________________
સૂત્રસંવેદના-૪
કોઈ સજા થતી નથી; અને મારવાના ઈરાદાથી છરી ફેરવનાર ડાકુના હાથથી કોઈ બચી પણ જાય તો પણ ડાકુને મારનાર કહેવાય છે, અને સજા પણ ક૨વામાં આવે છે. આ જ વાત સ્વરૂપહિંસામાં બરાબર લાગુ પડે છે.
૪૬
૨. હેતુ હિંસા :
‘હિંસા હેતુ અયતના ભાવે’
જે પ્રવૃત્તિમાં પ્રગટપણે હિંસા હોય કે ન પણ હોય, પરંતુ હિંસાના કારણભૂત, પ્રમાદ, અજયણા, અનુપયોગ જેમાં પ્રવર્તતા હોય, તેવી પ્રવૃત્તિને હેતુહિંસા કહેવાય છે. જો કે આવી પ્રવૃત્તિમાં પ્રગટપણે હિંસા દેખાતી નથી, તો પણ હિંસાના કારણભૂત પ્રમાદ તેમાં પ્રવર્તી રહ્યો હોય છે. તેમાં જીવને બચાવવાનો ભાવ નથી હોતો માટે હિંસા ન હોય તો પણ ત્યાં હિંસાજન્ય કર્મબન્ધ ચાલુ જ રહે છે.
મોટા ભાગના સંસારી જીવો મનોજ્ઞ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ મેળવવારૂપ પ્રમાદમાં પડેલા હોય છે. આવા જીવો પ્રત્યક્ષ રીતે હિંસા નહિ કરતા હોવા છતાં પણ પોતાના વાંછિત ભૌતિક સુખ મેળવવા માટે બીજાના સુખની ઉપેક્ષા ક૨વાનો ભાવ તેઓમાં સતત વર્તતો હોય છે. તેમનો આવો ભાવ જ હેતુહિંસારૂપ છે. જેમ સંસારી જીવો પ્રમાદને વશ થઈ હેતુહિંસા કરતા હોય છે, તેમ સાધુ, વિષય-કષાય આદિ પ્રમાદ પોતાના જીવનમાં પ્રવેશી ન જાય તે માટે સાવધ હોવા છતાં, કયારેક અનુપયોગ અને અજયણાથી કયાંક ચૂકી જાય છે. તેમની આવી જયણાવિહીન પ્રવૃત્તિ પણ હેતુહિંસામાં પરિણામ પામે છે. આથી જ જીવને બચાવવાનો પરિણામ હોવા છતાં જો નીચું જોઈને ન ચલાય તો હેતુહિંસા ગણાય છે, અને નીચું જોઈને ચાલવા છતાં જો જીવને બચાવવાનો પરિણામ ન હોય તો પણ હેતુહિંસા ગણાય. વળી કોઈ વાર જીવને મારવાનો ભાવ ન હોય, બચાવવાનો પરિણામ હોય, જયણા હોય, છતાં વૈષયક સુખની ઇચ્છાથી પ્રવૃત્તિ થતી હોય, તો પણ હેતુહિંસા થાય છે.
૩. અનુબંધ હિંસા :
‘આણાભંગ મિથ્યામતિ ભાવે, અનુબંધ વિરૂપ'
અનુબંધ એટલે પરંપરા; જેનાથી હિંસાની પરંપરાનું સર્જન થાય અથવા અનંતા ભવો સુધી જેનાં કડવાં ફળો ભોગવવાં પડે તેવી પ્રવૃત્તિને અનુબંધ હિંસા કહેવાય છે. અનુબંધ હિંસાનાં મુખ્ય કારણ છે (૧) ભગવાનની આજ્ઞાની