________________
બારમું વ્રત
૧૯૭
છે, અને આવા મુનિને જોઈ.શ્રાવક તેમના શ્રમ કે પીડાને દૂર કરવા આહાર આદિ આપવાની ઈચ્છા કરે, પણ ત્યારે તેને તેમના પ્રત્યે દયાનો ભાવ ન હોય એટલે કે બિચારા સાધુ ભૂખ્યા છે તેવો ભાવ ન હોય પરંતુ સંયમાદિ ગુણોના કારણે તીવ્ર ભક્તિભાવ વર્તતો હોય.
વળી, સુપાત્રમાં અકારણ અશુદ્ધ દાન આપવામાં આવે, તોપણ અલ્પ પુણ્યબંધ અને દીર્ઘ અશુભ આયુષ્યનો બંધ થાય છે. આથી આત્મકલ્યાણના અભિલાષી સાધકે, જ્યારે જ્યારે દાનનો પ્રસંગ આવે ત્યારે જો કોઈ વિશેષ કારણ ન જણાતું હોય તો અશુદ્ધ આહારાદિ ન આપવાં જોઈએ. સુપાત્રમાં તો શુદ્ધ ભાવથી, શુદ્ધ આહારનું દાન આપી ભક્તિ કરવી જોઈએ; જે સંબંધી વિશેષ વાતો આગળની ગાથામાં બતાવી છે.
આ જ ગાથાનો અર્થ બીજી રીતે આ પ્રમાણે પણ થઈ શકે છે. અસંયમી એટલે પાર્થસ્થ આદિ કુસાધુઓ, તેમનો આડંબર જોઈ “આ સુખી-સારા સાધુ છે એમ માનીને અથવા ભલે કુસાધુ છે, પણ મારા સ્વજન, મિત્ર કે પરિચિત છે' - એમ
3. સંવત શુદ્ધતાને અત્યાધુતુતારામતીર્ધાયુહેતુતરા (તા. ત્રિ. ૧/ર વૃત્ત)
સંયતને આપવામાં આવેલ અશુદ્ધ દાન, અલ્પ આયુષ્ય અને દીર્ઘ અશુભ આયુષ્યનું કારણ છે. 4. સુમ્મુિ - સુરિતેવું = સુખીઓમાં - જેમની પાસે વસ્ત્ર, પાત્ર, ઉપધિ આદિ પૂરતાં છે તેવા,
અને દિલું - gિવતેy = દુઃખીઓમાં - જેમની પાસે વસ્ત્ર, પાત્ર, ઉપધિ આદિ બરાબર ન હોય અથવા રોગથી પીડિત હોય, તપથી કૃશ શરીરવાળા થઈ ગયા હોય તેવા, સંતુ = [સંઘતેવું અસંમતેષ = અસંયમીઓમાં - સંયમથી ભ્રષ્ટ થયેલા પાર્શ્વસ્થ, અવસત્ન વગેરે સાધુઓ અથવા તે સિવાયના અન્યલિંગીઓ આદિમાં, રાગથી કે દ્વેષથી અનુકંપા કરી હોય તેને હું બિંદુ અને ગણું છું. પાંચ પ્રકારના સાધુને શાસ્ત્રમાં કુસાધુ કહ્યા છે: (૧) પાસત્યા-જે જ્ઞાન, દર્શન,ચારિત્રનાં ઉપકરણો પાસે રાખે, પણ વિધિપૂર્વક તેનો ઉપયોગ ન કરે તે પાર્શ્વફ્ટ'; અથવા મિથ્યાત્વ વગેરે કર્મબંધના કારણોરૂપ ‘પાસ’ (બંધનો)માં રહે તે ‘પાશાસ્થ' : આ બંનેને ‘સત્યો'. કહેવાય છે. (૨) ઓસન્ન- પ્રમાદને કારણે મોક્ષમાર્ગની ક્રિયામાં નિરુત્સાહી હોય તે ‘ઓસન્ન' કહેવાય છે. (૩) કુશીલ - જ્ઞાન, દર્શન અને ચારિત્રના ઘાતક એવા દુષ્ટ આચાર(શીલ)વાળો હોય તે કુશીલ' કહેવાય છે. (૪) સંસક્ત - સંવેગી કે, અસંવેગી, જેવા સાધુઓ મળે તેની તેની સાથે તેવો વર્તાવ કરે, તે “સંસક્ત” કહેવાય છે. (૫) યથાછંદ - ગુરુઆજ્ઞા કે આગમની મર્યાદા વિના સર્વ કાર્યોમાં સ્વેચ્છાથી જેમ ફાવે તેમ વર્તન કરે, તે “યથાછંદ' કહેવાય છે.