશસ્ત વ્યવહાર જ્ઞાનના અતિચાર સ્વરૂપ છે અને કર્મબંધનું કારણ છે. 1. . . પ્રશસ્ત પ્રવૃત્તિ અપ્રશસ્ત પ્રવૃત્તિ ચક્ષુરિન્દ્રિય આત્મકલ્યાણાર્થે અનંત ગુણના મોહાધીન બનાવે તે રીતે સ્ત્રીનાં અંગોપાંગાદિ આંખ નિધાન પ્રભુનાં તથા ગુણવાન આત્માનાં જોવાં, મોહ વધે તેવું મિથ્યાશ્રુત વાંચવું, ‘દર્શન કરવાં, સગ્રંથનું વાંચન કરવું, નાટક - પિશ્ચર જોવાં, કુતૂહલતાથી જીવદયાના હેતુથી જયણાપૂર્વક વર્તવું. દુનિયાભરનું કહેવાતું સૌંદર્ય જોવું, જરૂરિયાત વિના Window-shopping કરવું. ધ્રાણેન્દ્રિય દેવ-ગુરુની ભક્તિ માટે અન્ન, ફળ, ભૌતિક આનંદ માટે અત્તર, સેન્ટ, નાક ઔષધ વગેરે યોગ્ય છે કે નહિ તેની ફૂલો, સાબુ, ક્રીમ, પાવડર વગેરે સુંઘવા. પરીક્ષા કરવા તેને સૂંઘવાં. સુગંધનો રાગ અને દુર્ગધનો દ્વેષ કરવો. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સૂત્રસંવેદના-૪ શ્રાવક સમજે છે કે આ ઇન્દ્રિયો જ્ઞાનનું સાધન છે, માટે આ ઇન્દ્રિયોનો ઉપયોગ જ્ઞાનના સાધનરૂપે જ ક૨વો જોઈએ. ભગવાનના વચનથી તેને નિયંત્રિત રાખવી જોઈએ. તેનાથી કોઈ અનુચિત પ્રવૃત્તિ ન થઈ જાય તેનો પૂર્ણ ખ્યાલ રાખવો જોઈએ. જો આ રીતે પ્રવૃત્તિ કરવામાં આવે તો આ ઇન્દ્રિયો કર્મબંધનું કારણ ન બનતાં કર્મનિર્જરાનું સાધન બની શકે. આવા પ્રકારની સમજણવાળો શ્રાવક પોતાનું સમગ્ર જીવન ભગવાનનાં વચનોને અનુસારે જીવે છે. પુણ્યથી મળેલી પોતાની ઇન્દ્રિયોનો ઉપયોગ પણ આત્મહિત થાય તેવાં શુભ કાર્યોમાં જ કરે છે. જેમકે આંખનો ઉપયોગ પ્રભુદર્શન, સત્શાસ્ત્રનું વાંચન અને જીવદયાના પાલનમાં જ મુખ્યપણે કરે છે. આ સિવાય પણ આંખનો ઉપયોગ કરવો પડે ત્યારે પૂરી સાવધાનીપૂર્વક, ક્યાંય રાગાદિભાવો વધી ન જાય તેની કાળજીપૂર્વક કરે છે. ચક્ષુરિન્દ્રિયની જેમ સર્વ ઇન્દ્રિયોના આવા વ્યાપારને ઇન્દ્રિયોનો પ્રશસ્ત વ્યાપાર કહેવાય છે. આ રીતે ઇન્દ્રિયોને પ્રશસ્તમાર્ગે પ્રવર્તાવતો વ્રતધારી શ્રાવક જ્ઞાનાચારમાં અતિચારનો (દોષનો) ડાઘ લગાડતો નથી. જિજ્ઞાસા ઃ પાંચે ઇન્દ્રિયોને પોત-પોતાના વિષયમાં પ્રવર્તાવવી એમાં જ્ઞાનાચારનો અતિચાર એટલે કે જ્ઞાનાચાર વિષયક દોષ કેવી રીતે કહેવાય ? શ્રોતેંદ્રિય જિનવાણીનું શ્રવણ કરવું, સ્વદોષનું કીન દર્શન કરાવનાર ગુરુ ભગવંતની તથા કલ્યાણમિત્રની હિતશિક્ષા સ્વસ્થ ચિત્તે સાંભળવી. રસનેંદ્રિય ધર્મકથા કરવી, તત્ત્વનો નિર્ણય જીભ કરવા માટે ચર્ચા કરવી, ગુણવાન આત્માના ગુણો ગાવા, પંચવિધ સ્વાધ્યાય કરવો. સંગીતના સૂરો, વિકથાઓ, નિંદા, ચાડી – ચુગલી સાંભળવી, ફટાકડા ફોડવા, જોર જોરથી વાજિંત્રો વગાડવાં. દોષોની વૃદ્ધિ થાય તેવી વિકથા કરવી, પરની નિંદા કરવી, ચાડી-ચુગલી કરવી, રાગ-દ્વેષથી ઇષ્ટાનિષ્ટ આહારાદિનો ઉપયોગ કરવો, રાગાદિની વૃદ્ધિ થાય તેમ બોલવું. આસક્તિ ઉત્પન્ન કરાવે તેવા સ્ત્રી વગેરેના સ્પર્શ કરવા, પાવડર - લિપસ્ટિક વગેરે સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ ક૨વો, પંખાદિની હવા લેવી, મુલાયમ એવા રેશમી કપડાં આદિનો ઉપયોગ કરવો. ઇન્દ્રિયનું કોઈપણ વિષય સાથે જોડાણ થાય ત્યારે રાગ-દ્વેષ ન થવા દેવા, તેમાં મધ્યસ્થ રહેવું એ પ્રશસ્ત વ્યાપાર કહેવાય. સ્પર્શનેંદ્રિય જિનની ભક્તિ, ગુરુની વૈયાવચ્ચ, ત્વચા માંદાની માવજત વગેરે માટે ત્વચાનો ઉપયોગ ક૨વો. કામળી વગેરે વસ્તુ યોગ્ય છે કે નહિ તેની પરીક્ષા કરવા સ્પર્શ કરવો. Page #78 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાચાર તૃપ્તિ આ પાંચેય ઇન્દ્રિયો જ્ઞાનનું સાધન હોવાથી જ્ઞાનેન્દ્રિયો કહેવાય છે. તેથી તેનો ઉપયોગ સમ્યગુજ્ઞાનની પ્રાપ્તિ માટે જ કરવો જોઈએ. આમ છતાં આ પાંચેય જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ જ્ઞાનસાધના માટે ન કરતાં વિષયસાધના માટે કરવો તે જ્ઞાનના સાધનની આશાતના-વિરાધનારૂપ હોઈ તે જ્ઞાનાચારની વિરાધનારૂપ છે. વ્રતનો સ્વીકાર કર્યા પછી આમ તો શ્રાવક સજાગ હોય છે, તો પણ અનાદિકાળથી અભ્યસ્ત પ્રમાદ અને આત્મામાં પડેલા કુસંસ્કારો, નિમિત્ત મળતાં મનને નબળું પાડે છે. “મેં વ્રતનો સ્વીકાર કર્યો છે, માટે આવી અનુચિત પ્રવૃત્તિ મારે ન કરવી જોઈએ- એ વાતને વીસરાવી દે છે, અને પરિણામે શ્રાવક રાગાદિભાવોની વૃદ્ધિ થાય તેવા માર્ગે ઇન્દ્રિયોને પ્રવર્તાવે છે. ક્યારેક સ્ત્રીના રૂપમાં, તો ક્યારેક સંગીતના સૂરમાં ઇન્દ્રિયો તેને ભાનભૂલો બનાવે છે, ક્યારેક અપેયને પીવામાં, તો ક્યારેક અભક્ષ્ય ખાવામાં મશગૂલ કરે છે. જ્ઞાનના ઉપયોગ વિનાની, આત્માનું અહિત કરનારી આવી ઇન્દ્રિયોની અપ્રશસ્ત પ્રવૃત્તિ જીવ માટે ક્લિષ્ટ કર્મબંધનું કારણ બને છે. આ પદ બોલતાં દિવસ દરમ્યાન ઇન્દ્રિયોને આધીન બની જે જે અનુચિત પ્રવૃત્તિ થઈ હોય તેને સ્મરણમાં લાવી, તેના પ્રત્યે અરુચિ-ધૃણાના ભાવો પ્રગટ કરવાના છે; અને વિચારવાનું છે કે “મહાપુણ્યના ઉદયથી, જ્ઞાનનાં સાધનરૂપે મળેલી આ ઇન્દ્રિયોનો મેં ખોટો ઉપયોગ કર્યો છે અને તેનાથી મેં ઘોર કર્મોનો બંધ કર્યો છે. આ કર્મબંધથી અટકવું હોય તો મારે હવે સાવધાન અને સજાગ બનવાની જરૂર છે. ઇન્દ્રિયોને ભગવાનની જ્ઞાનરૂપ રજુથી નિયંત્રિત કરીશ તો જ ભવિષ્યમાં આવાં પાપથી બચી શકાશે.” વહિં વસીર્દિ અખત્યેહિં - અપ્રશસ્ત ચાર કષાયો વડે (જે કર્મ બાંધ્યું હોય.) કોઈના અપરાધને નહિ સહન કરવાનો પરિણામ તે ક્રોધ છે, જાતિ આદિથી હું કાંઈક ઊંચો છું તેવો ભાવ તે માન છે, ન હોય તેવા દેખાવાની વૃત્તિરૂપ કપટભાવ તે માયા છે અને વધુને વધુ મેળવવાની તૃષ્ણા તે લોભ છે. 3 ઈન્દ્રિય સુરંગ (ઘોડા) વશ કરે, જે ધરી જ્ઞાનની દોરી’ - પૂ. પદ્મવિજયજી કૃત નવપદની ત્રીજી પૂજા 3 ઉપર જણાવેલ ક્રોધાદિ ચાર કષાયની વ્યાખ્યા તેના ભેદ-પ્રભેદો વગેરે પૂર્ણ વિગતો સૂત્રસંવેદના ભા. ૧ સૂત્ર-ર માંથી મેળવી શકાય. Page #79 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ આ ચાર કષાયો જીવના પરમ શત્રુ છે, સંક્લેશ અને દુઃખોનું કારણ છે. તેની હાજરીમાં જીવ પોતાનું સુખ કયારેય માણી શકતો નથી. જોકે આ કષાયો દુઃખનું કારણ છે, તો પણ તેનો સદુપયોગ કરવામાં આવે તો તે આત્મહિતમાં સહાયક પણે બની શકે છે. માટે જ શાસ્ત્રકારોએ તેના બે પ્રકાર પાડ્યા છે: (૧) “પ્રશસ્ત કષાય અને (૨) અપ્રશસ્ત કષાય. આત્મહિતમાં સહાયક બને તેવા કષાયને પ્રશસ્ત કષાય કહેવાય છે, અને આત્મહિતમાં બાધક બને તેવા કષાયને અપ્રશસ્ત કપાય કહેવાય છે. આ ગાથામાં આવા અપ્રશસ્ત કષાય વડે જે કર્મ બાંધ્યું હોય તેની જ નિંદા કરવામાં આવી છે, પણ પ્રશસ્ત કષાયની નહિ; કેમ કે ભલે તે કષાય છે, પણ જેમ હિંસક શસ્ત્ર જો વાપરતાં આવડે તો તે સુરક્ષાનું સાધન બની શકે છે, 4. કષાય પ્રશસ્ત અપ્રશસ્ત : ક્રોધ શિષ્ય કે પુત્રાદિને સુધારવા, દેવ- | પોતાનું ધાર્યું ન થાય, કે પોતાને ઇષ્ટ વસ્તુ કે ગુરુ કે ધર્મની હાનિ કરનારાને શિક્ષા વ્યક્તિને કોઈ નુકસાન પહોંચાડે, કે સારા આપવા, કે પોતાનાં કર્મ, કુસંસ્કાર નરસા પ્રસંગોને કારણે જે ગુસ્સો આવે છે તે કે દોષો ઉપર વિવેકપૂર્વક કરવામાં - અપ્રશસ્ત ક્રોધ છે.' આવતો ક્રોધ પ્રશસ્ત ક્રોધ છે. માન ઉત્તમ દેવ-ગુરુ-ધર્મ કે કુળ આદિ દેવ-ગુરુની કૃપાથી પુણ્યયોગે મળેલાં રૂપ, મળ્યાનું માન અર્થાત્ “આવી ઉત્તમ ઐશ્વર્ય, કુળ, જાતિ આદિનું અભિમાન, કે ચીજો મળ્યા પછી હીન પ્રવૃત્તિ મારે જ્ઞાનનું, બળનું કે આવડતનું અભિમાન કરવું ન જ કરાય, તેવો વિવેક', સ્વીકારેલાં તે અપ્રશસ્ત માન છે. વ્રતાદિમાં અક્કડતા પ્રશસ્ત માયા છે. માયા ધર્મની પ્રાપ્તિ માટે, સ્વ-પર આત્માના ભૌતિક સ્વાર્થને સાધવા માટે કોઈપણ કાર્યમાં હિત માટે કે પ્રવચનની નિન્દાને કરાતી માયા, વક્રતા, અન્યને છેતરવાની અટકાવવા માટે, વિવેકપૂર્વક કરાતી બુદ્ધિ, તથા ભાવ વિના લોકની ચાહના મેળવવા માયા અથવા પોતાના મન અને કરાતી દેવ-ગુરુની ભક્તિ તે અપ્રશસ્ત ઈન્દ્રિયોને વિકારી બનતાં ઠગવાં તે માયા છે. પણ પ્રશસ્ત માયા છે. લોભ આત્મિક ગુણોના વિકાસ માટે જ્ઞાન, મમતાનાં બંધનોને દઢ કરે તેવા ધન-ધાન્યાદિ દર્શન, ચારિત્રાદિ ગુણોને વિકસાવ- પરિગ્રહ માટે, કે પ્રમાદને પોષવા માટે થતી વાનો લોભ, ધાર્મિક કાર્યો કરવાનો ઇચ્છાઓ, તે અપ્રશસ્ત લોભ કહેવાય છે. લોભ, યથાશક્તિ તપ-ત્યાગ કરવાનો લોભ પ્રશસ્ત છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાચાર ઉપયોગ કરતાં આવડે તો ઝેર પણ ઔષધરૂપ બની શકે અને રમાડતાં આવડે તો હિંસક સાપ પણ આજીવિકાનું સાધન બની શકે છે. તેમ વિવેકપૂર્વક વપરાયેલા આ કષાયો આત્મહિતમાં સહાયક પણ બની શકે છે. માટે આવા કષાયને પ્રશસ્ત કષાય કહેવાય છે. આ કારણથી સમ્યગુજ્ઞાનને વરેલો સાધક, જ્યાં સુધી સંપૂર્ણ કષાય વિના જીવવાની શક્તિ પ્રાપ્ત ન કરી શકે ત્યાં સુધી તે પોતાના કષાયોનો પ્રવાહ બદલી તેને અપ્રશસ્તમાંથી પ્રશસ્ત બનાવવા પ્રયત્ન કરે છે. જિજ્ઞાસા અપ્રશસ્ત કષાયને પ્રશસ્ત કરવા શું કરવું જોઈએ? તૃપ્તિઃ અપ્રશસ્ત કષાયને પ્રશસ્ત બનાવવા વિવેકપૂર્વક વિચારવું જોઈએ કે, • મને કયા કષાયો પરેશાન કરે છે? તેની માત્રા કેટલી છે? • કયા સ્થાનમાં જોડવાથી આ કષાયો તગડા થવાને બદલે નબળા પડી શકે તેમ છે ? ' • કઈ રીતે તેનો ઉપયોગ કરવાથી સ્વ-પરનું હિત થઈ શકે તેમ છે ? • કષાયોનો ઉપયોગ કરતી વખતે પણ વિવેક અને સાવધાની જાળવવા શું કરવું? || આ દરેક બાબતનો વિચાર કર્યા પછી જ સાધક જો કષાયનો ઉપયોગ કરે, તો જરૂર અપ્રશસ્ત કષાયને પ્રશસ્ત કરી પરંપરાએ તે કષાયોનો સમૂળ નાશ પણ કરી શકે. લેઝર સર્જરી કરનાર ડોક્ટર, જેમ સ્પર્શ માત્રથી બાળી નાંખનાર તીર્ણ લેઝર કિરણો વડે પણ અત્યંત વિવેક અને સાવધાનીપૂર્વક, જ્યાં જેટલાં કિરણોની જરૂર હોય ત્યાં તેટલા પ્રમાણમાં જ તેનો ઉપયોગ કરીને, રોગયુક્ત ભાગને કાઢી દર્દીને રોગમુક્ત કરી શકે છે, તે જ રીતે સાધક પણ સંસારમાં ડુબાડનાર તીક્ષ્ણ કષાયો વડે પણ વિવેક અને સાવધાનીપૂર્વક જ્યાં જેટલા કષાયોની જરૂર હોય ત્યાં તેટલા પ્રમાણમાં તેનો ઉપયોગ કરી સંસારસાગરને તરી પણ શકે છે. સાધક સમજે છે કે સંસાર અને તેની સામગ્રી પ્રત્યેનો પોતાનો રાગ ભયંકર છે. આમ છતાં રાગમુક્ત જીવન જીવવું તેના માટે આ કક્ષામાં શકય નથી. આથી રાગને નબળો પાડવા અને તેના દ્વારા જ આત્મહિત સાધવા, સાધક રાગનાં સ્થાનો બદલે છે. રાગી પાત્રોના બદલે વીતરાગી દેવ, તેમના માર્ગે ચાલનારા સદ્ગુરુ ભગવંતો તથા સાધર્મિકો આદિ સાથે પોતાના રાગને જોડે છે. ઉત્તમ Page #81 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ દ્રવ્યોથી વીતરાગની ભક્તિ કરી તે વીતરાગતાની નજીક જવા પ્રયત્ન કરે છે; કેમ કે રાગી પાત્રો સાથે રાગ જોડાય તો સામે તેવો જ પ્રતિભાવ પ્રાપ્ત થતાં રાગ વૃદ્ધિ પામે છે, જ્યારે વીતરાગ વગેરે સાથે રાગ જોડાય તો સામે તેવો વિકૃત ભાવ ન મળવાને કારણે રાગની વૃદ્ધિ થતી નથી. દેવ-ગુરુ પ્રત્યે ઉત્પન્ન કરેલા આવા રાગને પણ તેમના જ ઉપદેશથી તોડી, મુમુક્ષુ નિબંધ અવસ્થાના સુખને માણી શકે છે. આમ, ભયંકર ઝેર જેવા રાગને પણ જો સંસ્કારિત કરીને વાપરવામાં આવે તો તે ભવરોગથી મુક્ત કરનાર ઔષધ બની જાય છે. રાગની જેમ ક્રોધ પણ ભયંકર છે. અપરાધી ઉપર ક્રોધ થાય તો તે ક્રોધ સ્વપરને નુકસાન કરનાર બને છે. તેના કરતાં જો અપરાધના મૂળ કારણભૂત પોતાનાં કર્મો, દુર્ગુણો અને કુસંસ્કારો ઉપર ક્રોધ કરવામાં આવે, તો ક્રોધનાં કારણો નાબુદ થતાં ક્રોધને કયાંય અવકાશ જ મળતો નથી. ક્યારેક એવું બને કે જવાબદારીના કારણે સામી વ્યક્તિના હિતને લક્ષ્યમાં લઈને કે શાસનની રક્ષા કાજે ક્રોધ કરવો પણ પડે, પરંતુ આવો ક્રોધ કરતાં પહેલાં પણ સામી વ્યક્તિની ભૂમિકાનો વિચાર કરીને, તેની જેટલી ભૂલ હોય, જે પ્રકારે તે સુધરી શકે તેમ જણાતું હોય, તેટલા જે પ્રમાણમાં ઉચિત રીતે ક્રોધ કરાય તો તે ક્રોધ સામી વ્યક્તિને સુધારવામાં નિમિત્ત બને છે, અને તેથી તેને પ્રશસ્ત ક્રોધ કહેવાય છે. આના બદલે શિષ્યની કે પુત્રની ભુલ જોઈ ઊકળી ઉઠાય, વિવેક વિનાની વાણીનો વરસાદ શરૂ થઈ જાય, જાત પરનો સંયમ ગુમાવી દેવાય, સામી વ્યક્તિના હિતની ભાવનાના બદલે “મારું કેમ માન્યું નહિ ?' આવો માનનો ભાવ આવી જાય, તો સમજવું કે આ કષાય પ્રશસ્ત નથી. ભલે તમે સારા નિમિત્તે કર્યો તો પણ કષાય કરવાની રીત ખોટી હોવાને કારણે, તેમાં વિવેક કે સાવધાની નહીં હોવાને કારણે, તે કષાય પ્રશસ્ત નિમિત્તે કરેલો હોવા છતાં પણ પ્રશસ્ત નથી રહેતો. આ રીતે માનાદિ કષાયોની પ્રશસ્તતા અંગે પણ ચોક્કસ પ્રકારે વિચારવું જોઈએ, નહિ તો કયારેક પ્રશસ્ત જણાતો કષાય અપ્રશસ્ત બની સ્વ-પરના હિતને હાનિ પહોંચાડવાનું કાર્ય કરી બેસે. જેમ કે સ્કન્દકસૂરિએ પોતાના ૫૦૦ સાધુને ઘાણીમાં પલનાર જૈનધર્મના વેષી એવા પાલક ઉપર ક્રોધ કર્યો, તે ક્રોધ કરવાનું સ્થાન પ્રશસ્ત હતું; પરંતુ, તે પ્રશસ્ત ક્રોધના મૂળમાં અપ્રશસ્ત એવું માન ભળ્યું હતું. ૪૯૯ શિષ્યોને ઘાણીમાં પીલ્યા ત્યાં સુધી સમતાને ધારણ કરનાર સ્કન્દ,સૂરિએ, પાલકે જ્યારે બાળમુનિને પીલવા Page #82 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાચાર ૬૧ લીધા ત્યારે વિનંતી કરી કે પહેલાં મને પીલો, પછી બાળમુનિને હણો'. તે વિનંતી જ્યારે પાલકે ન સ્વીકારી ત્યારે સ્કન્દસૂરિને થયું કે “મારું આટલું પણ ન માને ?” ૪૯૯ શિષ્યોને નિર્ધામણા કરાવી મોક્ષ સુધી પહોંચાડનાર સ્કન્દ,સૂરિ પણ અહીં ચૂકી ગયા. માનને આધીન બની ગયા અને નિયાણું કરીને મરવાને કારણે વ્યંતરદેવ થયા. આ પ્રસંગમાં ક્રોધ કરવાનું બાહ્ય નિમિત્ત સારું હોવા છતાં તેમાં અપ્રશસ્ત માન ભળવાને કારણે પ્રશસ્ત પણ ક્રોધ અપ્રશસ્ત બની ગયો. પ્રશસ્ત અને અપ્રશસ્ત કષાયોની આવી મર્યાદાઓને જાણી શ્રાવક સતત પોતાનાં ઇન્દ્રિયો, કષાય અને યોગને અપ્રશસ્ત માર્ગેથી વાળી પ્રશસ્ત બનાવવા પ્રયત્ન કરે છે, અને તે દ્વારા પોતાના રાગાદિ કષાયોને ઘટાડવા પ્રયત્ન કરે છે. આમ છતાં નિમિત્ત મળતાં ક્યારેક અનાદિકાળથી અભ્યસ્ત કુસંસ્કારો જાગૃત થઈ જાય છે અને પરિણામે સાધક, આત્માનું અહિત થાય, કષાયોની વૃદ્ધિ થાય તેવા માર્ગે વળી જાય છે. આથી તે નાનાં નાનાં નિમિત્તોમાં પણ નિરર્થક ક્રોધ કરે છે, ધન સંપત્તિની પ્રાપ્તિ માટેની તીવ્ર ઈચ્છાઓ કરે છે, પોતાનાં રૂપ-સૌંદર્યનો ગર્વ કરે છે, આવી સર્વ કાષાયિક પ્રવૃત્તિને અપ્રશસ્ત કષાયની પ્રવૃત્તિ કહેવાય છે. સમ્યગુજ્ઞાનના માર્ગથી ચલિત થઈ જીવ જે આવા અપ્રશસ્ત કષાયો કરે છે, તેના કારણે જ્ઞાનાચારમાં દોષ લાગે છે. આ દોષ તીવ્ર કર્મબંધનું કારણ બને છે. તેનો નાશ કરવા માટે આ પદબોલતાં દિવસ દરમ્યાન થયેલા આવા કષાયોને યાદ કરીને તેની નિંદા-ગહ કરવાની છે. અપ્રશસ્ત યોગનું પ્રતિક્રમણ : મૂળમાં ત્રણ યોગનો સ્પષ્ટ શબ્દો દ્વારા ઉલ્લેખ કર્યો નથી, તો પણ ઇન્દ્રિય અને કષાયની સાથોસાથ (ઉપલક્ષણથી) અહીં મન, વચન અને કાયારૂપ ત્રણ યોગોથી થતા દોષોની પણ નિંદા-ગહ કરવાની છે. આ યોગોનો વપરાશ પણ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે થાય છે. તેમાં શુભ વિચાર, શુભ ચિંતન કે શુભ ધ્યાનમાં મનને પરોવવું તે પ્રશસ્ત મનોયોગ' કહેવાય છે. આત્મકલ્યાણના માર્ગે થતા વાણીના વ્યવહારને ‘પ્રશસ્ત વચન યોગ' કહેવાય છે અને પ્રભુભક્તિ, ગુરુભક્તિ કે અન્ય કોઈ પણ ઉચિત કાર્યોમાં થતી કાયાની પ્રવૃત્તિને “પ્રશસ્ત કાયયોગ' કહેવાય છે. તેનાથી વિપરીત થતા મન, વચન, કાયાના વ્યાપારને અપ્રશસ્ત મન, વચન, કાયાના યોગ કહેવાય છે. જેમ કે આર્ત કે રૌદ્રધ્યાનનું કારણ બને તેવું ચિંતન આદિ કરવું, કર્કશ અહિતકારી વાણી બોલવી, અનુચિત ક્રિયામાં કાયાને પ્રવર્તાવવી. . Page #83 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ આ ગાથા બોલતાં આવા અપ્રશસ્ત યોગથી પણ જે કર્મ બાંધ્યું હોય તેની પણ નિંદા-ગર્હ કરવાની છે. ર રામેળ વ નોમેળ વ તું નિવે તં = પરિહામિ - રાગથી અથવા દ્વેષથી (જે કર્મ બંધાયું હોય) તેની હું નિંદા કરું છું, તેની હું ગર્હા કરું છું. હું રાગ એટલે આસક્તિ અને દ્વેષ એટલે અરુચિ-અણગમો. નિશ્ચયથી ‘સંસારવર્તી કોઈપણ પદાર્થ સારો પણ નથી અને ખરાબ પણ નથી', - આવા પ્રકારના શાસ્ત્રવચનને સમજનાર શ્રાવક સંસારમાં ક્યાંય ખોટા રાગ-દ્વેષ ન થઈ જાય તે માટે સતત સાવધ રહે છે. આમ છતાં બળવાન ચારિત્રમોહનીયકર્મને પરતંત્ર જીવ નિમિત્ત મળતાં રાગમાં રંગાઈ જાય છે, અને દ્વેષને આધીન બને છે. આ કારણે જ નિત નિત નવાં કર્મબંધનોથી બંધાય છે. તેથી આ પદ બોલતાં શ્રાવક વિચારે કે, “અપ્રશસ્ત રાગ-દ્વેષને કારણે થયેલા દોષોની હું નિંદા કરું છું અને ગીતાર્થ ગુરુભગવંત સમક્ષ તેની ગર્હા કરું છું, એટલે તેની આલોચના કરી પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરું છું.” આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે “કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ પાંચે ઇન્દ્રિયો જ્ઞાનનું સાધન હતી. તેના દ્વારા આત્મહિતકર જ્ઞાન મેળવી હું મારું કલ્યાણ કરી શકતો હતો, પરંતુ અનાદિકાલીન અજ્ઞાન અને મોહને આધીન બની મેં તેને ખોટા માર્ગે પ્રવર્તાવી છે. કષાયો અને મન-વચન-કાયાના યોગોનો પણ દુરુપયોગ કર્યો છે. તેનાથી મેં મારી જ્ઞાનશક્તિને કુંઠિત કરી છે, આત્મહિત હણ્યું છે અને સ્વયં જ દુ:ખની ગર્તામાં ગબડયો છું. અનંતજ્ઞાનશક્તિના ધારક હે પ્રભુ ! આપને પ્રાર્થના કરું છું કે આપ મને આ અજ્ઞાનમાંથી ઉગારો ! રાગાદિની મલિન વૃત્તિથી વારજો ! અને આપના પ્રભાવથી મને મળેલી શક્તિઓને સાચા રાહે વાપરવાની સત્બુદ્ધિ પ્રાપ્ત થજો. જો આવું થશે તો જ મારી નિંદા, ગહીં કે પ્રતિક્રમણ સમ્યગ્ બની શકશે." જિજ્ઞાસા : ‘નાણમ્મિ' સૂત્રમાં કાલ-વિનય આદિ જ્ઞાનના આચારો વર્ણવ્યા છે. તેનું પરિશીલન કરતાં જણાઈ આવે છે કે આ આચારોનું પાલન ન કરવું તે જ ૩. નિશ્ચયાિિગ્વષ્ટિ યાડનિષ્ટ વા નૈવ વિઘતે 11-રૂ।। - અધ્યાત્મસાર Page #84 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાચાર ૬૩ અતિચાર છે. આ ગાથામાં કાલ-વિનય આદિ ન સાચવવારૂપ અતિચાર ન બતાવતાં અપ્રશસ્ત ઈન્દ્રિય, કષાય અને યોગને જ્ઞાનના અતિચાર બતાવ્યા, તેનું શું કારણ ? તૃપ્તિ : ‘નાણસ્મિ' સૂત્રમાં શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ અને વૃદ્ધિનાં સાધનોને જ્ઞાનના આચાર કહ્યા છે, અને તેના અપાલનને અતિચાર કહ્યા છે. જ્યારે અહીં પ્રાપ્ત થયેલ જ્ઞાનશક્તિ શુભમાર્ગે ન વાપરવી, કે વિપરીત રીતે - અપ્રશસ્ત કાર્યોમાં વાપરવી, તેને જ્ઞાનના અતિચાર તરીકે કહી, ‘જ્ઞાનાવરણીયકર્મબંધ'નું કારણ જણાવ્યું છે. કહેવાય છે કે ‘જે જ્ઞાન હોવા છતાં રાગાદિ પ્રવર્તે તે જ્ઞાન વાસ્તવમાં જ્ઞાન જ નથી.' - વારુવૃત્તિ 4. તખ્તાનમેવ ન મવતિ, સ્મિન્રુવિતે વિભાતિ રાવળઃ | तमसः कुतोऽस्ति शक्तिर्दिनकरकिरणाग्रतः स्थातुम् ।। જેનો ઉદય થયે છતે રાગાદિકનો સમૂહ મર્યાદા બહાર જઈને ખીલે-નિયમ ઓળંગીને આગળ જતો રહે તે (જ્ઞાન જણાતું હોય તો પણ) જ્ઞાન જ નથી. જ્ઞાનરૂપ સૂર્યના કિરણો આગળ અતિચાર રૂપ અંધકારને રહેવાની શક્તિ જ ક્યાંથી હોય ? Page #85 -------------------------------------------------------------------------- ________________ દર્શનાચાર અવતરણિકા: જ્ઞાનાચારના અતિચારો દર્શાવ્યા, હવે દર્શનાચારમાં જે બાહ્ય ત્રણ કારણોથી અતિચારનું સેવન થયું હોય તેનું પ્રતિક્રમણ કરવાની ઈચ્છાથી કહે છે ગાથા: आगमणे निग्गमणे, ठाणे चंकमणे अणाभोगे । अभिओगे अ निओगे, पडिक्कमे देसि सव्वं ।।५।। અન્વયસહિત સંસ્કૃત છાયા : अनाभोगे अभियोगे च नियोगे आगमने निर्गमने । स्थाने चङ्क्रमणे देवसिकं सर्वम् प्रतिक्रामामि ।। ગાથાર્થઃ અનાભોગથી=નહીં વિચારવાને કારણે, “સમ્યકત્વવ્રતનો મેં સ્વીકાર કર્યો છે' તેવો ઉપયોગ નહિ રહેવાથી; અભિયોગથી=રાજા વગેરેના દબાણથી; કે નિયોગથી=અધિકારના વશથી કે ફરજથી; (મિથ્યાષ્ટિઓના મહોત્સવમાં કે તેમના મંદિરમાં) આવવામાં, જવામાં, તેઓના સ્થાનમાં ઊભા રહેવામાં કે આમ તેમ ફરવામાં, દિવસ દરમ્યાન સમ્યગ્દર્શનના વિષયમાં જે કોઈ દોષનું સેવન થયું હોય તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું. Page #86 -------------------------------------------------------------------------- ________________ દર્શનાચાર વિશેષાર્થ જગતુવર્તી સર્વ ભાવો જેવા છે તેવા જ જોવા, અને તેવી જ શ્રદ્ધા કરવી, તે સમ્યગ્દર્શન છે. જગતના સર્વ ભાવોનું યથાર્થ દર્શન મોહાધીન જીવ સ્વયં કરી શકતો નથી. આથી આ ભાવોને જાણી, તેમાં શ્રદ્ધા કરવા માટે સૌ પ્રથમ, “સર્વ વસ્તુને જાણનાર સર્વજ્ઞ અરિહંત પરમાત્મા તે જ મારા દેવ છે, તેમના વચનાનુસાર ચાલનાર નિગ્રંથ ગુરુભગવંતો તે જ મારા ગુરુ છે અને શ્રી જિનેશ્વર ભગવંત બતાવેલો ધર્મ તે જ તત્ત્વભૂત છે.” આવી દઢ શ્રદ્ધા પેદા કરવી જોઈએ. એ શ્રદ્ધા પણ સમ્યગ્દર્શન છે. મોક્ષના અનન્ય સાધનરૂપ આ સમ્યગ્દર્શનગુણને પ્રગટાવવા, અને પ્રગટ થયેલા આ ગુણને ટકાવવા, મિથ્થામતિઓનાં સ્થાનોમાં જવું-આવવું નહિ વગેરે બાહ્યાચારનું અને નિઃશંકિતાદિ અંતરંગ આચારોનું અવશ્ય પાલન કરવું જોઈએ. તે કરવામાં ન આવે તો કઈ રીતે અતિચાર લાગે છે, તે આ બે ગાથામાં બતાવે છે. તેમાં આ ગાથામાં બાહ્ય અતિચારોને બતાવ્યા છે. - आगमणे निग्गमणे, ठाणे चंकमणे अणाभोगे, अभिओगे अ નિકોને' - સમ્યક્ત્વવ્રતનો મેં સ્વીકાર કર્યો છે.” તેવો ઉપયોગ નહિ રહેવાથી, અધિકારના વશથી કે ફરજી, (મિથ્યાષ્ટિઓના મહોત્સવમાં કે તેમના મંદિરમાં) જવા-આવવામાં, તેઓના સ્થાનમાં ઊભા રહેવામાં કે આમતેમ ફરવામાં જે કોઈ દોષ લાગ્યો હોય) જીવ ભાવુક દ્રવ્ય છે. તેને જેવાં જેવાં નિમિત્તો મળે છે તે તે રૂપે તે ઢળી પડે છે. આથી મહામૂલ્યવાન સમ્યગ્દર્શનને સ્વીકારી તેને ટકાવવા ખૂબ જાગૃત રહેવું જોઈએ, મિથ્થામતિઓના સ્થાનમાં જવું-આવવું ન જોઈએ કે તેમના પરિચયમાં ' આવવું ન જોઈએ; કેમ કે તેમ કરવાથી આ વ્રતમાં મલિનતા આવવાની સંભાવના રહે છે. આથી આ સર્વને સમ્યક્તવિષયક અતિચારસ્વરૂપ જણાવ્યા છે. અમોને - ઉપયોગ ન રહેવાના કારણે “સમ્યક્ત્વવ્રતનો મેં સ્વીકાર કર્યો છે, માટે આ વ્રતને ટકાવવા કે શ્રદ્ધાભાવને દઢ રાખવા મિથ્યામતિઓનાં સ્થાનોમાં મારે જવું ન જોઈએ.” આવો ઉપયોગ નહિ રહેવાના કારણે; જે મિથ્યાષ્ટિઓના મહોત્સવોમાં કે મંદિરોમાં, ગામને 1. અખાણોને પગલે આ નિકોને આ ત્રણે શબ્દમાં સપ્તમી વિભક્તિ છે, પણ તે તૃતીયાના અર્થમાં છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ નિમ્પમળે એટલે જવાનું કે ત્યાંથી નીકળવાનું થયું હોય, ઢાળે એટલે ત્યાં ઊભા રહેવાનું કે ચંમળે એટલે ત્યાં આમ તેમ ફરવાનું થયું હોય, આ સર્વ કારણે મારા વ્રતમાં જે માલિન્ચ થયું હોય, મારી શ્રદ્ધા થોડી પણ ડગી હોય, તે સર્વ દોષોનું હું પ્રતિક્રમણ કરું છું. અશ્મિઓને - દબાણથી. પોતે સમ્યક્ત્વ વ્રત સ્વીકારેલ છે તેવો પૂર્ણ ખ્યાલ હોવા છતાં, રાજા આદિ અધિકારપ્રાપ્ત લોકોના દબાણ વગેરે કારણોથી મિથ્યામતિઓના સ્થાનમાં જવુંઆવવું પડે તેને અભિયોગ કહેવાય છે. આવા અંભિયોગના છ પ્રકારો છે. તે આ રીતે – ၄၆ (૧) રાજાભિયોગ (૨) ગણાભિયોગ રાજાના દબાણથી કોઈ કામ કરવું પડે. - લોક-સમૂહના, દબાણથી કે કુટુંબના આગ્રહથી કોઈ કામ કરવું પડે. (૩) બલાભિયોગ - વધારે બળવાનના દબાણથી કોઈ કામ કરવું પડે. (૪) દેવાભિયોગ - દેવતાઓનાં દબાણથી કોઈ કામ કરવું પડે. (૫) ગુરુ-અભિયોગ - માતા-પિતાદિ વડીલોના દબાણથી કોઈ કાર્ય કરવું પડે. (૬) વૃત્તિકાંતારાભિયોગ - જંગલ આદિમાં કોઈ પ્રાણાન્ત કષ્ટ આવે અગર આજીવિકાનો નિર્વાહ કરવાની ભારે મુશ્કેલી આવે, તેવા ‘વિકટ પ્રસંગને' કાન્તા૨વૃત્તિ કહેવાય છે અર્થાત્ તેવો પ્રાણના સંકટનો પ્રસંગ આવે અને તે માટે કાંઈ કામ ક૨વું પડે. - આવા કોઈપણ કારણસર મિથ્યામતિઓનાં સ્થાનોમાં જતાં-આવતાં આ વ્રતમાં કોઈ દોષ થયો હોય તો તે સર્વ દોષોનું હું પ્રતિક્રમણ કરું છું. નિયોને - ફરજથી. પોતે જે રાજકીય, સામાજિક કે નોકરી-ધંધાના પદ ઉપર આરૂઢ હોય તે પદની ફરજ કે અધિકારથી મિથ્યાદ્દષ્ટિઓનાં સ્થાનોમાં જવું આવવું પડે તેને નિયોગ કહેવાય છે. તેનાથી સમ્યગ્દર્શનમાં જે અતિચાર લાગ્યો હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું. Page #88 -------------------------------------------------------------------------- ________________ દર્શનાચાર ૬૭ પશ્ચિમે મિત્રં સર્વાં - (આજના દિવસ દરમ્યાન મારાથી સમ્યક્ત્વના બાહ્ય આચારોના વિષયમાં જે કોઈ દોષોનું સેવન થયું હોય તે) સર્વનું હું પ્રતિક્રમણ કરું છું. જિજ્ઞાસા : મિથ્યામતિઓના સ્થાનમાં જવા, આવવા કે ઊભા રહેવામાં ‘સમ્યક્ત્વવ્રત’ કઈ રીતે દૂષિત થાય ? તૃપ્તિ : મિથ્યામતિઓની દૃષ્ટિ ભ્રામક હોય છે. તેઓ સત્ય તત્ત્વથી વેગળા હોય છે. આ કારણે તેઓના આચારો, વિચારો અને ઉચ્ચારો સત્યમાર્ગથી મનને ચલવિચલ કરે તેવા હોય છે. તેમના કેટલાક આચારો આપાતથી રમ્ય લાગે પણ પરિણામે દારુણ હોય છે, જ્યારે જૈનમતના કેટલાક આચારો સામાન્યથી જોતાં રમ્ય ન પણ લાગે, પણ પરિણામે તે મધુર ફળ આપનારા હોય છે. જેમ કે, જૈનધર્મમાં બતાવેલી પારિષ્ઠાપનિકા સમિતિનું પાલન અર્થાત્ વ્રતધારીને બતાવેલી મળ-મૂત્રવિસર્જનની ક્રિયા આજના સુધરેલા વર્ગને સારી ન પણ લાગે, તો પણ તેનું ફળ સુંદર છે; કેમ કે આ ક્રિયા બીજા જીવોને પણ પીડા કરતી નથી? અને પોતાને પણ પીડાકારી બનતી નથી, જ્યારે અન્ય દર્શનીની શરીરશુદ્ધિની ક્રિયા ઘણા જીવો માટે પીડાકારી બને છે. વળી પર્વ દિવસો આવતાં જૈનોમાં કરાતા ઉપવાસાદિ તપ જરૂ૨ કષ્ટકારી છે, છતાં કર્મનાશનું સાધન છે. જ્યારે અન્યમાં ફરાળી ઉપવાસ, નવરાત્રિ આદિ પર્વમાં થતા ગરબા વગેરે ઉપરછલ્લી નજરે સારા લાગે, પરંતુ પરિણામે ભયંકર હોય છે, જે સૌ કોઈને સમજાય તેવું છે. વળી મિથ્યામતિઓના ક્યાંક થતા ચમત્કારો જોઈ ‘આ સારું છે, આમાં કાંઈક તથ્ય છે' તેવો ભાવ જાગ્રત થવાની સંભાવના છે. પરિણામે જીવ જિનમતની શ્રદ્ધાથી ચલિત પણ થઈ જાય છે. માટે તેનાથી બચવા સાવચેતીપૂર્વક આવાં સ્થાનોનો ત્યાગ કરવો હિતકારી છે, અને તેમાં જ આત્માનું કલ્યાણ છે. તેથી કહેવામાં આવ્યું છે કે, ઉચ્ચ કુળવધૂઓએ અનીતિના ધામમાં અવરજવર કરવી જેમ હિતાવહ નથી, તે જ રીતે સમ્યગ્દષ્ટિઓને પરધર્મીનાં સ્થાનોમાં જવું-આવવું વગેરે યોગ્ય નથી. 2. આ વિષયની વિશેષ સમજ માટે પૂ. હિતવિજયજી મ.સાનું ‘સમજીને સુધારી લઈએ' પુસ્તક જોવું. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૮ અવતંરણિકા : દર્શનાચાર-વિષયક બાહ્ય અતિચારો જણાવ્યા. હવે અંતરંગ અતિચારને જણાવતાં કહે છે ગાથા : સૂત્રસંવેદના-૪ संका कंख विगिच्छा पसंस तह संथवो कुलिंगीसु । सम्मत्तस्सइआरे पडिक्कमे देसिअं सव्वं ॥ ६ ॥ અન્વયસહિત સંસ્કૃત છાયા : शङ्का काङ्क्षा विचिकित्सा, कुलिङ्गिषु प्रशंसा तथा संस्तवः । सम्यक्त्वस्य अतिचारान्, देवसिकं सर्वं प्रति (क्र ) क्रामामि || ६ || ગાથાર્થ : ૪ તત્ત્વના વિષયમાં શંકા કરવી, મિથ્યામતિઓના ચમત્કાર આદિ જોઈ તેમના મતની અભિલાષા કરવી, ધર્મને વિષે ફળનો સંદેહ કરવો, કુલિંગીઓની પ્રશંસા કરવી તથા કુલિંગીઓનો પરિચય કરવો. આ પાંચ પ્રકારના સમ્યકૃત્વના અતિચારોને આશ્રયીને દિવસ સંબંધી જે અતિચાર સેવ્યો હોય તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું. વિશેષાર્થ : સમ્યગ્દર્શન ગુણને' ટકાવવા નિઃશંકિતાદિ અંતરંગ આચારોનું પાલન અવશ્ય કરવું જોઈએ, જેનું વર્ણન ‘નાણમ્મિ’· સૂત્રમાં છે. આ ગાથામાં નિર્મળ એવા સમ્યગ્દર્શનને મલિન કરનાર શંકા આદિ દોષોનું વર્ણન ક૨વામાં આવ્યું છે. સંજા - શંકા-સંશય. ભગવાનના વચનમાં શંકા થવી. સર્વજ્ઞ, વીતરાગ પરમાત્માએ કહેલાં જીવાદિ નવતત્ત્વો, તેનું સ્વરૂપ, તેના ભેદ-પ્રભેદો, તેનો સ્વભાવ-પ્રભાવ, તેનું પ્રમાણ, અવસ્થાન વગેરે કોઈપણ બાબતમાં આંશિક રીતે કે સર્વાંશે, ‘આ આમ હશે કે નહિ’ તેવો વિકલ્પ થવો કે ક૨વો, તેને શંકા કહેવાય છે. જેમ કે ભગવાને કહ્યું છે, ‘આપણે સૌ આત્મા છીએ. ચોક્કસ એવી ગતિઓમાંથી આવ્યા છીએ, અને ચોક્કસ એવી ગતિઓમાં જવાના છીએ, પોત-પોતાના પુણ્ય-પાપના અનુસારે સુખ-દુઃખ પામવાના છીએ.' આ વિષયમાં શંકા કરવી, કે આત્મા-પુણ્ય-પાપ આદિ તત્ત્વો દેખાતા નથી, તો હશે.કે નહિ ? 1. સમ્યક્ત્વની વિશેષ સમજ માટે જુઓ સૂત્રસં.ભા. ૧ નમુત્યુણં સૂત્રના અભયદયાણું આદિ પાંચ પદો. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૬૯ દર્શનાચાર હશે તો તે સર્વવ્યાપક હશે કે નહિ ? હાલે ચાલે તે તો જીવ ગણાય, પણ પૃથ્વી, પાણી વગેરે સ્થિર પદાર્થો જીવ કેવી રીતે ગણાય ? નિગોદમાં એક શરીરમાં • અનંતા જીવો કેમ ઘટે ? વગેરે પ્રકારની મનમાં શંકા કરવી તે સમ્યગ્દર્શનમાં દોષરૂપ છે. તીવ્ર શ્રદ્ધાવાન શ્રાવકોના મનમાં આવી શંકા થતી નથી, પરંતુ શ્રદ્ધા દૃઢ ન હોય અને અશ્રદ્ધાને ઉત્પન્ન કરનારી ઘણી વાતો સાંભળવા મળતી હોય, ત્યારે આવી શંકા થવાનો સંભવ રહે છે, જે સમ્યક્ત્વ વ્રતનો પ્રથમ અતિચાર છે. ન ક્યારેક સદ્ગુરુના મુખે શાસ્ત્ર શ્રવણ કરતાં આત્મા-પુણ્ય-પાપ આદિ તત્ત્વો છે તેવો બોધ થયો, થોડી શ્રદ્ધા પણ પ્રગટી હોય, છતાં પ્રત્યેક ક્રિયા કરતાં આ ક્રિયા આત્મા માટે હિતકારક છે કે અહિતકારક છે, તેનો વિચાર ન આવતો હોય, કે આ કાર્યથી મારો પરલોક બગડશે કે સુધરશે, તે વિચાર ન આવતો હોય, તો સમજવું જોઈએ કે આત્માદિ તત્ત્વના વિષયમાં ઊંડે ઊંડે પણ શંકા હોવાની સંભાવના છે. આ જ રીતે સુખ-દુઃખનાં નિમિત્તોમાં પોતાના પુણ્યપાપનો વિચાર ન કરતાં અન્ય નિમિત્તોને દોષ અપાતો હોય, તોપણ સમજવું જોઈએ કર્મ ઉપરની શ્રદ્ધા હોવા છતાં કયાંક શંકા હશે જ. માટે આવા દોષોથી બચવા અને શ્રદ્ધાને મજબૂત કરવા શંકા નામનો દોષ ટાળવો જ જોઈએ. વુ - કાંક્ષા-અભિલાષા. અન્યમતની ઇચ્છા. જે માર્ગે જે રીતે ચાલવાથી આત્મકલ્યાણ થાય તે માર્ગે તે રીતે ચાલવું, એને જ ભગવાન જિનેશ્વર દેવોએ ધર્મ કહ્યો છે; અને જે માર્ગે જે રીતે ચાલવાથી આત્માનું કલ્યાણ નહિ પણ અકલ્યાણ થાય, તે માર્ગે તે રીતે ચાલવું, એને જ ભગવાન જિનેશ્વર દેવોએ અધર્મ કહ્યો છે. આમ છતાં, બાહ્ય આડંબર, પ્રતિકૂળતાનો અભાવ, અનુકૂળતા ભર્યું આચરણ અને દેખીતા દુન્યવી લાભો વગેરે જોઈને અકલ્યાણકર માર્ગ જો ગમી જાય અને તે તરફ મન ખેંચાઈ જાય તો તેને કાંક્ષા કહેવાય છે. અન્યમતના ચમત્કારો જોઈ અથવા તેના સાધનામાર્ગમાં સાનુકૂળતા જોઈ, અનુકૂળતાવાળો અને તત્કાળ ફળ બતાવે એવો આ ધર્મ સારો છે'. વળી, ‘અનુકૂળતાપૂર્વક ધર્મ કરીને પણ મોક્ષ મળી શકે છે, માટે કષ્ટકારક જૈનધર્મ કરવા કરતાં સગવડતાભર્યો, કોમળચર્યાવાળો, બીજો કોઈ ધર્મ કેમ ન કરવો ?' આ રીતે અન્યધર્મ સેવવાની ઈચ્છા, તે કાંક્ષારૂપ દોષ છે. આ દોષ પણ ‘ભગવાને કહ્યું છે તે જ સત્ય છે' તેવી શ્રદ્ધાનો નાશ કરે છે. તેથી તે સમ્યક્ત્વવ્રતનો બીજો અતિચાર છે. ન વિભિન્છા - વિતિગિચ્છા. ધર્મના ફળમાં સંદેહ, જુગુપ્સા. ધર્માચરણ કરતાં ફળપ્રાપ્તિ થશે કે કેમ ? તેવો સંદેહ થવો કે કરવો, તે Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૦ સૂત્રસંવેદના-૪ વિતિગિચ્છા નામનો સમ્યગ્દર્શનનો ત્રીજો અતિચાર છે. જેમ કે એવું વિચારવું કે ધર્મની સુંદર આરાધના કરી, પંડિતમરણને પામી દેવલોકમાં ગયેલા કોઈ આવતા નથી, તો તપ આદિનું ફળ દેવલોક આદિ હશે કે નહિ ?” અથવા વિતિગિચ્છા એટલે જુગુપ્સા. તત્ત્વને જાણનાર આત્મા સમજે છે કે આત્માની શોભા ગુણસંપત્તિથી છે, સુંદર વસ્ત્ર કે સુશોભિત દેહથી નહિ સુશોભિત દેહ તો રાગનું કારણ હોઈ ક્યારેક બ્રહ્મચર્ય વ્રતને હાનિ પણ પહોંચાડે છે. આ તત્ત્વને સમજતા મુનિભગવંતો બ્રહ્મચર્યવ્રતની સુરક્ષા માટે દેહ કે વસ્ત્રની વિભૂષા ન કરતાં તેને મલિન રાખે છે. “વસ્ત્રાદિની મલિનતા મુનિનું ભૂષણ છે, દૂષણ નથી.” એવું સર્વજ્ઞ વીતરાગ ભગવંતે કહ્યું હોવા છતાં પૌલિક આસક્તિને કારણે આવા સર્વજ્ઞકથિત ઉત્તમ આચારની જુગુપ્સા કરવી, તે વિચિકિત્સા નામનો સમ્યકત્વનો ત્રીજો અતિચાર છે. આ તત્ત્વને નહિ સમજતા અજ્ઞાનીઓ તેમની જુગુપ્સા-દુર્ગચ્છા કરી પોતાના સમ્યકત્વને મલિન કરે છે. પસંસ - કુલિંગીઓની પ્રશંસા. મોક્ષમાર્ગની સાધનામાં સહાયક ન બનતાં બાધક બને તેવા વેષને કુલિંગ કહેવાય છે. જેઓનું લિંગ, જેઓનો વેષ તથા આચાર વગેરે કુત્સિત છે - શિવસુખ પ્રાપ્તિમાં બાધક છે, તેઓ કુલિંગી કહેવાય છે. કુલિંગ સાથે સંકળાયેલા આચાર, વિચાર વગેરેનું પાલન કરનારને પણ કુલિંગી કહેવાય છે. આવા કુલિંગીના વ્યવહારો સામાન્ય રીતે જોતાં પહેલી નજરે કદાચ સારા પણ દેખાય, પરંતુ સારા દેખાતા તે આચાર-વિચાર કે ઉચ્ચારી મોક્ષમાર્ગમાં બાધક બને તેવા જ હોવાથી, તેની પ્રશંસા કરવી તે ઉન્માર્ગની પ્રશંસા છે, જેનાથી અનેક આત્માઓ સારામાર્ગથી ભ્રષ્ટ બની ઉન્માર્ગમાં ચાલ્યા જાય છે, સમ્યકત્વથી હારી જાય છે, અને મિથ્યાત્વમાં જોડાઈ જાય છે અને એમાં સ્થિર પણ થઈ જાય છે; તેવા કુલિંગીઓના આચારાદિની પ્રશંસા કરવાથી આ સર્વ દોષોમાં નિમિત્ત બનવાને કારણે સાધક સ્વયં પણ બોધિદુર્લભ બને, માટે કુલિંગીની પ્રશંસા કરવી એ સમ્યકત્વનો ચોથો અતિચાર છે. કયારેક મિથ્યાદૃષ્ટિઓના કષ્ટ, મંત્ર, ચમત્કાર આદિ જોઈ મંદ શ્રદ્ધાવાળા જીવો પ્રભાવિત થઈ જાય છે, અને ત્યારે આ ધર્મ કેવો સુંદર છે, તેમના ગુરુઓમાં કેવી શક્તિ છે વગેરે બોલવારૂપ પ્રશંસા થઈ જાય છે, ત્યારે સમ્યકત્વ મલિન થાય છે; અને તેનાથી ગાઢ મિથ્યાત્વમોહનીયકર્મ પણ બંધાય છે. માટે આ દોષથી બચવા 2. વિિિાજીના સ્થાને વિચ્છ પાઠ પણ છે. તેનો અર્થ વિપુણા તત્ત્વને જાણનારની જુગુપ્સા, 3. સ્મિતે સિ વિદ્યતે શ્રેષાં તે કુફિનઃ તેવું ! Page #92 -------------------------------------------------------------------------- ________________ દર્શનાચાર શ્રાવકે ખાસ વિવેકી બનવું જોઈએ. તદ સંથવો શુત્સિા - તથા કુલિંગીઓનો સંસ્તવ પરિચય (વાર્તાલાપ) કુલિંગીઓનો પરિચય કરવો એટલે મિથ્યામતિઓનો પરિચય કરવો, તેમની સાથે રહેવું, બોલવું, ચાલવું, ભોજન આદિ કરવાં. આવો મિથ્યાત્વીઓનો પરિચય પણ સમ્યક્ત્વના દોષરૂપ છે; કેમ કે પરિચય વધતાં તેમની ક્રિયાઓ જોઈ, તેમની વાતો સાંભળી શ્રદ્ધા વિચલિત થવાની સંભાવના રહે છે. કોઈકવાર આ જ કારણે સાધક સત્યધર્મથી ભ્રષ્ટ પણ થાય છે. આથી જ નિર્મળ એવા સમ્યગ્દર્શનગુણને ટકાવવા આ પાંચમા અતિચારનું સેવન પણ ટાળવું જરૂરી છે. કુલિંગીઓની પ્રશંસા અને પરિચય જેમ વર્ષ છે, તેમ જૈનકુળમાં જન્મ લેવાના કારણે બાહ્ય દૃષ્ટિથી જૈન હોવા છતાં જેઓ નાસ્તિક હોય, આત્માદિ વિષયમાં જેમને વિશ્વાસ ન હોય અને માત્ર ભૌતિક સુખમાં જ રાચનાર અને નાચનાર હોય, તેવા નાસ્તિક લોકોનો પરિચય કે તેમના ઉપરછલ્લી નજરે દેખાતા ઔદાર્યાદિ ગુણોની પ્રશંસા કરવી એ પણ સમ્યગ્દર્શનને દુષિત કરનાર બને છે. માટે સમ્યગ્દર્શનને વરેલા આત્માએ આવી પ્રશંસા ન કરવી જોઈએ. સત્તારૂઢારે પવિત્રને સર સā - દિવસ દરમ્યાન સમ્યક્ત્વના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યો હોય તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું. સમ્યક્તના વિષયમાં આ ગાથામાં જણાવેલા પાંચ અતિચારો સિવાય પણ જે કોઈ નાના-મોટા અતિચારો દિવસ દરમ્યાન સેવાયા હોય. તે સર્વ અતિચારોને સ્મરણમાં લાવી સાધકે તેની નિંદા કરવાની છે અને ગુરુ સમક્ષ ગર્તા કરવાની છે. નિંદા અને ગહ કરવા દ્વારા શ્રાવક તેનાથી પાછો ફરી સમ્યગ્દર્શનના શુભ ભાવમાં અને શુભ આચારોમાં સ્થિર થાય છે. આ જ તેના માટે સમ્યગુદર્શનના અતિચારોનું પ્રતિક્રમણ છે. - આ બંને ગાથા બોલતાં શ્રાવક વિચારે કે “સર્વ સુખના સાધનભૂત અને સર્વ ગુણના આધારતુલ્ય આ સમ્યગ્દર્શન ગુણને પામવા અને પામેલાને ટકાવવા માટે ખૂબ સાવધ રહેવું જરૂરી હતું. બાહ્ય આચારો અને અંતરંગ વિચારોમાં પૂરી સાવધાની રાખવી જરૂરી હતી. કોઈની વાતો અને વિચારોમાં મારે અટવાઈ જવાનું ન હતું. તે છતાં પણ પ્રમાદના શરણે, અસાવધાનીના કારણે કે મિથ્થામતીઓની વાતો સાંભળવાને કારણે મેં આ નિર્મલગુણને મલિન કર્યો છે, માટે સમ્યગ્દર્શનને મલિન કરનાર સર્વ દોષોને Page #93 -------------------------------------------------------------------------- ________________ દર્શનાચાર યાદ કરી તેની નિદા, ગહ કરું છું અને પુનઃ તે ગુણમાં સ્થિર થવા માટે જ આપત્તિકાળમાં પણ નિર્મળ સમ્યગ્દર્શન ગુણને ટકાવનાર આદ્રકુમાર, મહાશ્રાવક સદ્દાલક, મહારાજા શ્રેણિક વગેરે સપુરુષો અને સુલસા, દમયંતી, સીતા જેવી મહાસતીઓનાં ચરણોમાં મસ્તક નમાવી પ્રણામ કરું છું, અને તેમના જેવું સત્વ મારામાં પ્રગટે તેવી પ્રાર્થના કરી પુન: આ ગુણમાં સ્થિર થવા યત્ન કરું છું.” ચિત્તવૃત્તિનું ઘડતર : આ ગાથામાં બતાવેલા અતિચારોને તો જાણીને છોડવા જ જોઈએ, પણ તે ઉપરાંત સમ્યગદર્શન ગુણને પ્રગટ કરવા, અને પ્રગટ થયેલા આ ગુણને નિર્મળ રાખવા, નીચેના મુદ્દાઓ ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ... : * કોઈ પણ વસ્તુ કે પરિસ્થિતિને કદી એક જ દૃષ્ટિથી ન જોવી, પરંતુ અનેક દૃષ્ટિકોણથી તેને વિચારવી. કોઈ પણ વસ્તુ કે પરિસ્થિતિને એકાંતદષ્ટિથી જોતાં કદાગ્રહ પ્રગટે છે. કદાગ્રહ એ જ મિથ્યાત્વ છે. તેના બદલે અનેકાંતદૃષ્ટિથી પરિસ્થિતિ કે પ્રસંગને જોવામાં આવે તો અન્યની અપેક્ષાઓનો ખ્યાલ આવતાં ક્યાંય રાગ-દ્વેષજન્ય કદાગ્રહ થતો નથી, બલ્ક સમભાવ અને સમતા રહે છે, જે સમ્યક્ત્વનું પ્રથમ લિંગ છે. * કોઈ પણ ધર્મક્રિયા આત્માના રાગાદિ દોષોને ટાળી વીતરાગભાવ તરફ જવા માટે હોય છે. “ક્રિયા કરતાં કરતાં આત્માના કયા દોષો ટળ્યા અને આત્મા વિભાવદશાને ટાળી પોતાના સ્વભાવ તરફ કેટલો અભિમુખ બન્યો? એનું સતત નિરીક્ષણ ચાલુ રાખવું; કેમ કે પોતાના ગુણ-દોષનું યથાર્થ દર્શન તે જ સમ્યગુદર્શન છે. શાસ્ત્રાભ્યાસ એ રીતે કરવો કે જેનાથી હેય-ઉપાદેયનો વિવેક જવલંત બને અને આત્માદિ તત્ત્વ પ્રત્યેની રૂચિ, શ્રદ્ધા તીવ્ર બની જાય; કેમ કે તત્ત્વની રુચિ તે જ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનના કારણભૂત પ્રભુદર્શન આદિની ક્રિયા એવા ઉપયોગપૂર્વક કરવી કે જેના કારણે ભગવાનમાં રહેલા ગુણો તરફનું આકર્ષણ વધે, પોતાના આત્મસ્વરૂપનું દર્શન થાય; કેમ કે સ્વસ્વરૂપના દર્શન માટેનો યત્ન જ આત્માને સમ્યગ્દર્શન સુધી લઈ જાય છે. . આ ઉપરાંત જે રીતે શ્રદ્ધા દૃઢ થાય તે રીતે વારંવાર તત્ત્વોની વિચારણાઓ કરવી એ દર્શનાચાર છે, અને આવા આચારનું પાલન ન કરવું, નિર્વિચારક રહેવું કે વિપરીત આચરણ કરવું, તે સમ્યક્ત્વનો અતિચાર છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રાચાર અવતરણિકા : જ્ઞાનાચાર તથા દર્શનાચારના અતિચારોનું વર્ણન કરીને હવે ચારિત્રાચાર વિષયક અતિચારને જણાવે છે ગાથા : छक्काय-समारंभे पयणे अ पयावणे अ जे दोसा । अत्तट्ठा य परट्ठा उभयट्ठा चेव तं निंदे ।।७।। અન્વયસહિત સંસ્કૃત છાયાઃ आत्मार्थं च परार्थम् उभयार्थं च पचने पाचने च । षट्कायसमारम्भे ये दोषाः तान् निन्दामि ।।७।। ગાથાર્થ : પોતાને માટે, અન્ય માટે કે બંનેયને માટે આહાર પકવવામાં અને પકાવરાવવામાં (રાંધવા અને રંધાવરાવવામાં) છકાય જીવોની હિંસા જેમાં છે તેવા આરંભ-સમારંભ કરવામાં જે દોષો લાગ્યા હોય, તેને હું નિંદુ છું. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સૂત્રસંવેદના-૪ વિશેષાર્થ : ચારિત્રાચારના અતિચારની વિચારણા કરતાં પૂર્વે ચારિત્ર શું છે તે જોઈએએકઠાં કરેલાં કર્મોને ખાલી કરે તે ચારિત્ર છે અથવા જ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક પાપવ્યાપારનો ત્યાગ કરવો તે ચારિત્ર છે. અથવા સ્વ-૫૨ને પીડા ન થાય તેવું જીવન જીવવું તેનું નામ ચારિત્ર છે. આ ચારિત્ર બે પ્રકારનું છે : સર્વચારિત્ર અને દેશચારિત્ર. સર્વસંગના ત્યાગી સાધુ-સાધ્વીજી ભગવંતોને સર્વવિરતિરૂપ સર્વચારિત્ર હોય છે; જ્યારે સર્વસંગના ત્યાગની ભાવના છતાં તેવી શક્તિના અભાવે જેઓ દેશથી પાપવ્યાપારનો ત્યાગ કરે છે, તેવા શ્રાવક-શ્રાવિકાઓને દેશવિરતિરૂપ દેશચારિત્ર હોય છે. દેશચારિત્રનો સ્વીકાર કરનાર શ્રાવક-શ્રાવિકાઓ ગૃહવાસમાં રહેલા હોય છે, માટે તેમને ન છૂટકે પણ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ વગેરેની હિંસા કરવી પડે છે. આ હિંસા સંબંધી જે કોઈ દોષ લાગ્યો હોય તેની નિંદા આ ગાથામાં કરવામાં આવી છે. छक्काय-समारंभे, पयणे अ पयावणे अ जे दोसा, अत्तट्ठा य परट्ठा સમવઠ્ઠા ચેવ – પોતાને માટે જ, અન્ય માટે કે બન્નેયને માટે (રસોઈ કરવાની) આહાર પકાવવાની ક્રિયા કરવામાં કે અન્ય પાસે કરાવવામાં છકાય જીવોના સમારંભમાં જે દોષો લાગ્યા હોય. छक्कायसमारंभे, છકાયના જીવોના સમારંભના વિષયમાં છક્કાય અને સમારંભ એ શબ્દો દ્વારા આ જીવાયસમારંભે પદ બન્યું છે. તેમાં છક્કાય એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ જીવોનો સમૂહ અને સમારંભ એટલે હિંસા આ છકાય જીવોની હિંસા, તે છકાય સમારંભ છે. ગૃહસ્થપણામાં રહેલા શ્રાવકને સંસાર ચલાવવા માટે અનેક પ્રવૃત્તિઓ કરવી પડે છે. તેમાં હિંસાદિ પાપ જરૂર લાગે છે, તો પણ તે સર્વ ક્રિયાઓમાં રસોઈની ક્રિયા એવી છે કે જે કરવા અને કરાવવામાં છએ કાયના જીવોનો સમારંભ હિંસા થવાનો સંભવ છે. જોકે ગાથામાં સમારંભ શબ્દ હિંસા માટે વપરાયો છે તો 1. સંરંભ, સમારંભ અને આરંભ શબ્દની વ્યાખ્યા માટે જુઓ આ સૂત્રની ગાથા નં-૩ = Page #96 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રાચાર પણ તુલાદંડન્યાયથી તેની આગળ પાછળ રહેલા સંરંભ અને આરંભ એ બંને શબ્દોનો અર્થ પણ ગ્રહણ કરી લેવાનો છે. ૭૫ જિજ્ઞાસા : આ સૂત્રની ત્રીજી ગાથામાં ‘આરંભ’ની નિંદા જણાવી હતી, તો પછી પુનઃ ‘આરંભ’ની નિંદા કેમ જણાવી ? તૃપ્તિ : પહેલાં જે ‘આરંભ'ની નિંદા જણાવી તે અનેક પ્રકારના આરંભની નિંદા જણાવી હતી જ્યારે અહીં પોતાના જીવનનિર્વાહ માટે રસોઈક્રિયામાં જે આરંભ થાય છે, તેની નિંદા કરવામાં આવી છે. અન્નડ્ડા ય પઠ્ઠા સમવઠ્ઠા - પોતાને માટે, બીજાને માટે કે બન્નેયને માટે અથવા અત્તઠ્ઠા ય પઠ્ઠા ય નો અર્થ આ રીતે પણ થઈ શકે. અન્નદ્દા - પોતાને માટે - કોઈ મુગ્ધ, મંદબુધ્ધિવાળો, વિશેષ સમજ વગરનો શ્રાવક પોતાને પુણ્ય થાય એ હેતુથી સાધુ ભગવંતને વહોરાવવા માટે રસોઈની ક્રિયારૂપ પાપ કરે. પરટ્ઠા - બીજાને માટે અન્ય કોઈની પુણ્યપ્રાપ્તિ માટે એટલે માતા-પિતા વગેરેને પુણ્ય થશે એ હેતુથી, મહાત્માઓને વહોરાવવા માટે રસોઈ બનાવવાનું કાર્ય કરી પોતે પાપ બાંધે, અને ચ શબ્દથી સાધુ પ્રત્યેના દ્વેષથી તેમના વ્રતનો ભંગ કરાવવા આવું કરે; અને તેને પરિણામે જે દોષ લાગ્યો હોય. - પવળે આ પાવળે ગુ ને વોસા, – આહાર પકવવા અને પકાવડાવવામાં જે દોષ થયો હોય. શ્રાવક પોતાની ભૂમિકા પ્રમાણે ૨સોઈ ક૨વા-કરાવવાની ક્રિયાનો ત્યાગ કરી શકતો નથી, તો પણ તેણે રસોઈની ક્રિયા કરતાં ખૂબ જયણા રાખવાની જરૂર છે. પાણી ગાળીને જ વાપરવું, લાકડાં-છાણાં કે ચૂલો જોઈને-પૂંજીને જ વાપરવાં, વાસણો વગેરે પણ જોઈ-પૂંજી પછી જ તેનો ઉપયોગ કરવો. પાણી કે વનસ્પતિ આદિ જરૂરથી લેશ પણ અધિક ન વપરાઈ જાય તેની કાળજી રાખવી. કોઈ ત્રસ જીવોની હિંસા ન થાય તે માટે અનાજ વગેરે ચાળી-વીણી-જોઈ પછી જ ચૂલા ઉપર 2. તુલાઇડન્યાય એટલે જેમ તુલાને વચ્ચેથી ઉપાડતાં બન્ને બાજુનાં પલ્લાં ગ્રહણ થઈ જાય છે, તેમ અહીં સંરંભ, સમારંભ અને આરંભ એમ ત્રણ શબ્દો પૈકીના વચ્ચેના સમારંભ શબ્દને ગ્રહણ કરવાથી બન્ને બાજુના –સંરંભ અને આરંભ એ બન્નેય શબ્દો ગ્રહણ થઈ જાય છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ સૂરસંવેદના-૪ મૂકવું, આવી અનેક પ્રકારની જયણા સાચવવી તે શ્રાવકનું કર્તવ્ય છે. આમ છતાં પ્રમાદ આદિ દોષથી ઉપરોક્ત જયણા ન સચવાઈ હોય તેને કારણે નિરર્થક જીવોની હિંસારૂપ જે દોષ લાગ્યો હોય, તથા યતના કરવા છતાં પણ જરૂરી છે હિંસા કરવી પડી હોય તેને કારણે જે પાપ થયું છે, તે નિંદે - તેને હું નિંદું છું. રસોઈની ક્રિયા કરતાં હિંસા દ્વારા મેં જે પાપકર્મ બાંધ્યું છે, તેની હું નિંદા કરું છું જીવોને પીડા આપવાનું આ કાર્ય મેં ખોટું કર્યું તેમ કબૂલ કરું છું. જો કે ગૃહસ્થજીવનને ટકાવવા ન છૂટકે રસોઈ કરવી કે કરાવવી તો પડે છે; પરંતુ આ ક્રિયા કરતાં પણ જે જયણાનો ભાવ જાળવવો જોઈએ, તે હું જાળવી શક્યો નથી. વળી, જીવત્વની દષ્ટિએ મારા જેવા જ મારા બંધુઓને પીડા આપતાં હૃદયમાં જે દુઃખ થવું જોઈએ, હૈયુ કંપવું જોઈએ, તે પણ આહારદિની આસક્તિના કારણે થઈ શક્યું નથી. આ સર્વ મારાથી ખોટું થયું છે તે હું માનું છું, અને સહૃદય તે પાપની હું નિંદા કરું છું. જિજ્ઞાસાઃ આ ગાથામાં ‘રિવાર' શબ્દનો ઉલ્લેખ ન કરતાં ‘રોષ' શબ્દનો ઉલ્લેખ કર્યો છે, અને ‘પદમ” શબ્દ ન વાપરતાં ‘નિને' શબ્દ વાપર્યો છે, તેનું કારણ શું? તૃપ્તિ વિચારતા એવું લાગે છે કે વ્રતની મલિનતાને અતિચાર કહેવાય છે, પરંતુ શ્રાવક રસોઈ ન કરવાનું વ્રત સ્વીકારી શકતો નથી; તેથી રસોઈક્રિયામાં થતી હિંસાથી તેને વ્રતમાલિન્યરૂપ અતિચાર નથી લાગતો, તો પણ તેમાં જે અજયણા થાય છે તે દોષરૂપ છે, માટે તેની નિન્દા જરૂરી છે; અને પ્રતિક્રમણ એટલે પાછા ફરવું રસોઈના વિષમાં આ વસ્તુ શ્રાવક માટે શક્ય નથી. તેથી અહીં “પકિદમણિ' શબ્દનો ઉલ્લેખ નહિ કર્યો હોય તેમ લાગે છે. આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે વૈરાગ્ય મજબૂત કરી, સત્ત્વનો પ્રકર્ષ કરી, આઠ વર્ષની ઉમરે મેં સંયમજીવન સ્વીકારી લીધું હોત તો છ કાયની હિંસાનું આ પાપ કરવાનો દિવસ માટે ન આવ્યો હોત. સંયમ નથી સ્વીકાર્ય માટે જ હિસાદિ આ પાપો કરવા પડે છે. વળી આ પાપો કરતાં પણ કરુણાદિના જે ભાવો ટકાવવા જોઈએ તે પણ હું ટકાવી શકતો નથી. ખરેખર ! મને ધિક્કાર છે ! પ્રભુ! ક્યારે એવો ધન્ય દિવસ આવશે કે હું સંયમજીવનનો સ્વીકાર કરી સર્વથા હિસાથી અટકી, અહિંસક ભાવરૂપ મારા પોતાના ભાવમાં સ્થિર થઈ આત્માનંદને માણીશ !” Page #98 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રાચાર અવતરણિકા: * દેશવિરતિરૂપ ચારિત્ર બારવ્રતવાળું છે. આ વ્રતોને ત્રણ વિભાગમાં વહેંચી તેનું પાલન કરતાં જે અતિચારો લાગ્યો હોય, તેનું સામુદાયિકરૂપે પ્રતિક્રમણ કરતાં કહે છે ગાથા : पंचण्हमणुव्वयाणं गुणव्वयाणं च तिहमइआरे । सिक्खाणं च चउण्हं पडिक्कमे देसि सव्वं ।।८।। અન્વયસહિત સંસ્કૃત છાયા ? पञ्चानाम् अणुव्रतानां त्रयाणां च गुणव्रतानाम् । चतुर्णा शिक्षाणां अतिचारान् दैवसिकं सर्वम् प्रतिक्रामामि ।।८।। ગાથાર્થ : પાંચ અણુવ્રતોના, ત્રણ ગુણવ્રતોના અને ચાર શિક્ષાવ્રતોના (વિષયમાં) દિવસ દરમ્યાન (લાગેલા) સર્વ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. વિશેષાર્થ : પંચમgવ્યથા [ગયા?]- પાંચ અણુવ્રતોના (અતિચારોનું) મહાવ્રતની અપેક્ષાએ નાના અને પાળવામાં સુગમ વ્રતને અણુવ્રત કહેવામાં આવે છે અથવા જે વ્રતનું ક્ષેત્ર મર્યાદિત છે તેને અણુવ્રત કહેવાય છે અથવા અનુ=પાછળ, જે વ્રતો સમ્યક્ત્વ પ્રગટ થયા પછી પાછળથી પ્રાપ્ત થાય, તેને અણુવ્રત કહેવાય છે. આ અણુવ્રતો પાંચ પ્રકારનાં છે : ૧. શૂલપ્રાણાતિપાતવિરમણવ્રત - મોટી હિંસાથી પાછા હઠવું. ૨. સ્કૂલમૃષાવાદવિરમણવ્રત - મોટું જૂઠું ન બોલવું. ૩. સ્થૂલઅદત્તાદાનવિરમણવ્રત - મોટી ચોરી ન કરવી. . ૪. સ્કૂલમૈથુનવિરમણવ્રત - સ્વસ્ત્રીમાં સંતોષ અને પરસ્ત્રીગમનનો ત્યાગ કરવો. Page #99 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ ૫. પરિગ્રહપરિમાણ વ્રત - પરિગ્રહવૃત્તિ પર કાબૂ મેળવી પરિગ્રહનું પ્રમાણ નક્કી કરવું - તેની એક મર્યાદા બાંધવી તે. કુવૈયા ર તિખમરૂગાર - ત્રણ ગુણવ્રતોના અતિચારોનું શ્રાવક માટે પાંચ અણુવ્રતો પાંચ મૂળવતો સમાન છે. આ મૂળવ્રતોને ગુણ કરનારાં અર્થાત્ તેની પુષ્ટિ કરનારાં વ્રતોને ગુણવ્રત કહેવાય છે. તે આ પ્રમાણે છે - ૭. દિગુપરિમાણવ્રત - દરેક દિશામાં અમુક હદથી વધારે ન જવું. ૭. ભોગોપભોગવિરમણવ્રત - ભોગ-ઉપભોગની (વપરાશની) મર્યાદા બાંધવી. ૮. અનર્થદંડવિરમણવ્રત - કોઈ પણ ખાસ કારણ વિના એટલે કે જીવન જીવવા જરૂરી ન હોય તેવાં કારણ વિના આત્મા દંડાય, આત્મા દુઃખી થાય તેવાં કાર્યો નહીં કરવાનો સંકલ્પ કરવો, સિવાઇi ૩ë [ગયારે] - ચાર પ્રકારના શિક્ષાવ્રતોના (અતિચારોનું.) જે વ્રતના પાલનથી સમતા આદિ ગુણોનું તથા સર્વવિરતિરૂપ સંયમજીવનનું શિક્ષણ મળે, તેને શિક્ષાવ્રત કહેવાય છે, અથવા ગુણવૃદ્ધિ માટે જેનો વારંવાર અભ્યાસ કરવાનો છે તેને શિક્ષાવ્રત કહેવાય છે. તેના ચાર પ્રકારો આ પ્રમાણે છે૯. સામાયિક વ્રત - સર્વ પાપવ્યાપારનો ત્યાગ કરીને બે ઘડી સુધી સમતાભાવમાં રહેવાની પ્રતિજ્ઞાને સામાયિક કહેવાય છે. “એક વર્ષમાં ઓછામાં ઓછાં આટલાં સામાયિક કરીશ.” તેવો સંકલ્પ તે સામાયિક વ્રત નામનું પ્રથમ શિક્ષાવ્રત છે. ૧૦. દેસાવગાસિક વ્રત - છઠ્ઠા વ્રતમાં અને બાકીનાં વ્રતોમાં રાખેલી છૂટોને મર્યાદિત કરવી, તે દેસાવગાસિક નામનું બીજું શિક્ષાવ્રત છે. - ૧૧. પૌષધોપવાસ વ્રત - ઉપવાસ સહિત ધર્મની પુષ્ટિ થાય તેવી ક્રિયાને પૌષધ કહેવાય છે. એક વર્ષમાં અમુક પૌષધ કરવાનો સંકલ્પ કરવો તે પૌષધોપવાસ નામનું ત્રીજું શિક્ષાવ્રત છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રાચાર ૭૯ ૧૨. અતિથિ સંવિભાગ વ્રત - અતિથિ એટલે સાધુ મુનિરાજ આદિ, તેમને શુદ્ધ આહાર-પાણીનું સંવિભાગ=દાન આપી પછી વાપરવું તે અતિથિ સંવિભાગ નામનું ચોથું શિક્ષાવ્રત છે પાંચ અણુવ્રતો તથા ત્રણ ગુણવ્રતો યાવજ્જવ એટલે જીવનભર માટે પણ લેવાય છે, જ્યારે શિક્ષાવ્રત મર્યાદિત સમય માટે જ સ્વીકારાય છે. [મારે] પરિક્ષ સ સર્વ - (આ બાર વ્રતમાં) દિવસ સંબંધી જે કોઈ અતિચાર લાગ્યા હોય તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું. બારવ્રતના વિષયમાં વિસ્તૃત અતિચારો આગળ ઉપર જણાવવામાં આવશે. અહીં એટલું ખાસ ધ્યાનમાં લેવું કે શક્તિ છતાં આ વ્રતોનો સ્વીકાર કરવામાં ન આવે કે સ્વીકારીને બાહ્ય-અંતરંગ જયણાનું પાલન કરવામાં ન આવે તો અતિચાર છે. આ ગાથા બોલતાં શ્રાવક આ સર્વ અતિચારોને સામાન્ય રીતે સ્મૃતિમાં લાવે અને દોષથી દોષિત થયેલી પોતાની જાતની નિંદા કરતો વિચારે કે, : “હું કેટલો પ્રમાદી છું કે ગુરુભગવંતે સમજાવ્યા છતાં મહામૂલ્યવાન આ વતોનો મેં સ્વીકાર પણ કર્યો નથી, અને ક્યારેક સ્વીકાર્યા છે તો તેને સંભાર્યા પણ નથી, અને ક્યારેક સંભાર્યા તો પણ તેનું પાલન બાહ્યથી કર્યું, પરંતુ વ્રતપાલન દ્વારા આંતરિક પરિણતિને પલટવા પ્રયત્ન કર્યો નથી. આ મેં ખોટું કર્યું છે. આનાથી મેં મારા આત્માનું જ અહિત કર્યું છે. આ જ કારણે હવે આ દોષથી પાછો વળું છું અને વ્રતમાં સ્થિર થાઉં છું.” 1. तत्राणुव्रतानि गुणव्रतानि च प्रायो यावत्कथितानि शिक्षाव्रतानि पुनरित्वरिकाणि । Page #101 -------------------------------------------------------------------------- ________________ પહેલું વ્રત અવતરણિકા : હવે ચારિત્ર વિષયક પ્રથમ અણુવ્રતના અતિચારનું પ્રતિક્રમણ કરતાં કહે છે – ગાથા : पढमे अणुव्वयम्मी, थूलग-पाणाइवाय-विरईओ । મારિયમપ્રસન્થ, સ્થ પમાયપvi It. અન્વય સહિત સંસ્કૃત છાયા : प्रथमे अणुव्रते, स्थूलक-प्राणातिपात-विरतितः । प्रमादप्रसङ्गेन, अप्रशस्ते अत्र अतिचरितम् ॥१॥ ગાથાર્થ : પ્રથમ અણુવ્રતમાં સ્થૂલ પ્રાણાતિપાતની કરેલી વિરતિથી પ્રમાદને કારણે અપ્રશસ્તભાવમાં વર્તતાં આ વ્રતના વિષયમાં (દિવસ દરમ્યાન) જે કાંઈ વિપરીત આચર્યું હોય તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું.) Page #102 -------------------------------------------------------------------------- ________________ પહેલું વ્રત વિશેષાર્થ : * પઢને વધુવયમ્મી - પ્રથમ અણુવ્રતમાં, સમ્યક્ત્વમૂલ બાર વ્રતમાં “સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રત' પ્રથમ વ્રત છે. તે સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ અને મુખ્ય વ્રત છે, તેથી તેનો પ્રથમ વ્રત તરીકે ઉલ્લેખ કર્યો છે. આ વ્રતના પાલનથી જે “અહિંસકભાવ' પ્રગટ થાય છે અને ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે, તે ‘અહિંસકભાવ' જ વાસ્તવમાં આત્માનો શુદ્ધ ભાવ છે. આ ભાવની સુરક્ષા કરવા જ અન્ય વ્રતોનું વિધાન છે. ખેતરમાં પાકેલા પાકની સુરક્ષા માટે જેમ વાડની જરૂર છે, તેમ “અહિંસકભાવની સુરક્ષા માટે જ બાકીનાં અગિયાર વ્રતોનું પાલન છે. -પાપફવાય-વિરગો - સ્થૂલ પ્રાણાતિપાતની વિરતિથી. ધૂળ એટલે સ્કૂલ, મોટા. પા એટલે પ્રાણને ધારણ કરનારા જીવો. અફવા એટલે વિનાશ અને વિર એટલે અટકવું. આમ, સામાન્યથી મન-વચનકાયાથી જીવોની મોટી હિંસાથી અટકવાનો-પાછા ફરવાનો સંકલ્પ, એ “સ્કૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત છે. હિંસાના પ્રકાર : જૈનશાસનમાં હિંસાના બે પ્રકારો જણાવ્યા છે. (૧) દ્રવ્યહિંસા (૨) ભાવહિંસા. . (૧) દ્રવ્યહિંસા જીવોના દ્રવ્યપ્રાણોનો નાશ કરવો એ જીવની દ્રવ્યહિંસા છે. જીવોને વધુમાં વધુ દસ પ્રાણ હોય છે. તેમાંથી કોઈ પણ પ્રાણનો નાશ કરવો તે દ્રવ્યહિંસા છે. (૨) ભાવહિંસા: જ્ઞાન, દર્શન, ચારિત્ર કે સમતાદિ ગુણો તે આત્માના ભાવ 1. સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય એ પાંચ ઇન્દ્રિય, ત્રણ બળ, આયુષ્ય અને શ્વાસોશ્વાસ-એમ જીવોને વધુમાં વધુ દસ પ્રાણો હોય છે. તેમાં એકેન્દ્રિય જીવોને ૪, બેઇન્દ્રિયને ક, તેઈન્દ્રિયને ૭, ચઉરિન્દ્રિયને ૮, અસંજ્ઞી પંચેન્દ્રિયને ૯ અને સંજ્ઞી પંચેન્દ્રિયને ૧૦ પ્રાણ હોય છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ પ્રાણો છે. આ પ્રાણોને હાનિ પહોંચાડવી કે તેનો નાશ કરવો તે ભાવહિંસા છે. આ ભાવહિંસા બે પ્રકારની છે. (૧) રાગ, દ્વેષ કે કષાયને આધીન બની પોતાના સમતા આદિ ભાવોનો નાશ કરવો, તે સ્વ-ભાવહિંસા છે. અને (૨) અન્યના રાગ, દ્વેષ કે ક્રોધાદિમાં નિમિત્ત બની અન્યની સમતા આદિને હણવાં, તે ૫૨-ભાવહિંસા છે. ૮૨ ભાવહિંસા કષાયરૂપ છે. તેથી આત્માને આ ભવમાં પણ પીડે છે અને પરભવમાં પણ પીડે છે. વળી સ્વ-ભાવપ્રાણની હિંસા હોય ત્યાં અન્યના દ્રવ્યપ્રાણની હિંસાની સંભાવના ખૂબ વધી જાય છે; કેમ કે, કષાયાદિની આધીનતા હોય ત્યાં પોતાના માનેલા સુખ ખાતર અન્યના દ્રવ્યપ્રાણની ઉપેક્ષા થવાની પૂરી સંભાવના છે. આથી અપેક્ષાએ શાસ્ત્રકારોએ દ્રવ્યહિંસા કરતાં ભાવહિંસા વધુ . અનર્થકારી કહી છે. ભાવહિંસાથી બચવાના ઉપાયો : ભાવહિંસાથી બચવા માટે, કર્મના ઉદયથી કોઈપણ નિમિત્ત મળે તેમાં ક્યાંય રાગ કે દ્વેષ ન કરવો જોઈએ, ક્રોધાદિ કષાયોથી મનને વિકૃત ન કરવું જોઈએ અને ક્યારેય ખોટા સંકલ્પ-વિકલ્પમાં પડવું ન જોઈએ, પરંતુ નિર્વિકલ્પભાવમાં રહેવા સતત યત્ન કરવો જોઈએ; અને જ્યાં સુધી નિર્વિકલ્પ અવસ્થામાં સ્થિર ન થઈ શકાય ત્યાં સુધી શુભભાવોમાં સ્થિર થવાનો પ્રયત્ન કરવો જોઈએ, તો જ ભાવપ્રાણની સુરક્ષા થઈ શકે છે. . આ જ વાતને સમજાવવા માટે મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજાએ પણ કહ્યું છે કે એકતાજ્ઞાન નિશ્ચયદયા, સુગુરુ તેહને ભાખે; જેહ અવિકલ્પ ઉપયોગમાં, નિજ પ્રાણને રાખે. ॥ ૪-૯ || ૧૨૫ ગાથાનું સ્તવન રાગ-દ્વેષ કે મમતા આદિ ભાવોના સ્પર્શ વિનાની શુદ્ધ જ્ઞાનગુણ સાથેની જે લીનતા છે, માત્ર જ્ઞાનની ધારામાં ઉપયોગની જે એકાગ્રતા છે, તે જ નિશ્ચય 2. આતમભાવ હિંસનથી હિંસા, સઘળાં એ પાપસ્થાન; તેહ થકી વિપરીત અહિંસા, તાસ વિરહનું ધ્યાન. ॥ ૮-૨૪ II - સાડાત્રણસો ગાથાનું સ્તવન Page #104 -------------------------------------------------------------------------- ________________ પહેલું વ્રત નયની દયા છે - તેમ સદ્ગુરુભગવંતો કહે છે. આ જ કારણથી જેઓ સર્વ વિકલ્પોને ત્યજી નિર્વિકલ્પભાવમાં રહે છે તેઓ નિશ્ચયનયથી પોતાના * ભાવપ્રાણની રક્ષા કરી શકે છે. જેઓ ભાવપ્રાણની ઉપેક્ષા કરી કેવળ દ્રવ્યઅહિંસા માટે મહેનત કરે છે, તેઓ વાસ્તવમાં જૈન શાસનની હિંસા-અહિંસાને સમજ્યા જ નથી. આ વાતને સ્પષ્ટ કરતાં આ જ સ્તવનમાં કર્તાએ આગળ જણાવ્યું છે કે, જેઓ પરપ્રાણની દયા પાળે છે, તેમની દયા વ્યવહારથી દયા છે; કેમ કે પોતાની દયા વિના અન્યની દયા કઈ રીતે પાળી શકાય? અર્થાત્ સ્વ-ભાવપ્રાણની ઉપેક્ષા કરનાર સાચી દ્રવ્યદયા પણ પાળી શકતા નથી. વતની પ્રતિજ્ઞા: શ્રમણભગવંતો સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રત સ્વીકારી, સ્વ-પરભાવહિંસાથી બચવા અત્યંત સાવધાન રહે છે, અને પોતાના ભાવપ્રાણોની સુરક્ષા માટે જ દ્રવ્યઅહિંસાનું પણ વિશિષ્ટ પ્રકારે પાલન કરે છે. આ માટે તેઓ સમિતિ અને ગુપ્તિનું સર્વદા સેવન કરે છે. હિંસાના અનર્થકારી સ્વરૂમને જાણતો શ્રાવક સમજે છે કે “જીવન એવી રીતે જીવવું જોઈએ કે જેમાં કોઈ પણ પ્રકારની હિંસા થાય જ નહિ પરંતુ, અત્યારે મારામાં એવું સત્ત્વ નથી, એવો વૈરાગ્ય નથી કે સર્વથા દ્રવ્ય અને ભાવ હિંસાનો ત્યાગ કરી શકું, તોપણ સર્વ પ્રકારે હિંસાત્યાગનું સન્ત મારામાં પ્રગટે તે માટે અત્યારે હું મારી શક્તિને અનુરૂપ યત્કિંચિતું પણ હિંસાના ત્યાગ સ્વરૂપ પ્રથમ વ્રતનો સ્વીકાર કરું.” એટલે સંપૂર્ણ અહિંસકભાવને પામવાના લક્ષપૂર્વક મોટા જીવોની હિંસાથી બચવા શ્રાવક આ પ્રકારે પ્રતિજ્ઞા કરે કે હું આ જીવને મારું, એવા સંકલ્પપૂર્વક નિરપરાધી ત્રસજીવોની નિષ્કારણ નિરપેક્ષપણે હિંસા કરીશ નહિ.” આવી પ્રતિજ્ઞાનો સ્વીકાર તે જ સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ વ્રત છે. શાસ્ત્રમાં આને સવા વસાની એટલે સો ટકાની અપેક્ષાએ .રપ%ની દયા કહેવાય છે. તે આ રીતે – ૩ જેહ રાખે પર પ્રાણને, દયા તાસ વ્યવહારે; નિજ દયા વિણ કહો પર દયા, હવે કવણ પ્રકારે ? I૪-૧૦ll Page #105 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ સવા વસાની દયા : આ જગતમાં જીવો બે પ્રકારના છેઃ ત્રસ અને સ્થાવર. જે જીવો પોતાની ઈચ્છાનુસાર સુખ-દુઃખના સંયોગમાં હલન-ચલન કરી શકે છે, તેને ત્રસ જીવો કહેવાય છે, જે જીવો આવું હલન-ચલન નથી કરી શકતા, તેને સ્થાવર જીવો કહેવાય છે. આ સ્થાવર જીવો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના ભેદથી પાંચ પ્રકારના છે, અને બેઈન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જીવો. ત્રણ છે. તેમાં શ્રાવક જીવનનિર્વાહ માટે સ્થાવરની હિંસાનો ત્યાગ કરી શકતો નથી. તેથી તેમાં જયણા (છટ) રાખી શ્રાવક ત્રસ જીવોની હિંસાનો ત્યાગ કરે. આમ ત્રસ અને સ્થાવર બન્નેની હિંસામાંથી માત્ર ત્રસની હિંસાનો ત્યાગ થવાથી ૧૦૦% માંથી તેની દયા માત્ર ૫૦% ની થઈ જાય. વળી, શ્રાવક ત્રસ જીવોને પણ “આને મારું', તેવા સંકલ્પપૂર્વક હિંસા નથી કરતો, તોપણ અનેક પ્રકારના આરંભ-સમારંભના કાર્યો તેને કરવાં જ પડે છે, જેમ કે રસોઈ બનાવવી વગેરે. આ આરંભ-સમારંભ કરતાં શ્રાવકને ત્રસ જીવોની હિંસા થવાની સંભાવના રહે છે. આ કારણથી શ્રાવક “સંકલ્પપૂર્વક હું ત્રસ જીવોને નહિ મારું', તેવો નિયમ કરી શકે છે, પરંતુ આરંભ-સમારંભમાં થતી હિંસાથી તે બચી શકતો નથી. આથી આરંભની પ્રવૃત્તિમાં જયણા કરી સંકલ્પપૂર્વક અર્થાત્ ઈરાદાપૂર્વક જાણી બુઝીને ત્રસ જીવોને ન મારવા એવું વ્રત સ્વીકારે. આમ ૫૦% માંથી તેની દયા ૨૫% ની થઈ જાય. વળી સંકલ્પપૂર્વક ત્રસ જીવોને નહિ મારું, આવું વ્રત પણ શ્રાવક સર્વથા સ્વીકારી શકતો નથી; કેમ કે જવાબદારીના સ્થાને બેઠેલા શ્રાવકને ચોરી વગેરે વિનાશકારી. અનૈતિક પ્રવૃત્તિઓ કરનાર કે અન્ય પ્રકારના અપરાધીઓને સજા કે દંડાત્મક કાર્યવાહી કરવાની ફરજ પડે છે; આથી તે અપરાધી એવા ચોર, ડાકુ, નોકર-ચાકર કે પોતાના પુત્ર-પરિવારને દંડાદિરૂપ હિંસા કરવામાં જયણા રાખી નિરપરાધી ત્રસ જીવોની હિંસાનો નિયમ કરે. આમ તેની દયા ૨૫% માંથી ૧૨.૫% ની થઈ જાય. વળી નિરપરાધી પણ સર્વજીવોની હિંસાનો ત્યાગ શ્રાવક કરી શકતો નથી, તેથી નિરપરાધી એવા પણ પુત્ર-પરિવાર, દાસ-દાસી કે પશુ-પક્ષીને ખોટી પ્રવૃત્તિથી બચાવવા, ધમકાવવા પડે કે તાડન-તર્જન કરવું પડે. માટે આવાં કારણથી આટલી છૂટ રાખી, “સંકલ્પપૂર્વક, નિરપરાધી ત્રસ જીવોની નિષ્કારણ હિંસા નહી કરું” તેવો નિયમ શ્રાવક સ્વીકારે છે. આમ તેની દયા ૧૨.૫% માંથી ૬.રપ%ની થઈ જાય. Page #106 -------------------------------------------------------------------------- ________________ પહેલું વ્રત તેનું વ્રત આ રીતે મુનિની ૧૦૦% ની દયા સામે માત્ર ૬.૨૫% કે રૂપિયામાં એક આની જેટલું રહે છે. પૂર્વે રૂપિયાના ૨૦ વસા થતા હતા. તેના આધારે ચાલતી શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તો શ્રાવકની આ દયાને સવા વસાની દયા કહેવાય છે. તોપણ હિંસાના સંપૂર્ણ ત્યાગની ભાવનાવાળો હોવાથી શ્રાવક સ્થાવરની પણ નિરર્થક હિંસા ન કરે. 5 અહીં એટલું ખાસ ધ્યાનમાં રાખવું કે પહેલું અણુવ્રત તે માત્ર આટલા જીવોની જ હિંસાના ત્યાગરૂપ નથી, પરંતુ જેનો ત્યાગ નથી કર્યો તેમાં પણ જયણાપૂર્વક, એટલે ઓછામાં ઓછી હિંસાથી કાર્ય કઈ રીતે થઈ શકે, તેવા ઉપયોગપૂર્વક જીવન જીવવા સ્વરૂપ છે. સતત હિંસાથી બચવાનો આ પરિણામ જ શ્રાવકને પોતાના લક્ષ્યરૂપ સર્વવિરતિ સુધી પહોંચાડી શકે છે. શાસ્ત્રોમાં તો કહ્યું છે કે શ્રાવકને જે આરંભાદિ કરવા પડે છે, તેમાં જો શ્રાવક દયાવાળો બની યંતના જાળવતો ન હોય, તો તેને પંચેન્દ્રિય સુધીના જીવોના વધની સંભાવના રહે છે. તેથી જયણા એટલે હિંસા કરવાની છૂટ નહીં, પણ છૂટ રાખેલ વિભાગમાં અત્યંત ઉપયોગવાળા બનવું. વ્રતની આવી ગંભીરતાને સમજતા ભાવહિંસા . પોતાના બીજાના ભાવપ્રાણોની હિંસા, ભાવપ્રાણોની હિંસા, અન્યમાં કષાયો પોતાના સમતા, ક્ષમા આદિ ગુણોનો નાશ કરવો ઉત્પન્ન કરાવવા ૮૫ હિંસા દ્રવ્ય હિંસા ૧૦૦% = ૨૦ વસા સ્થાવર (સૂક્ષ્મ) ત્રસ (સ્કૂલ) ૫૦% = ૧૦ વસા સંકલ્પજન્ય ૨૫% = ૫ વસા આરંભજન્ય નિરપરાધી ૧૨.૫% = ૨૫ વસા અપરાધી નિષ્કારણ ૬.૨૫% = ૧। વસા સકારણ આમ મહાવ્રતના ૨૦ વસાની અપેક્ષાએ અણુવ્રતમાં સવા વસો/સવા વિશા (રૂપિયામાં એક આની એટલે કે ૭.૨૫% જેટલું) અહિંસાનું પાલન જ શ્રાવકજીવનમાં થાય છે. 5. નિધિળાં ન જુવ્વત, ખીજું સ્થાવરેપિ । हिंसामहिंसाधर्मज्ञः, काङ्क्षन् मोक्षमुपासकः ।। યોગશાસ્ત્ર ૨-૨૧ મોક્ષની ઈચ્છાવાળો, અહિંસાધર્મનો જ્ઞાતા, શ્રાવક સ્થાવર જીવોની પણ નિષ્પ્રયોજન હિંસા ન કરે, ત્યાં ત્રસ જીવોની જયણા માટે તો પૂછવું જ શું ? Page #107 -------------------------------------------------------------------------- ________________ પહેલું વ્રત શ્રેણિક મહારાજા કૃષ્ણ મહારાજા જેવા આત્માઓ અવિરતિનો ઉદય હોવાના કારણે જ આ વ્રતનો સ્વીકાર નહોતા કરી શક્યા. શાસ્ત્રમાં બીજી રીતે જીવહિંસાના ૨૪૩ પ્રકારો કહ્યા છે. જેમ કે, પાંચ સ્થાવર. ત્રણ વિકલેન્દ્રિય તથા એક પંચેન્દ્રિય મળી ૯ પ્રકારના જીવોના મનવચન-કાયાથી ગુણતાં ૨૭ ભેદો થાય. તેને કરવા-કરાવવા અને અનુમોદવારૂપ ત્રણ પ્રકારે ગુણતાં ૮૧ ભેદો થાય, અને તેને ભૂત-ભવિષ્ય-વર્તમાન ત્રણ કાળ સાથે ગુણતાં ૨૪૩ ભેદો થાય. તેમાંથી શ્રાવક ઉત્કૃષ્ટ ભાંગે ત્યાગ કરે તો પણ ત્રણ કાળ, ત્રણ યોગ, બે કરણ અને બેઈન્ડિયાદિ ચાર પ્રકારના ત્રસ જીવોની જ હિંસા તજે. તેથી ૩૪૩૮ર૪૪ = ૭૨ પ્રકારે જ ત્યાગ કરી શકે, અને તે પણ માત્ર સવા વસો. વિચારતાં એવું લાગે કે ૨૪૩ પ્રકારોમાંથી માત્ર ૭૨ પ્રકારની હિંસાનો ત્યાગ કરવો અને તે પણ માત્ર સવા વસો જ કરવો, તો શું ફળ મળે ? પરંતુ શાસ્ત્રકાર નોંધે છે કે આ મામુલી દેખાતા ત્યાગની પાછળ પણ સર્વવિરતિ સુધી પોંચવાની જે ભાવના રહેલી છે, તે ભાવનાથી જ ઘણું મોટું ફળ મળે છે. ગારિયમસલ્ય ફી પાપોળ - પ્રમાદના કારણે અપ્રશસ્તભાવનો ઉદય થયે છતે અહીં (પ્રથમ વ્રતમાં જે કાંઈ) વિપરીત આચરણ કર્યું હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું.) સ્કૂલથી હિંસા ન કરવી. આવું વ્રત સ્વીકારનાર શ્રાવકે કોઈ પણ પ્રવૃત્તિ કરતાં વિચારવું જોઈએ કે “આ પ્રવૃત્તિ મારા વ્રતને અનુરૂપ છે કે નહિ ?” “આ ક્રિયા કરતાં હું જયણાનો પરિણામ જાળવી શક્યો કે નહિ ?” આવી સાવધાની ન રાખવી તે પ્રમાદ છે. આ પ્રમાદ, અતિચારમાં અને વ્રતભંગમાં પણ પ્રબળ નિમિત્ત બને છે. પ્રમાદના પ્રકારો : આત્માનું અહિત કરનાર આ પ્રમાદના અનેક પ્રકારો છે. તેનો સંગ્રહ કરી શાસ્ત્રકારોએ તેના પાંચ અને આઠ પ્રકારો બતાવ્યા છે. તેમાં પાંચ પ્રકારો આ પ્રમાણે છે : 6. સારાં - આર્ષ પ્રયોગ છે. તેનું સંસ્કૃત ગતિરિતમ્ થાય છે. અતિચરવું એટલે મર્યાદાનું ઉલ્લંઘન કરવું. 7. પ્રમાદના આઠ પ્રકારો આ પ્રમાણે છે : (૧) અજ્ઞાન (૨) સંશય (૩) મિથ્યાત્વ (૪) રાગ (૫) લેષ (૬) મતિભ્રંશ (૭) ધર્મમાં અનાદર - ઉપેક્ષા (૮) મન-વચન-કાયાનો અશુભ વ્યાપાર, Page #108 -------------------------------------------------------------------------- ________________ પહેલું વ્રત (૧) મદ્ય-મદિરા - મદ્યનો અર્થ મદિરા થાય છે, પણ અહીં મઘ શબ્દથી નશો થાય તેવી કોઈ પણ વસ્તુનો ઉપયોગ (કેફી પદાર્થનું સેવન) તે મઘ નામનો પ્રસાદ “કહ્યો છે, કેમ કે નશાના કારણે વ્યક્તિ પોતાનું સાનભાન ગુમાવી બેસે છે. ઘણીવાર, “મેં આ પ્રકારનું વ્રત સ્વીકાર્યું છે', તે પણ ભૂલી જાય છે, અને ક્યારેક સર્વથા વિવેક ખોઈ વ્રતની મર્યાદાથી ચૂકી જાય છે. (૨) વિષય - શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પાંચે ઈન્દ્રિયોના આ પાંચ વિષયોમાં આસક્તિ કરવી તે વિષય' નામનો પ્રમાદ છે. આ પ્રમાદને આધીન થયેલા જીવો પોતાના કલ્પિત ભૌતિક આનંદ માટે અન્ય જીવોને કેવો નિરર્થક ત્રાસ થશે તે વિચારી શકતા નથી. આથી વનસ્પતિઓનો વિનાશ કરવો, પાણીમાં તરવું, ધરૂખાનું ફોડી આતશબાજી કરી, અગ્નિ પેટાવવા જેવાં કાર્યો કરી અન્ય જીવોને અકારણે પીડે છે અથવા હિંસા કરે છે. (૩) કષાય - ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાયો અને હાસ્યાદિરૂપ નોકષાયોને આધીન થવું તે કષાય' નામનો પ્રમાદ છે. આ પ્રમાદને પરવશ થયેલ જીવ મન, વચન, કાયાની પ્રવૃત્તિ કરતાં પહેલાં આ પ્રવૃત્તિથી મારું કે અન્યનું શું અહિત થશે ? તે લેશમાત્ર પણ વિચારી નથી શકતો. (૪) વિકથા - આત્મા માટે અહિત કરનારી કથા તે વિકથા છે. તે ચાર પ્રકારની છે : દેશકથા, રાજ્યકથા, સ્ત્રીકથા અને ભક્તકથા. આ ઉપરાંત ધર્મરત્ના પ્રકરણમાં દર્શનભેદિની, ચારિત્રભેદિની અને મૃદુકારિણી કથાઓનો પણ વિકથા તરીકે ઉલ્લેખ કર્યો છે. જીવનમાં માનવને આનંદ આપે તેવા ઘણા શોખ કે રસ હોય છે. તેમાં વિકથાનો રસ વિશેષ પ્રકારે હોય છે. વિકથાનો રસ પોષવા માનવી જીવનની કીમતી ક્ષણોને વેડફી નાંખે છે. વળી, આ વિકથામાં ભાન ભૂલેલા જીવો . આવી કથાઓ કરવાથી પોતાનું કે પરનું કેવા પ્રકારે નુક્સાન થશે તે પણ વિચારી શકતા નથી. નિંદા, અભ્યાખ્યાન, અસત્ય વગેરે પાપો પણ આ વિકથાને કારણે લાગે છે. (૫) નિદ્રા - પ્રમાણથી અધિક સૂવું તે નિદ્રા નામનો પ્રમાદ છે. નિદ્રામાં સુખ માનનારા ઘોર નિદ્રાના કારણે વ્રતનો ઉપયોગ ચૂકી જાય છે. આ પાંચ પ્રમાદ તો પ્રમાદ છે જ, પરંતુ તે ઉપરાંત વ્રતપાલનમાં બેદરકારી, શક્તિ છતાં વ્રતનો અસ્વીકાર, સ્વીકાર્યા પછી શુદ્ધ પાલન માટેના પ્રયત્નનો Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૮ સૂત્રસંવેદના-૪ અભાવ, શુદ્ધ પાલન છતાં લક્ષ્ય સાથે અનુસંધાન કરવાની ઉપેક્ષા, અને લક્ષ્યનું અનુસંધાન છતાં તે તરફ કેટલું આગળ વધાયું તેની વિચારણાનો અભાવ, આ સર્વ પણ પ્રમાદ જ કહેવાય છે. આત્મા માટે પ્રમાદ અત્યંત અહિતકારી છે. પ્રમાદને પનારે પહેલાનું પતન : નિશ્ચિત હોય છે. પ્રમાદને કારણે ચૌદ પૂર્વધરો પણ નિગોદમાં ગયા છે. આ પ્રમાદને આધીન થવાથી અપ્રશસ્ત-માઠા ભાવો ઉત્પન્ન થાય છે, જે વ્રત-મર્યાદાનું ઉલ્લંઘન કરાવે છે. આથી વ્રતધારી શ્રાવકે પોતાના જીવનમાં પ્રમાદ પ્રવેશી ન જાય તે માટે ખૂબ સાવધ રહેવું જોઈએ. વતપાલનનું ફળ : અહિંસાનું પાલન કરવાથી જીવને જે ફાયદા થાય છે અને તેનું પાલન નહીં કરવાથી જે નુકસાન થાય છે તેનો વિચાર કરી, શ્રાવકે અત્યંત જાગૃત બની આ વ્રતનું પાલન કરવું જોઈએ, જેથી ભવિષ્યમાં પ્રમાદને વશ થઈ વ્રતમાં અતિચારો લાગવાની સંભાવના ઘટી જાય. જીવદયાનું પાલન કરવાથી નીરોગી શરીર, સુંદર રૂપ, નિર્વિકારી યૌવન, દીર્ઘ આયુષ્ય, નિષ્કલંક યશ-કીર્તિ, ન્યાયપાર્જિત ધન, પૂજ્યભાવ ધારણ કરનારા પુત્રો, કદી ઠગે નહીં તેવો પરિવાર, આજ્ઞાને કોઈ તોડે નહીં પણ સર્વને પ્રિય લાગે તેવી ઠકુરાઈ = આજ્ઞાનું ઐશ્વર્ય વગેરે ઉત્તમ સુખો પ્રાપ્ત થાય છે.” જ્યારે જીવદયા નહીં પાળનારાઓનું જીવન, પાંગળાપણું, ઠુંઠાપણું, કોઢિયાપણું, મહારોગો, સ્વજન આદિનો વિયોગ, શોક, અલ્પ આયુ, અકાળ મરણ, દુઃખ, દૌર્ભાગ્ય વગેરે મહાદુઃખોથી ભરેલું હોય છે. તેઓ નરક-તિર્યંચ જેવી ગતિઓમાં પરિભ્રમણ કરી મહા અનર્થોની પરંપરાને પ્રાપ્ત કરે છે. 8. जं आरुग्गमुदग्गमप्पडिहयं आणेसरत्तं फुडं, रूवं अप्पडिरूवमुज्जलतरा कित्ती धणं जुव्वणं । दीहं आउ अवंचणो परियणो पुत्ता सुपुण्णासया, तं सव्वं सचराचरं मि वि जए नूणं दयाए फलं ।।१।। (સંવો ., શ્રા. વ્રતધ, મા. ૨૨). पाणिवहे वर्द्रता, भमंति भीमासु गब्भवसहीसुं । संसारमंडलगया, नरयतिरिक्खासु जोणीसुं ।।१।। (સંવીધ પ્ર. કા. વ્રતધ. T. ૨૨) Page #110 -------------------------------------------------------------------------- ________________ પહેલું વ્રત અવતરણિકા : * હવે પ્રમાદાદિના કારણે પ્રથમ વ્રતમાં જે અતિચાર લાગવાની સંભાવના છે, તેના મુખ્ય પાંચ પ્રકારો જણાવે છે ગાથા: वह-बंध-छविच्छेए, अइभारे भत्त-पाणवुच्छेए । पढम-वयस्सइआरे, पडिक्कमे देसि सव्वं ।।१०।। અન્વયસહિત સંસ્કૃત છાયાઃ વા-ન્ય-વિજી, ગત્તિમારે માનવ ! प्रथमव्रतस्य दैवसिकं सर्वान् अतिचारान् प्रतिक्रामामि ।।१०।। ગાથાર્થ | (દ્વિપદ-ચતુષ્પદ પ્રાણીઓને નિર્દયપણે) માર મારવો, દોરડા આદિથી બાંધવો, શરીર અથવા ચામડી કાપવી, શક્તિ ઉપરાંત ભાર નાંખવો, તેમ જ ખાવા પીવા ન આપવું, એ પ્રથમ વ્રતના પાંચ અતિચારો છે. દિવસ દરમ્યાન (વા). જે અતિચારોનું સેવન થયું હોય, તે સર્વેનું હું પ્રતિક્રમણ કરું છું. વિશેષાર્થ: વ્રતનો સ્વીકાર કર્યા પછી, વ્રતને મલિન કરે તેવી પ્રવૃત્તિ અનાભોગથી, (વિચાર્યા વગર) સહસત્કારથી, કે સાપેક્ષ ભાવથી કરી હોય તો તે વ્રત સંબંધી અતિચાર કહેવાય છે. સાપેક્ષ ભાવથી એટલે વ્રતની મર્યાદાને સાચવવાનો પરિણામ હોવા છતાં દોષનું સેવન થઈ જવું - જેમ કે એવું વિચારવું કે મેં મોટા જીવોની હિંસા ન કરવી; તેવો નિયમ લીધો છે, પરંતુ કોઈ પણ પ્રકારે પીડા ન કરવી તેવો નિયમ નથી કર્યો. માટે જીવોને સામાન્યથી મારવા વગેરેમાં વ્રતભંગ થતો નથી.' તેમ માની, જો કોઈ વધાદિ કરે તો વ્રતનો નાશ નથી થતો પણ અતિચાર તો લાગે જ છે; પરંતુ વ્રત નિરપેક્ષ બની, જાણી જોઈને ક્રૂરતાથી વધાદિ કરનારનું વ્રત ટકી શકતું નથી. આ રીતે દરેક વાતમાં એટલું ખાસ ધ્યાનમાં રાખવું કે વતની સાપેક્ષતા હોય ત્યાં સુધી અતિચાર ગણાય છે, અને વ્રતની નિરપેક્ષતા આવે એટલે વ્રત ભંગ થાય છે. પ્રથમ વ્રતમાં મલિનતા લાવનાર વધાદિ મોટા પાંચ અતિચારો આ પ્રમાણે છે : Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૦ સૂત્રસંવેદના-૪ વ8 - વધ. વધ કરવો એટલે મારપીટ કરવી, તાડન-તર્જન કરવું. અહીં “વધ' શબ્દ પ્રાણઘાત અર્થમાં નથી; કારણ કે પ્રાણઘાત એ વતનો અતિચાર નહિ પણ અનાચાર છે. પ્રાણઘાત કરવાથી વ્રત ભંગ થાય છે. વિષય-કષાયને આધીન થઈ કોઈ પણ જીવનું તાડન-તર્જન કરવું કે તેને પીડા થાય તેમ વર્તવું તે વધુ છે. ક્રોધાદિ કષાયને વશ થઈને નિષ્કારણ ગાય, ભેંસ આદિ પશુઓને તથા નોકર, ચાકરે, પુત્ર, પરિવાર કે પત્નીને મારવા, લાકડી વગેરેથી પીટવા, તેમના હૃદયને ઠેસ પહોંચે તેવો વાણીનો વ્યવહાર કરવો કે મનથી તેમનું અશુભ ચિંતવવું તે પ્રથમ વ્રતમાં અતિચાર છે; કેમ કે આમ કરવાથી જીવોને દ્રવ્ય અને ભાવથી પીડા થાય છે. શ્રાવક પોતાનું જીવન જ એવી રીતે જીવે કે તેના પ્રભાવથી સૌ યથાયોગ્ય રીતે પોતાના કર્તવ્યને બજાવે છે. આમ છતાં ક્યારેક પોતાના પરિવાર આદિને કર્તવ્યથી ચૂકી જતાં જુવે ત્યારે તેમને પોતાનાં કર્તવ્યોમાં જોડવા, કે વિનયાદિ ગુણોમાં યત્ન કરાવવા ઉગ્ર ભાષામાં હિતશિક્ષા આપે, ઠપકો આપે, કે પોતાનાં સંતાનાદિને સુધારવા માટે, તો તે સકારણ વધે છે. માટે તેમ કરતાં વ્રતમાલિન્ય થતું નથી. બંધ - પ્રાણીઓને દોરડા વગેરેથી બાંધવાં . ક્રોધાદિ કષાયને આધીન બની પુત્ર, પરિવાર કે પશુઓને વિના કારણે કોઈ પણ પ્રકારના બંધનમાં નાખવાં, કે પોતાના નિયંત્રણમાં રાખવાં તે પ્રથમ વ્રતવિષયક બીજો અતિચાર છે. અહીં પણ એ ખ્યાલમાં રાખવું કે ક્રોધાદિ કષાયને આધીન થઈ નિષ્કારણ બંધ કરવાથી જ અતિચાર લાગે છે, પરંતુ કોઈ કારણોસર સાપેક્ષભાવે બંધ કરવાથી અતિચાર લાગતો નથી. શ્રાવકના ઘરમાં જો કે દાસ, દાસી, પુત્ર-પરિવાર વગેરે એવા જ હોય કે તેને બાંધવાની જરૂર જ ન પડે. આમ છતાં ક્યારેક પુત્રાદિ અનર્થકારી માર્ગે જતાં હોય તો તેમને રોકવા સાપેક્ષભાવે કોઈ બંધન કે નિયંત્રણ મૂકવું પડે. આ રીતે થતો બંધ અતિચારરૂપ નથી, પણ તે સમયે પોતાના અધ્યવસાયો ન બગડે તેની ખૂબ કાળજી રાખવી જોઈએ. વિરજી - શરીરના અવયવો છેદવા. છવિ એટલે શરીર એટલે કાપવું. નાક, કાન વીંધવાં, અથવા કાપવાં તે છવચ્છેદ છે. કષાયને આધીન થઈને કે મમતાના કારણે “આ મારું ઢોર છે', તેમ Page #112 -------------------------------------------------------------------------- ________________ - પહેલું વ્રત ઓળખી શકાય તે માટે તેના નાક, કાન વીંધવાથી, ગળકંબલ, પૂંછડી વગેરે કાપવાથી અતિચાર લાગે છે, પરંતુ રસોળી વગેરે રોગના કારણે ડામ દેવાથી કે ચામડી ઉતરાવવાથી, ચિકિત્સા કરવા માટે કદાચ સર્જરી વગેરે કરવું પડે તો તે વ્રતમાં અતિચાર નથી. ૯૧ મારે - અતિભાર ઉપડાવવો. શ્રાવકે શક્ય હોય ત્યાં સુધી નોકર-ચાકર કે પશુ આદિ ન રાખવાં જોઈએ, અને રાખવાં પડે ત્યારે પણ તેમની શક્તિનો વિચાર કરી કાર્ય સોંપવું જોઈએ; પરંતુ લોભાદિ કષાયને આધીન થઈ, શક્તિ અને મર્યાદા બહારનો ભાર ઉપડાવવાથી કે અધિક કાર્ય કરાવવાથી આ વ્રતમાં અતિચાર લાગે છે. કેમ કે આ રીતે કરવામાં આ વ્યક્તિ પણ પોતાના જેવી છે.તેવો ભાવ જળવાતો નથી, વળી તેના સુખદુઃખની ઉપેક્ષાનો પરિણામ પણ આવી જાય છે. મત્તપાળવુછે - ભોજન-પાણીમાં અંતરાય કરવો. શ્રાવકે ભોજન કરતાં પહેલાં સુપાત્રદાનના વિચારની જેમ પોતાના નોકરચાકર અને પશુના આહારની ચિંતા કરવી જોઈએ. માંદગી વગેરે કા૨ણે ભોજન ન આપવાનું હોય તેવા પ્રસંગો છોડીને સર્વના આહાર-પાણીની વ્યવસ્થા કરીને પછી પોતે ભોજન કરવું જોઈએ. આમ છતાં પ્રમાદાદિના કારણે ક્યારેક ખવડાવવું-પીવડાવવું રહી જાય તો અતિચાર લાગે છે. આ રીતે પ્રથમ વ્રત સંબંધી પાંચ અતિચારો જણાવ્યા. તેના ઉપલક્ષણથી, જીવોને પીડા થાય તેવી મન, વચન, કાયાની કોઈ પણ પ્રવૃત્તિ કરવી તે આ વ્રતમાં અતિચાર ગણાય છે. જિજ્ઞાસા : શ્રાવકને જીવોની મોટી હિંસા ન કરવી તેવું વ્રત છે. વધાદિ કરવાથી જીવોની હિંસા થતી નથી, તો વ્રતમાં દોષ કઈ રીતે થાય ? તૃપ્તિ ઃ આ વ્રત દયાના પરિણામને ટકાવવા અને પ્રગટાવવા માટે છે. તેમાં માત્ર મોટી હિંસાની પ્રતિજ્ઞા નથી પરંતુ નાની હિંસાથી બચવાની ભાવના અને યથાશક્ય પ્રયત્ન હોવા પણ જરૂરી છે. અકારણ તાડન, તર્જન વગેરે કરવાથી દયાના પરિણામનો વિનાશ થાય છે. જો કે જીવની હિંસા ન થવાથી વ્રત ભાંગતું નથી, તો પણ વ્રતમાં મલિનતા તો આવે જ છે; કેમ કે શુભ પરિણામને જગાડવાનું જે વ્રતનું ધ્યેય છે, તે આવી ક્રિયાથી જળવાતું નથી. Page #113 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ પહેમ વયસરૂગાર, પશ્ચિમ રેસિંગ સર્વ - પ્રથમ વ્રત સંબંધી દિવસ દરમ્યાન લાગેલા સર્વ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. આ રીતે સર્વ અતિચારોને સ્મરણમાં લાવીને તેનું પ્રતિક્રમણ કરતાં શ્રાવક વિચારે છે કે “પ્રથમ વ્રતનો સ્વીકાર કરીને આજના દિવસમાં ખૂબ સાવધાનીપૂર્વક જીવવાનો સંકલ્પ કર્યો હતો. તે માટે યથામતિ અને યથાશક્તિ યત્ન પણ કર્યો હતો. આમ છતાં પ્રમાદથી, અણસમજથી, અનાભોગથી, સહસાત્કારથી દિવસ દરમ્યાન ઘણા નાના-મોટા અતિચારો આચરાઈ ગયા છે, તે ખરેખર ઘણું ખોટું થયું છે. પુનઃ આવું ન થાય તે માટે તે તે દોષની આત્મસાક્ષીએ નિંદા કરું છું, ગુરુ પાસે તેની ગહ કરું છું અને તેમાંથી પાછો વળવા યત્ન કરું છું.” આ બન્ને ગાથા બોલતાં શ્રાવક વિચારે કે તલવારની ધાર ઉપર ચાલવું કદાચ સહેલું છે, પણ સર્વથા અહિંસા વ્રતનું પાલન કરવું અઘરું છે. આવું વ્રત પાળવાનું સામર્થ કે શક્તિ તો મારી પાસે નથી. તે માટેની શક્તિ પ્રાપ્ત થાય એવા ધ્યેય સાથે સ્કૂલથી હિંસા ન કરવી આવું બત મેં સ્વીકાર્યું છે. વ્રત સ્વીકારીને તેનું અણીશુદ્ધ પાલન કરી સંસારસમુદ્ર પાર ઊતરવાની મારી તીવ્ર ભાવના છે, પરંતુ પ્રમાદ આદિ શત્રુઓ મારા વ્રતમાં દૂષણ લગાડ્યા વિના રહેતા નથી. ધન્ય છે તે મહામુનિઓને ! જેઓ મહાવતનો સ્વીકાર કરી આજીવન એનું નિરતિચાર પાલન કરે છે. ધન્ય છે તેવા શ્રાવકોને ! જેઓ સ્થલ હિંસાથી પર રહેવાનું વ્રત લઈ મરણાંત કષ્ટ સહન કરવા છતાં અતિચારની ઈચ્છા માત્ર કરતા નથી. તેઓનાં ચરણોમાં પ્રણામ કરી તેમના જેવું તપાલનનું સત્વ મારામાં પણ ખીલે, તે માટે પરમાત્માને પ્રાર્થના કરું છું, અને પુનઃ દઢતાપૂર્વક વ્રતમાં સ્થિર થાઉં છું.” ચિત્તવૃત્તિનું ઘડતરઃ વ્રતના ધ્યેયને પ્રાપ્ત કરવા વ્રતધારી શ્રાવકે નીચેની બાબતોમાં ખાસ પ્રયત્ન કરવો. * જે જીવોની હિંસા સંબંધી પોતે નિયમ સ્વીકાર્યો છે તેની હિંસા તો ન જ કરવી જોઈએ પરંતુ જેની છૂટ છે ત્યાં પણ નિરર્થક સ્થાવર કે ત્રસ જીવની હિંસા ન થાય તેનો ખ્યાલ રાખવો. Page #114 -------------------------------------------------------------------------- ________________ પહેલું વ્રત + બોલતાં-ચાલતાં કે લેતાં-મૂકતાં કોઈ પણ ક્રિયા કરતાં જીવહિંસા ન થાય, કે કોઈનું મન ન દુભાય, પોતાને કે અન્યને કાષાયિક ભાવોની વૃદ્ધિ ન થાય, તે બાબતે જાગૃતિ રાખવી જોઈએ. ૯૩ * અકારણ થતી હિંસાથી બચવા માટે વોટરપાર્ક, હિલ-સ્ટેશન જેવાં આનંદપ્રમોદનાં સ્થાનોનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. * હિંસક પ્રવૃત્તિઓમાં રાચતા પરિચિતોથી હંમેશાં દૂર જ રહેવું જોઈએ. • વ્રતનો સ્વીકાર કર્યા પછી સતત તેનું સ્મરણ રાખવું જોઈએ. વિસ્મૃતિ કે અન્યમનસ્કતા તે પણ વ્રત માટે અતિચાર છે. * આ વ્રતના યથાયોગ્ય પાલન માટે કુમારપાળ મહારાજા પોતાના હાથી-ઘોડા વગેરેને પાણી, ગાળીને આપતા હતા, અને ઘોડા વગેરેનાં પલાણો ઉપર પૂંજણીઓ બંધાવતા હતા. તેમના જેવા શ્રાવકોને યાદ કરી પ્રમોદભાવ કેળવી પોતે પણ અત્યંત જયણાપ્રધાન જીવન બનાવવું જોઈએ. • ઘરમાં હિંસાનાં સાધનો તો ભરપૂર હોય છે, છતાં શક્ય હિંસાદિથી બચવા જીવદયા-રક્ષાનાં સાધનો : જેમ કે પૂંજણી, ચરવળી, મુલાયમ સાવરણી વગેરે સાધનો પણ રાખવાં જોઈએ. સંખારાદિનો ઉપયોગ કરવો જોઈએ. અહિંસાના પાલન માટે ઘરમાં ૭ ગળણાં અને ૧૦ ચંદરવા રાખવા જોઈએ. કચરો વાળવા વેકયુમ કલીનર વગેરે ન રાખવા, ન વાપરવા. જીવોને પીડા થાય તેવી બરછટ સાવરણી વગેરેનો ઉપયોગ ન કરવો, ફીનાઈલ, એસીડ, ડી.ડી.ટી., ઉંદરની દવા વગેરેનો ઉપયોગ ન કરવો, પેસ્ટ કંટ્રોલ ન કરાવવા, સાફસફાઈ કરતાં જયણાનો પૂરો ખ્યાલ રાખવો. લીલફુગ ન થાય તેની કાળજી રાખવી. છિદ્રોરહિત ઘટ્ટ જાડા કપડાથી પાણી ગળવું, અણગળ પાણી ન જ વાપરવું. ગાળતાં બચેલા પોરા વગેરે જીવોની યુક્તિથી રક્ષા ક૨વી. ઘરના દરેક નળાદિ ઉપર ગળણું બાંધવું, જ્યાંથી અણગળ પાણી જ આવતું હોય તેવા શાવર, ફ્લશ, ગીઝર વગેરેનો ઉપયોગ ન કરવો. દરેક અનાજ, પકવાનો, સુખડી, દરેક જાતનાં શાક, સોપારી, એલચી વગેરે મુખવાસો, પાન, ભાજી-પાલો, ફળો વગેરે દરેક વસ્તુ પરિમિત, તાજી અને ત્રસ જીવોની હિંસા ન થાય તે રીતે તપાસીને વાપરવી. જયણા ન પાળી શકાય તેવા ઘંટી, મીક્ષર, ગ્રાઈન્ડર, બજારુ લોટ આદિ ન વાપરવા. Page #115 -------------------------------------------------------------------------- ________________ બીજું વ્રત અવતરણિકા : હવે બીજા વ્રતનું સ્વરૂપ તથા અતિચારો જણાવે છે ગાથા : बीए अणुव्वयम्मी, परिथूलग-अलियवयण-विरईओ । . आयरियमप्पसत्थे, इत्थ पमायप्पसंगेणं ।।११।। અન્વય સહિત સંસ્કૃત છાયાઃ द्वितीये अणुव्रते, परिस्थूलक-अलीकवचनविरतितः । प्रमादप्रसङ्गेन, अप्रशस्ते अत्र अतिचरितम् ।।११।। ગાથાર્થ: બીજા અણુવ્રતમાં મોટું જૂઠું બોલવાની વિરતિથી, પ્રમાદને કારણે અપ્રશસ્તભાવમાં વર્તતાં આ વ્રતના વિષયમાં (દિવસ દરમ્યાન) જે કાંઈ વિપરીત આચર્યું હોય. (તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું) Page #116 -------------------------------------------------------------------------- ________________ બીજું વ્રત વિશેષાર્થ : “ बीए अणुव्वयम्मी, परिथूलग-अलियवयण- विरईओ અણુવ્રતમાં મોટું જૂઠું બોલવાની વિરતિથી. - ૯૫ બીજા બીજા વ્રતનું સ્વરૂપ : સમ્યક્ત્વમૂળ બાર વ્રતમાં બીજું વ્રત ‘સ્થૂલમૃષાવાદવિરમણ વ્રત’ છે. ‘સ્થૂલ’ એટલે મોટું અને ‘મૃષાવાદ’ નો અર્થ છે ખોટું બોલવું. ક્રોધથી કે લોભથી, ભયથી કે હાસ્યથી અથવા કોઈપણ પ્રકારના કષાય કે નોકષાયને આધીન બની સ્વ-પરને પીડાકારી જૂઠું બોલવું, તે તો અસત્ય છે જ; પણ આવા કષાયને આધીન બની બોલાયેલું સત્ય વચન પણ મૃષાવાદ છે. - * तत्र द्विविधो मृषावादः स्थूलः सूक्ष्मश्च । तत्र परिस्थूलवस्तुविषयोऽतिदुष्टविवक्षासमुद्भवः स्थूलः, विपरीतस्त्वितरः, न च तेनेह प्रयोजनम्, श्रावकधर्माधिकारात् स्थूलस्य प्रक्रान्तत्वात् । અસત્ય વચનના બે પ્રકારો છે : એક સ્થૂલ અસત્ય અને બીજું સૂક્ષ્મ અસત્ય. તેમાં મોટી - બહુમૂલ્ય વસ્તુઓને અંગે બોલાતું અસત્ય, કે જે બોલવાથી, બોલનારને અને અન્યને ઘણું નુકસાન થાય, તેવું અસત્યવચન અતિ દુષ્ટ આશયથી બોલાય છે, માટે તેને ‘સ્થૂલ અસત્ય’ કહેલું છે; અને તેનાથી વિપરીત માત્ર હસવા ખાતર કે ઠઠ્ઠા-મશ્કરી વગેરેથી જૂઠું બોલાય તે ‘સૂક્ષ્મ અસત્ય’ છે. - શ્રા.ધ.વિ. પ્ર. ગા ૮૯ - પક્ખીસૂત્ર से कोहा वा लोहा वा भया वा हासा वा नेव सयं मुसं वएज्जा 1. अलियं न भासिअव्वं, अत्थि ह सचं पि जं न वत्तव्वं । सच्चं पि तं न सच्चं, जं परपीडाकरं वयणं । । १ । । श्री संबोध प्र. श्राद्धव्रताधि. गा. १६ જેમ જૂઠું ન બોલવું જોઈએ, તેમ કોઈક સત્ય પણ બોલવા યોગ્ય નથી હોતું; કારણ કે, સ્વરૂપે સત્ય છતાં પણ જે વચન બીજાને પીડા કરનારું હોય તે સત્ય નથી. जेण भासिएण अप्पणो वा परस्स वा अतीव वाघाओ अइसंकिलेसो वा जायते, तं अट्ठाए वा मट्ठाए वा ण वएज्जति ॥ - આવશ્યકચૂર્ણિ પૃ. ૨૮૫ જે વચન બોલવાથી પોતાને અથવા બીજાને અતિશય વ્યાઘાત થાય અથવા અત્યંત સંકુલેશ અનુભવવો પડે, તેવું વચન સકારણ કે નિષ્કારણ કોઈ પણ પ્રકારે ન જ બોલવું જોઈએ. प्रियं पथ्यं वचस्तथ्यं सूनृतव्रतमुच्यते । तत्तथ्यमपि नो तथ्यमप्रियं चाऽहितं च यत् ।। १-२१ ।। - યોગશાસ્ત્ર પ્રિય, પથ્ય અને તથ્ય વચનને સૂતૃત (સત્ય) વ્રત કહેવાય છે. જે અપ્રિય કે અહિતકર હોય તે તથ્ય (સત્ય) પણ તથ્ય (સત્ય) જ નથી. Page #117 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ આ વ્રત પ્રથમ વ્રતની વાડ જેવું છે. વાડથી જેમ પાકની સુરક્ષા છે, તેમ ખોટું ન બોલવાથી પોતાના તથા અન્યના દ્રવ્ય કે ભાવ પ્રાણોની સુરક્ષા થાય છે, અને ખોટું બોલવાથી અન્યને તો પીડા થાય છે સાથે પોતાને પણ પીડા થાય છે. વ્રતધારીની ભાષા આ કારણથી ‘સર્વથા મૃષાવાદવિરમણ' વ્રતનો જેમણે સ્વીકાર કર્યો છે તેવાં શ્રમણ-શ્રમણી ભગવંતો અનાવશ્યક એક શબ્દ પણ બોલતાં નથી. જરૂર પડે ત્યારે પણ ભગવાનની આજ્ઞાનો વિચાર કરી હિત” એટલે પોતાનું અને અન્યનું ભલું થાય તેવી, “મિત” એટલે ઓછામાં ઓછા શબ્દોમાં ભાવ વ્યક્ત કરે તેવી, અને મધુર' એટલે સાંભળતાં જ સામી વ્યક્તિને ગમી જાય તેવી મીઠી, અને ઉત્તમ પુરુષોને છાજે તેવી ભાષા વિચારીને મુનિઓ બોલે છે. આ પ્રકારે બોલતાં પણ ક્યાંય માનાદિ કષાયનો ભાવ ન સ્પર્શી જાય તેનો પૂરો ખ્યાલ રાખે. વળી જે વાતનો પૂર્ણ બોધ હોય તે વાત પણ પૂર્વાપરનો અર્થાત્ આગળ પાછળનો વિચાર કરી, તેમાં કોઈ શંકા ન રહે તેવી રીતે વ્યક્ત કરે છે. . શ્રાવકને આવા પ્રકારની ઉત્તમ ભાષાનું જ્ઞાન હોય છે. વળી તેવી ભાષા પ્રત્યે તેને આદર બહુમાન હોય છે. આથી તેની પણ એ જ અભિલાષા હોય છે કે “હું જે કાંઈ બોલું તે મારા અને અન્ય સર્વના હિત માટે જ હોય', વાણી વિષયક આવી ઉત્તમ ભાવના હોવા છતાં સંસારમાં આ રીતે વાણીનો વ્યવહાર કરવાથી શ્રાવકને વ્યવસાય આદિ અનેક કાર્યોમાં બાધ આવે તેમ હોય, વળી પોતાનું એવું સત્ત્વ ન હોય કે સંસારનો ત્યાગ કરી મુનિ જેવી જ ભાષા બોલવાની પ્રતિજ્ઞા કરી શકે. આથી સર્વથામૃષાવાદવિરમણવ્રતને લક્ષ્ય બનાવી, તેના માટેના સત્ત્વને પ્રગટાવવા શ્રાવક સ્કૂલથી મૃષાવાદવિરમણવ્રતનો સ્વીકાર કરે છે. 4. હિત મિત મધુર અતુચ્છતા, ગર્વરહિત મિત વાચ; પૂર્વાપર અવિરોધી પદ, વાણી વદે મુનિ સાચ. - પદ્મવિજયકૃત ભાષાસમિતિની સઝાય महुरं निउणं थोवं, कज्जावडियं अगब्वियमतुच्छां पुदि मइसंकलियं, भणंति जं धम्मसंजुत्तं ।।८।। -ઉપદેશમાળા Page #118 -------------------------------------------------------------------------- ________________ બીજું વ્રત ૯૭ બીજા વ્રતની પ્રતિજ્ઞા : આ વ્રતનો સ્વીકાર કરતાં શ્રાવક એવી પ્રતિજ્ઞા કરે છે કે, ‘મારે કોઈનો જીવ બચાવવાના હેતુ સિવાય, પેટમાં પાપ રાખીને, જેનાથી અત્યંત સંક્લેશ થાય, કોઈનું જીવન જોખમમાં મુકાય, કોઈના વિશ્વાસનો ભંગ થાય તેવું મોટું જૂઠું બોલવું નહિ.' જિજ્ઞાસા : ‘સત્ય જ બોલવું' - આ પ્રમાણે પ્રતિજ્ઞા ન કરતાં ‘મારે જૂઠું ન બોલવું' આવી પ્રતિજ્ઞા સૂચવવા પાછળ શું કારણ હશે ? તૃપ્તિ : સત્ય ક્યારેક કડવું અને કોઈ જીવનું અહિત કરનારું પણ હોય છે. જેમ કે, શિકારી પૂછે કે “પ્રાણી કઈ બાજુ ગયું ?” આ પ્રશ્નનો જો સાચો ઉત્તર અપાય તો પ્રાણીનું જીવન જોખમમાં મુકાય. તેથી આવા અવસરે સત્ય ન બોલતાં મૌન રાખવું જ યોગ્ય છે. માટે ‘સત્ય બોલવું જ' તેવી પ્રતિજ્ઞા ન કરતાં દીર્ઘદર્શી મહાપુરુષોએ ‘અસત્ય ન બોલવું' તેવી પ્રતિજ્ઞા બતાવી છે. મોટાં જૂઠાણાં : ‘મોટું જૂઠું ન બોલવું.’ આ પ્રમાણેની શ્રાવકની પ્રતિજ્ઞાવિષયક જે પાંચ મોટાં જૂઠાણાં છે, તેને શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યાં છે ૧-કન્યાલીક, ૨-ગવાલીક, ૩-ભૂમ્યલીક, ૪-(સાપહાર, ૫-કૂટસાક્ષી. ૧. કન્યાલીક : કન્યા સંબંધી જૂઠું બોલવું. - પોતાની કે અન્યની કન્યા સંબંધી લેવડ-દેવડનો પ્રસંગ આવે ત્યારે શ્રાવકે તટસ્થ રહેવું જોઈએ. કન્યા જેવી છે તેવું જ તેનું નિરૂપણ કરવું જોઈએ, જેથી પાછળથી કોઈને પસ્તાવાનો કે વૈર ઊભું થવાનો સમય ન આવે. આમ છતાં રાગને આધીન થઈ કન્યાની લેવડ-દેવડમાં, નઠારી, ગુણહીન કે ખોડખાંપણવાળી કન્યા હોય તોપણ તેને સારી, ગુણવાન કે લક્ષણવંતી કહેવી, અને દ્વેષને આધીન થઈ સારી, ગુણિયલ, લક્ષણવંતી કન્યાને ખરાબ, ગુણહીન લક્ષણહીન કહી, કોઈકની સાથે કોઈનું જોડાણ કરી આપવું, કે જોડાણ થતાં અટકાવવું; આ મોટું જૂઠાણું છે. આનાથી ઘણાંનાં જીવન જોખમાય છે. માટે આવું જૂઠાણું કોઈ પણ શ્રાવકે કદી ન બોલવું. કન્યાના ઉપલક્ષણથી વર સંબંધી કે અન્ય કોઈપણ દ્વિપદ સંબંધી પણ આવું જૂઠું ન બોલવું. ૨. ગવાલીક : ગાય સંબંધી જૂઠું ન બોલવું. ગાયની લે-વેચ કરવાના અવસરે, પોતાના સ્વાર્થ ખાતર અલ્પ દૂધ આપતી ગાયને વધુ દૂધ આપનારી, અને વધુ દૂધ આપતી ગાયને અલ્પ દૂધ આપનારી Page #119 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪. કહેવી વગેરે ચતુષ્પદ સંબંધી તમામ પ્રકારનાં અસત્ય તે બીજું મોટું જૂઠ છે, જે શ્રાવકે બોલવાનું નથી. ૩. ભૂખ્યલીક ભૂમિ સંબંધી જૂઠાણું. સ્વાર્થ કે લોભને વશ બની, પારકી જગ્યાને પોતાની કહેવી અને પોતાની જગ્યાને પારકી કહેવી, રસાળ ભૂમિને ઉખર ભૂમિ કહેવી વગેરે ભૂમિ સંબંધી જૂઠાણું તે ત્રીજું મોટું જૂઠાણું છે. આ ત્રણ જૂઠાણાંના ઉપલક્ષણથી સર્વે દ્વિપદ (મનુષ્ય એટલે કે નોકર, ચાકર વગેરે કોઈપણ મનુષ્યો કે પંખીઓ વગેરે) સંબંધી ચતુષ્પદ (પશુ) સંબંધી અને અપદ (જર, જમીન, અલંકાર સંબંધી) જૂઠું ન બોલવું તેવી પ્રતિજ્ઞા આવી જાય છે.) જિજ્ઞાસા જો કન્યા આદિ શબ્દથી ક્રિપદ, ચતુષ્પદ અને અપદ લેવાનાં છે, તો તેમા દુનિયાના લગભગ બધા પદાર્થોનો સમાવેશ થઈ જાય છે, છતાં શાસ્ત્રમાં આ ત્રણ શબ્દનો પ્રયોગ શા માટે કર્યો? તૃપ્તિ ઃ આમ તો દ્વિપદ, ચતુષ્પદ અને અપદમાં દુનિયાના લગભગ બધા પદાર્થોનો સમાવેશ થઈ જાય છે. તેથી શક્ય પ્રયત્ન શ્રાવકે કોઈ પણ વસ્તુવિષયક જૂઠું બોલવાનું નથી, તો પણ કન્યા, ગાય કે જમીન સંબંધી બોલાતું જૂઠું લોકમાં પણ અતિ ગણીય-નિંદાનું કારણ છે, વિશેષ અપ્રીતિને કરનાર છે. માટે શ્રાવકે આવું જૂઠું તો ન જ બોલવું જોઈએ, તે જણાવવા ટીકાકારે ખાસ આ ત્રણ શબ્દોનો પ્રયોગ કર્યો જણાય છે. ૪. ન્યાસાપહાર: “ન્યાસ' એટલે થાપણ, તેનો “અપહાર' કરવો એટલે તેને ઓળવવી. કોઈએ સાચવવા આપેલી વસ્તુને થાપણ કહેવાય છે. આ થાપણને પોતાની કરી રાખી લેવી, અને થાપણ મૂકનારને કહેવું કે “તેં કોઈ વસ્તુ મને રાખવા આપી જ નથી. અથવા મેં તને પાછી આપી દીધી છે, તેમાં હું કાંઈ પણ જાણતો નથી, તું તો ખોટું બોલે છે' આ મોટું જૂઠાણું કહ્યું છે. તેનાથી સામી વ્યક્તિને અત્યંત દુઃખ થાય છે, ન કલ્પી શકાય તેવો આઘાત લાગે છે અને ઘણી વાર એ આઘાતથી તેનું મૃત્યુ થવાનો પણ સંભવ રહે છે. ૫. ફૂટસાક્ષી કોઈની ખોટી સાક્ષી પૂરવી. પૈસાની કે સત્તાની લાલચથી, લાગવગથી કે શેહશરમથી, કોર્ટ-કચેરીમાં કે Page #120 -------------------------------------------------------------------------- ________________ બીજું વ્રત ૯૯ લવાદ યા પંચ આગળ, કોઈની ખોટી સાક્ષી પૂરવી એ મહા અનર્થનું મૂળ છે. આ પાંચમું મોટું જૂઠાણું છે. - આ પાંચે અસત્યો ક્લિષ્ટ આશયથી બોલાતાં હોવાને કારણે તેને સ્થૂલ અસત્ય કહેવાય છે. બીજા વ્રતને સ્વીકારી શ્રાવક, આ પાંચે જૂઠાણાંનો ત્યાગ કરે છે. લારિયમપત્યે લ્ય પમાયસો - પ્રસાદના કારણે અપ્રશસ્તભાવનો ઉદય થતાં અહીં = બીજા વ્રતમાં જે કાંઈ) વિપરીત આચરણ કર્યું હોય. (તેનું હું પ્રતિક્રમણ કરું છું) આત્માનું અહિત કરે, વ્રતમર્યાદાનું ભાન ભુલાવે તેવા કાષાયિક ભાવોને અપ્રશસ્તભાવ કહેવાય છે. આમ તો વ્રતધારી શ્રાવક આવા ભાવો પોતાના મનમાં ન પ્રગટે તે માટે સાવધ હોય છે, તોપણ પ્રમાદવશ અસાવધ બનતાં મનમાં અપ્રશસ્ત ભાવો પ્રગટે છે, જેને લઈને વ્રતની મર્યાદા ચુકી જવાય છે. આવું ન બને તે માટે શ્રાવકે અસત્ય વચનના કટુ વિપાકો વિચારી મનને ખૂબ તૈયાર કરવું જોઈએ, તે આ પ્રમાણે – અસત્યના નુકસાનો : અસત્ય બોલવાથી ભવિષ્યમાં મૂંગાપણું, બોબડાપણું, જીલ્લાછેદ, અપ્રિયવાદિતા વગેરે પ્રાપ્ત થાય છે. વર્તમાનમાં ખોટું બોલનાર બીજાના - અવિશ્વાસનું કારણ બને છે. વળી, એક જુઠું બીજાં સત્તર જુઠાં બોલાવે છે. અસત્ય બોલનાર નિર્ભય રહી શકતો નથી. તેને ઘણા ભય સતાવતા હોય છે. અસત્ય ભાષાનાં આવાં કટુ ફળો વિચારી વ્રતધારી શ્રાવકે ક્યારેય અસત્ય ન બોલાઈ જાય તે માટે ખૂબ સજાગ અને સાવધ રહેવું જોઈએ. અવતરણિકા : હવે બીજા વતની મર્યાદાનું કયા પ્રકારે ઉલ્લંઘન થઈ શકે છે, તે સૂચિત કરવા બીજા વ્રતના પાંચ અતિચારો જણાવે છેગાથા: सहसा-रहस्सदारे, मोसुवएसे अ कूडलेहे अ । વીથ સ્મફગારે, પણ સમં સવં તારા . 5. આ પદનું વિશેષ વર્ણન ગાથા નં. ૯ માંથી જોવું. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સૂત્રસંવેદના-૪ અન્વચસહિત સંસ્કૃત છાયાઃ सहसा-रहः स्वदारेषु, मृषोपदेशे च कूटलेखे च । द्वितीयव्रतस्य अतिचारान् दैवसिकं सर्वम् प्रतिक्रामामि ।।१२।। ગાથાર્થ : સહસા અભ્યાખ્યાન, રહસ્ય અભ્યાખ્યાન, સ્વદારામ–ભેદ, મૃષાઉપદેશ અને કૂટલેખ, એમ બીજા વ્રતના પાંચ અતિચારોનું દિવસ દરમ્યાન જે આસેવન થયું હોય તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું. વિશેષાર્થ : વ્રતધારી શ્રાવકે અસત્યના કટુ વિપાકોને વિચારી મનને એવું તૈયાર કર્યું હોય કે પ્રાય: તેનાથી અસત્ય બોલાય જ નહીં; તોપણ પ્રમાદને કારણે અપ્રશસ્ત કષાયોને આધીન થઈ કે અનાભોગાદિથી ક્યારેક તેનાથી બીજાને આઘાત-ઉપઘાત થાય તેવું વચન બોલાઈ જાય, તો વ્રતમાં અનેક પ્રકારની મલિનતા પેદા થાય છે. વ્રતને મલિન કરનાર અનેક પ્રકારના દોષોનો સંક્ષેપ કરી સામાન્યથી આ ગાથામાં પાંચ અતિચાર બતાવ્યા છે. સહસા' - સહસા અભ્યાખ્યાન, વગર વિચારે એકાએક બોલવું. બીજા વ્રતનો સ્વીકાર કરનારા શ્રાવકોએ કોઈના વિષે કોઈપણ પ્રકારનો અભિપ્રાય આપતાં પહેલાં કે કોઈ વાતની રજૂઆત કરતાં પહેલાં તે વિષયની જરૂરી તમામ જાણકારી મેળવવી જોઈએ, ઊંડું ચિંતન કરવું જોઈએ, પછી જેવું હોય તેવું યથાર્થ કહેવું જોઈએ. વિચાર્યા વિના કોઈ પણ વસ્તુવિષયક કે વ્યક્તિવિષયક “આ સારો છે કે આ ખરાબ છે એવો કોઈપણ પ્રકારનો અભિપ્રાય ન આપવો જોઈએ; કેમ કે વગર વિચારે, ઉતાવળે અભિપ્રાય આપવાથી સ્વીકારેલું વ્રત દૂષિત થાય છે. આ વ્રતવિષયક પ્રથમ અતિચાર છે. રહસ્ - રહસ્ય અભ્યાખ્યાન, કોઈની ગુપ્ત મંત્રણા પ્રગટ કરવી. રહ એટલે એકાંત. એકાંતમાં કે ગુપ્ત રીતે કોઈકની સાથે વાત થઈ હોય, કે કોઈની એકાંતમાં થતી વાત સાંભળી હોય, તો તેને કદી પ્રગટ ન કરવી. 1. સૂરના સૂત્રમ્ - અત્યાક્ષ વદરઃ અપ્રતિપાત સૂર - “માત્ર સૂચન કરનારું હોય તેને સૂત્ર કહેવાય છે.' એ વચનથી ગાથામાંના સહ શબ્દથી સહસાવ્યાખ્યાન : શબ્દથી રહોભ્યાખ્યાન, લારા શબ્દથી સ્વદારા મંત્રભેદ એમ સમજવું. Page #122 -------------------------------------------------------------------------- ________________ બીજું વ્રત અથવા કોઈને ગુપ્ત વાત કરતા જોઈને તે અમુક વ્યક્તિની જ વાત કરતા હશે, કે કોઈ ષડ્યંત્ર રચતા હશે તેમ અનુમાન કરી એકબીજાને કહેવું, તે બીજા વ્રતનો બીજો અતિચાર છે. નજરે જોયેલું અને કાને સાંભળેલું પણ ક્યારેક ખોટું પડે છે, તો અનુમાનથી નક્કી કરેલું કઈ રીતે સત્ય હોઈ શકે ? આ કારણે જૂઠું નહિ બોલવાની પ્રતિજ્ઞાવાળો શ્રાવક, વગર વિચાર્યે આવી એકાંતમાં થતી વાતનું અનુમાન કરી કદી બોલે નહિ, અને બોલે તો તે અતિચાર છે. ૧૦૧ સવારે - સ્વદારામંત્રભેદ, પોતાની સ્ત્રીની ગુપ્ત વાત પ્રગટ કરવી. અત્યંત પ્રીતિના કારણે સ્ત્રીએ પોતાના પતિને કે પતિએ પોતાની સ્ત્રીને પોતાના જીવનની અત્યંત ગુપ્ત વાત કરી હોય, તો બન્નેએ અરસ પરસ એ વાતને ગુપ્ત રાખવી જોઈએ, પરંતુ જાહેરમાં તેને ખુલ્લી ન મૂકવી જોઈએ. તે જ રીતે પોતાના મિત્રે કરેલી ગુપ્ત વાતને પણ જાહેરમાં ન મૂકવી જોઈએ. ગુપ્ત વાતને પ્રગટ કરવામાં ત્રીજો અતિચાર લાગે છે. આપસમાં પ્રેમ અને વિશ્વાસ જ્યાં સુધી ટકેલો હોય, ત્યાં સુધી આવું થવાની સંભાવના ઓછી રહે છે; પરંતુ સંસારના સ્નેહસંબંધો સ્વાર્થી હોય છે. પરસ્પર એકબીજાનો સ્વાર્થ ન સધાતાં આ સંબંધ તૂટે છે, અને બન્ને વચ્ચે અપ્રીતિ, અવિશ્વાસ અને શંકા ઉદ્ભવે છે. પરિણામે સ્નેહ અને રાગનું સ્થાન ૨ોષ લઈ લે છે, ત્યારે કષાયાધીન શ્રાવકમાં પણ, ભૂતકાળમાં કરેલ ગુપ્ત વાતોને જાહેરમાં મૂકી બીજાને પછાડવાની, હલકા પાડવાની હીન અને પાશવી વૃત્તિ ક્યારેક પ્રવેશે છે. ત્યારે આવું બોલવાથી સામી વ્યક્તિની શું હાલત થશે ? તેનો જરા પણ વિચાર કર્યા વગર ગુપ્ત વાતો પ્રગટ કરાય છે. આવું કરવાથી વિશ્વાસઘાત થાય છે, સામી વ્યક્તિને અત્યંત દુઃખ થાય છે, ક્યારેક તો કોઈક વ્યક્તિ અકાળે મૃત્યુને પણ વહાલું કરે છે. તેથી શ્રાવક આવું કદી ન કરે. મોસુવણ્યું – મૃષા ઉપદેશ – ખોટો ઉપદેશ આપવો. ' મૃષા ઉપદેશ આપવો એટલે ખોટો ઉપદેશ આપવો. જેમ કે કોઈને અહિતકારી કે ખોટી સલાહ આપવી કે, ‘કોઈનું ખોટું સહન કરવાનું નહિ. એકવાર તો સ્પષ્ટ સંભળાવી જ દેવાનું, જેથી વારંવાર સાંભળવું ન પડે.' આવો ઉપદેશ સંક્લેશની વૃદ્ધિ કરવા સાથે દોષનો પોષક પણ બને છે. માટે આવી સલાહને ‘મૃષાઉપદેશ' કહેવાય છે. મંત્ર-તંત્ર કે ઔષધિ અંગે પોતે કાંઈ જાણતા ન હોવા છતાં બીજાને તે સિદ્ધ કરવાના ઉપાયો બતાવવા અથવા જેમાં Page #123 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ હિંસાની વાતો હોય તેવાં શાસ્ત્રો ભણાવવાં વગેરે પણ ‘મૃષાઉપદેશ’ નામનો ચોથો અતિચાર છે. ૧૦૨ ખોટી સલાહ આપવી એ જેમ મૃષા ઉપદેશ કહેવાય છે તેમ ખોટી રીતે ઉપદેશ આપવો તે પણ મૃષા ઉપદેશ કહેવાય. જેમ કે, સામી વ્યક્તિની યોગ્યતા, તેના સંયોગો, તેની ભૂમિકા વગેરેનો વિચાર કર્યા વગર, તેને દાનશીલ-તપાદિ ધર્મની સૂક્ષ્મ વાતો કરવી. અધિકાર વિનાની વ્યક્તિ સામે શાસ્ત્રના રહસ્યો પ્રગટ કરવા. આવો ઉપદેશ સારો હોવા છતાં પરિણામે નુકસાનકર્તા હોવાથી, તેને મૃષા ઉપદેશ કહેવાય છે. આવા પ્રકારનાં સર્વ કથનોમાં પ્રત્યક્ષ મૃષાવાદ થતો નથી, તો પણ ‘સ્વ-પરની દ્રવ્ય-ભાવ હિંસાથી અટકવાનો' બીજા અણુવ્રતનો મૂળ હેતુ તો આવાં કથનોથી હણાય જ છે. માટે સાપેક્ષપણે આવું બોલવાથી વ્રત નાશ નથી પામતું, તો પણ વ્રતમાં મલિનતા તો આવે જ છે, આથી તેને અતિચાર કહેલ છે. કòત્તે જ્ઞ - ફૂટલેખ - ખોટા દસ્તાવેજ ઊભા કરવા. ગ્રાહકને, સમાજને કે સરકારને છેતરવા માટે કરચોરી કરવી, પૈસા બચાવવા માટે કે અન્ય કોઈ રીતે લાભ ઉઠાવવા માટે ખોટાં લખાણો કરવાં, ખોટા ચોપડા લખવા, મુદ્રા, મહોર, અક્ષરો બદલી નાંખવા; તે ‘ફૂટલેખ' નામનો પાંચમો અતિચાર છે. સામાન્ય રીતે તો સમજાય એવું છે કે-ખોટું બોલાય નહિ તો લખાય કેવી રીતે ? પરંતુ લોભાદિ કષાયને આધીન થયેલો શ્રાવક વિચારે કે ‘મારે ખોટું નહિ બોલવાનું વ્રત છે, ખોટું નહિ લખવાનું વ્રત નથીં.’ તેમ માની ખોટું લખે તો તે પણ તેના વ્રતને મલિન તો કરે જ છે, માટે તેને અતિચારરૂપ કહેલ છે. અહીં એટલું ચોક્કસ ખ્યાલમાં રાખવાનું કે આ પાંચે અતિચારોનું જેઓ ઈરાદાપૂર્વક સેવન કરે છે, તેને તો વ્રતનો ભંગ જ થાય છે; પરંતુ જેમના મનમાં એમ છે કે ‘મેં સ્વીકારેલા વ્રતનું સ્વરૂપ જોતાં આ ક્રિયાથી મારું વ્રત ભાંગવાનું નથી અને અત્યારે આ કાર્ય ક૨વું પડે તેમ છે', તેથી વ્રતસાપેક્ષભાવે કદાચ આ દોષોનું સેવન થાય તો જ તે અતિચારની કક્ષામાં રહી શકે છે. 2. सहसब्भक्खाणाई जाणंतो जड़ करिज्ज तो भंगो ayusणाभोगाईहिंतो तो होइ अइयारु त्ति । । १ । । हितोपदेशमाला गाथा. ४१७ वृत्तौ સહસા અભ્યાખ્યાન આદિને અતિચાર જાણીને જો આદરે તો વ્રત ભંગ જ છે, અને જો વળી અનાભોગથી આદરે તો જ અતિચાર છે. · Page #124 -------------------------------------------------------------------------- ________________ બીજું વ્રત ૧૦૩ વીવલસૂફગારે, પક્ષને સિમં સવં - બીજા વ્રત સંબંધી દિવસ દરમ્યાન લાગેલા સર્વ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. ઉપરમાં જણાવ્યું તેમ બીજા વ્રતના વિષયમાં નાના કે મોટા કોઈપણ અતિચારનું દિવસ દરમ્યાન મારાથી સેવન થયું હોય, તો તે સર્વ અતિચારોને સ્મૃતિમાં લાવી તેની આલોચના, નિંદા અને ગહ કરું છું, અને પુનઃ આ દોષોનું સેવન ન થાય તે માટે સજાગ બનું છું.” આમ વિચારી શ્રાવક ઉપર જણાવેલા સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કરે છે. આ બન્ને ગાથા બોલતાં શ્રાવક વિચારે કે“ ‘સત્ય એ આત્માનો સ્વભાવ છે, તો પણ સર્વથા મૃષાવાદનો ત્યાગ કરી, આ વ્રતનું પૂર્ણ પાલન તો મારા માટે શક્ય નથી, આમ છતાં ભવસમુદ્રથી પાર ઊતરવા, ડૂબતો જેમ તરાપાનો કે પાટિયાનો સહારો લે, તેમ “મોટું જૂઠું ન બોલવું.’ તેવું વ્રત મેં સ્વીકાર્યું છે. આ વ્રતનો સ્વીકાર કરીને આજના દિવસમાં આ વ્રતનું સુવિશુદ્ધ પાલન કરવા માટે કાંઈક યત્ન કર્યો છે. આમ છતાં અધિરાઈથી, ઉતાવળિયા સ્વભાવથી, વાચાળપણાથી કે કષાયની પરાધીનતાથી દિવસ દરમ્યાન વત-મર્યાદાનું વિસ્મરણ થવાથી કે વ્રતની મર્યાદાને યથોચિત ન સમજવાથી, જે કાંઈ વાણીનો વ્યવહાર થયો છે, તે ખરેખર ખોટું કર્યું છે. આનાથી જ મેં મારા આત્માને કર્મ અને કુસંસ્કારોથી બાંધ્યો છે. આવી ભૂલ પુનઃ ન થાય તે માટે તે સર્વ ભૂલોને યાદ કરી આત્મસાક્ષીએ તેની નિંદા કરું છું, ગુરુ સમક્ષ તેની ગહ કરું છું અને અસત્યના આ પાપથી મારા આત્માને પાછો વાળું છું. પુનઃ આવું ન થાય તે માટે સાવધાન બનું છું. - ' ધન્ય છે ! હરિશ્ચન્દ્ર અને તારામતી જેવા શ્રાવક-શ્રાવિકાને; જેમણે ચંડાલના ઘરે પાણી ભરવા જેવાં નિમ્ન કક્ષાનાં કાર્યો સ્વીકાર્યા, પરંતુ અસત્ય વચન તો ન જ બોલ્યા. ધન્ય છે સુદર્શન શ્રેષ્ઠીને ! જેઓ શૂળીએ ચઢવા તૈયાર થયા પરંતુ પરપીડાકારી સત્યવચન પણ ન બોલ્યા. આવા મહાપુરુષોનાં ચરણમાં વંદન કરું છું, અને એવું સત્વ મારામાં પણ પ્રગટે તેવી પ્રાર્થના કરી પુનઃ વ્રતમાં સ્થિર થઉં છું.” Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સૂત્રસંવેદના-૪ * ચિત્તવૃત્તિનું ઘડતર : દઢતાથી વ્રતનું અણીશુદ્ધ પાલન કરવા માટે આ ગાથામાં બતાવેલ અતિચારો પ્રત્યે સાવધાની રાખવા ઉપરાંત પુનઃ પુનઃ જૂઠું ન બોલાઈ જાય તે માટે શ્રાવકે આટલા મુદ્દા ઉપર ખાસ ધ્યાન આપવું. * અનાવશ્યક કાંઈ પણ બોલવું નહિ, અને જ્યારે બોલવું પડે ત્યારે પણ ખૂબ . વિચાર કરીને ગંભીરતાપૂર્વક ઓછામાં ઓછું બોલવું. ' . ' * ખોટું તો ન જ બોલવું, પરંતુ સત્ય પણ સ્વ-પરનું અહિત કરનારું હોય તો ન જ બોલવું. * ક્રોધાદિ કષાયની માત્રા જ્યારે અધિક પ્રમાણમાં હોય ત્યારે મૌન ધારણ કરી લેવું. * સ્વ-પ્રશંસા અને પરનિંદાથી દૂર રહેવું. * બોલતાં પહેલાં ખાસ વિચારવું કે આપણા વચનથી અન્યને શારીરિક કે માનસિક વગેરે પીડા તો સહન નહીં કરવી પડે ને? + વિકથા આદિથી દૂર રહેવું. + પાંચે ઈન્દ્રિયોના બાહ્ય વિષયો સંબંધી પોતાનું મંતવ્ય આપવામાં સાવધાની રાખવી. * કોઈ પૂછે તો પણ (૧) વૈરભાવ ઉત્પન્ન કરે તેવું (૨) કોઈની ગુપ્ત વાત પ્રગટ કરનારું, (૩) કઠોર, (૪) શંકાસ્પદ, (૫) હિંસા કરાવનારું, () ચાડી-ચુગલી જેવું વચન ન જ બોલવું. Page #126 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું વ્રત અવતરણિકા : હવે ત્રીજા વ્રતનું સ્વરૂપ તથા અતિચારોને જણાવે છે ગાથા: तइए अणुव्वयम्मी, थूलग-परदव्वहरण-विरईओ । आयरियमप्पसत्थे, इत्थ पमायप्पसंगेणं ।।१३।। અન્વયસહિત સંસ્કૃત છાયા? तृतीये-अणुव्रते स्थूलक-परद्रव्यहरण-विरतितः । प्रमादप्रसङ्गेन अप्रशस्ते अत्र अतिचरितम् ।।१३।। ગાથાર્થ : ત્રીજા અણુવ્રતમાં અન્યની માલિકીના દ્રવ્યની સ્થૂલ ચોરીની કરેલી વિરતિથી, પ્રમાદના યોગે અપ્રશસ્ત ભાવમાં (વર્તતાં) આ વ્રતના વિષયમાં દિવસ દરમ્યાન) જે કોઈ વિપરીત આચર્યું હોય તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સૂત્રસંવેદના-૪ વિશેષાર્થ : તરૂણ મનુષ્યયમ્મી, -પત્રદરવિર - ત્રીજા અણુવ્રતમાં (બીજાની માલિકીનું દ્રવ્ય લેવા સ્વરૂપ) સ્કૂલ ચોરીની કરેલી વિરતિથી. સમ્યક્ત્વ મૂળ બાર વ્રતમાં ત્રીજું વ્રત “સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રત' છે. મૃષાભાષા જેમ સ્વ-પરને પીડાકારક હોઈ આત્માના અહિંસકભાવરૂપ મૂળ સ્વભાવનો નાશ કરે છે, તે જ રીતે કોઈની વસ્તુ પડાવી લેવાથી કે ચોરી લેવાથી પણ પોતાના અને અન્યના દ્રવ્ય-ભાવ પ્રાણનો વિનાશ થાય છે. આથી અહિંસકભાવરૂપ પોતાના મૂળ સ્વભાવને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા સાધકે સર્વથા અદત્તાદાનવિરમણવ્રતનો સ્વીકાર કરવો જોઈએ. ત્રીજા વ્રતનું સ્વરૂપ: અદત્ત = નહિ આપેલું. આદાન = ગ્રહણ કરવું. દ્રવ્યના મૂળ માલિકની પરવાનગી મેળવ્યા વિના તેનું ધન મેળવીને કે પડાવી લઈને, તેની ઉપર પોતાનો અધિકાર સ્થાપિત કરવો, તે “અદત્તાદાન” છે. આ અદત્તનું આદાન ચાર પ્રકારે થાય છે : (૧) સોનુ, ચાંદી વગેરે વસ્તુઓ તેના માલિકે આપ્યા વિના લઈ લેવી તે “સ્વામી અદત્તછે. (૨) જીવ પોતાના શરીરનો માલિક હોય છે. તે જીવની રજા વિના તેના શરીરનો ભોગ કરવો, તેનો નાશ કરવો તે “જીવ અદત્ત' છે.. (૩) પરમાત્માને જીવન સમર્પિત કર્યા પછી તેમની આજ્ઞા ન હોય તેવા આધાકર્મી આદિ દોષથી દોષિત આહાર આદિ લાવવાં તે “તીર્થકર અદત્ત' છે. (૪) સંયમજીવનનો સ્વીકાર કરીને, ગુરુભગવંતના ચરણે મન-વચન-કાયાનું સંપૂર્ણ સમર્પણ કર્યા પછી, ગુરુની આજ્ઞાવિરુદ્ધ કે આજ્ઞા વિના નિર્દોષ કે દોષિત આહારાદિ લાવવાં તે “ગુરુ અદત્ત છે. સર્વથા અદત્તાદાનવિરમણ વ્રતનો સ્વીકાર કરનારા સાધુભગવંતો આ ચારમાંથી એક પણ પ્રકારના અદત્તને ગ્રહણ કરતા નથી. નિશ્ચયથી આ વ્રતનું વર્ણન કરતાં શાસ્ત્રકારો કહે છે કે પરભાવનો સ્વીકાર માત્ર પણ અદત્તાદાન છે આ જ કારણથી આત્માથી પર એવા પુદ્ગલોને ગ્રહણ કરવા કે આત્મા માટે Page #128 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું વ્રત ૧૦૭ અનુપયોગી એવા કોઈપણ ભાવને ગ્રહણ કરવા તે ત્રીજા વ્રતમાં દોષસ્વરૂપ છે, એ પણ ખાસ લક્ષ્યમાં લેવું. શ્રાવકમાં એવું સત્ત્વ નથી હોતું કે તે ચારે પ્રકારના અદત્તનો ત્યાગ કરી શકે, તોપણ તે માટેના સામર્થ્યને પ્રગટાવવા તે આ ચાર પ્રકારના અદત્તમાંથી માત્ર સ્વામી અદત્તની પ્રતિજ્ઞા કરે છે. આ સ્વામી અદત્ત પણ સ્કૂલ અને સૂક્ષ્મભેદથી બે પ્રકારનું છે. તેમાં સ્કૂલથી સ્વામી અદત્ત” તેને કહેવાય કે જે વસ્તુ લેવાથી લોકમાં “આ ચોર છે' એવો વ્યવહાર કરવામાં આવે. જેમ કે કોઈનું ધન પડાવી લેવું, કોઈના ઘર, દુકાન કે હોટલ આદિ સ્થળેથી કાંઈ ઉપાડી લેવું, છેતરપીંડી કરવી વગેરે. અને સૂક્ષ્મથી સ્વામી અદત્ત તેને કહેવાય કે જે અદા ગ્રહણ કરવાથી સમાજ “ચોરીનો આરોપ નથી કરતો, તેવી બીનવારસી વસ્તુ કે સંપત્તિ અથવા રસ્તામાં પડેલી અનાયાસે પ્રાપ્ત થયેલી કોઈ મામુલી ચીજ વસ્તુઓ વગેરે અનધિકાર મેળવી લેવી. ગારિયમપ્રત્યે રૂલ્ય પમાયણસરો - પ્રમાદના કારણે અપ્રશસ્તભાવનો ઉદય થયે છતે, અહીં = ત્રીજા વ્રતમાં, જે કાંઈ) વિપરીત આચરણ કર્યું હોય (‘તેનું હું પ્રતિક્રમણ” કરું છું.) આ વ્રતનો સ્વીકાર કર્યા પછી ક્યાંક સાવધાની ન રહેવાથી, અકાર્ય કરાવે તેવા લોભાદિ કષાયનો ઉદય થાય ત્યારે, વ્રત દૂષિત થાય તેવું અપ્રશસ્ત આચરણ થઈ જાય છે. આવું ન બને તે માટે શ્રાવક ચોરી નહીં કરવાના ફાયદા, અને ચોરી કરવાથી આ ભવ અને પરભવમાં પ્રાપ્ત થતા કટુ વિપાકોનો વિચાર કરી મનને એવું તૈયાર કરે છે કે જેથી ક્યારેય ચોરી કરવાની વૃત્તિ જ પેદા ન થાય. આ વ્રતપાલનથી સર્વત્ર વિશ્વાસ, પ્રશંસા, ધનવૃદ્ધિ, મનની પ્રસન્નતા, 1. अदत्तस्य तत्स्वामिनाऽननुज्ञातस्य वस्तुनः समादानमदत्तादानम् तशस्थूलसूक्ष्मभेदाद् द्विविधम् । तत्र वृक्षावधिपतिमननुज्ञाप्य तच्छायाद्यवस्थानमपि सूक्ष्ममदत्तम् । एतच प्रायः सर्वविरतिविषयम् । स्थूलं तु सन्धिदानाद्यन्यद् वा यतश्चौरकारनृपनिग्रहादयः प्रवर्तन्त इति ।।४१८ ।। - हितोपदेश તેના સ્વામીની અનુજ્ઞા વગર નહીં આપેલી વસ્તુનું ગ્રહણ કરવું તે અદત્તાદાન છે. આ અદત્તાદાન સ્કૂલ અને સૂક્ષ્મ એમ બે પ્રકારનું છે. તેમાં વૃક્ષના અધિપતિની અનુજ્ઞા મેળવ્યા વિના તેની છાયામાં રહેવું તે પણ સૂક્ષ્મ અદત્તાદાન છે. આ પ્રાયઃ સર્વવિરતિનો વિષય છે, અને સ્કૂલ અદત્તાદાન એટલે ખાતર પાડવું આદિ જેના કારણે ચોર તરીકે રાજાના દંડ આદિ પ્રવર્તે છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ ઠકુરાઈ અને અન્ય ભવે સ્વર્ગાદિ મળે છે. કહ્યું છે કે - અચૌર્યવ્રત પાળનારનું ધન ન્યાયથી મેળવેલ હોવાથી ક્યાંય નાશ પામતું નથી, ઊલટું તે વ્યક્તિ અનેક ગામ, નગર, શહેરનો સ્વામી કે ચિરંજીવ રાજા બને છે. તેથી વિપરીત, આ વ્રત નહિ લેવાથી, લેવા છતાં નહિ પાળવાથી કે અતિચારો સેવવાથી, આ ભવમાં અનેક મનુષ્યો તરફથી નિંદા, ધિક્કાર-તિરસ્કાર વગેરે પરાભવો કે દેશનિકાલ અને ફાંસી વગેરેની સજા, તથા પરભવમાં નરક, અને ત્યાંથી નીકળ્યા પછી મનુષ્ય થાય તો પણ માછીમાર વગેરે નીચ કુળમાં જન્મે; દરિદ્ર, હીનઅંગી, બહેરો, અંધ થાય, તથા તિર્યંચયોનિમાં દુઃખોથી રિબાય માટે વ્રતપાલન અને વ્રત અપાલનનાં પરિણામો વિચારી અચૌર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. ૧૦૮ અવતરણિકા : આ ગાથામાં પ્રમાદના વશથી અપ્રશસ્ત ભાવમાં વર્તતાં, ત્રીજા વ્રતને મલિન કરે તેવી પ્રવૃત્તિઓને સૂચિત કરતાં પાંચ અતિચારો જણાવે છે ગાથા : तेनाहs - प्पओगे, तप्पडिरूवे विरुद्धगमणे अ । ઋતુ-ટૂકમાળે, પડિમે વૈર્સિગ સર્વાં ।।૪।। અન્વય સહિત સંસ્કૃત છાયા : स्तेनाहत - प्रयोगे, तत्प्रतिरूपे विरुद्धगमने च । છૂટતુા - છૂટમાને, લેવસિજું સર્વ પ્રતિમામિ ।।૪।। ગાથાર્થ : ચોરીને લાવેલી વસ્તુનો સ્વીકાર કરવો, ચોરને ચોરી કરવા માટે પ્રેરવો, સારી વસ્તુમાં હલકી વસ્તુની ભેળસેળ કરવી, રાજ્યવિરુદ્ધ કાર્યો કરવાં અને ૩ ૫ ખોટાં તોલ અને ખોટાં માપથી લેવું-દેવું : ત્રીજા વ્રતના આ પાંચ અતિચારોમાંથી દિવસ દરમ્યાન જે કોઈ પણ અતિચાર લાગ્યો હોય તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું. વિશેષાર્થ : આ વ્રતનો સ્વીકાર કરનાર શ્રાવકે ચોરીની ભયંકરતાનો વિચાર કરીને Page #130 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું વ્રત ૧૦૯ પોતાના મનને એવું તૈયાર કર્યું હોય કે પ્રાયઃ અણહક્કની ચીજ ઉપર પોતાની નજર પડે જ નહિ. આમ છતાં પ્રમાદને પનારે પડેલો શ્રાવક ક્યારેક લોભને આધીન થઈ જાય ત્યારે તેનાથી સીધી રીતે નહિ પણ આડકતરી રીતે ચોરી જેવા વ્રતને દૂષિત કરનારાં કાર્યો થઈ જાય છે. આવાં કાર્યો સામાન્યથી આ પાંચ પ્રકારે થતાં હોય છે. તેના-પોn - ચોરેલી વસ્તુ સ્વીકારવી કે ચોરને પ્રેરણા આપવી. તેનાત - જોન = ચોર. શાહત = લાવેલું. ચોરે ચોરીને લાવેલું ગ્રહણ કરવું. ચોરી કરીને લાવેલ સોના, ચાંદી કે અન્ય મૂલ્યવાન ચીજ, વસ્તુઓ, પકડાઈ જવાના ભયથી ચોરો તેને અત્યંત મામૂલી કિંમતે વેચી દેતા હોય છે. આ સ્થિતિમાં કોઈપણ શ્રાવક લોભવશ આ ચીજ-વસ્તુઓ ખરીદી લે તો આ વ્રત વિષયક પ્રથમ અતિચાર છે. - તેનાથો-સ્તન એટલે ચોર પ્રયોગ એટલે પ્રેરણા = ઉત્તેજન. ચોરને ચોરી કરવામાં ઉત્તેજન આપવું તે સ્તનપ્રયોગ છે. ચોરની સાથે લેવડદેવડનો વ્યવહાર રાખવો, ચોરી કર્યા બાદ તેની પ્રશંસા કરવી, ચોરી માટે જોઈતાં ઉપકરણો આપવાં, રહેવા આશ્રય આપવો, અન્ન-પાણી આપવાં વગેરે રીતે ચોરને ચોરી કરવાનું ઉત્તેજન આપવું તે બીજો અતિચાર છે. - “મારે ચોરી ન કરવી આ પ્રકારના વ્રતવાળા શ્રાવકને ચોરીની વસ્તુ લેવી, કે - સીધી કે આડકતરી રીતે ચોરને ઉત્તેજન મળે તેવું કાંઈ પણ કરવું તે પરમાર્થથી - આંશિક વ્રતભંગસ્વરૂપ હોવાને કારણે અતિચારરૂપ છે. - તફિરે - સારા માલમાં ખરાબ કે નકલી માલની ભેળસેળ કરવી. 1. વોરશોરાપો મની બે શાપથી ! ગઃ સ્થાતિ વરિટ સવિર: મૃત: | ચોરી કરનાર, ચોરી કરાવનાર, ચોરી માટે મસલત કરનાર, ચોરીના ભેદને જાણનાર, ચોરીના માલને ખરીદનાર, ચોરને અન્ન-પાણી આપનાર, ચોરને આશ્રય આપનાર એમ ચોરના સાત પ્રકારો છે. - શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર અ૭ સૂત્ર ૨૨ 2. (તે) ખગો - ચોરોને ચોરી કરવાની પ્રેરણા આપવી. સૂત્રમાં જો કે “પોને' જ શબ્દ છે, તો પણ “સૂરના સૂર આ કથનથી ‘પગોને' શબ્દથી સ્તનપ્રયોગ શબ્દનું ગ્રહણ કરવાનું છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ અસલી વસ્તુ સમાન જ દેખાતી નકલી વસ્તુને અસલીમાં ખપાવવી. જેમ કે વેજીટેબલ ઘીને ‘આ શુદ્ધ ઘી છે' તેમ કહી શુદ્ધ ઘીના ભાવે વેચવું. તાંબા-પિત્તળ મિશ્રિત સોનાને ‘આ શુદ્ધ સુવર્ણ છે' તેમ કહી શુદ્ધ સોનાના ભાવે આપવું. આ રીતે નકલી વસ્તુને અસલી વસ્તુના ભાવે જ કોઈને વેચવી, તે ‘તદ્ઘતિરૂપ' નામનો ત્રીજો અતિચાર ગણાય છે; કેમ કે, આ રીતે સામાન્ય માણસને છેતરવાનું કાર્ય કરવામાં આવ્યું હોય છે. આ પ્રકારે અનૈતિક માર્ગે આવેલું ધન એ ચોરીનું ધન ગણાય. આવું ધન જીવનમાં દુ:ખ, અશાંતિ, ઉદ્વેગ સાથે નૈતિક અધઃપતન સિવાય કાંઈ જ આપતું નથી. विरुद्धगमणे अ ૧૧૦ રાજ્યવિરુદ્ધ આચરવામાં પોતે જે રાજ્યમાં કે દેશમાં રહેતા હોય, તેના શત્રુ રાજ્યમાં, પોતાના દેશના રાજાની આજ્ઞા વિના વ્યાપાર માટે જવું, કે રાજાની આજ્ઞા કે કાયદાનું ઉલ્લંઘન કરવું, કે રાજ્યપ્રતિબંધિત વસ્તુઓનો વ્યાપાર કરવો, રાજ્ય દ્વારા નિર્દેશેલ કરવેરા ન ભરવા વગેરે કાર્યો કરવાથી રાષ્ટ્રદ્રોહ થાય છે. રાજ્ય સંબંધી આવી ચોરી તે આ વ્રતવિષયક ચોથો અતિચાર છે. कूडतुल - कूडमाणे અનાજ વગેરેનું વજન જેનાથી થાય છે તેવા કિલો વગેરેનાં વજનિયાંને (બાંટને) તોલ કહેવાય છે, અને કાપડ વગેરેને જેનાથી મપાય છે તેને માપ કહેવાય છે. વ્યાપાર કરતી વખતે કોઈ વ્યક્તિ જો તોલ-માપનાં સાધનો ખોટાં રાખે, વસ્તુ લેવાના પ્રસંગે વધુ પ્રમાણમાં લઈ લે અને આપવાના પ્રસંગે ઓછું આપે, તો આવા પ્રસંગે પરવંચના થાય છે અને પારકાનું અહિત થાય છે. આવા સાધનોનો ઉપયોગ કરીને અણહક્કનું અધિક લેવાથી અને ઓછું આપવાથી આ વ્રતમાં અતિચાર લાગે છે. - ખોટાં તોલ, ખોટાં માપ આ પાંચ અતિચારના ઉપલક્ષણથી જે કોઈ પ્રવૃત્તિને કારણે અન્યનું અહિત થાય, અણહક્કનું ધન ઘરમાં આવે, તે સર્વ પ્રવૃત્તિઓ ગ્રહણ કરી લેવાની છે. આવી સર્વ પ્રવૃત્તિઓ વ્રતને દૂષિત કરે છે, વ્રતમાં અતિચાર લગાડે છે. पक्किमे देसिअं सव्वं પણ અતિચાર લાગ્યા હોય તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું. - ત્રીજા વ્રતના વિષયમાં દિવસ દરમ્યાન જે કોઈ Page #132 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું વ્રત ૧૧૧ “ત્રીજા વ્રતના વિષયમાં અવિચારકતાથી, અજ્ઞાનતાથી મારા દ્વારા જે કોઈ અતિચારનું આચરણ થઈ ગયું હોય તે સર્વથી હું પાછો વળું છું, તેનું પ્રતિક્રમણ કરું છું, જે લોભવૃત્તિને કારણે આવા અતિચારો સેવાયા છે તેનાથી નિવૃત્ત થવા અતઃકરણપૂર્વક તેની નિંદા અને ગહ કરું છું, અને પુનઃ આવું ન થઈ જાય તે માટે જાગૃતિ રાખવા સંકલ્પ કરું છું.” આ રીતે વિચારી શ્રાવક ત્રીજા વ્રતના સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કરે છે. આ બન્ને ગાથા બોલતાં શ્રાવક વિચારે કે - “અસ્તેય એ આત્માનો સ્વભાવ છે, તો પણ સર્વથા અદત્તાદાન-વિરમગરૂપ ત્રીજા મહાવ્રતનું પાલન કરવું તે મારા માટે ટચલી આંગળી ઉપર મેરુ પર્વત ઉપાડવા જેવું અતિદુક્કર કાર્ય છે. તો પણ સંસારસાગર પાર કરવામાં આધારરૂપ નાની નાવ સમાન “મોટી ચોરી ન કરવી' તેવું વ્રત મેં લીધું છે. તેનું અણીશુદ્ધ પાલન કરવા યથાશક્તિ પ્રયત્ન પણ કર્યો છે. આમ છતાં પ્રમોદથી, લોભથી અને વત પ્રત્યેની બેદરકારીથી મારાથી વતને મલિન કરનારા, કરચોરી જેવા કોઈક અતિચારો સેવાઈ ગયા છે. આ મેં ખોટું કર્યું છે, તેનાથી મેં મારી મુક્તિ દૂર કરી છે, જીવનની શાંતિ ગુમાવી છે, મારો આ ભવ અને પરભવ બન્ને બગાડ્યા છે. આથી તે પાપો અને પાપ કરાવનાર અંતરંગ હીન વૃત્તિઓનો તિરસ્કાર કરું છું. ગુરુભગવંતો સમક્ષ ગહ કરું છું અને આવા ભાવોથી મારા આત્માને પાછો - વાળું છું” . જીવનમાં પુનઃ પુનઃ આવા દોષોનું આસેવન ન થાય તે માટે પ્રાણના ભોગે પણ આ વ્રતનું અણીશુદ્ધ પાલન કરનાર અંબડપરિવ્રાજક અને તેના ૭૦૦ શિષ્યોનાં ચરણે મસ્તક ઢાળી પ્રણામ કરું છું. અને મારામાં પણ વ્રતપાલન માટેનું એવું સત્વ પ્રગટે, તેવી અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરું છું.” ૩. અંબડ પરિવ્રાજક એક વાર પોતાના ૭00 શિષ્યો સાથે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. એ વખતે તરસથી સૌના પ્રાણ કંઠે આવી ગયા હતા. ત્યાં જ એક પાણીથી ભરેલું સરોવર દેખાયું. પાણી સામે હતું પણ આપનાર કોઈ નહોતું. સૌને અદત્ત ન લેવું તેવું વ્રત હતું. દરેકને તરસથી પ્રાણ જાય તે મંજૂર હતું, પણ પ્રતિજ્ઞા તોડવાની ઈચ્છા નહોતી, તેથી સર્વએ અણસણ સ્વીકાર્યું, આયુષ્ય પૂરું થતાં સર્વે સ્વર્ગે સિધાવ્યા. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સૂત્રસંવેદના-૪ ચિત્તવૃત્તિનું ઘડતર : આ ગાથામાં જણાવેલા અતિચારોનું પુન: ક્યારેય આસેવન ન થાય તેવું ચિત્ત તૈયા૨ ક૨વા નીચેના મુદ્દા ખાસ વિચારવા જોઈએ - * ધંધામાં, લેવડ-દેવડમાં વ્યવહાર ચોક્ખો રાખવો. - ચોપડા ચોખ્ખા રાખવા. - લોભથી કરચોરી કરવાનું મન થાય ત્યારે લોભનાં કટુ વિપાકો તથા ચોરીનું મહાપાપ અને તેનાં ભયંકર પરિણામો તથા સરકારી ભય આદિનો વિચાર કરવો. ભૌતિક સાધનોથી મોટાઈ નથી પણ ઉદારતા આદિ ગુણસમૃદ્ધિથી મોટાઈ છે, એમ વિચારી-પોતાની આવક પ્રમાણે ખર્ચ કરવાના આગ્રહી રહેવું, જેથી વધુ કમાવાની વૃત્તિથી ચોરી કરવાનું મન ન થાય. * જીવનપદ્ધતિ એવી અપનાવવી કે ઓછી વસ્તુઓથી ચાલે, જેથી વધુ સામગ્રી ભેગી કરવા ચોરી કરવાનું મન ન થાય.. નાનપણથી જીવનમાં નાની પણ ચોરી કરતાં અટકવું અને બાળકને પણ અટકાવવું; કેમ કે આવા કુસંસ્કારો જ ભવિષ્યમાં મોટી ચોરી કરવા પ્રેરે છે. • ચોરી કરી અન્યાયથી કે અણહક્કથી મેળવેલું ધન જીવનમાં શાન્તિ નથી આપતું, પરંતુ મન સતત ભય, ચિન્તા કે મર્લિન વિચારોથી ઘેરાયેલું રહે છે. - ચોરીના કારણે બીજાં અનેક પાપો કરવાં પડે છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ચોથું વ્રત અવતરણિકા : - હવે ચોથા વ્રતનું સ્વરૂપ તથા અતિચારો જણાવે છે - ગાથા : ચડત્યે અનુવમ્મી, નિષ્યં પરવાર-ગમળ-વિરો । आयरियमप्पसत्थे, इत्थ पमायप्पसंगेणं ।। १५ ।। અન્વય સહિત સંસ્કૃત છાયા : ચતુર્થે અણુવ્રતે, નિત્યં પર-વાર-મન-વિરતિત:। प्रमादप्रसङ्गेन अप्रशस्ते अत्र अतिचरितम् ।।१५।। ગાથાર્થ : ચોથા અણુવ્રતમાં પરસ્ત્રીગમનની સદા માટેની કરેલ વિરતિથી પ્રમાદના કારણે અપ્રશસ્તભાવમાં (વર્તતાં) આ વ્રતમાં જે કાંઈ વિપરીત આચર્યું હોય (તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું) Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સૂત્રસંવેદના-૪ વિશેષાર્થ : चउत्थे अणुव्वयम्मी, निच्चं परदार- गमण - विरईओ અણુવ્રતના વિષયમાં સદા માટે પરસ્ત્રીગમનની વિરતિથી, - ચોથા સમ્યક્ત્વ મૂળ બાર વ્રતમાં ચોથું વ્રત ‘સ્થૂલ મૈથુનવિરમણ વ્રત' છે. સ્ત્રીપુરુષના યુગલથી કરાતી કામક્રીડા તે મૈથુનક્રિયા છે. તેનાથી અટકવું તે મૈથુન વિરમણ વ્રત છે. આ મૈથુનક્રિયા સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારે છે. તેમાં વેદમોહનીયકર્મના ઉદયથી ઈન્દ્રિયો અને મન જે કાંઈક વિકારવાળાં થાય છે, પરંતુ વચન કે કાયાની તેવી કુપ્રવૃત્તિ થતી નથી, તેને સૂક્ષ્મ મૈથુન કહેવાય છે; તથા ઔદારિક શરીરવાળી માનવીય સ્ત્રીઓ અને વૈક્રિય શરીરવાળી દેવાંગનાઓ સાથે મન, વચન, કાયાથી જે સંભોગક્રિયા થાય છે, તેને સ્થૂલ મૈથુન' કહેવાય છે. બ્રહ્મચર્યનું સ્વરૂપ : સર્વ પ્રકારે મૈથુનના ત્યાગને બ્રહ્મચર્યવ્રત કહેવાય છે. ‘બ્રહ્મચર્ય' શબ્દની વ્યાખ્યા છે ‘વ્રહ્મળિ ચર્ચતે કૃતિ દ્રહ્મચર્યમ્'. ‘મન અને ઈન્દ્રિયોના સર્વ વિકારોથી ૫૨ થઈ આત્મભાવમાં ૨મવું' તે જ વાસ્તવમાં બ્રહ્મચર્ય છે. આ પ્રકારે બ્રહ્મચર્યવ્રતનું પાલન અપ્રમત્તભાવને પામેલા મહામુનિઓ જ કરી શકે છે. પાંચે ઈન્દ્રિયોના વિષયો સામે હોવા છતાં વાસનાવૃત્તિથી, સંપૂર્ણપણે ૫૨ રહી આત્મભાવમાં લીન રહેવાનું કાર્ય તો સ્થૂલભદ્રજી જેવા કોઈ વિરલ મહાપુરુષ જ કરી શકે છે. સમ્યગ્દર્શનગુણને વરેલો શ્રાવક સમજે છે કે આત્મભાવમાં રમવારૂપ બ્રહ્મચર્યનું પાલન કરવું તે જ મારો સ્વભાવ છે, તેમાં જ સાચું સુખ છે, મુક્તિનો ઉપાય પણ આ જ છે; તો પણ શ્રાવક જાણે છે કે પોતાનું એવું સામર્થ્ય નથી કે આ વ્રતનો સ્વીકાર કરી તેનું અખંડ પાલન કરી શકે. તેથી પોતાનામાં આ વ્રતપાલનનું સામર્થ્ય પ્રગટે તે માટે તે ‘સ્વદારાસંતોષ-પરસ્ત્રીગમનવિરમણ' રૂપ ચોથા વ્રતનો સ્વીકાર કરે છે. 1 पुंस्त्रीरुपं मिथुनम् । मिथुनस्य भावः कर्म्म वा मैथुनम् । तदपि द्विविधं स्थूलं सूक्ष्मं च । तत्र भेदद्वये इदं सूक्ष्मं यदुत - इन्द्रियाणां चक्षुरादीनां मनोविकारजनितं किञ्चिद् विकृतमात्रमाविर्भवति, न पुनर्वाक्कायिकी कुप्रवृत्तिः, इदं च प्राय: सर्वथाऽब्रह्मवर्जकः । स्थूलं तु दम्पत्योः परस्परं સર્વાકુ સમ્મોરઃ ।।૪૨૦।। - हितोपदेश 2 બ્રહ્મચર્યની વિશેષ સમજ માટે જુઓ સૂત્ર સંવેદના ભાગ-૧ સૂત્ર - ૨ Page #136 -------------------------------------------------------------------------- ________________ ચોથું વ્રત ૧૧૫ વેદમોહનીયકર્મના ઉદયથી ચિત્તમાં વર્તતી પ્રબળ કામવૃત્તિને સંતોષવા માટે અને તેનાથી સર્જાતા અન્ય અનર્થોથી બચવા માટે પોતાની સ્ત્રીમાં સંતોષ માની એટલે કે પોતાની સ્ત્રીમાં પણ મર્યાદા બાંધીને - અન્ય સર્વ સ્ત્રીના સંસર્ગનો ત્યાગ કરવો તે સ્વદારાસંતોષ - પરસ્ત્રીગમનવિરમણ વ્રત છે. આ વ્રતનો સ્વીકાર કરીને પણ શ્રાવક હંમેશાં વિચારે કે “આ અબ્રાની કિયા તો વાસનારૂપી મહાઅગ્નિને શમાવવા માટે બળતામાં ઘી હોમવા જેવી છે. આ સાચું સુખ નથી, માત્ર દુ:ખની, ક્ષણિક હળવાશ છે. સાચું સુખ તો બ્રહ્મચર્યમાં છે. મૈથુનનું સુખ તો કિપાક ફળ જેવું છે. કિપાક ફળ ભોગવતાં મધુર લાગે છે, પણ તેનું પરિણામ ભયંકર છે. તે જ રીતે આપાતથી (ઉપરછલ્લી રીતે) મધુર લાગતું આ સુખ પરિણામે મહાભયંકર છે. વળી, જે સ્ત્રીમાં મારું મન આસક્ત થાય છે તેનું અંતરંગ સ્વરૂપ તો મારા જેવું જ છે, અને બાહ્યથી દેખાતું આ શરીર તો લોહી, માંસ, હાડકાં અને વિષ્ટા આદિનો પિંડ છે. અશુચિભર્યા આવા પિંડમાં મારે શા માટે આસક્તિ રાખવી ? વળી, જ્ઞાની પુરુષોએ કામને એટલે કે ભોગની આસક્તિને શલ્ય, વિષ, સાપ વગેરેની જેમ ભાવ્યાણનો ઘાતક કહ્યો છે.” આ રીતે કામની ભયંકરતાને વિચારતો શ્રાવક શક્ય તેટલું આ પ્રવૃત્તિથી પાછો વળે, અને જ્યારે અશક્ય લાગે ત્યારે પણ પરિમિત સમય માટે, મનની વિરક્તિને જાળવવાના યત્નપૂર્વક સ્વસ્ત્રીના સંગથી સંતોષ માને. - આ વ્રત પણ પ્રથમ વ્રતનું પૂરક છે; કેમ કે એક જ વાર મૈથુનક્રિયા કરવાથી ૨ લાખથી ૯ લાખ ગર્ભજ પંચેન્દ્રિય તથા અસંખ્યાતા બેઈન્દ્રિય અને અસંખ્યાતા સમૃમિ પંચેન્દ્રિય જીવોનો વિનાશ થાય છે, અને આ ક્રિયાથી મન રાગાદિ • 3. सल्लं कामा विसं कामा, कामा आसी विसोवमा કામે પત્થમા, મામા નંતિ કુમારું પારકા - શ્રી ક્રિય-નવ-શત 4. मेहूणसन्नारूढो नवलक्ख हणेइ सुहुमजीवाणं तित्थयरेणं भणियं, सदहियव् पयत्तेणं ।।८६।। - संबोधसत्तरी કામશાસ્ત્રના રચયિતા વાત્સ્યાયન પણ કહે છે કે - રા: મા સૂક્ષ્મા:, કૃધ્ધિવશવઃ | जन्मवर्त्मसु कण्डूति, जनयन्ति तथाविधाम् ।।८।। સ્ત્રીના રુધિરમાંથી ઉત્પન્ન થતા, અલ્પ-મધ્ય અને વિશેષ શક્તિવાળા, ચક્ષુથી નદેખી શકાય તેવા બારીક જીવો-કડાઓ, પોતાની શક્તિ પ્રમાણે) સ્ત્રીને યોનિમાં (ગુહ્ય અંગમાં) તથા પ્રકારની (વિષયની) ખરજ (ચળ) ઉત્પન્ન કરે છે. - योगशास्त्र Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સૂત્રસંવેદના-૪ ભાવોથી વિશેષ વિકૃત બને છે. મૈથુનનો ત્યાગ કરી બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવાથી આ રીતે થતી દ્રવ્ય-ભાવહિંસાથી બચી જવાય છે. ગારિયમપળે સ્થ પમાય પ્રસંગો - પ્રસાદના કારણે અપ્રશસ્તભાવનો ઉદય થયે છતે અહીં ચોથા વ્રતમાં (જે કાંઈ) વિપરીત આચરણ કર્યું હોય (તેનું હું પ્રતિક્રમણ કરું છું.). વ્રતનું અણીશુદ્ધ પાલન કરવાનો સંકલ્પ કર્યો હોવા છતાં અનાદિકાળથી અભ્યસ્ત પ્રમાદ ક્યારેક વ્રતની મર્યાદા ચુકાવી દે છે, અને ખોટા ભાવો પ્રગટાવે છે. આ અપ્રશસ્તભાવોથી જે અતિચારોનું સેવન થઈ જાય છે, તેનાથી બચવા ખાસ બ્રહ્મચર્યના પાલનથી થતા ફાયદા અને અબ્રહ્મથી થતાં નુકસાનોને વિચારી મનને એવું તૈયાર કરવું જોઈએ કે તે પ્રમાદમાં પડે જ નહિ. બ્રહ્મચર્યપાલનનાં ફળ તેમ જ અબ્રહ્મથી થતાં નુકસાન ક્રોડી સોનૈયાના દાનથી કે સુવર્ણમય જિનભવન કરવા કરતાંય અપેક્ષાએ નિર્મળ બ્રહ્મચર્યના પાલનમાં શાસ્ત્રકારોએ વધુ લાભ કહ્યો છે. જેઓ દુષ્કર એવું બ્રહ્મચર્યનું પાલન કરે છે, તેઓને દેવતાઓ પણ નમે છે. ઉત્તમ ઠકુરાઈ, અખૂટ ધન-ધાન્યાદિ ઋદ્ધિ, રાજ્ય, નિર્મળ કીર્તિ, તેજસ્વી ઇન્દ્રિયો, નિર્વિકારી બળ, સ્વર્ગનાં સુખો અને અંતે અલ્પકાળમાં મોક્ષ એ બધું નિર્મળ બ્રહ્મચર્ય પાળવાથી પ્રાપ્ત થાય છે. योनियन्त्रसमुत्पन्नाः, सुसूक्ष्मा जन्तुराशयः । पीड्यमाना विपद्यन्ते, यत्र तन्मैथुनं त्यजेत् ।। ७९ ।। - योगशास्त्र-प्रकाश २-७९ સ્ત્રીની યોનિરૂપ યંત્રમાં ઉત્પન્ન થયેલા અતિ બારીક જીવોના સમૂહો, જે મૈથુનસેવનથી પિલાઈને મરે છે, તે મૈથુનને ત્યજવું જોઈએ. इत्थीण जोणिमझे, गभगया चेव हुँति नवलक्खा । इक्को व दो व तिन्नि व, लक्खपुहुत्तं च उक्कोसं ।। इत्थीण जोणिमझे, हवंति बेइंदिआ असंखा य । उप्पज्जति चयंति य, समुच्छिमा तह असंखा ।। ફીસમો સમજે, તેલિ નીવાળ ત્તિ ૩૪તi | - સંતોષપ્રા . ૭૨-૭૪-૭૬) સ્ત્રીઓની યોનિમાં ગર્ભજ (મનુષ્યો) ઉત્કૃષ્ટથી નવ લાખ જીવો ઊપજે છે અર્થાતુ- એક, બે, ત્રણથી વાવ ઉત્કૃષ્ટ લક્ષપૃથકૃત્વ ઊપજે છે. તે સિવાય બેઈન્દ્રિય જીવો અસંખ્યાતા ઊપજે છે અને સંમૂર્છાિમ (મનુષ્યો, પણ અસંખ્યાતા ઊપજે છે અને મરે છે. સ્ત્રીસંભોગથી તે સર્વ જીવોનો એકીસાથે નાશ થાય છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ચોથું વ્રત કામાંધ પુરુષોને આ ભવમાં વધ, બંધન, ગળે ફાંસો, નાક કપાવું, ગુપ્તેન્દ્રિયનો છેદ, ધનનો નાશ વગેરે અનેક કદર્થનાઓ સહન કરવી પડે છે. પરંભવમાં તેઓ કપાયેલી ગુપ્તેન્દ્રિયવાળા, નપુંસક, કુરૂપવાળા, દુર્ભાગી, ભગંદરના રોગવાળા થાય છે, અને તેમને નરકમાં પણ અનેક જાતિનાં દુઃસહ દુ:ખોને ભોગવવાં પડે છે. દુરાચારિણી સ્ત્રીઓ અન્ય ભવમાં વિધવાપણું, ચૉરીમાં રંડાપો, વંધ્યાપણું, મરેલાં બાળકને જન્મ આપવાપણું, વિષકન્યાપણું (સ્પર્શમાત્રથી બીજાને ઝેર ચઢે તેવા શરીરવાળી) વગેરે દુષ્ટ સ્ત્રીપણું પામે છે. આ સર્વ. બાબતોનો વિચાર કરી સાધકે પ્રમાદનો ત્યાગ કરી નિર્મળ બ્રહ્મચર્યના પાલન માટે તત્પર બનવું જોઈએ. અવતરણિકા : ૧૧૭ હવે ચોથા વ્રતને દૂષિત કરે તેવી પ્રવૃત્તિ અને વૃત્તિને સૂચવતા પાંચ અતિચારો જણાવે છે ગાથા : અરિદિયા-ફત્તર-બળદ-વિવાદ-તિવ્ર-અરાને ધ પત્થવવારે, પડિતમે સિગ સર્વાં।।૬।। અન્વય સહિત સંસ્કૃત છાયા અપરિગૃહીતા - ત્વર - અનડું - વિવાહ - તીવ્રાનુરાાન્ | चतुर्थव्रतस्य दैवसिकं सर्वम् अतिचारान् प्रतिक्रामामि ।।१६।। ગાથાર્થ : અપરિગૃહીતાગમન, ઈત્વરપરિગૃહીતાગમન, અનંગક્રીડા, પરવિવાહ, અને તીવ્ર અનુરાગ. એ ચોથા વ્રતના પાંચ અતિચારોમાંથી દિવસ દરમ્યાન જે અતિચારોનું સેવન થયું હોય તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ વિશેષાર્થ : સૂત્રસંવેદના-૪ ‘સ્વદારાસંતોષ-પરસ્ત્રીગમનવિરમણ' વ્રતનો સ્વીકાર કર્યા પછી શ્રાવકે સ્વીકારેલા વ્રતના પાલન માટે સતત સાવધ રહેવું જોઈએ. કામવાસનાઓનો નાશ કરવા સતત ભોગની ભયંકરતાને વિચારવી જોઈએ. આમ છતાં તીવ્ર વેદના ઉદયકાળમાં ઘણી વાર તે મન અને ઈન્દ્રિયો પરનો સંયમ ખોઈ બેસે છે. આવી પરિસ્થિતિમાં, ક્યારેક તેના દ્વારા વ્રતને મલિન કરે તેવા અતિચારોનું આસેવન થઈ જાય છે, જેના સામાન્યથી પાંચ પ્રકારો આ પ્રમાણે છે અપરિ—હિમા - અપરિગૃહીતાગમન. જે સ્ત્રી કોઈથી ગ્રહણ કરાયેલી નથી તેવી કન્યા, વેશ્યા કે વિધવા સ્ત્રી સાથે ગમન કરવું, ‘આ સ્ત્રી કોઈની નથી માટે પરદારા નથી = બીજાની સ્ત્રી નથી', એમ માની તીવ્ર ભોગાસક્તિના કાળમાં સ્વસ્ત્રીથી સંતોષ ન થતાં, આવી સ્ત્રી સાથે દુઃખાર્દ્ર હૃદયે ગમન કરવું, તે આ વ્રતવિષયક ‘અપરિગૃહીતાગમન' નામનો પ્રથમ અતિચાર છે. ફત્તર – ઈત્વરપરિગૃહીતાગમન. ઈત્વર એટલે થોડો કાળ. અમુકકાળ પૂરતી પગારથી રાખેલી ૨ખાત સ્ત્રીનો ભોગ કરવો, તે ‘ઈત્વરપરિગૃહીતાગમન' નામનો બીજો અતિચાર છે. જેણે ‘પરદારાગમનની વિરતિ' સ્વીકારી છે, તેના માટે આ બંને પ્રવૃત્તિઓ અતિચાર સ્વરૂપ છે. પરંતુ ‘સ્વારાસંતોષ-પરદારાગમનની વિરતિ' જેણે સ્વીકારી છે, તેને માટે તો રખાત કે વિધવા, વેશ્યા આદિ પણ સ્વદારા સિવાયની હોવાથી આ પ્રવૃત્તિઓ અનાચાર જ છે. સત્ત – અનંગક્રીડા કરવી. અનંગ એટલે કામ; તેને જગાડનારી અર્થાત્ કામવાસનાને ઉત્તેજિત કરનારી વિવિધ ક્રીડા કરવી. અથવા ભોગના મુખ્ય અંગને છોડીને સ્તન, ઓષ્ઠ વંગેરે અંગોનાં ચુંબન, આલિંગન આદિ કામોત્તેજક ચેષ્ટાઓ ક૨વી તે અનંગ઼ક્રીડા નામનો ત્રીજો અતિચાર છે. આવી ક્રિયાઓ ચોથા વ્રતને દૂષિત કરે છે. અહીં એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે આ ત્રણ અતિચારો શ્રાવકપણામાં ઘટતા Page #140 -------------------------------------------------------------------------- ________________ ચોથું વ્રત ૧૧૯ નથી, તો પણ તીવ્ર વેદોદયકાળે ક્યારેક આ કાર્ય થઈ જાય તો વ્રતભંગ ગણાતો નથી; તો પણ શ્રાવકપણા માટે આ અતિચારો યોગ્ય તો નથી જ. કોઈ પણ સંયોગમાં શ્રાવકે આ અતિચારો ન લાગે તે માટે ખૂબ સાવધ રહેવું જોઈએ. વિવાદ - પોતાનાં સંતાનો સિવાય અન્યના વિવાહ આદિ કરવા-કરાવવા. પોતાનાં સંતાનોની પણ જવાબદારી કોઈ સ્વીકારનાર હોય તો તેમના વિવાહ આદિ કાર્યોને પણ શ્રાવક ન કરે, પણ જવાબદારી ઉપાડનાર કોઈ ન હોય તો પોતાનાં સંતાનો ખોટા માર્ગે ન જાય, કોઈ અનર્થ કરી ન બેસે, તેટલા માટે પોતાનાં સંતાનોના વિવાહ કરવા પડે, પરંતુ અન્યના વિવાહ તો ન કરે. આમ છતાં કોઈ લાગણીના કારણે કે વિશેષ સંબંધોના કારણે અન્યના વિવાહમાં રસ લે તો આ વ્રતમાં પરવિવાહકરણ” નામનો ચોથો અતિચાર લાગે છે. તિત્ર-પુરા - તીવ્ર કામરાગ કરવો. અશુચિ ભાવના, અન્યત્વ ભાવના આદિને વિચારતા શ્રાવકે પોતાની સ્ત્રીમાં પણ તીવ્ર આસક્તિ ન થાય તેની કાળજી રાખવાની છે, તો પણ પ્રબળ નિમિત્ત મળતાં ક્યારેક વિષયભોગમાં તીવ્ર આસક્તિ થાય, તો તે આ વ્રતનો પાંચમો અતિચાર છે. આ અતિચારથી બચવાં શ્રાવકે કોઈ પણ સ્ત્રીની લાગણીમાં લેવાઈ ન જવાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. - પુરુષપ્રધાન ધર્મ હોઈ અહીં પુરુષઆશ્રિત વ્રત તથા તેના અતિચારો જણાવ્યા છે, પરંતુ તેના ઉપલક્ષણથી સ્ત્રીઓ માટે “સ્વપુરુષસંતોષ અને પરપુરુષગમન વિરમણવ્રત' પણ સમજી લેવાનું છે. પરપુરુષ સાથે રાગાદિને આધીન થઈ કરાતો વ્યવહાર પણ વ્રતમાલિન્ય કરે છે, માટે અતિચારરૂપ જ છે. - આ રીતે સ્ત્રી અને પુરુષને આશ્રયીને આ વ્રત વિષયક મોટા પાંચ અતિચારો જણાવ્યા, પરંતુ આ સિવાય નાના અતિચારોની પણ વ્રતધારી શ્રાવકે નોંધ લેવી જોઈએ.' વાસ્થવરૂફાર, પડિક્ષને સિમં સવં - દિવસ દરમ્યાન ચોથા વ્રતના જે અતિચારોનું સેવન થયું હોય, તેનું હું પ્રતિક્રમણ કરું છું. - “ચોથા વ્રતના વિષયમાં ઉપર જણાવ્યા પ્રમાણે દિવસ દરમ્યાન નાના મોટા કોઈ પણ અતિચારોનું આસેવન થયું હોય તેને સ્મરણમાં લાવી, તેના પ્રત્યે Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સૂત્રસંવેદના-૪ ધૃણાભાવ પ્રગટ કરી તે સર્વ અતિચારોથી પાછો વળું છું. પુનઃ ન થાય તેવો સંકલ્પ કરું છું.” આમ વિચારી શ્રાવક સર્વે અતિચારોનું પ્રતિક્રમણ કરે છે. બ્રહ્મચર્યવ્રતનું ખંડન મહાપાપ છે. તેનાથી દૌર્ભાગ્યપણું, વંધ્યાપણું પ્રાપ્ત થાય છે, વળી દુર્ગતિના ભાજન થવું પડે છે. કામની તીવ્ર આસક્તિથી જ ચક્રવર્તીનું સ્ત્રીરત્ન છઠ્ઠી નરકમાં જાય છે, અને દ્રવ્યથી પણ બ્રહ્મચર્યવ્રતને પાળનાર ચક્રવર્તીનું અશ્વરત્ન સ્વર્ગમાં જાય છે. બ્રહ્મચર્યના પાલનથી વીર્ય-શક્તિ વધે છે, ઈન્દ્રિયો તેજસ્વી બને છે; જ્યારે વારંવાર મૈથુનનું સેવન કરનારનું શરીર ક્ષીણ થાય છે, ઈન્દ્રિયોની હાનિ થાય છે, વીર્યનો વિનાશ થાય છે. ભાગવત પુરાણ, મનુસ્મૃતિ, વેદો જેવા જૈનેતર ગ્રંથોમાં પણ મૈથુનનું સેવન પાપ છે, તેમ જણાવી તેનાથી દૂર રહેવાનો ઉપદેશ આપ્યો છે આ રીતે મૈથુનની અસારતા અને બ્રહ્મચર્યવ્રતની સાર્થકતા વિચારી શ્રાવકોએ શક્ય પ્રયત્ન સર્વથા અબ્રહ્મનો ત્યાગ કરવો જોઈએ. તે શક્ય ન બને તો પણ ભોગવૃત્તિ સંયમમાં રાખવી જોઈએ. પર્વતિથિઓ, કલ્યાણકના દિવસો, શાશ્વતી ઓળી, તીર્થસ્થાનો અને પર્યુષણ વગેરે પર્વોમાં તો બ્રહ્મચર્યનું અવશ્ય પાલન કરવું જોઈએ. પોતાની જાત ઉપર સંયમ રાખવા છતાં પણ ક્યાંય પ્રમાદ-અનાભોગ આદિથી અતિચાર લાગ્યા હોય તો તેનાથી મલિન બનેલા આત્માને નિંદા, ગહ કરી શુદ્ધ કરવો જોઈએ. 5 ૫ વેદઃ શ્રનો મૂછ મિનિર્વસ્ત્રક્ષય: राजयक्ष्मादयश्चापि, कामाद्यासक्तिजा रुजः ।। - અર્થદીપિકા 6 “હે યુધિષ્ઠિર !એકરાત્રિ બ્રહ્મચર્ય પાળનારની જે સતિ થાય છે, તે ગતિ હજાર યજ્ઞથી પણ થઈ શકે કે કેમ, તે કહેવું શક્ય નથી / ૧ / એક બાજુ ચારેય વેદ અને એક બાજુ બ્રહ્મચર્ય, એ બે સમાન છે. તેમ જ એક બાજુ સર્વ પાપો અને એક બાજુ મદિરા અને માંસજન્ય પાપ, એ બન્ને સમાન છે. // ૨ // • સ્થળે સ્થળે ક્લેશ કરાવનાર, યુદ્ધ કરાવી માણસો મરાવી નાંખનાર અને પાપવ્યાપારોમાં તત્પર એવો નારદ પણ મુક્તિપદને વરે છે, તે ખરેખર બ્રહ્મચર્યનું માહાત્મ છે. જો -અર્થદીપિકા Page #142 -------------------------------------------------------------------------- ________________ ચોથું વ્રત આ બન્ને ગાથા બોલતાં શ્રાવક વિચારે કે - “બ્રહ્મચર્ય મારો સ્વભાવ છે. સર્વ પ્રકારનું સુખ તેમાં છે, તોપણ હું કાયર છું, કુકર્મથી જકડાયેલ છું, કુસંસ્કારોથી વ્યાપ્ત છું. આથી અમૃતના કુંડ જેવા આ વ્રતમાં હું સદા રહી શકતો નથી. આમ છતાં આ વ્રતનો યત્કિંચિત્ આસ્વાદ માણવા માટે મેં ‘સ્વદારાસંતોષ-પરસ્ત્રીગમનવિરમણવ્રત' નો સ્વીકાર કર્યો છે. આ વ્રતનો સ્વીકાર કરી અણીશુદ્ધ પાલન માટેનો મેં યત્કિંચિત યત્ન કર્યો છે, તો પણ નબળાં નિમિત્તો મળતાં ક્યારેક મન અને ઈન્દ્રિયો ચંચળ બની છે, ક્યારેક ન જોવા યોગ્ય જોવાઈ ગયું છે, ક્યારેક ન આચરવા યોગ્ય આચરાઈ ગયું છે. હે ભગવંત ! આ સર્વ મેં ખોટું કર્યું છે. આનાથી મેં મારા આત્માને કલંકિત કર્યો છે. ૧૨૧ ધન્ય છે સીતા જેવી મહાસતીઓને ! અને ધન્ય છે સુદર્શન જેવા મહાપુરુષોને ! જેમણે આ વ્રતનો સ્વીકાર કરી મરણાંત કષ્ટ સહન કરીને પણ વ્રતને ટકાવી, તેને ક્યાંય લેશ પણ આંચ આવવા દીધી નથી. ધન્ય છે સ્થૂલભદ્રજી જેવા મહાત્માઓને, જેમણે કામનાં પ્રબળ નિમિત્તો વચ્ચે પણ તન, મનને વિકૃત થવા દીધું નથી. વિકારી નિમિત્તો વચ્ચે પણ આત્મભાવમાં સ્થિર રહેનારા તે મહાપુરુષોનાં ચરણોમાં પ્રણામ કરું છું, અને ઈચ્છું છું કે મારામાં પણ તેમના જેવું સત્ત્વ પ્રગટે અને હું પણ આલોચના, નિંદા, ગર્હ દ્વારા લાગેલા દોષોની શુદ્ધિ કરી પુન: વ્રતમાં સ્થિર થાઉં... ચિત્તવૃત્તિનું ઘડતર : સહશિક્ષણવાળી આજની સ્કૂલો-કૉલેજો, ટી.વી., વીડીયો અને અનેક મેગેઝીનોવાળા આજના જમાનામાં આ વ્રતનું અખંડિત પાલન અત્યંત કપરું બનતું જાય છે. શ્રાવકનું આ વ્રત સહેલું નથી. આ વ્રતના પાલન માટે પણ શ્રાવકે સુદર્શનશેઠ, વિજયશેઠ અને વિજયાશેઠાણી અને સ્થૂલભદ્રજી જેવા મહાપુરુષોને સતત આંખ સામે રાખવા જોઈએ, કામ-વાસનાઓનું સ્વરૂપ ચિંતવવું જોઈએ અને તેનાં કટુફળોની વિચારણા કરી મનને વૈરાગ્યથી વાસિત રાખવું જોઈએ. તો જ સ્વદારાસંતોષ-પરસ્ત્રીગમનવિરમણ વ્રતનું યથાયોગ્ય પાલન થઈ શકે છે. સર્વથા બ્રહ્મચર્યનું પાલન કરનાર શ્રમણો માટે જેમ બ્રહ્મચર્યની નવ વાડનું પાલન છે, તેમ શ્રાવકે પણ અન્ય સ્ત્રી સાથે વ્યવહારમાં આ મર્યાદાઓનું (વાડોનું) પાલન કરવા યોગ્ય છે, તો જ સારી રીતે વ્રતનું પાલન થઈ શકે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સૂત્રસંવેદના-૪ વ્રતધારી શ્રાવકે પાળવા યોગ્ય મર્યાદાઓ : પરપુરુષ કે પરસ્ત્રી જ્યાં એકલાં હોય તે સ્થાનમાં વધુ સમય રહેવું નહિ, એકાંતમાં તેમને મળવું નહિ; કેમ કે એકાંત સ્થાનમાં કામ-વાસનાઓ જાગૃત થવાની સંભાવના વધુ છે. * પારકી સ્ત્રી સાથે કામ સિવાય કદી વાત કરવી નહિ. વાત કરવી પડે તો પણ આંખ સાથે આંખ મેળવી વાત ન કરવી. જેમ સૂર્ય સામે દૃષ્ટિ પડતાં આંખ પાછી ખેંચી લેવાય છે, તેમ પારકી સ્ત્રી પર દૃષ્ટિ પડે તો તરત જ નજર પાછી ખેંચી લેવી. + પારકી સ્ત્રી જ્યાં બેઠી હોય તે આસન કે શય્યા ઉપર પુરુષે બે ઘડી સુધી, અને પારકો પુરુષ જ્યાં બેઠો હોય તે આસન કે શય્યા ઉપર સ્ત્રીએ ત્રણ પ્રહર સુધી બેસવું નહિ. આટલા સમયમાં બેસવાથી પણ કામવાસના જાગૃત થઈ શકે છે + પરસ્ત્રી કે પરપુરુષનાં અંગ-ઉપાંગ કદી રાગદષ્ટિએ જોવાં નહિ. * પર સ્ત્રી-પુરુષનું યુગલ જ્યાં ક્રીડા કરતું હોય ત્યાં ભીંતના અંતરે પણ રહેવું નહિ. આના ઉપરથી આવી ફિલ્મો કે ટી.વી. પડદા ઉપર નાચતી, કૂદતી કે અન્ય ચેષ્ટા કરતી પારકી સ્ત્રીઓનાં રૂપ-રંગ કે અંગોપાંગ ચોથા વ્રતવાળા શ્રાવકે ન જોવાય તે તો સમજી શકાય તેવું જ છે. ' જે ભૂતકાળમાં અનુભવેલા કામવૃત્તિના પ્રસંગો કે વિકૃત વિચારોને ક્યારેય યાદ ન કરવા. કામવૃત્તિને ઉત્તેજિત કરે તેવો માદક આહાર ન જ લેવો જોઈએ અર્થાતુ જેમાં ઘી, દૂધ વગેરે વિગઈઓનું પ્રમાણ અધિક હોય, તેવી મીઠાઈઓ તથા વનસ્પતિઓના વપરાશનો ત્યાગ કરવો જોઈએ. જ્યાં સુધી સર્વથા ત્યાગ ન થાય ત્યાં સુધી તેનો વપરાશ અતિ મર્યાદિત કરવો જોઈએ. + રૂક્ષ આહાર પણ મર્યાદિત પ્રમાણમાં જ લેવો જોઈએ. * સ્વ-પરને કામની ઉત્તેજના થાય તેવી શરીરની શોભા, તેલમર્દન, વિલેપનકે નાનાદિ કરવાં નહિ. વ્રતધારી શ્રાવકે આ નવ નિયમ અવશ્ય પાળવા જોઈએ. આ નવમાંથી કોઈ એકાદ નિયમનું ખંડન પણ વ્રતને દૂષિત કરે છે, માટે તેને અતિચાર કહેવાય છે. આચારની આવી ચુસ્તતા જાળવી અતિચારોનું વાસ્તવિક પ્રતિક્રમણ કરવાનું છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ પાંચમું વ્રત COCHA અવતરણિકા : હવે પાંચમા વ્રતનું સ્વરૂપ તથા અતિચારો જણાવે છે ગાથા : इतो अणुव्व पंचमम्मि आयरिअमप्पसत्थम्मि । પરિમાળપરિપુ, કૃત્ય પમાયખસોળ ।।૨૭।। અન્વય સહિત સંસ્કૃત છાયા : इतः पञ्चमे अणुव्रते, अत्र प्रमादप्रसङ्गेन अप्रशस्ते परिमाणपरिच्छेदे अतिचरितम् ।।१७।। ગાથાર્થ : હવે (ચોથા વ્રત પછી) પાંચમા અણુવ્રતના વિષયમાં, અહીં પ્રમાદમાં આસક્ત થવાથી અપ્રશસ્તભાવમાં વર્તતાં પ્રમાણનો પરિચ્છેદ કરવારૂપ જે કાંઈ વિપરીત આચર્યું હોય (તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું) Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સૂત્રસંવેદના-૪ રૂત્તો અપુત્ર પંચમ - હવે પાંચમાં અણુવ્રતના વિષયમાં, સમ્યકત્વમૂળ બારવ્રતમાં પાંચમું વ્રત “સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત છે. તેમાં સ્કૂલ” એટલે મોટો, “પરિગ્રહ' એટલે સંગ્રહ કરવાની વૃત્તિ, અને પરિમાણ એટલે તેનું પ્રમાણ નક્કી કરવું. આમ, ધન-ધાન્ય આદિ જે નવ પ્રકારનો પરિગ્રહ હોય છે, તેને પ્રમાણયુક્ત કરવો અર્થાત્ અમુક વસ્તુ અમુક પ્રમાણથી વધુ ન રાખવી, તે “શૂલ-પરિગ્રહ-પરિમાણ વ્રત” છે. જેમ વસ્તુને મર્યાદિત કરવી તે સ્થૂલ પરિગ્રહ પરિમાણ છે, તેમ પ્રાપ્ત કે અપ્રાપ્ત વસ્તુઓ પ્રત્યેની મૂચ્છ' કે મમત્વને ઘટાડવાં તે સૂક્ષ્મ પરિગ્રહ પરિમાણ છે. આ પરિગ્રહ બે પ્રકારનો છે : ૧. બાહ્ય પરિગ્રહ અને ૨. અંતરંગ પરિગ્રહ બાહ્યથી દેખાતા ધન, ધાન્ય, મકાન આદિનો સંગ્રહ તે બાહ્ય પરિગ્રહ છે, તેને દ્રવ્ય પરિગ્રહ પણ કહેવાય છે; અને નવ નોકષાય, ચાર કષાય અને મિથ્યાત્વ એ ૧૪ પ્રકારના અંતરંગ ભાવોનો સંગ્રહ, તે અત્યંતર પરિગ્રહ છે, તેને ભાવ પરિગ્રહ પણ કહેવાય છે. આ બન્ને પ્રકારનો પરિગ્રહ આત્મા માટે બંધનરૂપ છે. માનસિક અસ્વસ્થતા ઊભી કરીને તે આત્માને કર્મથી બાંધે છે. આથી મહામુનિઓ પણ બાહ્ય અને અત્યંતર બન્ને પ્રકારના પરિગ્રહમાંથી સંપૂર્ણ મુક્ત થવા સતત પ્રયત્નશીલ રહે છે. તેઓ સંયમસાધના માટે અનુપયોગી એક પણ વસ્તુ પોતાની પાસે રાખતા જ નથી. સંયમસાધના માટે આવશ્યક એવાં વસ્ત્ર, પાત્ર કે ઉપધિ વગેરે જે રાખે છે તે પણ જરૂરથી અધિક રાખતા નથી. જરૂરી ચીજોમાં પણ ક્યાંય આસક્તિ ન થાય તેની ખૂબ કાળજી રાખે છે. વળી, સંયમસાધના માટે સ્વીકારેલ વસ્ત્ર-પાત્રનો ઉપયોગ પણ તે સમભાવની વૃદ્ધિ માટે કરે છે. શરીરની અનુકૂળતા માટે ક્યારેય તેનો ઉપયોગ કરતા નથી. વળી આ સર્વ બાબતો માટે તેઓ સદા અંતરંગ જાગૃતિપૂર્વક આત્મનિરીક્ષણ કરતા રહે છે. 1 મુઠ્ઠા પરનો યુરો ! - શ્રી દશવૈકાલિક સૂત્ર પ્રાપ્ત કે અપ્રાપ્ત કોઈ પણ વસ્તુ કે પદાર્થ ઉપર મમત્વ -મૂચ્છ રાખવી તેને પરિગ્રહ કહ્યો છે. 2 दुविहो परिग्गहो वि हु, थूलो सुहुमो य तत्थ परदव्वे । मुच्छामित्तं सुहुमो थूलो उ धणाइ नवभेओ ।। ४२३ ।। - ધર્મસંગ્રહ વૃત્તિ પરિગ્રહ પણ સૂક્ષ્મ અને સ્કૂલ એમ બે પ્રકારનો છે, અને તેમાં પારદ્રવ્યમાં મૂચ્છમાત્ર એ સૂક્ષ્મ પરિગ્રહ છે, અને સ્થૂલ પરિગ્રહ વળી ધન-ધાન્યાદિ નવ પ્રકારનો છે. (આ વિષયની વિશેષ સમજ ગાથા નં-૩ માં આપેલ છે.) Page #146 -------------------------------------------------------------------------- ________________ પાચમું વ્રત આવું વ્રત શ્રાવકને અત્યંત ઈષ્ટ છે, પરંતુ અત્યારે તેનામાં તેવું સત્ત્વ નથી કે મુનિની જેમ બાહ્ય અને અત્યંતર સર્વ પરિગ્રહનો ત્યાગ કરી શકે. આમ છતાં આવી શક્તિ પ્રગટ કરવા માટે તે ‘સ્થૂલથી પરિગ્રહનું પરિમાણ' કરે છે અર્થાત્ પરિગ્રહને સીમિત કરે છે. ૧૨૫ આ વ્રત પણ પ્રથમ વ્રતનું પોષક છે, કેમ કે દ્રવ્ય-ભાવ પરિગ્રહ ઘટતાં દ્રવ્યભાવ હિંસા પણ ઘટે છે. પાંચમા વ્રતનું સ્વરૂપ : ધન, ધાન્ય આદિ નવ પ્રકારનો પરિગ્રહ તથા અન્ય કોઈપણ સામગ્રીઓ વિષયક જે અમર્યાદિત ઇચ્છા પ્રવર્તે છે, તેને મર્યાદિત કરવા માટે તે તે વસ્તુઓ અમુક પ્રમાણથી અધિક ન રાખવી, તેવી પ્રતિજ્ઞા કરવી તે સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત છે. શ્રાવક સમજે છે કે અસંતોષ જ દુઃખનું મૂળ છે. અસંતોષને કારણે બિનજરૂરી ચીજ-વસ્તુઓ મેળવવાનું અને મેળવીને તેનો સંગ્રહ કરવાનું મન થાય છે. જેમ જેમ સંગ્રહ વધે છે તેમ તેની સાથે સંકળાયેલો આરંભ વધે છે. આરંભના કા૨ણે હિંસા વધે છે. હિંસાથી કર્મબંધ થાય છે અને કર્મબંધથી જીવ નરકાદિ દુર્ગતિને પાત્ર બને છે. આથી શ્રાવક વિચારે છે કે “જો મારે આવી અનર્થની પરંપરાથી બચવું હોય તો સૌ પ્રથમ મારે મારા મનને સંતોષી બનાવવું જોઈએ. હૈયાને એ વાતથી ભાવિત કરવું જોઈએ કે બાહ્ય વસ્તુઓ ક્યારેય પણ મને સુખી કરી શકતી નથી. તેથી મારે બને તેટલી ઓછી ચીજ-વસ્તુઓથી જીવન નિર્વાહ કરતાં શીખવું જોઈએ, અને જરૂરિયાત પૂરતી જે વસ્તુઓ રાખવી પડે તે ચીજ-વસ્તુઓ પ્રત્યે પણ 'આસક્તિ ન થાય તેની કાળજી રાખવી જોઈએ. આવી સમજ હોવા છતાં શ્રાવક જાણે છે કે પોતાનું મન અત્યંત ચંચળ છે. જે કાંઈ જુએ તે લેવાનું મન થઈ જાય છે. તેથી બીનજરૂરી સંગ્રહ થતો જાય છે અને 3. परिग्रहस्य कृत्स्नस्यामितस्य परिवर्जनात् । इच्छापरिमाणकृतिं, जगदुः पञ्चमं व्रतम् ।। धर्मसंग्रह સધળા (નવેય પ્રકારના) પદાર્થોના અપરિમિત પરિગ્રહનો ત્યાગ કરવાપૂર્વક ઈચ્છાને મર્યાદિત કરવી, તેને પંચમ અણુવ્રત કહ્યું છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ સંગ્રહ કરાયેલી વસ્તુ પ્રત્યેની મમતા વધતી જાય છે. તેને નાથવા માટે મારે આ વ્રતનો સ્વીકાર કરવો અતિ જરૂરી છે, તેમ માની શ્રાવક આ વ્રતનો સ્વીકાર કરે. ૧૨૬ જિજ્ઞાસા : ટેન્શન વિના શાંતિથી જીવન જીવી શકાય તે માટે પણ આજે ઘણા જીવો અલ્પ ધનાદિ રાખે છે. તેઓ પરિગ્રહ-પરિમાણ-વ્રતવાળા કહેવાય કે નહિ ? તૃપ્તિ : શાંતિથી જિવાય, તનાવ મુક્ત રહેવાય, તેટલા માટે જેઓ ધનધાન્યાદિ સામગ્રી ઓછી રાખે છે, પરંતુ અંદરમાં પડેલા મમતાના ભાવને કાઢવાની જેઓની ભાવના નથી, તેઓમાં આ વ્રત ઘટતું નથી. આ વ્રત તો તેઓમાં જ ઘટે છે જેને મમતા, અસંતોષ આદિ દોષો ખટકે છે, અને એ દોષોથી મુક્ત થવા જ પરિગ્રહનું પરિમાણ કરે છે; કેમકે આ વ્રતમાં ધનાદિની સંકોચવૃત્તિનું મહત્ત્વ નથી, પરંતુ, નિર્મમભાવની પોષક સંકોચવૃત્તિનું મહત્ત્વ છે; કારણ, બાહ્ય પરિગ્રહ પરિમાણ પણ આંતરિક પરિગ્રહને ઘટાડવા માટે છે. आयरिअमप्पसत्थम्मि परिमाणपरिच्छेए, इत्थ पमायप्पसंगेणंપ્રમાદના પ્રસંગથી અપ્રશસ્ત એવા (લોભાદિ) ભાવોમાં વર્તતાં અહીં = પાંચમા અણુવ્રતના વિષયમાં (પરિગ્રહના) પરિમાણની નક્કી કરેલી મર્યાદાને નહીં પાળવામાં વ્રતનું જે ઉલ્લંઘન થયું હોય (તેનું હું પ્રતિક્રમણૅ કરું છું.) આ વ્રતનો સ્વીકાર કરીને પણ ક્યારેક અજાણતાં કે ક્યારેક લોભાદિ કષાયને આધીન થઈ વ્રતમર્યાદાની બહારની ચીજ-વસ્તુને મેળવવાની ઇચ્છા થઈ હોય, કે તેવી કોઈ પ્રવૃત્તિ થઈ હોય, પ્રમાદથી ક્યારેક વ્રત-મર્યાદા ચૂકાઈ ગઈ હોય, મર્યાદિત વસ્તુમાં પણ અતિ આસક્તિ કરી હોય - આવું કાંઈ પણ અપ્રશસ્ત આચરણ થયું હોય તો આ વ્રતવિષયક દોષ છે. આ દોષથી બચવા જ શ્રાવકે પરિગ્રહપરિમાણના પાલનથી થતા ફાયદા અને અપાલનથી થતાં નુકસાનને વિચારી, મનને પ્રથમથી એવું તૈયાર કરવું જોઈએ કે મનમાં કોઈ માઠા ભાવો પ્રગટે જ નહિ. 4. अपरिगह एव भवेद्वस्त्राऽभरणालंकृतोऽपि पुमान्, ममकारविरहितः सति ममकारे संगवान् - યોગશાસ્ત્ર (૨-૧૦૬) મમતા વિના વસ્ત્ર-આભરણોથી શોભતો પુરુષ પણ પરિગ્રહરહિત છે, અને નગ્ન (અતિ દરિદ્રી કે સર્વ પદાર્થોનો ત્યાગી) છતાં તેમાં મમત્વવાળો હોય તો પરિગ્રહવાળો છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ પાચમું વ્રત ૧૨૭ વ્રત-પાલનનું ફળ : * પરિગ્રહપરિમાણ વ્રતથી આ ભવમાં સંતોષનું નિષ્કટક સુખ, લક્ષ્મીની સ્થિરતા (દરિદ્રતાનો અભાવ), લોકોમાં પ્રશંસા વગેરે અનેક ફળો મળવા ઉપરાંત પરલોકમાં ઉત્તમ ઋદ્ધિવંત મનુષ્યપણું કે શ્રેષ્ઠ દેવપણું અને પરંપરાએ સિદ્ધિગતિની પણ પ્રાપ્તિ થાય છે. એથી ઊલટું અતિલોભને વશ થઈ ઇચ્છાપરિમાણરૂપ આ વ્રતને નહિ સ્વીકારવાથી, કે સ્વીકારીને વિરાધના કરવાથી દરિદ્રતા, દુર્ભાગ્ય, દાસપણું, દુર્ગતિ વગેરે મહા કષ્ટો કેટલાય કાળ સુધી ભોગવવાં પડે છે. કહ્યું છે કે મહાઆરંભથી”, મહાપરિગ્રહથી, માંસાદિ આહારથી અને પંચેન્દ્રિય જીવોનો વધ કરવાથી જીવો નારકનું આયુષ્ય બાંધે છે. અવતરણિકા: આ ગાથામાં લોભને વશ થઈ પાંચમા વ્રતને દૂષિત કરે તેવી સંભવિત પ્રવૃત્તિઓને પાંચ અતિચારોથી જણાવે છેગાથા : - ઘન-ઘન-વિર-વધૂ, સM-સુવને 1 સુવિ-પરિમાને છે दुपए चउप्पयम्मि य, पडिक्क्रमे देसि सव्वं ।।१८।। અન્વય સહિત સંસ્કૃત છાયા : ઘર-ઘા -ક્ષેત્ર-વાસ્તુ-રૂણ-સુવ રથ-પરિમાને છે द्विपदे चतुष्पदे च देवसिकं सर्वं प्रतिक्रामामि ।।१८।। ગાથાર્થ - ધન, ધાન્ય, ક્ષેત્ર (ભૂમિ), વાસ્તુ (ઘર-ગામ વગેરે)”, રૂપું, સુવર્ણ, કુષ્ય કિસ વગેરે ધાતુઓ તથા ઘરવખરી કે અન્ય રાચ-રચીલું), દ્વિપદ (મનુષ્ય, પક્ષી વગેરે) અને ચતુષ્પદ (જાનવર), આમ નવ પ્રકારના બાહ્ય પરિગ્રહના કરેલા લરિમાણને વિષે દિવસ દરમ્યાન જે અતિચાર લાગ્યા હોય તે સર્વનું હું પ્રતિક્રમણ महारंभयाए महापरिग्गहयाए कुणिमाहारेणं " હાફિક નીવા રવાડ ગફત્તિ .. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સૂત્રસંવેદના-૪ વિશેષાર્થ : નવ પ્રકારના પરિગ્રહના પરિમાણનો નિયમ કરીને તેમાં બંધન, જોડાણ, ભેટ કે ગર્ભાદિ દ્વારા પ્રમાણથી અધિક કરવાની ભાવના થાય તે અતિચાર છે. સામાન્યથી આ અતિચારો પાંચ પ્રકારના છે धण - धन्न ધન-ધાન્યપ્રમાણાતિક્રમ. ધન, ધાન્યના પ્રમાણનું અતિક્રમણ કરવું, એટલે કે પ્રમાણની મર્યાદાનું પાલન ન કરવું, તે પહેલો અતિચાર છે. વિત્ત - વત્સૂ - ક્ષેત્ર-વાસ્તુપ્રમાણાતિક્રમ. ક્ષેત્ર એટલે ખેતર, જમીન વગેરે અને વાસ્તુ એટલે ઘર, દુકાન, ઓફીસ, બંગલા વગેરે. આ સર્વનું પ્રમાણ નક્કી કર્યા પછી લોભાદિ કષાયને આધીન બની પોતાનાં પુત્ર-પુત્રી આદિને નામે કરી દેવાં, અથવા ઘર·કે ખેતરનું પ્રમાણ મોટું કરી દેવું, બે મકાનનું એક કરવું અને તેમ કરી વ્રતની મર્યાદાનું ઉલ્લંઘન કરવું; તે બીજો અતિચાર છે. વ્ય-સુવને અ - રૂપ્ય-સુવર્ણપ્રમાણાતિક્રમ. ચાંદી - સોનું રાખવાનું પ્રમાણ નિશ્ચિત કર્યા પછી, જો લાભ દેખાતાં વધુ સંગ્રહ કરવામાં આવે કે અન્ય કોઈના નામે ચઢાવી દેવામાં આવે કે અજાણપણે પણ પ્રમાણથી વધુ સંગ્રહ કરવામાં આવે તો તે ત્રીજો અતિચાર ગણાય છે. ઝુવિઞપરિમાળે - કુષ્યપરિમાણાતિક્રમ. કુષ્ય એટલે સોના-ચાંદી સિવાયની સર્વ ધાતુનાં વાસણ વગેરે, અને ઉપલક્ષણથી ઘ૨નું સર્વ રાચરચીલું. તેનો સંખ્યાથી જે નિયમ કર્યો હોય તે લહાણી આદિના કારણે ભંગ થતો હોય તો વાસણાદિને ભાંગી-ભંગાવી બેમાંથી એક બનાવડાવવું, કે ઘણી ચીજો ભાંગીને એક બનાવી સંખ્યા ન વધે એ રીતે નિયમ સાચવવાનો પ્રયત્ન કરવો તે ચોથો અતિચાર છે. અહીં પણ સમજી લેવું કે આમ 1 बन्धनाद्योजनाद्दानाद् गर्भतो भावतस्तथा कृतेच्छापरिमाणस्य न्याय्याः पञ्चापि न ह्यमी ।। ४८ ।। धर्मसंग्रह 2. ધન ચાર પ્રકારનાં હોય છે : (૧) ગણિમ - ગણી શકાય તેવી રોકડ રકમ, સોપારી વગેરે (૨) ધરિમ – તોલીને લેવાય તે ગોળ, સાકર વગેરે (૩) મેય – માપીને લેવાય તેવાં ઘી, કાપડ વગેરે અને (૪) - પારિચ્છેદ્ય - જે વસ્તુ કસીને, છેદીને લેવાય તેવાં રત્ન, સુવર્ણ વગેરે. ધાન્યના કલ્પસૂત્રની ટીકા વગેરે શાસ્ત્રોમાં ઘઉં, ચોખા, મગ, મઠ વગેરે ૨૪ પ્રકારો બતાવ્યા છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ પાચમું વ્રત ૧૨૯ તો મર્યાદાનું ઉલ્લંઘન થવાને કારણે વ્રતભંગ જ છે, પરંતુ જ્યાં વ્રતરક્ષણનો થોડો પણ પરિણામ હોય ત્યાં અતિચાર છે. સુપડપ્રખિ ૨ - દ્વિપદ અને ચતુષ્પદના પ્રમાણનું અતિક્રમ કરવું. દ્વિપદ એટલે સ્ત્રી, દાસ, દાસી વગેરે અને ચતુષ્પદ એટલે ગાય, ભેંસ આદિ. આ બંનેનું પ્રમાણ નક્કી કર્યા પછી તેના પ્રમાણનું ઉલ્લંઘન કરવું તે પાંચમો અતિચાર છે. દિલને સિલ્વ - દિવસ દરમ્યાન પાંચમા વ્રત સંબંધી કોઈ પણ અતિચારનું સેવન થયું હોય તો તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું. નવે પ્રકારના પરિગ્રહમાં પ્રમાણ નક્કી કર્યા પછી, શ્રાવક જો સીધી રીતે વ્રતની મર્યાદા કરતાં વધારે ધનાદિ વધારે રાખે તો તો વ્રતભંગ છે, પણ વ્રતકાળ દરમ્યાન બીજાને નામે રાખે કે તેમાં વધારો-ઘટાડો કરે, જેમ કે બે ઘરનું એક ઘર કરી નાંખે, ભાંગીને નાના વાસણને મોટું બનાવી દે વગેરે કરે તો વ્રત સાચવવાની ભાવના હોઈ વ્રતભંગ નથી થતો, પરંતુ, વ્રતનું લક્ષ્ય મૂર્છા ઘટાડવી તે સચવાતું નથી, માટે વ્રતના માલિન્યરૂપ અતિચાર-દોષ તો થાય જ છે. આ સર્વ અતિચારોને યાદ કરી, તેનાથી પાછા વળી વ્રતમાં સ્થિર થવારૂપ પ્રતિક્રમણ આ પદો દ્વારા કરવાનું છે. આ બન્ને ગાથા બોલતાં શ્રાવક વિચારે કે અપરિગ્રહતા એ આત્માનો સ્વભાવ છે. તેમાં જ સુખ છે, પરંતુ મારે શરીર, સ્વજન આદિનાં બંધનો છેઆ કારણે હું પરિગ્રહનો સંપૂર્ણ ત્યાગ કરવા શક્તિમાન નથી, આમ છતાં લોભનાં કારણે પ્રસાર પામતી મારી તૃષ્ણાની આગને અંકુશમાં રાખવા માટે જ મેં પરિગ્રહ પરિમાણ વ્રતનો સ્વીકાર કર્યો છે. આ વ્રતના પાલન દ્વારા હું સતત આસક્તિથી પર રહેવા યત્ન કરું છું, તો પણ વિષય અને કષાયની વૃતિને આધીન બની, ક્યારેક વ્રતને દૂષણ લાગે તે રીતે ધન-ધાન્યાદિના સંગ્રહની દુષ્ટ વૃત્તિઓ મારા મન ઉપર સવાર થઈ જાય છે. ક્યારેક વાણી અને કાયાથી પણ હતમાલિત્ય પેદા કરે તેવો વ્યવહાર થયો છે. તે સર્વ દોષોને યાદ કરી તેની નિંદા, ગહ અને આલોચના કરી તે પાપથી હું પાછો વળું છું. પ્રાણાંતે પણ પરિગ્રહ પરિમાણના વતને પાળનારા પેથડશાહ, ધનશેઠ આદિ પૂર્વના મહાશ્રાવકોનાં ચરણોમાં મસ્તક મૂકી તેમને પ્રાર્થના કરું છું કે આપના જેવું નિરતિચાર વતપાલનનું સત્ય મારામાં પણ પ્રગટો જેથી હું સુવિશુદ્ધ રીતે વ્રતમાં સ્થિર થઈ શકું !” Page #151 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠું વ્રત અવતરણિકા : શ્રાવકધર્મરૂપી વૃક્ષના મૂળ સમાન, પાંચ મૂળ વ્રતોને બતાવીને હવે તેની પુષ્ટિ કરનાર ત્રણ ગુણવ્રતને જણાવે છે ગાથા : गमणस्स य (उ) परिमाणे, दिसासु उड्डुं अहे अ तिरिअं च । વૃદ્ધિ સફ-અંતરદ્ધા, પઢમ્મિ મુનવ્વર્ નિંદ્દે ।।।। અન્વય સહિત સંસ્કૃત છાયા : गमनस्य च परिमाणे, ऊर्ध्वम् अधश्च तिर्यक् ऊ दिक्षु । વૃદ્ધિ-સ્મૃતિ-અન્તર્યા, પ્રથમે મુળવ્રત્તે નિત્વામિ ।।।। શબ્દાર્થ : (‘દિગ્પરિમાણ' નામના) પહેલા ગુણવ્રતમાં ઊર્ધ્વ, અધો અને તિર્કી દિશામાં જવાનું પરિમાણ કર્યે છતે, તે પ્રમાણની વૃદ્ધિ થવાથી કે ભૂલી જવાથી પ્રથમ ગુણવ્રતમાં જે અતિચાર લાગ્યા હોય તેની હું નિંદા (ગર્હા) કરું છું. Page #152 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠું વ્રત ૧૩૧ વિશેષાર્થ : મળા થ(૩) પરિમાળે - વળી ગમનાગમનના પરિમાણમાં. સમ્યક્ત્વ મૂળ બાર વ્રતમાં છઠ્ઠું ‘દિપરિમાણવ્રત’ છે. દિગ્ એટલે દિશા અને પરિમાણ એટલે માપ (પ્રમાણ). ચાર દિશા, ચાર વિદિશા, ઊર્ધ્વ દિશા અને અધો દિશા આમ દશેય દિશામાં જવા-આવવા માટેનું પ્રમાણ નક્કી કરવું તે ‘દિગ્પરિમાણ વ્રત’ નામનું પહેલું ગુણવ્રત છે. આ ત્રણ વ્રતો પ્રાણાતિપાત વિરમણ આદિ જે મૂળ વ્રતો છે તેને ગુણ કરનારાં હોવાથી તેમને ગુણવ્રત કહેવાય છે. કહેવાય છે કે ગૃહસ્થ (પાપથી વિરામ ન પામેલો જીવ), તપાવેલા લોઢાના ગોળા જેવો છે. તપાવેલો લોઢાનો ગોળો જ્યાં જાય, જેની પાસે જાય ત્યાં તેને બાળી નાંખે છે; તેમ આરંભ-સમારંભમાં બેઠેલો ગૃહસ્થ જ્યાં જાય ત્યાં તેનાથી હિંસાદિ પાપો થવાની પૂરી સંભાવના રહે છે. માટે હિંસા વગેરેથી બચવા શ્રાવક દિગ્પરિમાણ વ્રતનો સ્વીકાર કરે. શ્રમણભગવંતો નિરારંભી છે, વળી તેઓ ક્યાંય પણ જાય તો જીવવિરાધના ન થાય તેની પૂર્ણ કાળજીવાળા છે. તેથી તેઓ માટે ક્ષેત્રનિયમનની જરૂર રહેતી નથી. આ વ્રત પણ અહિંસક આદિ ભાવના પોષણ માટે છે. અહિંસકભાવની વૃદ્ધિને 1. फारप्फुलिंगभासुर - अयगोलगसन्निहो इमो निच्चं । अविरइपावों जीवो, दहइ समंता समत्थजिए || १ || इवि न जाइ सव्वत्थ, कोइ देहेण माणवो एत्थ । अविरइपच्चयबंधो, तहावि निच्चो भवे तस्स ||२|| ધગધગતા અંગારા સરખા જાજ્વલ્યમાન તપાવેલા લોઢાના મોટા ગોળા જેવો, પાપથી વિરામ નહિ પામેલો આ જીવ, હંમેશાં સર્વત્ર સઘળા જીવોને બાળે (મારે) છે. (૧) જોકે કોઈ • धर्मसंग्रह भाग - १ મનુષ્ય શરીરથી સર્વત્ર જઈ શકતો નથી, તોપણ અવિરતિના કારણે તેને હંમેશાં ત્રણે લોકનો (આરંભજન્ય) કર્મબંધ થાય છે. (૨) અન્યત્ર પણ કહ્યું છે કે – . तत्तायगोलकप्पो, पमत्तजीवोऽणिवारिअप्पसरो । સવ્વસ્થ િન ા, પાવું તરાળુઓ ? શા (અગ્નિની ભઠ્ઠીમાં) તપાવેલા લોખંડના ગોળા સરખો પ્રમાદી જીવ કે જેણે (દિગ્ વિરમણ વ્રતથી) ગમનાગમનનો પ્રસાર રોક્યો નથી, તે જ્યાં જાય ત્યાં સર્વત્ર પાપનાં કારણો મળતાં કયું પાપ ન કરે ? અર્થાત્ સર્વત્ર સર્વ પાપો કરે. - योगशास्त्र प्र. ३- २ टीका . Page #153 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ ઈચ્છતો શ્રાવક વિચારે કે “નિષ્પ્રયોજન હ૨વા-ફરવાની ઈચ્છા - એ એક પ્રકારનો રોગ છે. અવિરતિમાં બેઠેલો હું આ વ્રતનો સ્વીકાર નહિ કરું તો દ્રવ્ય કે ભાવહિંસાથી નહિ બચી શકું. માટે ચૌદ રાજલોકમાં ગમનાગમન માટે પ્રસરતી ઈચ્છા ઉપર અંકુશ લાવી મર્યાદિત ક્ષેત્રની બહાર નહિ જવાનો નિયમ કરું. આ રીતે નિયમ કરવાથી મારું મન તે બહારના ક્ષેત્રથી નિવૃત્ત થશે, લોભ મર્યાદિત થશે, તે–તે બહારના ક્ષેત્રોમાં રહેલા જીવોને મારા તરફથી અભયદાન મળશે, વૃત્તિઓ ઘટવાથી આત્માભિમુખ થઈ શકાશે અને મુખ્ય તો બાહ્ય દુનિયાનું વિચરણ અટકશે, જેથી અંતરંગ દુનિયાનું વિચરણ બનશે.” સુલભ આ રીતે વિચારી શ્રાવક ‘દશેય દિશામાં અમુક પ્રમાણથી અધિક મારે ન જવું' તેવો નિયમ કરે. ૧૩૨ = જયણાના પરિણામને જાળવવા માટે આ વ્રતધારી શ્રાવક શક્ય હોય ત્યાં સુધી વાહનનો ઉપયોગ ન કરે. વાહન વિના પહોંચવું જ્યાં અશક્ય લાગે ત્યાં પણ બને તેટલી હિંસાથી બચવાનો યત્ન કરે. નિરર્થક હિંસાથી મારે બચવું છે, આવો સંકલ્પ અને પ્રયત્ન હોય તો જ આ વ્રતનું પાલન થઈ શકે છે. અહીં એટલું ખાસ ધ્યાનમાં લેવું કે આ વ્રતનું પાલન માત્ર કાયાથી નથી કે કરવાનું, પરંતુ, મન કે વાણીને પણ નિયમિત ક્ષેત્રથી બહાર જતાં અટકાવવાનાં છે; કેમ કે જ્ગતને જોવાનો, તે-તે સ્થળોમાં હરવા-ફરવાનો જે અધ્યવસાય છે તે જ કર્મબંધનું કારણ છે. કર્મબંધ અને તેના કારણે થતા ભવભ્રમણથી ડરતા શ્રાવકે આ વ્રત દ્વારા જગતને જોવાના, હરવા-ફરવાના, ત્યાં જઈ મજા માણવાના ભાવોને રોકવાના છે. નિશ્ચિત કરેલ ક્ષેત્રની સીમાથી આગળ ક્યાંય ન જવું, આવા નિયમવાળો શ્રાવક ક્ષેત્રમર્યાદાની બહાર પોતે જાય, અન્યને મોકલે કે ત્યાંથી કાંઈ પણ વસ્તુ મંગાવે કે મોકલે તો પણ તેને દોષ લાગે છે. આ વ્રતના પાંચ અતિચારો આ પ્રમાણે છે વિસાસુ કરું – ઊર્ધ્વદિશામાં પ્રમાણનું અતિક્રમણ. ઉપર આકાશમાં, પર્વતની ટોચ ઉપર કે વૃક્ષ ઉપર જવાનું જે પ્રમાણ નક્કી કર્યું હોય, તેનું ઉલ્લંઘન કરવાથી કે ભૂલી જવાથી પ્રથમ અતિચાર લાગે છે. અન્ને ૬ - અધોદિશામાં પ્રમાણનું અતિક્રમણ. ભોંયરાઓ, ગુફાઓ, સુરંગો, સમુદ્ર વગેરેમાં નીચે જવામાં જે પ્રમાણ નિયત કર્યું હોય, તેનું ઉલ્લંઘન કરવાથી કે ભૂલી જવાથી બીજો અતિચાર લાગે છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠું વ્રત તિબિં = - તિમ્બિંદિશામાં પ્રમાણનું અતિક્રમણ. · પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ : એ ચાર દિશાઓમાં અને ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્યઃ એ ચાર વિદિશાઓમાં જવાની જે મર્યાદા નક્કી કરી હોય, તે મર્યાદાથી અધિક જવાયું હોય તો આ વ્રત વિષયક ત્રીજો અતિચાર લાગે છે. ૧૩૩ વૃદ્ગિ - પ્રમાણની વૃદ્ધિ. દશે દિશાઓમાં અવર-જવર માટેના દરેક દિશામાં ૧૦૦-૧૦૦ કિ.મી.ની સીમા સુધી છૂટ રાખી આ વ્રતનો સ્વીકાર કર્યા પછી પણ, કોઈકવાર આકસ્મિક કાર્ય આવી પડતાં સર્વનો સ૨વાળો કરી એક જ દિશામાં ૧૦૦ કી.મી.થી વધુ જવું, એ ચોથો અતિચાર છે. સમંત દ્વ્રા – પ્રમાણ ભૂલી જવાથી. દશમાંથી કોઈ પણ દિશામાં જે પ્રમાણ નિશ્ચિત કર્યું હોય, તે વ્યાકુળતાથી, પ્રમાદથી કે મતિવિભ્રમથી ભૂલી જઈને, નક્કી કરેલ મર્યાદાની બહાર જવું તે પાંચમો અતિચાર છે. જિજ્ઞાસા : આ વ્રતમાં પાંચ અતિચાર જણાવ્યા તેના કરતાં ઊર્ધ્વ-અધો અને તિóિ દિશામાં પ્રમાણથી અધિક જવું - આવવું, આવો એક જ અતિચાર જણાવ્યો હોત તો ? . તૃપ્તિ : વિચારતાં લાગે છે કે વ્રતપાલનની વિશેષ ચોકસાઈ માટે દરેક દિશાની જરૂરિયાત પ્રમાણે અલગ અલગ મૂક્યા હશે. બાકી આ અંગે સ્પષ્ટ ઉલ્લેખ જોવામાં આવ્યો નથી. પઢમમ્મિ મુળવ્વણ નિષે - પ્રથમ ગુણવ્રતમાં જે અતિચાર લાગ્યા હોય તેની હું નિંદા કરું છું. આ વ્રતનો સ્વીકાર કર્યા પછી અનાભોગથી, સહસાત્કારથી કે કુતૂહલવૃત્તિથી · ક્યારેક વ્રતમર્યાદા ચુકાઈ ગઈ હોય, આવાગમનની ઇચ્છા ઉપર ક્યારેક અંકુશ ન મૂકી શકાયો હોય, આ સર્વ વ્રતવિષયક અતિચાર છે. આ સર્વ દોષોને સ્મરણમાં લાવી તેની અહીં નિંદા કરવાની છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સૂત્રસંવેદના-૪ આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે, "આત્મભાવમાં રમવાથી, આત્મભાવમાં રહેવાથી જ સાચા સુખની પ્રાપ્તિ થઈ શકે તેમ છે; તો પણ અનાદિ કુસંસ્કારોને કારણે મારું મન આત્મભાવને છોડીને બહારની દુનિયામાં જ રખડ્યા કરે છે. અન્ય અન્ય ક્ષેત્રમાં જવાની નિરંતર ઈચ્છાઓ કર્યા કરે છે. તેથી દુનિયાભરમાં હરવા-ફરવા અને જોવાની ઈચ્છાને નાથવા મેં આ વાતનો સ્વીકાર કર્યો છે. આ વ્રતને સ્વીકારીને અણિશુદ્ધ પાળવાની મારી આંતરિક ભાવના છે, તો પણ રાગાદિ કષાયોની આધીનતા અને કુતૂહલવૃત્તિ આદિને કારણે મારું મન વ્રતમર્યાદાની બહાર ગયું છે, અને ક્યારેક અનાભોગથી કે તમર્યાદાનું વિસ્મરણ થવાથી વાણી અને કાયાથી પણ વતને દૂષિત કરે તેવા દોષો સેવાઈ ગયા છે. આ સર્વ મારાથી ખોટું થયું છે. આનાથી કર્મ બાંધી મેં જે મારું ભવભ્રમણ વધાર્યું છે. ભગવંત ! આ સર્વ દોષોની હું ગહ કરું છું આલોચના કરું છું. સિંઘ કરું છું. અને પોતાના એકના એક પુત્રના પ્રાણને બચાવવા માટે પણ જેમણે પ્રતિજ્ઞામાં બાંધછોડનો વિચાર સુદ્ધાં ન કર્યો. અને આવેલી અનેક આફતોને સહર્ષ સ્વીકારી લીધી, તેવા આનંદઆદિ શ્રાવકોના ચરણોમાં મસ્તક મૂકી તેમને પ્રાર્થના કરું છું કે આપના જેવું સુવિશુદ્ધ વ્રતપાલનનું સત્વ મારામાં પ્રગટો, જેથી પુનઃ પુનઃ આ દોષોથી મારું વ્રત મલિન ન બને !” ” Page #156 -------------------------------------------------------------------------- ________________ સાતમું વ્રત અવતરણિકા: * હવે સાતમા વ્રતનું સ્વરૂપ તથા અતિચારો જણાવે છે– ગાથા: . मज्जम्मि अ मंसम्मि अ, पुप्फे अ फले अ गंधमल्ले अ । મોકાપર(ઝિમો, વસંમિ પુત્ર નિલે પારના અવય સહિત સંસ્કૃત છાયાઃ मद्ये च मांसे च पुष्पे च फले च गंधमाल्ये च । उपभोगपरिभोगे, द्वितीये गुणव्रते निन्दामि ।।२०।। ગાથાર્થ: મદિરા, માંસ, પુષ્પ, ફળ, સુગંધિત પદાર્થો, ફૂલની માળા વગેરેના ભોગઉપભોગનું પ્રમાણ નક્કી કરવું, તે રૂપ બીજા ગુણવ્રતના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યો હોય તેની હું નિંદા કરું છું. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સૂત્રસંવેદના-૪ વિશેષાર્થ : સમ્યકત્વમૂળ બાર વ્રતમાં સાતમું ભોગપભોગ પરિમાણ નામનું બીજું ગુણવ્રત છે. ભોગનો અર્થ ભોગવવું, માણવું, અનુભવ કરવો કે સ્પર્શ કરવો વગેરે થાય છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આ જડ પદાર્થોના ધર્મ છે. તે ગુણધર્મોને ઇન્દ્રિયના માધ્યમે જીવ જાણી-માણી શકે છે. શબ્દાદિ પાંચ વિષયો સાથે ઇન્દ્રિયોનો સંપર્ક થતાં અનાદિ કુસંસ્કારને કારણે જીવને ત્યાં આફ્લાદ થાય છે. વળી આ સારું છે, મને સુખ આપનાર છે; આવો મમતાકૃત ભાવ થાય છે. વિષયોના સંપર્કથી થતો આ ભાવ તે જ નિશ્ચયનયથી ભોગપદાર્થ છે, અને આહાર, વસ્ત્રાદિનો બાહ્યથી ઉપભોગ કરવો તે વ્યવહારથી ભોગપદાર્થ છે. ભોગવવા યોગ્ય પદાર્થો બે પ્રકારના છે, તેમાં જેનો એક જ વાર ઉપયોગ થઈ શકે તેવા આહાર, પુષ્પ વગેરેને ભોગ્ય પદાર્થ કહેવાય છે, અને જેનો વારંવાર ઉપયોગ થઈ શકે તેવા સ્ત્રી, ઘર, વસ્ત્ર, અલંકાર આદિને ઉપભોગ્ય પદાર્થ કહેવાય છે. જડ એવા આહાર, વસ્ત્ર, પાત્ર કે અલંકાર આદિ સાથે આત્માને કોઈ સંબંધ નથી. તેના ભોગ-ઉપભોગથી આત્માને કોઈ સુખ પણ મળતું નથી. આમ છતાં સમ્યગુજ્ઞાનના અભાવે અને મિથ્યાત્વના ગાઢ સંસ્કારોના કારણે; જીવને, દુઃખકારક એવા પાંચે ઈન્દ્રિયોના વિષયો સુખકારક છે' એવો ભ્રમ થાય છે. આ ભ્રમના કારણે તેને પાંચે ઈન્દ્રિયોના વિષયોને મેળવવાની અને ભોગવવાની નિરંતર ઈચ્છાઓ થયા કરે છે. આ ઈચ્છા જ સર્વ દુઃખનું મૂળ છે, તો પણ ભોગસામગ્રી પ્રાપ્ત થતાં કે ભોગવતાં તે ઈચ્છાઓ, અલ્પકાળ માટે શમે છે, અલ્પકાળ માટે થતા આ દુઃખના શમનમાં ‘આ સુખ છે' એવો ભ્રમ જીવને થાય છે. વાસ્તવમાં આ સુખ નથી દુઃખની હળવાશ છે; પરંતુ અજ્ઞાન અને મોહના કારણે દુઃખની આ હળવાશને જીવ સુખ માની પુનઃ પુનઃ તેમાં પ્રવર્તે છે. પરિણામે ભોગસામગ્રીથી સુખ મળે છે એવો તેનો ભ્રમ પુષ્ટ થતો જાય છે. આ ભ્રમના કારણે જીવ વાસ્તવિક આત્મિક સુખ ભોગવી શકતો નથી. અરે ! તે તરફ તેની નજર પણ જતી નથી. આથી પ્રભુએ આત્મિક આનંદમાં જીવનો રસ જગાવવા માટે, સાધુઓ પાસે આરાધનામાં પૂરક બને તેવાં સાધનો સિવાયનાં તમામ સાધનોનો ત્યાગ કરાવ્યો છે; જ્યારે સંસારીઓને તેઓ સંસારમાં રહે છતાં પણ તેમનો વિષયોનો રસ તૂટે અને વિણ ખાધાં વિણ ભોગવ્યાં...” જે ફોગટ કર્મબંધ થાય છે, તેનાથી બચાવવાના મુખ્ય ઉદ્દેશથી આ ભોગોપભોગ પરિમાણવ્રત બતાવ્યું છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ સાતમું વ્રત ૧૩૭ આ ઉદ્દેશને સામે રાખી પોતાની શક્તિ અનુસાર ભોગ અને ઉપભોગની વસ્તુઓમાં સંખ્યાદિરૂપે પ્રમાણ નક્કી કરવું અર્થાત્ ભોગ્ય-ઉપભોગ્ય વસ્તુઓને અમુક મર્યાદા કરતાં અધિક પ્રમાણમાં ન ભોગવવી તેવો સંકલ્પ કરવો, તે ભોગોપભોગપરિમાણ વ્રત છે; તથા ભોગ-ઉપભોગનાં સાધનો જેનાથી પ્રાપ્ત થાય છે તે ધનના ઉપાર્જન માટે જેમાં મહારંભ-સમારંભનાં પાપો થાય છે, તેવા વ્યાપાર-ધંધામાં જતા મનને રોકવા, કર્માદાનના ધંધા તો ન જ કરવા તેવો નિયમ કરવો, તે પણ “ભોગપભોગપરિમાણ વ્રત છે. આ પ્રકારે આ વ્રત બે વિભાગમાં વહેંચાયેલું છે. ૧. ભોજન, વસ્ત્ર, અલંકાર આદિ ભોગોપભોગની સામગ્રીના સંખ્યાદિ નિયંત્રણરૂપ ૨. વાણિજ્યના નિયંત્રણરૂપ આ વ્રતનો સ્વીકાર કરનાર શ્રાવક પોતાના નિર્મળ વ્રતનું અણીશુદ્ધ પાલન કરવા ભોગ-ઉપભોગની અનર્થકારિતાનો સતત વિચાર કરે છે. ભોગ-ઉપભોગની દુઃખકારિતા? ભોગ-ઉપભોગ મને સુખ આપશે' એવા ભ્રમથી પ્રેરાઈને જીવને સતત પાંચે ઈન્દ્રિયોના વિષયો મેળવવાની ઈચ્છા થયા કરે છે. આ ઈચ્છા ભોગસામગ્રી પ્રાપ્ત થતાં પણ સંતોષાતી નથી, પરંતુ તે નવી અનેક ઇચ્છાઓને જન્મ આપે છે. પુન: તે નવી ઇચ્છાઓની પૂર્તિ માટે જીવ ભૂતની જેમ ભટકે છે, પરંતુ પોતાની અનંત ઈચ્છાઓ તૃપ્ત થાય તેટલા પ્રમાણમાં ભોગ સામગ્રીઓ તેને ક્યારેય મળતી નથી; અને કદાચ પુણ્યના સહારે થોડી મળે તોય તેનાથી ક્યારેય સાચું સુખ મળતું નથી. આથી શ્રાવકે સમ્યગુજ્ઞાનના સહારે પોતાની ઇચ્છાઓનું નિયમન જ કરવું જોઈએ; પરંતુ વિષયોના ભોગવટા દ્વારા ઇચ્છાઓને શમાવવાનો વ્યર્થ પ્રયત્ન ન કરવો જોઈએ. આ જ વાતને જણાવતાં મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા કહે છે - ઇન્ધન ઉમેરવાથી જેમ અગ્નિ શમતો નથી, તેમ પાંચ ઇન્દ્રિયોના વિષયો વડે ભોગની ઇચ્છા કદી નાશ પામતી નથી; ઊલટી ઉલ્લસિત થયેલી તે પુન: વધુ ઉગ્રરૂપ ધારણ કરે છે.” 1 વિવેક શીયતે શાનો, નેન્યનેવિ પાવા પ્રયુત પ્રસંmણૂક પોપવર્જીત - અધ્યાત્મનાર (ગષ્ય. ૧થા-૪) Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સૂત્રસંવેદના-૪ વળી, જડ પદાર્થોનો ભોગ મોટેભાગે કોઈ જીવના સુખના ભોગે જ થઈ શકતો હોય છે. કોઈપણ ભોગ્ય પદાર્થ પ્રાપ્ત કરવા પૃથ્વી, પાણી, અગ્નિ, વનસ્પતિ આદિ સંખ્યાત, અસંખ્યાત યાવતું અનંત જીવોનો સંહાર કરવો પડે છે. રાગાદિ વિકૃત ભાવ વિના આવા સુખને ભોગવવાની ઇચ્છા થતી નથી, અને તેને ભોગવતાં રાગાદિ ભાવોની વૃદ્ધિ થયા વિના રહેતી નથી. માટે આ ભોગ દ્રવ્યહિંસા અને ભાવહિંસા બંનેનું કારણ બને છે. " વળી, આ ભોગ્ય પદાર્થો અલ્પકાળ માટે ભ્રામક, કાલ્પનિક સુખ આપી, ક્લિષ્ટ કર્મ બંધાવી, ભવિષ્યમાં દુર્ગતિનું સર્જન કરી, આત્માને ચિરકાળના વાસ્તવિક સુખથી દૂર કરે છે. વર્તમાનમાં પણ ભોગથી શ્રમ, ચિત્તા, વિહ્વળતા આદિ અનેક પ્રકારનાં દુઃખોની સંભાવના રહે છે. ટૂંકમાં કહીએ તો વિષયોના ભોગથી પ્રાપ્ત થતું. સુખ પરાધીન, પાધિક, અલ્પકાલીન, અપૂર્ણ, દુઃખમિશ્રિત, દુ:ખમય, દુઃખમાં પરિણામ પામનારું, દુઃખની પરંપરા ચલાવનારું અને દુર્ગતિના બીજરૂપ છે. ' ભૌતિક સુખની આવી દુઃખકારિતાનું ભાન હોવા છતાં પણ અવિરતિના ઉદયને કારણે શ્રાવક, સાધુની જેમ સર્વથા બાહ્ય ભોગથી મુક્ત રહી શકતો નથી. જિજ્ઞાસા શ્રમણભગવંતો પણ આહાર-વસ્ત્રાદિનો ભોગ તો કરે છે, તો તેઓ અભોગી કઈ રીતે કહેવાય ? તૃપ્તિ સંયમી આત્માઓ પણ જ્યાં સુધી શરીર અને ઇન્દ્રિયો સાથે સંકળાયેલા છે, ત્યાં સુધી તેમને પણ આહાર, વસ્ત્ર, પાત્ર આદિ બાહ્ય ચીજોની જરૂર પડે છે. તેનો ઉપભોગ તેમને પણ કરવો પડે છે, ત્યારે તેમની ઇન્દ્રિયો પણ આહારાદિ જડ પદાર્થોના સંપર્કમાં તો આવે છે, પણ તે વખતે મૃતથી ભાવિત થયેલા શ્રમણ-ભગવંતો ભગવાનનાં વચનોનું આલંબન લઈ અત્યંત સાવધાન બની જાય છે. ઇષ્ટ કે અનિષ્ટ આહારાદિની પ્રાપ્તિમાં પણ ક્યાંય રાગ-દ્વેષ કે સારા-ખોટાનો ભાવ થવા દેતા નથી. વળી, સંયમની સાધના માટે જરૂરી હોય તેટલાં વસ્ત્રો આદિ પણ શાસ્ત્રાનુસારી વિધિથી ગ્રહણ કરે છે. ગ્રહણ કર્યા પછી તેનો વપરાશ પણ કોઈ જીવને પીડા ન થાય તે રીતે કરે છે. વાપરતાં તેમનું લક્ષ્ય તેના દ્વારા સંયમની સાધનાનું રહે છે પણ ઇન્દ્રિયના આનંદનું નહિ. વસ્ત્રાદિ સર્વ ચીજોનો ઉપયોગ પણ આ રીતે સંયમસાધના માટે જ કરતા હોવાથી, તેમની આ પ્રવૃત્તિ ભોગરૂપ બનતી નથી. આ કારણથી તેઓ આહાર આદિ લેવા છતાં પણ અભાગી-ઉપવાસી કહેવાય છે. જિજ્ઞાસા : વિષયોના ભોગને નહીં ભોગવતાં મહાત્માઓના સાચા આનંદનો-સુખનો વિષય શું છે? Page #160 -------------------------------------------------------------------------- ________________ સાતમું વ્રત આ તૃપ્તિ : શ્રમણભગવંતોનો સુખનો વિષય છે-આંતરિક ગુણોનો ભોગ. આ ભોગ સ્વાધીન છે, વાસ્તવિક સુખને આપનાર છે. તેમાં સ્વ-પર કોઈને પીડાનો પ્રશ્ન આવતો નથી, અને આ ભોગનો આનંદ જીવ સતત માણી શકે છે. આ જ કારણથી મહાત્માઓ બાહ્ય ભોગની ઉપેક્ષા કરી સતત જ્ઞાનાદિ અને સમતાદિ ગુણોના ભોગ માટે પ્રયત્ન કરે છે. જેટલા અંશે આ ગુણોની વૃદ્ધિ થાય છે તેટલા અંશમાં તેમના આનંદની માત્રા પણ વધતી જાય છે. તેમના આ આનંદને કોઈ લૂંટી શકતું નથી, ગમે તેવાં નિમિત્તો તેમના સુખને પીંખી શકતાં નથી. બાહ્ય પ્રતિકૂળતાઓ પણ તેમને પરેશાન કરી શકતી નથી. આ કારણથી તેઓ ક્યાંય પણ હોય, ગમે તેવાં નિમિત્તો વચ્ચે હોય, તો પણ આનંદ અને મસ્તીથી જીવન જીવતા હોય છે. ૧૩૯ આથી જ જ્ઞાનીઓએ પણ આવા ભોગમાં નિયંત્રણ મૂકવાની ક્યાંય વાત કરી નથી; પરંતુ જે ભોગ જીવ માટે દુઃખકારક છે, તેવા જ ભોગમાં નિયંત્રણ મૂકવા માટે આ વ્રતનું વિધાન કરેલ છે. શ્રાવકને પણ સાધુ જેવું નિર્લેપભાવવાળું ભોગરહિત જીવન અત્યંત પ્રિય છે, અને તે માટે તે સતત પ્રયત્નશીલ રહે છે; તો પણ, અત્યારે પોતાનામાં એવું સત્ત્વ નથી કે આવું જીવન સ્વીકારી શકે. આ કારણે આવા સંયમજીવનનું લક્ષ્ય રાખી, પોતાની શક્તિ અને સંયોગોનો વિચાર કરી ભોગોપભોગને નિયંત્રણમાં લાવવા શ્રાવક આ વ્રતનો સ્વીકાર કરે છે. વ્રતધારીના આચારો : ભોગોપભોગપરિમાણ વ્રતનો સ્વીકાર કરી વ્રતધારી શ્રાવક, ઉત્સર્ગ માર્ગે તો જેમાં પોતાના નિમિત્તે આરંભાદિ (હિંસાદિ) ન થયા હોય તેવો નિર્દોષ આહાર વાપરે. નિર્દોષ આહાર વાપરવાનું ન બની શકે તો અલ્પ આરંભથી બનેલ આહાર વાપરે, અને તેમાં પણ સચિત્તનો ત્યાગ કરે; કેમ કે સચિત્ત જળ કે સચિત્ત આહાર વિકાર ઉત્પન્ન કરે છે. ‘આ જીવ છે' તેવી પ્રતીતિ હોવા છતાં તેને ખાનારના પરિણામ ક્રૂર અને હિંસક બને છે. અયિત્ત આહાર મળી શકે તેવા સંયોગ ન હોય, અને અમુક સમયથી વધુ ટકવાનું પોતાનું સામર્થ્ય કે ધૈર્ય ન હોય, ત્યારે અથવા પોતાની ઈચ્છાને રોકવી અસંભવિત લાગતી હોય ત્યારે, કદાચ સચિત્ત ભોજન કે પાણી લેવું પડે, તો પણ અમુક પ્રમાણથી અધિક તો મારે ન જ લેવું તેવો નિયમ કરે. સચિત્તમાં પણ શાસ્ત્રકારોએ જેનો નિષેધ કર્યો છે તેવા માંસ, મદિરા આદિ તો ગ્રહણ ન કરે. આમ છતાં રાજકુળો, ક્ષત્રિયકુળો આદિમાં જન્મવાના કારણે દૃઢ થઈ ગયેલા કુસંસ્કારોની મજબૂરીથી કદાચ સદંતર આવી ચીજોનો ત્યાગ ન થઈ Page #161 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ શકે, તોપણ મઘ-માંસ આદિ અભક્ષ્ય ચીજોની ખરાબીનો વિચાર કરી તેનું પ્રમાણ નક્કી કરી મર્યાદિત તો કરે જ. ૧૪૦ 2 મઘ અને માંસ શ્રાવકો માટે જેમ વર્જ્ય છે, તેમ ૨૨ પ્રકારનાં અભક્ષ્ય પણ શ્રાવક માટે વર્જ્ય છે. આ કારણથી તેની પણ ખરાબીનો વિચાર કરી શ્રાવકે તેનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ; કેમ કે ધર્મની આધારશિલા આચાર છે. આચાર ક્રિયાશુદ્ધિ ઉપર જીવે છે. ક્રિયાશુદ્ધિ ભાવનાશુદ્ધિ ઉપર જીવે છે અને ભાવનાશુદ્ધિ આહારશુદ્ધિ ઉપર જીવે છે. આથી જીવનમાં આહારશુદ્ધિ હશે તો ધર્મ આવી શકશે. આ વ્રત સ્વીકારી શ્રાવકો ભોજન અંગેના અનેક નિયમો તો સ્વીકારે જ છે, પણ તે ઉપરાંત જેનાથી સ્વ-પરનું મન વિકારયુક્ત બને, અત્યંત આસક્તિ પેદા 2 જૈન ધર્મથી ભાવિત આત્મા નીચેની ૨૨ અભક્ષ્ય વસ્તુઓનો ત્યાગ કરે. (૧) વડના ફળ (Banyan's fruit) (૨) પીપળાના ફળ (Fig trees's fruit) (૩) પ્લેક્ષ જાતના પીપળાની ટેટીઓ (૪) ઉંબરાના ટેટા (૫) કાકોદુંબરના ટેટા (૬) દરેક જાતનો દારૂ (All types of wine) માદક છે, બુદ્ધિને વિકૃત કરનાર છે. તમોગુણની વૃદ્ધિ કરનાર છે, અને હિંસાનું કારણ છે. (૭) દરેક જાતનાં માંસ (meat) (૮) મધ (honey) (૯) માખણ (Butter) (૧૦) બરફ (lce) (૧૧) કરાં (Hailstones) આ,પાંચ ઉદુંબર જાતિનાં ફળો છે, ૐ જેમાં નાનાં નાનાં • ઘણાં જંતુઓ હોય છે, (૧૨) વિષ (Poison) (૧૩) સર્વ પ્રકારની માટી (soil) બુદ્ધિને મંદ કરનાર, તમોગુણની વૃદ્ધિ કરનાર અને હિંસાનું પ્રધાન કારણ છે મધમાં તુરંત અને માખણમાં છાશમાંથી બહાર કાઢ્યા બાદ તે જ રંગના અસંખ્ય સૂક્ષ્મ ત્રસ જીવોની ઉત્પત્તિ થાય છે. અસંખ્ય અપ્લાય જીવમય છે. પ્રાણનો નાશ કરનાર છે. સચિત્ત છે, અને પ્રાણ-ધારણ માટે અનાવશ્યક છે. (૧૪) રાત્રિભોજન (Eating after Sunset ) જીવહિંસાદિ ઘણા દોષો રહેલા છે. કલિકાલસર્વજ્ઞ પૂ. હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે આયુર્વેદ શાસ્ત્રના આધારે કહ્યું છે Page #162 -------------------------------------------------------------------------- ________________ સાતમું વ્રત ૧૪૧ થાય, ઉન્માદ થાય, લોકનિંદાનું કારણ બને એવા ઉભટ વેષ, વાહન, અલંકારો આદિ ભોગોપભોગના સાધનોમાં પણ નિયમન કરે છે. हन्नाभिपद्मसंकोचचण्डरोचिरपायतः अतो नक्तं न भोक्तव्यं, सूक्ष्मजीवादनादपि ।।६०।। - योगशास्त्र સૂર્યનો અસ્ત થવાથી, શરીરમાં જે નીચા મુખવાળું હૃદયકમળ અને ઊંચા મુખવાળું નાભિકમળ છે, તે બન્ને કમળો રાત્રે સંકોચ પામે છે; અને વળી રાત્રે સૂક્ષ્મ જીવોનું ભક્ષણ પણ થઈ જાય છે, માટે રાત્રે ભોજન ન કરવું. વારે ૪ રનન્યાં . વાવ તિતિ ! શુ-પૃ-પ્રિ સ્પષ્ટ ન પશુવ દિશાદરા - योगशास्त्र દિવસ કે રાત્રિનો ભેદ રાખ્યા વગર જે ખાધા જ કરે છે, તે શિંગડાં અને પૂંછડા વગરનો હોવા છતાં સાચા અર્થમાં પશુ જ છે. (૧૫) બહુબીજ (fruits or vegetables]. with lots of seeds) Fરે મોટા પ્રમાણમાં જીવહિંસા થાય છે. - (૧૭) અનંતકાય . ] બત્રીશ અનંતકાય: (૧) સર્વ પ્રકારના કંદો, સૂરણ વગેરે. (all kinds of roots, esculent roots) (૨) વજકંદ (Sweet Potato) (૩) લીલી હળદર (Fresh/Green turmeric buds) (૪) લીલું આદું (Fresh/Green ginger) (૫) લીલો કચૂરો (Long zedoari) (ક) શતાવરી (Asparagus) (૭) વિરાલિકા (૮) કુંવરપાઠું (Aloevera) (e) aiz (Prickly pear, Shipper thorn) (90) luna (Heartlived moonseed) (૧૧) લસણ (Garlic) (૧૨) વાંસકારેલા (૧૩) ગાજર (Carrot) (૧૪) લૂણી (Purslen) (૧૫) પદ્મિની કંદ (૧૩) ગરમર (૧૭) કુંપળો (૧૮) ખીરસૂરા (૧૯) શ્રેગની ભાજી (૨૦) લીલી મોથ (Fresh Green nutgrass) (૨૧) લવણ નામના વૃક્ષની છાલ (૨૨) ખિલુડકંદ (૨૩) અમૃતવેલ (ર૪) મૂળાનો કંદ (Raddish) (૨૫) બિલાડીના ટોપ (mushrooms) (૨૭) કઠોળને પલાળવાથી નીકળતા અંકૂરા (ફણગાવેલા મગ આદિ Sprouts) (૨૭) વત્યુલા (White goose toot) (૨૮) શુકરવલ્લી (ર૯) પાલકની ભાજી (Spinach) (૩૦) કૂણી આંબલી (Soft or just developed tamarind fruit)(39) PLEŠE (Potato) (32) joull (Onion). 4121 આ બત્રીશ જ અનંતકાય નથી, પરંતુ જીવવિચારમાં કહેલ “ofસાથપડ્યું સિમર્પાનેરિજિન' વગેરે લક્ષણોવાળાં બીજાં પણ અનંતકાયો છે, અને તે સર્વ અભક્ષ્ય છે અને નરક આદિ દુર્ગતિનું દ્વાર છે. (૧૭) બોળ અથાણાં ત્રણ દિવસ પછી અભક્ષ્ય છે. (૧૮) ધોલવડાં (દહીંવડા) કઠોળ (દ્વિદળ) અને કાચા દહીંના સંયોગથી બને છે માટે વિદળ થાય છે. આના ઉપરથી દરેક પ્રકારના વિદળ અભક્ષ્ય છે તેમ સમજી Page #163 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ હવે ભોગ-ઉપભોગની કઈ સામગ્રીમાં શ્રાવક નિયમ કરે છે તે જણાવી તેમાં થયેલા દોષોની આ ગાથા દ્વારા નિંદા કરે છે ૧૪૨ મન્નમિ ૨ મંમ્નિ જ્ઞ - મદિરા, માંસ અને ‘’ શબ્દથી મધ, માખણ આદિ સર્વ અભક્ષ્ય અને અનંતકાય વસ્તુઓ. મમ્મિ જ્ઞ - મદિરા આદિ નશાકારક વસ્તુઓના વિષયમાં. જેનાથી નશો ચડે, જેના સેવનથી મનુષ્ય પોતાની જાત પરનું નિયંત્રણ ખોઈ બેસે તે દ્રવ્યને મદિરા કહેવાય છે. પૂર્વકાળમાં તો મુખ્યત્વે કાષ્ઠ અને પિષ્ટ (લોટ) એમ બે પ્રકારની મદિરા બનતી હતી. આજે તો અનેક દ્રવ્યોમાંથી બનેલી અનેક પ્રકારની મદિરા મળે છે. આવી મિંદરાઓના સેવનથી જીવ પોતાની સંતુલના ગુમાવી બેસે છે, જેના કારણે તેનામાં મહામોહ, ક્લેશ, નિદ્રા, રોષ ઉત્પન્ન થાય છે. ઠેર ઠેર તે મશ્કરીનું પાત્ર બને છે, અનેક પ્રકારના કામવિકારનો પણ તે ભોગ બને છે. પરિણામે તેની લજ્જા, લક્ષ્મી, બુદ્ધિ અને ધર્મનો નાશ થાય છે, અને તેને ભવાંત૨માં પણ દુર્ગતિમાં જવું પડે છે. વળી મદિરા-માંસ-મધ અને માખણમાં તે જ રંગના જીવો સતત પેદા થાય છે. આ સર્વ દૂષણોનો વિચાર કરી શ્રાવકે મદિરામાંસાદિનો સદંતર ત્યાગ કરવો જોઈએ. અહીં ખાસ ધ્યાનમાં રાખવું કે શાસ્ત્રકારોએ મધ અને માખણને પણ મદિરા અને માંસની જેમ જ હિંસક મહા વિગઈઓ કહી છે. માટે શ્રાવકે તેનો પણ ત્યાગ કરવો જોઈએ. મંસમ્મિ ઞ - માંસ પ્રસિદ્ધ છે. જળચર, સ્થલચર અને ખેચરના જીવોના ભેદથી તેમનું માંસ પણ ત્રણ પ્રકારનું હોય છે. કાચા, ગંધાતા કે ગંધાઈ ગયેલા માંસની પેશીઓમાં નિરંત૨૫ણે નિગોદના જીવોની ઉત્પત્તિ થાય છે. નિર્દોષ, નિરપરાધી જીવોને મારીને માંસનું ભક્ષણ કરનારા જીવો નરકગામી બને છે. માંસભક્ષણનો નિષેધ જૈન-જૈનેતર શાસ્ત્રોમાં ઠેરઠેર જોવા મળે છે. આ જ કારણથી શ્રાવક માંસભક્ષણનો ત્યાગ કરે છે. માંસભક્ષણનો ત્યાગ કર્યા પછી શ્રાવક સતત નિયમપાલનમાં સાવધાન હોય (૧૯) રીંગણાં (Brinjal) કામવૃત્તિ-પોષક અને બહુ નિદ્રા લાવનાર છે તથા બહુબીજ છે. (૨૦) અજાણ્યાં ફળ-ફૂલ (Unknown fruits ) પ્રાણહાનિ તથા રોગોત્પત્તિનો સંભવ છે. ખાવાનું થોડું અને ફેંકી દેવાનું વધારે છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ફરી જાય છે. (૨૧) તુચ્છ ફળ (૨૨) ચલિત ૨સ Page #164 -------------------------------------------------------------------------- ________________ સાતમું વ્રત છે, તો પણ દવા વગેરેમાં અજાણતાં અનુપભોગથી ક્યાંક દોષ લાગ્યો હોય તો આ પદ દ્વારા તેની નિંદા કરે છે. ૧૪૩ જ્ઞ - શબ્દ દ્વારા બાવીસ અભક્ષ્ય, બત્રીસ અનંતકાયનું ગ્રહણ કરવાનું છે. પુદ્દે આ પલ્લે આ ગંધમણે – પુષ્પ, ફળ અને ‘’ શબ્દથી અજાણ્યાં ફળ-ફૂલ તથા સુગંધી દ્રવ્યો અને માળાના વિષયમાં, પુદ્દે જ્ઞ - અનેક પ્રકારનાં ફૂલો અને ‘’ શબ્દથી અજાણ્યાં ફૂલો તથા જેમાં ત્રસ જીવોની વધુ ઉત્પત્તિ છે તેવાં ફૂલો, ફૂલો ક્યારેક ખાવામાં અને વિશેષ કરી સુશોભન અને શૃંગાર માટે વપરાય છે. તેવાં ફૂલોના વપરાશનો ત્યાગ અથવા નિયમન કરવું જોઈએ. જે ત્ર - અનેક પ્રકારનાં ફળ અને ‘અ' શબ્દથી અજાણ્યાં ફળો. સીતાફળ વગેરે તુચ્છ ફળો, અને જેમાં ત્રસ જીવોની ઉત્પત્તિ વધુ પ્રમાણમાં થાય છે તેવાં બોર, જાંબુ વગેરે ફળોનો ત્યાગ કરવો અથવા તે વાપરવાનું પ્રમાણ નક્કી કરવું. ગંધ - કેસર, કસ્તૂરી, કપૂર વગેરે અનેક પ્રકારનાં સુગંધી દ્રવ્યો. મત્સ્યે હૈં – ફૂલ વગેરેની માળાઓ અને માળાના ઉપલક્ષણથી શરીર શણગાર · માટેની જે સર્વ સાધન-સામગ્રીઓ હોય તેનું પ્રમાણ નક્કી કરવું. આ જગતમાં ભોગોપભોગ માટેની સામગ્રી સંખ્યાતીત છે. તે સર્વેનો નામોલ્લેખ આ ગાથામાં નથી, છતાં ‘મખ્ખ’ આદિ શબ્દથી શરીરની અંદર થતા ભોગની સામગ્રીઓનો સંગ્રહ કર્યો છે; અને ‘ñધમત્સ્યે' શબ્દથી બાહ્ય ભોગની સામગ્રીઓનો સંગ્રહ કર્યો છે. આથી આ ગાથામાં લખી છે તે સિવાયની ખાવાપીવાની વસ્તુઓ તથા વસ્ત્ર, પાત્ર, શય્યા આદિનું પ્રમાણ નિશ્ચિત કરવું. આ માટે દિવસ અને રાત્રિના ભોગોપભોગની સામગ્રીનું પ્રમાણ મર્યાદિત ક૨વા શ્રાવકો હંમેશાં ચૌદ નિયમો ધારે છે. ૐ સંપૂર્ણ ભોગોપભોગ વિરમણ વ્રત ન પાળી શકાય તો પણ અવિરતિનાં અઢળક પાપોમાંથી બચવા માટે શ્રાવક સચિત્તનો ત્યાગ આદિ ચૌદ નિયમ ધારતો હોય છે; જે સામાન્યથી આ પ્રમાણે છે. (૧) સચિત્ત = સજીવ વસ્તુ, કાચું પાણી, ફળ, મીઠું વગેરેની સંખ્યાનું નિયમન કરવું. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સૂત્રસંવેદના-૪ ચૌદ નિયમનો સ્વીકાર કરનાર શ્રાવક વિચારે કે “દુનિયાભરના ભોગપદાર્થોમાંથી હું માત્ર બિન્દુ જેટલો જ ભોગ કરતો હોઈશ; પરંતુ સર્વ પદાર્થોને ભોગવવાની, તેનાથી સુખ માણવાની અવ્યક્ત ઇચ્છા તો મારામાં પડી જ છે. ક્યાંક નિમિત્ત મળતાં, શક્તિ અને સંયોગ પ્રાપ્ત થતાં આ ઇચ્છાઓ વ્યક્ત થઈ જાય છે, ત્યારે મારું અનિયંત્રિત મન જ્યાં-ત્યાં અને જે-તે વસ્તુઓ ભોગવવા (૨) દ્રવ્ય = મુખમાં નાંખવાની દરેક ચીજ-વસ્તુની સંખ્યા નિશ્ચિત કરવી. , (૩) વિગઈ = દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ-ખાંડ, અને કડા વિગઈનું નિયમન કરવું. (૪) ઉપાનહ = બૂટ -ચંપલ વગેરે પગરખાંની સંખ્યા નિયંત્રિત કરવી. (૫) તંબોલ = મુખવાસ - સોપારી - વરિયાળી - ધાણાદાળ વગેરેનું સંખ્યાથી અને વજનથી પ્રમાણ નક્કી કરવું. (૯) વસ્ત્ર = પહેરવાનાં કપડાંની જોડ, છૂટાં કપડાં વગેરેની સંખ્યા નિર્ણત કરવી. (૭) કુસુમ = સુંઘવાનું, છીંકણી, ફૂલ, અત્તર વગેરેનું પ્રમાણ નક્કી કરવું. (૮) વાહન = ટ્રેઈન, બસ, મોટર, ગાડું, સાયકલ રીક્ષા, વિમાન, લીફ્ટ વગેરેની સંખ્યાનો નિયમ કરવો. (૯) શયન = પલંગ - પથારી ખુરશી વગેરેની સંખ્યા નક્કી કરવી. (૧૦) વિલેપન = શરીરે લગાડવાના સાબુ-તેલ-દવા વગેરેનું વજન નક્કી કરવું. (૧૧) બ્રહ્મચર્ય = બ્રહ્મચર્ય દિવસે પૂર્ણ તથા રાત્રિના સમયનું પૂર્ણ અથવા અમુક સમયનું નિયમન કરવું. (૧૨) દિશા = જવા-આવવાની દિશાનું નિયમન કરવું.” (૧૩) સ્નાન = સ્નાન કરવાની સંખ્યા નિશ્ચિત કરવી. (૧૪) ભક્તપાન = ભાત-પાણી વગેરેનું વજન નક્કી કરવું. ચૌદ નિયમ ઉપરાંત બીજી વિશેષ કરાતી ધારણા : (૧) પૃથ્વીકાય = માટી-ખાર વગેરેનું વજન નક્કી કરવું. (૨) અપકાય = કાચા પાણી આદિનું પ્રમાણ ડોલ અથવા વજનથી નક્કી કરવું. (૩) તેઉકાય = વીજળી - ચૂલા વગેરેની સંખ્યા નક્કી કરવી. (૪) વાઉકાય = પંખા - હિંચકા આદિની સંખ્યા નક્કી કરવી. (૫) વનસ્પતિકાય = લીલોતરી, ફળ આદિની સંખ્યા નક્કી કરવી. () ત્રસકાય = હાલતા ચાલતા જીવોની જયણા કરવી. (૭) અસિકર્મ = હથિયાર, કાતર, ચપ્પ વગેરેની સંખ્યાનું નિયમન કરવું (૮) મસિકર્મ = લખવાનાં સાધન પેન-પેન્સિલ વગેરેની સંખ્યા નક્કી કરવી. (૯) કૃષિકર્મ = ખેતીનાં સાધનો : હળ - કોદાળી - પાવડા વગેરેની સંખ્યા નક્કી કરવી. ચૌદ નિયમ વિષયક વિશેષ સમજણ ગુરુભગવંત પાસેથી મેળવી લેવી જોઈએ. Page #166 -------------------------------------------------------------------------- ________________ સાતમું વ્રત ૧૪૫ લલચાય છે. તે ચંચળ અને લાલચુ મનને નિયંત્રિત કરવા માટે મારે આ વ્રત તથા ચૌદ નિયમોનો સ્વીકાર કરવો છે. અત્યારે મારા મન ઉપર કોઈ કાબૂ નહીં હોવાના કારણે દુનિયાભરની ચીજો સાથે મારું જોડાણ રહે છે. તે સંબંધી વિચારો અને ચિંતન પણ ચાલ્યા કરે છે. હું જાણું છું કે માત્ર કાયિક ભોગથી કર્મબંધ થાય છે એવું નથી, પરંતુ ભોગ સંબંધી વાતો કે વિચારોથી પણ કર્મબંધ ચાલુ જ રહે છે. આ કર્મબંધથી મારી જાતને બચાવવા માટે અને દુનિયાભરના પદાર્થો પ્રત્યેની આસક્તિ અને મમત્વભાવને તોડવા માટે હું આ નિયમો ગ્રહણ કરવા માંગું છું. મારી જરૂરિયાત હોય ૨૦ દ્રવ્યની, અને જો હું ૫૦ દ્રવ્યથી વધારે નહીં વાપરું' - એવો નિયમ કરીશ તો મારા માટે નિયમનું પાલન કરવું અત્યંત સરળ બની જશે. પરિણામે દરેક વસ્તુ વાપરતાં મને જે નિયમની સ્મૃતિ થવી જોઈએ તે નહીં થાય. તેથી મારે તો ૨૦ દ્રવ્યોની જરૂરિયાત હોય તો “૧૫ દ્રવ્યોથી વધારે નહીં વાપરું' - એવો નિયમ કરવો છે, જેથી નિયમની સંકુચિતતાને કારણે મારા મનને નિયંત્રણમાં લાવવાનો મારો મુખ્ય ઉદ્દેશ જળવાઈ રહે, અને નાહકની રાખેલી છૂટથી વધુ કર્મબન્ધ પણ ન થાય. - નિયમની મર્યાદા બહારની વસ્તુઓ તો મારે નથી જ વાપરવી, પણ મર્યાદિત વસ્તુઓ વાપરતાં પણ મારે રાગાદિત ભાવોથી બચવા સાવધાન રહેવું છે. - પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે રોજ રોજ મારા નિયમોને સંકોચીને હું એવી શક્તિ પેદા કરું કે વહેલામાં વહેલું સાધુ જેવું નિર્લેપ જીવન સ્વીકારી સવમોપરી(રિ)મોને વીમમિ પુત્ર નિંરે - ભોગોપભોગ પરિમાણ નામના બીજા ગુણવ્રતમાં જે કોઈ દોષ લાગ્યો હોય તેને હું નિંદું છું. આ રીતે ભોગ-ઉપભોગની સામગ્રીનું નિયંત્રણ કર્યા પછી, ક્યારેક અનાભોગથી કે પ્રમાદાદિ દોષોથી વ્રતની મર્યાદા ચુકાઈ ગઈ હોય, વ્રત દ્વારા આસક્તિને ઘટાડવાનું લક્ષ્ય સુકાઈ ગયું હોય, તો તે સર્વ દોષોને સ્મૃતિમાં લાવી આ ગાથા બોલતાં તેની નિંદા કરવાની છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સૂત્રસંવેદના-૪ ચિત્તવૃત્તિનું ઘડતર : વિષયો તરફની ગાંડી દોટને અટકાવવા શ્રાવકે નિત્ય નીચેની વિગતો વિચારી હૃદયને વૈરાગી બનાવવા યત્ન કરવો. પૂર્વોક્ત ભોગ-ઉપભોગની અનર્થકારિતાને વારંવાર વાંચી, ચિંતન કરવું. આપણો સ્વભાવ જ્ઞાનાદિ ગુણોને ભોગવવાનો છે, જડ વસ્તુને ભોગવવાનો નથી. જડ વસ્તુનો ભોગ તો શરીર અને ઇન્દ્રિયોના પનારે પડ્યા હોવાથી કરવો પડે છે. ♦ વિષયોની આસક્તિને કારણે આપણે દરેક પ્રકારનાં પાપો કરવાં પડે છે. વિષયોની આસક્તિને કારણે સ્નેહી સ્વજનોની સાથે ક્લેશ થાય છે. વિષયોની આસક્તિ કષાયોનું ઉદ્ગમ સ્થાન છે. ♦ ગમતા વિષયો ન મળતાં ક્રોધ આવે છે. • ગમતા વિષયો પ્રાપ્ત થતાં, ‘બીજા કરતાં હું કાંઈક વિશેષ છું’ - એવું માન થાય છે. ♦ ગમતા વિષયો મેળવવા અને જાળવવા માયા કરવી પડે છે. ♦ વિષયનું સુખ એકવાર પ્રાપ્ત થયા પછી બીજી વાર - ત્રીજી વાર પ્રાપ્ત કરવાની ઇચ્છાસ્વરૂપ લોભ સતત વઘ્યા કરે છે. ♦ગમતા વિષયો પ્રાપ્ત થતાં રાગ વધુ દૃઢ બને છે તેનાથી ચીકણાં કર્મ બંધાય છે. ♦ વિષયોનું સુખ ઝેર મેળવેલા સ્વાદિષ્ટ ભોજન જેવું છે. તે દેખાવમાં તો અત્યંત રમણીય લાગે પણ પરિણામે મારનારું છે. + વિષ તો દ્રવ્યપ્રાણોનો નાશ કરી એક ભવ બગાડે છે, જ્યારે વિષયો તો ભાવપ્રાણનો નાશ કરી ભવોભવ મારવાનું કામ કરે છે. ♦ વિષ તો જીભની સાથે સ્પર્શ થયા પછી મારે છે, જ્યારે વિષયોનો તો વિચાર માત્ર મારે છે. વિષય-કષાયને ઓળખી તેમાં વૈરાગ્યભાવને કેળવવા દરેક શ્રાવકે ઇન્દ્રિયપરાજયશતક, વૈરાગ્યશતક, જ્ઞાનસાર, યોગશાસ્ત્ર-ચોથો પ્રકાશ, અધ્યાત્મ કલ્પદ્રુમ, શાન્ત સુધારસ જેવા ગ્રન્થોનું શ્રવણ, મનન, ચિંતન સતત ક૨વું જોઈએ. તે દ્વારા મનને એવું તૈયાર કરવું જોઈએ કે મન વૈપિયકભાવોથી પર થઈ આધ્યાત્મિક ભાવોમાં વિચરણ કરે, અને ત્યાં જ લીન રહે. Page #168 -------------------------------------------------------------------------- ________________ સાતમું વ્રત ૧૪૭ અવતરિણકા: - સામાન્યથી ભોગ-ઉપભોગ પરિમાણમાં થયેલા દોષોની નિંદા કરી. હવે સચિત્તના ત્યાગી શ્રાવકને તે વિષયમાં થતા અતિચારો જણાવે છે. તેના દ્વારા ત્યાગ કરેલ અન્ય વસ્તુ વિષયક અતિચારો પણ યથાસંભવ વિચારી લેવા. ગાથા : सच्चित्ते पडिबद्धे, अपोल-दुप्पोलियं च आहारे । तुच्छोसहि-भक्खणया, पडिक्कमे देसि सव्वं ।।२१।। અન્વયે સહિત સંસ્કૃત છાયા ? ___ सचित्ते प्रतिबद्धे, अप्रज्वलित-दुष्प्रज्वलित आहारे । - તુ-ગોધ-પક્ષI, ફેવસિ સર્વ પ્રતિમા પાર ગાથાર્થ: સચિત્ત આહાર, સચિત્ત પ્રતિબદ્ધ આહાર, અપક્વાહાર, દુષ્પક્વાહાર”, તુચ્છ ઔષધિ ભક્ષણ આ પાંચ અતિચારમાંથી જે કોઈ પણ અતિચાર દિવસ દરમ્યાન લાગ્યો હોય તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું. ' વિશેષાર્થ: સવ - સચિત્ત આહાર વાપરવો. - સચિત્ત આહારનો ત્યાગ કર્યા પછી કે તેનું પ્રમાણ નિયત કર્યા પછી અજાણપણે કે ઉતાવળથી સંચિત્તનો ઉપયોગ કર્યો હોય અથવા પ્રમાણથી અધિક લેવાઈ ગયું હોય તો તે પ્રથમ અતિચાર છે. (વિ)પડવળે - સચિત્ત સાથે સંકળાયેલી અચિત્ત વસ્તુ વાપરવી. જેમ કે પાકા ફળનો ગર્ભભાગ અચિત્ત છે તેમ માની, તેનું બીજ કાઢી તરત જ નગર વાપરવો. આમાં સચિત્ત વાપરવાની ઈચ્છા નથી, પરંતુ માન્યતા એવી છે કે ગર તો સચિત્ત નથી માટે ચાલે, આવું માની વાપરવાથી બીજો અતિચાર લાગે છે; પરંતુ સચિત્ત છે. તે ખબર હોવા છતાં વાપરે તો વ્રતભંગ થયો ગણાય. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સૂત્રસંવેદના-૪ પોત્ર - (અપોષણાહ) - નહિ રંધાયેલો આહાર. અગ્નિથી સંસ્કાર નહિ પામેલ ઘઉં આદિ વનસ્પતિનો લોટ અચિત્ત માની વાપરે તો ત્રીજો અતિચાર છે. અનાજને દળી તેનો લોટ બનાવ્યો હોય તો પણ તે લોટ અમુક સમય સુધી સચિત્ત રહે છે. આ વસ્તુનો ખ્યાલ ન હોય અને હવે તે અચિત્ત થઈ ગયો છે તેમ માની તેને વાપરે તો અતિચાર લાગે છે. જેણે સચિત્તનો ત્યાગ કર્યો હોય તેણે આવી દરેક બાબતનો ખ્યાલ રાખવો જોઈએ. કુપોાિં માદાને (સુબોધ્યાદી) - અધકચરો રંધાયેલો આહાર. અધ ભુંજાયેલા પોંક, ચણા તથા મગફળી વગેરેને આ અચિત્ત છે એમ માનીને વાપરવાં તે ચોથો અતિચાર છે. તુચ્છ સહિ-માયા - જેમાં ખાવાનું થોડું હોય અને ફેંકી દેવાનું ઘણું હોય તેવી તુચ્છ ઔષધિ આદિના ભક્ષણથી. સીતાફળ વગેરે તુચ્છ ફળોનું અથવા મગ, ચોળી વગેરેની કોમળ શીંગોનું ભક્ષણ કરવાથી આ અતિચાર લાગે છે. આવી વનસ્પતિઓને અચિત્ત કરીને વાપરે તો પણ દોષ લાગે છે. તુચ્છ ફળોમાં ખાવાનું ઓછું છે અને કોમળ શીંગો વગેરેમાં માત્ર જીભનો સ્વાદ પોષાય છે, માટે અચિત્તભોજીએ આવી વસ્તુ પણ છોડી દેવી જોઈએ. આમ છતાં, મારે તો સચિત્તનો ત્યાગ છે, અચિત્તની છૂટ છે, માની વપરાઈ ગઈ હોય તો વ્રતભંગ નથી, પરંતુ આસક્તિ ઘટાડવાનું વ્રતનું મૂળ ધ્યેય જળવાતું નથી, માટે દોષ-અતિચાર તો જરૂર લાગે છે. ભોગ્ય ચીજોને આશ્રયી આ પાંચ અતિચાર જણાવ્યા. તે જ રીતે વસ્ત્ર, અલંકાર આદિ ઉપભોગની ચીજોમાં પણ મર્યાદા બાંધી શ્રાવકે તેમાં પણ અતિચાર ન લાગે તેની ખાસ કાળજી રાખવી જોઈએ. દિશમે સ સā - દિવસ સંબંધી સર્વ પાપનું પ્રતિક્રમણ કરું છું. શ્રાવક જેનો ત્યાગ કરે છે, તે સચિત્ત વસ્તુમાત્રને ધ્યાનમાં રાખીને આ ગાથામાં અતિચારો જણાવ્યા છે; પરંતુ તેના ઉપલક્ષણથી અન્ય પણ જે વસ્તુનો શ્રાવકે ત્યાગ કર્યો હોય અથવા જેમાં પ્રમાણ નિયત કર્યું હોય તેવી સર્વ વસ્તુઓ સંબંધી અતિચારો યથાસંભવ વિચારી લેવા. જેમ કે માંસ, મદિરા, મધ આદિ વસ્તુઓનો Page #170 -------------------------------------------------------------------------- ________________ સાતમું વ્રત ત્યાગ કર્યો હોય, પરંતુ અનાભોગથી કે અજાણપણે તે વસ્તુઓ વપરાઈ ગઈ હોય, કોઈ વસ્તુ સાથે આવી ચીજો સંકળાયેલી હોય, દવા વગેરેમાં આનો ઉપયોગ થઈ ગયો હોય તો તે સર્વ, વ્રતમાં અતિચારસ્વરૂપ છે. આ રીતે અન્ય કોઈપણ વસ્તુના ત્યાગ કે નિયમનની પ્રતિજ્ઞા કરી હોય, અને દિવસ દરમ્યાન તે ત્યાગ કરેલી વસ્તુ વિષયક આવા નાના મોટા કોઈપણ અતિચારોનું જાણતા કે અજાણતા આસેવન થયું હોય, તો તે સર્વ દોષોને સ્મરણમાં લાવી શ્રાવક તેની આલોચના, નિંદા અને ગહ કરે છે. આમ કરવા દ્વારા તે પોતાના મનને એવું તૈયાર કરે છે કે પુનઃ પાપનું આસેવન જ ન થાય. આમ, પાપના અકરણરૂપ પ્રતિક્રમણ કરવાની પોતાની ઇચ્છા સાધક આ પદ દ્વારા પ્રગટ કરે છે. ૧૪૯ આ બંને ગાથા બોલતાં શ્રાવક વિચારે કે “જડ વસ્તુનો ભોગ-ઉપભોગ કરવો તે મારો સ્વભાવ નથી, તેમ હું જાણું છું; તો પણ શ્રમણભગવંતોની જેમ ભોગ વિના, કે જરૂરી ભોગ કરવો પડે ત્યારે પણ નિર્લેપભાવવાળા રહેવાનું મારું સામર્થ્ય નથી. આવી શક્તિ પ્રગટાવવા મેં ‘ભોગોપભોગપરિમાણ વ્રત’ નો સ્વીકાર કર્યો છે. વ્રતનો સ્વીકાર કરી અણીશુદ્ધ પાળવાની ભાવનાથી યથાશક્તિ યત્ન પણ કર્યો છે; તો પણ પ્રમાદાદિ દોષોને કારણે તથા ઈચ્છાઓ ઉપર' અંકુશ ન રાખી શકવાને કારણે દિવસ દરમ્યાન અનેકવાર મેં મારા વ્રતને મલિન કર્યું છે. ક્યારેક ખાવાની તો ક્યારેક પહેરવાઓઢવાની ચીજ-વસ્તુઓ પ્રત્યે મારું મન આકર્ષાયું છે, ક્યારેક તેવો વાણીવ્યવહાર પણ થઈ ગયો છે, અને ક્યારેક કાયા પણ તેમાં સંલગ્ન થઈ છે. આ સર્વ અતિચારોને યાદ કરી, તેનાથી પાછા વળવા માટે સર્વથા ભોગોપભોગથી રહિત મહામુનિઓના ચરણમાં પ્રણામ કરી પ્રાર્થના કરું છું કે હે ભગવંત ! આપના જેવી નિર્મળ મનોવૃત્તિ અને શક્તિ મને પણ પ્રાપ્ત થાઓ ! જેથી હું પણ નિરતિચાર વ્રતપાલનમાં સ્થિર થાઉં અને આપના જેવું જીવન જીવી સર્વથા જડવસ્તુના ભૌગોપભોગ વિનાનું અણ્ણાહારીપદ પ્રાપ્ત કરું.” Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સૂત્રસંવેદના-૪ અવતરણિકા : ભોગોપભોગપરિમાણ વ્રતમાં આહાર સંબંધી અતિચારોને જણાવી, હવે વાણિજ્ય સંબંધી અતિચારોને આ બે ગાથાઓ દ્વારા જણાવે છે – ગાથા: ફાટી-વા-સાવી-માળી-પકોડી સુવા વર્મા | વળજું વેવ તંત----વિસ-વિસર્ષ સારા एवं खु जंतपीलण-कम्मं निलंछणं च दव-दाणं । . સર-તહ-તહાય-સોસ, સસપ ર વાિ ારા અન્વય સહિત સંસ્કૃત છાયા : મારી-વન-ટી-માટી-સ્સોટું કર્મ સુવર્નન્ ા , વ ૨ વત્ત-અક્ષા-ર-શ-વિષ-વિષયમ્ વાર્વેિ સારા एवं खलु यन्त्र-पीलनकर्म, निर्लाञ्छनं च दवदानम् । સો-ટૂ-તડ-શોષ, સતીપોષ વ્ર વર્જયેત્ સારરૂા ગાથાર્થ: અંગારકર્મ, વનકર્મ, શકટકર્મ, ભાટકકર્મ', સ્ફોટકકર્મ": આ પાંચ કર્મને શ્રાવકે સારી રીતે છોડી દેવા જોઈએ. (તથા) દાંત, લાખ, રસ, કેસમાં, વિષ સંબંધી વાણિજ્ય(વેપાર)નો અને એ જ રીતે યંત્રપિલનકર્મ', નિર્લાઇનકર્મ, દવદાનકર્મ સરોવર-દ્રહ-તળાવ વગેરેનું શોષણકર્મ“અને અસતીપોષણકર્મના આ પાંચ કર્મનો શ્રાવકે ત્યાગ કરવો જોઈએ. વિશેષાર્થ : સંસારમાં રહેલા શ્રાવકને ભોગપભોગની વિવિધ સામગ્રી મેળવવા માટે ધનની જરૂર પડે છે અને ધન મેળવવા તેને વ્યવસાય કરવો પડે છે. વ્યવસાય પાપારંભ વિના થતા નથી; તો પણ પાપભીરુ શ્રાવક વિચારે કે “સંસારમાં છું તેથી ધનપ્રાપ્તિ માટે ધંધો કર્યા વિના તો નહિ ચાલે, પરંતુ એવો ધંધો કરું કે જેના દ્વારા મોટાં પાપોથી બચી શકું.' આમ વિચારી શ્રાવક જેમાં અત્યંત Page #172 -------------------------------------------------------------------------- ________________ સાતમું વ્રત ૧૫૧ પાપારંભ થતો હોય, પૃથ્વી-પાણી-અગ્નિ આદિ જીવોની ઘણા મોટા પ્રમાણમાં સાક્ષાત્ હિંસા થતી હોય તેવા કર્માદાનના ધંધા ન કરે. જિજ્ઞાસાઃ કર્માદાન કોને કહેવાય ? તૃપ્તિ જે ધંધાથી જ્ઞાનાવરણીયાદિ કર્મોનું આદાન (ગ્રહણ) થતું હોય તેવા ધંધાને કર્માદાનના ધંધા કહેવાય છે. જે ધંધામાં પૃથ્વી આદિ જીવોની ઘણા મોટા પ્રમાણમાં હિંસા સાક્ષાત્ દેખાતી હોય, અને તે જ કારણે જે ધંધાથી વિપુલ પ્રમાણમાં કર્મોનું આદાન થતું હોય, તેવા કર્માદાનના ધંધાઓના શાસ્ત્રમાં પંદર પ્રકારો બતાવ્યા છે તે આ પ્રમાણે - jી -વા-સાદી માહી-પકોડી સુવmા - અંગારકર્મ, વનકર્મ, શકટકર્મ, ભાટકકર્મ, સ્ફોટકકર્મ (આ પાંચ) કર્મોનો સારી રીતે ત્યાગ કરવો જોઈએ. (૧) ઇંડાત્રી - અંગારકર્મ જેમાં અગ્નિનો ઉપયોગ વધુ પ્રમાણમાં હોય તેવો ધંધો તે અંગારકર્મ છે. જેમ કે ઈંટો પકવવી, કોલસા પાડવા, ચૂનો પકવવો, સોનીનું કામ, લુહારનું કામ, ભટ્ટીઓ દ્વારા કપડાં ધોવા, ધાતુઓને ઓગાળવાની ભઠ્ઠીઓ ચલાવવી, Fabrication units, કWeilding works અથવા જે પણ ધંધામાં ખૂબ મોટા Furnaces હોય તેવા ધંધા વગેરે અંગારકર્મ કહેવાય. આ ઉપરાંત મીલો વગેરે કારખાનાંઓ કે તેવા પ્રકારના Manufacturing units ને પણ અંગારકર્મ કહેવાય. (૨) વળ - વનકર્મ જેમાં વનસ્પતિનું છેદન-ભેદન મુખ્ય છે તેવા વ્યાપારથી ધન કમાવવું તે વનકર્મ છે. જેમ કે જંગલો કાપી આપવાં, વાડી, બાગ, બગીચા, નર્સરી, ખેતર વગેરે રાખી તેનાં ફળ, ફૂલ, પત્રાદિ વેચવાં, અનાજને ખાંડવાં, દળવાં, ભરડવાં વગેરેનો વ્યાપાર વનકર્મ કહેવાય. (૩) સારી - શકટકર્મ ગાડી, ગાડાં, ટ્રક, વહાણ, સ્ટીમર, પ્લેન વગેરે અનેક પ્રકારનાં વાહનો, કે તેના સ્પેરપાર્ટ્સ બનાવી વેચવાં તે શકટકર્મ છે. આ ધંધામાં વાહનો બનાવવામાં અને વાહનોના વપરાશમાં સ્થાવર ઉપરાંત ત્રસ જીવોની હિંસા વધુ થાય છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ સૂત્રસંવેદના-૪ (૪) માડી - ભાટકકર્મ ગાડી, ગાડાં, ખટારા, રીક્ષા, આગગાડી, સ્ટીમર, વિમાન વગેરે વાહનો તથા હાથી, ઘોડા, ઊંટ, બળદો વગેરે જનાવરો ભાડે આપી ધનોપાર્જન કરવું; ટ્રાવેલ એજન્સી ચલાવવી વગેરે તે ભાટકકર્મ છે. (૫) જોડી - સ્ફોટકકર્મ પૃથ્વી - પત્થર વગેરેને ફોડવાં; સુરંગો બનાવવી તથા ઘઉં-ચણા-જેવ વગેરે અનાજ ફોડવાં, કૂવા-તળાવ-વાવ વગેરે ખોદાવવાં, ખેતરો ખેડવાં વગેરે વ્યાપારને સ્ફોટકકર્મ કહેવાય છે. . આ પાંચ પ્રકારના વ્યાપારમાં પારાવાર હિંસા થતી હોવાથી તેમાં પ્રચુરમાત્રામાં કર્મનો બંધ થાય છે માટે તેને કર્માદાન કહેવાય છે, માટે શ્રાવકે તેને પ્રયત્નપૂર્વક. છોડી દેવાં જોઈએ. વધુ ધનની લાલસાથી કે પ્રમાદ આદિ દોષોથી આવા વ્યાપારો કરવાથી સાતમા વ્રતમાં દોષો લાગે છે. વાળિનું ચેવ તંત-જીવન્તુ-રસ-સ-વિર્સ-વિસ્તર્યં - દાંત, લાખ, ૨સ, કેશ અને વિષ સંબંધી વ્યાપારનો (શ્રાવકે ત્યાગ કરવો જોઈએ.) (૬) દ્વૈત - દાંતનો વ્યાપાર. અહીં દાંતના ઉપલક્ષણથી પ્રાણીના કોઈ પણ અવયવને ગ્રહણ કરવાના છે. જેમ કે નખ, વાળ, રુવાંટી, હાડકાં, ચામડી આદિ. ઉત્પત્તિસ્થાનથી હાથીના દાંતનો, વાધ-ઘુવડના નખનો, હરણનાં શીંગડાંનો, હરણ-સાપ કે અન્ય કોઈનાં ચામડાંનો, ગાયના પૂંછડાંના વાળનો, કસ્તૂરીનો, ઘેટાં-બકરાં આદિના ઉનનો, વાઘની મૂછના વાળનો કે મનુષ્યના અંગોનો, એ સર્વેનો વ્યાપાર કરવો એ ‘દંત-વાણિજ્ય’ નામના કર્માદાનના ધંધા કહેવાય છે. (૭) જ્જ - લાખનો વ્યાપાર. લાખના ઉપલક્ષણથી અહીં તેના જેવાં બીજાં સાવધ દ્રવ્યો ગ્રહણ કરવાનાં છે. જેમ કે મણશિલ, ગળી, ધાતકીવૃક્ષ કે જેની છાલ અને પુષ્પમાંથી દારૂ બને છે તે, ટંકણખાર, સાબુ બનાવવાના ક્ષાર વગેરેનો વ્યાપાર કરવો તે ‘લક્ષ-વાણિજ્ય' નામનો કર્માદાનનો ધંધો છે. (૮) રસ રસવાળા પદાર્થોનો વ્યાપાર. મધ, મદિરા, માંસ, માખણ, દૂધ-દહીં, ઘી, તેલનો વ્યાપાર કરવો. રસના Page #174 -------------------------------------------------------------------------- ________________ સાતમું વ્રત ઉપલક્ષણથી આંસવો, સ્પિરિટ, તેજાબ, અથાણાં, મુરબ્બા, ફીનાઈલ વગેરે પ્રવાહી પદાર્થોનો વ્યાપાર કરવો એ પણ ‘રસ-વાણિજ્ય' નામનો કર્માદાનનો વ્યાપાર છે. (૯) òસ - દ્વિપદ-ચતુષ્પદનો વ્યાપાર કરવો. પૈસા લઈને સ્ત્રી-પુરુષોને વેચવા, દાસ-દાસીઓનો, પશુ-પક્ષીઓનો વ્યાપાર કરવો તે ‘કેશ-વાણિજ્ય' નામના કર્માદાન તરીકે ગ્રહણ કરવાનો છે. ૧૫૩ (૧૦) વિન - ઝેરી ચીજોનો વ્યાપાર. શૃંગિક આદિ ઝે૨, હરતાલ, વચ્છનાગ, સોમલ આદિ ઝેરી ચીજો, ડી.ડી.ટી., મચ્છ૨-જૂ-ઉંદર મારવાની દવાઓ તથા ખેતીમાં વપરાતી જંતુનાશક દવાઓ વગેરે સર્વે ઝેરી ચીજોનો વ્યાપાર ‘વિષ-વાણિજ્ય’ નામના કર્માદાન તરીકે ગ્રહણ કરવો. एवं खु जंतपीलण - कम्मं निल्लंछणं च दवदाणं, सर- दह-तलायसोसं असई-पोसं च એ જ રીતે યંત્રપીલનકર્મ, નિર્વાંચ્છનકર્મ, દવદાન કર્મ, સરોવર-દ્રહ-તળાવ વગેરેનું શોષણકર્મ અને અસતીપોષણકર્મનો (શ્રાવકે ત્યાગ કરવો જોઈએ.) - . (૧૧) ખંતપીળ યંત્ર-પીલનકર્મ. તેલ કાઢવાની ઘાણી, અનાજ દળવાની ઘંટી, શેરડી પીલવાનો સંચો, ખાંડણીઓ, સાંબેલું, સરાણ, પવનચક્કી, પાતાલયંત્ર, આકાશયંત્ર વગેરે યંત્રો ચલાવીને ધંધો કરવો તે ‘યંત્ર-પીલનકર્મ’ છે. અત્યારે વરાળ, ક્રુડ ઑઈલ, પેટ્રોલ કે વીજળીની શક્તિથી ચાલતી ફેક્ટરીઓ, જીન, પ્રેસ, ખેતીનાં યંત્રો એ સર્વ યંત્રપીલન નામનું કર્માદાન કહેવાય છે. (૧૨).નિભ્રંછમાં - નિર્વાંછનકર્મ (અંગછેદન કર્મ). બળદ, પાડા તથા ઊંટ વગેરેનાં નાક વીંધવાં, ગાય, ભેંસ, બળદ, ઘોડા વગેરેને આંકવાં, ડામ દેવા, આખલા-ઘોડા વગેરેની ખસી કરવી, ઊંટ વગેરેની પીઠ ગાળવી વગેરે કાર્યો દ્વારા આજીવિકા ચલાવવી તે ‘નિલૅંછનકર્મ’ નામના કર્માદાન તરીકે ગ્રહણ કરવું. (૧૩) વવાળું - દવ-દાનકર્મ. આગ લગાડવાનું કર્મ તે ‘દવ-દાનકર્મ’ છે. શોખથી કે દુશ્મનાવટથી આગ લગાડવી, જૂનાં ઘાસ-જંગલો-વૃક્ષો વગેરેને બાળી નાંખવાં, ખેતરોમાં ઊગી Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સૂત્રસંવેદના-૪ નીકળેલા ઘાસને બાળી નાંખવું; ગુફાઓ કે માર્ગ બનાવવા બ્લાસ્ટીંગ કરવું વગેરે દવ-દાનકર્મ' નામના કર્માદાન તરીકે ગ્રહણ કરવું. (૧૪) સર--તાવ-શો - સરોવર, દ્રહ, તળાવોને સૂકવવાનું કર્મ ધાન્ય ઉગાડવા માટે સરોવર, ધરાઓ, નદી, દ્રહોમાંથી નીક કે નહેર દ્વારા પાણી વહેવડાવવું, કૂવા ખાલી કરી આપવા, બોરવૅલ બનાવવા વગેરે જલશોષણકર્મ છે. (૧૫) સોર્સ - અસતી-પોષણકર્મ. અસતી એટલે કુલટા-વ્યભિચારિણી સ્ત્રી. તેને પોસવાનું કર્મ તે અસતીપોષણકર્મ છે. દાસ-દાસીઓ, નદીઓ, નપુંસકો વગેરેને હલકો ધંધો કરવા માટે ઉછેરવાં, એકઠાં કરવાં કે અન્ય રીતે પોષણ આપવું, તેમના દ્વારા કૂટણખાનાં ચલાવવાં, સિંહ-વાઘ-ચિત્તા-રીંછ વગેરે શિકારી પ્રાણીઓને ઉછેરવાં, તેમની પાસે વિવિધ ખેલ કરાવવા, તેમને વેચવાં, પોપટ-મેના-કૂતરાં આદિને પાળવાં વગેરે અસતી-પોષણકર્મ કહેવાય છે. વ્યક્તિના - ત્યાગ કરવો જોઈએ. મૂળમાં પંદર પ્રકારનાં કર્માદાન જણાવ્યાં છે. તે સિવાય પણ આવા પ્રકારના ધંધાઓનો શ્રાવકે ત્યાગ કરવો જોઈએ. આ બન્ને ગાથા બોલતાં શ્રાવક વિચારે કે - “અર્થ અનર્થનું મૂળ છે, તો પણ ગૃહસ્થજીવન ધન વિના ચાલતું નથી. માટે મારે તેની જરૂર તો પડે છે. જરૂરી ધન મેળવવા માટેના અલ્પહિસાવાળા પણ માર્ગો આ જગતમાં ઘણા છે. આ રસ્તે જઈ ધન પ્રાપ્ત થઈ શકે તેમ હતું. આમ છતાં લોભસંજ્ઞાને આધીન થઈને કે કુમિત્રોના સંગે ચડીને મેં પણ શ્રાવકજીવનમાં ન કરવા યોગ્ય, આલોક અને પરલોક બન્નેને બગાડનાર કર્માદાનના ધંધા સીધા કે આડકતરા આદર્યા છે. આ મેં ખોટું કર્યું છે. આનાથી મેં જ મારા આત્માને કર્મના બંધનથી બાંધ્યો છે અને દુઃખનું ભાજન બનાવ્યો છે. ભગવંત ! થયેલા આ સર્વ પાપની નતમસ્તકે દુઃખાદ્ધ હદયે હું નિંદા કરું છું. ગુરુ પાસે તેની ગહ કરું છું, પુનઃ પુનઃ આવા પાપો ન થાય તે માટે મહાસંતોષી અભ્યારંભવાળા ધંધાથી આજીવિકા ચલાવનાર પૂણિયા વગેરે શ્રાવકો જેવું સત્વ મારામાં પ્રગટે તેવી પ્રાર્થના કરું છું.” Page #176 -------------------------------------------------------------------------- ________________ આઠમું વ્રત ગાથા : SOCIO અવતરણિકા : હવે આઠમા અનર્થદંડ વિરમણ વ્રતના ચાર પ્રકારમાંથી ત્રીજા પ્રકારના અનર્થદંડ વિરમણ વ્રતના અતિચારો જણાવે છે સત્યન્તિ-મુસ-બંતા-તળ-દે મંત-મૂજ-મેસખ્તે । વિને નાવિદ્ વા, પડિમે વેસિયં સર્વાં ।।૪।। અન્વય સહિત સંસ્કૃત છાયા : શસ્ત્ર-અગ્નિ-મુશ-યન્ત્ર-તૃળ-વાછે મન્ત્ર-મૂળ-ભૈષજ્યે । दत्ते दापिते वा, दैवसिकं सर्वं प्रतिक्रामामि ||२४|| ગાથાર્થ : શસ્ત્ર, અગ્નિ, મુશલ, ઘંટી વગેરે યંત્રો, તૃણ, કાષ્ઠ, મંત્ર, મૂળ, ઔષધિ વગેરે વસ્તુઓ પોતે આપી હોય કે અન્ય પાસે અપાવી હોય, તે અંગે જે કોઈ પાપ લાગ્યું હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સૂત્રસંવેદના-૪ વિશેષાર્થ : સમ્યક્ત્વ મૂળ બાર વ્રતમાં આઠમું અને ગુણવ્રતમાં ત્રીજું વ્રત અનર્થદંડ' વિરમણવ્રત છે. અર્થ = પ્રયોજન અને પર્યન્ત, વ્યાપદ્યન્ત મનેન તિ ફંડ અર્થાતુ આત્માને જે દંડે-શિક્ષા કરે તે દંડ કહેવાય છે. તેમાં વિશિષ્ટ કે અનિવાર્ય કારણોસર જે હિંસાદિ દ્વારા આત્માને દંડ થાય છે તે અર્થદંડ કહેવાય; અને પ્રયોજન વિના આત્મા જેનાથી દંડાય તે અનર્થદંડ કહેવાય છે. એટલે કે પોતાનાં ઘર, કુટુંબ, પરિવાર, ધન-સંપત્તિ કે સંસારમાં ઉપયોગી સામગ્રી માટે જે હિંસાદિ પાપો કરાય છે તેને અર્થદંડ કહેવાય છે; અને સાંસારિક જીવન જીવવા માટે જેની જરૂરિયાત નથી તો પણ શોખ, કુસંસ્કારો, અજ્ઞાનતા કે કર્મબહુલતાના કારણે જે નિપ્રયોજન પાપારંભો કરવામાં આવે છે, તેને અનર્થદંડ કહેવાય છે. . શ્રાવક સમજે છે કે, સાંસારિક જીવન જીવવા માટે કરવામાં આવતાં પાપોનું ફળ પણ ભયંકર છે, તો બિનજરૂરી પાપનાં ફળો તો તેનાથી વધુ ભયંકર હોય જ; તો પણ અવિરતિના ઉદયને કારણે કે અનાદિ કુસંસ્કારોના કારણે ક્યારેક તેનું મન અને ઈન્દ્રિયો કાબૂમાં નથી રહેતાં, અને તેના કારણે તેનાથી આવાં અનર્થદંડનાં પાપો પણ થઈ જાય છે. આવાં પાપોમાં નિયંત્રણ લાવવા માટે શ્રાવક અનર્થદંડવિરમણ વ્રતનો સ્વીકાર કરે છે. સર્વથા અનર્થદંડવિરમણ વ્રત તો જેઓ પોતાનાં મન, વચન, કાયા ઉપર પૂર્ણ નિયંત્રણ રાખે છે, ભગવાનની આજ્ઞા મુજબ પોતાના યોગોને પ્રવર્તાવે છે, તેવા શ્રમણભગવંતો જ પાળી શકે છે. શ્રદ્ધાસંપન્ન શ્રાવકને પણ આવી નિપ્રયોજન પ્રવૃત્તિ ગમતી તો નથી, પરંતુ સર્વથા તેનો ત્યાગ કરવાનું તેનું સામર્થ્ય નથી, તેથી 1 શરીરર્થક, પ્રતિપક્ષતા સ્થિતઃ | योऽनर्थदण्डस्तत्तत्यागस्तृतीयं तु गुणव्रतम् ।। - યોજાશાસ્ત્ર શરીર આદિના કારણે જે પાપ કરવું પડે, તે અર્થદંડ; અને જેમાં પોતાને કે બીજાને કાંઈ લાભ ન થાય અને વગર કારણે આત્મા પાપથી દંડાય, તે અર્થદંડથી વિપરીતપણે રહેલો અનર્થદંડ, તેનો ત્યાગ કરવો તે ત્રીજું અણુવ્રત છે. 2 अद्वेण तं न बंधइ, जमणटेणं तु थेव-बहुमाया । अढे कालाईया, नियामगा न उ अणट्ठाए ।। - ધર્મસંપ્રદ પ્રયોજનથી કરાતા પાપથી તેટલું કર્મ નથી બંધાતું, કે જેટલું નિમ્પ્રયોજન કરાતાં પાપોથી બંધાય છે; કારણ કે, સપ્રયોજન કાર્યમાં તો અમુક કાળે, અમુક સ્થળે, અમુક પ્રમાણમાં વગેરે નિયંત્રણો હોય છે, જ્યારે નિરર્થક કાર્યમાં કોઈ અંકુશ હોતો નથી. Page #178 -------------------------------------------------------------------------- ________________ આઠમું વ્રત તે સામર્થ્ય પ્રગટાવવા જ શ્રાવક અતિ અનર્થકારી, નિષ્પ્રયોજન હિંસાવાળી પ્રવૃત્તિઓના ત્યાગ માટે કેટલાક નિયમો સ્વીકારે છે. જેમ કે અતિહિંસા થાય તેવાં હિંસક શસ્ત્રોની આપ-લે કરવી નહિ, જિનપૂજા કે વ્યાવહારિક કારણો સિવાય સ્નાન કરવું નહિ, જેનાથી રાગાદિ ભાવોની તીવ્રતા વધે તેવી શરીરની શોભા, પીઠી ચોળાવવી વગેરે કરવું નહિ, નખ-દાંત-વાળ વગેરે રંગવા નહિ, બ્યુટીપાર્લરનો સર્વથા ત્યાગ કરવો, રેડિયો ટી.વી વગેરે સાંભળવા નહિ, વિકૃત રૂપનું દર્શન કરાવે તેવાં નાટક, પિક્ચરો કે સર્કસ આદિ જોવાં નહિ, હોટલમાં જવું નહિ, રસનાને લોલુપી કરે તેવાં પાપડ-ચટણી-રાયતાં-અથાણાં કે બજારુ ફરસાણો વગેરે ખાવાં નહિ, સેન્ટ-અત્તર વગેરેનો ઉપયોગ કરવો નહિ, ઉદ્ભટ વેષ પહેરવો નહિ, શરીરની સુખાકારી માટે કે માન-મોભો બતાવવા માટે કે વિવિધ પ્રકારનું ફર્નીચર વાપરવું નહિ અને પોતાના વૈભવ અનુસા૨ મર્યાદિત વસ્ત્ર, અલંકારો સિવાય શરીરની શોભા માટે વધુ પડતા અલંકારો પહેરવા નહિ વગેરે. ૧૫૭ નિષ્પ્રયોજન આત્માને અનર્થ થાય તેવાં કાર્યો આ જગતમાં ઘણાં છે. તે સર્વનો સમાવેશ શાસ્ત્રમાં ચાર વિભાગમાં કર્યો છે : (૧) અપધ્યાન, (૨) પાપોપદેશ, (૩) હિંસપ્રદાન અને (૪) પ્રમાદાચરણ. તેમાં આત્માનું અહિત થાય, ભવપરંપરા વધે તેવું મનનું ચિંતન, વિચાર વગેરેને અપધ્યાન કહેવાય છે, સ્વ-પરનું અહિત કરે તેવી પાપની પ્રેરણા કરનાર વાણીના વ્યાપારને પાપોપદેશ કહેવાય છે, હિંસક શસ્ત્ર વગેરેનું કાયા દ્વારા થતું આદાન-પ્રદાન હિંન્નપ્રદાન કહેવાય છે અને આત્માને અનર્થના ખાડામાં પાડે તેવી બાહ્ય-અંતરંગ પ્રવૃત્તિને પ્રમાદાચરણ કહેવાય છે. આ ચાર પ્રવૃત્તિ ઉપરના નિયંત્રણને અનર્થદંડવિરમણ વ્રત કહેવાય છે. આ ચાર વિભાગ દ્વારા આ વ્રત મન, વચન અને કાયાના સંપૂર્ણ નિયંત્રણરૂપ બની જાય છે: આ વ્રતમાં અપધ્યાનવિરમણ દ્વારા મનનું; પાપોપદેશવિરમણથી વાણીનું; અને હિંસપ્રદાનવિરમણ અને પ્રમાદાચરણના વિરમણ દ્વારા કાયાનું નિયંત્રણ કરવામાં આવ્યું છે. એટ્લે જેને મન, વચન, કાયા ઉપર નિયંત્રણ છે, તે જ આ વ્રતનું નિર્મળ પાલન કરી શકે છે. ૭. સોઽપધ્યાન પાપો – પવેશો હિંસાર્વામ્ । प्रमादाचरणं चेति, प्रोक्तोऽर्हद्भिश्चतुर्विधः ।। धर्मसंग्रह ३६ श्लो. શ્રી જિનેશ્વર દેવોએ (૧) દુષ્ટ ધ્યાન કરવું, (૨) પાપકર્મોનો ઉપદેશ આપવો, (૩) હિંસક ચીજો બીજાને આપવી અને (૪) પ્રમાદ સેવવો : એમ ચાર પ્રકારે અનર્થદંડ કહ્યો છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સૂત્રસંવેદના-૪ ૧. અપધ્યાન' : અશુભ વિષયમાં થતી મનની એકાગ્રતાને અશુભ ધ્યાન કે અપધ્યાન કહેવાય છે. અહિં ‘ધ્યાન’ શબ્દ વાપર્યો છે, પરંતુ તેના ઉપરથી અશુભ વિચારો, ભાવના કે ચિંતનનો પણ આમાં જ સમાવેશ કરવાનો છે. અશુભ ધ્યાનના શાસ્ત્રમાં બે પ્રકારો બતાવ્યા છે : (અ) આર્ત્તધ્યાન અને (બ) રૌદ્રધ્યાન. (અ) આર્ત્તધ્યાન : જેનાથી આત્માને પીડા થાય, અથવા પીડિત અવસ્થામાં થતું ધ્યાન, તેને આર્ત્તધ્યાન કહેવાય છે. તેના ચાર પ્રકારો છે, તે આ પ્રમાણે - (૧) અનિષ્ટ-વિષય-વિયોગ-ચિંતા : ન ગમતી વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ સાથે જોડાવું પડે, ત્યારે તેનાથી છૂટવાની, અને ફરી ક્યારેય આવી અનિષ્ટ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિનો સંયોગ ન થાય, તેવી ઈચ્છામાંથી ‘અનિષ્ટ-વિષય, વિયોગ ચિંતા' નામનું આર્ત્તધ્યાન ઉત્પન્ન થાય છે. : (૨) રોગ-વિયોગ-ચિંતા ઃ શરીરમાં કોઈપણ પ્રકારનો રોગ થાય નહિ અને થયો હોય તો ક્યારે દૂર થાય તેવી ઈચ્છામાંથી ‘રોગવિયોગ-ચિંતા’ નામનું આર્ત્તધ્યાન ઉત્પન્ન થાય છે. (૩) ઈષ્ટવિષય-સંયોગ-ચિંતા : મનગમતી ઈષ્ટ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ હંમેશા મળ્યા જ કરે, એ ક્યારેય દૂર ન થાય, સદાય એનો સંયોગ થાય અને રહે - એવી ઈચ્છામાંથી ‘ઈષ્ટવિષય-સંયોગ-ચિંતા’ નામનું આર્ત્તધ્યાન પ્રગટે છે. (૪) નિદાનની ચિંતા : નિદાનનો અર્થ છે ધર્મના બદલામાં ભૌતિક સુખ મેળવવાની કામના. ‘આ ધર્મથી મને અમુક સુખ મળો' તેવી ઇચ્છા. જે 4. ગળવદિય મળ્યો નલ્સ, જ્ઞાવડું વર્તુગાડું અમદૃારૂં । तं चिंतियं न लहइ, संचिणइ अ पावकम्माई ।। વવ-વાય-વિરક્રિયાળ વિ, જમ્માનં ચિત્તમેત્તવિધિયાળ । अइघोरं होइ फलं, तंदुलमच्छु व्व जीवाणं ।। धर्मसंग्रहवृत्तौ જેનું અસ્થિર મન બહુ અટ્ટમટ્ટ (જેવું-તેવું) ચિંતવન કરે છે, તે જીવ પોતે ચિંતવેલું કાંઈ મેળવી શકતો નથી, અને ઊલટું પાપકર્મ બાંધે છે. વચનયોગ અને કાયયોગથી બોલ્યા કે પ્રવૃત્તિ કર્યા વગર એક માત્ર ચિત્તથી દુર્ધ્યાન કરવાથી પણ બંધાયેલાં કર્મોનું જીવોને તંદુલિયા મત્સ્યની જેમ અતિ ઘોર ફળ ભોગવવું પડે છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ આઠમું વ્રત જન્માંતરને માનતો હોય તેને ‘જન્માંતરમાં પણ મને અનુકૂળ વિષયોભોગસામગ્રી, ધન વગેરે સમૃદ્ધિ મળો' એવી વિચારધારામાંથી ‘નિદાનચિંતા' નામનું આર્તધ્યાન આવે છે. ૧૫૯ (બ) રૌદ્રધ્યાન : ભયંકર કે ક્રૂરતાવાળા ધ્યાનને રૌદ્રધ્યાન કહેવાય છે. જે ધ્યાનમાં અશુભ ધ્યાનની માત્રા એટલી ક્લિષ્ટ અને હીન કક્ષાની થાય કે હિંસા, જૂઠ, ચોરી આદિનાં પાપોની વિચારધારા પણ શરૂ થાય, તે નિમ્નકક્ષાના ધ્યાનને રૌદ્રધ્યાન કહેવાય છે. તેના પણ ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે - : (૧) હિંસાનુબંધી રોદ્રધ્યાન ઃ જો કોઈ પોતાના સુખમાં વિઘ્ન કરે તો તેને કેમ પૂરો કરવો ? તેને આ માર્ગમાંથી કેમ ફેંકી દેવો ? આવી અધમ વિચારણામાં મનને વ્યાપ્ત રાખવું તે ‘હિંસાનુબંધી' રૌદ્રધ્યાન છે. (૨) મૃષાનુબંધી રોદ્રધ્યાન : પોતાનું સારું દેખાડવા, સ્વાર્થ પૂરો ક૨વા, સામી વ્યક્તિનું શું થશે ? તેનો વિચાર કર્યા વિના, ગમે તેવું ખોટું બોલવામાં મનનું એકાગ્ર ચિંતન તે ‘મૃષાનુબંધી' રૌદ્રધ્યાન છે. (૩) સ્તેયાનુબંધી રોદ્રધ્યાન : અન્યની′ જરૂરીયાતનો વિચાર કર્યા વિના, પોતાનો પટારો ભરવાં, અતિલોભને વશ થઈ ૫૨દ્રવ્યનું હરણ કરવા કે રાજ્યના ટેક્સ વગેરે ન ભરવા સંબંધી મનની એકાગ્રપણે ચાલતી વિચારણા તે ‘સ્તેયાનુબંધી’ રૌદ્રધ્યાન છે. (૪) સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન: શબ્દાદિક વિષયોનાં સાધનો તથા ધનના રક્ષણની ચિંતા કરવી, દરેક ત૨ફથી તેના હરણની શંકા કરવી અને હરનારને મારી નાંખવાના ક્રૂર વિચારોમાં ચિત્તને એકાગ્ર બનાવી દેવું, એ ‘સંરક્ષણાનુબંધી’ રૌદ્રધ્યાન છે. રાગ, દ્વેષ અને મોહના વિકારવાળા જીવોને આ ચારે પ્રકારના આર્તધ્યાન અને રૌદ્રધ્યાન સંભવી શકે છે. તેમનું આ આર્ત્તધ્યાન તથા રૌદ્રધ્યાન તેમને માટે અનુક્રમે તિર્યંચગતિ અને નરકગતિનું કારણ બને છે. અનુકૂળતાના અર્થી જીવો માટે આર્તધ્યાનથી બચવું અતિ કપરું છે. વળી મન અતિ ચંચળ છે. મનનું નિયમન ભલભલા ભડવીરોને પણ ભારે પડે તેવું હોય છે. આ જ કારણથી આર્તધ્યાનમાંથી ઘણી વાર રૌદ્રધ્યાનની પણ સંભાવના રહે છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ ૨. પાપોપદેશ : પાપકાર્ય સંબંધી અન્યને પ્રેરણા આપવી, ઉપદેશ આપવો. અન્યને પાપ કરવા માટે પ્રેરવા, એ પાપોપદેશ નામનો અનર્થદંડ છે, ઘણીવાર ગૃહસ્થને કોઈક કારણસર પોતાનાં કાર્યો કરાવવા, અથવા બંધુ-પુત્ર આદિને કાર્યમાં જોડવા, પાપકર્મો ક૨વા પ્રેરવા પડે છે. આ અનિવાર્ય એવો પાપોપદેશ છે; પરંતુ આવા પ્રસંગ સિવાય, જેમાં પોતાને કાંઈ લેવાદેવા નથી, પોતાને કોઈ ફાયદો પણ નથી, તો પણ વધુ પડતું વાચાળપણું, બીજાને ઉપદેશ આપવાની કુટેવ વગેરે કુસંસ્કારોના કારણે, ઘણીવાર નિષ્પ્રયોજન પાપકાર્યોમાં શ્રાવક અન્યને પ્રેરે છે. જેમ કે, ખેતર ખેડો, અમુક ધંધો કરો, અથવા તો કોઈવાર ભાઈ-ભાઈ વચ્ચે કે સાસુ-વહુ વચ્ચે થતા સંવાદમાં એવી સલાહ આપે કે “સામે સંભળાવી દો, જેથી વારંવાર તેઓ બોલી ન શકે.”, “દીકરી મોટી થઈ છે તેને ઠેકાણે પાડી દો,” વગેરે. આવી ખોટી સલાહોથી નાહકનો કર્મબંધ થાય છે. તેથી વ્રતધારી શ્રાવકે અનર્થદંડથી બચવા માટે કોઈને આવી સલાહ ન આપવી જોઈએ. કોઈ પણ કાર્ય કરતાં પહેલાં શ્રાવકે પૂરો વિચાર કરવો જોઈએ. સહજ ભાવે પણ હિંસાદિનું કારણ બને એવી ભાષા ન ઉચ્ચારવી જોઈએ. આ બધા અંગે શ્રાવક ધ્યાન રાખે છે, પરંતુ પોતે સંસારમાં હોઈ ક્યારેક આવી ભાષા તેનાથી બોલાઈ જાય ત્યારે તેને આ વ્રતમાં અતિચાર લાગે છે. ૧૬૦ હવે પછીના અનર્થદંડના બે પ્રકારો બહુ સાવદ્ય છે. તેથી સૂત્રકારે સ્વયં બે ગાથાઓમાં ક્રમસર તેનું વિવેચન કર્યું છે. સત્યન્તિ-મુસહ-બંતા-તળ-ટ્ટે મંત-મૂત્યુ-મેસજ્ઞે-શસ્ત્ર, અગ્નિ, મુશલ, ઘંટી વગેરે યંત્રો, તૃણ, કાષ્ઠ, મંત્ર, મૂળ, ઔષધિ. ૩. હિંન્નપ્રદાન : હિંસાનાં સાધનો બીજાને આપવાં. દયાવાન શ્રાવક દાક્ષિણ્યતાના પ્રસંગ સિવાય નીચે બતાવેલી હિંસા કરનારી વસ્તુઓ અન્યને આપે નહિ અને અપાવે પણ નહિ. 5. વૃક્ષમાન્ સમય ક્ષેત્ર, કૃષ વઢવ વાનિનઃ । दाक्षिण्याविषये पापोपदेशोऽयं न कल्पते । । ७६ ।। वृत्तौ - "... सर्वत्र पापोपदेशनियमं कर्तृमशक्तेभ्योऽपवादोऽयमुच्यते । दाक्षिण्याविषय इति । बन्धुपुत्रादिविषयदाक्षिण्यवतः पापोपदेशोऽशक्य परिहारः । दाक्षिण्याभावे तु यथा तथा मौखर्येण पापोपदेशो न कल्पते । Page #182 -------------------------------------------------------------------------- ________________ सत्थ अग्गि मुसल जंतग तण कट्ठे मंत मूल - - આઠમું વ્રત શસ્ત્ર ચપ્પુ, છરી, તલવાર, રીવોલ્વર, રાયફલ, બંદૂકો વગેરે અનેક પ્રકારનાં શસ્ત્રો. અગ્નિ - અનેક પ્રકારનો અગ્નિ તથા અગ્નિ પેટાવવાનાં સાધનો માચીસ, લાઈટ૨ વગેરે. મુસળ - સાંબેલું, ખરલ, ખાંડણી, હળ વગેરે. યંત્ર - ઘરઘંટી, વૉશીંગ મશીન, મીક્સર, ગીઝ૨ વગેરે અનેક પ્રકારનાં યંત્રો. તૃણ - દર્ભ આદિ ઘાસ અથવા જિવાતને દૂર કરવાની તૃણરૂપ ઔષધ.. ૧૬૧ કાષ્ઠ બળતણ માટેનાં કે ઓજારો બનાવવા માટે ઉપયોગમાં આવતાં લાકડાં. મંત્ર - વશીકરણ આદિ માટે વપરાતાં મંત્રો. મૂળિયાં - તાવ વગેરે રોગોને દૂર કરનાર ઝાડનાં મૂળિયાં અથવા ગર્ભ ગાળનાર કે પાડનાર મૂળકર્મ. મેસજ્જે - ભૈષજ્ય પ્રાણીની પ્રકૃતિનો ભ્રંશ કરાવે તેવી ઉચ્ચાટનની ક્રિયામાં ઉપયોગી અનેક વનસ્પતિના મિશ્રણથી બનાવેલ વિવિધ ચૂર્ણ વગેરે. - વિને નવાવિણ વા, પડિમે વેસિગ સર્વાં - (ઉપર જણાવેલી સર્વ વસ્તુઓ) પોતે આપી હોય કે અન્ય પાસે અપાવી હોય, તે અંગે જે કોઈ પાપ લાગ્યું હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું. “ઉપર જણાવેલી સર્વ વસ્તુઓ હિંસાનું કારણ બને છે, માટે આવી વસ્તુઓ કોઈને આપવી ન જોઈએ અને અપાવવી પણ ન જોઈએ, આમ છતાં દાક્ષિણ્યતાદિ કારણ સિવાય આવી વસ્તુઓ કોઈને આપી હોય કે અપાવી હોય, તે કારણે દિવસ દરમ્યાન હિંસામાં નિમિત્ત બનાયું હોય, તો તે સર્વ દોષોથી હું પાછો વળું છું.” આ • यन्त्रलाङ्गलशस्त्राग्निमुशलोदूखलादिकम् । दाक्षिण्याविषये हिंस्रं नार्पयेत्करुणापरः ।। ७७ ।। वृत्तौ - दाक्षिण्याविषय इति पूर्ववत् । . योगशास्त्र तृ. प्र. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર સૂત્રસંવેદના-૪ રીતે શ્રાવક હિંસપ્રદાન સ્વરૂપ અનર્થદંડ વિરમણ વ્રતના અતિચારોનું પ્રતિક્રમણ કરે છે. જિજ્ઞાસા ચપ્પ, છરી, ઘંટી વગેરે વસ્તુઓ ઘરવપરાશ માટે શ્રાવકને રાખવી જ પડે છે, તો પછી ઘરમાં રહેલી વસ્તુની કોઈ માંગણી કરે તો શ્રાવકે આપવી કે ન આપવી ? તૃપ્તિ: ઘરવપરાશ માટે રાખવામાં આવેલી ઘંટી, ચપ્પ.વગેરે હિંસક સામગ્રી શ્રાવક સામેથી ન આપે, પરંતુ સામી વ્યક્તિ માંગે તો દાક્ષિણ્યતાથી આપવી પડે તો શ્રાવક ના પણ ન કહી શકે. તેથી જ વ્રત લેતાં તે તેટલી જ છુટ રાખે કે ક્યારેક દાક્ષિણ્યતાથી આપવી પડે તો છૂટ, બાકી નિયમ. આવી વસ્તુઓ આપવી પડે ત્યારે પણ જો સામી વ્યક્તિ સમજી શકે તેમ હોય તો ત્રસ આદિ જીવોની હિંસા ન થાય તે રીતે ઉપયોગ કરવા ભલામણ પણ કરે. આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે, “હું સંસારમાં છું, માટે જ આવી હિંસક ચીજો મારે રાખવી પડે છે. સંયમ જીવન સ્વીકાર્યું હોત તો આમાંની એક પણ ચીજની મને જરૂરિયાત જ ન રહેત; તો પણ શક્ય પ્રયત્ન આવી ચીજો ઘટાડું અને રાખવી પડે તો પણ અન્યને સારું લગાડવા તો ન જ આપું. ક્યારેક દાક્ષિણ્યતા આદિથી આવી હિંસક ચીજો કોઈને આપી હોય કે અપાવી હોય તે સર્વ પાપોને સ્મૃતિમાં લાવી તેની નિંદા કરું છું. અને તે પાપથી પાછો વળી નિષ્પાપભાવમાં સ્થિર થવા યત્ન કરું છું.” અવતરણિકા : હવે અનર્થદંડના ચોથા પ્રકારરૂપ પ્રમાદાચરણના વિષયમાં જે દોષનું સેવન થયું હોય તેનું પ્રતિક્રમણ કરતાં જણાવે છે ગાથા : બ્રાઈવ-વન્ન-વિત્રેવ સદરૂવ-રસ- I वत्थासण-आभरणे, पडिक्कमे देसि सव्वं ।।२५।। અન્વય સહિત સંસ્કૃત છાયા : નાન-સર્વર્તન-વ-વિષને શબ્દ-પ-રસ-ળે છે . વસ્ત્ર-શાસન-સામરો, ફેવસિ સર્વ પ્રતિક્રમામિ ારા Page #184 -------------------------------------------------------------------------- ________________ આઠમું વ્રત ગાથાર્થ : સ્નાન, ઉર્તન, વર્ણક (ગાલ વગેરે ઉપર કસ્તૂરી આદિથી શોભા કરવી.) વિલેપન, શબ્દ, રૂપ, રસ, ગંધ, વસ્ત્ર, આસન અને આભરણ એ સર્વના માધ્યમથી જે પ્રમાદાચરણ સેવ્યું હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું. વિશેષાર્થ : ૪. પ્રમાદાચરણ શ્રાવકજીવન એ પણ એક પ્રકારની સાધનાનું જીવન છે. આ જીવનની સાધના કરતાં શ્રાવકે જેમ નિરર્થક હિંસાદિ પાપો ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે, તેમ સાધનામય જીવનમાં ક્યાંય મહાશત્રુભૂત પ્રમાદ પોષાઈ ન જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. આથી પ્રત્યેક પ્રવૃત્તિ કરતાં શ્રાવકે જાગૃત રહેવાનું છે અને જીવદયાનો ભાવ અને પ્રયત્ન જારી રાખવાનો છે. જ્યારે પ્રમાદને આધીન થઈ આ પ્રયત્નથી ચૂકી જવાય છે ત્યારે આ વ્રત દૂષિત થાય છે. પ્રમાદને આધીન થઈ સેવાતાં કેટલાંક સ્થાનો હવે બતાવે છે—– 6. - पहाण સ્નાન પરમાત્માની પૂજા માટે શાસ્ત્રમાં બતાવેલી વિધિ અનુસાર ગાળેલા પરિમિત જળ દ્વારા સ્નાન કરવાથી આ વ્રતનેં બાધ નથી આવતો, પરંતુ શરીર પ્રત્યેની આસક્તિથી, અપરિમિત જળથી અને ત્રસ જીવથી યુક્ત સ્થાનોમાં સ્નાન કરવાથી તથા વારંવાર સ્નાન કરવાથી આ વ્રત દૂષિત થાય છે. શાવર, બાથટબ, સ્વીમીંગ, વોટરપાર્ક, વોટર ફાઈટ્સ, વોટર રાઈડ્સ, વોટર ફોલ્સ, સૉના બાથ, સ્ટીમ બાથ, જાકુઝી, રાફ્ટીંગ, જળાશયો આદિ સ્થાનો પર થતી હિંસા તે નિષ્પ્રયોજન હિંસા છે. માટે ‘અનર્થદંડવિરમણવ્રત' પાળતા શ્રાવકે આ સર્વેનો ત્યાગ કરવો જોઈએ. ૧૬૩ શ્રાદ્ધવિધિ પ્રકરણમાં સ્નાનની વિધિ આ પ્રમાણે બતાવી છે - स्नानमप्युत्तिंगपनककुंथ्वाद्यसंसक्तवैषम्यशुषिराद्यदूषित भूभागे । परिमितवस्त्रपूतजलेन संपातिमसत्त्वरक्षणादियतनया कुर्यात् ।। અર્થ : સ્વયં પ્રવર્તેલા ગૃહસ્થે) સ્નાન પણ કીડીનાં નગરાં, લીલ અને કુંથુઆ આદિથી અસંસક્ત, વિષમતા અને પોલાણ આદિથી દૂષિત ન હોય તેવી ભૂમિ પર, પરિમિત ગાળેલા પાણી વડે, સંપાતિમ જીવોની રક્ષા આદિ યતનાપૂર્વક કરવું જોઈએ. - · ગાથા પની ટીકા Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સૂત્રસંવેદના-૪ ૩વટ્ટી - ઉદ્વર્તન શરીરનો મેલ દૂર કરવા, પીઠી વગેરે પદાર્થો ચોપડ્યા પછી જે મેલ નીકળે તેને ઉદ્વર્તન કહેવાય છે. આ મેલને ગમે ત્યાં ફેંકવામાં આવે તો તેમાં અંતર્મુહૂર્ત પછી. સમૂચ્છિમ જીવોની ઉત્પત્તિ ઉપરાંત બીજી પણ અનેક પ્રકારની જીવાત્પત્તિ થાય છે, જે હિંસામાં પરિણામ પામે છે. તે તથા ફેશિયલ, જીવસંસક્ત કે સચિત્ત વસ્તુઓ શરીરે ચોળી કે ચોળાવી શરીરનો મેલ ઉતારવો તે ઉદ્વર્તન છે. મેનીક્યોર, પેડિક્યોર આદિની હિંસા એ નિષ્ઠયોજન હિંસા છે. વન - વર્ણક વિશિષ્ટ પ્રયોજન વિના તથા અયતનાથી શરીરને શોભાવવા મહેંદી મૂકવી, ગાલ વગેરે ઉપર કસ્તૂરી આદિથી શોભા કરવી, દાંત રંગવા, વાળ રંગવા, મુખ રંગાવવું, આંખ-વાળના રંગ બદલવા, તે સર્વ અનર્થરૂપ છે. વિસ્કેવળ - વિલેપન ચંદન વગેરેનું વિલેપન જયણાનું પાલન કર્યા વગર કરવું. ફેસ પેક, હર્બલ પેક, ઓઈલ મસાજં આદિ સર્વે વિલેપન કહેવાય. આવા વિલેપનમાં અજયણાથી કે બિનજરૂરી થતી હિંસા તે અનર્થદંડ છે.' વૈરાગ્યભાવને વરેલો શ્રાવક શક્ય પ્રયત્ન નિરર્થક સ્નાન, ઉદ્વર્તન આદિ કરતો નથી, પરંતુ હજુ તે શરીરના મોહને સર્વથા ત્યજી શક્યો નથી. આ કારણે અમુક સંયોગોમાં તેને નાનાદિ કરવાં પડે છે. સ્નાનાદિ કરતાં નાહક જીવહિંસા ન થઈ જાય તેની તે કાળજી રાખે છે, આમ છતાં પ્રમાદાદિ દોષના કારણે જેટલી અયતના થાય છે તેટલું આ વ્રત દૂષિત થાય છે. સ૬ - શબ્દ ખાસ કોઈ પ્રયોજન વિના બોલવું કે અનર્થકારી શબ્દપ્રયોગ કરવો. જેમ કેબૂમો પાડવી, સંગીતમાં લુબ્ધ થવું, ફટાણાં ગાવાં, ઘોંઘાટ કરવો, નિંદા કરવી તથા વહેલી સવારના કે રાત્રિના સમયે મોટેથી બોલવું કે જેના કારણે જીવજંતુ અને જનસમુદાય જાગીને પાપકાર્યનો પ્રારંભ કરે; આ સર્વ પ્રવૃત્તિઓ અનર્થદંડ છે, કેમ કે, આમાં થતી હિંસામાં આપણા શબ્દો નિમિત્ત બને છે. - રૂપ દેહના રૂપ અને રંગ અનિત્ય છે, અસ્થિર છે. ગમે તેટલું સાચવેલું શરીર પણ Page #186 -------------------------------------------------------------------------- ________________ આઠમું વ્રત ક્યારે બીમારીઓથી ઘેરાઈ જાય અને સુંદર રૂપ કુરૂપ બની જાય, તે જાણી શકાતું નથી. આથી આવા રૂપને સાચવવા-સંભાળવાની પાછળ સમય અને શક્તિનો વ્યય કરવો તે નિરર્થક છે, માટે તે અનર્થદંડરૂપ છે. પોતાનું રૂપ જેમ આસક્તિ ઊભી કરે છે, તે જ રીતે અન્યના રૂપનું દર્શન પણ મનને વિકૃત કરે છે, રાગાદિ ભાવો જન્માવે છે અને આત્માને કર્મથી બંધાવે છે. આથી સ્ત્રી, પુરુષ, પક્ષી, વૃક્ષ, મહેલ, બંગલા, ઐતિહાસિક સ્થળો, બાંધણી, કોતરણી, બાગ, બગીચા, ગાડી કે કોઈ પણ પ્રકારની સામગ્રીના રૂપને કોઈ પ્રયોજન વિના જોવું, રૂપ અંગે વિચારો કરવા, તેનું વર્ણન ક૨વું કે બિનજરૂરી તે માટેનો યત્ન કરવો, આ સર્વ અનર્થદંડરૂપ છે. ૧૬૫ रस સ્વાદ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થના કારણભૂત શરીરને ટકાવવા શુદ્ધ અને સાત્ત્વિક આહારની જરૂ૨ પડે છે; પરંતુ તે આહાર રસપ્રચુર જ જોઈએ, સ્વાદિષ્ટ જ જોઈએ, તેવો નિયમ નથી. આમ છતાં રસનાની (જીભની) આસક્તિના કારણે શરીરની પણ દરકાર કર્યા વિના સ્વાદિષ્ટ ભોજનો કે પીણાંઓ પોતે લેવાં કે બીજાને આપવાં - આ ‘અનર્થદંડરૂપ' છે. આજનાં જમણો, તેમાં વપરાતા મસાલાઓ, અનેક પ્રકારની ચટણીઓ, રાયતાંઓ, પીણાંઓ વિવિધ પ્રકારનાં અથાણાંઓ, વધુ પડતાં ફરસાણો અને હોટલના ખોરાકો જીભની લોલુપતાને પોષે છે અને રાગાદિ વિકારોથી આત્માને દૂષિત કરે છે. આથી પાપભીરુ શ્રાવકે આ વ્રત સ્વીકારી સત્વરે તેનો ત્યાગ કરવો જોઈએ. નથે – ગંધ - સુગંધિત દ્રવ્યો, પુષ્પ, સેન્ટ, ડિઑડરન્ટ, રૂમ ફ્રેશનર, અત્તર વગેરેમાં આસક્તિ રાખવી અને બીજાને તેના પ્રત્યે આકર્ષવા તે પણ અનર્થદંડ છે. જિનભક્તિ મહોત્સવ આદિ કોઈ વિશેષ પ્રસંગોને છોડી શ્રાવકે તેનો ત્યાગ કરવો જોઈએ. આ રીતે વિòવળ શબ્દ સુધી સ્પર્શેન્દ્રિયના વિષયનો તથા પછીના ચાર શબ્દો દ્વારા બાકીની ચાર ઇન્દ્રિયના વિષયોના ઉપભોગરૂપ પ્રમાદાચરણના અતિચારો દર્શાવ્યા છે. - वत्थ વસ્ત્ર મર્યાદા સાચવવા માટે પોતાના કુળ અને વૈભવને અનુરૂપ વસ્ત્રપરિધાન શ્રાવક માટે યોગ્ય છે; પરંતુ કોઈના મનને આર્કર્ષવા, દુનિયામાં સારા દેખાવા અને Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ સૂત્રસંવેદના-૪ * પોતાની આસક્તિને પોષવા ભભકાદાર, મર્યાદાવિહીન, ઉદ્ભટ વસ્ત્રો પરિધાન કરવાં તે અનર્થદંડ છે. આ રીતે, આ વ્રતમાં પાંચ ઇન્દ્રિયોના વિષયોનો જે નિમ્પ્રયોજન અને અજયણાથી થતો ભોગ છે, તેને અતિચારરૂપે સમજી લેવો. માસ - આસન ઘરમાં વપરાતું ફર્નીચર કે રાચરચીલું જેમ કે ખુરશી, ટેબલ, સોફા, ક્યુરીઓ કે અન્ય સજાવટની સામગ્રી પણ વધુ પડતી રાખવી તે પણ અનર્થદંડ છે. સમર - અલંકારો શરીરની શોભા માટે વધુ પડતા અને ઉદ્ભટ અલંકારો રાખવા, તેને વારંવાર જોઈ આનંદ અનુભવવો, તેની પ્રશંસા કરવી, તેનું અભિમાન કરવું આ બધું પણ બિનજરૂરી હોવાથી અનર્થદંડરૂપ છે. આ ઉપરાંત જીવજંતુ છે કે નહીં તેની તપાસ કર્યા વગર ઈન્ધન, ધાન્ય, જળ આદિ વાપરવાં કે કુતુહુલથી સંગીત શ્રવણ ક્રવું, નાચ, સરકસાદિ જોવા, કામશાસ્ત્ર ભણવું, તેમાં કહેલી ચેષ્ટાઓનું પરિશીલન કરવું, આસક્તિ કરવી, જુગાર-સુરાપાન શિકાર-ચોરી વગેરે પાપ વ્યસનો સેવવાં, જળક્રિડા કરવી, વૃક્ષના હિંચકાથી હિંચવું, પુષ્પાદિ તોડવાં, યુદ્ધ જોવા, શત્રુના સંતાનો સાથે વૈર રાખવું; રાજાની, રાજ્યની, ભોજનની કે સ્ત્રીઓની વાતો કરવી, અતિ નિદ્રા કરવી નાટક, ખેલ-કૂદ (sports), સીનેમા, ટી.વી. ડાન્સ-શો વગેરે જોવા, ઇન્ટરનેટ પર બિનજરૂરી સર્ફીંગ કરવું વગેરે પણ પ્રમાાચરણ છે, તથા હાંસી અને વાચાલતાદિ પણ અનર્થદંડ છે. ક્રિશ્ચને રેસિ સā - (તવિષયક) દિવસ દરમ્યાન (જે કોઈ અતિચાર લાગ્યો હોય) તે સર્વેનું હું પ્રતિક્રમણ કરું છું. સ્નાન, સુખ-સગવડનાં સાધનો, રૂપશૃંગારનાં સાધનો વગેરેનું આસક્તિના કારણે નિષ્ઠયોજન સેવન કર્યું હોય, અથવા જરૂરી હોય તો પણ જયણા રાખ્યા વિના સેવન કર્યું હોય, તો આવું આચરણ વ્રતને મલિન કરનાર બને છે. દિવસ દરમ્યાન આવું કોઈ પણ આચરણ થયું હોય તો તેનાથી હું પાછો વળું છું અને અપ્રમત્તભાવે પુનઃ વ્રત-મર્યાદામાં સ્થિર થવા યત્ન કરું છું. આ ગાથા બોલતાં શ્રાવક વિચારે છે કે“શરીર એ અશુચિનું ઘર છે. સ્નાન કે શણગારથી તે ક્યારેય પવિત્ર થઈ શકતું Page #188 -------------------------------------------------------------------------- ________________ આઠમું વ્રત ૧૭. નથી. આમ છતાં હું શરીરની મમતાથી બંધાયેલો છું. જે કારણે મારે સ્નાનાદિ સર્વ ક્રિયાની જરૂર પડે છે; તો પણ આ ક્રિયાઓ મર્યાદિત રીતે પણ થઈ શકે છે, તેમ છતાં શરીર અને ઈન્દ્રિયોની આસક્તિના કારણે હું ઘણીવાર શ્રાવકજીવનની મર્યાદા ચૂકી ગયો છું. રૂપ અને રસમાં આસક્ત બની, વસ્ત્ર અને અલંકારમાં લુબ્ધ બની, રસ અને ગંધમાં ભાનભૂલો બનીને મેં નિસ્પ્રયોજન ઘણાં પાપો કર્યા છે. આ મેં ખરેખર ખોટું કર્યું છે. આવાં પાપોને કરનાર મારી જાતને ધિક્કાર છે. હે પ્રભુ ! આ સર્વ પાપોને સ્મૃતિમાં લાવી તે સર્વ પાપોની હું આલોચના કરું છું. પુનઃ આવું પાપ ન થાય તે માટે સાવધ બનું છું અને જીવનભર અસ્નાનાદિ વ્રતને ધારણ કરનારા શ્રમણભગવંતોનાં ચરણોમાં મસ્તકે મૂકી, તેવું સત્ત્વ મારામાં પ્રગટે તેવી તેમની પાસે પ્રાર્થના કરું છું.” : અવતરણિકા : હવે આ વ્રત સંબંધી પાંચ અતિચારો જણાવે છેગાથાઃ ___कंदप्पे कुक्कुइए, मोहरि अहिगरण भोग-अइरित्ते । दंडम्मि अणट्ठाए, तइअम्मि गुणवए निंदे ।।२६।। અન્વય સહિત સંસ્કૃત છાયાઃ : कन्दर्प कौत्कुच्ये मौखये अधिकरण-भोगातिरिक्ते । दण्डे अनर्थाय, तृतीये गुणव्रते निन्दामि ।।२६।। ગાથાર્થ : 'કંદર્પ (કામવિકાર પ્રગટે તેવી વાણી), કૌત્કચ્ય (વિકૃત ચેષ્ટાઓ), મૌખર્ય (વાચાળપણું), સંયુક્તાધિકરણ અને અતિરિક્ત ભોગ - આ પાંચ અતિચારમાંના ત્રીજા ગુણવ્રત - “અનર્થદંડવિરમણવ્રત સંબંધી જે કોઈ અતિચાર લાગ્યા હોય, તે અતિચારોનું હું નિન્દારૂપ પ્રતિક્રમણ કરું છું. વિશેષાર્થ : ખે - કંદર્પ. જેનાથી કામવાસના પ્રગટે તેવાં દૃશ્યો જોવાં, તેવી વાણી ઉચ્ચારવી, અશ્લીલ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સૂત્રસંવેદના-૪ મશ્કરી કરવી, અતિ હાસ્ય કરવું તે કંદર્પ છે. “વિકારી ભાવોને જાગૃત કરે તેવાં નાટક - પિશ્ચરો વગેરે ન જોવાં આ પ્રકારના વ્રતવાળો શ્રાવક, આવું જાણી જોઈને ન કરે; તો પણ, ક્યારેક અજાણતાં કે પ્રમાદથી આવું કાંઈ પણ થાય, તો તે આ વ્રતમાં પ્રથમ અતિચારરૂપ ગણાય છે. છે - કૌત્કચ્ય-નેત્રાદિની વિકૃત ચેષ્ટા. આંખના કટાક્ષો, કામુક દૃષ્ટિ, મુખના વિકૃત હાવભાવો, લોકને આકર્ષવા માટે કરાતી અન્ય કોઈપણ વિકૃત ચેષ્ટા, કે હલકાઈ જણાઈ આવે તેવા હાવભાવને કૌત્કચ્ય કહેવાય છે. વળી, લોકને હસાવવા માટે જ બોલવું, ચાલવું કે ચેષ્ટા કરવી તે પણ આ વ્રતમાં “કૌત્ક” નામના અતિચારરૂપ છે. શ્રાવક માટે આવી ક્રિયા વ્રતભંગરૂપ છે, પરંતુ ઉપયોગશૂન્યતાથી થઈ જાય તો તે આ વ્રતનો બીજો અતિચાર છે. આ બન્ને અતિચારો પ્રમાદાચરણના ત્યાગવિષયક છે. મોદર - મૌખર્ય - વાચાળતા. ઉચિત-અનુચિતનો વિચાર કર્યા વિના બોત્યે જરાખવું, ગપ્પાં મારવાં, નિરર્થક વાતો કરવી; આ ત્રીજો અતિચાર પાપોપદેશના ત્યાગ સંબંધી છે. હિર - સંયુક્તાધિકરણ. અનાવશ્યક હિંસક સાધનો તૈયાર કરવાં, (હિંસક હથિયારો સજીને તૈયાર રાખવાં.) ગાડી, ગાડાં વગેરે પહેલેથી જોડીને રાખવાં. આ ચોથો હિંસપ્રદાન સંબંધી અતિચાર છે. મો-એરિસ્તે - ભોગાતિરિક્તતા. આવશ્યકતા કરતાં વધુ પ્રમાણમાં ભોગવિલાસનાં સાધનો રાખવાથી કે ઘણી ભોગસામગ્રી રાખવાથી જયણા પણ પાળી શકાતી નથી, અને ક્યારેક તો વિવેક પણ ચુકાય છે. આથી આ વ્રતમાં તે પાંચમા અતિચાર રૂપ છે. 7. કૌત્કચ્ય = કુતુ અવ્યય છે. તેનો અર્થ કુત્સા-ખરાબ થાય છે. એ કુતું' અવ્યય અને કુ” ધાતુને ભાવ-અર્થમાં પ્રત્યય લગાવવાથી “કૌત્કચ્ય” શબ્દ બન્યો છે. તેનો “ભાંડ-ભવૈયાફાતડાની જેમ સ્તન, આંખની ભ્રમરો કે આંખ, હોઠ, નાક, હાથ, પગ અને મુખ વગેરે અવયવોથી ખરાબ ચેષ્ટાઓ-ચાળા કરવા એવો અર્થ છે. અર્થાત્ ભાંડ-ભવૈયાની જેમ ખરાબ ચેષ્ટાઓ કરવી, તેને કૌન્દુઓ કહેવાય. કોઈ જગ્યાએ “કૌકુ' એવો પણ શબ્દ મળે છે. તે પણ કુત્સિત અર્થમાં કુ અવ્યય અને “કુર્ચ ધાતુને પ્રત્યય લગાવવાથી બને છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ આઠમું વ્રત ૧૬૯ સંમ્પિ સાપ, તમિ કુળવ્યા નિકે - ત્રીજા ગુણવ્રત-અનર્થદંડ વિરમણ વ્રતના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તેની હું નિંદા કરું છું. આ વ્રતનો સ્વીકાર કર્યા પછી શ્રાવકે ખૂબ સાવધાન રહેવું જોઈએ. મહાપુણ્યથી મળેલા મન, વચન, કાયાના યોગનો નિરર્થક વપરાશ ન કરવો જોઈએ. યથાયોગ્ય સ્થાને જ્યારે ઉપયોગ કરવો પડે ત્યારે પણ ક્યાંય પ્રમાદનું પોષણ કે બિનજરૂરી હિંસા ન થઈ જાય, તેની કાળજી રાખવી જોઈએ. આમ છતાં પ્રમાદને વશ થઈ, લોકહેરિમાં તણાઈ કે સંજ્ઞાઓની તીવ્રતાના કારણે ઉપર જણાવ્યા તેવા કે તે સિવાયના, આ વ્રત વિષયક કોઈપણ નાના મોટા દોષનું આસેવન થયું હોય, તો તેને સ્મરણમાં લાવી અંતઃકરણપૂર્વક તેની નિંદા કરવી જોઈએ, અને પુનઃ આવા દોષનું સેવન ન થઈ જાય તે માટે યત્નવાળા થવું જોઈએ. આ ગાથાનું ઉચ્ચારણ કરતો‘શ્રાવક વિચારે કે, “સંયમજીવન તો દુષ્કર છે જ; પરંતુ, દેશવિરતિધર્મનું પાલન પણ સુકર નથી. જીવનમાં પૂર્ણ જાગૃતિ હોય, પ્રમાદાદિ દોષોમાંથી મુક્તિ મેળવવાનો પ્રચંડ પ્રયત્ન ચાલું હોય, તો જ આ વ્રતનું અણીશુદ્ધ પાલન થઈ શકે છે. શુભ ભાવમાં આવી, ઉત્સાહપૂર્વક મેં પણ આ વ્રતનો સ્વીકાર તો કર્યો છે, પરંતુ પ્રમાદાદિ દોષોને કારણે ડગલે ને પગલે સાવધાની રાખી શકતો નથી. દિવસભરની પ્રવૃત્તિ સામે દષ્ટિપાત કરતાં ખ્યાલ આવે છે કે મેં મનથી ઘણા નિરર્થક વિચારો કર્યા છે, બિનજરૂરી વાણી પણ બોલાઈ છે અને કાયાથી પણ મેં કેટલીય અનુપયોગી પ્રવૃત્તિઓ કરી છે. તે સર્વ પ્રવૃત્તિઓને સ્મૃતિપટ પર લાવી, હે ભગવંત ! તેની ક્ષમા યાચું છું. આજીવન નિરતિચાર સંયમ પાળવાનું તો મારું સામર્થ્ય નથી, પરંતુ આનંદ, કામદેવ વગેરે શ્રાવકોની જેમ નિર્મળ દેશવિરતિધર્મ પાળવાની પણ મારી શક્તિ નથી. ઋષભદેવ ભગવાનની પુત્રી સુંદરીએ તો ૬૦,૦૦૦ વર્ષો સુધી આયંબિલના તાપૂર્વક સંપૂર્ણ શરીર - શણગારનો ત્યાગ કર્યો હતો. આ રીતે વ્રતનો સ્વીકાર કરી આજીવન શુદ્ધ વ્રતનું પાલન કરનાર મહાત્માઓનાં ચરણોમાં પ્રણામ કરું છું, અને તેમને પ્રાર્થના કરું છું કે આપના જેવી દેશવિરતિપાલનની શક્તિ મારામાં પણ પ્રગટાવવા કૃપા કરો.” Page #191 -------------------------------------------------------------------------- ________________ નવમું વ્રત અવતરણિકા : હવે નવમા સામાયિક વ્રતનું સ્વરૂપ તથા તેના પાલન દરમ્યાન લાગતા અતિચારો જણાવે છે ગાથા : तिविहे दुप्पणिहाणे, अणवट्ठाणे तहा सइ - विहूणे । सामाइय वितहक, पढमे सिक्खावए निंदे ।। २७ ।। અન્વય સહિત સંસ્કૃત છાયા : त्रिविधे दुष्प्रणिधाने, अनवस्थाने तथा सामायिके स्मृति - विहीने । પ્રથમ શિક્ષાવ્રતે વિતથ-કૃતે, નિામિ ।।૨૭।। ગાથાર્થ : મનનું દુષ્પ્રણિધાન, વચનનું દુષ્પ્રણિધાન, કાયાનું દુપ્રણિધાન, જેમ-તેમ સામાયિક કરવારૂપ અનવસ્થાન અને સામાયિકના વિષયમાં સ્મૃતિવિહીનતા - આ પાંચ અતિચારો વડે પ્રથમ શિક્ષાવ્રતરૂપ સામાયિક વ્રતમાં જે વિતથ કરાયું હોય તેને હું નિંદું છું. Page #192 -------------------------------------------------------------------------- ________________ નવમું વ્રત ૧૭૧ વિશેષાર્થ : સમ્યક્ત્વ મૂળ બાર વ્રતમાં નવમું અને શિક્ષાવ્રતમાં પ્રથમ “સામાયિક વ્રત છે. સમ એટલે સમભાવ અને આય એટલે લાભ, જેનાથી સમભાવનો લાભ થાય તેને સામાયિક કહેવાય છે. હવે પછીના ચાર વ્રતો દ્વારા સંયમજીવનનું શિક્ષણ મળતું હોવાથી તેને શિક્ષાવ્રત કહેવાય છે. “સંયમજીવન' આજીવન પાપ-વ્યાપારનો ત્યાગ કરી સમભાવમાં રહેવાના પ્રયત્નરૂપ છે, જ્યારે “સામાયિક વગેરે ચારેય શિક્ષાવ્રત મર્યાદિત કાળ માટે પાપવ્યાપારનો ત્યાગ કરી સમભાવમાં રહેવાના પ્રયત્નસ્વરૂપ છે. સર્વસામાયિકરૂપ સંયમજીવનનો આનંદ અવર્ણનીય અને અનુપમ છે, આથી શ્રાવક તેને સતત ઝંખતો હોય છે. પરંતુ અત્યારે તેનામાં એવું સામર્થ્ય નથી કે તે સર્વસામાયિક સ્વીકારી શકે; તો પણ સર્વસામાયિક માટેની શક્તિને કેળવવા શ્રાવક જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે શક્તિ અને સંયોગ અનુસાર આ સામાયિક વ્રતનો સ્વીકાર કરે છે. યોગ્ય સ્થાનમાં, અખંડ શુદ્ધ વસ્ત્રનું પરિધાન કરી, જીવદયાના પાલન માટે મુખવસ્ત્રિકા, ચરવળો, ઊનનું આસન ગ્રહણ કરી સદ્ગુરુભગવંતની સાક્ષીએ શ્રાવક “સામાયિક' વ્રતનો સ્વીકાર કરે છે. સામાયિક વ્રતનો સ્વીકાર કરીને શ્રાવક સતત સમભાવને પ્રાપ્ત કરવા યત્ન કરે છે. સારા-નરસા, મૂલ્યવાન કે અલ્પ મૂલ્યવાળા, અનુકૂળ કે પ્રતિકૂળ, સજ્જન કે દુર્જન, શત્રુ કે મિત્ર, સુખ કે દુ:ખ, ભવ કે મોક્ષ, સર્વ વસ્તુ પ્રત્યે સમાનભાવ, ક્યાંય રાગ નહિ કે દ્વેષ નહિ, આ મારું અને આ પરાયું તેવો ભાવ નહિ, આ સારું અને આ ખોટું તેવો વિચાર નહિ. કોઈ ચંદનથી વિલેપન કરે કે છરીથી ચામડી છોલે, કોઈ ગાળોનો વરસાદ વરસાવે કે કોઈ પ્રશંસાનાં પુષ્પો વેરે, સર્વત્ર સમાન વૃત્તિ : આવો જે અંતરંગ પરિણામ તે સમભાવ છે. આવા સમભાવની પ્રાપ્તિ કરાવે તેવી ક્રિયાને સામાયિક કહેવાય છે. આવું સામાયિક તો ઘણી ઉચ્ચ ભૂમિકામાં આવે છે, પરંતુ આવા શ્રેષ્ઠ કોટીના સમભાવની એક પૂર્વભૂમિકા કે પ્રાથમિક તૈયારીરૂપે શ્રાવક બે ઘડી એટલે કે ૪૮ મિનિટ માટે સામાયિક વ્રતનો સ્વીકાર કરે છે. આ વ્રતનો સ્વીકાર કરતાં તે એવી પ્રતિજ્ઞા કરે છે કે “હે ભગવંત ! હું સામાયિક કરું છું. મન, વચન, કાયાથી થતી સર્વ પ્રકારની પાપ પ્રવૃત્તિઓનો કરવા અને 1. “સામાયિક’ વિશે વિશેષ સમજણ માટે જુઓ સૂત્ર સંવેદના-૧ “કરેમિ ભંતે' સૂત્ર. 2. समस्य रागद्वेषकृतवैषम्यवजितस्य भावस्यायो लाभः समायः स एव सामायिकम् ।। ___ - अष्टक प्रकरणनी टीका Page #193 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ કરાવવારૂપે હું ત્યાગ કરું છું. હે ભગવંત ! ભૂતકાળમાં કરેલા પાપ-વ્યાપારની નિંદા, ગર્હા કરી, એ પાપપર્યાયવાળા મારા આત્માને વોસિરાવું છું.” આ પ્રકારની પ્રતિજ્ઞા કરી સામાયિકમાં તેના પાલન માટે યથાયોગ્ય પ્રયત્ન કરે છે. ૧૭૨ પ્રયત્ન હોવા છતાં પ્રમાદાદિ દોષોના કારણે આ વ્રત સંબંધી જે અતિચારની સંભાવના છે, તે આ ગાથા દ્વારા જણાવી તેની નિંદા કરી છે. તિવિષે સુખિન્નાને - ત્રણ પ્રકારનાં દુષ્પ્રણિધાનને વિષે. ‘પ્રણિધાન’ શબ્દનો અર્થ છે એકાગ્રતા, તન્મયતા. તેમાં મન, વચન અને કાયાની દુષ્ટ સ્થાનમાં થતી એકાગ્રતા કે પ્રવૃત્તિને ‘દુપ્રણિધાન’ કહેવાય છે. સામાયિકનો સ્વીકાર કરી શ્રાવક સમભાવમાં સ્થિર થવા માટે યત્ન કરે છે. તે માટે તે વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એમ પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરે છે, સમભાવને વરેલા મહાપુરુષોનું ધ્યાન કરે છે, તેમનાં નામસ્મરણરૂપ જાપ કરે છે અને બીજી પણ શુભ ક્રિયામાં મન, વચન અને કાયાને સ્થિર કરવા યત્ન કરે છે. આમ છતાં, અનાદિકાળથી આત્મા ઉપર પડેલા મમતાઆદિના કુસંસ્કારો, સમભાવ માટે બાધક બને તેવા વિચારોમાં મનને પ્રવૃત્ત કરે છે, સમભાવને સ્ખલિત કરે તેવો વાણીનો વ્યવહાર કરાવે છે અને કાયાને અયોગ્ય પ્રવૃત્તિઓ તરફ દોરી જાય છે. સમભાવ માટે બાધક મન, વચન, કાયાનો આવો વ્યવહાર સામાયિક વ્રતને દૂષિત કરે છે. માટે મન-દુપ્રણિધાન, વચન-દુપ્રણિધાન અને કાય-દુષ્પ્રણિધાન આ ત્રણ સામાયિક વ્રતમાં અતિચાર છે. આથી નિરતિચાર સામાયિકની ઈચ્છાવાળા શ્રાવકે ઘર, કુટુંબ કે પરિવારસંબંધી, વ્યાપાર કે વ્યવહાર સંબંધી કે સાંસારિક કોઈ પણ કાર્ય સંબંધી મન, વચન, કાયાની નિરર્થક પ્રવૃત્તિનો સામાયિકના સમય દરમ્યાન ત્યાગ કરવો જોઈએ. ઞળવઢ્ઢાળે - અનવસ્થાન કે અસ્થિરપણાને વિષે. ‘મનની સ્થિતિ કે સ્થિરતા' તે ‘અવસ્થાન’ અને તેનો અભાવ તે ‘અનવસ્થાન’ છે. સામાયિક વ્રતનો સ્વીકાર કર્યા પછી તેની કાળ-મર્યાદા સુધી મન સ્થિર ન રાખવું, તે અનવસ્થાન નામનો ચોથો અતિચાર છે. સમભાવના સુખનો જેણે લેશ પણ આસ્વાદ કર્યો હોય અથવા શાસ્ત્રવચનના ૩ આ અતિચારથી બચવા સામાયિકમાં મન-વચન-કાયાના ૩૨ દોષોથી બચવું જોઈએ. તે માટે સૂત્ર સંવેદના-૧ માં સામાઈઅ-વય-જુત્તો સૂત્ર જોવું. Page #194 -------------------------------------------------------------------------- ________________ નવમું વ્રત ૧૭૩ આધારે જેને સામાયિક વ્રત પ્રત્યે અત્યંત બહુમાન ભાવ પ્રગટ થયો હોય, તેવા સાધકો પ્રાયઃ કરીને અસ્થિર મનથી ક્યારેય સામાયિક કરતા નથી; તો પણ કર્મની પરતંત્રતા અને કષાયોની કુટિલતા બહુ ભયંકર છે. તે ક્યારેક સાધકના મનને પણ સામાયિકના ભાવથી ડગાવી દે છે, ત્યારે આ દોષની સંભાવના રહે છે. કેટલાક લોકો વળી ઓઘસંજ્ઞા કે લોકસંજ્ઞાથી પ્રેરાઈ સામાયિક વ્રતનો સ્વીકાર કરે છે, પરંતુ તેમને હજુ સમભાવ પ્રત્યે અંતરંગ બહુમાનભાવ હોતો નથી. તે કારણે સામાયિકમાં તેમનું મન સ્થિર રહેતું નથી. સામાયિક ક્યારે પૂરું થશે, તેવા વિચારો તેમના મનમાં ચાલ્યા કરતા હોય છે. તેઓ સામાયિક વિધિવત્ લેતા પણ નથી અને પૂર્ણ પણ કરતા નથી. સામાયિક પ્રત્યે બહુમાન વિનાના આવા સાધકોને આ દોષ નિરંતર લાગ્યા કરે છે. વળી આ રીતે અસ્થિર મનથી સામાયિક કરનાર સમતાનું અંતરંગ સુખ ક્યારેય અનુભવી શકતા નથી. તદ સવિદૂm - તથા સ્મૃતિવિહીનત્વને વિષે. સામાયિક વ્રતનો સ્વીકાર કર્યા પછી નિદ્રાધીન બનીને કે, શૂન્ય મનસ્કતાથી સામાયિકનો સમય ભૂલી જવો અથવા હું સામાયિકમાં છું તે વાતનું વિસ્મરણ થવું તે “સ્મૃતિ-વિહીનતા” નામનો પાંચમો અતિચાર છે. આ અતિચાર પણ પ્રાયઃ કરીને સામાયિક પ્રત્યે બહુમાનભાવવાળા શ્રાવકને થતો નથી; કેમ કે જેને આ વ્રત પ્રત્યે બહુમાનભાવ છે, તે તો સુભટની અદાથી સામાયિક કરતા હોય છે. સુભટ જેમ હું યુદ્ધમાં ઊતર્યો છું તે ભૂલી જતો નથી, તેમ મોહને પરાસ્ત કરી સમભાવને સિદ્ધ કરવા સંગ્રામે ચડેલો સાધક “હું સામાયિકમાં છું' તે વાત ભૂલી શકતો નથી; તો પણ પ્રમાદ આદિ દોષોને કારણે ક્યારેક આવી ભૂલ થવાની સંભાવના રહે છે. આવા દોષોથી બચી સમભાવનું સુખ માણવા ઈચ્છતા શ્રાવકે ખૂબ સાવધ અને સજાગ બની સામાયિક કરવું જોઈએ. સામાફક વિતદણ - સામાયિક વિતથ કર્યું હોય. મન-દુષ્મણિધાન, વચન-દુષ્પરિધાન, કાય-દુષ્મણિધાન, અનવસ્થાન અને મૃતિવિહીનતા આ પાંચે અતિચારોના સેવનને કારણે સામાયિક વ્રત જે પ્રકારે થવું જોઈએ તે પ્રકારે ન થયું હોય, એટલે એ જ કે સામાયિક વિતથ' કર્યું હોય. 1. તિથવ્યુ સન્યાનુવા િ - અર્થદીપિકા Page #195 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ પઢમે સિન્ધાવણ નિંદ્દે - પ્રથમ શિક્ષાવ્રતના વિષયમાં લાગેલા પાપની હું નિંદા કરું છું. સર્વવિરતિના શિક્ષણ માટે સ્વીકારેલા આ વ્રતપાલન દરમ્યાન મન, વચન, કાયાથી કોઈપણ દોષ લાગ્યો હોય, તો તેની હું આત્મસાક્ષીએ નિંદા કરું છું, ગુરુ સમક્ષ ગહ કરું છું અને પુનઃ સુવિશુદ્ધ વ્રતપાલનમાં સ્થિર થવા યત્ન કરું છું. આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે— ૧૭૪ “આ જગતમાં સુખ અને સુખનાં સાધનો ઘણાં છે; પરંતુ તે સર્વ સાધનો કાલ્પનિક અને અલ્પકાળ માટે સુખ આપનારાં છે. જ્યારે સમતાનું સુખ સ્વાધીન છે, ચિરકાળ ટકનાર છે. તે સુખ માણવા માટે કોઈ સાધનની જરૂર પણ નથી. આવા શ્રેષ્ઠતમ સમતાના સુખ સુધી પહોંચી શકાય તે માટે મેં અલ્પકાળ માટે આ સામાયિકવ્રતનો સ્વીકાર કર્યો હતો. 'આ વ્રત સ્વીકારી અણીશુદ્ધ પાળવાની મારી તીવ્ર ભાવના હતી; તો પણ અનાદિ કુસંસ્કારો અને મન, વચન, કાયાની અસ્થિરતાના કારણે આ વ્રત હું અણીશુદ્ધ પાળી શક્યો નથી, અને તે જ કારણે હું સમતાના સુખથી વંચિત રહ્યો છું. આ મેં ખોટું કર્યું છે, દોષવાન એવી આ મારી જાતને ધિક્કાર છે. ધન્ય છે પુણિયા શ્રાવક અને સુદર્શન શ્રેષ્ઠી જેવા મહાપુરુષોને, જેમણે આ વ્રતને સ્વીકારી, મનને સ્થિર રાખી, અણીશુદ્ધ વ્રતનું પાલન કર્યું છે. આવા મહાપુરુષોનાં ચરણોમાં મસ્તક નમાવી તેમને પ્રાર્થના કરું છું કે- આપના જેવું સત્ત્વ મારામાં પ્રગટે, જેથી હું પણ અખંડપણે આ વ્રતને પાળી સમતાસાગરમાં ઝીલી શકું. આ રીતે વિચારી શ્રાવક પુન: શુદ્ધ સામાયિક વ્રતમાં સ્થિર થવા યત્ન કરે.” Page #196 -------------------------------------------------------------------------- ________________ દશમું વ્રત. અવતરણિકા : હવે દશમા વ્રતનું સ્વરૂપ તથા અતિચારો જણાવે છે ગાથા : आणवणे पेसवणे, सद्दे रूवे अ पुग्गलक्खेवे । રેસાવાસિમ્મી, વીર સિવસ્થાવા નિર્વે ૨૮ાા અન્વય સહિત સંસ્કૃત છાયાઃ आनयने प्रेषणे, शब्दे रूरूपे च पुद्गल-क्षेपे । देशावकाशिके द्वितीये शिक्षाव्रते निन्दामि ।।२८॥ ગાથાર્થ : (ક્ષેત્ર મર્યાદાની બહારથી કોઈ વસ્તુ) મંગાવવી, “મોકલવી, ખોંખારો ખાવો, 'રૂપદર્શન કરાવવું અને કોઈ વસ્તુ ફેંકી પોતાની હાજરી જણાવવી, દેશાવગાશિક નામના બીજા શિક્ષાવ્રતમાં આ પાંચમાંથી કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો હું તેની નિંદા કરું છું. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સૂત્રસંવેદના-૪ વિશેષાર્થ : સમ્યક્ત્વમૂળ બાર વ્રતમાં દશમું અને શિક્ષાવ્રતમાં બીજું વ્રત ‘દેશાવકાશિક વ્રત'' છે. ‘દેશ'નો અર્થ છે, એક ભાગ, અને ‘અવકાશ' નો અર્થ છે તેમાં અવસ્થાન ક૨વું=તેમાં રહેવું. એટલે કે શ્રાવકે પૂર્વે છઠ્ઠા વ્રત રૂપ દિગ્પરિમાણવ્રત કે અન્ય સર્વ વ્રતો લેતી વખતે મોકળા રાખેલા વિશાળ આરંભના ક્ષેત્રનો સંક્ષેપ કરી અલ્પ આરંભવાળા એક દેશમાં - એક ભાગમાં રહેવું; તે દેશથી અવકાશને ‘દેશાવકાશિક' વ્રત કહેવાય છે. જીવનો બાહ્ય જગત સાથેનો સંબંધ જ્યાં સુધી છૂટતો નથી, ત્યાં સુધી જીવ આત્મભાવમાં સ્થિરતારૂપ આત્મિક આનંદ પ્રાપ્ત કરી શકતો નથી. આ જ કારણે આત્માનંદને ઈચ્છતો શ્રાવક સમયની અનુકૂળતા મુજબ દુનિયાભરમાં આવાગમન માટે ભટકતા મનને, ત્યાંથી પાછું વાળી આત્મભાવમાં સ્થિર કરવા; દિવસ, રાત્રિ, પ્રહર કે તેથી અધિક સમય રૂપ કાળમર્યાદા નક્કી કરી, પોતાની શમ્યા, ઘર કે શેરીથી અધિક ક્ષેત્રમાં ન જવા-આવવારૂપ ક્ષેત્રસંકોચ કરે છે; તથા દુનિયાભરમાં રહેલી ભોગ-ઉપભોગની સામગ્રીથી બચવા સાતમા વ્રતમાં બતાવેલા ચૌદ નિયમના ગ્રહણ રૂપ દ્રવ્યસંકોચ કરે છે; વળી જે ક્ષેત્ર અને જે દ્રવ્યનો ત્યાગ કર્યો છે, તેના પ્રત્યેના મમત્વનો ત્યાગ કરવારૂપ ભાવસંકોચ કરે છે. આ રીતે આ વ્રત, આની પૂર્વનાં વ્રતોમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની બાંધેલી મર્યાદાઓનો પણ વધુ સંકોચ કરવારૂપ છે. માટે દ્રવ્યથી અમુક દ્રવ્યો સિવાયનાં દ્રવ્યો ગ્રહણ ન કરવાં, ક્ષેત્રથી અમુક ક્ષેત્રની બહાર જવું નહિ, કાળથી નિયત કરેલા સમય સુધી, અને ભાવથી તે તે ક્ષેત્રાદિમાં થતી હિંસાદિના પાપથી અટકવાના ભાવપૂર્વક, આ વ્રતનો સ્વીકાર કરવામાં આવે છે. આ વ્રતની મર્યાદાનો સ્વીકાર કર્યા પછી શ્રાવકે તે તે સ્વીકારેલ મર્યાદાથી 1 देसावगासिअं पुण दिसिपरिमाणस्स निच्च संखेवो अहवा सव्ववयाणं संखेवो पइदिणं जो उ ।। - योगशास्त्र प्र. ३-८४ वृत्तौ ‘દિક્પરિમાણ’, વ્રતસંકોચ એ જ દેશાવકાશિક વ્રત છે. દિપરીમાણવ્રત યાવજ્જને માટે કે એક વર્ષ માટે કે ચાતુર્માસ માટે લેવાય છે; જ્યારે દેશાવકાશિક વ્રત એક દિવસ, એક પહોર કે એક મુહૂર્ત ઈત્યાદિ પરિમાણનું લેવાય છે, અથવા રોજ જે સર્વ વ્રતોનો સંક્ષેપ કરવો તે દેશાવગાશિક વ્રત છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ દશમું વ્રત ૧૭૭ બહારના ક્ષેત્રાદિ સંબંધી મનના વિચારો, વાણીના વ્યવહારો અને કાયાથી થતી આવાગમનની ક્રિયાઓને બંધ કરવી જોઈએ. તેથી તેણે નિશ્ચિત કરેલા ક્ષેત્રની બહાર ફોન, ફેક્સ, ઈ-મેઈલ, કોમ્યુટર, ઈન્ટરનેટ, ટી.વી. કે પત્રાદિ દ્વારા પણ સંબંધ કાપી નાંખવો જોઈએ; તો જ ક્ષેત્ર સંબંધી હિંસાથી બચી શકાય છે. માત્ર તે બહારના ક્ષેત્ર સંબંધી વ્યવહાર ન રાખવો તેટલું જ નહિ, પરંતુ વ્રતપાલનના સમગ્ર સમય દરમિયાન તે બહારના ક્ષેત્ર સાથેના મમત્વને તોડવા પણ શ્રાવકે યત્ન કરવો જોઈએ. આ રીતે વ્રતનો સ્વીકાર કરી ક્ષેત્રમર્યાદા નક્કી કર્યા પછી, તે ક્ષેત્રથી બહારની વસ્તુની જરૂર પડે તો તેના વિના ચલાવી લેવું તે જ યોગ્ય છે, પણ બીજાની મારફત મંગાવીને તેનો ઉપયોગ કરવો યોગ્ય નથી; કારણ કે, તેમ કરવાથી હિંસાથી બચવાનું વ્રતનું મૂળ લક્ષ્ય જળવાતું નથી. આ વ્રત સંયમ-જીવનની શિક્ષા સ્વરૂપ છે. તેથી જેમ મુનિઓ કોઈપણ ચીજની અપેક્ષા ન રાખતાં ચલાવી લેવાની ભાવનાવાળા હોય છે, તેમ શ્રાવકે પણ એ જ લક્ષ્યથી આ વ્રતનો અભ્યાસ કરવાનો છે. આ વ્રત પણ અન્ય વ્રતોની જેમ પ્રથમ વ્રતની વાડ સમાન જ છે. આ વ્રતનું લક્ષ્ય પણ સંપૂર્ણ અહિંસકભાવને પ્રાપ્ત કરવાનું છે, અને શ્રાવક જ્યાં સુધી તે તે ક્ષેત્રાદિ સાથેના મમત્વના સંબંધનો ત્યાગ કરી સમભાવમાં કે આત્મભાવમાં સ્થિર થવા યત્ન નથી કરતો, ત્યાં સુધી તે આ લક્ષ્ય સાધી શકતો નથી. * વર્તમાનમાં આ વ્રત ઉપવાસ, આયંબિલ કે એકાસણાનો તપ કરી ૮ સામાયિક તથા દિવસ અને રાતના ૨ પ્રતિક્રમણ કરવા સ્વરૂપે પ્રચલિત છે, પરંતુ આ રીતે પણ વ્રત ધારણ કરતી વખતે ઉપર જણાવેલ વ્રતનું લક્ષ્ય તો ધ્યાનમાં રાખવું જ જોઈએ. નીચે જણાવેલા આ વ્રતના અતિચારો, વિશેષથી તે તે ક્ષેત્ર સંબંધી વસ્તુ મંગાવવા આદિ વિષયક છે. લાઈવ - આનયનપ્રયોગ. ક્ષેત્રની મર્યાદા બહારથી નોકરાદિ દ્વારા કોઈ વસ્તુ મંગાવવી, તે ‘આનયનપ્રયોગનામનો પ્રથમ અતિચાર છે. સવો - શ્રેષ્ઠ પ્રયોગ. મર્યાદિત ક્ષેત્રની બહાર નોકરાદિ દ્વારા વસ્તુ મોકલવી, તે “પ્રખ્યપ્રયોગ' નામનો બીજો અતિચાર છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સૂત્રસંવેદના-૪ સદે - શબ્દાનુપાત. નિયંત્રિત ક્ષેત્રની બહાર ઊભેલા નોકરાદિને સાક્ષાત્ બોલાવતાં વ્રતભંગનો ભય હોવાથી ખોંખારો ખાઈને કે અવાજ કરી પોતાની હાજરીની જાણ કરવી, તે શબ્દાનુપાત” અતિચાર છે. હવે ૩ - રૂપાનુપાત અને ઝરૂખો, અગાસી, બારી કે બાલ્કની આદિમાં ઊભા રહી, પોતાના રૂપનું દર્શન કરાવી, હદ બહાર રહેલી વ્યક્તિને અંદર આવવાનો સંકેત કરવો, તે “રૂપાનુપાત’ અતિચાર છે. પુ રવે - પુદ્ગલનું પ્રક્ષેપણ. ઘર આદિ સ્થાનમાં પોતાની હાજરી છે, તે જણાવવા પુદ્ગલરૂપ કાંકરો, ઢેકું, લાકડું કે અન્ય કોઈ ચીજ ફેંકવી, તે “પુદ્ગલ-પ્રક્ષેપ' નામનો પાંચમો અતિચાર છે. રેસાવાસિગી, વીણ સિવવાવણ નિદ્ - દેશવકાશિક' નામના બીજા શિક્ષાવ્રતમાં જે અતિચારો લાગ્યા હોય તેની હું નિંદા કરું છું. આ વ્રતનો સ્વીકાર કર્યા પછી તેના નિરતિચાર પાલન માટે શ્રાવક સ્વાધ્યાયાદિ શુભ ક્રિયાઓમાં મન, વચન, કાયાને જોડે છે. આમ છતાં અનાદિ અભ્યસ્ત પ્રમાદ અને ક્રોધાદિ કષાયો વ્રતને મલિન કરે છે. ઉપર જણાવ્યા તેવા અતિચારોના પરિણામે વ્રતપાલનમાં જે મલિનતા આવી હોય તેની હું અંતઃકરણપૂર્વક નિંદા કરું છું. આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે“સર્વ પાપથી મુક્ત થઈ સંયમજીવન સ્વીકારવાની મારી શક્તિ નથી, તો પણ અલ્પ સમય માટે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની મર્યાઘ નક્કી કરી તેનાથી મનને મુક્ત કરવા મેં આ વ્રતનો સ્વીકાર કર્યો હતો; છતાં પણ વિષય અને કષાયના આક્રમણના કારણે આજના દિવસ દરમ્યાન ક્ષેત્રમર્યાદાની બહારથી વસ્તુ લાવવા, લઈ જવા અંગેના વિચારો મારાથી થઈ ગયા છે, ક્યારેક વાણીનો વ્યવહાર પણ ચુકાઈ ગયો છે અને કાયાને પણ હું નિયંત્રણમાં રાખી શક્યો Page #200 -------------------------------------------------------------------------- ________________ દશમું વ્રત ૧૭૯ નથી. આ મેં ખોટું કર્યું છે. આના દ્વારા મેં મારા વ્રતને કલંક લગાડ્યું છે. કર્મનો બંધ કર્યો છે અને દુ:ખની પરંપરા સર્જી છે. પાપયુક્ત આ મારા આત્માને ધિક્કારું છું અને નિર્મળ તપાલન કરનાર મહાત્માઓના ચરણે મસ્તક નમાવી તેમને પ્રાર્થના કરું છું કે – આપના પ્રભાવથી મારામાં પણ તપાલનનું વિશેષ બળ પાપ્ત થાઓ ! આ રીતે સુવિશુદ્ધ વ્રતપાલનનો સંકલ્પ કરી હું પુનઃ વ્રતમાં સ્થિર થાઉં .” , Page #201 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમું વ્રત અવતરણિકા : હવે અગ્યારમું પૌષધોપવાસ વ્રતનું સ્વરૂપ તથા અતિચારોને જણાવે છે ગાથા: संथारूच्चारविही - पमाय तह चेव भोअणाभोए । पोसहविहि - विवरीए, तइए सिक्खावए निंदे ।।२९।। અન્વય સહિત સંસ્કૃત છાયાઃ संस्तारोच्चारविधिप्रमादे तथा च एव भोजनाभोगे । पौषध-विधि-विपरीते, तृतीये शिक्षाव्रते निन्दामि ।।२९।। ગાથાર્થ : "સંથારો તથા લઘુનીતિ-વિડીનીતિની વિધિમાં થયેલા પ્રમાદને વિષે તથા *ભોજન આદિની ચિંતા કરવામાં, પૌષધવિધિ વિપરીત કરવામાં, ત્રીજા શિક્ષાવ્રત વિષયક જે કોઈ અતિચારોનું આસેવન થયું હોય તેને હું નિંદું . Page #202 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમું વ્રત ૧૮૧ વિશેષાર્થ : . સમ્યક્ત મૂળ બાર વ્રતમાં અગ્યારમું અને શિક્ષાવ્રતમાં ત્રીજું વ્રત પૌષધોપવાસ વ્રત છે. પૌષધ' શબ્દનો અર્થ છે ધર્મની પુષ્ટિ કરે તેવી એક વિશિષ્ટ ક્રિયા, અને ઉપવાસનો અર્થ છે આહારનો ત્યાગ કરી આત્માની નજીક વસવાનો પ્રયત્ન. ઉપવાસપૂર્વક કરાતા આ પૌષધને પૌષધોપવાસવ્રત કહેવાય છે. શબ્દની વ્યુત્પત્તિને આશ્રયીને પૌષધોપવાસનો આ અર્થ થાય છે; અને પ્રવૃત્તિને એટલે વ્યવહારને આશ્રયીને આહાર, શરીરસત્કાર, અબ્રહ્મ અને સાવદ્ય વ્યાપાર આ ચારનો દેશથી કે સર્વથી ત્યાગ કરવો તે પૌષધોપવાસ વ્રત છે. સર્વ સાવધ વ્યાપારના ત્યાગરૂપ સર્વવિરતિને શ્રાવક સતત ઝંખતો હોય છે. શક્તિના અભાવે તે વર્તમાનમાં તેને સ્વીકારી શકતો નથી, તો પણ તે શક્તિને પ્રગટાવવા તે અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વતિથિના દિવસે અથવા જ્યારે અનુકૂળતા હોય ત્યારે આ પૌષધવ્રતનો સ્વીકાર કરે છે. આ વ્રત સ્વીકારવા ઇચ્છતો શ્રાવક; વ્રતની મર્યાદા સુધી પૌષધશાળા, ચૈત્યગૃહ કે ઘરના કોઈ એક ભાગમાં રહે, શુદ્ધ અને સાદાં વસ્ત્રો પરિધાન કરે, અલંકાર આદિનો ત્યાગ કરે અને ગુરુભગવંત હોય તો તેમની પાસે અથવા તેમની 1. “પોષ-પુપ્રિમ ઘર્મશ ઘરે રોષણ: ' - ઘર્ષસંપ્રદ અહીં ધર્મનો અધિકાર હોવાથી ધર્મની પુષ્ટિને જે ધારણ કરે તેને પૌષધ કહેવાય છે. 2A. ૩૫વૃત્ત રોપ્યા, સદ્ વાતો સદા उपवासः स विज्ञेयो, न शरीरविशोषणम् ।।१।। દોષોથી ઢંકાયેલા આત્માનો ગુણોની સાથે સારી રીતિએ વાસ-રહેઠાણ, તે ઉપવાસ જાણવો; પણ માત્ર શરીરશોષણ કરવું તે ઉપવાસ નથી. B. પૌષધ + ઉપ + વાસ = પૌષધોપવાસ જે ધર્મનો સંચય કરવામાં હેતુભૂત બનીને ધર્મને ‘પૂરણ કરે-પૂરે તે પર્વ'. રૂઢિથી પર્વતિથિઓને જ ધર્મપુષ્ટિનું કારણ માની પૌષધ કહેલ છે. પર્વરૂપ પૌષધદિવસોમાં આત્માનું ગુણોની સાથે વસવું તે જ “પૌષધોપવાસ' છે. 3. “દોવવારે બ્રિટેન તં ગ€ (૨) આદર - પોસદે (૨) સરીર-અક્ષર - પોસ (રૂ) મવેર - આંસદે (૪) અલ્લાવાર - પદે. - આવશ્યક સૂત્ર અધ્યયન - ૬ 4. સર્વથી પૌષધવ્રત (સામાયિકની જેમ) (૧) જિનમંદિરે (સભામંડપમાં) (૨) સાધુ મુનિરાજની પાસે (૩) પોતાના ઘરમાં અથવા (૪) પૌષધશાળામાં - આ ચારમાંથી કોઈ એ પણ સ્થાને કરી શકાય.. - ધર્મસંગ્રહ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સૂત્રસંવેદના-૪ સાક્ષીએ દિવસ, રાત્રિ કે અહોરાત્રિની મર્યાદા સુધી ચારેય પ્રકારના પૌષધની અથવા યથાશક્તિ પૌષધની પ્રતિજ્ઞા કરે. કરેલી પ્રતિજ્ઞાના નિર્વાહ માટે સમિતિ અને ગુપ્તિનું યથાર્થ પાલન કરે, શાસ્ત્રાભ્યાસ કરે, શુભ ચિંતન કરે, અરિહંતાદિ ઉત્તમ તત્ત્વોનું ધ્યાન કરે, અહિંસકભાવને પ્રગટાવવા શાસ્ત્રાનુસારી પડિલેહણ, પ્રમાર્જન આદિ કરે, ઉભય ટંક આવશ્યક (પ્રતિક્રમણ) કરે અને વ્રતમર્યાદા સુધી લગભગ સાધુ જેવું જીવન જીવે. આ વ્રત યાવજીવન માટેનું નથી, પરંતુ ચાર પ્રહર કે આઠ પ્રહર સુધીના સામાયિક વ્રત સાથેનું આ વ્રત છે, એટલે લગભગ એટલો સમય શ્રાવકને સાધુ જેવું જીવન જીવવાનું હોય છે. આથી આ વ્રતમાં સંયમજીવનની તાલીમ અન્ય વ્રત કરતાં વિશેષ પ્રકારે મળી શકે છે, તેથી એને શિક્ષાવ્રત કહેવાય છે.. આ વ્રતનો સ્વીકાર કરતાં શ્રાવક, જે ચાર પ્રકારના પૌષધની પ્રતિજ્ઞા કરે છે, તે આ પ્રમાણે છે(૧) આહારપૌષધ : દેશથી કે સર્વથી આહારનો ત્યાગ કરવો. આહારના ચાર પ્રકાર છેઃ અશન, પાન, બાદિમ અને સ્વાદિમ. તેમાં ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરવો તે ‘સર્વથી આહારત્યાગ પૌષધ' છે અને પાણીની છૂટ રાખી ત્રણ આહારનો ત્યાગ કરવો અથવા આયંબિલ, નીવિ કે એકાસણું કરી એક ટંકથી અધિક આહારનો ત્યાગ કરવો, તે દેશથી આહારત્યાગ પૌષધ છે. આ પૌષધનો સ્વીકાર કરનાર શ્રાવક વિચારે કે- “આહાર કરવો તે આત્માનો સ્વભાવ નથી, તો પણ ધર્મની સાધના શરીર વિના શક્ય નથી, અને શરીર આહાર વિના ટકે તેમ નથી. આમ છતાં બિનજરૂરી વારંવાર ખાવાની ઈચ્છા, અને જે તે ખાવાની ઈચ્છા, આહાર સંજ્ઞાને કારણે થાય છે. શરીર અને ઈન્દ્રિયોના મમત્વને કારણે અને આહારસંજ્ઞાની આધીનતાના કારણે હંમેશાં તો હું આ ઈચ્છા ઉપર કાબૂ રાખી શકતો નથી, પરંતુ આજે પર્વનો દિવસ છે. માટે આજે હું મારા અણાહારી સ્વભાવને પ્રાપ્ત કરવા અને આહારસંજ્ઞાની પીડાને દૂર કરવા ઉપવાસ 5. વિતિ નાઝvi, ખોરાસુદીરા વહુવિદં તુવવું साहुसुहकोउएण य, पडिपुण्णं (चउब्विहं) पोसहं कुणइ ।। (૧) વિરતિના ફળને જાણીને, (૨) ભોગસુખની આશાથી થતાં શારીરિક-માનસિક વગેરે વિવિધ દુ:ખોને જાણીને તથા (૩) સાધુના સુખની અભિલાષાથી શ્રાવક ચાર પ્રકારનો પૌષધ કરે. (નવપદ પ્રકરણ) Page #204 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમું વ્રત ૧૮૩ કે આયંબિલ આદિ તપ કરી દેશથી કે સર્વથી આહારનો ત્યાગ કર.” આવું વિચારી શ્રાવક જે આહારનો ત્યાગ કરે છે, તેને દેશથી કે સર્વથી આહારપૌષધ કહેવાય છે. (૨) શરીરસત્કાર પૌષધ : શરીરના સત્કારનો ત્યાગ કરવો. નાન, ઉદ્વર્તન, વિલેપન, પુષ્પ, ગંધ, વસ્ત્ર અને અલંકારો વડે શરીરને શણગારવું તે શરીરસત્કાર છે. દેશથી કે સર્વથી શરીરના સત્કારનો ત્યાગ કરવો તે શરીરસત્કાર પૌષધ છે. શ્રાવક સમજે છે કે- “શરીર જડ છે અને અશુચિથી ભરેલું છે. અશુચિય એવા શરીર સાથે આત્માનો સંબંધ કર્મના ઉદયના કારણે છે. કર્મોદયથી મળેલા આ શરીરને શણગારી સારું રાખવાની ઈચ્છા શરીરના રાગને કારણે થાય છે. શરીરનો રાગ તોડી અશરીરી એવા આત્મભાવને પામવા હું સતત પ્રયત્ન નથી કરી શકતો, તો પણ આજે પર્વનો દિવસ છે. આજે આ રાગને તોડવા જ શરીરના સત્કારનો ત્યાગ કરું.” આમ વિચારી શ્રાવક જે સ્નાનાદિનો ત્યાગ કરે, તેને શરીરસત્કાર પૌષધ કહેવાય છે. | જિજ્ઞાસા સાવદ્ય દ્રવ્યથી શરીરનો સત્કાર કરવામાં આવે તો પાપ છે, પરંતુ પૌષધમાં નિરવઘ દ્રવ્યથી શરીરસત્કાર કરવામાં આવે તો શું બાધ છે? તૃપ્તિઃ શરીરને શણગારવાની ઈચ્છા શરીરના રાગથી જ થાય છે. અપેક્ષાએ વિચારીએ તો રાગથી થતી દરેક ક્રિયા સાવદ્ય જ ગણાય છે. માટે પૌષધવ્રતમાં સાવદ્ય કે નિરવદ્ય બન્ને પ્રકારના સત્કારનો ત્યાગ જ કરવો જોઈએ. (૩) બ્રહ્મચર્યપોષધ મૈથુનક્રિયાનો ત્યાગ કરવો. મૈથુન સંજ્ઞાને આધીન થઈ જીવ અઢાર પ્રકારે મૈથુનનું સેવન કરે છે. તેનાથી ક્લિષ્ટ કર્મનો બંધ કરી જીવ ભવપરંપરાની વૃદ્ધિ કરે છે. મૈથુન સંજ્ઞાની પરાધીનતાના કારણે કદાચ શ્રાવક સદંતર અબ્રહ્મનો ત્યાગ ન કરી શકે, તો પણ પર્વ દિવસોમાં અબ્રહ્મનો ત્યાગ કરી બ્રહ્મસ્વરૂપ આત્મભાવમાં જવાનો જે પ્રયત્ન કરે તે બ્રહ્મચર્યપૌષધ છે. (૪) અવ્યાપારપૌષધ : સાવઘવ્યાપારનો ત્યાગ કરવો. વ્યાપારનો અર્થ છે વ્યવહાર. સંસારનો કોઈપણ પ્રકારનો વ્યવહાર સાવદ્ય એટલે પાપકારી છે. આ વ્યવહારનો શ્રાવક સદા ત્યાગ કરી શકતો નથી, તો 6. ઔદારિક અને વૈક્રિયશરીરવાળી સ્ત્રીઓ સાથે મન-વચન-કાયાથી મૈથુનનું સેવન કરવું-કરાવવું, , અને અનુમોદવું. Page #205 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ પણ પર્વ આદિના દિવસોમાં આવા સર્વ વ્યાપારનો ત્યાગ કરવો તે અવ્યાપાર પૌષધ છે. ૧૮૪ શ્રાવક સમજે છે કે - કર્મકૃત કે કષાયકૃત કોઈ પણ પ્રવૃત્તિ કરવાનો સ્વભાવ આત્માનો નથી. આત્માનો સ્વભાવ તો જ્ઞાનાદિ ગુણમાં ૨મણ કરવાનો છે. આથી જ તે સંસારની સર્વ સાવદ્ય પ્રવૃત્તિઓનો ત્યાગ કરી આત્માભિમુખ પ્રવૃત્તિમાં યત્ન કરે છે. છેલ્લા ત્રણ પૌષધ પણ દેશથી અને સર્વથી એમ બન્ને પ્રકારે શાસ્ત્રમાં બતાવ્યા છે, પરંતુ અત્યારે ચાલતી પૂર્વાચાર્યોની પરંપરા પ્રમાણે છેલ્લા ત્રણ પૌષધ સર્વથી ક૨વામાં આવે છે, અને આહા૨પૌષધ દેશથી અને સર્વથી બન્ને પ્રકારે થાય છે. ચારે પ્રકારના આ પૌષધ સાથે સામાયિક વ્રતની પણ પ્રતિજ્ઞા કરવામાં આવે છે. જોકે અવ્યાપારપૌષધથી સર્વ સાવઘનો ત્યાગ આવી જાય છે, તો પણ સામાયિકની પ્રતિજ્ઞા દ્વારા તેનું દઢીકરણ થાય છે, અને સમભાવ માટે વિશેષ યત્ન કરવામાં આવે છે. માટે પૌષધવ્રત સામાયિકવ્રત સાથે જ ક૨વાનો હાલમાં વ્યવહાર છે. આ વ્રતનો સ્વીકાર કર્યા પછી પ્રમાદાદિ દોષોના કારણે જે અતિચારો થાય છે તે હવે જણાવે છે– संथारूच्चारविहि- पमाय સંથારો, તથા લઘુનીતિની જગ્યાનું (મૂત્રવિસર્જન માટેની જગ્યાનું) અને વડીનીતિની જગ્યાનું (મળવિસર્જન માટેની જગ્યાનું), પ્રમાદના કારણે પ્રતિલેખન તથા પ્રમાર્જન યોગ્ય રીતે ન કરવું તે અતિચાર છે. - 7. આહારત્યાગ વગેરે ચાર પ્રકારના દેશ તથા સર્વ પૌષધના એકસંયોગી, બેસંયોગી વગેરે કુલ ૮૦ ભાંગા થાય છે. આ ચારેય પ્રકારના પૌષધ પૈકી વર્તમાનકાળે પૂર્વાચાર્યોની પરંપરાથી સામાચા૨ીભેદે માત્ર આહારપૌષધ જ દેશથી અથવા સર્વથી ક૨વામાં આવે છે; કારણ કે, નિરવઘ આહારનો બાધ સામાયિકમાં જણાતો નથી; જ્યારે શ૨ી૨-સત્કાર-ત્યાગ વગેરે ત્રણે પૌષધો દેશથી કરાય તો પ્રાય: સામાયિકના પચ્ચક્ખાણમાં વિરોધ આવે છે. - ધર્મસંગ્રહ 8. સંસ્તાર અને ઉચ્ચાર તે સંસ્તારોાર, તેની વિધિ તે સંસ્તારોન્નારવિધિ, તેમાં થયેલો પ્રમાવુ, તે સંસ્તારોન્નારવિધિ-પ્રમાવ તેના વિષે. અહીં સપ્તમીનો લોપ થયેલો છે. સંસ્તાર્યતે-વિસ્તાર્યતે મૂવીને શયામિતિ સંસ્તાર:। ઊંઘવા ઇચ્છનારાઓ વડે જમીન ૫૨ જે બિછાવાય છે, તે ‘સંસ્તાર’, અથવા ‘સંસ્તરન્તિ સાધવોઽસ્મિન્નિતિ સંસ્તારઃ । જેમાં સાધુઓ સૂઈ જાય છે, તે ‘સંસ્તાર’. Page #206 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમું વ્રત આ પદ દ્વારા સૂત્રકારે ચાર અતિચારો જણાવ્યા છે. તેમાં ‘સંથારવિહિપમાય' આ પદથી બે.અતિચાર જણાવ્યા છે અને ‘ઉચ્ચારવિહિપમાય' દ્વારા બીજા બે અતિચારો બતાવ્યા છે. સંસ્થા(વિહિપમાય) - ૧૮૫ (૧) ‘અપ્રતિલેખિત-દુષ્પ્રતિલેખિત-શય્યા-સંસ્તારક' શય્યા અને સંસ્તારકની પ્રતિલેખના કરવી નહિ અથવા ગમે તેમ કરવી. (૨) ‘અપ્રમાર્જિત-દુષ્પ્રમાર્જિત-શય્યા-સંસ્તારક'શય્યા અને (સંથારા)ની પ્રમાર્જના કરવી નહિ અથવા જેમ તેમ કરવી. પૌષધવ્રતધારી શ્રાવક સૂવા માટે જેનો ઉપયોગ કરે છે તેને સંથારો કહેવાય છે. હાલમાં તે ઊનનો વપરાય છે. પૂર્વકાળમાં દર્ભ-ઘાસ અને પાટિયા આદિના પણ સંથારા રાખવામાં આવતા હતા. આ સંથારાનો ઉપયોગ કરતાં પહેલાં તેમાં કોઈ જીવ હોય તો તેને પીડા ન થાય તે માટે સંથારાને બરાબર જોવો તેને ‘પ્રતિલેખન’ કહેવાય છે, અને ત્યાર પછી હળવા હાથે રજોહરણ આદિથી તે જીવજંતુને દૂર કરવાની ક્રિયાને ‘પ્રમાર્જના' કહેવાય છે. સંથારાદિનો ઉપયોગ કરતાં પહેલાં પ્રતિલેખન અને પ્રમાર્જન બન્ને કરવાની શાસ્ત્રમર્યાદા છે; પરંતુ પ્રમાદથી કે કષાયના ઉદયથી પ્રતિલેખન અને પ્રમાર્જન યોગ્ય ન કર્યું હોય તો વ્રતમાં અતિચાર લાગે છે. = સંસ્તારક ગાથામાં માત્ર ‘સંથારો' શબ્દ મૂક્યો છે, પરંતુ તેના ઉપલક્ષણથી વસ્ત્ર, પાત્ર, વસતિ કે પુસ્તક આદિનો ઉપયોગ કરતાં પણ પ્રતિલેખન અને પ્રમાર્જન કરવું જરૂરી છે, તે ન કરે અથવા જેમ તેમ કરે તો દોષ લાગે છે. उच्चार विहिपमाय (૩) ‘અપ્રતિલેખિત-દુષ્પ્રતિલેખિત-ઉચ્ચાર-પ્રસવણ ભૂમિ.' વડીનીતિ અને લઘુનીતિ પરઠવવા માટેની જગ્યાનું પ્રતિલેખન કરવું નહિ, અથવા જેમ તેમ પ્રતિલેખન કરવું. (૪) ‘અપ્રમાર્જિત-દુષ્મમાર્જિત-ઉચ્ચાર-પ્રસવણ-ભૂમિ' વડીનીતિ અને લઘુનીતિ પરઠવવા માટેની જગ્યાનું પ્રમાર્જન કરવું નહિ, અથવા જેમ તેમ પ્રમાર્જન કરવું. ‘ઉજ્વાર' શબ્દ અહીં ઉચ્ચાર-પ્રસવણ-ભૂમિ માટે વપરાયેલો છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સૂત્રસંવેદના-૪ ઉચ્ચાર-પ્રસવણ-ભૂમિ એટલે વડીનીતિ, લઘુનીતિ (મલ, મૂત્ર) વગેરે પરઠવવાની ભૂમિ, જેને ઈંડિલ-ભૂમિ પણ કહેવાય છે. તેને લગતી પ્રતિલેખન પ્રમાર્જનની ખાસ ક્રિયા, તેને લગતી વિધિમાં પ્રમાદ કરવો એટલે કે તેમાં ભૂલચૂક કરવી, એ ‘ઉચ્ચારવિધિપ્રમાદ' નામનો દોષ છે. પૌષધધારી શ્રાવકે મળ અને મૂત્ર પણ ગમે ત્યાં, ગમે તે રીતે ફેંકવો ન જોઈએ; પરંતુ જ્યાં લોકોનું આવાગમન ન હોય, જીવ-જંતુ ન હોય તેવી જગ્યામાં તેનું પારિષ્ઠાપન કરવું જોઈએ. પારિષ્ઠાપન કરતાં પહેલાં તે ભૂમિનું પ્રતિલેખન અને પ્રમાર્જન કરવું જોઈએ. તે વિના પાઠવે તો હિંસા થાય, અને લોકોની અવરજવર હોય તેવી જગ્યા ઉપર પરઠવે તો જૈનશાસનની નિંદા થાય. લોકો જૈનધર્મથી વિમુખ થાય, તેમાં જે પરઠવે તે વ્યક્તિ નિમિત્તભૂત બનવાથી તેને તીવ્ર મોહનીયાદિ કર્મોનો બંધ થાય છે. આથી વ્રતધારી શ્રાવકે આવા દોષો પ્રત્યે વધુ સાવધ અને સજાગ બનવું જોઈએ, તો જ આ દોષથી બચી શકાય. તદ વેવ મામો, - તે જ પ્રકારે ભોજનાદિની ચિંતા કરવામાં. ભોજન એટલે આહાર. પૌષધ વ્રતનો સ્વીકાર કર્યા પછી ભોજન સંબંધી ચિંતા કરે, કે ભોજન મળશે કે નહિ, કેવું મળશે, વગેરેની વિચારણા તે ભોજન સંબંધી અતિચાર છે. અહીં માત્ર ભોજન સંબંધી વિચારોની વાત જણાવી છે; પરંતુ તેના ઉપરથી જેનો ત્યાગ કર્યો છે, તેવા શરીરના શણગાર, અબ્રહ્મ કે સંસારના કોઈપણ વ્યવહાર સંબંધી વિચાર, વાણી કે વર્તન કરવાથી પૌષધવ્રત દૂષિત થાય છે. પોસદ-વિદિ-વિવરી - પૌષધવિધિ વિપરીત કરવાથી. પૌષધવ્રતનો સ્વીકાર કરીને જ્યાં સુધી આ વ્રત પૂર્ણ ન થાય ત્યાં સુધીમાં જે વિધિ કરવાનું શાસ્ત્રમાં જણાવ્યું છે, તેમાં પ્રમોદાદિ દોષને કારણે ભોજનાદિની ચિંતા જેવી અન્ય કોઈ વિપરીત આચરણા કરે, ક્રિયા બેઠાં બેઠાં કરે, શૂન્ય મને કરે, પૌષધ લઈ સ્વાધ્યાયના બદલે વિકથાઓ કરે, સમય મળે કાયોત્સર્ગ કે ધ્યાનાદિ કરવાના બદલે નિદ્રાધીન બને. આ સિવાય પણ સ્વીકારેલા વ્રતમાં દોષ ઉદ્ભવે તેવું કાંઈ પણ મન, વચન, કાયાથી વર્તન થાય, તે પૌષધવ્રતમાં વિપરીત વિધિ” નામનો પાંચમો અતિચાર છે. 9. ધર્મસંગ્રહ, યોગશાસ્ત્ર આદિમાં અન્ય રીતે પણ પાંચ અતિચારોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. "संस्तारादानहानान्य-ऽप्रत्युपेक्ष्याऽप्रमृज्य च । ના રોડસ્કૃતિ-ઈતિવાર: પોષ તે છે” Page #208 -------------------------------------------------------------------------- ________________ અગ્યારમું વ્રત અહીં ખાસ એટલું “ ધ્યાનમાં લેવું કે આ ગાથામાં મુખ્યતયા પ્રમાર્જના, પારિષ્ઠાપના અને મનોગુપ્તિવિષયક અતિચારો જણાવ્યા છે; પરંતુ તેના ઉપલક્ષણથી ઈર્યા, ભાષા અને એષણાસમિતિના તથા વચનગુપ્તિના-કાયગુપ્તિના પાલનમાં જે જે દોષો લાગે છે, તેની પણ યથાયોગ્ય વિચારણા વ્રતધારી શ્રાવકે આ ગાથા બોલતાં કરવી જોઈએ. ૧૮૭ તરૂણ સિન્હાવત્ નિષે - ત્રીજા શિક્ષાવ્રતના વિષયમાં જે અતિચારોનું આસેવન થયું હોય તેની હું નિંદા કરું છું. પૌષધવ્રતનો સ્વીકાર કરીને દયાના પરિણામપૂર્વક નીચું જોઈને ચલાયું ન હોય, મુહપત્તિના ઉપયોગ વિના બિનજરૂરી વાતચીત કે વિકથા કરી હોય, પોતાને માટે આહાર બનાવડાવ્યો હોય, વસ્ત્રાદિ જેમ તેમ લીધાં-મૂક્યાં હોય, મળ-મૂત્ર ગમે ત્યાં ગમે તેમ પરઠવ્યાં હોય, મન, વચન, કાયાને ગમે ત્યાં પ્રવર્તાવ્યાં હોય; આ સર્વ પૌષધવ્રત વિષયક અતિચાર છે. શ્રાવક આ સર્વ અતિચારોનું આલોચન કરી તેની આત્મસાક્ષીએ નિંદા કરે છે. આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે “સર્વવિરતિ સ્વીકારવાની તો મારી શક્તિ નથી, પરંતુ તે શક્તિને પ્રગટાવવા પર્વતિથિઓમાં પૌષધ કરવાનો મેં નિર્ણય કર્યો છે; તો પણ સંસારનો રાગ મને સર્વ પર્વતિથિઓમાં પૌષધ કરતાં અટકાવે છે, અને દિવસ કે રાત્રિના જ્યારે પૌષધવ્રત સ્વીકારું છું, ત્યારે પણ અપ્રમત્તપણે જે આરાધના થવી જોઈએ તે થઈ શકતી નથી. પ્રમાદના કારણે કેટલાય દોષોનું આસેવન થઈ જાય છે. સેવાયેલા તે દોષોને સ્મૃતિમાં લાવી, તે દોષોની સહૃદય નિંદા કરું છું, ગુરુભગવંત પાસે ગોં કરું છું, પુન: આવા દોષોનું આસેવન ન થાય તે માટે મરણાંત ઉપસર્ગમાં પણ નિરતિચાર પૌષધવ્રતનું પાલન કરનાર સુવ્રતશેઠ આદિને પ્રણામ કરી તેમના જેવું વ્રત પાલનનું સામર્થ્ય પ્રગટે તે માટે પ્રાર્થના કરું છું, અને અણીશુદ્ધ વ્રતપાલનમાં પુન: સ્થિર થાઉં છું." (૧) જોયા કે પ્રમાર્જન કર્યા વગર સંથારો કરવો. (૨) જોયા કે પ્રમાર્ઝા વિના વસ્તુ લેવી-મૂકવી. (૩) જોયાં કે પ્રમાર્જો વગર પરઠવવું, તેમ જ (૪) પૌષધ પ્રત્યે અનાદર અને (૫) વિસ્મૃતિ કરવી: એ પાંચ અતિચારો પૌષધવ્રતને અંગે કહ્યા છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ બારમું વ્રતા અવતરણિકા : હવે બારમા અતિથિસંવિભાગવતનું સ્વરૂપ તથા અતિચારો જણાવવામાં આવે છે– ગાથા : सच्चित्ते निक्खिवणे, पिहिणे ववएस-मच्छरे चेव । कालाइक्कमदाणे, चउत्थे सिक्खावए निंदे ।।३०।। અન્વય સહિત સંસ્કૃત છાયાઃ सचित्ते निक्षेपणे, पिधाने व्यपदेश-मत्सरे च एव । कालातिक्रम-दाने, चतुर्थे शिक्षाव्रते निन्दामि ।।३०।। ગાથાર્થ : ચોથા શિક્ષાવ્રતમાં દાનના વિષયમાં : સચિત્તનિક્ષેપ, સચિત્તપિધાન, પરવ્યપદેશ, માત્સર્ય અને કાલાતિક્રમ, આ પાંચ અતિચાર છે. આ પાંચમાંથી કોઈ પણ અતિચાર લાગ્યા હોય તેની હું નિંદા કરું છું. Page #210 -------------------------------------------------------------------------- ________________ બારમું વ્રત ૧૮૯ વિશેષાર્થ : સમ્યક્ત્વ મૂળ બાર વ્રતમાં છેલ્લું ‘અતિથિસંવિભાગવ્રત' છે. અતિથિને દાન આપી પછી ભોજન કરવું તેને અતિથિસંવિભાગવ્રત કહેવાય છે. તેમાં જેણે તિથિ', પર્વ કે લૌકિક વ્યવહારનો ત્યાગ કર્યો છે અર્થાત્ જેમને અમુક પર્વ દિવસે જ આરાધના કરવી તેવું નથી, પરંતુ સર્વ ક્ષણો જેમની આત્મધર્મની સાધના માટે છે, તેવા મહાપુરુષોને અતિથિ કહેવાય છે. આવા અતિથિ તરીકે ભિક્ષુ આદિનો સમાવેશ થઈ શકે છે, પરંતુ પ્રસ્તુતમાં શ્રાવકધર્મનો અધિકાર હોવાથી અતિથિરૂપે વીતરાગપ્રણીત સંયમની સાધના કરનારા સાધુભગવંતોને જ અતિથિ સમજવા, અને તેમને સંયમાદિ ગુણ્યોની પુષ્ટિ કરે તેવા આહાર, વસ્ત્ર, પાત્ર કે ઔષધાદિનું વિધિવત્ દાન કરવું તે અતિથિ-સંવિભાગ વ્રત છે. વિધિપૂર્વક એટલે દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર આદિ જાળવી દાન કરવું. 1. તિથિ પર્વોત્સાઃ સર્વે ત્યજ્ઞા: યેન મહાત્મના. । अतिथिं तेन जानीयाच्छेषमऽभ्यागतं विदुः ।। द्वात्रिंशत् द्वात्रिंशिका - १ 2. વર્તમાનકાળે ચૌવિહાર ઉપવાસ સાથે રાત-દિવસનો પૌષધ કરી, બીજે દિવસે ઠામચૌવિહાર એકાસણું ક૨વું અને સાધુઓ જે વસ્તુ વહોરે તે વસ્તુ વાપરવી, એ પ્રમાણે અતિથિસંવિભાગ વ્રત કરવામાં આવે છે. આ નિયમ લેનારે વર્ષમાં બે-ત્રણ-ચાર એમ જેટલા દિવસ અતિથિસંવિભાગ કરવો હાય તેટલા દિવસની સંખ્યા નક્કી કરી લેવી જોઈએ.- તત્ત્વાર્થાધિગમ સૂત્ર(અ.૭સૂ.૧૬) ૩. (૧) દેશ - આ દેશમાં અમુક વસ્તુ સુલભ છે કે દુર્લભ, ઈત્યાદિ વિચાર કરીને દુર્લભ વસ્તુ અધિક પ્રમાણમાં આપવી વગેરે. (૨) કાળ – સુકાળ છે કે દુષ્કાળ છે, ઈત્યાદિ વિચાર કરવો. દુષ્કાળ હોય તો પોતાને સુલભ હોય તો સાધુઓને અધિક પ્રમાણમાં વહોરાવવું. કયા કાળે કેવી વસ્તુની અધિક જરૂર પડે, વર્તમાનમાં કઈ વસ્તુ સુલભ છે કે દુર્લભ છે, ઈત્યાદિવિચારકરીને તે પ્રમાણે વહોરાવવું વગેરે. (૩) શ્રદ્ધા - વિશુદ્ધ અધ્યવસાયથી આપવું : આપવું પડે છે માટે આપો એવી બુદ્ધિથી નહિ, કિન્તુ એમનો આપણા ઉપર મહાન ઉપકાર છે, આપણે પણ એ રસ્તે જવાનું છે, તેમને આપવાથી આપણે એ માર્ગે જવા સમર્થ બની શકીએ, તેમને આપવાથી આપણાં અનેક પાપો બળી જાય ઈત્યાદિ વિશુદ્ધ ભાવનાથી આપવું. (૪) સત્કાર - આદરથી આપવું,નિયંત્રણ ક૨વાજવું,ઓચિંતા ઘરેઆવેતો ખબર પડતાં સામેજવું, વહોરાવ્યાબાદથોડે સુધી પાછળ વળાવવા જવું વગેરે સત્કારપૂર્વક દાન કરવું. (૫) ક્રમ - શ્રેષ્ઠ વસ્તુ પ્રથમ આપવી, પછી સામાન્ય વસ્તુ આપવી, અથવા દુર્લભ વસ્તુનું કે તે કાળે જરૂ૨ી વસ્તુનું પ્રથમ નિયંત્રણ કરવું, પછી બીજી વસ્તુઓનું નિયંત્રણ કરવું, અથવા જે દેશમાં જે ક્રમ હોય તે ક્રમે વહોરાવવું. (૬) કલ્પનીય - આધાકર્મ આદિ દોષોથી રહિત, સંયમ માટે ઉપકારક બને તેવી વસ્તુ કલ્પનીય છે, અથવા તમામ વસ્તુનાં નામ જણાવી મહાત્માની ઈચ્છા પ્રમાણે ખપતી ચીજ વહોરાવવી. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ સૂત્રસંવેદના-૪ મોક્ષનું અનન્ય સાધન સંયમ છે અને સંયમની પ્રાપ્તિ સંયમી આત્મા પ્રત્યેના આદર, સત્કાર અને બહુમાનથી થાય છે. આથી શ્રાવક હંમેશાં વિચારે કે આવા ગુણસંપન્ન આત્માની ભક્તિ કરી હું મારા આત્માને સંસારસાગરથી પાર ઉતારું. સંસારસાગરને તરવાની ભાવનાથી શ્રાવક પર્વ દિવસે પૌષધ કરે. બીજા દિવસે સુંદર વસ્ત્ર, અલંકારોથી સજ્જ થઈ, ઉપાશ્રયે જઈ મહાત્માઓને આહાર-પાણી માટે નિમંત્રણ કરે. મુનિભગવંત પણ વિના વિલંબે ઈર્યાસમિતિ પાળતા તેની સાથે જાય. (વિલંબ કરવાથી શ્રાવકને ભોજનનું મોડું થાય, તેમાં અંતરાય પડે અને સાધુ માટે પૂર્વકર્માદિ દોષની સંભાવના રહે.) મુનિભગવંતની સાથે શ્રાવક રાજમાર્ગે ચાલે, ઘરમાં આવતાં મુનિ ભગવંતને આસન સ્વીકારવા વિનંતિ કરે. કારણ હોય તો મુનિ ભગવંત તે આસનનો ઉપયોગ કરે, નહિ તો નિષેધ કરે. ત્યારબાદ વ્રતધારી શ્રાવક પોતાના હાથે જ પ્રથમ ઉત્તમ દ્રવ્યો અને પછી અન્ય દ્રવ્ય આપે (વહોરાવે). કોઈ વાર ઘરની અન્ય વ્યક્તિ દાન આપતી હોય તો પણ આ વ્રતવાન શ્રાવક યોગ્ય આહારનું ભાજન બહુમાનપૂર્વક હાથમાં રાખી ત્યાં જ ઊભો રહે. મુનિભગવંતો પણ પોતાના સંયમ માટે ઉપયોગી આહાર તેના ભાજનમાં શેષ રાખીને લે. (થોડુ બાકી રાખીને લે.) જે કારણે પશ્ચાતુકર્મ દોષ ન લાગે. પછી શ્રાવક પોતાની શક્તિ અનુસાર સાધુને વળાવવા જાય અને ત્યારબાદ ઘરે આવી જે વસ્તુનું દાન આપ્યું હોય તે દ્રવ્યથી ભોજન કરે. જિજ્ઞાસા મુનિને આહાર પ્રદાન કરતો શ્રાવક પોતાના હૃદયને કઈ ભાવનાથી ભાવિત કરે ? તૃપ્તિ: મુનિને આહાર પ્રદાન કરતો શ્રાવક મુનિના નિર્દોષ જીવનનો વિચાર કરવાપૂર્વક તેમની કલ્યાણકારી પ્રવૃત્તિઓ યાદ કરે અને તેમના અહિંસક અને ક્ષમાપ્રધાન જીવનની સામે પોતાની પગલે પગલે થતી હિંસા અને કષાયોની પ્રવૃત્તિની સરખામણી કરી તેની નિંદા કરે. વળી વિચારે કે “આ મહાપુરુષો તો ક્રોધના સ્થાનમાં પણ કેવા સમતાના સાગરમાં ઝીલે છે ! માનના સ્થાને કેટલા નમ્ર દેખાય છે ! વિનય અને વિવેક તો ક્યાંય ચૂકતા નથી ! ક્યાંય આસક્તિ કરતા નથી. ખરેખર આવા મહાત્માઓની ભક્તિ કરી હું પણ આવા ગુણો મારામાં 4A પૂર્વકર્મ – દાન આપતાં પહેલાં હાથ, પાત્ર ધોવાં, રસોઈ ગરમ કરવી વગેરે પૂર્વકર્મ જેમાં થયું હોય તેવી ભિક્ષા લેવાથી પૂર્વકર્મ નામનો દોષ લાગે. 4B પશ્ચાતુકર્મ – દાન દીધા પછી પાત્ર કે હાથ ધોવામાં પાણી વાપરવું તે રૂપ પશ્ચાતુકર્મ' જેમાં થાય તેવી ભિક્ષા લેવાથી લાગેલો દોષ. Page #212 -------------------------------------------------------------------------- ________________ બારમું વ્રત ૧૯૧ પ્રગટાવું !” આ ભાવનાપૂર્વક, મહાત્માઓના ગુણોને યાદ કરી, ભક્તિભાવથી આહારાદિ માટે નિમંત્રણ કરી આહાર આદિ વહોરાવે. આ ભાવનાના પ્રભાવે તેના આત્માના ચારિત્રાદિ ગુણને આવરતું કર્મ નબળું પડે અને ક્યારેક તત્કાળ અને ક્યારેક સમય જતાં તેને તે ગુણો પ્રાપ્ત થાય. જિજ્ઞાસા ગામમાં મુનિભગવંતો ન હોય તો આ વ્રતધારી શ્રાવક શું કરે ? તૃપ્તિ: ગામમાં સાધુભગવંત ન હોય તો ગૃહદ્વાર પાસે આવી ચારે દિશામાં અવલોકન કરે, ક્યાંયથી મુનિભગવંત આવે છે કે નહીં તેની તપાસ કરે. ક્યાંયથી આવતા ન દેખાય તો શુદ્ધ ચિત્તે વિચારે કે “ધન્ય છે તે નગરીને ! ધન્ય છે ત્યાંના લોકોને ! જ્યાં સાધુભગવંતો સુલભ છે. હું પુણ્યહીન છું. મને સદા માટે તો સંયમી આત્માનો સુયોગ સાંપડતો નથી, તો પણ આજે જો કોઈ મહાત્માનો યોગ થયો હોત તો હું તેમની અન્નાદિથી ભક્તિ કરી મારા આત્માનો નિસ્તાર કરત.” આ ભાવના ભાવે અને પછી કોઈ સાધુ કે સાધ્વીનો યોગ ન સાંપડે તો શક્તિ હોય તો ઉપવાસ કરે અને શક્તિ ન હોય તો શ્રાવક કે શ્રાવિકાની આહારાદિથી ભક્તિ કરી પછી પોતે ભોજન કરે. જિજ્ઞાસા અતિથિસંવિભાગવત પૌષધોપવાસ કરીને થાય કે તે વિના પણ થઈ શકે ? તૃપ્તિ : સામાન્ય રીતે અતિથિનો સત્કાર શ્રાવકે નિત્ય કરવાનો છે, પરંતુ બારવ્રતમાં જે અતિથિસંવિભાગ વ્રત બતાવ્યું છે, તે અત્યારની ચાલતી પરંપરા પ્રમાણે પૌષધોપવાસ કરીને, બીજે દિવસે મહાત્માઓને આહાર પ્રદાન કરી, તેઓ જે વહોરે તે વસ્તુથી ઠામ ચૌવિહાર એકાસણું કરી કરાય છે. આ વ્રતની આરાધના કરતાં અનાભોગથી, સહસાત્કારથી કે લોભાદિ કષાયને આધીન થવાથી જે જે દોષોની સંભાવના છે, તે હવે આ ગાળામાં જણાવે છે. સચ્ચિત્ત નિવિરઘવપt - સચિત્તનિક્ષેપ. મુનિરાજને દાન કરવા યોગ્ય વસ્તુ ઉપર સચિત્ત જળ, માટી કે અન્ય સચિત્ત પદાર્થો મૂકી દેવા, તે “સચિત્તનિક્ષેપ' નામનો પ્રથમ અતિચાર છે. દા.ત. કાચા પાણીમાં મૂકેલો રસ વગેરે. પિકિ - સચિત્તપિધાન. સચિત્ત શ્રીફળ, બીજોરું વગેરે પદાર્થોથી દાન આપવા યોગ્ય વસ્તુને ઢાંકવી Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ સૂત્રસંવેદના-૪ Pી છે. . અથવા લીંબુ વગેરે સચિત્ત પદાર્થવાળા ઢાંકણાવાળી તપેલી આદિમાંથી વહોરાવવું, તે “સચિત્તપિધાન' નામનો બીજો અતિચાર છે. મુનિભગવંતો અન્યને લેશ પણ પીડા થાય તેવી પ્રવૃત્તિ કરતા નથી. તેથી સચિત્ત એટલે જીવવાળો પદાર્થ, તેમને દાન આપવા યોગ્ય વસ્તુની નીચે કે ઉપર હોય તો દાન આપતાં હલન-ચલનથી તે જીવને પીડા થવાની સંભાવના હોવાને કારણે મુનિભગવંતો આવું દાન લેતા નથી. આથી કોઈ વાર ઉપયોગની સ્કૂલનાથી કે કોઈ વાર લોભાદિથી, દાન નહીં આપવાની બુદ્ધિથી, શ્રાવક દાન આપવા યોગ્ય વસ્તુને સચિત્ત વસ્તુથી ઢાંકી દે, તો તેને દોષ લાગે છે. વવેણ - પરવ્યપદેશ. પર' એટલે બીજા અને “વ્યપદેશ' એટલે વ્યવહાર. દાન આપવાની બુદ્ધિથી પારકી વસ્તુને પોતાની કહેવી, અને દાન ન આપવાની બુદ્ધિથી પોતાની ચીજને પણ આ પારકી છે તેમ કહેવું; એ પરવ્યપદેશ નામનો ત્રીજો અતિચાર છે. આ વસ્તુ મારી નથી, તેમ કહીશ તો મુનિભગવંતો આહારાદિ નહિ લે; તેથી દાન આપવાની તીવ્ર ભાવનાથી પારકી વસ્તુને પોતાની કહેવાથી, અને દાન ન દેવાની બુદ્ધિથી પોતાની વસ્તુને પારકી કહેવાથી; આ વ્રતવિષયક અતિચાર લાગે છે. જૈનધર્મ વિવેક અને ભાવની પ્રધાનતાવાળો છે. પારકી વસ્તુને પોતાની કહેવામાં વિવેકની ઊણપ છે, અને પોતાની વસ્તુને પારકી કહેવામાં ભાવની ખામી છે. ભાવ અને વિવેકની વિકલતાવાળું દાન દોષયુક્ત છે. આવું દાન મુનિને આપવું તે પરવ્યપદેશ” નામનો ત્રીજો અતિચાર છે. મછરે વેવ - માત્સર્ય. માત્સર્યનો અર્થ છે બીજાનું સારું સહન ન થવું અથવા માત્સર્ય એટલે ક્રોધ. બીજાને દાન આપતાં જોઈ કહે કે, “હું કાંઈ તેનાથી ઊતરતો નથી.” એટલે બીજાના દાન કરતાં પોતાનું દાન અધિક છે તેમ બતાવવા દાન કરે, અથવા શ્રમણો કારણ વિશેષે કોઈ વસ્તુની યાચના કરે તો કોપ કરે, ક્રોધથી આપે, અથવા હોય તોપણ ન આપે – આ બન્નેથી “માત્સર્ય' નામનો ચોથો અતિચાર લ્લગે છે. છાત્રામવા - કાલાતિક્રમ - દાન દેવાના સમયનું ઉલ્લંઘન કરવું. ભિક્ષા આપવાના સમયનું ઉલ્લંઘન કરે. દાન દેવાની ઈચ્છા ન હોવાથી Page #214 -------------------------------------------------------------------------- ________________ બારમું વ્રત ૧૯૩ ભિક્ષાનો સમય વીતી ગયા પછી મુનિને બોલાવવા જાય, જેથી તેઓ લે નહિ અથવા ઓછું લે. આ “કાલાતિક્રમ' નામનો પાંચમો અતિચાર છે. ત્યે સિધાવણ નિકે - “અતિથિ-સંવિભાગ' નામના ચોથા શિક્ષાવ્રતના વિષયમાં જે કોઈ અતિચારો સેવાયા હોય તેની હું નિંદા કરું છું. આ ગાથામાં પાંચ અતિચારો જણાવ્યા છે પરંતુ તેના ઉપલક્ષણથી બીજા પણ અનેક અતિચારો સમજવાના છે. જેમ કે, મુનિને નિમંત્રણા કરવાનું ભૂલી જવું, મુનિભગવંત પધારે ત્યારે દેશ, કાળ કે તેમના સ્વાસ્થને અનુરૂપ આહાર ન આપવો, તેમને શું અનુકૂળ આવશે તેનો વિચાર કર્યા વિના પોતાની ભાવનાને પ્રાધાન્ય આપી પ્રતિકૂળ ચીજથી પાત્રો ભરી દેવાં, ભાવનાના અતિરેકથી પૂર્વકર્મ, પશ્ચાતુકર્મ દોષનો ખ્યાલ ન રાખવો, ભિક્ષા સંબંધી ૪ર દોષની જાણકારી મેળવી નિર્દોષ આહાર ન આપવો, દોષિતને નિર્દોષ કહેવું વગેરે ઘણા અતિચારો છે. આ સર્વે અતિચારોને યાદ કરી શ્રાવક તેની નિંદા કરે છે. જિજ્ઞાસા: ‘અતિથિને દાન આપીને પોતે ભોજન કરવું - આવું વ્રત સ્વીકાર્યા પછી ઉપરોક્ત દોષોની સંભાવના કઈ રીતે હોઈ શકે ? તૃપ્તિ મુનિને દાન આપવાથી કેવું વિશિષ્ટ ફળ મળશે, તે લગભગ આ વ્રતનો સ્વીકાર કરનાર શ્રાવક જાણે છે; તો પણ દાનાંતરાયકર્મ અને લોભાદિ કષાયોના ઉદયને કારણે દાન આપવાના અવસરે ક્યારેક આવા દોષો થવાની સંભાવના છે. આવા દોષોનું સેવન થયા પછી દોષોનો પશ્ચાત્તાપ આદિ થાય તો આ વ્રત ટકે છે. બાકી કૃપણતાદિ દોષોને કારણે દાન ન આપે, આપનારને વારે કે આપ્યા પછી વધુ અપાઈ ગયું” વગેરે પશ્ચાત્તાપ કરે તેને માટે તો વ્રતભંગ જ છે. - આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે “સંસાર-સાગરને તરવાનું અમોઘ સાધન સંયમ છે; પરંતુ અવિરતિના ઘરમાં બેઠેલો હું આ સંયમ માટે તો સમર્થ નથી, તો પણ ગુણવાન આત્માઓની ભક્તિ, બહુમાન અને સત્કારાદિ દ્વારા મારામાં એ સામર્થ્ય પ્રગટાવી શકું તેમ છું; અને તે માટે મેં આ વ્રતનો સ્વીકાર કર્યો છે. છતાં કૃણતા, અનુપયોગ આદિ દોષોને કારણે આ વ્રત સંબંધી ઘણા દોષોનું સેવન મારાથી થઈ ગયું છે. તે સર્વ દોષોને સ્મરણમાં લાવી, આત્મસાક્ષીએ તેની હું નિંદા કરું છું. ગુરુ સમક્ષ તેની ગહ કરું છું અને નિરતિચાર આ વ્રતપાલનનું સત્વ મારામાં પ્રગટે તે માટે 5. ગોચરી વિષયક ૪૨ દોષો યોગશાસ્ત્ર, ધર્મસંગ્રહ આદિ ગ્રંથોમાંથી ગુરુગમથી જાણી લેવા. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ સૂત્રસંવેદના-૪ શાલિભદ્ર, ધાસાર્થવાહ જેવા પૂર્વ પુરુષોને પ્રણામ કરી તેમને પ્રાર્થના કરું છું કે મારામાં આપના જેવી શક્તિ પ્રગટ થાઓ, જેથી હું પણ નિર્દોષ રીતે આ વ્રતનું પાલન કરી ભવસાગર તરી જાઉં..” અવતરણિકા : બારમા વ્રતમાં પાંચ અતિચારો જણાવ્યા, તે ઉપરાંત પણ આ વ્રતમાં જે અતિચારોની સંભાવના છે, તે હવે જણાવે છે ગાથા : सुहिएसु अ दुहिएसु अ, जा मे अस्संजएसु अणुकंपा । रागेण व दोसेण व, तं निंदे तं च गरिहामि ।।३१।। અન્વય સહિત સંસ્કૃત છાયા : सुखि(हि) तेषु च दुःखितेषु च, अस्वं(सं)यतेषु मे या अनुकम्पा । रागेण वा द्वेषेण वा, तां निन्दामि तां च गहें ।।३१।। । ગાથાર્થ : સુદિ - હિતેવું = શોભન હિતવાળા અને ટુરિસ્ક વિતેવું] = દુઃખી કે પીડિત, એટલે કે તપ કે રોગાદિને કારણે જેમને શારીરિક પીડા થઈ રહી હોય અથવા જેનાં વસ્ત્રો જીર્ણ હોય તેવા સંનસુર - [āયતેવું = અસ્વંયતોને વિષે, એટલે જેઓ પોતાની જાતે વિહરનારા નથી અર્થાત્ સ્વેચ્છાચારી નથી, પરંતુ ગુરુઆજ્ઞામાં જેઓ વિચરે છે; તેવા સાધુઓને વિષે, મારા વડે. જે અનુકંપા એટલે ભક્તિ, રાગથી કે દ્વેષથી કરાઈ હોય, તેને હું નિંદું , ગણું છું. 1. सुहितेषु - सुष्ठु हितं ज्ञानादित्रयं येषां ते सुहिताः तेषु - વન્દારુવૃત્તિ 2. अस्संजएषु - अस्वंयतेषु न स्वं - स्वच्छंदेन यता उद्यताः तेषु . - વન્દારુવૃત્તિ 3. અનુપક્ષ, સીન-દુસ્થતિ-વનાનન્ત =જ્યન=આત્મપ્રદેશનાં તdपरिहार-गोचरेच्छात्मकम् । - - વૃદત્પવૃત્તો અનુકમા - અનુ = પશ્ચાતું, કંપ = કંપવું - હૃદય આર્ટ થવું. દુઃખીઓના દુઃખને જોઈ હૃદય દયાર્દ થવું, તેના દુઃખને દૂર કરવાની ઈચ્છા થવી તે અનુકંપા છે; પરંતુ અહીં ‘અનુકંપા' શબ્દ વિશિષ્ટ અર્થમાં એટલે ભક્તિના અર્થમાં વપરાયો છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ બારમું વ્રત ૧૯૫ વિશેષાર્થ : સ્વ અને પરના ઉપકાર માટે પોતાની વસ્તુ અન્ય પાત્રને આપવી તે દાન છે. તેના પાંચ પ્રકાર છે : અભયદાન, જ્ઞાનદાન, સુપાત્રદાન, અનુકંપાદાન અને ઉચિતદાન. તેમાં અહીં સુપાત્રદાનનો અધિકાર ચાલે છે. સુવિશુદ્ધ સંયમનું પાલન કરનારા સંયમી આત્માઓ, એ દાન માટેના સુપાત્રો છે. આવા સુપાત્રમાં કોઈ પણ પ્રકારની આશંસા વિના ભવનિસ્તારની ભાવનાથી નિર્દોષ આહાર, વસ્ત્ર, પાત્ર વગેરેનું ઉલ્લાસપૂર્વક દાન કરવું તે સુપાત્રદાન છે. આ પ્રકારનું સુપાત્રદાન કરવાની ભાવનાવાળા શ્રાવકે સૌ પ્રથમ પાત્રઅપાત્રની પરીક્ષા કરવી જોઈએ. પરીક્ષા કરી સુપાત્રને મેળવ્યા પછી તેમને અતિ આદર અને બહુમાનથી દાન કરવું જોઈએ. દાન કરતાં કોઈ ભૌતિક આશંસા ન રાખવી જોઈએ, પરંતુ માત્ર એટલી ભાવના રાખવી જોઈએ કે આ મહાત્માની ભક્તિ કરી મારામાં સંયમાદિ ગુણોની શક્તિ પ્રગટાવું અને શીધ્ર સંસારસાગરને તરી જાઉં, આ ભાવપૂર્વક દાન કરવામાં આવે તો મહાકર્મનિર્જરાનું કારણ બની શકે, નહિ તો દોષનું કારણ બને છે. તે આ રીતે – सुहिएसु अ दुहिएसु अजा मे अस्संजएसु अणुकंपा रागेण व કોલેખ વ - સુવિહિત સાધુ અને દુઃખી સાધુ અને ગુરુનિશ્રામાં રહેલા સાધુને રાગથી કે દ્વેષથી દાન કરવું. સુડુિં - હિતેષુ - શોભન હિતવાળા સાધુમાં. અર્થાત્ ગુણોની આરાધના કરી પોતાનું હિત કરી રહ્યા છે અને ઉપદેશાદિ દ્વારા બીજાને પણ હિતના માર્ગે જોડવા પ્રયત્ન કરી રહ્યા છે, તેવા સાધુઓમાં સુદિ - દુિ:વિષે – દુઃખી કે પીડિત સાધુમાં. અહીં દુ:ખીનો અર્થ દુઃખી સાધુ એવો નથી કરવાનો, પરંતુ તપની આરાધના કરતા કે રોગાદિને કારણે જેઓ શરીરથી કૃશ થઈ ગયા છે, બાહ્ય રીતે જેમને શરીરમાં કોઈ પીડા છે તેવા સાધુઓમાં. ટ્સન - [āયતેવું – અસ્વંયતોને વિષે. જેઓ ગુરુનિશ્રામાં રહી, ગુરુઆજ્ઞાને આધીન બની, મન, વચન, કાયાથી ગુરુને સમર્પિત થઈ સાધના કરી રહ્યા છે, તેવા સાધુઓના વિષયમાં. અનુપા રોજ ૩ રોષેT 2 - ઉપર જણાવ્યા તેવા સહિત કે દુ:ખી સંયમી સાધુને રાગથી કે દ્વેષથી દાન આપે (ભક્તિ કરે). Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ સૂત્રસંવેદના-૪ * રાગથી આપે એટલે આ મારા સ્નેહી છે, સ્વજન છે, પરિચિત છે; તેવી એક લાગણી ઊભી કરી દાન કરે તો આ વ્રતમાં દોષ છે; કેમ કે, પોતાના સ્નેહી, સ્વજન કે પરિચિત મુનિને પણ ભક્તિથી દાન કરવાનું છે; અર્થાત્ તે ગુણવાન છે, તેમ માની ગુણના આદરથી દાન કરવાનું છે, પણ પરિચયના કારણે રાગથી દાન કરવાનું નથી; આનો મતલબ પરિચિતને દાન ન આપવું તેમ નથી. પરંતુ તેમને પણ ભક્તિથી, સંસારસાગરને તરવાની ઈચ્છાથી દાન કરવું જોઈએ, નહિ તો આ વ્રતમાં દોષ થવાની સંભાવના રહે છે. મુનિને જેમ રાગથી દાન ન કરાય તે જ રીતે દ્વેષથી કે અનાદરની બુદ્ધિથી પણ દાન ન કરાય. જેમ કે આ સાધુ સુધાદિથી પીડિત છે, તેમની પાસે આહાર-પાણી કાંઈ નથી, આપણે નહિ આપીએ તો તેમને બિચારાને કોણ આપશે ? આવા અનાદરના ભાવથી દાન આપવું, કે માંગવા આવ્યા છે તો આપો, આપીને અહીંથી રવાના કરો; આવા દ્વેષ કે નિંદારૂપ ભાવથી સુપાત્રમાં દાન કરવાથી આ વ્રતમાં દૂષણ થાય છે. માટે આ રીતે અપ્રશસ્ત રાગ કે દ્વેષ આદિના ભાવથી મુનિને દાન કરવું જોઈએ નહિ, પરંતુ પ્રશસ્ત શુભ ભાવથી જ મુનિને દાન કરવું જોઈએ. આ સાથે એટલું પણ ખાસ ધ્યાનમાં લેવું કે વિશેષ કોઈ કારણ જણાતું ન હોય તો મુનિને ભક્તિભાવથી પણ શુદ્ધ આહાર-પાણી વગેરેનું જ દાન કરવું જોઈએ; પરંતુ ભક્તિના તાનમાં આવી કોઈ કારણ વિના, તેમના માટે તૈયાર કરેલા આધાર્મિક આદિ દોષયુક્ત અશુદ્ધ આહાર વગેરેથી ભક્તિ ન કરવી જોઈએ. તેમ કરવાથી પુણ્યબંધ ઓછો થાય છે અને પાપનો બંધ વધુ થાય છે. દ્વાત્રિશત્કાત્રિશિકા ગ્રંથમાં તો કહ્યું છે કે સુપાત્રમાં અનુકંપાની બુદ્ધિથી એટલે “આ બિચારા દુઃખી છે તેવી વિપરીત દાન આપવામાં આવે તો દોષ લાગે છે; કેમ કે સુપાત્રમાં અનુકંપાબુદ્ધિ તે વિપરીત બુદ્ધિ છે. મુનિ કદી કરુણાને પાત્ર નથી. કરુણાના પાત્ર તો દીન, દુઃખી કે અનાથ જીવો હોય છે. આહારાદિની પ્રાપ્તિ થાય કે ન થાય તોપણ મુનિ કદી દીન થતો નથી. તે તો સદા પોતાની મસ્તીમાં જીવતો હોય છે. હા, તેમને આહારાદિની જરૂર પડે છે, પણ ન મળે તો તે અકળાઈ જાય તેવા કાયર નથી હોતા. આવા ગુણસંપન્ન મહાત્મા ઉપર કરુણાની બુદ્ધિ તે કર્મબંધનું કારણ છે. વિહારાદિના કારણે ક્યારેક મુનિ શ્રમિત કે સુધાદિથી પીડિત હોઈ શકે 2. अनुकम्पाऽनुकम्प्ये स्याद्, भक्तिः पात्रे तु सङ्गता । अन्यथाधीस्तु द्रातॄणामतिचारप्रसञ्जिका ।। નાવિંશિi . ૨ અનુકંપનીયમાં અનુકંપા ઉચિત છે, ભક્તિ તો પાત્રમાં સુપાત્રમાં ઉચિત છે. આનાથી વિપરીત બુદ્ધિ તો દાતારને દોષ લગાડે છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ બારમું વ્રત ૧૯૭ છે, અને આવા મુનિને જોઈ.શ્રાવક તેમના શ્રમ કે પીડાને દૂર કરવા આહાર આદિ આપવાની ઈચ્છા કરે, પણ ત્યારે તેને તેમના પ્રત્યે દયાનો ભાવ ન હોય એટલે કે બિચારા સાધુ ભૂખ્યા છે તેવો ભાવ ન હોય પરંતુ સંયમાદિ ગુણોના કારણે તીવ્ર ભક્તિભાવ વર્તતો હોય. વળી, સુપાત્રમાં અકારણ અશુદ્ધ દાન આપવામાં આવે, તોપણ અલ્પ પુણ્યબંધ અને દીર્ઘ અશુભ આયુષ્યનો બંધ થાય છે. આથી આત્મકલ્યાણના અભિલાષી સાધકે, જ્યારે જ્યારે દાનનો પ્રસંગ આવે ત્યારે જો કોઈ વિશેષ કારણ ન જણાતું હોય તો અશુદ્ધ આહારાદિ ન આપવાં જોઈએ. સુપાત્રમાં તો શુદ્ધ ભાવથી, શુદ્ધ આહારનું દાન આપી ભક્તિ કરવી જોઈએ; જે સંબંધી વિશેષ વાતો આગળની ગાથામાં બતાવી છે. આ જ ગાથાનો અર્થ બીજી રીતે આ પ્રમાણે પણ થઈ શકે છે. અસંયમી એટલે પાર્થસ્થ આદિ કુસાધુઓ, તેમનો આડંબર જોઈ “આ સુખી-સારા સાધુ છે એમ માનીને અથવા ભલે કુસાધુ છે, પણ મારા સ્વજન, મિત્ર કે પરિચિત છે' - એમ 3. સંવત શુદ્ધતાને અત્યાધુતુતારામતીર્ધાયુહેતુતરા (તા. ત્રિ. ૧/ર વૃત્ત) સંયતને આપવામાં આવેલ અશુદ્ધ દાન, અલ્પ આયુષ્ય અને દીર્ઘ અશુભ આયુષ્યનું કારણ છે. 4. સુમ્મુિ - સુરિતેવું = સુખીઓમાં - જેમની પાસે વસ્ત્ર, પાત્ર, ઉપધિ આદિ પૂરતાં છે તેવા, અને દિલું - gિવતેy = દુઃખીઓમાં - જેમની પાસે વસ્ત્ર, પાત્ર, ઉપધિ આદિ બરાબર ન હોય અથવા રોગથી પીડિત હોય, તપથી કૃશ શરીરવાળા થઈ ગયા હોય તેવા, સંતુ = [સંઘતેવું અસંમતેષ = અસંયમીઓમાં - સંયમથી ભ્રષ્ટ થયેલા પાર્શ્વસ્થ, અવસત્ન વગેરે સાધુઓ અથવા તે સિવાયના અન્યલિંગીઓ આદિમાં, રાગથી કે દ્વેષથી અનુકંપા કરી હોય તેને હું બિંદુ અને ગણું છું. પાંચ પ્રકારના સાધુને શાસ્ત્રમાં કુસાધુ કહ્યા છે: (૧) પાસત્યા-જે જ્ઞાન, દર્શન,ચારિત્રનાં ઉપકરણો પાસે રાખે, પણ વિધિપૂર્વક તેનો ઉપયોગ ન કરે તે પાર્શ્વફ્ટ'; અથવા મિથ્યાત્વ વગેરે કર્મબંધના કારણોરૂપ ‘પાસ’ (બંધનો)માં રહે તે ‘પાશાસ્થ' : આ બંનેને ‘સત્યો'. કહેવાય છે. (૨) ઓસન્ન- પ્રમાદને કારણે મોક્ષમાર્ગની ક્રિયામાં નિરુત્સાહી હોય તે ‘ઓસન્ન' કહેવાય છે. (૩) કુશીલ - જ્ઞાન, દર્શન અને ચારિત્રના ઘાતક એવા દુષ્ટ આચાર(શીલ)વાળો હોય તે કુશીલ' કહેવાય છે. (૪) સંસક્ત - સંવેગી કે, અસંવેગી, જેવા સાધુઓ મળે તેની તેની સાથે તેવો વર્તાવ કરે, તે “સંસક્ત” કહેવાય છે. (૫) યથાછંદ - ગુરુઆજ્ઞા કે આગમની મર્યાદા વિના સર્વ કાર્યોમાં સ્વેચ્છાથી જેમ ફાવે તેમ વર્તન કરે, તે “યથાછંદ' કહેવાય છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ માની રાગથી દાન આપવું અથવા ‘આ બિચારા દુઃખી છે, તેમની સેવા કરનાર કોઈ નથી, માટે આપણે સેવા કરવી જોઈએ;' તેવું માની દ્વેષથી કે દયાના પરિણામથી દાન કરવાથી પણ આ વ્રતમાં દોષ લાગે છે. ૧૯૮ જિજ્ઞાસા : શ્રાવકે સંયમી સિવાયના કુસાધુઓને દાન અપાય કે નહિ ? તૃપ્તિ : કહેવાય છે કે શ્રાવકનાં દ્વાર અભંગ એટલે દાન માટે સદા ખુલ્લાં રહેવાં જોઈએ. તેના દ્વારે આવેલ કોઈ પણ ભિક્ષુક ખાલી હાથે પાછો ન જવો જોઈએ. માટે શ્રાવકે માંગવા માટે આવેલ સંયમી કે અસંયમી કોઈ પણ વ્યક્તિને ભિક્ષા તો આપવી જોઈએ, પણ ભિક્ષા આપતી વખતે તેમના પ્રત્યેના આદર આદિ ભાવ, વ્યક્તિ અનુસા૨ હોવા જોઈએ. દાન લેનાર પાત્ર જો ગુણવાન અને સુસંયમી હોય તો તેમને ભક્તિ-બહુમાન અને અંતરંગ પ્રીતિપૂર્વક દાન આપવું જોઈએ, દુઃખી કે પીડિત હોય તો કરૂણા અને અનુકંપાની બુદ્ધિથી આપવું જોઈએ તથા અન્યને ઔચિત્ય બુદ્ધિથી આપવું જોઈએ. કલિકાલ સર્વજ્ઞ પૂ. હેમચન્દ્રાચાર્યજીએ તો કહ્યું છે કે - પાત્ર અને અપાત્રની વિચારણા મોક્ષફળવાળા દાનમાં કરવાની છે, પરંતુ અનુકંપાદાનને તો સર્વજ્ઞોએ ક્યાંય પણ નિષેધ નથી કર્યો. તું નિવે તં ચ ારિહામિ - સુપાત્રદાનના વિષયમાં જે કોઈ દોષ લાગ્યો હોય તેની હું નિંદા કરું છું અને ગુરુ સમક્ષ તેની ગહ કરું છું. આ ગાથા બોલતાં શ્રાવક દિવસ દરમ્યાન પોતે કરેલા દાનને સ્મરણમાં લાવે. તેમાં ક્યાંય રાગ-દ્વેષ આદિ રૂપ અશુભભાવ નથી ભળી ગયો, તેની તપાસ કરે. તપાસ કરતાં ખ્યાલ આવે કે - સુપાત્રદાનના અવસરે ઘણે ઠેકાણે ભક્તિભાવના બદલે શૂન્યમને દાન કર્યું છે, આદર આદિ શુભભાવ વિના કર્યું છે, કે રાગાદિ ભાવથી કર્યું છે, તો વિચારે કે “મેં આ ખોટું કર્યું છે. આ રીતે દાન કરી મેં પુણ્યકર્મથી મારી જાતને ઠગી છે. ગુણના બદલે દોષનું ઉપાર્જન કર્યું છે. આવી મારી જાતને હું ધિક્કારું છું, અને પુનઃ આવા દોષનું સર્જન ન થાય તે માટે સાવધ બનું છું.” 6. ફર્યાં મોક્ષજે વાને, પાત્રાપાત્રવિવારના । दयादानं तु तत्त्वज्ञैः कुत्रापि न निषिध्यते ।। - યોગશાસ્ત્ર. તૃતીયપ્રકાશ Page #220 -------------------------------------------------------------------------- ________________ બારમું વ્રત ૧૯૯ અવતરણિકા : . હવે બારમા અતિથિ-સંવિભાગ વ્રતમાં સુપાત્રનું અને દાન આપવા યોગ્ય વસ્તુનું સ્વરૂપ બતાવી, તેવા પાત્રમાં પણ પ્રમાદને કારણે કરવા યોગ્ય કાર્ય ન થઈ શક્યું હોય, તેનું પ્રતિક્રમણ જણાવાય છે ગાથા : સહૂનું સંવિમા ન વાગો તવ-રર-ર-ગુરુ संते फासुअदाणे, तं निंदे तं च गरिहामि ।।३२॥ અન્વય સહિત સંસ્કૃત છાયા : प्रासुकदाने सति तपश्चरण-करण-युक्तेषु साधुषु । संविभागः न कृतस्तं निन्दामि तं च गहे ।।३२।। ગાથાર્થ : પ્રાસુક (જીવ વિનાનો અને એષણીય - ૪૨ દોષ વિનાનો) આહાર હોવા છતાં, તપ-ચારિત્ર અને ક્રિયાથી યુક્ત સાધુભગવંતોનો સંવિભાગ ન કર્યો હોય, એટલે કે ભક્તિપૂર્વક તેમને દાન ન કર્યું હોય તો તે રૂપ પ્રમાદાચરણને હું બિંદુ છું અને ગણું છું. વિશેષાર્થ: . સીદૂ વિમાનો નવમો તવ-રર-ર-નુત્તે -તપ-ચારિત્ર અને ક્રિયાયુક્ત મુનિઓને દાન ન આપ્યું હોય. બારમા વ્રતનો સ્વીકાર કરીને સુપાત્રમાં વિધિપૂર્વક દાન ન કરાય તો જેમ દોષ લાગે છે, તેમ દાન આપવાની પોતાની શક્તિ હોય, દાન આપવા યોગ્ય આહાર આદિ પોતાની પાસે હોય, અને પુણ્ય યોગે સુપાત્રનો સંયોગ સાંપડ્યો હોય, આમ છતાં પ્રમાદાદિ દોષના કારણે દાન ન કરાય તો પણ દોષ લાગે છે. માટે આ ગાથામાં તે દોષની નિંદા કરતાં સૌ પ્રથમ સુપાત્રની ઓળખાણ આપતાં જણાવે છે કે – 7. प्रगतो असव उच्छ्वासादयः प्राणा यस्मात् स प्रासुकः । - वृन्दारुवृत्ति શ્વાસોશ્વાસાદિ પ્રાણો જેમાંથી ચાલ્યા ગયા છે તેને પ્રાસક કહેવાય છે, અથવા નિષ્માણ શરીરને પ્રાસુક કહેવાય છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સૂત્રસંવેદના-૪ તવ-વર-વેર-સાહૂ! - જેઓ બાર પ્રકારના તપમાં સદા ઉઘત છે તથા ચરણ=ચરણસિત્તરી અને કરણ=કરણસિત્તરી" થી યુક્ત છે, તેવા સુસાધુ પધાર્યા હોય, અને તોપણ દાન ન આપ્યું હોય, તો દોષ લાગે છે. જે મુનિભગવંતો બાર પ્રકારના તાપમાં રક્ત છે અર્થાત્ શક્તિ અનુસાર બાહ્ય અને અત્યંતર તપમાં સદા ઉજમાળ રહે છે; પાંચ મહાવ્રત, દશ યતિધર્મ, સત્તર પ્રકારનો સંયમ, દશ પ્રકારની વૈયાવચ્ચ વગેરે સિત્તેર પ્રકારે જે ચારિત્રધર્મની સુંદર આરાધના કરે છે; વળી, સંયમમાર્ગની પોષક સિત્તેર પ્રકારની ક્રિયાને જેઓ અપ્રમત્તભાવે આચરી રહ્યા છે, તેવા મુનિભગવંતો દાન માટે સુપાત્ર છે; પરંતુ 8. બાર પ્રકારના તપનું વર્ણન ‘નામિ' સૂત્રમાંથી જોવું. 9. “ચરણસિત્તરી એટલે ૭૦ પ્રકારનો ચારિત્ર ધર્મ. ૫ મહાવ્રત - “સૂત્ર સંવેદના ભાગ-૧માં સૂત્ર નં. રમાં જોવું.' ૧૦ યતિધર્મ સૂત્ર સંવેદના ભા-૧માં સૂત્ર નં ૨ તથા ૩ જોવું.' ૧૭ પ્રકારનું સંયમ - પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વન, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય, પંચેન્દ્રિય અને અજીવની રક્ષા કરવી; પરિષ્ઠાપના", પ્રમાર્જના", પ્રતિલેખના, તથા ઉપેક્ષા", મન, વચન, કાયાનો શુભ વ્યાપાર ૧૦ પ્રકારની વૈયાવચ્ચ - આચાર્ય, ઉપાધ્યાય,સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ, સાધર્મિક, કુળ, ગણ અને સંઘ,આ દેશની સેવા-સુશ્રુષા કરવી. ૯ બ્રહ્મચર્યની ગુપ્તિ - “સૂત્ર સંવેદના ભાગ-૧ સૂત્ર નં. ૨' જુઓ. ૩ જ્ઞાનાદિ ત્રિક - જ્ઞાન-દર્શન-ચારિત્ર ધર્મ ૧૨ પ્રકારનો તપ - “નાભિ' સૂત્ર જુઓ. ૪ કષાયોનો નિગ્રહ - ચાર કષાયના સ્વરૂપ માટે જુઓ સૂત્ર સંવેદના ભા-૧માં ૭૦ પંચિંદિય સૂત્ર 10. “કરણસિત્તરી એટલે ૭૦ પ્રકારનો ક્રિયારૂપ ધર્મ ૪ પિંડ વિશુદ્ધિ - આહાર, વસ્ત્ર, પાત્ર, શય્યા નિર્દોષ મેળવવી. ૫ ઈન્દ્રિયોનો નિરોધ - “સૂત્ર સંવેદના ભાગ-૧ સૂત્ર નં. ૨'જુઓ. ૫ સમિતિ - “સૂત્ર સંવેદના ભાગ-૧ સૂત્ર નં. ૨' જુઓ ૧૨ ભાવના - અનિત્ય, અશરણ વગેરે બાર ભાવના ભાવવી. ૧૨ પ્રતિમા - શ્રમણની બાર પ્રકારની વિશિષ્ટ સાધના કરવી. ૨૫ પ્રતિલેખના - વસ્ત્ર, પાત્રને જોઈ, જીવરહિત કરી વાપરવું. ૩ ગુપ્તિ - “સૂત્ર સંવેદના ભાગ-૧ સૂત્ર નં. ૨' જુઓ ૪ અભિગ્રહ - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવવિષયક અભિગ્રહ કરવા. ૧૫ ૭૦ Page #222 -------------------------------------------------------------------------- ________________ બારમું વ્રત ૨૦૧ જેઓએ સાધુનો વેષ પહેર્યો છે, રજોહરણ રાખે છે, પરંતુ ઉપર જણાવેલ તપ, સંયમ કે ક્રિયામાર્ગને આરાધતા નથી, તેવા પાર્શ્વસ્થ આદિ સાધુઓ કુગુરુ છે. તે દન માટે સુપાત્ર ગણાતા નથી. સુપાત્ર એવા સાધુભગવંતો વિદ્યમાન હોય તો પણ પ્રમાદથી, લોભથી કે પરીક્ષા કરવાની ઉપેક્ષાથી-સુસાધુને દાન ન આપે તો શ્રાવક માટે દોષ છે. સુપાત્રની ઓળખાણ આપ્યા પછી હવે દાન આપવા યોગ્ય વસ્તુ કેવી હોવી જોઈએ, તે જણાવે છે સંત પાસુમરા - અને દાનયોગ્ય પ્રાસકા વસ્તુ હોતે છતે. દાન આપવા યોગ્ય વસ્તુ પ્રાસુક એટલે જીવ વિનાની (અચિત્ત), અને આહાર સંબંધી શાસ્ત્રમાં બતાવેલા ૪ર દોષ વિનાની નિર્દોષ જોઈએ. આવી વસ્તુ ઘરમાં હાજર હોય અને સુપાત્ર સાધુભગવંતો પધાર્યા હોય, આમ છતાં પ્રમાદ, કૃપણતા, ઉપયોગશૂન્યતા, અન્યમનસ્કતા, અન્ય કાર્યમાં વ્યગ્રતા આદિ દોષોને કારણે સુપાત્રમાં દાન ન આપ્યું હોય, તો તે શ્રાવક માટે અપરાધ છે; કેમ કે તે પોતાના કર્તવ્યથી ચૂક્યો છે, પોતાના હિતને તેણે દૂર હડસેલ્યું છે. પ્રાપ્ત થયેલી પુણ્યપળોને તેણે ગુમાવી દીધી છે. માટે આવા દોષની નિંદા કરતાં હવે કહે છે - - તં નિવે નં રિફામિ - તેની હું નિંદા કરું છું અને ગહ કરું છું. સુપાત્રદાનની વિધિમાં પાત્ર-અપાત્રની પરીક્ષા ન કરી હોય, સુપાત્રમાં કરુણાબુદ્ધિ કરી હોય કે અપાત્રમાં ભક્તિભાવ કર્યો હોય, અકારણ અશુદ્ધ આહાર આપ્યો હોય : આ સર્વ, આ વ્રતવિષયક અતિચાર છે. આવા કોઈ પણ ષિનું આસેવન થયું હોય તો તે પાપની આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુ મિક્ષ ગહ કરું છું.' સુપાત્રદાન માટે ત્રણ ચીજ જરૂરી છે - ચિત્ત, વિત્ત અને પાત્ર. સંયમી મહાત્માઓ સુપાત્ર છે, નિર્દોષ આહાર તે વિત્ત છે, અને દાન આપવાને યોગ્ય ભાવના, અધ્યવસાય, કે સંવેદના તે ચિત્ત છે. આ ત્રણનો સુયોગ સાંપડે તો એક પર પણ કરેલું દાન શાલિભદ્ર જેવી સાહ્યબી અને તે સાહ્યબી પ્રત્યેની આસક્તિ વેના તેના ત્યાગની શક્તિ પ્રગટાવે છે. જ્યારે કોઈકવાર આ ત્રણનો સુયોગ ન 1. વિધિ દ્રવ્ય-વાતૃ-પાત્ર વિશેષાત્ તત્ વિશેષઃ |૭-૩૪ || - તત્ત્વાર્થાધિગમ સૂત્ર Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સૂત્રસંવેદના-૪ સાંપડે તો ગુણસેન-અગ્નિશર્માની જેમ અનર્થની પરંપરાનું પણ સર્જન થઈ શકે છે. માટે જ્યારે સુપાત્રનો સુયોગ સાંપડે ત્યારે શુદ્ધ આહાર આપવામાં ક્યાંય પ્રમાદ ન કરવો. આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે મહાપુણ્યના ઉદય વિના ગુણવાન આત્માનો સુયોગ થતો નથી. પરમ પુણ્યોદયે મને સુપાત્રની પ્રાપ્તિ થઈ છે. દેવગુરુની કોઈ અનેરી કૃપાથી મહાત્માઓને સાધના માટે અનુકૂળ બને તેવી સામગ્રી પણ મને મળી છે તો પણ પ્રમાદમાં પડેલો હું તેને સફળ કરી શક્યો નથી. સાચે વિત્ત અને પાત્રનો સુયોગ તો મને મળ્યો પણ યોગ્ય ચિત્ત કેળવવામાં હું થાપ ખાઈ ગયો. મારા આ પ્રમાદને કે લોભાદિ કષાયોને ધિક્કાર છે. ધન્ય છે ઘણાસાર્થવાહ અને શાલિભદ્રના પૂર્વભવનાં જીવને, જેમણે ભાવપૂર્ણ હદયે આંગણે આવેલા મહાત્માઓની શુદ્ધ આહારથી ભક્તિ કરી પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન કર્યું. આવા મહાપુરુષોના ચરણોમાં મસ્તક મૂકી તેમના જેવી ભક્તિની શક્તિ મારામાં પ્રગટે તેવી પ્રાર્થના કરું છું અને સુવિશુદ્ધ પ્રકારે વ્રત પાલનમાં સ્થિર થવા યત્ન કરું છું.” ચિત્તવૃત્તિનું ઘડતર : બારમા વ્રતનું સુંદર પાલન કરવા ઈચ્છતા શ્રાવકે – * સંયમી આત્માનો સંયોગ હોય તો સદા ભોજન કરતાં પહેલાં મુનિને વહોરાવી પછી વાપરવું જોઈએ. * મુનિભગવંતો ન હોય તો તેમનું આગમન કઈ બાજુ થઈ રહ્યું છે તેની તપાસ માટે ચારે બાજુ દિશાનું અવલોકન કરવું જોઈએ. મુનિભગવંત ન દેખાય તો સાધ્વીજીભગવંતને, અને તે પણ ન હોય તો શ્રાવક અને શ્રાવિકાની પણ અન્નાદિથી ભક્તિ કરી પછી ભોજન કરવું. + વર્ષમાં ઓછામાં ઓછું એક વાર પૌષધોપવાસ સાથે આ વ્રતનું પાલન કરવું જોઈએ. + દાનમાં ક્રમ, વિવેક, સદ્ભાવ, બહુમાનનો ખ્યાલ રાખવો જોઈએ. + દાન આપ્યા પછી પશ્ચાત્તાપ ન કરતાં અનુમોદના કરવી જોઈએ. Page #224 -------------------------------------------------------------------------- ________________ સલેખના વ્રત અવતરણિકા : જ્ઞાનાચાર, દર્શનાચાર તથા ચારિત્રાચારરૂપે સમ્યકત્વ મૂળ બાર વ્રતનું સ્વરૂપ - તથા અતિચારોનું વર્ણન કરી, હવે તપાચારના એક અતિ મહત્ત્વના ભેદસ્વરૂપ સંલેખના વ્રતના અતિચારો જણાવે છે. આ ગાળામાં સામાન્યતઃ “જીવનના અંત સમયે અવશ્ય સ્વીકારવા યોગ્ય સંલેખન વ્રતના કોઈપણ અતિચારો મને ન થાઓ' તેવી પ્રાર્થના શ્રાવક કરે છેગાથા - પરોણ, નવિન-મર ૩ માસંત-પોને ! पंचविहो अइआरो, मा मज्झ हुज मरणंते ।।३३।। અન્વય સહિત સંસ્કૃત છાયા? દો પરો, બીવિતે મરને ૪ માશં-wયોને ! पञ्चविधोऽतिचारः, मरणान्ते मम मा भवेत् ।।३३।। ગાથાર્થઃ ઈહલોક-આશંસા-પ્રયોગ, પરલોક-આશંસા-પ્રયોગ, જીવિત-આશંસાપ્રયોગ, આમરણ-આશંસા-પ્રયોગ અને કામભોગ-આશંસા-પ્રયોગ (કામભોગઆશંસા-પ્રયોગ એવો અર્થ નીવિઝ-મરો અને ગાસંત-પગોને વચ્ચેના “ગ' શબ્દથી Page #225 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ ગ્રહણ કર્યો છે.) ; આ પાંચ અતિચારો મને મરણાંતે પણ ન થાઓ. વિશેષાર્થ : ૨૦૪ સંલેખનાનો સામાન્ય અર્થ અનશન છે. વિશેષથી વિચારીએ તો અંદરમાં પડેલા મોહ અને મમત્વના ભાવોને ખોતરી ખોતરીને કાઢવાની એક વિશિષ્ટ પ્રક્રિયાને અર્થાત્ વિષયો અને કષાયોને પાતળા પાડવાની ક્રિયાને સંલેખના કહેવાય છે. જન્મથી જેનો સહવાસ છે તેવા શરીરનું મમત્વ મરણની વેદના સમયે સમાધિને ખંડિત કરે છે. પ્રયત્નથી પ્રાપ્ત કરેલ ધનસંપત્તિ કે પરિવાર આદિને મૂકીને જવાની ક્ષણો જ્યારે નજ૨ સમક્ષ દેખાય છે, ત્યારે માનવી અકળાઈ જાય છે, વિવેક ચૂકી જાય છે. મનને આત્મભાવ કે પરમાત્મ ભાવમાં સ્થિર કરવાને બદલે અન્ય ચિંતાથી મનને ચંચળ કરે છે. આ કારણે માનવીનું મરણ સમાધિમય બની શકતું નથી. સમાધિમરણ દ્વારા ભવની પરંપરાને ઉત્તરોત્તર ઊજળી બનાવી મોક્ષના મહાઆનંદ સુધી જેને પહોંચવું છે તેવો સાધક, મરણ સમય નજીક આવતાં સાવધ બની જાય છે. તપ દ્વારા શરીરના મમત્વને તોડવા પ્રયત્ન કરે છે, શ્રુત (સ્વાધ્યાય) દ્વારા પોતાના મનને તમામ પ્રકારના બાહ્ય ભાવોથી ૫૨ કરી આત્મભાવમાં સ્થિર કરવા યત્ન કરે છે, અને શીલ દ્વારા અનેક પ્રકારની ચેષ્ટાઓનો ત્યાગ કરી કાયાને કોઈ ચોક્કસ આસનમાં સ્થિર કરવા યત્ન કરે છે. આ રીતે શ્રુત, શીલ અને તપાદિ દ્વારા પોતાની શક્તિનો નિર્ણય કરી અંત સમય નજીક આવતાં ચારે અથવા ત્રણેય પ્રકારના આહારનો ત્યાગ કરી, કાયાને સ્થિર કરી, મનને આત્મભાવમાં સ્થાપન કરવાનો જે પ્રયત્ન કરાય છે, તેને અનશન કે સંલેખનાવ્રત કહેવાય છે. આ વ્રતનો સ્વીકાર કર્યા પછી તેના નિરતિચાર પાલનથી આત્માની વિશિષ્ટ શક્તિઓ પ્રગટે છે, અને સાથો સાથ પુણ્યપ્રભાવ પણ વધે છે. પુણ્યોદયના કારણે તેમની સેવા-શુશ્રુષા અને દર્શનાદિ માટે દેવ-દેવેન્દ્રો અને માનવો આવે છે. આવા સમયે જો મન ચલ-વિચલ થાય તો આ ગાથામાં બતાવેલ દોષોની સંભાવના રહે 1. સંલેખના = ધ્િ ધાતુ ખોતરવા કે કોતરવાના અર્થમાં છે. જે તપ-ક્રિયાદ્વારા કર્મો અને કષાયોને ખોતરી કઢાય છે, તેવી ક્રિયાને ‘સંલેખના’ કહેવામાં આવે છે. જૈન શાસ્ત્રો પ્રમાણે અર્થ કરીએ તો આયુષ્યના અંત સમયે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ક૨વા યોગ્ય તપ. Page #226 -------------------------------------------------------------------------- ________________ સંખના વ્રત ૨૦૫ છે. આ કારણે સાધક પહેલેથી સાવધ બની જાય છે. તે પ્રભુને પ્રાર્થના કરતાં કહે છે કે “હે પ્રભુ ! આ જીવનમાં તો આવા દોષોનું સેવન ન જ થાઓ, પરંતુ મરણાંત સમયે પણ આવા અતિચારોનું આસેવન મારાથી ન થાઓ !” જિજ્ઞાસા : અનશનવ્રત વર્તમાનમાં સ્વીકારાય કે નહિ ? તૃપ્તિ : વિશિષ્ટ જ્ઞાનીના અભાવને કારણે હાલમાં એક એક ઉપવાસના પચ્ચખ્ખાણપૂર્વક સાધક આગળ વધી શકે છે, પરંતુ, દીર્ઘકાળ માટેનું (આજીવન) અનશન સ્વીકારી શકાતું નથી; તો પણ અલ્પ સમય માટે આ વ્રત સ્વીકારવામાં વાંધો જણાતો નથી. જીવન-દીપ બુઝાવાનો સમય જ્યારે નજીક આવતો જણાય, ત્યારે આત્મ-હિતેચ્છુ સાધક આમરણ ચારે આહારનો ત્યાગ કરી, પોતાની શય્યા સિવાય કાયાના વ્યાપારને ત્યજી, મૌન ધારણ કરી, મનને પરમાત્મધ્યાનમાં લીન કરી, અમુક છૂટ (આગાર) રાખી, સાગારિક અનશન સ્વીકારી શકે છે. ઉત્તરાધ્યયન સૂત્રનો આ પાઠ જોતાં પણ લાગે છે કે શ્રાવક કે શ્રમણો વર્તમાનમાં આ સાગારિક અનશન સ્વીકારી શકે છે, છતાં આ અંગે બહુશ્રુતો વિચારે. સંલેખના વ્રતસંબંધી સંભવિત અતિચારો આ પ્રમાણે છે - છો - આ લોક વિષે. ઈહલોક-આશંસા-પ્રયોગ : આ લોક સંબંધી ઈચ્છાનો વ્યાપાર. આ લોકનો અર્થ છે મનુષ્યલોક. “આ તપના પ્રભાવથી મરીને મનુષ્યજીવનમાં હું ચક્રવર્તી, રાજા કે શ્રેષ્ઠી આદિ થાઉં' – આવી ઈચ્છા રાખવી, અથવા આ તપના પ્રભાવથી મને માન સન્માન મળે, મારો સત્કાર થાય, મારી સેવા-ભક્તિ સારી થાય તેવી ઈચ્છા તે “ઈહલોક-આશંસા-પ્રયોગ” નામનો પ્રથમ અતિચાર છે. પરોણ - પરલોક વિશે. પરલોક – આશંસા – પ્રયોગ : પરલોક સંબંધી ઈચ્છાનો વ્યાપાર. પરલોકનો અર્થ છે મનુષ્ય સિવાયનો લોક. આ તપના પ્રભાવથી મરીને હું દેવ 2. "सव्वावि अ अजाओ, सव्वेवि अ पढमसंघयणवजा । सव्वेवि देसविरया, पच्चखाणेण उ मरंति ।।" अत्र हि प्रत्याख्यानशब्देन भक्तपरिजैव ज्ञेया ।। - ઉત્તરાધ્યયન અ. . અર્થ - પ્રથમ સંઘયણ સિવાયની સર્વે પણ આર્યાઓ તથા દેશવિરતિધર પચ્ચખ્ખાણથી મરે છે. પદ્માણનો અર્થ અહીં ભક્ત પરિણા નામનું અનશન છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ સૂત્રસંવેદના-૪ થાઉં, દેવેન્દ્ર થાઉં, દૈવિક ઋદ્ધિ-સમૃદ્ધિનો સ્વામી થાઉં અથવા મારા સપના પ્રભાવથી આકર્ષાઈ અહીં આવેલા દેવો મારી ભક્તિ-પ્રશંસા કરે, આવી ઇચ્છા રાખવી, તે પરલોક-આશંસા-પ્રયોગ' નામનો બીજો અતિચાર છે.. નીવિડ - જીવવા વિષે. જીવિત-આશંસા-પ્રયોગ : જીવવાની ઈચ્છારૂપ વ્યાપાર. .. આ વ્રતનો સ્વીકાર કરવાના કારણે લોકો તરફથી માન, સન્માન, સત્કાર ખૂબ થતાં હોય ત્યારે થાય કે આ અવસ્થામાં વધારે જીવવા મળે તો સારું, જેથી કીર્તિ વધારે થાય. આવી ઈચ્છા રાખવી તે “જીવિત-આશંસા-પ્રયોગ' નામનો ત્રીજો અતિચાર છે. મરજી - મરણ વિષે. .. મરણ-આશંસા-પ્રયોગ : મરણની ઈચ્છારૂપ વ્યાપાર. આ વ્રતનો સ્વીકાર કર્યા પછી દ્રવ્ય-ક્ષેત્રાદિની પ્રતિકૂળતાના કારણે, તથા પૂજા, સત્કાર, સન્માન આદિના અભાવને કારણે એવો વિચાર કરવો કે હવે મારું મરણ જલ્દી થાય તો સારું, એ “મરણ-આશંસા-પ્રયોગ' નામનો ચોથો અતિચાર છે. આ સાસંતપત્રોને - આશંસા વિષે. કામભોગ-આશંસા-પ્રયોગ : કામભોગની ઈચ્છારૂપ વ્યાપાર. આ તપના પ્રભાવે મરણ પામ્યા બાદ હું દેવભવમાં કે મનુષ્યભવમાં જ્યાં પણ ઉત્પન્ન થાઉં ત્યાં મને ઈચ્છિત કામભોગની પ્રાપ્તિ થાઓ. આવી ઈચ્છા રાખવી તે કામભોગ-આશંસા-પ્રયોગ” નામનો પાંચમો અતિચાર છે. આ પાંચ અતિચારો માત્ર “સંલેખનાવત’વિષયક જ નથી, પરંતુ કોઈપણ ધર્માનુષ્ઠાન કરતાં આ પાંચ પ્રકારમાંથી કોઈ પણ પ્રકારની આશંસા દોષરૂપ જ છે; કેમ કે કોઈપણ પ્રકારનો ધર્મ નિરાશસભાવે કરવાનો છે. નિરાશસભાવે કરેલો ધર્મ જ મોક્ષરૂપ ફળ આપે છે. આશંસાપૂર્વક કરેલો ધર્મ કદાચ ભૌતિક સુખ આપે, તો પણ તેનાથી આત્મહિત થતું નથી. ધર્મનું ફળ મોક્ષ છે. ચિંતામણિને આપી જેમ કોઈ ડાહ્યો માણસ બોર જેવાં તુચ્છફળને ખરીદતો નથી, તેમ મોક્ષફળને ત્યજી કોઈ ડાહ્યો માણસ ભૌતિક સુખને ઈચ્છતો નથી. Page #228 -------------------------------------------------------------------------- ________________ સંલેખના વ્રત પંચવિતો ગબરો, મા મા દુખ્ત મરાંતે - હે પ્રભુ ! આ પાંચે અતિચારો મને મરણાંતે પણ ન થાઓ. ૨૦૭ આ પૂર્વે બારવ્રત સંબંધી જે અતિચારો જણાવ્યા, તે વ્રતો સ્વીકાર્યા પછી તેમાં થતી મલિનતારૂપ હતા. અહીં જે અતિચારો જણાવ્યા છે તે આ વ્રત સ્વીકારતાં પહેલાં સુવિશુદ્ધ વ્રતપાલનની પૂર્વ તૈયારી માટેના છે; કેમ કે, આ સંલેખના-વ્રત મરણ સમય નજીક આવતાં કરવામાં આવે છે. સંલેખના-વ્રત અને અંત સમયે સમાધિભાવ ટકાવવો, આ બંને કપરી વસ્તુ છે. તેમાં ટકી જવાય તો, ત્યારે જે વિશિષ્ટ માન-સન્માનની પ્રાપ્તિ થાય છે, તે વખતે પણ મનને સ્થિર રાખવું અઘરું છે,અને ક્યાંક આ કષ્ટથી કાયર થઈ જવાય તો પણ કેવી કામના થાય તે કહી શકાય તેમ નથી. માટે આ બધા ભાવોથી બચવા શ્રાવક રોજ પ્રતિક્રમણ કરતાં પોતાનું પંડિત મરણ થાય, અંતસમયે કોઈ નબળો ભાવ સ્પર્શી ન જાય, અને આ વ્રતનું અણીશુદ્ધ પાલન થાય, તે માટે આ અતિચારોને યાદ કરી તેના પ્રત્યે જુગુપ્સાભાવ પ્રગટાવવા યત્ન કરે. આ ગાથા બોલતાં શ્રાવક પ્રભુ પાસે પ્રાર્થના કરે કે– “હે ભગવંત ! હું અત્યારે તો આ શરીરાદિના મમત્વને ત્યજી આ વ્રત સ્વીકારી શકું તેમ નથી તોપણ હે વિભુ ! મરણ સમય નજીક આવતાં જ્યારે આ શરીરાદિની મમતા ત્યજી હું અનશન વ્રત સ્વીકારું, ત્યારે ક્યાંય આવી અયોગ્ય આશંસાઓ મારા વ્રતને મલિન ન કરે ! માન-સન્માનની કોઈ ઈચ્છાઓ મારા મનને વિહ્વળ કરે નહિ. કામ-ભોગની કોઈ ભાવના મારા મૃત્યુને બગાડે નહિ. મારા મૃત્યુને સુધારવા અને અંતસમયે સમાધિ જ્વલંત રાખવા હે પ્રભુ ! આટલું સંત્ત્વ મને જરૂરથી આપજો !” આ રીતે પ્રાર્થના દ્વારા તે પોતાના હૃદયને એવા ભાવોથી ભાવિત કરે, માનાદિ દોષો પ્રત્યે એવી જુગુપ્સા પ્રગટ કરે, કે નિમિત્ત મળતાં પણ માન-સન્માન કે વૈયિક ભોગની ભાવનાઓ જાગૃત થાય નહિ, અને નિરતિચાર આ વ્રતનું પાલન કરી સમાધિમરણ પામી સદ્ગતિની પરંપરા દ્વારા, શિવસુખ પામી શકે. ચિત્તવૃત્તિનું ઘડતર : અંત સમયની તૈયારી : આરાધનાનું અંતિમ ફળ સમાધિમરણ છે. મરણને સમાધિમય બનાવવા દરેક Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સૂત્રસંવેદના-૪ સાધકે હંમેશાં તૈયારી કરવી જોઈએ, અને શાસ્ત્રમાં જણાવેલી આ ભાવનાઓથી હૃદયને ખાસ ભાવિત કરવું જોઈએ. એકત્વ ભાવના - હું એકલો આવ્યો છું અને મારે એકલા જ જવાનું છે. અહીં પણ મારા કર્માનુસાર જ મને સુખ-દુ:ખ મળવાનાં છે. દુઃખમાં સહાય કરનારે અને સુખને આપનાર મારાં કર્મ સિવાય કોઈ નથી. આ રીતે એકત્વભાવનાથી હૃદયને ભાવિત કરવું. શ્રુત ભાવના - સમાધિભાવની પૂરક શાસ્ત્રપંક્તિઓ વાંચી, વિચારી, કંઠસ્થ કરી, તેના ઉપર ઊંડી અનુપ્રેક્ષા કરી શ્રતને એ રીતે ભાવિત કરવું કે ગમે તેવી આપત્તિમાં તેના સહારે મનને સમાધિમાં રાખી શકાય. . તપ ભાવના - શક્તિ મુજબ તપ કરવાનું ચાલુ રાખવું, જેના કારણે રોગાદિમાં આહાર-પાણી ન લઈ શકાય કે સ્વેચ્છાથી અણસણ વગેરે સ્વીકાર્યું હોય ત્યારે સુધા-તૃષાની વેદનાના સમયે મન અકળાઈ ન જાય. સત્ત્વ ભાવના - મહાપુરુષોનાં ચરિત્રોનો વિચાર કરી સર્વ સ્થિતિમાં નિર્ભય રહેવાનો પ્રયત્ન કરવો. બળ ભાવના - ગમે તેવી આપત્તિમાં પણ ધીરજ ખૂટી ન જાય તે માટે શરીરબળ અને મનોબળને કેળવવા સતત પ્રયત્ન કરવો જોઈએ. આ ઉપરાંત નીચેના મુદ્દાઓનું પણ સતત ભાવન કરવું. + આત્માને શરીરથી ભિન્ન જોતાં શીખવું. જે થાય છે તે શરીરને થાય છે, મને આત્માને) કાંઈ થતું નથી; અને જે શરીરને પંપાળું છું, તે તો અહીં જ મૂકીને જવાનું છે, તે વાતને અતિ દઢ કરવી. અરિહંતાદિના ધ્યાનમાં મનને સ્થિર કરવા યત્ન કરવો. કરેલાં દુષ્કૃત્યોની આત્મસાક્ષીએ નિંદા કરવી અને ગુરુ સમક્ષ ગઈ કરવી. * સુકૃતોનું સતત સ્મરણ કરવું. અરિહંતાદિ ચારનું શરણ સ્વીકારવું. Page #230 -------------------------------------------------------------------------- ________________ સામાન્યથી સર્વ પાપોનું પ્રતિક્રમણ અવતરણિકા : સામાન્યથી સર્વ વ્રતોના અતિચારો અશુભ મન, વચન, કાયાના વ્યાપારોથી થાય છે. આ જ કારણથી પ્રત્યેક વ્રતના અલગ અલગ અતિચારો જણાવી, હવે જે યોગો દ્વારા જે અતિચારો ઉત્પન્ન થયા હોય તે ત્રણે યોગોથી તેનું પ્રતિક્રમણ કરતાં કહે છે ગાથા : कारण काइअस्सा, पडिक्कमे वाइअस्स वायाए । मणसा माणसिअस्सा, सव्वस्स वयाइआरस्स ।।३४।। અન્વય સહિત સંસ્કૃત છાયા : सर्वस्य व्रतातिचारस्य कायिकस्य, कायेन । वाचिकस्य वाचा मानसिकस्य मनसा प्रतिक्रामामि ।।३४।। ગાથાર્થ : સર્વ વ્રતોના અતિચારોમાં કાયિક અતિચારોને કાયા વડે, વાચિક અતિચારોનું વાણી વડે અને માનસિક અતિચારોનું મન વડે હું પ્રતિક્રમણ કરું છું. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સૂત્રસંવેદના-૪ વિશેષાર્થ : [સવ્વસ્ત્ર નવાગારા ાળુ વ્હાઙ્ગસ્સા ડિમે - (સર્વ વ્રતોના અતિચારમાં) કાયિક અતિચારોનું કાયા વડે હું પ્રતિક્રમણ કરું છું. વ્રતોને મલિન કરનારા કોઈ પણ અતિચાર લગભગ ત્રણે યોગોથી સંભવતા હોય છે; તો પણ કોઈક અતિચારમાં કાયાની મુખ્યતા હોય છે, તો કોઈકમાં મન, વચનની મુખ્યતા હોય છે. તેથી અહીં તે મુખ્યતાને લક્ષમાં રાખીને જણાવ્યું કે કાયા દ્વારા જે દોષો સેવાયા હોય, અર્થાત્ કાયા ઉપર નિયંત્રણ નહિ રહેવાને કારણે, કાયાના મમત્વના કારણે કે કાયિક અનુકૂળતા પ્રાપ્ત કરવાના કારણે, જે કોઈ જીવોના વધ, બંધ આદિ થયા હોય, તે વ્રત સંબંધી કાયિક અતિચારો છે. “આ સર્વ દોષોનું હે ભગવંત ! હું કાયાથી પ્રતિક્રમણ કરું છું. એટલે કે જે કાયાના રાગથી આ દોષોનું સેવન થયું છે, તે કાયાના રાગને તપ, કાયોત્સર્ગ આદિની ક્રિયા દ્વારા દૂર કરવાનો યત્ન કરું છું, અને પુનઃ વ્રતાદિના શુભ વ્યાપારમાં કાયાને સ્થિર કરું છું.” [सव्वस्स वयाइआरस्स] वाइअस्स वायाए (સર્વ વ્રતોના અતિચારમાં) વાચિક અતિચારોનું વાણી વડે (હું પ્રતિક્રમણ કરું છું). - વ્રતધારી શ્રાવકની ભાષા કોઈને પીડા થાય તેવી ન હોવી જોઈએ. આમ છતાં કષાયની આધીનતાથી, વિષયોની આસક્તિથી, કે વિચાર્યા વિના જ બોલાઈ જવાને કા૨ણે કોઈને દુઃખ થાય તેવા શબ્દો ઉચ્ચાર્યા હોય, કોઈ ઉપર આળ ચડાવ્યું હોય, કોઈને કલંક લાગે તેવો વાણીનો વ્યવહાર કર્યો હોય કે પોતાના કુળને ન છાજે તેવાં વચનો ઉચ્ચાર્યાં હોય, તો તે સર્વ વ્રતોસંબંધી વાણીના અતિચારો છે. “આ સર્વ દોષોનું હે ભગવંત ! હું વાણીથી પ્રતિક્રમણ કરું છું અર્થાત્ દુઃખા હૃદયે, થયેલી ભૂલ બદલ ‘મિચ્છા મિ દુક્કડં' આપું છું, અને પુનઃ આવું ન થાય તે માટે વિચારીને બોલવાના નિયમરૂપ વ્રતોમાં પુનઃ સ્થિર થાઉં છું.” मणसा माणसिअस्सा सव्वस्स वयाइआरस्स સર્વ વ્રતોના અતિચારમાં માનસિક અતિચારોનું મન વડે (હું પ્રતિક્રમણ કરું છું).. - વ્રતધારી શ્રાવક પોતાના મનને સતત શુભ ભાવમાં રાખવા યત્ન કરતો હોય છે, તોપણ મન ચંચળ છે. ચંચળ મનને વ્રતના ભાવમાં સ્થિર રાખવું કપરું છે. મોહને આધીન થઈ વ્રત-માલિન્ય થાય તેવા મનમાં કરેલા માઠા વિચારો, વ્રતની Page #232 -------------------------------------------------------------------------- ________________ સામાન્યથી સર્વ પાપોનું પ્રતિક્રમણ ૨૧૧ મર્યાદાનું ઉલ્લંઘન થાય તેવું અશુભ ચિંતન, દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે કરેલી શંકા - કુશંકાઓ કે આ-રોદ્રધ્યાન, એ સર્વ વ્રતો વિષયક માનસિક અતિચારો છે. “આ સર્વ દોષોનું હે ભગવંત! મનથી પ્રતિક્રમણ કરું છું અર્થાત્, હૃદયપૂર્વક આલોચન કરી મનને શુભ ભાવમાં, શુભ ચિંતન કે શુભ ધ્યાનમાં જોડી હું પુનઃ વ્રતાદિમાં સ્થિર કરું છું.” આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે“મન, વચન, કાયાના નિયંત્રણ વિના વ્રતનિયમોનું સુવિશુદ્ધ પાલન અશક્ય છે, આ વસ્તુ હું સમજું છું. તોપણ આજના દિવસમાં હું મારા મન, વચન, કાયા ઉપર પૂર્ણ નિયંત્રણ રાખી શક્યો નથી. આ કારણે ઘણે સ્થળે હું વ્રતમર્યાદા ચૂકી ગયો છું. આ મેં ખોટું કર્યું છે. આ પાપથી પાછા વળવા હું કાયાના અનુકૂળ વ્યવહારથી થએલા દોષોનું કાયાને પ્રતિકૂળ બને તેવા વ્યવહાર દ્વારા, વાણીના અનિયંત્રણથી થયેલા દોષોનું વાણીના નિયંત્રણ દ્વારા, અને મનની ચંચળતાથી થયેલા દોષોનું મનને અશુભ ભાવથી રોકી શુભભાવમાં સ્થિર કરવા દ્વારા, પ્રતિક્રમણ કરીશ, અને આ રીતે વ્રતમાં હું સ્થિર થઈશ.” અવતરણિકા : બાર વ્રતના અતિચારો જણાવી હવે વ્રતધારી શ્રાવકને કરવા યોગ્ય જે શુભ ક્રિયાઓ છે, અને ન કરવા યોગ્ય જે અશુભ ક્રિયાઓ છે; તે વિષયમાં જે અતિચાર લાગ્યા હોય તે જણાવી, તેમાં લાગેલા દોષોનું વિશેષથી પ્રતિક્રમણ જણાવે છે ગાથા : વંજ-વય-સિરા-રવેસુ, સન્ન-વસાય-હેલું છે गुत्तीसु अ समिईसु अ, जो अइआरो अ तं निंदे ।।३५।। અન્વય સહિત સંસ્કૃત છાયાઃ વન્દન-વ્રત-શિક્ષા-પરવેણુ, સંજ્ઞા-પાથ-વંદેપુ ! गुप्तिषु च समितिषु च, योऽतिचारः च तं निन्दामि ।।३५ ।। ગાથાર્થ : દેવ-ગુરુને વંદન, બાર વ્રત, (ગ્રહણ-આસેવન) શિક્ષા, ત્રણ ગારવ, ચાર સંજ્ઞા, Page #233 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૪ ચાર કષાય, ત્રણ દંડ, ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ - એ સર્વના વિષયમાં જે અતિચાર લાગ્યો હોય તે સર્વની નિંદારૂપ હું પ્રતિક્રમણ કરું છું. વિશેષાર્થ : ૨૧૨ વંતા - દેવવંદન, ગુરુવંદન. ગુણેચ્છુ શ્રાવકે અનંત ગુણના સાગર અરિહંત-પરમાત્માનું ત્રિસંધ્યાએ દર્શન, વંદન અને પૂજન કરવું, તથા સંયમાદિ ગુણોના સ્વામી શ્રમણ-ભગવંતોનું ઉભય ટંક વંદન, દર્શન, શુશ્રુષાદિ કરવાં, તેવો નિયમ કરવો જોઈએ. આ પ્રકારે નિયમ ક૨વામાં આવે તો જ પોતાના દોષોને દૂર કરી તે સમતાદિ ગુણોને પ્રાપ્ત કરી શકે છે. પ્રમાંદ આદિ દોષોને કારણે શ્રાવક આ પ્રકારનો નિયમ ન કરે, નિયમ કરે પણ તેનું યથાયોગ્ય પાલન ન કરે, બાહ્ય રીતે સુંદર પાલન કરે પણ પ્રભુ દર્શનાદિ ક્રિયા દ્વારા આત્માના ગુણોનું દર્શન કરી, તે ગુણોને પોતાનામાં પ્રગટાવવા પ્રયત્ન ન કરે, તો શ્રાવક માટે દોષરૂપ છે. દિવસ દરમ્યાન થયેલા આવા દોષોને યાદ કરી તેની નિંદા આ પદ દ્વારા કરવાની છે. વૈય - સમ્યક્ત્વ મૂળ બાર વ્રત તથા નાના મોટા અન્ય નિયમો. આત્મકલ્યાણના અભિલાષી શ્રાવકે શક્તિ અનુસાર વ્રત-નિયમોનો સ્વીકાર ક૨વો જોઈએ. એક ક્ષણ પણ વિરતિ વિના ન રહેવું જોઈએ; પરંતુ પ્રમાદાદિ દોષોને કારણે વ્રત-નિયમનો સ્વીકાર ન કર્યો હોય કે સ્વીકારીને યથાયોગ્ય તેનું પાલન ન કર્યું હોય તો તે તે વ્રતવિષયક અતિચાર છે. सिक्खा ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા. વિનયપૂર્વક ગુરુભગવંત પાસેથી સૂત્ર તથા અર્થનું જ્ઞાન મેળવવું તે ગ્રહણશિક્ષા છે, અને મેળવેલ સૂત્ર તથા અર્થના theoratical જ્ઞાનને જીવનમાં કેવી રીતે ઉતારવું તેનું practical -આચારાત્મક જ્ઞાન મેળવવું અર્થાત્ સાધુએ સાધુની સામાચા૨ીનું અને શ્રાવકે શ્રાવકની સમાચારીનું શાસ્ત્રાનુસારી પાલન કેવી રીતે કરવું, તેની શિક્ષા મેળવવી, તે આસેવનશિક્ષા છે. આ બન્ને પ્રકારની શિક્ષા શક્તિ અનુસાર ન મેળવી હોય, અથવા અવિધિથી મેળવી હોય, મેળવ્યા પછી તેનું પાલન જે રીતે કરવું જોઈએ તે રીતે ન કર્યું હોય, તો તે અતિચાર છે. 1. ग्रहणशिक्षा सामायिकादिसूत्रार्थग्रहणरूपा, आसेवनशिक्षा पुनः नमस्कारेण विबोध इत्यादिदिनकृत्यलक्षणा । - અર્થદીપિકા Page #234 -------------------------------------------------------------------------- ________________ સામાન્યથી સર્વ પાપોનું પ્રતિક્રમણ રવેસુ - રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવ : આ ત્રણ પ્રકારના ગારવ કે આઠ પ્રકારના મદના વિષયમાં. ૨૧૩ - ગા૨વનો અર્થ છે વૃદ્ધિ કે આસક્તિ, અથવા ગારવનો અર્થ ગુરુતા=મોટાઈ છે. ઈષ્ટ ભોજન પ્રત્યેની આસક્તિ તે રસગારવ છે, ધન, કુટુંબ કે વૈભવ વગેરેની આસક્તિ તે ઋદ્ધિગારવ છે અને કોમળ શય્યા, કોમળ વસ્ત્ર કે પાંચે ઈન્દ્રિયોને અનુકૂળ સામગ્રી પ્રત્યેની આસક્તિ તે શાતાગારવ છે; અને ‘મારી પાસે બીજા કરતાં ચઢિયાતા જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, બળ, રૂપ, શ્રુત અને તપ છે, માટે હું કાંઈક છું’- આવા પ્રકારનું જે માન, તે આઠ પ્રકારના મદ છે. ગારવ કે મદ, બન્ને શ્રાવક માટે ત્યજવા યોગ્ય છે. મદ અને ગા૨વનો ત્યાગ કરવા માટે શ્રાવકે હંમેશાં વિચારવું જોઈએ કે – “માન અને આસક્તિ તે મારો સ્વભાવ નથી, કર્મ અને કુસંસ્કારને કા૨ણે પ્રગટેલો એક પ્રકારનો વિકાર છે. આને આધીન થવાથી મારા આત્માનું અહિત થવાનું છે અને કર્મબંધ દ્વારા ભવની પરંપરા વધવાની છે.” આવું વિચારી શ્રાવકે માન અને ગારવના સંસ્કારોને નષ્ટ કરવા પ્રયત્ન કરવો જોઈએ. આવો પ્રયત્ન ન કરે એટલે કે કુસંસ્કારોને કારણે નિમિત્ત મળે ત્યારે પ્રગટતા આવા માનાદિ ભાવોને નાથવા શુભભાવનો સહારો ન લે, તો શ્રાવકજીવન માટે દોષરૂપ છે; કેમ કે શ્રાવકજીવન પણ એક પ્રકારે સાધનાનું જીવન છે. સાધના ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી માનના કે મદના; આસક્તિના કે અનુકૂળાના ભાવો યોગ્ય નથી. માટે દિવસ દરમ્યાન થયેલા આ દોષોને યાદ કરી તેની નિંદા આ પદ દ્વા૨ા ક૨વાની છે. सण्णा' - ચાર પ્રકારની સંજ્ઞા મોહનીયાદિ કર્મના ઉદયથી જીવને આહારાદિ મેળવવાની ઇચ્છા થાય છે, આહાર આદિ મળતાં આનંદ થાય છે અને આહારાદિને ભોગવ્યા પછી પુનઃ પુનઃ મેળવવાની ઇચ્છા રહે છે. આવા પ્રકારના પરિણામને આહા૨સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા કહેવાય છે. આ સંજ્ઞાને તોડવા શ્રાવક વિચારે કે, 2. गौरवाणि जात्यादिमदस्थानानि तानि प्रतीतानि, ऋद्धादीनि वा - અર્થદીપિકા 3. સંજ્ઞા : - અશાતાવેનીય - મોદનીયોઁય - સમ્પાદ્યા આહારમિાષાવિરૂપા: ચેતનાવિશેષઃ । - (સમવાયાંગ - ટીકા સૂ. ૪) મોહનીયાદિ કર્મના ઉદયથી પ્રાપ્ત થતી આહારાદિની અભિલાષાવાળી વિશિષ્ટ ચેતના તે સંજ્ઞા છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સૂત્રસંવેદના-૪ “આ સંજ્ઞાઓના કારણે હું અનંતકાળથી આ સંસારમાં રખડું છું, અને વિવિધ પ્રકારનાં દુઃખોનું ભાજન બન્યો છું. વર્તમાનમાં પણ અનેક પ્રકારની કંદર્થના મને પ્રાપ્ત થઈ છે, તેનું મૂળ કારણ આ સંજ્ઞાઓ છે. માટે સંજ્ઞાના સ્વરૂપને સુગુરુ પાસે સમજી મારે તેનો ત્યાગ કરવો જોઈએ, અને તેના ત્યાગ માટે મારે દાન, શીલ, તપ અને ભાવ ધર્મનું આચરણ કરવું જોઈએ. . દાનાદિ ધર્મનું પાલન પણ મારી ઇચ્છાનુસાર નહિ, પરંતુ શાસ્ત્રમાં જે રીતે કરવાનું કહ્યું છે તેનું જ્ઞાન મેળવી તે રીતે કરવું જોઈએ, તો જ આ સંજ્ઞાના સંસ્કારો ધીમે ધીમે અલ્પ-અલ્પતર થતાં ક્યારેક નાશ પામી શકે.” શ્રાવકજીવન સ્વીકાર્યા બાદ શ્રાવક જો સંજ્ઞાને સમજે નહિ, સમજીને આ સંજ્ઞાઓને અલ્પ કરવા દાનાદિ ધર્મનું આસેવન ન કરે, પરંતુ માત્ર કીર્તિ આદિની કામનાથી કે ગતાનુગતિક રીતે દાનાદિ કરે, તો તે સર્વ ક્રિયા તેના માટે દોષરૂપ છે. દિવસ દરમ્યાન થયેલા આવા દોષોને સ્મરણપથમાં લાવી દુઃખાદ્ધ હૃદયે શ્રાવક તેની નિંદા કરે છે. વસાવે - ચાર પ્રકારના કષાયોના વિષયમાં. ક્રોધ, માન, માયા અને લોભ: આ ચાર કષાયો સંસારરૂપી વૃક્ષનું બીજ છે; અનેક પ્રકારનાં દુ:ખોનું કારણ છે. જીવનમાં અશાંતિ અને અસમાધિને પ્રગટાવનાર છે, સર્વ પ્રકારના ક્લેશ, સંક્લેશ અને કંકાસનું ઉદ્ભવસ્થાન છે. માટે શ્રાવકે હંમેશાં આ કષાયોના સ્વરૂપને ઓળખી તેને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. તે માટે નિત્ય જિનવાણીનું શ્રવણ કરવું જોઈએ, શાસ્ત્રવચનથી હૃદયને ભાવિત કરવું જોઈએ, અને દેવ-ગુરુની ભક્તિ દ્વારા તેમની કૃપાનું પાત્ર બની, આ કષાયોને અંકુશમાં લાવવા સતત યત્ન કરવો જોઈએ. જ્યાં સુધી આ કષાયો અંકુશમાં ન આવે ત્યાં સુધી વિવેકપૂર્વક તેને સુયોગ્ય સ્થાનમાં જોડવા જોઈએ. જો આ રીતે કષાયોને અંકુશમાં લાવવા યત્ન ન કરાય તો શ્રાવકજીવન દોષપ્રચુર બને છે. માટે દિવસ દરમ્યાન કષાયોને આધીન થઈ જે પ્રવૃત્તિ કરી હોય, અને કષાયોને કાઢવાનો કોઈ યત્ન ન કર્યો હોય, તો તેની આ પદથી નિંદા કરવાની છે. વંદે - મન, વચન, કાયારૂપ ત્રણ દંડને વિષે. જીવને મહાપુણ્યના ઉદયથી મન, વચન અને કાયાની શક્તિ પ્રાપ્ત થાય છે, 4. : સંસાર : તો સ્ત્રાપો વેચ્ચસ્તે પાયાઃ શોધા - અર્થદીપિકા કષાયોના તથા સમિતિ-ગુપ્તિના વિશેષ સ્વરૂપ માટે જુઓ “સૂત્ર સંવેદના ભાગ-૧, સૂત્ર-૨' Page #236 -------------------------------------------------------------------------- ________________ સામાન્યથી સર્વ પાપોનું પ્રતિક્રમણ ૨૧૫ પ્રાપ્ત થયેલી આ શક્તિનો સદુપયોગ કરવાથી આત્મા મહાસુખને પ્રાપ્ત કરે છે, અને પ્રાપ્ત થયેલી આ શક્તિઓનો દુરુપયોગ કરવાથી આત્માને નરકાદિનાં મહાદુઃખો ભોગવવા પડે છે. માટે નરકાદિનાં દુ:ખોને પ્રાપ્ત કરાવનાર આ મન, વચન, કાયાના યોગોને મનદંડ, વચનદંડ અને કાયદંડ કહેવાય છે. પ્રાપ્ત થયેલ આ ત્રણેય શક્તિઓ દંડરૂપ ન બને તે માટે શ્રાવકે સતત સાવધ રહેવું જોઈએ. તેને દેવ-ગુરુ અને ધર્મરૂપ તત્ત્વત્રી સાથે, અને દર્શન-જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયી સાથે જોડવા યત્ન કરવો જોઈએ. તેમની ભક્તિ, તેમનું ધ્યાન, તેમનાં જ ગુણગાન, અને તેમની જ ઉપાસના કરવામાં ત્રણે યોગોને ઉદ્યમશીલ રાખવા જોઈએ. આમ કરી ત્રણે યોગોને સફળ કરવા જોઈએ. તેના બદલે વિષય કષાયને આધીન બની, આ ત્રણે યોગોને આત્માનું અહિત થાય તેવા હિંસાદિના માર્ગે પ્રવર્તાવવા તે દોષ છે. આ પદ દ્વારા તેની નિંદા કરવાની છે. ત્તિ, ૩ સમિતુ ન “ ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિના વિષયમાં. શ્રાવકે સામાયિકાદિના કાળમાં સમિતિ-ગુપ્તિનું પાલન અવશ્ય કરવાનું હોય છે, પરંતુ પ્રમાદ આદિ દોષોના કારણે તેનું પાલન ન થયું હોય તો તે દોષરૂપ છે. નો ફુવારો ૩૫ તં નિંદે - આ સર્વ વિષયોમાં જે અતિચાર થયો હોય તેની હું નિન્દા કરુ . શ્રાવકને જેનું પાલન કરવાનું છે તેવી વંદન આદિની ક્રિયાઓ ન કરવાથી કે વિપરીત કરવાથી તે તે ક્રિયા વિષયક દોષો લાગે છે, અને શ્રાવકને જે વસ્તુ કરવા યોગ્ય નથી તેવા કષાયો વગેરે કરવાથી આત્મા કર્મમલથી મલિન થાય છે તેથી અશુભ સંસ્કારો આત્મા ઉપર પડે છે, જે ભવની પરંપરાઓને બગાડે છે. આ કારણથી, આ ગાથા બોલતાં શ્રાવક દિવસભરની પોતાની શુભાશુભ પ્રવૃત્તિ ઉપર દૃષ્ટિપાત કરે છે, અને તેમાં જ્યાં ત્રુટીઓ રહી હોય, પોતે ચૂક્યો હોય, ન કરવા યોગ્ય થઈ ગયું હોય, અને કરવા યોગ્ય રહી ગયું હોય, અથવા અયોગ્ય થયું હોય, તેને યાદ કરે છે; અને તે ભૂલોની આલોચના, નિંદા અને ગર્ભા કરી પુનઃ આવું ન થાય તે માટે સંકલ્પ કરે છે, અને તે દ્વારા શુભાનુષ્ઠાનમાં સ્થિર થવાનો યત્ન કરે છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિનું પ્રતિક્રમણ અવતરણિકા : આ રીતે વ્રતવિષયક સામાન્ય અને વિશેષ અતિચારોની આલોચના, નિંદા અને પ્રતિક્રમણ તો શ્રાવક કરે છે; પરંતુ તેના માટે પ્રતિક્રમણની આ ક્રિયા હસ્તિસ્નાન” જેવી છે. હાથી જેમ એક બાજુ સ્નાનથી શુદ્ધ થાય છે અને બીજી બાજુ કાદવથી ખરડાય છે, તેમ શ્રાવક પ્રતિક્રમણ કરી એક બાજુ આત્માને શુદ્ધ કરે છે અને પુનઃ તેને પાપ તો કરવું જ પડે છે; તો આ રીતે પ્રતિક્રમણ કરવાથી ફાયદો શું? આવી શંકાનું સમાધાન કરતાં જણાવે છે – ગાથા : सम्मद्दिट्टी जीवो, जइ वि हु पावं समायरइ किंचि । अप्पो सि होइ बंधो, जेण न निद्धंधसं कुणइ ।।३६।। અન્યવ સહિત સંસ્કૃત છાયા : सम्यग्दृष्टिः जीवो यद्यपि खलु किञ्चित् पापं समाचरति । . येन निद्धंधसं (निदर्य) न कुरुते तस्य बन्धो अल्पो भवति ।।३६ ।। ગાથાર્થ : સમ્યગ્દષ્ટિ જીવ જોકે કિંચિત્ = થોડું પાપ આચરે છે; પરંતુ જે કારણથી Page #238 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિનું પ્રતિક્રમણ ૨૧૭ તેનો પરિણામ નિર્ધ્વ =નિર્દય નથી હોતો, તે કારણથી તેને કર્મનો બંધ અલ્પ થાય છે. વિશેષાર્થ : સદિઠ્ઠી નીવો ન વિ દુપાવં સમાયર વિધિ - સમ્યગુષ્ટિ જીવ જોકે થોડું પાપ આચરે છે. પ્રતિક્રમણ કરનાર શ્રાવક પ્રાયઃ સમ્યગ્દષ્ટિ હોય છે. આ જ કારણે તે પાપકર્મોને અને તેનાં ફળોને સારી રીતે જાણતો હોય છે. પાપથી થતી દુર્ગતિની પરંપરાને નહિ ઈચ્છતો શ્રાવક, શક્ય હોય તો પાપકાર્ય કરતો નથી. આમ છતાં સંસાર પ્રત્યે કાંઈક આસક્તિ હોવાને કારણે, અને સર્વાશે પાપવ્યાપારનો ત્યાગ કરવા સમર્થ નહીં હોવાને કારણે, કેટલાંક પાપો તો તેને ન છૂટકે કરવાં પડે છે. જેમ કે ધનાર્જન માટે વ્યાપાર કે કટુંબના ભરણ-પોષણ માટે રસોઈ વગેરે. આ સર્વ કાર્યોમાં હિંસાદિ પાપોની સંભાવના રહે છે. અપ્પોસિ દોફ વંથો ને ન નિબંધ 3 - (સમ્યગુષ્ટિ જીવ પાપકર્મ કરે છે, પરંતુ) જે કારણથી તેના પરિણામ નિર્ધ્વસ-નિર્દય નથી હોતો, તે કારણથી તેને કર્મનો બંધ અલ્પ થાય છે. સમ્યગુષ્ટિ જીવ સંસારમાં રહે છે પણ તેનું મન મોક્ષમાં હોય છે, માટે તેમની 1. મિત્ર ો મોક્ષે વિત્ત ભવેત્તનું तस्य तत् सर्वे एवेह योगो योगो हि भावतः ।। योगबिन्दु - २०३ श्लो ભેદી નાંખી છે ગ્રન્થિ જેણે એવા સમ્યગુદૃષ્ટિનું જ કારણથી ચિત્ત પ્રાય: મોક્ષમાં અને શરીર સંસારમાં હોય છે, તે કારણથી તેનો સર્વ પણ વ્યાપાર ભાવથી યોગ જ છે. नार्या यथाऽन्यसक्तायाः तत्र भावे सदा स्थिते । तद्योगः पापबन्धश्च तथा मोक्षेऽस्य दृश्यताम् ।। योगबिन्दु - २०४ श्लो જે પ્રમાણે અન્ય પુરુષમાં આસક્ત એવી નારીનો મનનો પરિણામ સદા અન્ય પુરુષમાં જ હોય છે, તે કારણથી તેના યોગો પાપબન્ધરૂપ જ હોય છે; તેમ સમ્યગુદૃષ્ટિ સંસારમાં હોવા છતાં તેનું ચિત્ત મોક્ષમાં હોવાને કારણે તેના સર્વ પણ વ્યાપાર ભાવથી યોગ જ કહેવાય. न चेह ग्रन्थिभेदेन पश्यतो भावमुत्तमम् । इतरेणाऽऽकुलस्यापि तत्र चित्तं न जायते ।। योगबिन्दु - २०५ श्लो અહીં ગ્રંથિભેદ દ્વારા સમ્યગુદૃષ્ટિ મોક્ષના ઉત્તમ ભાવોને જોતો હોય છે. તે ક્યારેક ઈતર = સંસારની કોઈ ક્રિયાથી આકુળ હોય તો પણ તેનું ચિત્ત મોક્ષમાં નથી હોતું એવું નથી. અર્થાતુ તેનું ચિત્ત મોક્ષમાં જ હોય છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ સૂત્રસંવેદના-૪ પાપપ્રવૃત્તિને શાસ્ત્રમાં ‘તપ્તલોહપદન્યાસ”તુલ્ય કહી છે. અર્થાત્ શરીરનો રાગી જીવ શક્ય પ્રયત્ન તપેલા લોઢા ઉપર પગ મૂકતો નથી, અને કોઈક સંયોગોમાં મૂકવો જ પડે ત્યારે પણ ક્યાંય દાઝી ન જવાય તેની પૂરી કાળજી રાખે છે; તેમ સમ્યગુદૃષ્ટિ જીવ પણ શક્ય હોય ત્યાં સુધી પાપ કરતો નથી, આમ છતાં તે કર્મને પરતંત્ર છે, વિષયોની આસક્તિ હજુ તેને નડી જાય છે, વળી સંસારમાં હોવાને કારણે અનિવાર્યપણે અમુક કાર્ય કરવાની તેને ફરજ થઈ પડે છે; પરંતુ ત્યારે પણ તેમાં રાગાદિ અંશો ન ભળી જાય તે માટે તેની આંતરિક જાગૃતિ હોય છે, અને બાહ્યથી પણ હિંસાદિ અધિક ન થાય તેની કાળજી રાખે છે. આથી આ પ્રવૃત્તિથી જે પાપકર્મો બંધાય છે, તે તીવરસવાળાં અને દીર્ઘસ્થિતિવાળાં બંધાતાં નથી, પરંતુ અલ્પરસવાળાં અને અલ્પસ્થિતિવાળાં બંધાય છે; અને આવાં પાપકર્મો તેનું ભવભ્રમણ વધારી શકતાં નથી. આ ઉપરથી સમજાય છે કે પાપકર્મો દુર્ગતિની પરંપરાને સર્ષે જ તેવો એકાંતે નિયમ નથી. રાચી-કાચી કરેલું નાનું પણ પાપ દીર્ઘ ભવભ્રમણ માટે થાય છે, અને ન છૂટકે, દુઃખાતા દિલે કરેલું મોટું પણ પાપ ભવભ્રમણને વધારી શકતું નથી. બલ્ક તેવા જીવો ટૂંક સમયમાં આ પાપનો નાશ કરી મુક્તિસુખને મેળવી શકે છે. આથી નક્કી થયું કે આલોચના, નિંદા અને પ્રતિક્રમણ દ્વારા શ્રાવક પાપનો રસ ઘટાડી શકે છે અને પાપ પ્રત્યેનો તિરસ્કારભાવ પ્રગટાવી શકે છે. માટે તેની આ ક્રિયા “હસ્તિસ્નાન” જેવી નકામી જતી નથી, પરંતુ પાપના રસને ઘટાડવારૂપ મોટા લાભનું કારણ બને છે. આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે- “પ્રતિક્રમણ કરીને પણ પાપ્રવૃત્તિ તો મારે કરવી જ પડે છે, પણ તેમાં મારે પાપનો બંધ તીવ્ર ન પાડવો હોય તો મારે સમ્યગદર્શનનો પરિણામ જ્વલંત રાખવો પડશે. એ પરિણામ જ્વલંત હશે તો પાપનો બંધ તીવ્ર નહિ પડે, અને ક્યારેક તેનો અંત પણ આવી શકશે. માટે મારે હતાશ થવાની જરૂર નથી, પરંતુ પ્રાપ્ત સમ્યગદર્શનના પરિણામને ટકાવવા અને અપ્રાપ્તને મેળવવા સતત પ્રયત્ન કરવાની જરૂર છે.” 2. તોડવુરસ્વત્યારે વર્ષારોડપિ દિ.. तप्तलोहपदन्यास - तुल्या वृत्तिः क्वचिद्यदि ।। योगदृष्टिसमुशय ७० श्लो ઉપરની સ્થિરાદિચાર દૃષ્ટિઓમાં વેદસંવેદ્યપદ હોવાને કારણે તપાવેલા લોઢા ઉપર પગ મુકવાની ક્રિયાતુલ્ય કર્મના દોષથી ક્યારેક જ હિંસાદિ કાર્યોમાં પ્રવૃત્તિ થાય છે, પ્રાયઃ તો થતી જ નથી. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ - સમ્યગ્દષ્ટિનું પ્રતિક્રમણ અવતરણિકા : સમ્યગ્દષ્ટિ જીવને અલ્પ કર્મબંધ થાય છે તે વાત સાચી, પરંતુ તે અલ્પ કર્મબંધ પણ મોક્ષમાર્ગમાં તો વિઘ્નકર્તા છે જ. આથી તેનો નાશ શ્રાવક કઈ રીતે કરે છે? તે એક દૃષ્ટાંત દ્વારા જણાવતાં કહે છે – ગાથા: तं पि हु सपडिक्कमणं, सप्परिआवं सउत्तरगुणं च । खिप्पं उवसामेई, वाहि व्व सुसिक्खिओ. विज्जो ।।३७।। અન્વય સહિત સંસ્કૃત છાયા ? सुशिक्षित वैद्य इव व्याधिं क्षिप्रम् उपशमयति । तदपि खलु सप्रतिक्रमणं, सपरितापं सोत्तरगुणं च ।।३७।। ગાથાર્થ : જેમ સુશિક્ષિત વૈદ્ય વ્યાધિને (વમન, જુલાબ, લાંઘણ આદિથી) શીધ્ર ઉપશમાવે છે, તેમ શ્રાવક પ્રતિક્રમણ, પશ્ચાત્તાપ અને ઉત્તરગુણ સમાન ઉપચારો દ્વારા તે અલ્પ પણ પાપને શીધ્ર ઉપશમાવે છે. વિશેષાર્થ : તે પિદુ પડિ સરિઝાવં સત્તરપુvi ૨ - તે અલ્પ પણ પાપને પ્રતિક્રમણ, પશ્ચાત્તાપ અને ઉત્તરગુણરૂપ (ઉપચારો દ્વારા શીવ્ર ઉપશમાવે છે). શ્રાવકને અનિવાર્યપણે જે હિંસાદિ પાપો કરવાં પડે છે, તેમાં ક્યાંક કાષાયિક ભાવો પણ ભળે છે, તેના કારણે શ્રાવકને અલ્પ કર્મનો બંધ થાય છે. આ કર્મબંધ શ્રાવકને શલ્યની જેમ ખૂંચે છે. તેને કાઢવા તે અરિહંત ભગવંતે પ્રરૂપેલી પ્રતિક્રમણની ક્રિયા કરે છે. આ ક્રિયા પણ તે સંમૂર્છાિમની જેમ કે પોપટપાઠની જેમ કરતો નથી, પરંતુ ક્રિયામાં આવતા પ્રત્યેક શબ્દમાં મનને સ્થિર કરીને, તેના અર્થની વિચારણા કરે છે, હૃદયને તે અર્થના ભાવો સાથે ભેળવી આત્મનિરીક્ષણ કરે છે, કયા સંયોગોમાં Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સૂત્રસંવેદના-૪ કેવા પ્રકારના ભાવથી પાપ થયું તેનું સ્મરણ કરે છે, અને સ્મૃતિમાં આવેલાં તમામ પાપોનું દુઃખાર્દ્ર હૃદયે ગુરુભગવંત પાસે પ્રાયશ્ચિત્ત કરે છે. તે તે પાપને અનુરૂપ ગુરુભગવંત વિવિધ પ્રકારનાં તપ કે કાયોત્સર્ગાદિ ઉત્તરગુણસ્વરૂપ જે જે ક્રિયા કરવાની કહે છે, તે સર્વ ક્રિયા ‘આ મારા પાપનો દંડ છે’ એમ વિચારી તે રીતે કરે કે જેના દ્વારા પાપના સંસ્કારો નાશ પામે. આ જ વાતને દૃષ્ટાંતથી સમજાવે છે - લિપ્પ નવસામેરૂં વાદિ વ્વ સુસિવિલયો વિરો - સારી રીતે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે તેવો વૈદ્ય, જેમ વ્યાધિને જલદીથી શમાવે છે, તેમ... શરીરને નીરોગી રાખવાનાં શાસ્ત્રોનો જેણે સારી રીતે અભ્યાસ કર્યો હોય તેને સુવૈદ્ય કહેવાય છે. સુવૈદ્ય વમન, વિરેચન, લાંઘણ કે ઔષધ દ્વારા જેમ રોગનો શીઘ્ર નાશ કરે છે; તેમ થોડાં પણ બાંધેલાં કર્મોને શ્રાવક હૃદયપૂર્વક પશ્ચાત્તાપ, પ્રાયશ્ચિત્ત અને પ્રતિક્રમણ કરીને નાશ કરે છે. આના ઉપરથી નક્કી થાય છે કે પાપકર્મનો નાશ કરવા પ્રતિક્રમણ, પશ્ચાત્તાપ અને ઉત્તરગુણની સાધના એ ત્રણે જરૂરી છે. આ ત્રણ થાય તો જ પાપ નાશ પામે છે. આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે— “હૃદય-મંદિરમાં સમ્યગ્દર્શનરૂપ દીપક પ્રગટ્યો હશે તો ચિંતા નથી, કેમ કે બંધાયેલાં થોડાં પણ પાપને આ દીપકના માધ્યમે હું સમ્યક્ પ્રકારે જોઈ શકીશ, અને તેમાંથી મુક્ત થવાના પ્રયત્નરૂપે પ્રતિક્રમણ, પશ્ચાત્તાપ અને કાયોત્સર્ગાદિરૂપ ઉત્તરગુણનું સેવન પણ કરી શકીશ; પરંતુ જો આ સમ્યગ્દર્શન ગુણ પ્રગટ્યો નહિ હોય તો પાપને યથાર્થરૂપે ઓળખી પણ નહિ શકું, અને પાપકર્મને દૂર કરવાનો સુવિશુદ્ધ પ્રયત્ન પણ નહિ કરી શકું. આ કારણથી હવે મારે સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરી પ્રતિક્રમણના સુવિશુદ્ધ ભાવને પ્રાપ્ત કરવા યત્ન કરવો છે, થયેલા પાપ પ્રત્યે તીવ્ર પશ્ચાત્તાપનો ભાવ પ્રગટાવવો છે, અને જ્યારે જ્યારે સમય મળે ત્યારે કાયોત્સર્ગાદિ ઉત્તરગુણોનું આસેવન કરી વૈદ્ય જેમ વ્યાધિને દૂર કરે તેમ મારે મારા કષાયોને અને કષાયથી પ્રગટતા દોષોને દૂર કરવા છે. પ્રભુ ! આપના પ્રભાવે મને તેમાં સફળતા પ્રાપ્ત થાઓ.” Page #242 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિનું પ્રતિક્રમણ ૨૨૧ અવતરણિકા : . આ જ વાત સૂત્રકાર અન્ય દૃષ્ટાંત દ્વારા વધુ પુષ્ટ કરે છે ગાથા : जहा विसं कुट्ठगयं, मंत-मूल-विसारया । विज्जा हणंति मंतेहिं, तो तं हवइ निविसं ।।३८।। અન્વય સહિત સંસ્કૃત છાયા ? यथा मन्त्र-मूल-विशारदाः वैद्याः कोष्ठगतं विषम् । મ નત્તિ, તતઃ સ નિર્વિ: મવતિ રૂડા ગાથાર્થ : જેમ મંત્ર અને મૂળમાં વિશારદ એવા વૈદ્યો, જેમ ઉદરમાં ગયેલા ઝેરને મંત્રો અને મૂળ વડે હણી નાંખે છે, તેથી તે વિષગ્રસ્ત માણસ નિર્વિષ થાય છે. (તે જ રીતે અલ્પ પાપબંધવાળો શ્રાવક પણ પ્રતિક્રમણાદિથી પાપમુક્ત થાય છે.) વિશેષાર્થ : जहा विसं कुटुंगयं मंत-मूल-विसारया विजा हणंति मंतेहिं - જેમ પેટમાં ગયેલ વિષને, મંત્ર મૂળના વિશારદ વૈદ્યો મંત્રો વડે હણે છે.' પ્રાણનાશક વસ્તુને વિષ કહેવાય છે. આ વિષ બે પ્રકારનું છે. (૧) સ્થાવર અને (૨) જંગમ. તેમાં અફીણ, સોમલ (Pottasium Cynide) વગેરેને સ્થાવર વિષ કહેવાય છે, અને સાપ, વીંછી વગેરે પ્રાણીઓના વિષને જંગમ વિષ કહેવાય છે. આ બંને પ્રકારના વિષેમાંથી કોઈ પણ પ્રકારનું વિષ શરીરમાં જાય તો માણસનું મૃત્યુ થઈ શકે છે. જે વૈદ્યો ઝેર ઉતારવાના મંત્રો અને ઔષધિઓને જાણે છે, માત્ર જાણે છે તેમ નહિ પરંતુ અનુભવીઓ દ્વારા તેની વિધિ, માત્રા આદિનું જેણે સુંદર જ્ઞાન મેળવ્યું છે, તેવા મંત્ર-મૂળમાં વિશારદ એવા વૈદ્યો, આવા પ્રકારના પેટમાં ગયેલા વિષનો પણ નાશ કરે છે. તો તં વ૬ નિત્રિ - (મંત્રો વડે ઝેર હણાય છે) તે કારણથી તે નિર્વિષ થાય છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ સૂત્રસંવેદના-૪ મંત્રશાસ્ત્રને જાણનારા ગારુડકો વિધિપૂર્વક મંત્રોના શબ્દોનો ઉચ્ચાર કરે છે, ઉચ્ચરિત શબ્દો વિષ-વ્યાપ્ત વ્યક્તિના શરીરને સ્પર્શે છે, અને ધીમે ધીમે તેના શરીરમાંથી ઝેર નાશ પામતું જાય છે અને તે વ્યક્તિ નિર્વિષ બની જાય છે. અવતરણિકા : ઉપરની ગાથામાં જણાવેલ દાંતનો ઉપનય જણાવતાં કહે છે – ગાથા : एवं आलोचयन् च निन्दन् सुश्रावकः । રાપ-પ-સર્જિતમ્, વિઘં વર્ષ ક્ષિi ત્તિ રૂા. અન્વય સહિત સંસ્કૃત છાયા : : एवं आलोचयन् च निन्दन्, सुश्रावकः । રાપ-પ-સર્જિત વિયં વર્ષ ક્ષિત્તિ રૂા. ગાથાર્થ : એ પ્રમાણે (સુવૈદ્ય જેમ ઝેરનો નાશ કરે છે તેમ) આલોચના અને નિંદા કરતો સુશ્રાવક, રાગ-દ્વેષથી ભેગાં કરેલાં આઠ પ્રકારનાં કર્મોને જલદીથી નાશ કરે છે. વિવેચન : કવિદં વર્ષ રા-ટોસ-સમન્નિશં - રાગ અને દ્વેષથી ઉપાર્જિત કરેલ આઠ પ્રકારનાં કર્મોને. કર્મ જડ છે અને આત્મા ચેતન છે; કર્મ નિર્ગુણ છે અને આત્મા અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યસ્વરૂપ ગુણવાન છે. અનંત શક્તિવાન આત્મા પણ મોહથી મુંઝાવાના કારણે અનુકૂળ સામગ્રી મળતાં તેમાં રાગ કરે છે, અને પ્રતિકૂળ સામગ્રી મળતાં તેમાં દ્વેષ કરે છે. આ રાગ-દ્વેષના કારણે આત્મામાં એક એવા પ્રકારનો પરિણામ રૂપ ચીકાશ પેદા થાય છે, કે જેના કારણે આત્મા જ્ઞાનાદિ ગુણોને ઢાંકનાર જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કર્મો (કામણવર્ગણા) સાથે સંબંધમાં આવે છે. આત્મા અને કર્મોનો આ સંબંધ તે જ સંસાર છે, અને આ સંબંધને કારણે આખું આ 1. આ ગાથાના સંદર્ભમાં આલોચનાનો અર્થ છે “ચારે બાજુથી જોવું, તપાસવું, સૂક્ષ્મ રીતે આત્મનિરીક્ષણ કરવું, નિંદાનો અર્થ છે “જુગુપ્સા” કે તિરસ્કારભાવ. Page #244 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિનું પ્રતિક્રમણ ૨૨૩ ભવનાટક ઊભું થયું છે. જન્મ અને મૃત્યુ, હર્ષ અને શોક, સુખ અને દુઃખ, સંયોગ અને વિયોગ : આ બધાનું મૂળ કર્મ છે. કર્મ સાથે આત્માનો સંબંધ ન થાય તો જન્માદિ થવાનો સંભવ જ નથી. શ્રાવક સમજે છે કે વર્તમાનમાં જે કોઈ દુઃખની પરંપરા સર્જાઈ રહી છે, અને ભવિષ્યમાં જે કોઈ દુઃખની પરંપરા સર્જાવાની છે, તેનું મૂળ કારણ મેં બાંધેલાં કર્યો છે. માટે મારે સુખી થવું હોય તો સૌ પ્રથમ આ પાપકર્મોનો નાશ કરવો જોઈએ. હવે પાપકર્મોના નાશ માટે શ્રાવક શું કરે છે, તે જણાવે છે. પર્વ સાસંતો ન નિર્વતો, gિu 3 સુભાવો - એ પ્રમાણે (સુવેદ્ય જેમ ઝેરનો નાશ કરે છે તેમ) આલોચના અને નિંદા કરતો શ્રાવક જલદીથી કર્મોને હણી નાંખે છે. શરીરમાંથી વિષ કાઢવા જેમ ગારૂડિકો મંત્રનો પ્રયોગ કરે છે તેમ સુશ્રાવક પણ રાગ-દ્વેષથી બંધાયેલાં આઠેય પ્રકારના કર્મનો નાશ કરવા સૌ પ્રથમ આલોચના કરે છે. તે માટે સાધક પોતાની ઉપોયગધારાને બાહ્ય વિષયોથી ઉઠાવી જાત તરફ વાળે છે. આત્માના કુસંસ્કારોનો ખ્યાલ આવતાં સાધકનું હૈયું અત્યંત ખળભળી ઉઠે છે. તેને થાય છે કે, જ્યાં મારું નિર્મળ થવાનું લક્ષ્ય અને ક્યાં મારી આ મલિનતા. પોતાના દોષોને દૂર કરવા તે ગંભીરતાથી સંશોધન ચાલુ કરે છે કે પોતે કયા કારણોથી અને કેવી રીતે દોષોનું સેવન કર્યું ? પોતાના કયા કુસંસ્કારો, લાગણીઓ, કષાયો, વિષયો, પ્રમાદ, આર્ત-રૌદ્ર ધ્યાનના પરિણામોને કારણે પોતે ભૂલ કરી તેનો ઊંડાણથી વિચાર કરે છે. જે દોષ સેવાયા તે સંયોગવશ સેવાયા કે લાગણીવશ સેવાયા ? રાચી-માચીને સેવ્યાં કે અકસ્માતથી સેવાઈ ગયા ? પરવશતાથી સવાયા કે સ્વવશતાથી લેવાયા ? સ્વરૂચિથી સવાયા કે પરના આગ્રહથી સેવાયા ? દોષોનું સેવન કરતી વખતે રાગ-દ્વેષની આધીનતા કેવા પ્રકારની હતી ? તેના કારણે ક્યા જીવોનો વધ થયો ? કેટલાને પીડા થઈ ? જૂઠ, ચોરી વગેરેનો કેટલો આશ્રય લીધો ? કોના સુખની ઉપેક્ષા થઈ? કોનું મારાથી અહિત થયું ? કોના હિતની ચિંતા કરવાની રહી ગઈ ? વગેરે સર્વ બાબતોને સમ્યગૂ પ્રકારે આલોચે, વિચારે. આલોચના કર્યા બાદ જેટલા પ્રમાણમાં રાગાદિ અશુભ ભાવો થયા છે તેટલા અથવા તેનાથી અધિક માત્રામાં પશ્ચાત્તાપરૂપ શુભ ભાવ પ્રગટ કરે. શુભ ભાવને પ્રગટાવવા શ્રાવક વિચારે કે “મોહ અને મમતાને આધીન થઈ મેં જે કર્યું છે તે ખોટું કર્યું છે. ભગવાનના Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ સૂત્રસંવેદના-૪ આવા ઉત્તમ શાસનને પામીને પણ હું હારી ગયો છું. સદ્ગુરુના વચનામૃતનું પાન કરવા છતાં પ્રમાદથી હું ઘણું ચૂકી ગયો છું. હું પાપી છું, હું અધમ છું, હું કાયર છું, હું નમાલો છું, જેના કા૨ણે નાનાં નાનાં નિમિત્તોમાં કાં તો રાગથી રંગાઈ જાઉં છું કાં તો આવેશમાં આવી જાઉં છું અને ન કરવાનું કરી બેસું છું. ખરેખર મારી આવૃત્તિ અને પ્રવૃત્તિને ધિક્કાર છે.” આ પ્રમાણે પોતાના પાપની નિંદા (પશ્ચાત્તાપ) કરતો સુશ્રાવક કરેલા પાપને તત્ક્ષણ હણી. નાંખે છે. જિજ્ઞાસા : અહીં ‘સાવો' શબ્દ ન મૂકતાં ‘સુસાવો' શબ્દ કેમ મૂક્યો ? તૃપ્તિ : પ્રત્યેક વૈદ્ય જેમ પ્રત્યેક રોગનો નાશ કરી શકતા નથી અને દરેક ગારૂડીકો ઝેર ઉતારી શકતા નથી પરંતુ મંત્ર અને ઔષધમાં વિશારદ સુવૈદ્યો જ રોગ અને ઝેરનો નાશ કરી શકે છે; તેમ દરેક શ્રાવક પ્રતિક્રમણની ક્રિયાથી જલદી કર્મનાશ કરી શકે તેવું નથી હોતું, પરંતુ શાસ્ત્રમાં જણાવેલા વિશિષ્ટ ગુણોવાળો સુશ્રાવક (ભાવશ્રાવક) પ્રતિક્રમણની ક્રિયા દ્વારા આલોચના અને નિંદા કરતો કર્મનો નાશ કરી શકે છે. હા ! તે સિવાયના પણ જે શ્રાવક શ્રદ્ધાપૂર્વક પ્રતિક્રમણ કરે છે, તે શ્રાવકનું પ્રતિક્રમણ નકામું નથી જતું, પરંતુ તે ધીમે ધીમે કર્મનાશનું કારણ બને છે, તેટલો ફરક છે. આ કારણથી ગાથામાં સુશિક્ષિત શબ્દની જેમ સાવો શબ્દ ન મૂકતાં સુસાવએ શબ્દનો પ્રયોગ કર્યો છે. જિજ્ઞાસા : સુશ્રાવક કોને કહેવાય ? ઃ તૃપ્તિ : ‘ધર્મરત્ન પ્રકરણમાં પૂ. હરિભદ્રસૂરિ મ.સા. એ જણાવ્યું છે કે જેઓ ધર્મરત્નને પામવા માટે જરૂરી એવા (૩૫૦ ગાથાના સ્તવનમાં જણાવેલા) એકવીશ ગુણો પામી ચૂક્યા હોય તેને ભાવશ્રાવક કહેવાય છે. અહીં આવા ભાવશ્રાવકને જ ‘સુશ્રાવક’ કહ્યો છે. આવા ભાવશ્રાવકના ક્રિયાવિષયક છ લિંગો આ પ્રમાણે છે. ૧. કૃતવ્રતકર્મા : વ્રત સંબંધી કાર્ય જેણે કર્યું છે, તે ‘કૃતવ્રતકર્મા’ છે. ‘કૃતવ્રતકર્મા’ ગુણના ચાર ભેદો છે - ૧. આકર્ણન - વિનય-બહુમાનપૂર્વક (શ્રાવકાદિના) વ્રતોને (ગીતાર્થ ગુરુ પાસે) સાંભળવું. 2. " कय-वयकम्मो तह सीलवं च गुणवं च उज्जुववहारी । ગુરુ-સુસૂઓ પવવળ-જુસો હજુ માવો સો ।।રૂરૂ।।" हरिभद्रसूरीश्वरजी कृत धर्मरत्नपक्ररण - Page #246 -------------------------------------------------------------------------- ________________ ' સમ્યગ્દષ્ટિનું પ્રતિક્રમણ ૨૨૫ ૨. જ્ઞાન - વ્રતોના પ્રકારો, ભંગસ્થાનો, અતિચારો વગેરેનું સમ્યજ્ઞાન મેળવવું. ૩. ગ્રહણ - ગુરુ પાસે અલ્પકાલીન કે જાવજીવ માટે વ્રતોનો સ્વીકાર કરવો. ૪. પ્રતિસેવન - વ્રતોનું સમ્યફ પ્રકારે પાલન કરવું. ૨. શીલવાન : શીલના છ ગુણો જેનામાં હોય તે શીલવાન છે. ૧. આયતન સેવી - જ્યાં ઘણા બહુશ્રુત સદાચારી, ચારિત્રાચારસંપન્ન સાધર્મિકો ધર્મારાધના કરતા હોય ત્યાં જ સુશ્રાવક રહે. ૨. પરગૃહપ્રવેશ ત્યાગ - મોટા કારણ વિના પારકા ઘરે ન જાય. ૩. ઉદ્ભટ વેષત્યાગ - ઉદ્ભટ-અસભ્ય વેષ ત્યજે. ૪. વિકાર વચનત્યાગ - વિકાર પેદા થાય એવાં વચનો ન બોલે ૫. બાલક્રીડા ત્યાગ - જુગાર રમવો વગેરે બાલક્રીડા કહેવાય છે. તેનો ત્યાગ ૭. મધુર નીતિથી સ્વીકાર્ય સાધન - મીઠાં વચનોથી સ્વકાર્ય સાધે, કઠોર વચનોનો પ્રયોગ ન કરે ૩. ગુણવાન : ગુણો અનેક પ્રકારના છે. છતાં નીચેના પાંચ ગુણો જેનામાં હોય તે ગુણવાન છે. ૧. સ્વાધ્યાય - પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરે. ૨. કરણ - તપ, નિયમ, વંદનાદિ અનુષ્ઠાનો કરે. ૩. વિનય - ગુરુ વગેરેનો અભુત્થાનાદિ વિનય કરવામાં પ્રયત્નશીલ બને. ૪. સર્વત્ર અનભિનિવેશી - બધા કાર્યોમાં કદાગ્રહરહિત અને વાળ્યો વળે તેમ હોય. ૫. જિનવચન રુચિ – જિનવચન - જિનાજ્ઞામાં રુચિ-શ્રદ્ધા-ઈચ્છા ધારે. ૪ ઋજુવ્યવહારી : ઋજુ એટલે સીધો વ્યવહાર જેનો હોય તે ઋજુવ્યવહારી છે. ચાર ગુણોવાળો ઋજુવ્યવહારી કહેવાય. ૧. યથાર્થ ભણણ - જેવું છે તેવું યથાર્થ – અવિસંવાદી વચન બોલે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ સૂત્રસંવેદના-૪ ૨. અવંચિકા કિયા - મન-વચન-કાયાથી અન્યને ન ઠગે. ૩. અપાયકથક - અશુદ્ધ વ્યવહાર કરનારને ભાવિમાં જે અપાયો પ્રાપ્ત થાય. તે કહી બતાવે. એ માટે - “હે ભદ્ર ! ચોરી વગેરે પાપ ન કરો ! આ પાપો, આ લોકમાં અને પરલોકમાં અનર્થ કરનારાં છે' - એમ હિતશિક્ષા આપે. ૪. મૈત્રીભાવ - સદ્દભાવથી નિષ્કપટ મૈત્રીવાળો બને. ૫. ગુરુશુશ્રુષા (સેવા) કારી : નીચે મુજબના ચાર ગુણ જેનામાં હોય તે ગુરુ સેવાકારી છે. ' ૧. સેવા - ગુર્નાદિકની સેવા-પર્યુપાસના કરે. ૨. કારણ - ગુરુની પ્રશંસા આદિ કરે. તેથી બીજા લોકોને પણ ગુરુની સેવામાં જોડે. ૩. સંપાદન - ગુરુને જરૂરી ઔષધાદિ દ્રવ્યો મેળવી આપે. ૪. ભાવ - ગુરુજનના ચિત્ત (ઇચ્છા)ને અનુસરે. આ ચાર પ્રકારે આરાધ્ય એવા ગુરુવર્ગની શુશ્રુષા કરનારો ગુરુશ્રુષાકારી બને છે. જોકે માતા, પિતા, કલાચાર્ય વગેરે પણ ગુરુ કહેવાય છે. છતાં અહીં ધર્મનો અધિકાર હોવાથી ધર્માચાર્ય વગેરે જ ગુરુરૂપે રજુ કરાયા છે. ઉ. પ્રવચનકુશલ : છ ગુણો જેનામાં હોય તે પ્રવચનકુશલ છે. ૧. સૂત્રકુશલ - શ્રાવક અવસ્થાને યોગ્ય સૂત્રના વિષયમાં કુશળતાને પામેલો. શ્રાવક યોગ્ય સૂત્રોને ભણે. ૨. અર્થકુશલ - તે સૂત્રોથી સૂચિત થતો અર્થ સંવિગ્ન ગીતાર્થ પાસે સાંભળીને અર્થમાં કુશળતાને પામેલો. ૩. ઉત્સર્ગકુશલ - સામાન્ય ધર્મ નિયમોની બાબતમાં કુશળતાને પામેલો. ૪. અપવાદકુશલ - વિશેષ ધર્મ નિયમોની બાબતમાં કુશળતાને પામેલો. કેવળ ઉત્સર્ગનું જ આલંબન ન લે અને કેવળ અપવાદનું જ આલંબન પણ ન લે, પરંતુ યથાયોગ્ય બંનેનું આલંબન લે, Page #248 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિનું પ્રતિક્રમણ ૨૨૭ ૫. ભાવકુશલ - વિધિ મુજબ દરેક ધર્માનુષ્ઠાન કરવામાં કુશળ હોય. વિધિ મુજબ કરનાર અન્યને બહુમાન આપે. પોતે તેવી સામગ્રી મળે તો યથાશક્તિ વિધિ મુજબના ધર્માનુષ્ઠાનમાં પ્રવર્તે. સામગ્રી ન મળે, ત્યારે પણ વિધિપૂર્વક કરવાના મનોરથને ન છોડે. ૯. વ્યવહારકુશલ - ગીતાર્થોએ આચરણ કરેલ વ્યવહારમાં કુશળ હોય. દેશ કાળ વગેરેની અપેક્ષાથી ઉત્સર્ગ અને અપવાદ, ગુરુદોષ અને લઘુદોષ વગેરે જ્ઞાનમાં નિપુણ એવા ગીતાર્થો વડે આચરણ કરાયેલ વ્યવહારને દૂષિત ન કરે, જિજ્ઞાસા દિવસ, રાત્રિ, પક્ષ, ચાતુર્માસ કે વર્ષ દરમ્યાન કરેલ સર્વ પાપોનો નાશ પ્રતિક્રમણની આવી નાની ક્રિયાથી થઈ શકે ? તૃપ્તિ ક્રિયા ઘણી મોટી હોય પણ તેમાં ભાવ ન ભળ્યો હોય તો કોઈ ફળ મળતું નથી. જ્યારે ક્રિયા ભલે નાની હોય પરંતુ ભાવની માત્રા તીવ્ર હોય તો કર્મનાશ થાય જ છે. જેમ અઈમુત્તામુનિએ ભગવાને બતાવેલી “ઈરિયાવહિ પ્રતિક્રમણ” ની એક નાની માત્ર ક્રિયા ભાવપૂર્વક કરી, તો તેમણે સર્વ ઘાતકર્મોનો નાશ કરી તરત જ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. * તેથી ‘પ્રતિક્રમણની આટલી નાની ક્રિયાથી આટલાં બધાં પાપકર્મો કેમ ખપશે?” - તેવો વિચાર છોડી, આ ક્રિયાને કેવી રીતે સંપૂર્ણપણે ભગવાનની આજ્ઞાનુસારી અને ભાવવાહી બનાવું, તેવો વિચાર ચાલુ કરી દેવો જોઈએ. જો ક્રિયા ભાવવાહી બનશે તો નક્કી સર્વ પાપોનો નાશ કરશે. આ બંને ગાથા બોલતાં શ્રાવક વિચારે કે“મંત્ર-મૂલને જાણનાર સુવ શરીરમાં પ્રસરેલ ઝેરને જેમ ખતમ કરી શકે છે, તેમ સુશ્રાવક આલોચના અને નિંદા દ્વારા આઠ પ્રકારનાં કર્મોનો નાશ કરી શકે છે. 3. “અઈમુત્તા' નામના એક નાના રાજકુમારે સંયમ સ્વીકાર્યું હતું. એકદા તે બાળમુનિ સ્થવિર મુનિભગવંતો સાથે સ્પંડિલભૂમિ ગયા હતા. ત્યાં બીજાં બાળકોને પાણીમાં રમતાં જોઈને બાળમુનિ પણ પોતાનું નાનું પાત્ર પાણીમાં તરતું મૂકી રમવા લાગ્યા. આ જોઈ સ્થવિર મુનિ ભગવંતે જણાવ્યું કે “આમ કરવાથી અસંખ્યાતા પાણીના જીવોની વિરાધના થઈ છે. આ સાંભળી અઈમુત્તામુનિને પોતાના પાપનો ખ્યાલ આવ્યો. તેમને ખૂબ દુ:ખ થયું. પ્રભુ પાસે જઈ તેમણે પાપની આલોચના કરી પ્રાયશ્ચિત્તની માંગણી કરી. પ્રભુએ ‘ઇરિયાવહિ'નું પ્રતિક્રમણ કરવા કહ્યું. બાળમુનિએ પ્રભુએ બતાવેલી ક્રિયા પશ્ચાત્તાપપૂર્ણ હૃદયે ખૂબ ભાવપૂર્વક કરી. પરિણામે તેમણે તે પાપનો તો નાશ કર્યો પણ પાપ પ્રત્યેની જુગુપ્સાથી પોતાનાં સર્વ પાપોનો પણ નાશ કર્યો. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ સૂત્રસંવેદના-૪ પણ મારામાં હજુ સુશ્રાવકપણે પ્રગટ્યું નથી. જેના કારણે હું આલોચના નિંદા કરું છું તો પણ મારા પાપકર્મો એ પ્રકારે નાશ પામતા નથી. પ્રભુ ! આપની કૃપા વિના યોગ્યતા પણ પ્રગટતી નથી અને જેવો જોઈએ તેવો પ્રયત્ન પણ થતો નથી. આપના ચરણોમાં મસ્તક મૂકી એક પ્રાર્થના કરું છું કે પ્રભુ ! આપ મારામાં સુશ્રાવકપણું પ્રગટાવો અને મને કર્મના બંધનથી મુક્ત કરો.” અવતરણિકા : આલોચના અને નિંદા દ્વારા જેણે કર્મનાશ કર્યો છે એવા શ્રાવકની માનસિક પરિસ્થિતિનો પરિચય આ ગાથામાં દષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવ્યો છે ગાથા: कयपावो वि मणुस्सो, आलोइअ निदिअ गुरु-सगासे ।। होइ अइरेग लहुओ ओहरिअ-भरु व्व भारवहो ।।४०।। અન્વય સહિત સંસ્કૃત છાયાઃ कृतपापोऽपि मनुष्यो गुरु-सकाशे आलोच्य निन्दित्वा । अपहृतभार भारवह इव अतिरेक-लघुकों भवति ॥४०।। ગાથાર્થ : કરેલા પાપવાળો મનુષ્ય, ગુરુ પાસે આલોચના, નિંદા કરીને ઉતારેલા ભારવાળા મનુષ્યની જેમ, પાપભારેથી અતિ હલકો થાય છે. વિશેષાર્થ : થપાવો વિ મજુસ્સો - જેણે પાપ કર્યા છે એવો પાપી પણ મનુષ્ય, સંસારમાં રહેલો સમ્યગુદૃષ્ટિ મનુષ્ય પાપને પાપરૂપ સમજે છે; છતાં તેનાથી પણ પાપ થઈ જાય છે, માટે તે કૃતપાપવાળો તો છે, પરંતુ તે પાપને પાપરૂપ સમજે છે. તેથી “મારાથી આ પાપ થયું છે, ક્યારે હું આ પાપથી મુક્ત થઈશ ?” આવી ચિંતાથી સતત વ્યગ્ર રહેતો હોય છે. આથી તે પાપનાશક ઉપાયો કરવામાં પણ સતત પ્રવૃત્ત રહે છે. જિજ્ઞાસા પાવો વિ મyો ' - આ પદની અંદર પાવો ભવ નીવો' એવું લીધું હોત તો બધા જીવોનો સંગ્રહ થઈ જાત છતાં મજુસ્સો શબ્દ જ કેમ મૂક્યો? Page #250 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિનું પ્રતિક્રમણ ૨૨૯ તૃપ્તિ મૂળ ગાથામાં મળુ' શબ્દ મૂક્યો છે તેનું કારણ એ છે કે ચારેય ગતિના જીવો પાપકર્મ કરે છે, અને તેથી કપાપવાળા તો સર્વે છે, પણ કરેલાં પાપોનું પ્રતિક્રમણ કરી, સંપૂર્ણ શુદ્ધ થવાની શક્તિ માત્ર મનુષ્યની છે. જો કે, દેવ કે નરકના ભવમાં સમ્યગ્દર્શન છે, પણ પાપનાશક વિરતિની ક્રિયારૂપ પ્રતિક્રમણ ત્યાં નથી. તિર્યંચના ભવમાં દેશવિરતિ છે, પરંતુ તેમની પાસે પણ પ્રતિક્રમણની ક્રિયા દ્વારા સંપૂર્ણ શુદ્ધ થવાની શક્તિ કે મનુષ્ય જેવી સાનુકૂળતા નથી. કૃતપાપવાળો મનુષ્ય શું કરે ? ગાટોફર વિંતિ પુરસTIણે - ગુરુ સમક્ષ આલોચના કરીને, નિંદા કરીને. પોતે કરેલાં પાપોની ગમે તેની પાસે કે ગમે ત્યાં આલોચના કરવાથી શ્રાવકને લાભ થતો નથી. આથી પાપના બોજ તળે દબાયેલો શ્રાવક પહેલાં ગુરુની શોધ કરે છે. સદ્ગુરુ મળે તો તેમની સમક્ષ પશ્ચાત્તાપપૂર્વક પાપનું પ્રકાશન કરે, અને ગુરુ ન જ મળે તો (જ્ઞાનાદિના ઉપકરણમાં) ગુરુની સ્થાપના કરી, “ગુરુભગવંત મારી સમક્ષ જ છે' તેવો ભાવ હૃદયમાં ધારણ કરી, નતમસ્તકે, જે પાપ, જે રીતે, જે ભાવથી, કર્યા હોય, તે પાપની તે રીતે આલોચના કરી, શ્રાવક કહે, “હે ભગવંત સંસારના રાગને કારણે કે પ્રમાદના કારણે મેં ઘણાં પાપ કર્યા છે. તે મેં ખોટું કર્યું છે. મારા પ્રમાદાદિ દોષને ધિક્કાર છે !” તે સ્વરૂપે નિંદા કરે. આ રીતે આલોચના અને નિંદા કરવાથી શું પરિણામ આવે છે ? તે હવે જણાવે છે દોડ઼ કા દુગો - અત્યંત હળવો થાય છે. પાપના ભારથી દબાયેલો પણ શ્રાવક, ગુરુ સમક્ષ આ રીતે આલોચના અને નિંદા કરીને અત્યંત હળવો થઈ જાય છે. જ્યાં સુધી આ રીતે આલોચના નહોતી કરી ત્યાં સુધી તેના મન ઉપર પાપનો બોજો હતો, “આ પાપથી મારું શું થશે ?” તેની ચિંતા હતી, પાપના કેવા વિપાકો વેઠવા પડશે ? તેનો ભય હતો; પરંતુ એકવાર સરળભાવે, પશ્ચાત્તાપ સાથે, ગુરુભગવંત પાસે જે પાપ, જે રીતે થયું છે ? તે જણાવી દીધા પછી, અને ગુરુભગવંતે આપેલું પ્રાયશ્ચિત્ત સ્વીકારી લીધા પછી, તેને વિશ્વાસ થઈ જાય છે કે હવે મારે કોઈ ચિંતા નથી, હવે મને કોઈ ડર નથી, Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ સૂત્રસંવેદના-૪ હવે મારે પાપના કટુ વિપાકો ભોગવવા પડશે નહિ, - આ રીતે તે પાપના ભારથી મુક્ત થઈ હળવો ફૂલ બની જાય છે. તેની હળવાશ કેવી છે ? તે સૂત્રકાર એક દષ્ટાંતથી જણાવે છે - રિક-મરું વ્ર મારવો - ભારવાહ જેમ ભારને દૂર કરીને હળવો થાય છે (તેમ). પોતાની ક્ષમતા કરતાં અધિક વજન ઊંચકતો મજૂર જ્યારે થાકી જાય છે, ત્યારે ક્યારે આ ભાર ઉતારી હળવાશ અનુભવું ? તેવું વિચારતો હોય છે. તેમાં યોગ્ય સ્થળ આવતાં તે ભારને મૂકી દે છે અને “હાશ !, હવે હળવો થયો’ - એમ હળવાશનો અનુભવ કરે છે. તેમ પ્રતિક્રમણ કરનાર શ્રાવક પણ પ્રતિક્રમણની ક્રિયા દ્વારા મન ઉપરના પાપના ભારને ઉતારીને હળવાશનો અનુભવ કરે છે. જે શ્રાવકો ભાવપૂર્વક પ્રતિક્રમણ કરે છે, સૂત્રની એક એક ગાથા બોલી પોતાનાં પાપોને યાદ કરી, ગુરુભગવંત સમક્ષ આલોચના અને નિંદા કરે છે; તે શ્રાવકોને આ ગાથા બોલતાં જરૂર એવો અનુભવ થાય છે કે “હાશ ! કર્મનો ભાર ઘટ્યો, મારા પાપના અનુબંધો તૂટ્યા અને મારા કુસંસ્કારો ઓછા થયા.” અને તેથી તે આનંદ પણ અનુભવે છે. જિજ્ઞાસા: પ્રતિક્રમણની ક્રિયા કરનાર દરેક શ્રાવક આ રીતે પાપથી હળવો થઈ શકે ? તૃપ્તિ: જે શ્રાવકને પાપનો ભાર લાગે છે, જેને પાપની ચિંતા છે, તેવા શ્રાવકો યથાયોગ્ય રીતે આલોચના-નિંદા કરે છે, માટે તેઓ આ ક્રિયાથી જરૂર હળવાશ અનુભવે છે; પરંતુ જેને પાપ પાપરૂપે લાગતું નથી, જેને પાપની કોઈ ચિંતા પણ નથી, આમ છતાં સામાન્યથી “પ્રતિક્રમણ સારું છે, સૌ કરે છે માટે કરવું જોઈએ આવું સમજી પ્રતિક્રમણ કરે છે; પરંતુ પ્રતિક્રમણ કરતાં જે પ્રકારે પાપનું પ્રકાશન કે નિંદા આદિ કરવાં જોઈએ, તે રીતે જેઓ કરતા નથી, તેઓ પાપથી હળવા થતા નથી. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ સમ્યગ્દષ્ટિનું પ્રતિક્રમણ અવતરણિકા : દષ્ટાંત સહિત આલોચનાનો મહિમા સમજાવી હવે પ્રતિક્રમણરૂપ આવશ્યકનો મહિમા દર્શાવતાં કહે છેગાથા : आवस्सएण एएण, सावओ जइ वि बहुरओ होइ । दुक्खाणमंतकिरिअं, काही अचिरेण कालेण ।।४१।। અન્વયે સહિત સંસ્કૃત છાયા : श्रावकः यद्यपि बहुरजः भवति, (तदपि) एतेन आवश्यकेन । अचिरेण कालेन, दुःखानाम् अन्तक्रियां करिष्यति ।।४१।। ગાથાર્થ : શ્રાવક જો કે બહુ પાપરજમય બનેલો હોય છે, તોપણ આ છ આવશ્યકરૂપ પ્રતિક્રમણ દ્વારા તે અલ્પકાળમાં દુઃખોનો અંત કરે છે. (ભવદુઃખથી મુક્ત થઈ મોક્ષસુખ મેળવે છે.) વિશેષાર્થ : માવસ પU - આ (પ્રતિક્રમણરૂપ ભાવ)આવશ્યક' વડે. સાધુ અને શ્રાવકને જે અવશ્ય કરવા યોગ્ય છે તેને આવશ્યક કહેવાય છે. અથવા જે ક્રિયા કરવાથી અવશ્ય જ્ઞાનાદિ ગુણો પ્રગટે છે, તે આવશ્યક છે. આ 1. અવશ્ય કરવા યોગ્ય, તે ‘આવશ્યક'. અવરવું વર્ષ આવરી. તે માટે શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે : समणेण सावएण य, अवस्स-कायव्वं हवइ जम्हा । अंतो अहो-निसिस्स उ, तम्हा आवस्सयं नाम ।।८७३।। સાધુએ અને શ્રાવકે રાત્રિના અને દિવસના અંતે અવશ્ય કરવા યોગ્ય છે, તે કારણથી આ આવશ્યક કહેવાય છે. जमवस्सं करणिज्जं, तेणावस्सयमिदं गुणाणं वा । आवस्सयमाहारो, आ मज्जाया-ऽभिविहिवाई ।।८७४।। अवस्सं वा जीवं करेइ जं नाण-दंसण-गुणाणं । संनेज्झ-भावण-च्छायणेहिं वाऽऽवासयं गुणओ ।।८७५।। Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ સૂત્રસંવેદના-૪ આવશ્યક છે પ્રકારનાં છે : ૧- સામાયિક ૨- ચઉવિસત્થો ૩- વંદન ૪- પ્રતિક્રમણ પ- કાયોત્સર્ગ - પચ્ચખાણ. તેમાં સર્વ સાવદ્ય પ્રવૃત્તિનો ત્યાગ કરી સમતાભાવમાં સ્થિર થવાના યત્નને સામાયિક, અનંત ગુણના ભંડાર ચોવીશ તીર્થકરની નામપૂર્વક સ્તવનાને ચઉવિસત્યો, ગુણવાન ગુરુભગવંતો પ્રત્યેના આદરને વ્યક્ત કરતી ક્રિયાને વંદન, પાપથી પાછા ફરી નિષ્પાપ ભાવમાં સ્થિર થવાની ક્રિયાને પ્રતિક્રમણ, મન-વચન-કયાના અશુભ વ્યાપારના ત્યાગને કાયોત્સર્ગ અને પૌદ્ગલિક ભાવોના ત્યાગ માટે કરાતા નિયમોને પચ્ચખ્ખાણ કહેવાય છે. આ છએ પ્રકારના આવશ્યકમાં સુશ્રાવકે અવશ્ય યત્ન કરવો જોઈએ. "મમતાનાં બંધનોને તોડવા જ્યારે જ્યારે સમય અને સંયોગ અનુકૂળ દેખાય ત્યારે ત્યારે સર્વ સાવદ્ય પ્રવૃત્તિનો ત્યાગ કરી સામાયિક વ્રતનો સ્વીકાર કરીને, સમતાના ભાવમાં રહેવા યત્ન કરવો જોઈએ. સામાયિક જેવાં સુંદર અનુષ્ઠાનો બતાવવા દ્વારા અનંતા જીવો ઉપર અનંતો ઉપકાર કરનાર અરિહંત ભગવંતોનું સતત સ્મરણ કરવું જોઈએ. ગુણવાન ગુરુ ભગવંતોના ગુણોને સ્મરણમાં લાવી પુનઃ પુનઃ તેમને વંદના કરવી જોઈએ. જ્યારે જ્યારે પાપ થઈ જાય ત્યારે ત્યારે તે પાપની નિંદાગઈ કરી તે પાપમાંથી પાછા ફરવાના યત્ન રૂપ પ્રતિક્રમણ કરવું જોઈએ અને પજીવનમાં પુનઃ પુનઃ પાપ ન થાય તે માટે મન, વચન અને કાયાને શુભ સ્થાનમાં સ્થિર કરવાના યત્નરૂપે કાયોત્સર્ગ કરવો જોઈએ, તથા જે પાપ હવે પછી નથી કરવાં તેનું પચ્ચખાણ કરી લેવું જોઈએ. જે કારણથી અવશ્ય કરવા યોગ્ય છે, તે કારણથી તે આવશ્યક છે અથવા આવશ્યક પદમાં ‘આ’ શબ્દ મર્યાદા અને અભિવિધિ અર્થનો વાચક છે. તેથી મર્યાદા અને અભિવિધિ (વ્યાપ્તિ) વડે ગુણોનો આધાર તે આવશ્યક છે. અથવા જે ‘આ’ એટલે સમસ્ત પ્રકારે જીવને જ્ઞાન-દર્શન ગુણોવાળો કરે તે “આવશ્યક'; અથવા સાન્નિધ્ય, ભાવના તથા આચ્છાદન વડે જે ગુણથી આત્માને વાસિત કરે તે આવાસક-આવશ્યક કહેવાય છે.” (સુગંધ કે ધૂપના સાન્નિધ્યથી જેમ વસ્ત્ર સુવાસ્તિ બની જાય છે, તેમ જે ક્રિયાનું સાન્નિધ્ય આત્માને ગુણો વડે આચ્છાદિત કરી શોભાવે તે આવાસક-આવશ્યક. પ્રવાલપષ્ટ આદિ ઔષધિઓને આયુર્વેદમાં જેમ ચંદ્રના કિરણો કે ગુલાબજળ દ્વારા ભાવન કરવામાં આવે છે તેમ જે ક્રિયા વડે આત્મામાં ગુણોનું ભાવન થાય તે આવશ્યક કહેવાય. જે ક્રિયા આત્માનું દોષોથી સંવરણ કરે=આચ્છાદન કરે એટલે કે જે ક્રિયા આત્મામાં દોષોને આવવા જ ન દે તે આવાસક-આવશ્યક.). આવશ્યક-ક્રિયા બે પ્રકારની છે : દ્રવ્ય-આવશ્યક અને ભાવ-આવશ્યક. તેમાં શરીરના રક્ષણ માટે થતી ભોજન, શયન, શૌચ આદિ ક્રિયાઓ દ્રવ્ય-આવશ્યક છે; અને આત્માના રક્ષણ માટે થતી સામાયિક વગેરે ક્રિયાઓ ‘ભાવ-આવશ્યક છે. અહીં ભાવ-આવશ્યક પ્રસ્તુત હોવાથી તેનો જ “આવશ્યક' તરીકે વ્યવહાર કરેલો છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિનું પ્રતિક્રમણ ૨૩૩ આ રીતે છએ આવશ્યકમાં સતત પ્રયત્ન કરવાની ભાવના હોવા છતાં પ્રમાદાદિ દોષના કારણે જે સમયે જે આવશ્યક કરવા યોગ્ય હોય અને તે ન થયું હોય, તો પણ દિવસ અને રાત્રિના અંતે તો શ્રાવક આ છ આવશ્યકરૂપ પ્રતિક્રમણની ક્રિયા અવશ્ય કરે છે. આમ વિચારીએ તો પ્રતિક્રમણની આ ક્રિયા ષડૂ આવશ્યકરૂપ છે, માટે તે ષડ્ર આવશ્યક શબ્દથી પણ સૂચિત થાય છે; તો પણ આ છ આવશ્યકની ક્રિયાને પ્રતિક્રમણ' શબ્દથી રૂઢ કરેલી હોઈ તેને “પ્રતિક્રમણ' કહેવાય છે. આ રીતે છ આવશ્યકરૂપ પ્રતિક્રમણમાં યત્ન કરવાથી શ્રાવકને શું ફાયદો થાય છે તે હવે બતાવે છે- . સાવ નવિ વિદુર દોડ - શ્રાવક જોકે. બહુકર્મરવાળો હોય છે, તો પણ. સમ્યગુદર્શનને વરેલો શ્રાવક જોકે શક્ય પ્રયત્ન પાપને ટાળે છે, પાપ કરવું પડે તો પણ રાચીમાચીને કરતો નથી; આમ છતાં પ્રબળ નિમિત્તો ક્યારેક તેને પતનના માર્ગે ધકેલે છે, અને ન કરવા યોગ્ય કાર્યો કરાવી ઘણાં કર્મો બંધાવે છે. આ કારણે શ્રાવક બહુકમરવાળો થાય છે. અથવા બીજી રીતે વિચારીએ તો અવિરતસમ્યગુદૃષ્ટિ કે દેશવિરતિધર શ્રાવક પણ આરંભ-સમારંભમાં જ બેઠેલો હોય છે. તેથી અવિરતિજન્ય પાપ તો તેને પ્રતિક્ષણ લાગે જ છે. આથી પણ શ્રાવક બહુ કર્મરાજવાળો હોય છે. જિજ્ઞાસા બાર વ્રત અને ચૌદ નિયમથી જેણે પોતાનું જીવન સંયમિત કર્યું છે, તેવો શ્રાવક પણ બહુરવાળો કહેવાય ? તૃપ્તિ બાર વ્રત કે ચૌદ નિયમ પણ દરિયા જેટલી અવિરતિ સામે બિન્દુ જેટલી વિરતિ સમાન છે. દુનિયાભરનાં પાપોમાંથી શ્રાવક ધારે તો પણ કેટલા પાપથી અટકી શકે ? જેમ કે પાંચથી અધિક વનસ્પતિ મારે ખાવી નહિ, આટલો નિયમ કરનાર શ્રાવક પણ પોતાના ઘર માટે, કુટુંબ માટે અને ખાવા સિવાયના પોતાના ઉપભોગ માટે કરણ, કરાવણ અને અનુમોદનરૂપે ઘણા વનસ્પતિના જીવોની હિંસા કરે છે. તેથી તેનો વનસ્પતિની હિંસા સંબંધી નિયમ તો સવા વિસા જેટલો પણ નથી, અને અનુમોદનના ત્યાગની તો તેને પ્રતિજ્ઞા પણ નથી. માટે આવા શ્રાવકને પણ અવિરતિનું ઘણું પાપ લાગે છે. આથી આવો દેશવિરતિધર શ્રાવક પણ બહુ રજવાળો છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ૨૩૪ સૂત્રસંવેદના-૪ * કુવામંતિિર, વાદી વરે વાઘ - અલ્પકાળમાં દુઃખોનો અંત કરશે. પૂર્વમાં જણાવ્યું તે રીતે શ્રાવક ભલે ઘણા પાપ રૂપ રજવાળો છે, તો પણ ભાવપૂર્વક કરાયેલી આ ક્રિયામાં એવી તાકાત છે કે તે બે ઘડી જેટલા અલ્પકાળમાં પણ તે સર્વ કર્મનો નાશ કરી શકે છે. કેમ કે રંગ રાગથી ભરેલા સંસારની ક્રિયામાં જેમ કર્મનો બંધ કરાવવાની તાકાત છે, તેમ સંસારની ક્રિયાથી તદ્દન વિરોધી વૈરાગ્ય અને સમતાના ભાવથી ભરેલી પ્રતિક્રમણની ક્રિયામાં બંધાયેલા કર્મના પડલોને ભેદવાની તીવ્ર તાકાત છે. સામાન્યથી વ્યવહારમાં પણ નિયમ છે કે શરીરાદિમાં ઉદ્ભવતા રોગો કે દોષો જે કારણોથી થાય છે, તેનાથી વિરુદ્ધ ઉપાયોનું સેવન કરવામાં આવે તો તે રોગ કે દોષ શાંત થઈ જાય છે. તે જ રીતે આત્માએ જે પરિણામ અને પ્રવૃત્તિથી કર્મો બાંધ્યાં છે, તેનાથી વિપરીત પરિણામ અને પ્રવૃત્તિ કરવાથી કર્મનાશ પણ થઈ શકે છે. આ જ આવશ્યક તે કર્મનાશ માટે વિપરીત પરિણામ સ્વરૂપ છે. ૧. સામાયિક જીવ મોટા ભાગનાં કર્મો મમતાના કારણે ઉપાર્જે છે. શરીર, ધન, કુટુંબ, પરિવાર અને પ્રતિષ્ઠાદિની મમતાથી હિંસા, જૂઠ, પ્રપંચ, આદિ પાપપ્રવૃત્તિ કરી જીવ અનંતાં કર્મો બાંધે છે. આ કર્મોનો નાશ મમતાના વિરોધી સમતાના ભાવથી થાય છે. આ સમતાના પરિણામને પ્રગટાવવા આ છ આવશ્યકની ક્રિયામાં સૌ પ્રથમ શ્રાવક સામાયિકની પ્રતિજ્ઞા કરે છે. દુનિયાભરની સાવઘ (પાપવાળી) પ્રવૃત્તિનો ત્યાગ કરી સમભાવમાં રહેવાના યત્નરૂપ આ પ્રતિજ્ઞા છે. આનાથી સાવધ પ્રવૃત્તિના અને મમતાના સંસ્કારો ક્ષીણ થાય છે, પરિણામે મમતાના કારણે બંધાયેલાં કર્મોનો નાશ થાય છે. ૨ – ચઉસિત્યો? અનાદિકાળથી જીવને દોષવાન જીવો પ્રત્યે જ રાગ, લાગણી કે પક્ષપાત રહ્યો છે. આથી તેમની કથાઓ કરી જીવે ઘણાં કર્મો બાંધ્યા છે. આ કર્મોને તોડવાનો ઉપાય છે ગુણવાનના ગુણોની સ્તવના. અરિહંત ભગવંતો અનંત ગુણોના ભંડાર છે, માટે તેમની સ્તવના કે, કીર્તનરૂપ બીજું “ચઉવિસત્યો' નામનું આવશ્યક છે. આ આવશ્યક દ્વારા ગુણ અને ગુણી પ્રત્યેની પ્રીતિ પ્રગટે છે, તેના કારણે દોષ અને દોષવાનની પ્રીતિથી કે કથાથી બંધાયેલાં કર્મો નાશ પામે છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિનું પ્રતિક્રમણ ૨૩૫ ૩ - વંદન : ભૌતિક સ્વાર્થ જેનાથી સરે છે, તેવાને નમન-વંદન કરવા દ્વારા જીવે અનંતાં કર્મો બાંધ્યા છે. આ કર્મોને કાઢવાનો ઉપાય છે આત્મિક સુખનો માર્ગ બતાવનારા સદ્ગુરુ ભગવંતોને વંદન. આ કારણથી શ્રાવક આવા ગુણવાન ગુરુ ભગવંતોને નમન-વંદન કરે છે. તે દ્વારા સંસારી જીવો પ્રત્યેના સદ્ભાવથી કે નમસ્કાર આદિ કરવાથી બંધાયેલાં કર્મોનો નાશ કરે છે. ૪ - પ્રતિક્રમણ : વ્રત-નિયમની મર્યાદાના ઉલ્લંઘનથી જે પાપકર્મનો બંધ થયો છે, તે પાપકર્મો પ્રતિક્રમણની ક્રિયાથી નાશ પામે છે. આ ક્રિયામાં આવતાં પ્રત્યેક સૂત્રો તેના અર્થની વિચારણાપૂર્વક ઉચ્ચારવામાં આવે, તો તે સમયે અંત૨માં એવા ભાવો પ્રગટે કે દિવસ દરમ્યાન કરેલાં પાપોની સ્મૃતિ થાય, તે પાપો પ્રત્યે તિરસ્કાર ભાવ પેદા થાય અને તેનાથી તે પાપો સમૂળ નાશ પામે. ૫. કાયોત્સર્ગ : અશુભ સ્થાનમાં પ્રવર્તતા મન, વચન, કાયાના વ્યાપારોને અટકાવી શુભમાં સ્થિર કરવા તે કાયોત્સર્ગ આવશ્યક છે. આ કાયોત્સર્ગની ક્રિયા દ્વારા અશુભ મન, વચન, કાયાના યોગોથી બંધાયેલાં કર્મો નાશ પામે છે. ૭. પચ્ચક્ખાણ : પચ્ચક્ખાણ', ભવિષ્યમાં પાપ ન કરવાના નિયમરૂપ છે, માટે ભવિષ્યમાં થનારા પાપને અટકાવે છે. આ રીતે છ આવશ્યકની ક્રિયાથી શ્રાવક વિવિધ પ્રકારે ઘણાં પાપકર્મોનો નાશ કરી શકે છે. આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે— “જૈનશાસનની કેવી બલિહારી છે ! ભગવાને સૂચવેલી આ એક ક્રિયામાં કેવી શક્તિ છે ! ભલે મારાથી ઘણાં પાપ થઈ ગયાં છે, તો પણ હતાશ થવાની જરૂર નથી; પરંતુ પ્રયત્નપૂર્વક પ્રતિક્રમણ કરીશ તો મારાં સર્વ પાપો કરવાના સંસ્કારો નાશ થઈ જશે, પણ તે ત્યારે જ શક્ય બનશે કે જ્યારે હું ભાવથી શ્રાવક હોઈશ અને ભાવપૂર્વક પ્રતિક્રમણ કરતો હોઈશ. આ બન્ને માટે મારે દેવ-ગુરુની કૃપા પામી પ્રયત્ન કરવા જેવો છે. જેથી હું પરંપરાએ પણ સંપૂર્ણ શુદ્ધ બની શકું” 1. આ ઉપરાંત છ આવશ્યક વિષયક સમજ ભૂમિકામાં પણ આપેલ છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ સૂત્રસંવેદના-૪ અવતરણિકા : પ્રતિક્રમણનો મહિમા જણાવી, હવે જે અતિચારો પ્રતિક્રમણ કરતાં સ્મરણમાં નથી આવ્યા, તેની નિંદા, ગહ કરતાં જણાવે છે- ' ગાથા : आलोअणा बहुविहा, न य संभरिआ पडिक्कमण-काले । मूलगुण-उत्तरगुणे, तं निंदे तं च गरिहामि ।।४२।। અન્વય સહિત સંસ્કૃત છાયાઃ मूलगुणे-उत्तरगुणे, आलोचना बहुविधा । प्रतिक्रमण-काले न संस्मृता, तां मिन्दामि तां च गहें ।।४२॥ . . ગાથાર્થ : પાંચ મૂળગુણ અને સાત ઉત્તરગુણના (૧૨ વ્રતના) વિષયમાં આલોચના અનેક પ્રકારની હોય છે, અને તેથી પ્રતિક્રમણ વખતે (ઉપયોગ આપવા છતાં) જે આલોચના યાદ ન આવી હોય, તેની હું નિંદા અને ગહ કરું છું. વિવેચન : મૂજ-૩૨ગાત્રોમ વહુવિદા - મૂળગુણ અને ઉત્તરગુણને વિષે ઘણા પ્રકારની આલોચના' (અતિચાર) છે. મૂળગુણ એટલે પાંચ અણુવ્રત, અને ઉત્તરગુણ એટલે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત. આ બાર વ્રતો વિષયક સામાન્યથી ૧૨૪ અતિચારોની આલોચના પૂર્વની ગાથાઓ દ્વારા કરી છે; તોપણ એકેક વ્રતવિષયક અસંખ્ય અતિચારો છે. 1. “આલોચના' શબ્દનો સામાન્ય અર્થ ગુરુસમક્ષ “સ્વદોષની પ્રકાશના' થાય છે, પરંતુ અહીં આલોચના' શબ્દનો અર્થ કારણમાં કાર્યનો ઉપચાર કરીને “અતિચાર' કર્યો છે. અતિચાર કારણ છે, આલોચના કાર્ય છે, તોપણ કાર્યરૂપ આલોચનામાં કારણરૂપ અતિચારનો ઉપચાર કરી, તેને અહીં ‘આલોચના” શબ્દથી સૂચિત કરેલ છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિનું પ્રતિક્રમણ ૨૩૭ શાસ્ત્રમાં કહ્યું છે કે પ્રાયશ્ચિત્તનાં સ્થાનો અસંખ્ય છે. મનની ચંચળતાના કારણે અને પ્રમાદની બહુલતાના કારણે આમાંનાં ઘણાં સ્થાનોનું સેવન થવાની સંભાવના છે, પણ તે બધા જૈ દોષો પ્રતિક્રમણ સમયે યાદ ન પણ આવે, તેવું બની શકે. માટે કહે છે.... न य संभरिआ पडिक्कमण-काले, तं निंदे तं च गरिहामि - પ્રતિક્રમણ કરતી વખતે જે અતિચારો) યાદ ન આવ્યા હોય, તેની હું નિંદા અને ગર્યા કરું છું. પ્રતિક્રમણના સમયમાં સૂત્રના એક એક પદના માધ્યમે અતિચારોને યાદ કરવા ખૂબ પ્રયત્ન કર્યો હોય, તો પણ મન, વચન, કાયાથી થતી સર્વ સ્થૂલ કે સૂક્ષ્મ પ્રવૃત્તિઓ, ધારણા અને સ્મૃતિની નબળાઈના કારણે સ્મરણમાં ન આવી હોય; અને તે કારણે કોઈક અતિચારોની આલોચના કરવાની રહી પણ ગઈ હોય. તે સર્વ પાપોથી શુદ્ધ થવા ઈચ્છતો શ્રાવક કહે, “ભગવંત! જે અતિચારો મને યાદ નથી, તે સર્વ અતિચારોની પણ હું નિંદા કરું છું, ગુરુ સમક્ષ તેની ગર્તા કરું છું.” આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે - “મારાં મન અને ઈન્દ્રિયો ખૂબ ચંચળ છે. તેના કારણે ક્ષણે ક્ષણે મનના પરિણામોમાં પરિવર્તનો આવે છે, જેથી વ્રતમાં નાનાં-મોટાં અનેક દૂષણો લાગ્યા કરે છે. પણ તે સર્વ દોષોની નોંધ રાખવી મારા માટે શક્ય નથી. વળી ઘણા દોષોને તો હું દોષ તરીકે સમજી પણ શક્યો નથી. તો પણ હે પ્રભુ ! મારે આવા દોષોથી મુક્ત તો થવું જ છે. રુક્મિનીની જેમ નાના દોષને છુપાવી મારે મારા ભવની પરંપરા વધારવી નથી. માટે જાણતાં-અજાણતાં, નાના-મોટા જે કોઈ દોષો થયા છે, તેની હું આત્મસાક્ષીએ નિદા કરું છું અને ભગવંત ! આપની પાસે તેની ગહ કરું છું. તેમ જ મારાં મન અને ઈન્દ્રિયોને કાબૂમાં રાખવા યત્ન કરું છું.” 2. પાછિત્ત તારું સંવર્ગારું મા ! अणालोइअं तु इक्कं वि, ससल्लं मरणं मरई ।। - प्रबोध टीका હે ગૌતમ!પ્રાયશ્ચિત્તનાં સ્થાનકો અસંખ્યાતાં છે, અને તેમાંથી એકની પણ આલોચના લેવી રહી ગઈ હોય તો તે જીવ શલ્ય સહિતના મૃત્યુથી મરે છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહારની ધર્મારાધના અવતરણિકા : ચિત્તશુદ્ધિ વિના ધર્મસાધના શક્ય નથી. તેથી શ્રાવક સૌ પ્રથમ ચિત્તને મલિન કરનારા અતિચારોની આલોચના કરે છે. આલોચના દ્વારા શુદ્ધ થયેલો શ્રાવક જ્યારે ધર્મઆરાધના માટે અત્યંત પ્રયત્નશીલ બને છે ત્યારે તે ગોદોહિકા આસનનો ત્યાગ કરી ઊભો થતાં, આ ગાથા બોલે છે ગાથા : तस्स धम्मस्स केवलिपन्नत्तस्स अब्भुडिओ मि आराहणाए, विरओ मि विराहणाए । तिविहेण पडिक्कंतो, वंदामि जिणे चउव्वीसं ।।४।। અન્વય સહિત સંસ્કૃત છાયા : तस्य केवलिप्रज्ञप्तस्य धर्मस्य आराधनायै अभ्युत्थितः अस्मि, विराधनायाः विरतः अस्मि । त्रिविधेन प्रतिक्रान्तः, चतुर्विंशतिं जिनान् वन्दे ।।४३।। Page #260 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહારની ધર્મારાધના ૨૩૯ ગાથાર્થ : (આ રીતે) કેવલી ભગવંતે પ્રરૂપેલા તે શ્રાવકધર્મની આરાધના કરવા માટે ઊભો થયો છે, તેની ખંડનાથી હું વિરામ પામ્યો છું અને ત્રણ પ્રકારે થતી પાપપ્રવૃત્તિનું પ્રતિક્રમણ કરતો હું (મંગલ નિમિત્તે) ચોવીસે જિનને વંદના કરું છું. વિશેષાર્થ : પ્રતિક્રમણની ક્રિયામાં અહીં સુધી આ સૂત્ર ગોદોહિકા આસને બેસીને બોલાય છે. આ મુદ્રા લક્ષ્ય વીંધવા સજ્જ થયેલા સૈનિક જેવી છે. જેમ યુદ્ધમાં રહેલો સૈનિક આ મુદ્રામાં બેસી ધનુષ ઉપર બાણ ચડાવી શત્રુ ઉપર પ્રહાર કરે છે, તેમ મોહ સામે સંગ્રામ કરવાની ઇચ્છાવાળો શ્રાવક, આ મુદ્રામાં બેસી ગણધરભગવંતના બનાવેલા આ સૂત્રરૂપ ધનુષને હાથમાં લઈ, તેના એકેક પદના ભાવરૂપ બાણને ધનુષ સાથે જોડી, મોહના એક એક સૈનિક ઉપર પ્રહાર કરે છે. અંતરંગ શત્રુઓને ખોખરા કરી, આત્માને નિર્મળ કરી, કાંઈક વિજયને વરેલો શ્રાવક, હવે વિશેષ આરાધના માટે ઊઠે છે, અને ઊઠતાં ‘ભુગો' પછીનાં પદોનું ઉચ્ચારણ કરે છે. तस्स धम्मस्स केवलि पन्नत्तस्स अब्भुट्टिओ मि आराहणाए - કેવલી ભગવંતે બતાવેલા તે ધર્મની આરાધના માટે હું ઊભો થયો છું. ધર્મના મૂળ પ્રરૂપક સર્વજ્ઞ અને સર્વદર્શી અરિહંત પરમાત્મા છે. તેમણે સાધુધર્મ અને શ્રાવકધર્મ એમ બે પ્રકારનો ધર્મ બતાવ્યો છે. તેમાં સમ્યકત્વ મૂળ બાર વતનો ગુરુભગવંત સમક્ષ સ્વીકાર કરવો તે શ્રાવકધર્મ છે. શ્રાવકધર્મનો સ્વીકાર કર્યા પછી તેને અણીશુદ્ધ પાળવાની શ્રાવકની ઇચ્છા હોય છે, તોપણ મોહાંધીનતાથી વ્રતમાં મલિનતા આવવાની સંભાવના રહે છે. વ્રતમાં આવેલી મલિનતાઓને પ્રતિક્રમણથી દૂર કરી શુદ્ધ થયેલો શ્રાવક હવે વિચારે છે કે “કેવલી ભગવંતે જણાવેલો અને મેં સ્વીકારેલા આ ધર્મની આરાધના માટે હું ઊભો થયો છું, અર્થાત્ તેના નિરતિચાર પાલન માટે તત્પર બન્યો છું. હવે પછી આ વ્રતોમાં કોઈ દૂષણ ન લાગી જાય તે માટે પ્રમાદનો ત્યાગ કરી અત્યંત સાવધ બન્યો છું.” विरओ मि विराहणाए तिविहेण पडिक्कतो, वंदामि जिणे चउव्वीसं - વિરાધનાથી હું વિરામ પામ્યો છું. મન, વચન, કાયા દ્વારા પાપથી નિવૃત્ત થતો, (મંગલ નિમિત્તે) હું ચોવીશ જિનને વંદન કરું છું. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ સત્રસંવેદના-૪ વિરાધનાનો અર્થ છે વ્રતની ખંડના, વ્રતનો સ્વીકાર કર્યા પછી તેમાં થતા નાનામોટા દોષો. આ દોષોથી અટક્યા વિના સુંદર આરાધના શકય નથી, માટે શ્રાવક પુનઃ સંકલ્પ કરે છે કે “હું વિરાધનાથી વિરામ પામું છું, અને આરાધના કરવા માટે, મન, વચન, કાયા દ્વારા પાપ વૃત્તિથી પાછો ફરેલો ચોવીસે જિનને વંદન કરું છું.” આ રીતે આ ગાથામાં શ્રાવકે જણાવ્યું કે સર્વ પ્રકારના પાપનું પ્રતિક્રમણ કર્યા પછી હવે મારી ભાવના આરાધના કરવાની છે. આરાધના પણ હું જેમ તેમ કરવા નથી માંગતો; પરંતુ, પ્રમાદાદિ દોષોને ટાળી, તીવ્ર સંવેગ અને નિર્વેદપૂર્વક કરવા માંગું છું; કેમ કે આ રીતે આરાધના થાય તો જ કર્મોનો નાશ કરી, મોક્ષ સુધી પહોંચી શકાય. આવી આરાધના કરવાની મારી તીવ્ર ભાવના છે, છતાં હું સમજું છું કે જીવનમાં વિરાધનાઓ ચાલુ હશે તો ક્યારેય આરાધના સમ્યગુ થઈ શકવાની નથી. આ કારણથી હું વિરાધનાથી વિરામ પામું છું. ભવિષ્યમાં કોઈપણ પ્રકારની વિરાધના ન થઈ જાય અર્થાત્ મારા જીવનમાં કોઈ દોષનો ડાઘ ન લાગી જાય તે માટે સતત સજાગ બનું છું. વળી હું સમજું છું આરાધનાનો માર્ગ કંટકાકીર્ણ છે. આ માર્ગમાં ચાલતાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અનેક પ્રકારનાં વિઘ્નોની સંભાવના છે. આ વિદ્ગોના સમૂહને વિદારવા અને અણીશુદ્ધ આરાધનાના માર્ગે આગળ વધવા મન-વચન-કાયાથી પાપનું પ્રતિક્રમણ કરી, હું ચોવીશ જિનને વંદના કરવારૂપ, મંગલાચરણ કરું છું. માનું છું, મારી આ મંગળક્રિયા આરાધનામાં આગળ વધવામાં મને સહાય કરશે. આ ગાથામાં ‘ભુમિ નિ મારા પાણ' આ પદ દ્વારા વર્તમાનમાં નિરતિચાર વ્રતપાલન માટે હું તત્પર બન્યો છું, “વિર નિ વિરહિVIE' આ પદ દ્વારા ભવિષ્યમાં પાપ ન થાય તે માટે સાવધ બન્યો છું, અને “નિવિદા પરિક્ષત' આ પદ દ્વારા ભૂતકાળમાં થયેલાં પાપોથી પાછો વળ્યો છું. આમ જણાવી ત્રણે કાળ સંબંધી વ્રતપાલનની સાવધાની વ્યક્ત કરવામાં આવી છે. આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે “જેમના પ્રભાવથી હું ઘર્મની આરાધનામાં જોડાયો અને થયેલાં દુષ્કર્મોનો પશ્ચાત્તાપ કરી આલોચના દ્વારા આત્મશુદ્ધિ કરવાનો શ્રેયકારી સંયોગ મને પ્રાપ્ત થયો, તે અનંતગુણસંપન્ન દેવાધિદેવનાં ચરણોમાં બે હાથ જોડી, મસ્તક નમાવી હું વંદના કરું છું, અને તેમના જેવા શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરું છું.” આ રીતે આરાધનાની શરૂઆત કરતાં પહેલાં ચોવીસ જિનને વંદના કરી, અહીં મધ્યમ મંગલાચરણ પણ કરવામાં આવ્યું છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ , ઉપસંહારની ધર્મારાધના અવતરણિકા : પૂર્વની ગાથામાં ભાવજિનને વંદન કરી, હવે સમ્યત્વની શુદ્ધિ માટે ત્રણે લોકમાં રહેલાં સર્વ ચૈત્યોને (દહેરાસરોને), શાશ્વતા-અશાશ્વતા સ્થાપનાજિનને, (પ્રતિમાઓને) વંદન કરતાં કહે છે ગાથા : जावंति' चेइआइं, उड्डे अ अहे अतिरिअलोए अ । सव्वाइं ताइं वंदे, इह संतो तत्थ संताई ।।४४।। અન્વય સહિત સંસ્કૃત છાયા : उद्धे चाधश्च तिर्यग्लोके च यांवन्ति चैत्यानि । तत्र सन्ति तानि सर्वाणि इह सन् वंदे ।।४४।। ગાથાર્થ : ઊર્ધ્વલોક, અધોલોક અને તિસ્કૃલોકમાં જે કોઈ ચૈત્યો છે અર્થાત્ જિનમંદિર કે જિનપ્રતિમા છે, તે સર્વને અહીં રહેલો હું વંદના કરું છું. વિશેષાર્થ: આ ગાથા બોલતાં શ્રાવક ત્રણે લોકની સર્વ પ્રતિમાઓને નજર સમક્ષ લાવે છે, પ્રતિમામાં સ્થાપન કરેલા ભગવદ્ સ્વરૂપનું સ્મરણ કરે છે, અને ભાવવિભોર થઈ સર્વને પ્રણામ કરતો પોતાના તેવા સ્વરૂપને પ્રગટાવવા પ્રયત્ન કરે છે. 1. આ ગાથાનો વિશેષ અર્થ સૂત્ર સંવેદના-૨ માંથી જોવો. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ સૂત્રસંવેદના-૪ અવતરણિકા : સમ્યક્ત્વની શુદ્ધિ માટે સર્વ પ્રતિમાઓને વંદન કરી, હવે સંયમપાલનની શક્તિનો સંચય કરવા માટે શ્રાવક સર્વ સાધુ ભગવંતોને વંદના કરે છેગાથા : जावंत' के वि साहू, भरहेरवय-महाविदेहे अ । सव्वेसि तेसिं पणओ, तिविहेण तिदंड-विरयाणं ॥४५॥ અન્વય સહિત સંસ્કૃત છાયાઃ भरत-ऐरवत-महाविदेहे च यावन्तः के अपि त्रिदण्ड-विरतेभ्यः સાધવા તેગ્ય: સર્વેશ્ય: ત્રિવિન votતઃ હા ગાથાર્થ : - ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રમાં જે કોઈ ત્રણ દંડથી વિરત થયેલા સાધુ ભગવંતો છે, તે સર્વને હું મન, વચન, કાયાથી પ્રણામ કરું છું. વિશેષાર્થ : આ ગાથા બોલતાં, ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા, અને ત્રણ દંડથી વિરામ પામેલા સર્વ શ્રમણ ભગવંતોને સ્મૃતિમાં લાવે, તેમના સંયમાદિ ગુણો પ્રત્યે અત્યંત આદર અને બહુમાનનો ભાવ પ્રગટ કરે, અને તેમના ગુણોનું સ્મરણ કરી પોતાનામાં પણ તેવા ગુણો પ્રગટે, તેવી સુંદર ભાવના સાથે તેમને પ્રણામ કરે. 1. આ ગાથાની વિશેષ સમજ માટે જુઓ સૂત્ર સંવેદના ભા. ૨ Page #264 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહારની ધર્મારાધના ૨૪૩ અવતરણિકા : • આ પ્રમાણે ચોવીશ જિનને, સર્વ પ્રતિમાઓને અને સર્વ સાધુ ભગવંતોને પ્રણામ કરીને, હવે ભવિષ્ય માટે પણ શુભ ભાવની અભિલાષા વ્યક્ત કરતાં સુશ્રાવક કહે છેગાથા : વિર-સંવિ-પાર્વ-પસફ, મવ-સી-સહ-મve | चउवीस-जिण-विणिग्गय-कहाइ वोलंतु मे दिअहा ।।४६।। અન્વય સહિત સંસ્કૃત છાયા • રિસ્જિત-પાપ-પ્રશિન્યા, ભવ-શત-સદમથજી | चतुर्विंशति-जिन-विनिर्गत-कथया' मम दिवसा गच्छन्तु ।।४६।। ગાથાર્થ : લાંબા કાળથી એકઠાં કરેલાં પાપોનો નાશ કરનારી અને લાખો ભવોનો નાશ કરનારી, ચોવીશ જિનેશ્વરોમાંથી નીકળેલી કથાઓ વડે મારા દિવસો પસાર થાઓ. વિશેષાર્થ : ગિર-સચિવ-પાવ-પIી - લાંબા કાળથી એકઠાં કરેલાં કર્મોનો નાશ કરનારી. વિર-વડ એટલે લાંબા કાળથી એકઠાં કરેલાં, એટલે કે અનાદિ કાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં એકઠાં કરેલાં. પાવ-પાસળીડું એટલે પાપનો પ્રકૃષ્ટ રીતે નાશ કરનારી. લાંબા કાળથી એકઠાં કરેલાં કર્મ બે પ્રકારનાં હોય છે : પુણ્યકર્મ અને પાપકર્મ. તેમાં પુણ્યકર્મ મોક્ષમાર્ગમાં સહાયક પણ બની શકે છે. માટે અહીં તેના નાશની વાત નથી, પરંતુ જે કર્મ મોક્ષમાર્ગમાં બાધક બને તેવા છે, તેવા તે પાપકર્મનો નાશ કરવાની શક્તિ ચોવીસ જિનની કથાઓમાં રહેલી છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર ઘાતી કર્મો મોક્ષમાર્ગમાં બાધક છે. તેમાંય મોહનીયકર્મ તો મહાબાધક છે, આ સિવાયનાં વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર કર્મ એ અઘાતી કર્યો છે. આ ચાર કર્મો Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ સૂત્રસંવેદના-૪ મોક્ષમાર્ગમાં બાધક નથી, માટે તેને પાપકર્મ કહેવાતું નથી; તો પણ અશાતાવેદનીયાદિ જેવા આ કર્મોના ઘણા પેટા પ્રકારો, જે મોક્ષમાર્ગમાં બાધક નથી, પરંતુ તે કર્મો જીવને દુઃખ કે પીડા થાય તેવા સંયોગો ઊભા કરે છે, માટે વ્યવહારમાં તેવાં કર્મોને પણ પાપકર્મ કહેવાય છે. સાધકને આવાં પાપકર્મને કાઢવાની ઇચ્છા નથી, છતાં ભગવાન પ્રત્યેનો આદર, તેમની કથા વગેરે, આવાં પણ પાપકર્મોનો નાશ તો કરી જ શકે છે. નવ-સી-સદસ-મદી - લાખો ભવોનો નાશ કરનારી. ભવનો અર્થ થાય છે સંસાર, અને સંસારનો અર્થ થાય છે ચાર ગતિનું પરિભ્રમણ. આ ચાર ગતિનું પરિભ્રમણ જીવ અનંતકાળથી કરી રહ્યો છે. એક એક ગતિમાં જીવ જન્મ-મરણથી માંડી અનંતાં દુઃખોને પામી રહ્યો છે. આ ભવ અને ભવાશ્રિત દુઃખોનો નાશ કરનારી વીસ-નિખ-વિMિWાફ - ચોવીશ જિનમાંથી નીકળેલી કથાઓ વડે તમારો દિવસ પસાર થાઓ.) * અનાદિકાળથી જીવમાં કથાનો (વિકથાનો) રસ પડ્યો છે. આ રસને કારણે રાજ્યની, દેશની, ભોજનની, સ્ત્રીઓની, બજારની કે ખેલકૂદની કથાઓ કરી કરીને જીવે અનંતાં કર્મ બાંધ્યાં છે. પરિણામે તેણે પોતાના અનંતા ભવો વધાર્યા છે. વિકથાના રસથી કે અન્ય કોઈપણ કારણસર બાંધેલાં કર્મોને તોડવા અને ભવભ્રમણને અટકાવવા શ્રાવકને હવે ચોવીશ જિનની કથા કરવાનું મન થાય છે. સર્વ તીર્થકરો અનંત ગુણના ધામ છે, તો પણ નજીકના કાળમાં અને આ જ ભરત ક્ષેત્રમાં થયેલા ચોવીશ તીર્થકરો આપણા સવિશેષ ઉપકારી છે. તેઓ સર્વગુણસંપન્ન છે, અને તેમના જીવનની એક-એક ઘટનાઓ, તેમના પ્રત્યેક પ્રસંગો, એકબીજા સાથે કરેલા વ્યવહારો, તેમનું સાધનાજીવન, સાધનાજીવનમાં 1. સોપક્ષત્વિનિત્તા થવા દુષ્ટવ્યા અહીં ઉપલક્ષણથી અનંતા ભવ જાણવા.- અર્થ દીપિકા, 2. ચોવીશ જિનરૂપી બીજમાંથી અંકૂરાની જેમ નીકળેલી કથાઓવડે. અહીં વિધિઅર્થાતુ વિનિત શબ્દનો અર્થ એ રીતે થઈ શકે છે. (૧) ચોવીશ જિનના જીવન ચરિત્રો, તેમના ગુણો તેમનું નામોચ્ચાર વગેરે પણ તેમનામાંથી નીકળેલી કથા છે અને (૨) તેમના મુખમાંથી નીકળેલા વચનો તે પણ તેમનામાંથી નીકળેલી કથા છે. આ બંને વસ્તુને લક્ષ્યમાં લઈ ઉપરનો અર્થ કર્યો છે. . થરા - નામોઝારVRUTદીના ત્રિવર્ગનારિજ્યા વનપદ્ધત્યાં કથા વડે એટલે તેનું નામોચ્ચારણ તેમના ગુણોનું કીર્તન, તેમના ચારિત્રનું વર્ણન આદિ વચન પદ્ધતિ વડે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ ઉપસંહારની ધર્મારાધના આવેલા મરણાંત ઉપસર્ગો અને પરિષહો વચ્ચે તેમણે રાખેલી મનની સમતુલા : આ દરેકની કથા સાંભળવામાં કે કરવામાં, આપણને જીવન જીવવાની એક નવી જ દિશા મળે છે, દોષોને દૂર કરવાનું અને ગુણના માર્ગે આગળ વધવાનું સુંદર માર્ગદર્શન મળે છે. ચોવીશ જિનોના ગુણોનું સ્મરણ, એકાગ્ર ચિત્તે કરેલો તેમના નામનો જાપ, તેમનું ધ્યાન, પૂર્વ-સંચિત અનંતા કર્મોનો ભૂક્કો બોલાવી દે છે. વળી ભવભ્રમણના કારણભૂત અશુભ કર્મોના અનુબંધો પણ તોડી નાંખે છે. આથી ચોવીશ જિનની કથાઓ ઘણા ભવોથી ભેગાં કરેલાં કર્મોનો નાશ કરનારી તથા લાખો ભવોનું મથન કરનારી કહેવાય છે. ચોવીશ જિન વિનિર્ગત (ચોવીશ જિનમાંથી નીકળેલી) કથાનો અર્થ જેમ ચોવીશ જિનનાં ચરિત્રો કે નામોચ્ચાર વગેરે થાય છે, તેમ વિનિર્ગત કથાનો અર્થ ચોવીશ જિનના મુખકમળમાંથી નીકળેલી વાણી પણ થઈ શકે છે. આ વાણીનો સંગ્રહ તે જ શાસ્ત્ર છે. ભગવાનના વચનરૂપ મોતી વેરાઈ ન જાય, તે માટે ગણધર ભગવંતોએ, અને ત્યાર પછી થયેલ અનેક સાધુ ભગવંતોએ તે વચનોને શાસ્ત્રરૂપ દોરામાં નિબદ્ધ કર્યાં છે - બાંધ્યાં છે. · શાસ્ત્રના એક-એક વચનમાં રાગાદિ દોષોને ટાળવાની અને જ્ઞાનાદિ ગુણોને પ્રાપ્ત કરાવવાની, હિંસા, જૂઠ, ચોરી આદિના કુસંસ્કારોને કાઢવાની અને અહિંસા, સત્ય આદિના સંસ્કારોનું આધાન કરવાની, તથા મુખ્યપણે તો વિકથા આદિ પ્રમાદના રસને શોષવાની અને સત્કથાના રસને પુષ્ટ કરવાની શક્તિ રહેલી છે. આથી ચોવીશ જિનમાંથી નીકળેલી કથાસ્વરૂપ આ શાસ્ત્રવચનો પણ દોષ દૂર કરાવવા દ્વારા અને ગુણને પ્રગટાવવા દ્વારા કર્મોનો અને ભવપરંપરાનો નાશ કરાવી શકે છે. ચોવીશ જિંનની કથાના આવા લાભને જાણતો શ્રાવક પોતાના ગુરુ ભગવંત સમક્ષ પ્રાર્થના સ્વરૂપે એક શુભ ભાવ રજૂ કરતાં કહે છે— વોહંતુ મે વિઞજ્ઞા - (જિનની કથાઓ વડે) મારા દિવસો પસાર થાઓ, મોક્ષેચ્છુ શ્રાવક પોતાની ભાવના વ્યક્ત કરતાં કહે છે કે– “હે ભગવંત ! આજ દિવસ સુધી વિષય-કષાયને આધીન થઈ કર્મનો બંધ કરાવનારી અને ભવભ્રમણની વૃદ્ધિ કરાવનારી કથાઓમાં તો મેં અનંતો કાળ ગુમાવ્યો, તોપણ ક્યાંય સાચું સુખ કે શાંતિ ન મળી. આથી જ હવે આવી કથાઓનો Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ સૂત્રસંવેદના-૪ ત્યાગ કરી, મારે જિનની કથાઓમાં કે ભગવાનના મુખમાંથી નીકળેલી વાણી સાંભળવામાં મારા દિવસો પસાર કરવા છે. હે વીતરાગ ! મારી અંતરની ભાવના છે કે મારા જીવનની પ્રત્યેક ક્ષણ આપના નામનો જાપ કરવામાં કે આપના જીવનને યાદ કરતાં પસાર થાય. વળી મારા સર્વ વિચારો આપના વચનાનુસારી બનો ! મારી વાણી આપના શાસ્ત્રની છાંટવાળી બનો. હે પ્રભુ ! મારી એક પણ પળ તારા વચનના વિસ્મરણવાળી ન બનો કે જેના કારણે મારું ભવભ્રમણ વધે, મારા સંસ્કારો બગડે અને મારો આત્મા કર્મબંધનો ભાગી બને !” જિજ્ઞાસા : કર્મબંધનો મુખ્ય આધાર મન છે, તો અહીં કથાને કર્મબંધનું કારણ કેમ કહી ? તૃપ્તિ : મનના પરિણામ બગાડવામાં ‘વિકથા’નો ફાળો ઘણો મોટો છે. માણસ જેવું સાંભળે છે તેવું વિચારે છે. એક્ વાર જો સાંભળવાનું સુધરી જાય તો વિચારોમાં ઘણો ફેરફાર આવી જાય. આ દૃષ્ટિએ અહીં કર્મબંધ કરાવનારી કથાઓનો ત્યાગ કરી કર્મો અને કુસંસ્કારોના નાશમાં કારણભૂત ચોવીશ જિનની કથાઓ કરવાની વાત કરવામાં આવી છે. આ ગાથા બોલતાં પ્રભુ પાસે હૃદયપૂર્વક એક પ્રાર્થના કરવાની કે– “હે નાથ ! આજ સુધી મેં માત્ર કર્મબન્ધ થાય તેવી જ કથાઓ કરવામાં જીવન વ્યર્થ ગુમાવ્યું છે, પણ પ્રભુ ! હવે ઇચ્છું છું કે કર્મ બંધાવે તેવી કથાથી અટકી હું કર્મનો નાશ કરે એવી આપની કથા કરી જીવનને સફળ બનાવું. પ્રભુ ! આપના પ્રભાવે મારામાં આ સંકલ્પને વળગી રહેવાનું સત્ત્વ અને સમજણ પ્રગટે તેવી પ્રાર્થના કરું છું." Page #268 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહારની ધર્મારાધના ૨૪૭ અવતરણિકા : પ્રતિક્રમણ કરી શુદ્ધ થયેલો શ્રાવક શુભ ભાવનાના સ્રોતને આગળ વહાવતાં કહે છે ગાથા : मम मंगलमरिहंता, सिद्धा साहू सुअं च धम्मो अ । सम्मद्दिट्ठी देवा, दितु समाहिं च बोहिं च ।।४७।। અન્વય સહિત સંસ્કૃત છાયાઃ अर्हन्तः सिद्धाः साधवः श्रुतं च धर्मः च मम मंगलम् । सम्यग्दृष्टयः देवाः समाधि च बोधिं च ददतु ।।४७।। ગાથાર્થ : અરિહંતભગવંતો, સિદ્ધભગવંતો, સાધુભગવંતો તથા શ્રત અને ચારિત્ર ધર્મ (તે જ) મારા મંગલ છે, અને ર શબ્દથી તે જ ઉત્તમ છે અને તે જ શરણને યોગ્ય છે. સમ્યગુદૃષ્ટિ દેવો મને સમાધિ અને બોધિ આપો. વિશેષાર્થ : * मम मंगलमरिहंता, सिद्धा साहू सुअं च धम्मो अ - અરિહંતભગવંતો, સિદ્ધભગવંતો, સાધુભગવંતો તથા શ્રતધર્મ અને ચારિત્રધર્મ તે જ મારે મંગલ છે. પ્રાંતે શ્રાવક પોતાની ભાવના વ્યક્ત કરતાં જણાવે છે કે- “હે ભગવંત ! મારા અજ્ઞાન અને અવિવેકના કારણે આજ સુધી અમંગળભૂત અને અકલ્યાણને કરનારી સંસારની સામગ્રીને જ મેં મંગળ અને કલ્યાણને કરનારી માની છે; પરંતુ પ્રભુ ! હવે અજ્ઞાનનું આવરણ ખસ્યું છે અને ઝાંખો પણ વિવેકનો દીપક મારા મનમંદિરમાં પ્રગટ્યો છે. માટે હવે આ સાંસારિક સામગ્રીઓ મંગળભૂત છે તેવી માન્યતાનો ત્યાગ કરું છું, અને મહાસુખના સાધનભૂત અરિહંતભગવંત, મોક્ષના મહાસુખમાં મહાલતા સિદ્ધભગવંત, ધર્મમાર્ગમાં સુસ્થિત સાધુભગવંત અને અરિહંત પરમાત્માએ પ્રરૂપેલા શ્રતધર્મ અને ચારિત્રધર્મને હું મંગળરૂપ માનું છું. આનાથી જ મારું કલ્યાણ છે, તેમ સ્વીકારું છું.” Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ સૂત્રસંવેદના-૪ વળી, ચિરકાળના અનંત આનંદને અપાવનાર, અનંત સુખના સ્થાનભૂત અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ જ દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે, ઉત્તમોત્તમ છે. આ જગતમાં આનાથી ઉત્તમ બીજી કોઈ ચીજ નથી. વળી, સંસારના ભયોથી વીંટળાયેલા મને શરણ સ્વીકારવા યોગ્ય હોય તો પણ આ જ છે; કેમ કે સાચું શરણ તેને કહેવાય જેને શરણે જવાથી નિર્ભય બનાય, સુરક્ષાનો અનુભવ થાય. અરિહંત આદિ આ ઉત્તમ પુરુષોનાં સ્મરણ, ચિંતન કે ધ્યાનથી ક્લિષ્ટ કર્મોનો વિનાશ થાય છે, રાગાદિ દોષો અલ્પ અલ્પતર થતાં નાશ પામે છે, અને સાથો સાથ નિર્જરામાં સહાયક બને તેવું પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. આથી અરિહંતાદિનું ધ્યાન કરનારની અંતરંગ અને બાહ્ય આપત્તિઓ ટળે છે, મનને નિર્ભયતાનો અનુભવ થાય છે, શાંતિ અને સુરક્ષા પ્રાપ્ત થાય છે. આ જ કારણે આ ચાર સિવાય આ જગતમાં બીજા કોઈનું શરણ સ્વીકારવા યોગ્ય નથી.' જિજ્ઞાસાઃ ગાથામાં સુગ અને ઘમો આ બે પદ મૂક્યાં તેનાં કરતાં માત્ર થો પદ મૂક્યું હોત તો ? તેનાથી બન્ને પ્રકારના ધર્મનું ગ્રહણ થઈ શકત. - તૃપ્તિ વાત સત્ય છે, “ધખો' પદથી શ્રુત અને ચારિત્ર બંને ધર્મો ગ્રહણ કરી શકાત, આમ છતાં ગ્રંથકારે બે શબ્દોનો પ્રયોગ કર્યો છે. તેનું કારણ એવું લાગે છે કે માત્ર શ્રુત (શાસ્ત્રજ્ઞાન) કે માત્ર ક્રિયા કલ્યાણ કરી શકતી નથી, પરંતુ શ્રત સાથે સંકળાયેલી ક્રિયા જ મોક્ષ પ્રાપ્ત કરાવી શકે છે, એ વાતને સ્પષ્ટ કરવા બન્ને પદ મૂક્યાં હશે. સમ્મદિલ્ફી લેવા હિંદુ સમદિં ર વદિ ૨ - સમ્યગ્દષ્ટિ દેવો (મને) સમાધિ અને બોધિ આપો. સારા અનુકૂળ ભાવોમાં રાગ કે ગમો નહિ, અને ખરાબ પ્રતિકૂળ ભાવોમાં વેષ કે અણગમો નહિ, તેનું નામ સમાધિ છે. વસ્તુનું યથાર્થ દર્શન કે ભગવાનના વચન 1. न ह्यतश्चतुष्टयादन्यच्छरण्यमस्ति, गुणाधिकस्य शरण्यत्वात्, गुणाधिकत्वेनैव ततो रक्षोपपत्तेः, रक्षा चेह तत्तत्स्वभावतया एवाभिध्यानतः क्लिष्टकर्मविगमेन शान्तिरिति । - રોનારત થા-૧૦ ટી જે કારણથી દુનિયામાં ભયથી પીડિત વ્યક્તિ માટે ગુણાધિકનું શરણ જ યોગ્ય છે, તે કારણથી અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ સિવાય અન્ય કોઈ શરણ કરવા યોગ્ય નથી. તેનું કારણ એ છે કે જે આત્મા ગુણથી અધિક હોય તેના જ શરણે જવા યોગ્ય છે. ગુણવાન આત્માઓનું તે તે સ્વરૂપે ધ્યાન કરવાથી પોતાના આત્માની ભયથી રક્ષા થાય છે, કેમ કે તેમનું ધ્યાન કરવાથી ક્લિષ્ટ કર્મનો નાશ થાય છે, અને ક્લિષ્ટ કર્મનો નાશ થવાથી શાંતિની પ્રાપ્તિ થાય છે, જે વાસ્તવમાં રહ્યા છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહારની ધર્મારાધના ૨૪૯ ઉપર પૂર્ણ શ્રદ્ધા તે બોધિ (સમ્યગ્દર્શન) છે. આ બોધિ અને સમાધિ તે જ સુખનું મૂળ છે, તે જ દુ:ખનાશનું કારણ છે; માટે વાસ્તવિક સુખને ઈચ્છતો સાધક સમ્યગુદૃષ્ટિ દેવોને ઉદ્દેશીને પ્રાર્થના કરતાં કહે છે કે- “હે સમ્યગદષ્ટિ દેવો ! આપ બોધિ અને કાંઈક અંશે સમાધિને પણ વરેલા છો, વળી આપ મારી પ્રાર્થનાને સાંભળી મને સહાય કરી શકો તેમ છો. માટે કહું છું કે આપ મને નિર્મળ બોધિ અને સમાધિ આપો !” સમ્યગુદૃષ્ટિ દેવોને ઉદ્દેશીને અહીં જે સમાધિ અને બોધિની પ્રાર્થના કરી છે, તેમાં સમાધિનો અર્થ છે ચિત્તની સ્વસ્થતા. ચિત્તની સ્વસ્થતા એટલે અનુકૂળતા કે પ્રતિકૂળતામાં મન એક સરખું રહે. સારા કે અનુકૂળ ભાવોમાં રાગ, આસક્તિ કે મમતાના કારણે મનમાં વિહ્વળતા ન થાય, અને ખરાબ કે પ્રતિકુળ ભાવોમાં દ્વેષ, અણગમો કે અરુચિને કારણે મનમાં લેશ પણ વ્યથા કે પીડા ન થાય; પરંતુ, સર્વસ્થિતિમાં મન એક સરખા ભાવમાં ટકી રહે, તેનું નામ સમાધિ છે. સામાન્ય સંયોગોમાં સમાધિને જાળવતો શ્રાવક પણ વિશેષ પ્રકારના સંયોગો ઊભા થતાં સ્વયં સમાધિ જાળવી શકતો નથી. માટે તે સમ્યગુદૃષ્ટિ દેવો પાસે માંગણી કરે છે કે “હે સમ્યગુદૃષ્ટિ દેવો ! આપ સમાધિમાં વિન કરનારાં કારણોને દૂર કરવા દ્વારા મને સમાધિ આપો !”, “ જિજ્ઞાસા : બોધિ અને સમાધિ આ બંને ગુણો માંગવાથી મળતા નથી, અને આંતરિક ગુણોમાં આપ-લે પણ થતી નથી. તો આવી માંગણી શા માટે ? વળી સમ્યગુદૃષ્ટિ દેવો પાસે શા માટે ? તૃપ્તિ : બોધિ અને સમાધિ આ બંને આંતરિક ગુણો છે, બાહ્ય પદાર્થોની જેમ આંતરિક ગુણોમાં લેવા-દેવાની ક્રિયા થઈ શકતી નથી; તોપણ હૃદયપૂર્વક કરાયેલી આ પ્રાર્થના કદી નિષ્ફળ જતી નથી, કેમ કે આ રીતે પ્રાર્થના કરવાથી અંતરમાં એક પ્રકારનો શુભ ભાવ પ્રગટે છે. પ્રગટ થયેલો આ શુભ ભાવ બોધિ આદિ ગુણોમાં વિઘ્ન કરનારા કર્મનો નાશ કરી ગુણોને પ્રગટાવે છે. વળી આ રીતે પ્રાર્થના કરવાથી ગુણપ્રાપ્તિ માટેનો પોતાનો વર્ષોલ્લાસ પણ વધે છે. આથી આંતરિક ગુણોમાં ભલે આપ-લે ન થાય, તોપણ પ્રાર્થના કરવી યોગ્ય છે, વળી, સમ્યગ્દષ્ટિ દેવો આ ગુણને આપવા સમર્થ નથી, તો પણ આ ગુણોમાં વિજ્ઞકારક ઉપસર્ગોને દૂર કરી શકે છે, બાહ્ય અનુકૂળતાઓને ઊભી કરી શકે છે, અને તે દ્વારા સમાધિ-બોધિમાં જરૂર સહાયક બને છે. પૂર્વકાળમાં મેતાર્યમુનિ વગેરે ઘણા સાધકોને પોતાના મિત્ર દેવે બાહ્ય અનુકૂળતા ઊભી કરવા દ્વારા સહાય 2. “સમાધિ ચિત્તસ્વા' - અર્થદીપિકા Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ સૂત્રસંવેદના-૪ કરી છે. તેવાં દૃષ્ટાંતો શાસ્ત્રના પાને નોંધાયાં છે અને વર્તમાનમાં પણ ભલે પ્રત્યક્ષપણે દેવો હાજર થઈ સહાય કરતા નથી; તો પણ અદશ્યપણે યોગ્યઆત્માઓને દેવો આજે પણ સહાય કરે છે, અને તે દ્વારા તેઓ પણ બોધિસમાધિ-સંયમ આદિ ગુણોમાં ઉપકારક બને છે. માટે આ રીતે કરાયેલી પ્રાર્થના કોઈ રીતે અયોગ્ય નથી. સમ્યગુદૃષ્ટિ દેવો પાસે બીજી માંગણી કરી છે બોધિની બોધિનો અર્થ છે. પરલોકમાં જૈનધર્મની પ્રાપ્તિ. પ્રતિક્રમણ કરનાર શ્રાવકને આ ભવમાં જૈનધર્મ મળ્યાનો અત્યંત આનંદ હોય છે, અને માટે જ તેને થાય છે કે ભવાંતરમાં પણ મને જૈનધર્મની પ્રાપ્તિ થાઓ ! આ કારણથી શ્રાવક રોજ એવી ઇચ્છા રાખે છે કે જિનધર્મથી“ યુક્ત દાસ અને દરિદ્રી થવાનું મને માન્ય છે, પરંતુ જૈન ધર્મ ન મળે તો ચક્રવર્તી થવાનું પણ મને માન્ય નથી. અવતરણિકા : આ સૂત્રમાં વ્રત સંબંધી અતિચારોની આલોચના, નિંદા અને પ્રતિક્રમણ કર્યું. તેથી કોઈને શંકા થાય કે પ્રતિક્રમણની ક્રિયા વ્રતધારી માટે જ છે? કે અન્ય માટે પણ છે? તે શંકાનું સમાધાન આપતાં જણાવે છે – ગાથા : पडिसिद्धाणं करणे, किञ्चाणमकरणे अ पडिक्कमणं । असदहणे अ तहा, विवरीअ-परूवणाए अ॥४८॥ અન્વય સહિત સંસ્કૃત છાયાઃ प्रतिषिद्धानां करणे, कृत्यानाम् अकरणे ।। अश्रद्वाने च तथा विपरीत-प्ररूपणायां च प्रतिक्रमणम् ।।४।। ગાથાર્થ : શાસ્ત્રમાં જેનો નિષેધ કર્યો છે તે કર્યું હોય, શ્રાવકને કરવા યોગ્ય કાર્ય ન કર્યું હોય, ભગવાનનાં વચનોમાં = શાસ્ત્રમાં અશ્રદ્ધા કરી હોય, તથા વિપરીત પ્રરૂપણા કરી હોય : (આ ચારેય હેતુથી) પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ. - અર્થદીપિકા 3. “ધિ પરસ્ટોનિન-ધર્મ-પ્રાપ્ત 4. નિન વિનિકુંવત્તો, મા પૂર્વ વડા स्यां चेटोऽपि दरिद्रोऽपि, जिनधर्माधिवासितः ।।१४०।। - યોગશાસ્ત્ર પ્રકાશ - ૩ Page #272 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહારની ધર્મારાધના ર૫૧ ૨૫૧ વિશેષાર્થ : હવે કયા ચાર દોષોના કારણે પ્રતિક્રમણ કરવાનું છે, તે બતાવે છે– ૧. પડિસિદ્ધા રા - શાસ્ત્રમાં જેનો નિષેધ કર્યો છે તે કર્યું હોય, અર્થાત્ અકૃત્ય કર્યું હોય તેનું પ્રતિક્રમણ કરવાનું છે.) ભગવાન શ્રીજિનેશ્વર દેવોએ સાધકની જે કક્ષામાં જે કાંઈ પણ કરવાની ના પાડી હોય, તેવી કોઈ પણ પ્રવૃત્તિ સાધક દ્વારા થઈ હોય, તો તેનું પ્રતિક્રમણ કરવાનું છે. કોઈ પણ પ્રવૃત્તિ કરતાં સાધકના મનમાં એ સ્પષ્ટતા હોવી જરૂરી છે કે “ભગવાન શ્રી જિનેશ્વરદેવે આ પ્રવૃત્તિ કરવાની ના તો નથી પાડી ને ? જો ભગવાન શ્રી જિનેશ્વરદેવે આ પ્રવૃત્તિ કરવાની ના પાડી હોય તો મારાથી તે ન જ કરી શકાય.” આ વિચાર ચાલુ રહે તો જ આ દોષથી બચી શકાય. ૨. વિધ્યામર સપરિમvi - કરવા યોગ્ય કૃત્ય ન કર્યું હોય, તેનું પ્રતિક્રમણ કરવાનું છે. ભગવાન શ્રીજિનેશ્વરદેવોએ સાધકની જે કક્ષામાં જે જે કર્તવ્યો કરવાનાં કહ્યાં છે, તે પૈકીનાં કોઈ પણ કર્તવ્ય ચકાયાં હોય કે પ્રમાદથી ન કર્યા હોય, તો તેનું પ્રતિક્રમણ કરવાનું છે. કોઈ પણ પ્રવૃત્તિ કરવાના પ્રસંગે પ્રમાદ આવે તો એમ પણ થવું જ જોઈએ કે “જો ભગવાન શ્રી જિનેશ્વરદેવે મારી ભૂમિકામાં આ પ્રવૃત્તિ કરવાની કહી હોય તો તે મારે અવશ્ય કરવી જ જોઈએ, એમાં મારાથી પ્રમાદ થાય જ નહિ. જો પ્રમાદ કરીને આ કર્તવ્ય નહિ કરું, તો આજ્ઞાની વિરાધનાનું-ઉપેક્ષાનું મને પાપ લાગશે.” આવું વિચારી જે સાવધ બને તે જ આ દોષથી બચી શકે. ૩. સદા ય - અશ્રદ્ધા કરી હોય (તેનું પ્રતિક્રમણ કરવાનું છે.) ભગવાન શ્રીજિનેશ્વર દેવોએ નિરૂપેલાં-કહેલાં તત્ત્વો પ્રત્યે, તેમણે ઉપદેશેલા સાધનામાર્ગ પ્રત્યે, સમ્યગૂજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યફચારિત્રની સાધના પ્રત્યે અશ્રદ્ધા થઈ હોય, જેવી શ્રદ્ધા હોવી જોઈએ તેવી શ્રદ્ધા ન થઈ હોય, તો તેનું પણ પ્રતિક્રમણ કરવાનું છે. અંતઃકરણમાં પ્રત્યેક પળે એ સજાગતા રહેવી જ જોઈએ કે પરમાત્માના વચન ઉપર ક્યાંય શંકા ન થઈ જાય. પરમાત્માના વચનમાં શ્રદ્ધાને સ્થિર રાખવા જ્યાં Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨પર સૂત્રસંવેદના-૪ ત્યાં જવાય નહિ, જેની-તેની સાથે બેસાય નહિ, શ્રદ્ધાને નુકસાન કરે તેવી વ્યક્તિનો સંપર્ક કરાય નહિ, કેમ કે આવી વ્યક્તિઓના સંપર્કથી ક્યારેક જિનવચનમાં અશ્રદ્ધા પ્રગટે છે અને અશ્રદ્ધાથી ક્યારેક ઉત્સુત્ર પ્રરૂપણા જેવા ભયંકર પાપની પણ સંભાવના રહે છે. વળી, એક સાધકના હૈયે પ્રગટેલી અશ્રદ્ધા અનેકની સાધનાને ડહોળવામાં નિમિત્ત બને છે. માટે આ દોષથી બચવા ગમે તેની સાથેનો સંબંધ ટાળવો જોઈએ. ૪. ત વિવરીયપરૂવVI - તથા વિપરીત પ્રરૂપણા કરી હોય તેનું પ્રતિક્રમણ કરવાનું છે.) ભગવાન શ્રીજિનેશ્વર દેવોએ જે જે પદાર્થોનું, સિદ્ધાંતોનું, આચારમાર્ગનું, સાધનામાર્ગનું જે રીતે નિરૂપણ કર્યું છે, તેના કરતાં વિપરીત પ્રરૂપણા થઈ હોય, તેનું પ્રતિક્રમણ કરવાનું છે. • ભગવાનના એકેક વચનના આધારે અનંતા આત્માઓ સંસારનાં દુઃખોથી પાર પામી ગયા છે. અનંતા જીવોને તારવાની શક્તિ ધરાવતા ભગવાનના વચનમાં ગરબડ કરવાથી, તે વચનના ભાવોને બદલી નાંખવાથી, અસ્થાને તેનું યોજન કરવાથી અનંતા જીવોનું હિત ઘવાય છે. ઘણા જીવો કલ્યાણકર માર્ગથી ભ્રષ્ટ થાય છે, માટે હિંસા, ચોરી આદિ સર્વ પાપોમાં ઉત્સુત્ર પ્રરૂપણા એટલે કે ભગવાનના વચનને વિપરીતરૂપે પ્રરૂપવાં, તે મોટામાં મોટું પાપ છે. તેનાથી ઉત્કૃષ્ટપણે અનંતો સંસાર પણ વધે છે. માટે પૂજ્યપાદ યોગીરાજ શ્રીઆનંદઘનજી મહારાજે કહ્યું છે કે- ' પાપ નહિ કોઈ ઉત્સુત્ર ભાષણ જિહ્યું, ધર્મ નહિ કોઈ જગ સૂત્ર સરિખો' જિજ્ઞાસા - શ્રાવકે ઉપદેશ આપવાનો નથી, તો વિપરીત પ્રરૂપણાનું પાપ તેને થવાની સંભાવના કઈ રીતે રહે ? તૃપ્તિ - શ્રાવક ઉપદેશ ન જ આપે તેવો એકાંત નથી. ગીતાર્થ ગુરુભગવંત પાસેથી જેઓએ સૂત્ર અને અર્થનું જ્ઞાન મેળવ્યું હોય તેવા બહુશ્રુત-યોગ્ય શ્રાવકોને ગુરુએ કહેલી વાતો યોગ્ય આત્માને કહેવાનો અધિકાર છે; પરંતુ ઉપદેશ આપતાં તેઓ “પૂજ્ય ગુરુભગવંત, આમ ફરમાવે છે, તેમ જણાવે છે. ઉપદેશ આપતાં ક્યારેય પોતાના ઘરનું કાંઈ કહેતા નથી; તો પણ ક્યારેક અજ્ઞાનથી કે ઉપયોગ શૂન્યતાથી તેમનાથી પણ ઉત્સુત્ર બોલાઈ જાય તો આ પાપની સંભાવના રહે છે. માટે શ્રાવકે આ પાપનું પ્રતિક્રમણ કરવું જોઈએ. Page #274 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહારની ધર્મારાધના ૨૫૩ આ ગાથાના આધારે એટલું ચોક્કસ વિચારી શકાય તેવું છે કે પ્રતિક્રમણ માત્ર વ્રતધારી શ્રાવક માટે જ નથી, પરંતુ ભિન્ન ભિન્ન કક્ષાના તમામ સાધકો માટે આ ક્રિયા છે. આ કારણથી સર્વસંગના ત્યાગી સાધુ-સાધ્વીજી ભગવંતો, દેશવિરતિધર શ્રાવક-શ્રાવિકાઓ, સમ્યગદર્શનને વરેલા મનુષ્યો કે પ્રાથમિક કક્ષાના આરાધકોએ પણ પ્રતિક્રમણની આ ક્રિયા કરવાની છે; કેમ કે દરેકના જીવનમાં આ ગાથામાં બતાવેલા ચાર પૈકીનો કોઈને કોઈ દોષ થવાની સંભાવના છે. આ દોષોને કારણે આત્મા પાપથી મલિન થાય છે, તેની પરિણતિ બગડે છે, અને તેના કારણે આત્માનું ભવભ્રમણ વધે છે. આ ન બને તે માટે આ ચાર પૈકીના કોઈ પણ દોષાચરણથી આત્મા મલિન થયો હોય, તો તેની વિશુદ્ધિ માટે પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ; અને કદાચ દેખીતી રીતે એ દોષો ન થયા હોય, તો પણ ભવિષ્યમાં એ દોષો થવામાં કારણભૂત આત્મામાં પડેલા કુસંસ્કારોના શોધન માટે પણ પ્રતિક્રમણ કરવું જોઈએ. આ ગાથા બોલતાં સાધક વિચારે કે “મારે મારી દષ્ટિને સૂક્ષ્મ કરી, મનને એકાગ્ર કરી, મારી સમગ્ર દિનચર્યાનું તથા રાત્રિચર્યાનું અવલોકન કરવું જોઈએ. દિવસ કે રાત્રિ દરમ્યાન આ ચાર પૈકી કયા કયા દોષોનું મારાથી સેવન થયું ? કયા સંજોગોમાં થયું ? અને કેવા પ્રકારે થયું ?.. આ દોષોનું પુનઃ પુનઃ સેવન ન થાય તે માટે મારે તે દોષો તરફ ધૃણા કે તિરસ્કારભાવ પ્રગટાવવો જોઈએ. આ દોષોના સેવનથી આત્માનું અહિત, તીવ્રકર્મનો બંધ અને ભવની પરંપરાની વૃદ્ધિનો વિચાર કરી, આવા દોષોથી પાછા વળવા પ્રયત્ન કરવો જોઈએ.” અવતરણિકા : સંસારના સમગ્ર વ્યવહારો હિંસાથી ચાલે છે. હિંસાથી વૈરભાવનો પ્રવાહ ચાલે છે. તેનાથી સ્વ-પરની શાંતિ નંદવાય છે. સૌની શાંતિને ઇચ્છતો શ્રાવક આ સૂત્ર દ્વારા પોતે કરેલાં સર્વ પ્રકારનાં પાપોનું પ્રતિક્રમણ કરીને અંતે સર્વ જીવો પ્રત્યે મૈત્રીનો પરિણામ અને ક્ષમાભાવ વિકસાવવા અર્થે કહે છે – ગાથા : खामेमि सव्वजीवे, सब्वे जीवा खमंतु मे । मित्ती मे सव्वभूएसु, वे मज्झ न केणई ।।४९।। Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ સૂત્રસંવેદના-૪ અન્વયે સહિત સંસ્કૃત છાયાઃ सर्वजीवान् क्षमयामि, सर्वे जीवा मे क्षाम्यन्तु । सर्वभूतेषु मे मैत्री, मम केनचित् वैरं न ।।४९।। ગાથાર્થ : સર્વ જીવોને હું ખમાવું છું, સર્વ જીવો મને ખમાવો, સર્વ પ્રાણીઓને વિષે મને મૈત્રીભાવ છે, મારે કોઈની સાથે વૈરભાવ નથી. વિશેષાર્થ : gોમેમિ સવ્યનીવે - સર્વ જીવોને હું ક્ષમા આપું છું.' જગવર્તી સર્વ જીવોને મનમંદિરમાં સ્થાપન કરી સાધક કહે છે કે “હે. બંધુઓ ! હું અને તમે આ જગતમાં અનંતકાળથી સાથે રહીએ છીએ, અનંતકાળથી સાથે રહેતાં ઘણીવાર જાણતાં-અજાણતાં તમારાથી મને પીડા થઈ છે, ત્રાસ થયો છે, મરણાંત ઉપસર્ગ પણ આવ્યા છે. હું સમજું છું મને જે કાંઈ પીડા વગેરે થઈ તેમાં મારું કર્મ પણ તેટલું જ જવાબદાર છે. તો પણ મોહ અને અજ્ઞાનના કારણે મેં તમોને અપરાધી માન્યા છે. ઘણીવાર તમારા પ્રત્યે શત્રુતાનો ભાવ કરી, વૈરની ગાંઠો બાંધી છે. મને ખ્યાલ છે કે તેમાં તમારો કોઈ વાંક ન હતો, વાંક તો મારા કર્મનો જ હતો, પણ.... આ વાત આજે મને સમજાઈ છે. આથી જ તમારા સર્વ અપરાધને હું ભૂલી જાઉં છું. તમારા પ્રત્યેનો વૈરભાવ હું મનમાંથી કાઢી નાંખું છું, દ્વેષભાવને કારણે થયેલા તમારા પ્રત્યેના સંકલ્પ-વિકલ્પથી મનને મુક્ત કરું છું. હવે પછી કયારેય એવું યાદ પણ નહિ કરું કે તમે મને દુઃખ આપ્યું છે, પીડા આપી છે કે મરણ સુધી પહોંચાડ્યો છે. આજથી તમારા પ્રત્યેના દ્વેષભાવ, શત્રુભાવને ભૂલી હું તમોને મિત્રરૂપે સ્વીકારું છું.” સર્વે નવા વમતુ રે - સર્વ જીવો મને ક્ષમા આપજો. સર્વ જીવોને તેમના અપરાધ બદલ માફી આપ્યા પછી સાધક પોતે પણ સર્વ જીવો પાસેથી પોતાના અપરાધની માફી ઇચ્છે છે. તેથી તે સર્વ જીવોને ઉદ્દેશીને કહે છે કે “હે મિત્રો ! મારા જ કર્મના કારણે તમારાથી મારા પ્રત્યે જે અપરાધો થયા છે, તેની મેં તો તમોને ક્ષમા આપી દીધી છે, હું તો તે અપરાધને ભૂલી જવાં જ માંગું છું, પરંતુ મને ખ્યાલ છે મેં પણ તમારા ઘણા અપરાધો કર્યા છે. મારા સુખ ખાતર તમારા દુઃખનો કે પીડાનો કયારેય વિચાર પણ કર્યો નથી. ઘડી બે ઘડીના મારા આનંદ ખાતર મેં તમોને કાપ્યા છે, ઉકાળ્યા છે, પગ નીચે ખૂંદ્યા છે. મેં તમોને અનેક રીતે Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ ઉપસંહારની ધર્મારાધના અનેક પ્રકારની પીડાઓ પંમાડી છે. અજાણતાં તો મેં તમોને દુઃખ આપ્યું જ છે, પણ મારા એક સ્પર્શમાત્રથી પણ તમોને કેવી પીડા થાય છે તેવું જાણ્યા પછી પણ મેં મારા શોખ ખાતર, મજા ખાતર તમારી મરણાંતિક પીડાનો પણ વિચાર કર્યો નથી. વાસ્તવમાં મારું કાઈ નથી તેમ સમજવા છતાં મમતાથી મારા માનેલા સ્નેહી, સ્વજનો અને શરીર ખાતર તમારો ખુર્દો બોલાવવામાં મેં કાંઈ બાકી રાખ્યું નથી. હું સમજું છું મારો આ અપરાધ અક્ષમ્ય છે. કોઈ રીતે ભુલાય તેવો નથી. તો પણ ભવિષ્યમાં વૈરની પરંપરા ન ચાલે, તે દ્વારા તમારા ભવની પરંપરા ન વધે, માટે તમને સૌને વિનંતી કરું છું, તમે મને ક્ષમા આપો ! જાણતાં-અજાણતાં થયેલી મારી ભૂલોને ભૂલી જાવ ! મારા પ્રત્યેના દ્વેષભાવ કે શત્રુભાવને તમે પણ મનમાંથી કાઢી નાંખો, અને મને મિત્ર તરીકે સ્વીકારી લો ! મિત્તિ મે સત્વભૂત્તુ, વેર.મા ન ાફ - હવે મને સર્વ પ્રાણીઓ વિષે મૈત્રી છે, કોઈ પ્રત્યે મને વૈરભાવ નથી. સર્વ જીવસૃષ્ટિને ક્ષમા આપી અને પોતે પણ સર્વ જીવો પાસે ક્ષમા માંગી, હવે શુભ ભાવના સ્રોતને આગળ વહાવતો સાધક કહે છે, “હવે આ આખું જગત મને મિત્ર લાગે છે. આખુંયે વિશ્વ જાણે મારું પોતાનું કુટુંબ હોય તેવું લાગે છે, સર્વના હિતની ચિંતા મારા હૈયામાં જાગૃત થઈ છે.” “ધર્મની સાચી સમજ નહિ હોવાને કા૨ણે મેં આજ દિવસ સુધી મારા સ્વાર્થને પોષનાર વ્યક્તિઓને જ મારા મિત્રો માનેલા, મને અનુકૂળતા કરી આપે તેને જ મેં મારા સ્નેહી, સ્વજનો માન્યા હતા, અને મારું લાલન-પાલન કરે તેને જ મેં મારા કુટુંબીઓ માન્યા હતા. મારા સ્વાર્થમાં જેઓ બાધક બને તેમને હું મારા શત્રુ માનતો હતો, મારી ઈચ્છા વિરુદ્ધ વર્તે તેમને હું પરાયા માનતો હતો.. પરાયા માનીને તમારા સુખ-દુ:ખનો મેં કદી વિચાર પણ કર્યો નહોતો. બલ્કે, મારા કે મારા ગણાતાં સ્નેહી, સ્વજનો કે કુટુંબીઓના સુખ ખાતર મેં તમારા જેવા અનેકને ઘણાં દુ:ખો આપ્યાં છે, ઘણી રીતે પીડા પમાડી છે, હવે હું ધર્મને સમજ્યો છું. હવે મારામાં આત્મવત્ સર્વભૂતેષુ ની ભાવના જાગૃત થઈ છે. આથી મને આખું વિશ્વ કુટુંબ જેવું લાગે છે. જગતના સર્વ જીવો મિત્ર સમાન દેખાય છે. સર્વના હિતની ભાવના મારા હૃદયમાં પ્રગટી છે. હવે મારા હૃદયમાં સર્વ પ્રત્યે મૈત્રીભાવ છે, મને કોઈના પ્રત્યે લેશ પણ વૈરભાવ નથી, હૈયામાં કોઈના પ્રત્યે દ્વેષ, અણગમો કે અરુચિ નથી.” આ ગાથા દ્વારા મૈત્રીભાવ જણાવાયો છે. ધર્મનો મુખ્ય પાયો મૈત્રીભાવ છે. મૈત્રીના કારણે દુ:ખી જીવોને જોઈ કરુણાભાવ પ્રગટે છે, ગુણવાન આત્માને જોઈ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ સૂત્રસંવેદના-૪ પ્રમોદ થાય છે, અને અજ્ઞાની-અવિવેકી જીવો પ્રત્યે માધ્યસ્થભાવ પ્રગટે છે. મૈત્રી', પ્રમોદ કારુણ્ય અને માધ્યસ્થ : આ ચાર ભાવો સાધનાનો પાયો છે, જેનું અહીં મંડાણ થાય છે. આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે “મેં દરેક જીવોને ક્ષમા આપી અને દરેક જીવ પાસે ક્ષમા માગી; પણ હે પ્રભુ ! હવે એવી કૃપા કરો કે મારો આ ભાવ માત્ર શાબ્દિક ન રહે, અલ્પકાલિન ન બને, નિમિત્તોની હાજરીમાં તે મરી ન પરવારે ! આપના પ્રભાવે મારી ચિત્તભૂમિ એવી નિર્મળ બને, મારું મન એવું સાત્ત્વિક બને કે તે પુન: ક્યારેય વૈરભાવ કે દ્વેષભાવથી ખરડાય નહિ. ગમે તેવા નબળા નિમિત્તોમાં પણ કોઈને. હું અપરાધી કે અન્યાયી ન માનું; દરેક સંયોગમાં હું મારી જાતને મિત્રોથી પરિવરેલ જો; સૌ તરફથી મારું સારું જ થઈ રહ્યું છે તેમ માનું; સૌના ઉપકારને સતત સ્મરણમાં રાખું; આવુ બળ પ્રભુ ! મને આપજે...* અવતરણકા : આ સૂત્રનો ઉપસંહાર કરી, અંતિમ મંગલ કરતાં જણાવે છે ગાથા : एवमहं आलोइअ, निंदिअ गरहिअ दुर्गाछिअं सम्मं । तिविहेण पडिक्कतो, वंदामि जिणे चउव्वीसं ॥ ५०।। અન્વય સહિત સંસ્કૃત છાયા ઃ एवम् सम्यक् आलोच्य, निन्दित्वा गर्हित्वा जुगुप्सित्वा । त्रिविधेन प्रतिक्रान्तः अहम् चतुर्विंशतिम् जिनान् वन्दे ।। ५० ।। ગાથાર્થ : આ પ્રમાણે (અતિચારોની) સમ્યક્ પ્રકારે આલોચના, નિંદા, ગર્હા અને જુગુપ્સા કરીને મન-વચન-કાયાથી પ્રતિક્રમણ કરતો હું ચોવીસે જિનને વંદન કરું છું. 1 સદ્ધર્મધ્યાનસંધ્યાન - શ્વેતવઃ શ્રીનિનેશ્વરે । मैत्रीप्रभृतयः प्रोक्ताश्चतस्त्रो भावनाः पराः ।। १ ।। मैत्रीप्रमोदकारुण्य- माध्यस्थ्यानि नियोजयेत् । धर्मध्यानमुपस्कर्तुम् तद्धितस्य रसायनम् ।।२।। - શાન્ત સુધારસ ૧૩મી ઢાળ - શાન્ત સુધારસ ૧૩ મી ઢાળ Page #278 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહારની ધર્મારાધના ૨૫૭ વિવેચન : વિમર્દ શાસ્ત્રો - આ પ્રમાણે = પૂર્વે બતાવ્યું એ રીતે; સમ્યફ પ્રકારે આલોચના કરીને, આ ગાથામાં સંપૂર્ણ પ્રતિક્રમણ સૂત્રનો ઉપસંહાર કર્યો છે. તેના દ્વારા શ્રાવક જણાવે છે, “પૂર્વે સૂત્રમાં જણાવી છે એ વિધિ અનુસાર, ક્રમાદિ સાચવી ભાવપૂર્વક સમ્યગુ એટલે કે સારી રીતે આલોચના કરીને હું ચોવીસે જિનને વંદન કરું છું.” વિવિલ - (સમ્યફ પ્રકારે) નિંદા કરીને. ‘વ્રત, નિયમ કે આચાર વિષયક જે દોષોનું મારાથી આસેવન થયું છે, તે મેં ખોટું કર્યું છે તેમ હું સ્વીકારું છું. આ પ્રકારનું જે આંતરસંવેદન તે નિંદા છે. સૂત્રમાં જણાવેલ વિધિથી નિંદા કરીને અને દિવસ - (સમ્યગુ પ્રકારે) ગહ કરીને, ગુરુભગવંત પાસે વિશેષ પ્રકારે તેની ગર્તા કરીને અર્થાત્ “ભગવંત ! મેં આ ઘણું ખોટું કર્યું છે. આપ મને તેનું પ્રાયશ્ચિત્ત આપો અને મને શુદ્ધિનો માર્ગ દાખવો.” – ગુરુ ભગવંત સમક્ષ હૃદયપૂર્વક આ પ્રકારનાં વચન ઉચ્ચારીને, સુશાંછિa સ - સમ્યફ પ્રકારે જુગુપ્સા કરીને, એક વાર થયેલી ભૂલો ફરી ફરી ન થાય તે માટે તે દોષો પ્રત્યે અત્યંત અણગમો, દ્વેષ અને તીરસ્કાર પ્રગટ કરવો તે જુગુપ્સા છે. સૂત્રોનુસાર સારી રીતે જુગુપ્સા કરીને, તિવિદ્યા પવિતો વંતામિ નિ વડેત્રીસં - મન-વચન-કાયાથી પ્રતિક્રમણ કરતો હું ચોવીશે જિનને વંદન કરું છું. સૂત્રમાં પૂર્વે જણાવ્યા અનુસાર આલોચના, નિંદા અને ગહ કરીને, વિભાવદશામાંથી પુનઃ સ્વભાવમાં આવવા માટે, પાપથી પાછા ફરવા માટે, મનવચન અને કાયાથી પ્રતિક્રમણ કરતો, હું સંપૂર્ણ નિષ્પાપ જીવન જીવનારા તીર્થકરોને સ્મૃતિમાં લાવીને તેમને વંદન કરું છું. વંદન કરતાં મારામાં પણ તેવા ગુણો પ્રગટે તેવી ભાવના ભાવું છું. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ સૂત્રસંવેદના-૪ - આ પદો દ્વારા ગ્રંથકારે અહીં અંતિમ મંગલ કર્યું છે. પ્રારંભમાં મંગલ વિઘ્નનાં નિવારણ દ્વારા શાસ્ત્રની નિર્વિને સમાપ્તિ માટે હોય છે. મધ્યમ મંગલ તે શાસ્ત્રોના પદાર્થોને સ્થિર કરવા માટે અને અંતિમ મંગલ શુભ કાર્યથી પ્રગટ થયેલા શુભ ભાવોને ટકાવવા માટે અને શિષ્ય-પ્રશિષ્યાદિ પરંપરામાં કે શ્રાવકની અપેક્ષાએ પુત્રપૌત્રાદિની પરંપરા સુધી શાસ્ત્રાર્થનો વિચ્છેદ ન થાય તે માટે હોય છે. અહીં અંતિમ મંગલ દ્વારા સૂત્રકાર ઇચ્છે છે કે આ સૂત્ર દ્વારા જે જે શુભ ભાવો થયા છે તે શિષ્ય, પ્રશિષ્ય આદિની પરંપરા સુધી ટકી રહે. આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે - “આ સૂત્રના સહારે તેના એક-એક પદના માધ્યમે દિવસ દરમ્યાન કરેલા પાપોની આલોચના, નિદા, ગહ અને જુગુપ્સા કરવા માટે મેં જરૂર સુંદર પ્રયત્ન કર્યો છે. તેના કારણે મન, વચન અને કાયાથી હું કાંઈક અંશે, પાપથી પાછો પણ ફર્યો છું. આ સર્વ રડો પ્રતાપ અરિહંત પરમાત્માનો છે. તેમણે પાપથી પાછા ફરવાનો આ માર્ગ મને ન બતાવ્યો હોત તો તે માટે હું પ્રયત્ન પણ કઈ રીતે કરી શકત ? અને પાપથી અટકી પણ કઈ રીતે શકત ? ઉપકારી એ ચોવીશેય જિનેશ્વરોના ઉપકારોને યાદ કરું છું, અને ભાવપૂર્ણ હદયે તેમનાં ચરણે મસ્તક નમાવી વંદના કરું છું.” આ સૂત્રના વાંચન પછી પ્રાંતમાં એટલો સંકલ્પ કરીએ કે સૂત્રના પૂર્ણ અર્થને સ્મૃતિમાં લાવી એ રીતે પ્રતિક્રમણ કરીએ કે પુનઃ પુનઃ પાપનું સેવન થાય નહિ, અને ઉત્તરોત્તર વિશેષ શુદ્ધિને પ્રાપ્ત કરી શીધ્ર ભાવચારિત્રને પામીએ. 2. મંચિ ત્રિવિધ કમલમ્ - "तं मंगलमाईए माझे पजंतए य सत्थस्स । पढमं सत्थस्सविग्धपारगमणाए निद्दिष्टुं ।।१।। तस्सेवाविग्घत्थं (तस्सेव उ थिजत्थं) मज्झिमयं अंतिमं च तस्सेव अव्वोत्तिनिमित्तं सिस्सपसिस्साइवंसस्स ।।२।। - વિશેષાવાયા . શરૂ-૨૪ શાસ્ત્રના પ્રારંભમાં, મધ્યમાં અને અંતમાં એમ ત્રણ પ્રકારે કરાતા મંગળનું ફળ આ પ્રમાણે છે: પ્રથમ મંગળ શાસ્ત્રની નિર્વિબે સમાપ્તિ કરવા બતાવેલું છે. મધ્યમંગળ તે શાસ્ત્રોના પદાર્થોને) સ્થિર કરવા અને અંતિમ મંગળ તે શાસ્ત્રોક્ત ભાવોની શિષ્ય-પ્રશિષ્ય પરિવારમાં અવિચ્છિન્નપણે પરંપરા ચાલે તે નિમિત્તે છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ ઔષધના જ્ઞાન માત્રથી રોગ નાશ નથી પામતો પરંતુ ઔષધનું સેવન પણ આવશ્યક હોય છે. તેમ જ્ઞાન માત્રથી પરિણતિ પલટાતી નથી પણ ગણધર ભગવંતોએ બનાવેલા સૂત્રના માધ્યમે જ્ઞાનાનુસાર થતી ક્યિા જ મોક્ષને અનુકૂળ પરિણતિ કેળવવાનો સચોટ ઉપાય બને છે. તે સૂત્રો શબ્દોમાં હોય છે અને શબ્દો અક્ષરોના બનેલા હોય છે. અક્ષરમાં અનંત શક્તિ રહેલી હોય છે. પણ તેને આપણે જગાડવાની હોય છે અને તે જગાડવા માટે આપણે સૂત્રોમાં પ્રાણ પૂરવા પડે છે. આ પ્રાણ ફૂંકવાની ક્રિયા એટલે સૂત્રનું સંવેદન. સૂત્રનું જ્યારે આપણને સંવેદન થાય છે, ત્યારે સૂત્ર સજીવન બની જાય છે અને ત્યાર પછી તેમાંથી અનર્ગળ શક્તિ બહાર પડે છે જે આપણામાં રહેલાં અનંતા કર્મોનો ક્ષય કરવા માટે એક યજ્ઞ સમાન બની રહે છે. અનંત ગમ પર્યાયથી યુક્ત આ સૂત્રોના અર્થનું સંકલન કરવું એટલે એક ફુલદાનમાં ફુલો ગોઠવીને બાગનો પરિચય આપવા જેવી વાત છે. આથી જ સૂત્રોના સર્વ અર્થને સમજાવવાનું ભગીરથ કાર્ય તો. પૂર્વના મહાબુદ્ધિમાન અનુભવી પુરુષો જ કરી શકે. તો પણ સ્વપરિણતિને નિર્મળ બનાવવાના ઉદ્દેશથી શરુ કરેલ આ લખાણમાં આજના સામાન્ય બૌદ્ધ જીવો ક્રિયા કરતાં યાદ કરી શકે તેટલો અર્થ સંકલિત છે. સુત્રાર્થ વિષયક લખાયેલ આ પુસ્તક નવલકથાની જેમ વાંચવાનું પુસ્તક નથી કે નથી અભ્યાસ કરવાનું માધ્યમ, પરંતુ પરિણતિને પલટાવવાના પ્રયાસના કઠિન માર્ગનો એક દીવો Sanmarg - 079-25352072