________________
બારમું વ્રત
૧૯૫
વિશેષાર્થ :
સ્વ અને પરના ઉપકાર માટે પોતાની વસ્તુ અન્ય પાત્રને આપવી તે દાન છે. તેના પાંચ પ્રકાર છે : અભયદાન, જ્ઞાનદાન, સુપાત્રદાન, અનુકંપાદાન અને ઉચિતદાન. તેમાં અહીં સુપાત્રદાનનો અધિકાર ચાલે છે. સુવિશુદ્ધ સંયમનું પાલન કરનારા સંયમી આત્માઓ, એ દાન માટેના સુપાત્રો છે. આવા સુપાત્રમાં કોઈ પણ પ્રકારની આશંસા વિના ભવનિસ્તારની ભાવનાથી નિર્દોષ આહાર, વસ્ત્ર, પાત્ર વગેરેનું ઉલ્લાસપૂર્વક દાન કરવું તે સુપાત્રદાન છે.
આ પ્રકારનું સુપાત્રદાન કરવાની ભાવનાવાળા શ્રાવકે સૌ પ્રથમ પાત્રઅપાત્રની પરીક્ષા કરવી જોઈએ. પરીક્ષા કરી સુપાત્રને મેળવ્યા પછી તેમને અતિ આદર અને બહુમાનથી દાન કરવું જોઈએ. દાન કરતાં કોઈ ભૌતિક આશંસા ન રાખવી જોઈએ, પરંતુ માત્ર એટલી ભાવના રાખવી જોઈએ કે આ મહાત્માની ભક્તિ કરી મારામાં સંયમાદિ ગુણોની શક્તિ પ્રગટાવું અને શીધ્ર સંસારસાગરને તરી જાઉં, આ ભાવપૂર્વક દાન કરવામાં આવે તો મહાકર્મનિર્જરાનું કારણ બની શકે, નહિ તો દોષનું કારણ બને છે. તે આ રીતે –
सुहिएसु अ दुहिएसु अजा मे अस्संजएसु अणुकंपा रागेण व કોલેખ વ - સુવિહિત સાધુ અને દુઃખી સાધુ અને ગુરુનિશ્રામાં રહેલા સાધુને રાગથી કે દ્વેષથી દાન કરવું.
સુડુિં - હિતેષુ - શોભન હિતવાળા સાધુમાં. અર્થાત્ ગુણોની આરાધના કરી પોતાનું હિત કરી રહ્યા છે અને ઉપદેશાદિ દ્વારા બીજાને પણ હિતના માર્ગે જોડવા પ્રયત્ન કરી રહ્યા છે, તેવા સાધુઓમાં
સુદિ - દુિ:વિષે – દુઃખી કે પીડિત સાધુમાં. અહીં દુ:ખીનો અર્થ દુઃખી સાધુ એવો નથી કરવાનો, પરંતુ તપની આરાધના કરતા કે રોગાદિને કારણે જેઓ શરીરથી કૃશ થઈ ગયા છે, બાહ્ય રીતે જેમને શરીરમાં કોઈ પીડા છે તેવા સાધુઓમાં.
ટ્સન - [āયતેવું – અસ્વંયતોને વિષે. જેઓ ગુરુનિશ્રામાં રહી, ગુરુઆજ્ઞાને આધીન બની, મન, વચન, કાયાથી ગુરુને સમર્પિત થઈ સાધના કરી રહ્યા છે, તેવા સાધુઓના વિષયમાં.
અનુપા રોજ ૩ રોષેT 2 - ઉપર જણાવ્યા તેવા સહિત કે દુ:ખી સંયમી સાધુને રાગથી કે દ્વેષથી દાન આપે (ભક્તિ કરે).