________________
૧૮૨
સૂત્રસંવેદના-૪
સાક્ષીએ દિવસ, રાત્રિ કે અહોરાત્રિની મર્યાદા સુધી ચારેય પ્રકારના પૌષધની અથવા યથાશક્તિ પૌષધની પ્રતિજ્ઞા કરે. કરેલી પ્રતિજ્ઞાના નિર્વાહ માટે સમિતિ અને ગુપ્તિનું યથાર્થ પાલન કરે, શાસ્ત્રાભ્યાસ કરે, શુભ ચિંતન કરે, અરિહંતાદિ ઉત્તમ તત્ત્વોનું ધ્યાન કરે, અહિંસકભાવને પ્રગટાવવા શાસ્ત્રાનુસારી પડિલેહણ, પ્રમાર્જન આદિ કરે, ઉભય ટંક આવશ્યક (પ્રતિક્રમણ) કરે અને વ્રતમર્યાદા સુધી લગભગ સાધુ જેવું જીવન જીવે.
આ વ્રત યાવજીવન માટેનું નથી, પરંતુ ચાર પ્રહર કે આઠ પ્રહર સુધીના સામાયિક વ્રત સાથેનું આ વ્રત છે, એટલે લગભગ એટલો સમય શ્રાવકને સાધુ જેવું જીવન જીવવાનું હોય છે. આથી આ વ્રતમાં સંયમજીવનની તાલીમ અન્ય વ્રત કરતાં વિશેષ પ્રકારે મળી શકે છે, તેથી એને શિક્ષાવ્રત કહેવાય છે..
આ વ્રતનો સ્વીકાર કરતાં શ્રાવક, જે ચાર પ્રકારના પૌષધની પ્રતિજ્ઞા કરે છે, તે આ પ્રમાણે છે(૧) આહારપૌષધ : દેશથી કે સર્વથી આહારનો ત્યાગ કરવો.
આહારના ચાર પ્રકાર છેઃ અશન, પાન, બાદિમ અને સ્વાદિમ. તેમાં ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરવો તે ‘સર્વથી આહારત્યાગ પૌષધ' છે અને પાણીની છૂટ રાખી ત્રણ આહારનો ત્યાગ કરવો અથવા આયંબિલ, નીવિ કે એકાસણું કરી એક ટંકથી અધિક આહારનો ત્યાગ કરવો, તે દેશથી આહારત્યાગ પૌષધ છે.
આ પૌષધનો સ્વીકાર કરનાર શ્રાવક વિચારે કે- “આહાર કરવો તે આત્માનો સ્વભાવ નથી, તો પણ ધર્મની સાધના શરીર વિના શક્ય નથી, અને શરીર આહાર વિના ટકે તેમ નથી. આમ છતાં બિનજરૂરી વારંવાર ખાવાની ઈચ્છા, અને જે તે ખાવાની ઈચ્છા, આહાર સંજ્ઞાને કારણે થાય છે. શરીર અને ઈન્દ્રિયોના મમત્વને કારણે અને આહારસંજ્ઞાની આધીનતાના કારણે હંમેશાં તો હું આ ઈચ્છા ઉપર કાબૂ રાખી શકતો નથી, પરંતુ આજે પર્વનો દિવસ છે. માટે આજે હું મારા અણાહારી સ્વભાવને પ્રાપ્ત કરવા અને આહારસંજ્ઞાની પીડાને દૂર કરવા ઉપવાસ
5. વિતિ નાઝvi, ખોરાસુદીરા વહુવિદં તુવવું
साहुसुहकोउएण य, पडिपुण्णं (चउब्विहं) पोसहं कुणइ ।। (૧) વિરતિના ફળને જાણીને, (૨) ભોગસુખની આશાથી થતાં શારીરિક-માનસિક વગેરે વિવિધ દુ:ખોને જાણીને તથા (૩) સાધુના સુખની અભિલાષાથી શ્રાવક ચાર પ્રકારનો પૌષધ કરે.
(નવપદ પ્રકરણ)