________________
સૂત્રસંવેદના-૪
મોક્ષની પ્રાપ્તિ જ્ઞાનાદિ ગુણોના સંપૂર્ણ ઉઘાડથી થાય છે. આ જ્ઞાનાદિ ગુણોની સાધના કરવા અને જ્ઞાનાદિ ગુણોમાં રમણતા પ્રાપ્ત કરવા વ્રતપાલન આવશ્યક છે. તવિષયક થયેલા દોષોના નાશ માટે બીજી ગાથામાં તેનું સામુદાયિક પ્રતિક્રમણ કર્યું છે. સર્વ દોષોના મૂળસ્થાનરૂપ આરંભ અને પરિગ્રહવિષયક દોષોનું પ્રતિક્રમણ ત્રીજી ગાથામાં કરવામાં આવ્યું છે.
પંચાચારનું પાલન એ શ્રાવકજીવનનું પરમ કર્તવ્ય છે. તેમાં સૌ પ્રથમ આવતો જ્ઞાનાચાર કેટલો વ્યાપક છે અને ઈન્દ્રિય અને કષાયની આધીનતાથી પગલે પગલે તેમાં કેવા દોષો લાગે છે તે જણાવી, તે દોષોની નિંદા ચોથી ગાથામાં કરવામાં આવી છે.
ત્યાર પછી દર્શનાચારમાં બાહ્ય અને અંતરંગ રીતે કયા દોષો લાગે છે તે જણાવી, તે દોષોની નિંદા પાંચમી અને છઠ્ઠી ગાથામાં કરવામાં આવી છે. .
ગૃહસ્થજીવનમાં રસોઈ કરવી એ લગભગ અનિવાર્ય છે; તો પણ રસોઈ કરતાં અજયણાથી જે કોઈ હિંસાદિ દોષો લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ સાતમી ગાથામાં કરવામાં આવ્યું છે.
ત્યાર પછી ચારિત્રાચારની વિગત જણાવતાં આઠમી ગાથાથી બત્રીસમી ગાથા સુધીમાં શ્રેષ્ઠ શ્રાવક જે વ્રતો અંગીકાર કરે છે, તે બાર વ્રતોનું અને તેમાં સંભવતા દોષોનું વર્ણન કર્યું છે, અને સાથે જ દોષોથી મલિન થયેલા આત્માને આલોચના, નિંદા, ગર્તા અને પ્રતિક્રમણરૂપ ઉપાય દ્વારા નિર્મળ કરવાનો સુંદર માર્ગ બતાવ્યો છે.
ત્યારબાદ તપાચારના વિષયમાં શ્રમણો અને શ્રાવકો, મૃત્યુસમય નજીક આવતાં સમાધિ-મરણ' માટે જે “સંલેખના વ્રતનો (અણસણ વ્રતનો) સ્વીકાર કરે છે, તેમાં ક્યાંય દોષ ન લાગે તે માટે પ્રથમથી જ સુંદર ભાવના દ્વારા સાવધાન રહેવાનો અલૌકિક માર્ગ તેત્રીસમી ગાથામાં બતાવ્યો છે. તપાચારમાં જેમ સંખનાતપ માટે જણાવ્યું તેમ બાકીના સર્વ તપ સંબંધી દોષ ન લાગે તે સ્વય વિચારી લેવાનું છે.
આ રીતે જ્ઞાનાચાર આદિ ચાર આચારોનું પાલન અને તેના દોષોનું વર્ણન સૂત્રકાર ભગવંતે સ્વયં કર્યું છે. વીર્યાચાર સર્વત્ર વ્યાપક હોઈ તેનું અલગ વર્ણન