________________
બીજું વ્રત
અથવા કોઈને ગુપ્ત વાત કરતા જોઈને તે અમુક વ્યક્તિની જ વાત કરતા હશે, કે કોઈ ષડ્યંત્ર રચતા હશે તેમ અનુમાન કરી એકબીજાને કહેવું, તે બીજા વ્રતનો બીજો અતિચાર છે. નજરે જોયેલું અને કાને સાંભળેલું પણ ક્યારેક ખોટું પડે છે, તો અનુમાનથી નક્કી કરેલું કઈ રીતે સત્ય હોઈ શકે ? આ કારણે જૂઠું નહિ બોલવાની પ્રતિજ્ઞાવાળો શ્રાવક, વગર વિચાર્યે આવી એકાંતમાં થતી વાતનું અનુમાન કરી કદી બોલે નહિ, અને બોલે તો તે અતિચાર છે.
૧૦૧
સવારે - સ્વદારામંત્રભેદ, પોતાની સ્ત્રીની ગુપ્ત વાત પ્રગટ કરવી.
અત્યંત પ્રીતિના કારણે સ્ત્રીએ પોતાના પતિને કે પતિએ પોતાની સ્ત્રીને પોતાના જીવનની અત્યંત ગુપ્ત વાત કરી હોય, તો બન્નેએ અરસ પરસ એ વાતને ગુપ્ત રાખવી જોઈએ, પરંતુ જાહેરમાં તેને ખુલ્લી ન મૂકવી જોઈએ. તે જ રીતે પોતાના મિત્રે કરેલી ગુપ્ત વાતને પણ જાહેરમાં ન મૂકવી જોઈએ. ગુપ્ત વાતને પ્રગટ કરવામાં ત્રીજો અતિચાર લાગે છે.
આપસમાં પ્રેમ અને વિશ્વાસ જ્યાં સુધી ટકેલો હોય, ત્યાં સુધી આવું થવાની સંભાવના ઓછી રહે છે; પરંતુ સંસારના સ્નેહસંબંધો સ્વાર્થી હોય છે. પરસ્પર એકબીજાનો સ્વાર્થ ન સધાતાં આ સંબંધ તૂટે છે, અને બન્ને વચ્ચે અપ્રીતિ, અવિશ્વાસ અને શંકા ઉદ્ભવે છે. પરિણામે સ્નેહ અને રાગનું સ્થાન ૨ોષ લઈ લે છે, ત્યારે કષાયાધીન શ્રાવકમાં પણ, ભૂતકાળમાં કરેલ ગુપ્ત વાતોને જાહેરમાં મૂકી બીજાને પછાડવાની, હલકા પાડવાની હીન અને પાશવી વૃત્તિ ક્યારેક પ્રવેશે છે. ત્યારે આવું બોલવાથી સામી વ્યક્તિની શું હાલત થશે ? તેનો જરા પણ વિચાર કર્યા વગર ગુપ્ત વાતો પ્રગટ કરાય છે. આવું કરવાથી વિશ્વાસઘાત થાય છે, સામી વ્યક્તિને અત્યંત દુઃખ થાય છે, ક્યારેક તો કોઈક વ્યક્તિ અકાળે મૃત્યુને પણ વહાલું કરે છે. તેથી શ્રાવક આવું કદી ન કરે.
મોસુવણ્યું – મૃષા ઉપદેશ – ખોટો ઉપદેશ આપવો.
'
મૃષા ઉપદેશ આપવો એટલે ખોટો ઉપદેશ આપવો. જેમ કે કોઈને અહિતકારી કે ખોટી સલાહ આપવી કે, ‘કોઈનું ખોટું સહન કરવાનું નહિ. એકવાર તો સ્પષ્ટ સંભળાવી જ દેવાનું, જેથી વારંવાર સાંભળવું ન પડે.' આવો ઉપદેશ સંક્લેશની વૃદ્ધિ કરવા સાથે દોષનો પોષક પણ બને છે. માટે આવી સલાહને ‘મૃષાઉપદેશ' કહેવાય છે. મંત્ર-તંત્ર કે ઔષધિ અંગે પોતે કાંઈ જાણતા ન હોવા છતાં બીજાને તે સિદ્ધ કરવાના ઉપાયો બતાવવા અથવા જેમાં