________________
સૂત્રસંવેદના-૪
ચારિત્રના અતિચારો ચારિત્રને મલિન કરે છે, જ્યારે ચારિત્રાચારના અતિચારો ચારિત્રાચારને મલિન કરવા દ્વારા પરંપરાએ ચારિત્રને મલિન કરે છે. આ રીતે અપેક્ષાએ બંનેનાં અતિચારો પણ જુદાં છે અને બંનેનાં કાર્યો પણ જુદાં છે.
બીજી અપેક્ષાએ વિચારીએ તો ચારિત્ર એ આત્માનો ગુણ છે, અને તેની શુદ્ધિ . અર્થે થતો બાહ્ય વ્યવહાર કે ક્રિયા તે ચારિત્રાચાર છે. આ ચારિત્રાચારને પણ કારણમાં કાર્યનો ઉપચાર કરી ચારિત્ર કહી શકાય, અને તે અપેક્ષાએ વિચારીએ તો ચારિત્ર અને ચારિત્રાચાર એક જ છે.
આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે“પંચાચારનું સર્વથા પાલન કરી શ્રમણ ભગવંતોની જેમ જ્ઞાનાદિ ગુણોથી સમૃદ્ધ થવાની તો મારી શક્તિ નથી, છતાં થોડા થોડા આચારોનું પાલન કરી હું કાંઈક અંશે તો મારા જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ કરી જ શકત; તો પણ નિભંગી એવા મેં પ્રમાદાદિ દોષોને આધીન બની, પંચાચારને છોડી, અનાચાર જ સેવ્યો છે. જ્ઞાનાચારમાં સ્વાધ્યાય કરવાને બદલે છાપાં વાંચવામાં જ મેં મારી સવાર પસાર કરી છે. દર્શનાચારના પાલનમાં પ્રભુદર્શન દ્વારા જાતને નિર્મળ બનાવવાને બદલે ટી.વી. ફિલ્મનાં દશ્યો જોઈ આંત્મા ઉપર કુસંસ્કારો એકઠા કર્યા છે. ચારિત્રાચારના પાલનમાં યોગ્ય મુદ્રા અને આસનપૂર્વક ચૈત્યવંદનાદિ કરી આત્માને પુષ્ટ કરવાને બદલે મેં જીમખાના અને અખાડામાં જઈ શરીરને પુષ્ટ કરવા પાછળ શ્રમ કર્યો છે. શક્તિ હોવા છતાં તપાચારમાં તપ-ત્યાગ કરવાને બદલે મેં ખાવાપીવામાં જ જિંદગી બરબાદ કરી છે. વીર્યાચારમાં શુભ કાર્યોમાં મારી વીર્યશક્તિનો વપરાશ ન કરતાં સાંસારિક પાપકાર્યોમાં જ શક્તિ વાપરી છે.
હે નાથ ! આપ જેવા દેવ અને સદગુરુ ભગવંત મળવા છતાં હું પંચાચારનું પાલન કરવા કટિબદ્ધ ન બન્યો, ક્યારેક પાલન કર્યું તો શાસ્ત્રમર્યાદા જાળવી ભાવપૂર્વક ન કર્યું. આના કારણે મેં પંચાચારમાં ઘણા દોષો લગાડ્યા છે. આ દોષોને સ્મૃતિપટ પર લાવી, હે નાથ ! હું તેની નિંદા-ગહ કરું છું, અને પુનઃ આમ ન થાય તે માટે સાવધ બનું છું.”