SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ સૂત્રસંવેદના-૪ વિશેષાર્થ : સમ્યક્ત્વમૂળ બાર વ્રતમાં દશમું અને શિક્ષાવ્રતમાં બીજું વ્રત ‘દેશાવકાશિક વ્રત'' છે. ‘દેશ'નો અર્થ છે, એક ભાગ, અને ‘અવકાશ' નો અર્થ છે તેમાં અવસ્થાન ક૨વું=તેમાં રહેવું. એટલે કે શ્રાવકે પૂર્વે છઠ્ઠા વ્રત રૂપ દિગ્પરિમાણવ્રત કે અન્ય સર્વ વ્રતો લેતી વખતે મોકળા રાખેલા વિશાળ આરંભના ક્ષેત્રનો સંક્ષેપ કરી અલ્પ આરંભવાળા એક દેશમાં - એક ભાગમાં રહેવું; તે દેશથી અવકાશને ‘દેશાવકાશિક' વ્રત કહેવાય છે. જીવનો બાહ્ય જગત સાથેનો સંબંધ જ્યાં સુધી છૂટતો નથી, ત્યાં સુધી જીવ આત્મભાવમાં સ્થિરતારૂપ આત્મિક આનંદ પ્રાપ્ત કરી શકતો નથી. આ જ કારણે આત્માનંદને ઈચ્છતો શ્રાવક સમયની અનુકૂળતા મુજબ દુનિયાભરમાં આવાગમન માટે ભટકતા મનને, ત્યાંથી પાછું વાળી આત્મભાવમાં સ્થિર કરવા; દિવસ, રાત્રિ, પ્રહર કે તેથી અધિક સમય રૂપ કાળમર્યાદા નક્કી કરી, પોતાની શમ્યા, ઘર કે શેરીથી અધિક ક્ષેત્રમાં ન જવા-આવવારૂપ ક્ષેત્રસંકોચ કરે છે; તથા દુનિયાભરમાં રહેલી ભોગ-ઉપભોગની સામગ્રીથી બચવા સાતમા વ્રતમાં બતાવેલા ચૌદ નિયમના ગ્રહણ રૂપ દ્રવ્યસંકોચ કરે છે; વળી જે ક્ષેત્ર અને જે દ્રવ્યનો ત્યાગ કર્યો છે, તેના પ્રત્યેના મમત્વનો ત્યાગ કરવારૂપ ભાવસંકોચ કરે છે. આ રીતે આ વ્રત, આની પૂર્વનાં વ્રતોમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની બાંધેલી મર્યાદાઓનો પણ વધુ સંકોચ કરવારૂપ છે. માટે દ્રવ્યથી અમુક દ્રવ્યો સિવાયનાં દ્રવ્યો ગ્રહણ ન કરવાં, ક્ષેત્રથી અમુક ક્ષેત્રની બહાર જવું નહિ, કાળથી નિયત કરેલા સમય સુધી, અને ભાવથી તે તે ક્ષેત્રાદિમાં થતી હિંસાદિના પાપથી અટકવાના ભાવપૂર્વક, આ વ્રતનો સ્વીકાર કરવામાં આવે છે. આ વ્રતની મર્યાદાનો સ્વીકાર કર્યા પછી શ્રાવકે તે તે સ્વીકારેલ મર્યાદાથી 1 देसावगासिअं पुण दिसिपरिमाणस्स निच्च संखेवो अहवा सव्ववयाणं संखेवो पइदिणं जो उ ।। - योगशास्त्र प्र. ३-८४ वृत्तौ ‘દિક્પરિમાણ’, વ્રતસંકોચ એ જ દેશાવકાશિક વ્રત છે. દિપરીમાણવ્રત યાવજ્જને માટે કે એક વર્ષ માટે કે ચાતુર્માસ માટે લેવાય છે; જ્યારે દેશાવકાશિક વ્રત એક દિવસ, એક પહોર કે એક મુહૂર્ત ઈત્યાદિ પરિમાણનું લેવાય છે, અથવા રોજ જે સર્વ વ્રતોનો સંક્ષેપ કરવો તે દેશાવગાશિક વ્રત છે.
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy