________________
અગ્યારમું વ્રત
૧૮૩
કે આયંબિલ આદિ તપ કરી દેશથી કે સર્વથી આહારનો ત્યાગ કર.” આવું વિચારી શ્રાવક જે આહારનો ત્યાગ કરે છે, તેને દેશથી કે સર્વથી આહારપૌષધ કહેવાય છે. (૨) શરીરસત્કાર પૌષધ : શરીરના સત્કારનો ત્યાગ કરવો.
નાન, ઉદ્વર્તન, વિલેપન, પુષ્પ, ગંધ, વસ્ત્ર અને અલંકારો વડે શરીરને શણગારવું તે શરીરસત્કાર છે. દેશથી કે સર્વથી શરીરના સત્કારનો ત્યાગ કરવો તે શરીરસત્કાર પૌષધ છે. શ્રાવક સમજે છે કે- “શરીર જડ છે અને અશુચિથી ભરેલું છે. અશુચિય એવા શરીર સાથે આત્માનો સંબંધ કર્મના ઉદયના કારણે છે. કર્મોદયથી મળેલા આ શરીરને શણગારી સારું રાખવાની ઈચ્છા શરીરના રાગને કારણે થાય છે. શરીરનો રાગ તોડી અશરીરી એવા આત્મભાવને પામવા હું સતત પ્રયત્ન નથી કરી શકતો, તો પણ આજે પર્વનો દિવસ છે. આજે આ રાગને તોડવા જ શરીરના સત્કારનો ત્યાગ કરું.” આમ વિચારી શ્રાવક જે સ્નાનાદિનો ત્યાગ કરે, તેને શરીરસત્કાર પૌષધ કહેવાય છે. | જિજ્ઞાસા સાવદ્ય દ્રવ્યથી શરીરનો સત્કાર કરવામાં આવે તો પાપ છે, પરંતુ પૌષધમાં નિરવઘ દ્રવ્યથી શરીરસત્કાર કરવામાં આવે તો શું બાધ છે?
તૃપ્તિઃ શરીરને શણગારવાની ઈચ્છા શરીરના રાગથી જ થાય છે. અપેક્ષાએ વિચારીએ તો રાગથી થતી દરેક ક્રિયા સાવદ્ય જ ગણાય છે. માટે પૌષધવ્રતમાં સાવદ્ય કે નિરવદ્ય બન્ને પ્રકારના સત્કારનો ત્યાગ જ કરવો જોઈએ. (૩) બ્રહ્મચર્યપોષધ મૈથુનક્રિયાનો ત્યાગ કરવો.
મૈથુન સંજ્ઞાને આધીન થઈ જીવ અઢાર પ્રકારે મૈથુનનું સેવન કરે છે. તેનાથી ક્લિષ્ટ કર્મનો બંધ કરી જીવ ભવપરંપરાની વૃદ્ધિ કરે છે. મૈથુન સંજ્ઞાની પરાધીનતાના કારણે કદાચ શ્રાવક સદંતર અબ્રહ્મનો ત્યાગ ન કરી શકે, તો પણ પર્વ દિવસોમાં અબ્રહ્મનો ત્યાગ કરી બ્રહ્મસ્વરૂપ આત્મભાવમાં જવાનો જે પ્રયત્ન કરે તે બ્રહ્મચર્યપૌષધ છે. (૪) અવ્યાપારપૌષધ : સાવઘવ્યાપારનો ત્યાગ કરવો.
વ્યાપારનો અર્થ છે વ્યવહાર. સંસારનો કોઈપણ પ્રકારનો વ્યવહાર સાવદ્ય એટલે પાપકારી છે. આ વ્યવહારનો શ્રાવક સદા ત્યાગ કરી શકતો નથી, તો
6. ઔદારિક અને વૈક્રિયશરીરવાળી સ્ત્રીઓ સાથે મન-વચન-કાયાથી મૈથુનનું સેવન કરવું-કરાવવું, , અને અનુમોદવું.