________________
૧૯૬
સૂત્રસંવેદના-૪ *
રાગથી આપે એટલે આ મારા સ્નેહી છે, સ્વજન છે, પરિચિત છે; તેવી એક લાગણી ઊભી કરી દાન કરે તો આ વ્રતમાં દોષ છે; કેમ કે, પોતાના સ્નેહી, સ્વજન કે પરિચિત મુનિને પણ ભક્તિથી દાન કરવાનું છે; અર્થાત્ તે ગુણવાન છે, તેમ માની ગુણના આદરથી દાન કરવાનું છે, પણ પરિચયના કારણે રાગથી દાન કરવાનું નથી; આનો મતલબ પરિચિતને દાન ન આપવું તેમ નથી. પરંતુ તેમને પણ ભક્તિથી, સંસારસાગરને તરવાની ઈચ્છાથી દાન કરવું જોઈએ, નહિ તો આ વ્રતમાં દોષ થવાની સંભાવના રહે છે.
મુનિને જેમ રાગથી દાન ન કરાય તે જ રીતે દ્વેષથી કે અનાદરની બુદ્ધિથી પણ દાન ન કરાય. જેમ કે આ સાધુ સુધાદિથી પીડિત છે, તેમની પાસે આહાર-પાણી કાંઈ નથી, આપણે નહિ આપીએ તો તેમને બિચારાને કોણ આપશે ? આવા અનાદરના ભાવથી દાન આપવું, કે માંગવા આવ્યા છે તો આપો, આપીને અહીંથી રવાના કરો; આવા દ્વેષ કે નિંદારૂપ ભાવથી સુપાત્રમાં દાન કરવાથી આ વ્રતમાં દૂષણ થાય છે. માટે આ રીતે અપ્રશસ્ત રાગ કે દ્વેષ આદિના ભાવથી મુનિને દાન કરવું જોઈએ નહિ, પરંતુ પ્રશસ્ત શુભ ભાવથી જ મુનિને દાન કરવું જોઈએ.
આ સાથે એટલું પણ ખાસ ધ્યાનમાં લેવું કે વિશેષ કોઈ કારણ જણાતું ન હોય તો મુનિને ભક્તિભાવથી પણ શુદ્ધ આહાર-પાણી વગેરેનું જ દાન કરવું જોઈએ; પરંતુ ભક્તિના તાનમાં આવી કોઈ કારણ વિના, તેમના માટે તૈયાર કરેલા આધાર્મિક આદિ દોષયુક્ત અશુદ્ધ આહાર વગેરેથી ભક્તિ ન કરવી જોઈએ. તેમ કરવાથી પુણ્યબંધ ઓછો થાય છે અને પાપનો બંધ વધુ થાય છે.
દ્વાત્રિશત્કાત્રિશિકા ગ્રંથમાં તો કહ્યું છે કે સુપાત્રમાં અનુકંપાની બુદ્ધિથી એટલે “આ બિચારા દુઃખી છે તેવી વિપરીત દાન આપવામાં આવે તો દોષ લાગે છે; કેમ કે સુપાત્રમાં અનુકંપાબુદ્ધિ તે વિપરીત બુદ્ધિ છે. મુનિ કદી કરુણાને પાત્ર નથી. કરુણાના પાત્ર તો દીન, દુઃખી કે અનાથ જીવો હોય છે. આહારાદિની પ્રાપ્તિ થાય કે ન થાય તોપણ મુનિ કદી દીન થતો નથી. તે તો સદા પોતાની મસ્તીમાં જીવતો હોય છે. હા, તેમને આહારાદિની જરૂર પડે છે, પણ ન મળે તો તે અકળાઈ જાય તેવા કાયર નથી હોતા. આવા ગુણસંપન્ન મહાત્મા ઉપર કરુણાની બુદ્ધિ તે કર્મબંધનું કારણ છે. વિહારાદિના કારણે ક્યારેક મુનિ શ્રમિત કે સુધાદિથી પીડિત હોઈ શકે
2. अनुकम्पाऽनुकम्प्ये स्याद्, भक्तिः पात्रे तु सङ्गता । अन्यथाधीस्तु द्रातॄणामतिचारप्रसञ्जिका ।।
નાવિંશિi . ૨ અનુકંપનીયમાં અનુકંપા ઉચિત છે, ભક્તિ તો પાત્રમાં સુપાત્રમાં ઉચિત છે. આનાથી વિપરીત બુદ્ધિ તો દાતારને દોષ લગાડે છે.