________________
પહેલું વ્રત
શ્રેણિક મહારાજા કૃષ્ણ મહારાજા જેવા આત્માઓ અવિરતિનો ઉદય હોવાના કારણે જ આ વ્રતનો સ્વીકાર નહોતા કરી શક્યા.
શાસ્ત્રમાં બીજી રીતે જીવહિંસાના ૨૪૩ પ્રકારો કહ્યા છે. જેમ કે, પાંચ સ્થાવર. ત્રણ વિકલેન્દ્રિય તથા એક પંચેન્દ્રિય મળી ૯ પ્રકારના જીવોના મનવચન-કાયાથી ગુણતાં ૨૭ ભેદો થાય. તેને કરવા-કરાવવા અને અનુમોદવારૂપ ત્રણ પ્રકારે ગુણતાં ૮૧ ભેદો થાય, અને તેને ભૂત-ભવિષ્ય-વર્તમાન ત્રણ કાળ સાથે ગુણતાં ૨૪૩ ભેદો થાય. તેમાંથી શ્રાવક ઉત્કૃષ્ટ ભાંગે ત્યાગ કરે તો પણ ત્રણ કાળ, ત્રણ યોગ, બે કરણ અને બેઈન્ડિયાદિ ચાર પ્રકારના ત્રસ જીવોની જ હિંસા તજે. તેથી ૩૪૩૮ર૪૪ = ૭૨ પ્રકારે જ ત્યાગ કરી શકે, અને તે પણ માત્ર સવા વસો. વિચારતાં એવું લાગે કે ૨૪૩ પ્રકારોમાંથી માત્ર ૭૨ પ્રકારની હિંસાનો ત્યાગ કરવો અને તે પણ માત્ર સવા વસો જ કરવો, તો શું ફળ મળે ? પરંતુ શાસ્ત્રકાર નોંધે છે કે આ મામુલી દેખાતા ત્યાગની પાછળ પણ સર્વવિરતિ સુધી પોંચવાની જે ભાવના રહેલી છે, તે ભાવનાથી જ ઘણું મોટું ફળ મળે છે.
ગારિયમસલ્ય ફી પાપોળ - પ્રમાદના કારણે અપ્રશસ્તભાવનો ઉદય થયે છતે અહીં (પ્રથમ વ્રતમાં જે કાંઈ) વિપરીત આચરણ કર્યું હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું.)
સ્કૂલથી હિંસા ન કરવી. આવું વ્રત સ્વીકારનાર શ્રાવકે કોઈ પણ પ્રવૃત્તિ કરતાં વિચારવું જોઈએ કે “આ પ્રવૃત્તિ મારા વ્રતને અનુરૂપ છે કે નહિ ?” “આ ક્રિયા કરતાં હું જયણાનો પરિણામ જાળવી શક્યો કે નહિ ?” આવી સાવધાની ન રાખવી તે પ્રમાદ છે. આ પ્રમાદ, અતિચારમાં અને વ્રતભંગમાં પણ પ્રબળ નિમિત્ત બને છે. પ્રમાદના પ્રકારો :
આત્માનું અહિત કરનાર આ પ્રમાદના અનેક પ્રકારો છે. તેનો સંગ્રહ કરી શાસ્ત્રકારોએ તેના પાંચ અને આઠ પ્રકારો બતાવ્યા છે. તેમાં પાંચ પ્રકારો આ પ્રમાણે છે :
6. સારાં - આર્ષ પ્રયોગ છે. તેનું સંસ્કૃત ગતિરિતમ્ થાય છે. અતિચરવું એટલે મર્યાદાનું
ઉલ્લંઘન કરવું. 7. પ્રમાદના આઠ પ્રકારો આ પ્રમાણે છે : (૧) અજ્ઞાન (૨) સંશય (૩) મિથ્યાત્વ (૪) રાગ (૫)
લેષ (૬) મતિભ્રંશ (૭) ધર્મમાં અનાદર - ઉપેક્ષા (૮) મન-વચન-કાયાનો અશુભ વ્યાપાર,