________________
પહેલું વ્રત
તેનું વ્રત આ રીતે મુનિની ૧૦૦% ની દયા સામે માત્ર ૬.૨૫% કે રૂપિયામાં એક આની જેટલું રહે છે. પૂર્વે રૂપિયાના ૨૦ વસા થતા હતા. તેના આધારે ચાલતી શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તો શ્રાવકની આ દયાને સવા વસાની દયા કહેવાય છે. તોપણ હિંસાના સંપૂર્ણ ત્યાગની ભાવનાવાળો હોવાથી શ્રાવક સ્થાવરની પણ નિરર્થક હિંસા ન કરે.
5
અહીં એટલું ખાસ ધ્યાનમાં રાખવું કે પહેલું અણુવ્રત તે માત્ર આટલા જીવોની જ હિંસાના ત્યાગરૂપ નથી, પરંતુ જેનો ત્યાગ નથી કર્યો તેમાં પણ જયણાપૂર્વક, એટલે ઓછામાં ઓછી હિંસાથી કાર્ય કઈ રીતે થઈ શકે, તેવા ઉપયોગપૂર્વક જીવન જીવવા સ્વરૂપ છે. સતત હિંસાથી બચવાનો આ પરિણામ જ શ્રાવકને પોતાના લક્ષ્યરૂપ સર્વવિરતિ સુધી પહોંચાડી શકે છે.
શાસ્ત્રોમાં તો કહ્યું છે કે શ્રાવકને જે આરંભાદિ કરવા પડે છે, તેમાં જો શ્રાવક દયાવાળો બની યંતના જાળવતો ન હોય, તો તેને પંચેન્દ્રિય સુધીના જીવોના વધની સંભાવના રહે છે. તેથી જયણા એટલે હિંસા કરવાની છૂટ નહીં, પણ છૂટ રાખેલ વિભાગમાં અત્યંત ઉપયોગવાળા બનવું. વ્રતની આવી ગંભીરતાને સમજતા
ભાવહિંસા .
પોતાના બીજાના ભાવપ્રાણોની હિંસા, ભાવપ્રાણોની હિંસા,
અન્યમાં કષાયો
પોતાના સમતા, ક્ષમા આદિ ગુણોનો નાશ કરવો
ઉત્પન્ન કરાવવા
૮૫
હિંસા
દ્રવ્ય હિંસા ૧૦૦% = ૨૦ વસા
સ્થાવર (સૂક્ષ્મ) ત્રસ (સ્કૂલ) ૫૦% = ૧૦ વસા
સંકલ્પજન્ય ૨૫% = ૫ વસા આરંભજન્ય
નિરપરાધી ૧૨.૫% = ૨૫ વસા અપરાધી
નિષ્કારણ ૬.૨૫% = ૧। વસા સકારણ
આમ મહાવ્રતના ૨૦ વસાની અપેક્ષાએ અણુવ્રતમાં સવા વસો/સવા વિશા (રૂપિયામાં એક આની એટલે કે ૭.૨૫% જેટલું) અહિંસાનું પાલન જ શ્રાવકજીવનમાં થાય છે.
5. નિધિળાં ન જુવ્વત, ખીજું સ્થાવરેપિ ।
हिंसामहिंसाधर्मज्ञः, काङ्क्षन् मोक्षमुपासकः ।।
યોગશાસ્ત્ર ૨-૨૧
મોક્ષની ઈચ્છાવાળો, અહિંસાધર્મનો જ્ઞાતા, શ્રાવક સ્થાવર જીવોની પણ નિષ્પ્રયોજન હિંસા ન કરે, ત્યાં ત્રસ જીવોની જયણા માટે તો પૂછવું જ શું ?