________________
અગ્યારમું વ્રત
૧૮૧
વિશેષાર્થ : .
સમ્યક્ત મૂળ બાર વ્રતમાં અગ્યારમું અને શિક્ષાવ્રતમાં ત્રીજું વ્રત પૌષધોપવાસ વ્રત છે. પૌષધ' શબ્દનો અર્થ છે ધર્મની પુષ્ટિ કરે તેવી એક વિશિષ્ટ ક્રિયા, અને ઉપવાસનો અર્થ છે આહારનો ત્યાગ કરી આત્માની નજીક વસવાનો પ્રયત્ન. ઉપવાસપૂર્વક કરાતા આ પૌષધને પૌષધોપવાસવ્રત કહેવાય છે. શબ્દની વ્યુત્પત્તિને આશ્રયીને પૌષધોપવાસનો આ અર્થ થાય છે; અને પ્રવૃત્તિને એટલે વ્યવહારને આશ્રયીને આહાર, શરીરસત્કાર, અબ્રહ્મ અને સાવદ્ય વ્યાપાર આ ચારનો દેશથી કે સર્વથી ત્યાગ કરવો તે પૌષધોપવાસ વ્રત છે.
સર્વ સાવધ વ્યાપારના ત્યાગરૂપ સર્વવિરતિને શ્રાવક સતત ઝંખતો હોય છે. શક્તિના અભાવે તે વર્તમાનમાં તેને સ્વીકારી શકતો નથી, તો પણ તે શક્તિને પ્રગટાવવા તે અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વતિથિના દિવસે અથવા જ્યારે અનુકૂળતા હોય ત્યારે આ પૌષધવ્રતનો સ્વીકાર કરે છે.
આ વ્રત સ્વીકારવા ઇચ્છતો શ્રાવક; વ્રતની મર્યાદા સુધી પૌષધશાળા, ચૈત્યગૃહ કે ઘરના કોઈ એક ભાગમાં રહે, શુદ્ધ અને સાદાં વસ્ત્રો પરિધાન કરે, અલંકાર આદિનો ત્યાગ કરે અને ગુરુભગવંત હોય તો તેમની પાસે અથવા તેમની
1. “પોષ-પુપ્રિમ ઘર્મશ ઘરે રોષણ: '
- ઘર્ષસંપ્રદ અહીં ધર્મનો અધિકાર હોવાથી ધર્મની પુષ્ટિને જે ધારણ કરે તેને પૌષધ કહેવાય છે. 2A. ૩૫વૃત્ત રોપ્યા, સદ્ વાતો સદા
उपवासः स विज्ञेयो, न शरीरविशोषणम् ।।१।। દોષોથી ઢંકાયેલા આત્માનો ગુણોની સાથે સારી રીતિએ વાસ-રહેઠાણ, તે ઉપવાસ જાણવો;
પણ માત્ર શરીરશોષણ કરવું તે ઉપવાસ નથી. B. પૌષધ + ઉપ + વાસ = પૌષધોપવાસ
જે ધર્મનો સંચય કરવામાં હેતુભૂત બનીને ધર્મને ‘પૂરણ કરે-પૂરે તે પર્વ'. રૂઢિથી પર્વતિથિઓને જ ધર્મપુષ્ટિનું કારણ માની પૌષધ કહેલ છે. પર્વરૂપ પૌષધદિવસોમાં આત્માનું
ગુણોની સાથે વસવું તે જ “પૌષધોપવાસ' છે. 3. “દોવવારે બ્રિટેન તં ગ€ (૨) આદર - પોસદે (૨) સરીર-અક્ષર - પોસ
(રૂ) મવેર - આંસદે (૪) અલ્લાવાર - પદે. - આવશ્યક સૂત્ર અધ્યયન - ૬ 4. સર્વથી પૌષધવ્રત (સામાયિકની જેમ) (૧) જિનમંદિરે (સભામંડપમાં) (૨) સાધુ
મુનિરાજની પાસે (૩) પોતાના ઘરમાં અથવા (૪) પૌષધશાળામાં - આ ચારમાંથી કોઈ એ પણ સ્થાને કરી શકાય..
- ધર્મસંગ્રહ