________________
સૂત્રસંવેદના-૪
હિંસાની વાતો હોય તેવાં શાસ્ત્રો ભણાવવાં વગેરે પણ ‘મૃષાઉપદેશ’ નામનો ચોથો અતિચાર છે.
૧૦૨
ખોટી સલાહ આપવી એ જેમ મૃષા ઉપદેશ કહેવાય છે તેમ ખોટી રીતે ઉપદેશ આપવો તે પણ મૃષા ઉપદેશ કહેવાય. જેમ કે, સામી વ્યક્તિની યોગ્યતા, તેના સંયોગો, તેની ભૂમિકા વગેરેનો વિચાર કર્યા વગર, તેને દાનશીલ-તપાદિ ધર્મની સૂક્ષ્મ વાતો કરવી. અધિકાર વિનાની વ્યક્તિ સામે શાસ્ત્રના રહસ્યો પ્રગટ કરવા. આવો ઉપદેશ સારો હોવા છતાં પરિણામે નુકસાનકર્તા હોવાથી, તેને મૃષા ઉપદેશ કહેવાય છે.
આવા પ્રકારનાં સર્વ કથનોમાં પ્રત્યક્ષ મૃષાવાદ થતો નથી, તો પણ ‘સ્વ-પરની દ્રવ્ય-ભાવ હિંસાથી અટકવાનો' બીજા અણુવ્રતનો મૂળ હેતુ તો આવાં કથનોથી હણાય જ છે. માટે સાપેક્ષપણે આવું બોલવાથી વ્રત નાશ નથી પામતું, તો પણ વ્રતમાં મલિનતા તો આવે જ છે, આથી તેને અતિચાર કહેલ છે.
કòત્તે જ્ઞ - ફૂટલેખ - ખોટા દસ્તાવેજ ઊભા કરવા.
ગ્રાહકને, સમાજને કે સરકારને છેતરવા માટે કરચોરી કરવી, પૈસા બચાવવા માટે કે અન્ય કોઈ રીતે લાભ ઉઠાવવા માટે ખોટાં લખાણો કરવાં, ખોટા ચોપડા લખવા, મુદ્રા, મહોર, અક્ષરો બદલી નાંખવા; તે ‘ફૂટલેખ' નામનો પાંચમો અતિચાર છે.
સામાન્ય રીતે તો સમજાય એવું છે કે-ખોટું બોલાય નહિ તો લખાય કેવી રીતે ? પરંતુ લોભાદિ કષાયને આધીન થયેલો શ્રાવક વિચારે કે ‘મારે ખોટું નહિ બોલવાનું વ્રત છે, ખોટું નહિ લખવાનું વ્રત નથીં.’ તેમ માની ખોટું લખે તો તે પણ તેના વ્રતને મલિન તો કરે જ છે, માટે તેને અતિચારરૂપ કહેલ છે.
અહીં એટલું ચોક્કસ ખ્યાલમાં રાખવાનું કે આ પાંચે અતિચારોનું જેઓ ઈરાદાપૂર્વક સેવન કરે છે, તેને તો વ્રતનો ભંગ જ થાય છે; પરંતુ જેમના મનમાં એમ છે કે ‘મેં સ્વીકારેલા વ્રતનું સ્વરૂપ જોતાં આ ક્રિયાથી મારું વ્રત ભાંગવાનું નથી અને અત્યારે આ કાર્ય ક૨વું પડે તેમ છે', તેથી વ્રતસાપેક્ષભાવે કદાચ આ દોષોનું સેવન થાય તો જ તે અતિચારની કક્ષામાં રહી શકે છે.
2. सहसब्भक्खाणाई जाणंतो जड़ करिज्ज तो भंगो
ayusणाभोगाईहिंतो तो होइ अइयारु त्ति । । १ । ।
हितोपदेशमाला गाथा. ४१७ वृत्तौ સહસા અભ્યાખ્યાન આદિને અતિચાર જાણીને જો આદરે તો વ્રત ભંગ જ છે, અને જો વળી અનાભોગથી આદરે તો જ અતિચાર છે.
·