________________
વંદિત સૂત્ર
૧૯
કર્યું નથી, પરંતુ શક્તિ અનુસાર આ વ્રતોના અપાલન કે વિપરીત પાલનથી વીર્યાચારમાં અતિચાર લાગે છે, તે વાત સ્વયં સમજી લેવાની છે.
‘ચોત્રીસમી ગાથામાં મન, વચન, કાયાના અશુભ પ્રવર્તનથી લાગેલા દોષોનું શુભયોગોથી પ્રતિક્રમણ કરવાનો નિર્દેશ છે, અને પાંત્રીસમી ગાથામાં વિવિધ પ્રકારની ધર્મક્રિયામાં થયેલા દોષોનું પ્રતિક્રમણ કરેલ છે.
જે દોષોનું આસેવન પુનઃ પુનઃ થવાનું છે, તેવા દોષોના પ્રતિક્રમણથી ફાયદો શું?” – આ પ્રકારની શંકાના સમાધાનરૂપે છત્રીસથી એકતાલીસમી ગાથા સુધીમાં પ્રતિક્રમણ કરવાથી કેવા પ્રકારના વિશિષ્ટ લાભ થાય છે, આત્મા કર્મબંધથી કેવી રીતે અટકે છે, કર્મના ભારથી કઈ રીતે હળવો થાય છે વગેરે વિગતો દૃષ્ટાંતપૂર્વક હૃદયને સ્પર્શે તેવી સુંદર રીતે જણાવી છે.
મોટા અતિચારની આલોચના કર્યા બાદ સ્મરણમાં ન આવે તેવા સૂક્ષ્મ અતિચારોની આલોચના, નિંદા અને ગહ બેતાલીસમી ગાથામાં કરવામાં આવી છે. ગાથા તેંતાલીસમાં વિરાધનાથી અટકી આરાધના માટે ઊઠતાં ચોવીશ જિનને વંદનારૂપ, મધ્યમ મંગલાચરણ કર્યું છે. ત્યારબાદ બે ગાથામાં આરાધના માટે સર્વ ચૈત્યોને અને સર્વ સાધુ ભગવંતોને વંદના કરવામાં આવી છે. ગાથા છેતાલીસમાં ' શ્રાવકે પોતાનો સંપૂર્ણ દિવસ કંઈ રીતે પસાર કરવો તેની સુંદર ભાવના વ્યક્ત કરી છે. સુડતાલીસમી ગાથામાં અરિહંતાદિ ઉત્તમ વસ્તુઓને મંગળરૂપે સ્વીકારી, સમ્યગદર્શન ગુણને વરેલા દેવો પાસે સમાધિ અને બોધિની પ્રાર્થના કરવામાં આવી છે.
આચાર અને વ્રતવિષયક અતિચારોનું વર્ણન જણાવ્યા પછી જે ચાર મુખ્ય “કારણે અતિચાર થાય છે, તે પ્રતિક્રમણના મુખ્ય હેતુઓ જણાવી, વ્રતધારી કે વ્રત નહિ સ્વીકારેલ વ્યક્તિ માટે પણ પ્રતિક્રમણ' કઈ રીતે હિતકારી છે, તે વાત અડતાલીસમી ગાથામાં કરવામાં આવી છે.
સૂત્રના પ્રાંત ભાગમાં પ્રતિક્રમણની ક્રિયાના હાર્દરૂપે સર્વ જીવો પ્રત્યે . મૈત્રીભાવનો મંગલ નિર્દેશ છે, જેના દ્વારા સર્વ જીવો સાથે બંધાયેલા વૈરના સંબંધને નિર્મળ કરી નાંખવાનો છે. છેલ્લી ગાથામાં આલોચના, નિંદા, ગહ કરતાં અંતિમ મંગળરૂપે ચોવીશ જિનને વંદના કરવામાં આવી છે.