________________
બીજું વ્રત
૧૦૩
વીવલસૂફગારે, પક્ષને સિમં સવં - બીજા વ્રત સંબંધી દિવસ દરમ્યાન લાગેલા સર્વ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું.
ઉપરમાં જણાવ્યું તેમ બીજા વ્રતના વિષયમાં નાના કે મોટા કોઈપણ અતિચારનું દિવસ દરમ્યાન મારાથી સેવન થયું હોય, તો તે સર્વ અતિચારોને સ્મૃતિમાં લાવી તેની આલોચના, નિંદા અને ગહ કરું છું, અને પુનઃ આ દોષોનું સેવન ન થાય તે માટે સજાગ બનું છું.” આમ વિચારી શ્રાવક ઉપર જણાવેલા સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કરે છે.
આ બન્ને ગાથા બોલતાં શ્રાવક વિચારે કે“ ‘સત્ય એ આત્માનો સ્વભાવ છે, તો પણ સર્વથા મૃષાવાદનો ત્યાગ કરી, આ વ્રતનું પૂર્ણ પાલન તો મારા માટે શક્ય નથી, આમ છતાં ભવસમુદ્રથી પાર ઊતરવા, ડૂબતો જેમ તરાપાનો કે પાટિયાનો સહારો લે, તેમ “મોટું જૂઠું ન બોલવું.’ તેવું વ્રત મેં સ્વીકાર્યું છે. આ વ્રતનો સ્વીકાર કરીને આજના દિવસમાં આ વ્રતનું સુવિશુદ્ધ પાલન કરવા માટે કાંઈક યત્ન કર્યો છે. આમ છતાં અધિરાઈથી, ઉતાવળિયા સ્વભાવથી, વાચાળપણાથી કે કષાયની પરાધીનતાથી દિવસ દરમ્યાન વત-મર્યાદાનું વિસ્મરણ થવાથી કે વ્રતની મર્યાદાને યથોચિત ન સમજવાથી, જે કાંઈ વાણીનો વ્યવહાર થયો છે, તે ખરેખર ખોટું કર્યું છે. આનાથી જ મેં મારા આત્માને કર્મ અને કુસંસ્કારોથી બાંધ્યો છે. આવી ભૂલ પુનઃ ન થાય તે માટે તે સર્વ ભૂલોને યાદ કરી આત્મસાક્ષીએ તેની નિંદા કરું છું, ગુરુ સમક્ષ તેની ગહ કરું છું અને અસત્યના આ પાપથી મારા આત્માને પાછો વાળું છું. પુનઃ આવું ન થાય તે માટે સાવધાન બનું છું. - ' ધન્ય છે ! હરિશ્ચન્દ્ર અને તારામતી જેવા શ્રાવક-શ્રાવિકાને; જેમણે
ચંડાલના ઘરે પાણી ભરવા જેવાં નિમ્ન કક્ષાનાં કાર્યો સ્વીકાર્યા, પરંતુ અસત્ય વચન તો ન જ બોલ્યા. ધન્ય છે સુદર્શન શ્રેષ્ઠીને ! જેઓ શૂળીએ ચઢવા તૈયાર થયા પરંતુ પરપીડાકારી સત્યવચન પણ ન બોલ્યા. આવા મહાપુરુષોનાં ચરણમાં વંદન કરું છું, અને એવું સત્વ મારામાં પણ પ્રગટે તેવી પ્રાર્થના કરી પુનઃ વ્રતમાં સ્થિર થઉં છું.”