________________
સૂત્રસંવેદના-૪
પણ પર્વ આદિના દિવસોમાં આવા સર્વ વ્યાપારનો ત્યાગ કરવો તે અવ્યાપાર પૌષધ છે.
૧૮૪
શ્રાવક સમજે છે કે - કર્મકૃત કે કષાયકૃત કોઈ પણ પ્રવૃત્તિ કરવાનો સ્વભાવ આત્માનો નથી. આત્માનો સ્વભાવ તો જ્ઞાનાદિ ગુણમાં ૨મણ કરવાનો છે. આથી જ તે સંસારની સર્વ સાવદ્ય પ્રવૃત્તિઓનો ત્યાગ કરી આત્માભિમુખ પ્રવૃત્તિમાં યત્ન કરે છે.
છેલ્લા ત્રણ પૌષધ પણ દેશથી અને સર્વથી એમ બન્ને પ્રકારે શાસ્ત્રમાં બતાવ્યા છે, પરંતુ અત્યારે ચાલતી પૂર્વાચાર્યોની પરંપરા પ્રમાણે છેલ્લા ત્રણ પૌષધ સર્વથી ક૨વામાં આવે છે, અને આહા૨પૌષધ દેશથી અને સર્વથી બન્ને પ્રકારે થાય છે. ચારે પ્રકારના આ પૌષધ સાથે સામાયિક વ્રતની પણ પ્રતિજ્ઞા કરવામાં આવે છે. જોકે અવ્યાપારપૌષધથી સર્વ સાવઘનો ત્યાગ આવી જાય છે, તો પણ સામાયિકની પ્રતિજ્ઞા દ્વારા તેનું દઢીકરણ થાય છે, અને સમભાવ માટે વિશેષ યત્ન કરવામાં આવે છે. માટે પૌષધવ્રત સામાયિકવ્રત સાથે જ ક૨વાનો હાલમાં વ્યવહાર છે.
આ વ્રતનો સ્વીકાર કર્યા પછી પ્રમાદાદિ દોષોના કારણે જે અતિચારો થાય છે તે હવે જણાવે છે–
संथारूच्चारविहि- पमाय
સંથારો, તથા લઘુનીતિની જગ્યાનું (મૂત્રવિસર્જન માટેની જગ્યાનું) અને વડીનીતિની જગ્યાનું (મળવિસર્જન માટેની જગ્યાનું), પ્રમાદના કારણે પ્રતિલેખન તથા પ્રમાર્જન યોગ્ય રીતે ન કરવું તે અતિચાર છે.
-
7. આહારત્યાગ વગેરે ચાર પ્રકારના દેશ તથા સર્વ પૌષધના એકસંયોગી, બેસંયોગી વગેરે કુલ ૮૦ ભાંગા થાય છે.
આ ચારેય પ્રકારના પૌષધ પૈકી વર્તમાનકાળે પૂર્વાચાર્યોની પરંપરાથી સામાચા૨ીભેદે માત્ર આહારપૌષધ જ દેશથી અથવા સર્વથી ક૨વામાં આવે છે; કારણ કે, નિરવઘ આહારનો બાધ સામાયિકમાં જણાતો નથી; જ્યારે શ૨ી૨-સત્કાર-ત્યાગ વગેરે ત્રણે પૌષધો દેશથી કરાય તો પ્રાય: સામાયિકના પચ્ચક્ખાણમાં વિરોધ આવે છે. - ધર્મસંગ્રહ
8. સંસ્તાર અને ઉચ્ચાર તે સંસ્તારોાર, તેની વિધિ તે સંસ્તારોન્નારવિધિ, તેમાં થયેલો પ્રમાવુ, તે
સંસ્તારોન્નારવિધિ-પ્રમાવ તેના વિષે. અહીં સપ્તમીનો લોપ થયેલો છે.
સંસ્તાર્યતે-વિસ્તાર્યતે મૂવીને શયામિતિ સંસ્તાર:। ઊંઘવા ઇચ્છનારાઓ વડે જમીન ૫૨ જે બિછાવાય છે, તે ‘સંસ્તાર’, અથવા ‘સંસ્તરન્તિ સાધવોઽસ્મિન્નિતિ સંસ્તારઃ । જેમાં સાધુઓ સૂઈ જાય છે, તે ‘સંસ્તાર’.